SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ અનેકવિધ પ્રકારો પણ પ્રસ્તુત કૃતિ મધ્યકાલીન હોવાના તર્ક પ્રતિ દોરી જાય છે. ૩. એ અમુકાશે ભક્તામરસ્તોત્ર(પ્રાયઃ ઈસ્વી ૫૭૫-૬૨૫)ની અનુકૃતિ જેવું, અને એ જ પ્રમાણે વસંતતિલકા છંદમાં નિબદ્ધ છે; પદ્યોની સંખ્યા પણ ત્યાં પ્રકૃતિ સ્તોત્રની જેટલી– ૪૪–જ છે; પણ તેનાં કાવ્યકલા-કક્ષા, સંગ્રથન, અને છંદોલય સરસ હોવાં છતાં ભક્તામરની તુલનામાં તો નીચલા દરજ્જાનાં હોવાનું વરતાય છે. તે ભક્તામર પછી પાંચસોએક વર્ષ બાદ રચાયું હોય તેવું તેની પ્રકૃતિ અને રચનાપદ્ધતિ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. ૪. તેમાં જો કે કેટલાંક પઘો સુરમ્ય અન મનોહર જરૂર છે, પરંતુ કેટલાંયે પદ્યોનાં ચરણોનું બંધારણ ક્લિષ્ટ,અસુષુ, આયાસી ભાસે છે; એ તત્ત્વો કાવ્યના પ્રવાહમાં રુકાવટ ઊભી કરે છે. ૫. ત્યાં પ્રયોજિત કોઈ કોઈ શબ્દો અને શબ્દસમૂહો અન્ય શ્વેતાંબર સ્તુતિ-સ્તોત્રાદિમાં નથી મળતા, જયારે દિગંબર કૃતિઓમાં તે જોવા મળે છે". ૬. કાપડિયા એને શ્વેતાંબર કૃતિ માનતા હોવા છતાં તેના ૨૫મા પદ્યમાં વર્ણિત સુરદુંદુભિ-પ્રાતિહાર્યનું ક૯૫ન વા આકલન દિગંબર-માન્ય ગ્રંથ તિલોયપણસ્તી (ત્રિલોકપ્રજ્ઞપ્તિ: પ્રાયઃ ઈસ્વી પ૫૦) અનુસાર હોવાનું બતાવે છે. ૭. પ્રાતિહાર્યના વિષયમાં શ્વેતાંબર માન્યતાથી જુદા પડતા, પણ દિગંબર માન્યતાને પૂર્ણતયા અનુકૂળ, એવા અન્ય પણ બે દાખલા સ્તોત્ર અંતર્ગત મોજૂદ છે, ચામર પ્રાતિહાર્ય વિશે જોઈએ તો શ્વેતાંબરમાં તો બે યક્ષો (વા માન્યતાંતરે બે ઇંદ્રો) દ્વારા ગૃહીત ચામર-યુગલનો જ ભાવ પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે વ્યક્ત થયેલો છે; પરંતુ દિગંબર સંપ્રદાયમાં તો સહસ્રો ચામરk, “ચામરાવલી”, તથા “૬૪ ચામરો”૧૯નો નિભાવ રહ્યો છે. કલ્યાણ મંદિર સ્તોત્રમાં ચામર પ્રાતિહાર્યની વર્ણનામાં “ચામરૌઘ” સરખા સમૂહવાચક શબ્દસમાસનો પ્રયોગ છે”, જે વાત નોંધનીય બની રહે છે. હવે દિવ્યધ્વનિ-પ્રાતિહાર્ય વિશે જોઈએ. શ્વેતાંબર પરંપરાની માન્યતા અનુસાર સમવસરણ-સ્થિત જિનેન્દ્ર નમો તિર્થક્સ કહી અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે, જે શ્રોતાઓની પોતપોતાની ભાષામાં સ્વતઃ પરિવર્તિત થાય છે. જ્યારે દિગંબર પરિપાટીમાં તો તીર્થંકરના હૃદયસમુદ્રમાંથી–મુખમાંથી પ્રકટતા ભાષા-પુગલોને લઈને નહીં–દિવ્યધ્વનિ ઊઠે છે, જે શ્રવણકર્તા સૌ નિજીનિજી ભાષામાં સમજી લે છે. કલ્યાણમંદિર સ્તોત્રમાં પ્રસ્તુત પ્રકારનું આકલ્પન સ્પષ્ટ રૂપે પરિલક્ષિત છે : યથા : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy