________________
૧૪૪
નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પરિપ્રેક્ષ્યમાં તો બરોબર બંધબેસતા થાય છે. દુર્ગનો હેતુ સંરક્ષણનો અને એથી વીર અને રૌદ્ર રસનો છે, જિનેશ્વર-યોગ્ય પ્રશમરસને ત્યાં સ્થાન નથી. એથી જ તો દુર્ગની પ્રતોલી-પુરદ્વારમાં કોષ્ઠકનાં ખત્તકો પર વિઘ્નહર્તા વિનાયક તેમ જ ભૈરવ, ચંડિકા, કાત્યાયિની આદિ ઉગ્ર દેવતાઓની મૂર્તિઓ તેમ જ અંદરની ભિત્તિઓ પર માતૃકાદિ શક્તિઓનાં રૂપો કંડારવામાં આવે છે. ઝીંઝુવાટક (ઝીંઝુવાડા) તેમ જ દર્ભાવતી (ડભોઈ)ના ૧૨મી-૧૩મી શતાબ્દીના સોલંકી એવં વાઘેલાકાલીન પુરદ્વારના નિરીક્ષણથી આ વાત સ્પષ્ટ બનશે. કવિ જૈન ઉપાસક હોય તો પણ લૌકિક દૃષ્ટિએ આવી પ્રશસ્તિ રચી શકે છે. ત્યાં તે સ્વધર્મને નહીં, રાજકુલધર્મ એવં પ્રચલિત લોકધર્મને અનુસરે છે. આથી શ્રીપાલ પૌરાણિક પરંપરા અને આલેખનોને અનુરૂપ દેવસ્તુતિ પ્રશસ્તિ અંતર્ગત કરે તે સંદર્ભના સ્વરૂપને જોતાં સુસંગત મનાય, યોગ્ય જ ગણાય. બીજી વાત એ છે કે દુર્ગ-પ્રતોલી આદિ “દેવાલય' ન હોવા છતાં વાસ્તુવિધિના કર્મકાંડ અનુસાર તેમની સ્થાપના કિંવા પ્રતિષ્ઠા દેવતાઓના આહ્વાન-પૂજન-યજનાદિ ક્રિયાઓ દ્વારા સમ્પન્ન થાય છે. જો મનુષ્યને રહેવાના આવાસ પણ ખાતમુહૂર્તથી લઈ ગૃહપ્રવેશ પર્યંત વાસ્તુગ્રંથો અને કર્મકાંડના ગ્રંથો કથિત ધાર્મિક વિધિપૂર્વક થતાં હોય તો નગરદુર્ગ, કુંડ, વાપી આદિની શું વાત કરવી૭પૌરાણિક ક્રિયાકાંડ-વિધિ મધ્યકાળમાં તો જીવનમાં સર્વત્ર વણાઈ ગયેલી. આથી વડનગરનો પ્રાકાર “નાગરિકવાસ્તુ'ની વ્યાખ્યા અંતર્ગત આવી જતો હોવા છતાં એની રચનાથી લઈ સ્થાપના સુધીની બ્રાહ્મણીય કિંવા પૌરાણિક ધર્મવિધિઓથી પર નથી. આથી કવિ સોમેશ્વર વેદવાદી બ્રાહ્મણ હોવા છતાં મંત્રી તેજપાળ નિર્માપિત દેલવાડા સ્થિત જિનમંદિરની પ્રશસ્તિ પ્રસ્તુત સંરચના “દેવાલય’ જિનદેવની સ્તુતિથી પ્રારંભ કરી શકે, પણ એ જ ન્યાયે, કવિ શ્રીપાલ જૈન હોય તો પણ વડનગરના દુર્ગની પૌરાણિક દેવતાપરક પ્રશસ્તિ તે નાગરિક વાસ્તુકૃતિ હોવાથી રચે નહીં પણ એમનો પોતાનો ધર્મ વૈદિક હોય તો જ રચવા પ્રેરાય તેવી દલીલ તથ્યસમ્મત કે તર્કગમ્ય જણાતી નથી. જો નાગરિક સ્થાપત્યની રચનામાં ધાર્મિક-પૌરાણિક ઉલ્લેખો લાવી જ ન શકાતા હોત તો તો શ્રીપાલ બ્રાહ્મણમાર્ગી હોય તો એ તેમાં એવા ઉલ્લેખો લાવે જ નહીં! વસ્તુતયા પ્રશસ્તિ દેવમંદિરની હોય કે દુર્ગ સરખી નાગરિક સંરચનાની હોય, પ્રશસ્તિકારનો વ્યક્તિગત ધર્મ તેમાં પ્રભાવી બની શકતો નથી. બ્રાહ્મણ સોમેશ્વર જિનાલયોની પ્રશસ્તિઓ રચી શકે તો જૈન શ્રાવક શ્રીપાલ શા માટે બ્રાહ્મણીય દેવમંદિરોની એવં દુર્ગ-તટાકાદિની પ્રશસ્તિ ન રચે ? દિગંબર જૈન મુનિ રામકીર્તિએ કુમારપાળની ચિત્રકૂટ(ચિતોડ)ના સમિઢેશ્વરના મંદિરની ઈસ્વી૧૧૫૧ની રાજા કુમારપાળની દાન-પ્રશસ્તિ શિવસ્તુતિ સાથે રચી છે ૮; અને શ્વેતાંબર બૃહગચ્છીય જયમંગલાચાર્યે રાજસ્થાનમાં સુંધા પહાડ પરની ચાહમાન ચાચિગદેવની ઈસ્વીસન્ ૧૨૯૯ની પ્રશસ્તિ પણ શિવની જટાના ચંદ્રમાને તથા દેવી પાર્વતીને વંદના દઈને રચી છે૯. રાજાઓની વિનંતીને માન આપીને જો જૈન મુનિઓ પણ શિવાલયાદિની પ્રશસ્તિઓ રચી શક્તા હોય તો ગૃહસ્થ જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org