SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ બીજી શતાબ્દી જેટલું પુરાણું હોવા સામે તો સ્તવ જ અપવાદ કરે છે, જેનાં કારણો વિષે જોઈએ : ૧. સ્તવમાં વૈરોચ્યા તેમ જ પદ્માવતીને ધરણોરગ(ધરણંદ્ર)ની દેવીઓ રૂપે ઉલ્લેખ થયો છે : યથા : जा धरणोरगदइआ देवी पउमावई य वइरुट्ठा । सप्पसहस्सेहि जुआ देवा किर किंकरा जाया ॥२॥ તથા धरणिदपढमपत्ती वइरुट्ठानाम नागिणी विज्जा । सप्पकरंडगहत्था सप्पाभरणा य जा निच्चं ॥४॥ પણ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ઈ. સ. ૧૦૦-૩૦૦) અને સ્થાનાંગસૂત્ર (ઈ. સ. ૩૫૦ ૩૬૩)"માં નાગરાજ ધરણંદ્રની જે છ (કે ચાર) મહિષીઓનાં નામ ગણાવ્યાં છે તેમાં ન તો વૈરોચ્યા કે ન તો પદ્માવતીનું નામ જોવા મળે છે. આથી પ્રસ્તુત કલ્પના અનાગમિક અને પશ્ચાત્કાલીન જણાય છે. (દિગંબર સંપ્રદાયના આગમવતુ વા આગમસ્થાનીય ગ્રંથ તિલોયપણસ્તી ( ત્રિજ્ઞા ) (આ. ઈસ. પ૫૦) ગ્રંથમાં પણ ધરણંદ્રના સંદર્ભમાં પ્રસ્તુત બન્ને નામો અનુપસ્થિત છે.) ૨. વૈરોચ્યા કે પદ્માવતીદેવીની ઉપલબ્ધ પ્રતિમાઓમાંથી એકેય છઠ્ઠા શતકથી પૂર્વે લઈ જઈ શકાય તેમ નથી. (સાહિત્યમાં અલબત્ત આનાથી થોડા કાળ પૂર્વે ઉપાસના-સૂચક સ્તોત્રો થઈ ગયાં હોઈ શકે. પદ્માવતીના, ઈસ્વી પ૭૫-૬૦૦માં કોરાયેલાં લયન મંદિરો અંતર્ગત, શિલ્પ ઐઠોળ અને બદામીમાં [દિગંબર સંપ્રદાયમાં] મળે છે. આ સિવાય પદ્માવત્યાલયના ઉલ્લેખ કર્ણાટકમાં કદંબવંશીય તામ્રશાસનોમાં ઈસ્વી પમી ઉત્તરાર્ધ અને છઠ્ઠીના પૂર્વાર્ધ સુધીના મળી આવે છે.) ૩. સંદર્ભગત સ્તોત્રમાં પદ્ય ૩માં વૈરોટ્યાનું જે વર્ણન કર્યું છે તે પ્રાચીનને બદલે તેના પ્રતિમાવિધાનમાં પછીથી દેખાતાં લક્ષણોને આવરે છે : યથા : नागिणि नागारूढा नागकरा नागभूसियसरीरा । नागेहिं सिरमाला नागमुहा सा जए जयउ ॥३॥ ૪. ચોથા પદ્યમાં તેને “ વિજ્જા” (“વિદ્યા=શક્તિ) કહી છે જે હકીકત પણ વૈરોચ્યા નિર્મન્થ-દર્શન અંતર્ગત બહુ પ્રાચીન દેવતા હોવાનું માનવામાં બાધા ઊભી કરે છે; આગમિક સંદર્ભોમાં ઠેકઠેકાણે આવતા લૌકિક યક્ષો અને યક્ષીઓના ઉલ્લેખોમાં વૈરોટ્યાનું નામ જોવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy