________________
કુમુદચંદ્રાચાર્ય પ્રણીત “ચિકર દ્વાર્નાિશિકા'
૨૩૫
स्थाने गभीरहृदयोदधिसम्भवायाः पीयूषतां तव गिरः समुदीरयन्ति पीत्वा यतः परसम्मदसङ्गभाजो भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम्
- कल्याणमन्दिरस्तोत्रम् २१ ૮. કુમુદચંદ્રકૃત એક અન્ય કૃતિ, યુગાદિ ઋષભદેવને સમર્પક સ્તુતિ, તેમાં આરંભે આવતા “ચિકુર” શબ્દથી ચિકુર-દ્વાત્રિશિકા અભિધાનથી જ્ઞાત છે, જે અહીં સંપાદિત કરવામાં આવી રહી છે. તેમાં પણ કલ્યાણમંદિર સ્તોત્રની જેમ છેલ્લા પદ્યમાં કર્તાનું શ્લેષપૂર્વક કુમુદચંદ્ર નામ જોવા મળે છે, અને આ સ્તુતિથી શ્વેતાંબર સમાજ તદ્દન અજાણ છે, પણ તે દક્ષિણ તરફ અલ્પાંશે પણ જાણમાં છે. તેમાં દ્વિતીય પદ્યમાં આવતો “હેવાક૨૨ શબ્દ, જે મૂળ અરબી ભાષાનો છે, તેના તરફ ડા, પિનાકિન્ન દવેએ ધ્યાન દોર્યું છે. કુમુદચંદ્ર મધ્યકાળમાં થઈ ગયા હોવાના તથ્યને આથી વિશેષ પુષ્ટિ મળે છે.
કુમુદચંદ્ર આમ દિગંબર સંપ્રદાયમાં થઈ ગયા હોવાની સાથે પ્રાચીનને બદલે મધ્યયુગમાં થઈ ગયા છે. તેઓ ક્યા શતકમાં થઈ ગયા તે વિશે વિચારતાં એમ જણાય છે કે ઈ. સ. ૧૧૨૫માં સોલંકીરાજ જયસિંહદેવ સિદ્ધરાજની અણહિલ્લ પાટકની રાજસભામાં, બૃહદ્ગચ્છીય વાદી દેવસૂરિ સાથે વાદ કરનાર દિગંબર મુનિ કુમુદચંદ્ર હોવાનો ઘણો સંભવ છે. પ્રબંધો અનુસાર પાટણ જતાં પહેલાં તેઓ કર્ણાવતીમાં કેટલોક કાળ રોકાયેલા. સંભવ છે કે તે સમયે તેમના કલ્યાણ મંદિર સ્તોત્રની પ્રતિલિપિઓ થઈ હશે. સૌ પ્રથમ તો તે ગુજરાતસ્થિત તત્કાલીન દિગંબર સમાજમાં પ્રચારમાં આવ્યું હશે અને તે પછી શ્વેતાંબર ગ્રંથભંડારોમાં તેની નકલોનો પ્રવેશ થઈ જતાં, એવં સ્તોત્ર ભાવાત્મક અને અન્યથા ઉત્તમ કોટીનું હોઈ, શ્વેતાંબર સંપ્રદાયમાં તેને વિના વિરોધ અપનાવી લેવામાં આવ્યું હોય. કાળાંતરે એના કર્તાના સંપ્રદાયનું જ્ઞાન ન રહેવાથી તેને શ્વેતાંબર કર્તાની કૃતિ માની લેવામાં આવી હોય અને તેમાં પઘાંતમાં આવતા કુમુદચંદ્ર અભિધાનનો ખુલાસો પ્રભાચંદ્રાચાર્યે સિદ્ધસેન દિવાકરનું દીક્ષા સમયનું નામ હોવાની કલ્પના કરીને કરી દીધો હોય ! (એ વખતે તેમણે વિચાર ન કર્યો કે સ્તોત્ર કાત્રિશિકા વર્ગનું નથી".) ઉપર ચર્ચિત ઐતિહાસિક પશ્ચાદભૂમાં જોઈએ તો મૂળ સ્તોત્ર ઈસ્વીસનના ૧૨મા શતકના પ્રથમ ચરણમાં રચાયું હોવું ઘટે. પ્રભાચંદ્ર, સ્તોત્રના અસલી રચનાકાળથી લગભગ દોઢસોએક વર્ષ ઉપરાંતના કાળ બાદ, તેની નોંધ લે છે; એટલે અજ્ઞાનવશ તેમણે જે લખી નાખ્યું તેને યથાતથ સત્ય માની શ્વેતાંબરોમાં આજ દિવસ સુધી આ ભ્રાંતિ ચાલી આવી છે, જેનાથી વર્તમાને જૂજવા જ વિદ્વાનો પર રહી શક્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org