SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પરંપરામાં થઈ ગયાનું સુસ્પષ્ટ અને અબાધ્ય પ્રમાણ ન મળે ત્યાં સુધી તો એમને વીરસૂરિવર્ધમાનસૂરિવાળી શાખામાં થઈ ગયા હોવાનું માનવું વિશેષ પ્રમાણભૂત, સયુક્ત, અને એથી વિશેષ વિશ્વસ્ત જણાય છે. ટિપ્પણો : ૧. સ્યાદ્વાદમંજરીના ચાર પાંચ પૃથફ પ્રથ; સંપાદકોનાં સંસ્કરણો પ્રકટ થયા છે. સાંપ્રત લેખમાં જેનો જેનો ઉપયોગ કર્યો છે, તેની યથાસ્થાને નોંધ લેવાશે. ૨. “મલ્લિષણ' નામક બે'એક આચાર્યો દિગંબર સંપ્રદાયના દ્રાવિડ સંઘમાં મધ્યયુગમાં થઈ ગયા છે. ' ૩. વચ્ચે વચ્ચેના ગાળામાં સિદ્ધર્ષિની ન્યાયાવતાર પરની સ્વોપજ્ઞ ટીકા (પ્રાયઃ ૧૦મી સદીનો પ્રારંભ), જિનેશ્વરસૂરિની પ્રસ્તુત ન્યાયાવતારની પ્રથમ કારિકા પરની સટીક શ્લોકવાર્તિક અપરનામ પ્રમાલક્ષ્મ યા પ્રમાણલક્ષણ નામક રચના (આત ઈ. સ. ૧૦૩૫), સંભવતયા પૂર્ણતલગચ્છીય શાંતિસૂરિની ન્યાયાવતાર પર સ્વરચિત વાર્તિકો પરની સ્વોપજ્ઞ ટીકા (પ્રાય : ઈસ્વી. ૧૧૦૦-૧૧૧૦). તથા પૂર્ણતલગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય ચંદ્રસેનસૂરિની સટીક રચના ઉત્પાદસિદ્ધિ (ઈ. સ. ૧૧૫૧) ઇત્યાદિને પણ ગણાવી શકાય. પણ તે સૌ ઉપર્યુક્ત રચનાઓને મુકાબલે ઓછી જાણીતી છે. ૪. જુઓ જગદીશચંદ્ર જૈન, શાસ્ત્રાવનારી, ચતુર્થ આવૃત્તિ, અગાસ, ૧૯૭૯, પૃ. ૨૭૦. ૫. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૧૬, કંડિકા ૬૦૧. 8. S'yädvādamañjarī of Mallisena, Bombay Sanskrit and Prakrit Series, No. LXXXIII, Bombay, 1933, "Introduction," p. XIII, infra. ૭. “સિદ્ધરાજ અને જૈનો.” ઐતિહાસિક લેખ-સંગ્રહ, શ્રી સયાજી સાહિત્યમાળા,પુષ્પ ૩૩૫, વડોદરા ૧૯૬૩, પૃ. ૩. ૮. જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ બીજો , શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા, ગ્રંથ ૫૪, અમદાવાદ ૧૯૬૦, પૃ. ૭. ૯. જૈન, પૃ. ૧૦. ૧૦. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ખંડ ૨ : ધાર્મિક સાહિત્ય : ઉપખંડ ૧ : લલિત સાહિત્ય; શ્રીમુક્તિ કમલ-જૈન-મોહનમાલા, વડોદરા ૧૯૬૮, પૃ. ૩૪૪, ૧૧. “ભાષા અને ઇતિહાસ,” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ. ગ્રંથ ૪, સોલંકી કાલ, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૩૨૮, પં. અંબાલાલ શાહ ત્યાં લખે છે : “દિગંબરાચાર્ય જિનસેનના શિષ્ય મલ્લિષેણસૂરિએ રચેલા “ભૈરવ પદ્માવતી કલ્પ'માં આ મલ્લિષેણે સહાય કરી હતી.” આ અવલોકન સમૂળગું ભ્રમમૂલક છે. ભૈરવપદ્માવતી કલ્પના કર્તા દ્રાવિડસંઘમાં થયા છે અને તેમનો સમય ૧૧મી શતાબ્દીનો મધ્યભાગ છે. તેઓ નાગેન્દ્રગથ્વીય શ્વેતાંબર મલ્લેિષણથી દોઢસો સાલ પૂર્વે કર્ણાટકમાં થઈ ગયા છે. બન્નેના દેશ-કાળ આમ સ્પષ્ટ રીતે ભિન્ન છે. ૧૨. જુઓ દેશાઈ, પૃ. ૩૮૬, કંડિકા ૫૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy