SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામિસ્તવ'ના કર્તા વજસ્વામી વિશે ૧ ૧૭. ઉપર્યુક્ત સાહિત્યના નિરીક્ષણથી તો એક વાત સુનિશ્ચિત છે કે પ્રતિષ્ઠા કરાવનાર વ્યક્તિ “જાવડ” કે “જાવડિ શ્રેષ્ઠી” અને એમના પિતા “ભાવડ” સરખાં અભિધાનો પ્રાચીન ન હોતાં મધ્યકાલીન જ વ્યક્તિ જણાય છે. તેનો નિશ્ચય જુદા જુદા કાળના સાહિત્ય અને અભિલેખોના અધ્યયનથી થઈ જાય છે. પ્રતિષ્ઠાપક આચાર્ય વજસ્વામી પણ પુરાતન આર્ય વજ ન હોઈ શકે, કે ન તો વિસં. ૧૦૮ વાળી મિતિ સત્ય હોઈ શકે. આ સંબંધમાં સાહિત્યિક ઉલ્લેખો પરથી જે ફલિત થઈ શકે છે તેમાં મુખ્ય મુદ્દાઓ આ છે : (૧) આર્ય વજે શત્રુંજય પર પ્રતિષ્ઠા કરેલી તેવી વાત આગમોમાં તો શું પણ છઠ્ઠા શતકના પૂર્વાર્ધથી રચાતી આવેલી આગમિક વ્યાખ્યાઓ–નિયુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિ, વૃત્તિઓમાં વજસંબદ્ધ ઉલ્લેખોમાં ક્યાંયે નોંધાયેલી નથી. એટલું જ નહીં, વજની કથા કથનાર ભદ્રેશ્વરસૂરિની કહાવલિ (ઈ. સ. ૧૦મી સદી ઉત્તરાર્ધ), કે પૂર્ણતલગચ્છીય હેમચંદ્રાચાર્યના પરિશિષ્ટપર્વ (ઈ. સ.ની ૧૨મી શતાબ્દીનું ત્રીજું ચરણ)ના “વજચરિત્ર”માં, કે રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪/ઈસ. ૧૨૭૮)માં દીધેલા વિસ્તૃત “વજસ્વામિચરિત”માં પણ નથી. આથી સ્પષ્ટ છે કે ઉપર્યુક્ત સોલંકીકાલીન કર્તાઓ, કે જેમની પાસે પ્રાચીન સાધનો હતાં, તેઓની સામે શત્રુંજય-આદિનાથના પ્રતિષ્ઠાપકરૂપે આર્ય વજ હોવાની કલ્પના નહોતી. (૨) શત્રુંજય પર સૌ પહેલાં જૈન મંદિરોની પ્રતિષ્ઠા પાદલિપ્તસૂરિ દ્વિતીય (મૈત્રક યુગઃ મોટે ભાગે ૭મો સૈકી–ઉત્તરાર્ધ) દ્વારા થયેલી. આગમોમાં કે આગમિક વ્યાખ્યાઓમાં, ત્યાં પૂર્વે આદિનાથનું મંદિર હોવાનું કે તેનું ભરતચક્રીએ નિર્માણ કરેલું તેવી વાત–જેના દશમા શતકના ત્રીજા ચરણમાં રચાયેલ પાદલિપ્તસૂરિ તૃતીયના લઘુશત્રુંજયકલ્પથી લઈને જ ઉલ્લેખો મળે છે તેના અણસાર પણ નથી. આથી ઈસ્વીસના આરંભકાળે આર્ય વજે ત્યાં ગિરિ પર પ્રતિષ્ઠા કરાવી એવી વાત તો પાછળના યુગના જૈન લેખકોની ગેરસમજણ, ભળતું જ ભેળવી માર્યાની હકીકત માત્ર હોય તેમ લાગે છે ! (૩) પ્રતિષ્ઠા કરાવનાર જાવડિ શ્રેષ્ઠી (જાવડસાહ) તેમ જ કથાનકોમાં અપાયેલ તેમના પિતાના ભાવડ સરખાં અભિધાનો જોતાં તો તેઓ સ્પષ્ટ રીતે મધ્યકાલીન વ્યક્તિઓ જ જણાય છે! પ્રાગ્વાટ જ્ઞાતિ (પોરવાડ)ના પણ ગુજરાતમાં દશમા-૧૧મા શતક પૂર્વે કયાંયે સગડ મળતા નથી. (મહુવાનું ઈસ્વી પહેલી શતાબ્દીમાં અસ્તિત્વ હતું કે કેમ તે પણ નક્કી નથી). બીજી બાજુ શત્રુંજયના અધિષ્ઠાયક દેવ કપર્દીયક્ષનો સંબંધ કથાનકકારો ત્યાં જોડે છે, પણ આ કપર્દીયલની કલ્પના પણ પ્રાશ્મધ્યકાળથી વિશેષ પુરાણી નથી. (૪) શત્રુંજયમાહાભ્યમાં તથા તપાગચ્છીય ધર્મઘોષસૂરિના લઘુશત્રુંજયકલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy