SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સોમપ્રભગણિ વિરચિત “શ્રી સેતુજ ચેત્તપ્રવાડિ’ ૩૦૩ મુનિઓ સાથે સિદ્ધગતિ પામેલ ગણધર પુંડરીકની મૂર્તિની “જોડલી' ને નમીને ભવ પાર ઊતરવાની આશા વ્યક્ત કરે છે (૫). મંડપમાં બેસાડેલ “રિસહજિર્ણોદ (ઋષભ જિનેન્દ્ર)ને જુહારી, (ચક્રીશ્વર) ભરત પ્રસ્થાપિત “યુગાદિદેવને જોઈને ભવદુઃખ પાર પાડે છે તેમ કહી (૬), આગળ કહેતા ત્યાં રહેલા–સિદ્ધ રમણી (મુક્તિ)દેવાવાળા–“ઊભા (ખજ્ઞાસન) અને “બઈઠા' (પદ્માસન મુદ્રામાં) સ્થિત સૌ જિનવર-બિંબોને નમે છે (૭). તે પછી દક્ષિણ બાજુની દેરીમાં “ચોવીસ જિન બિંબ,” “સાચોરીવીર' (૮), ત્રણ ભૂમિના આલયમાં સ્થિત “કોડાકોડિ જિણવર' (કોટાકોટિ જિન), તે પછી આવાગમન (ભવભ્રમણ) નિવારનાર “પાંચ પાંડવ' (૯), તેની પાછળ રહેલ જગતનું પહેલું તીર્થ “અષ્ટાપદ' અને તેમાં રહેલા ચોવીસ જિનને વંદના દે છે. (૧૦) ત્યારબાદ “રાયણ' હેઠળ રહેલ આદિ જિનના “પાય' (પગલાં) અને દૂધ વર્ષાવતી રાયણના દૂધમાં કાયા ઝબોળી (૧૧), આગળ વધતાં ડાબી બાજુ રહેલ લેપમયી “જિન” અને “જિન પગલાં' (૧૨), તે પછી “સમલિયા વિહાર (ભૃગુપુરાવતાર)માં ૨૦મા જિન મુનિસુવ્રત'ને નમી ત્યાં રહેલા સર્વ જિનબિંબોને પારિપાટીકાર વંદના દે છે (૧૩), ત્યાંથી “સીહદુવાર (સિંહદ્વાર, બલાણક) પાસે આવી જિનને(યુગાદિદેવ)ને ફરીથી પગેલગણ કરી (૧૪), હવે “ખરતરવસહી'માં આવે છે. પરિપાટિકાર એને દેવીએ નિર્માણ કરી હોય તેવી સુસાર-ચારુ (રચના) કહે છે (૧૫). વિશેષમાં કહે છે કે એને દેખતાં જનમન મોહી જાય અને અનિમેષ નેત્રે જાણે જોઈ જ રહીએ; (તેમાં) થોડામાં ઘણાં) તીરથ એમાં અવતર્યા છે, સમાવ્યાં છે (૧૬). આ નવનિર્મિત નિવેશના ગર્ભગૃહમાં આદિ જિનને કવિયાત્રી નમે છે. તે પછી (શિષ્ય) પરિવાર સાથે બેઠેલી જિનરત્નસૂરિર (ની મૂર્તિ) મંડપમાં છે તેવો ઉલ્લેખ કરે છે (૧૭), ત્યારબાદ ત્યાં ૨૩મા જિન ‘સ્તંભનપુરાવતાર' (શ્રી પાર્શ્વ), “લ્યાણત્રય” “સમેત નેમિજિન'(૧૮), “બહોંતર દેવકુલી'માં જિનવર-દેવનાં બિંબ, “અષ્ટાપદ' અને “સમેતશિખર તીર્થ (૧૯), મઠધારે ઓરડીમાં (વાસ્તવમાં ગોખલામાં) “ગુરુમૂર્તિ,” ને મંડપમાં “ગૌતમ ગણધર'ને નમે છે (૨૦), (ખરતરવસહીની બહાર આવ્યા બાદ એટલામાં) વિમલગિરિ પર (તેજપાળ મંત્રીએ) અવતારેલ રમ્ય “નંદીશ્વર ચૈત્યને વાંદી, કર્મ તૂટવાની વાત કવિ કહે છે (૨૧); તત્પશ્ચાત્ મંત્રીશ્વર વસ્તુપાળ કારિત) “ઇન્દ્રમંડપ' ભણી પરિપાટિકાર વળે છે (૨૨), (ને પછી પાસે રહેલ) શ્યામલવર્ણ અને સલૂણ તનવાળા “નેમિનાથના “ગિરનારાવતાર' મંદિરમાં જઈ ત્યાં “સંબપજૂન (સાંબ અને પ્રદ્યુમ્ન)ને પૂજે છે (૨૩). પોળ (વાઘણપોળ) પાસે ડાબી બાજુ “સ્તંભનનિવેશ'(તંભનપુરાવતાર પાશ્વ)ને નમસ્કારી, આગળ (અનુપમાં સરોવરને કાંઠે રહેલ) “નમિ-વિનમિ સેવિત ઋષભ જિન” વાળા “સ્વર્ગારોહણ(ચૈત્ય)માં થઈ (૨૪), દક્ષિણ છંગે રહેલ “મોલ્હાવસતિમાં ચોવીસ જિનને નમે છે; તે પછી ‘ટોટરા વિહાર'માં પ્રથમ જિનને પ્રણમવા જઈ (૨૫), ત્યાંથી “છીપાવસહિમાં “ઋષભજિન” “અભિનવ આદિજન', અને “કપર્દીયક્ષ'ના ભવનમાં, એમ બધે જિનબિંબોને નમે છે (૨૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy