SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આર્યાનંદિલકૃત વિરોદ્યાદેવીસ્તવ' તથા ઉપસર્ગહરસ્તોત્ર'નો રચનાકાળ રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪/ઈ. સ. ૧૨૭૮) અંતર્ગત “આર્ય નંદિલચરિત”નો સમાવેશ છે. પ્રસ્તુત “ચરિત'ની (સ્વ) મુનિરાજ કલ્યાણવિજયજીએ આલોચના કરતાં લખ્યું છે કે આને “આર્ય નંદિલચરિત” કહેવાને બદલે “વૈરોચ્યાચરિત” કહીએ તો ઠીક ! કેમકે તેમાં આર્યનંદિલ (વા આનંદિલ) વિષયે કશું જ કહ્યું નથી, સિવાય કે તેઓ આર્ય રક્ષિતના વંશજ હતા અને તેમના સદુપદેશથી શ્રેષ્ઠીપુત્ર “પઘ'ની ભાર્યા “વૈરાટ્યા” મરીને નાગદેવી બની નાગરાજ ધરણેન્દ્રની મહિષી થઈ. કથાનક દેખીતી રીતે જ કાલ્પનિક છે અને જનકથાઓમાં નાગપંચમી-માહાભ્યની પ્રચલિત દંતકથાઓમાંથી “વૈતવ” કે “તુક” (motif) ઉઠાવી તેને ઘડી કાઢવામાં આવ્યું છે; અલબત્ત પ્રભાચંદ્રાચાર્યે જ તે ઉપજાવી કાઢ્યું હશે તેમ કહેવા માટે તો પ્રમાણ ઉપલબ્ધ નથી. આર્ય નંદિલને “આર્ય રક્ષિતવંશીય” કહ્યા છે; આથી તેઓ ઈસ્વીસની પહેલી શતાબ્દી પછી થયા હશે. દૂષ્યગણિ-શિષ્ય દેવવાચકકૃત નંદિસૂત્ર (આ. ઈ. સ. ૪૫૦) અંતર્ગત અપાયેલી વાચકવંશીય સ્થવિરાવલીમાં પુરાણા વાચકોની સૂચિમાં અજ્ઞાનતં(આર્યાડડનંદિલ)ને સ્થાન મળ્યું છે , જે તેમના સમયની ઉત્તરસીમા નિર્ણત કરે છે. સંભવ છે કે તેઓ ઈસ્વીસની બીજી (યા ત્રીજી) શતાબ્દીમાં, કુષાણયુગમાં, થયા હોય. અને “આર્ય નંદિલને બદલે “આનંદિલ (આર્ય આદિલ) અભિધાન વિશેષ સાચું હોય. (આ ધારણાને આધારે શીર્ષકમાં “આર્યાનંદિલ’ અભિધાન કલ્યાણવિજયજી એવં પુણ્યવિજય દ્વારા સ્વીકારાયેલું છે.) દાક્ષિણાત્ય નિર્ગસ્થ પરંપરાના, પુષ્પદંત-ભૂતબલિકૃત ષખડાગમ (પ્રાય: ઈસ્વી ૪૭૫-૫૦૦) પરની પંચતૂપાન્વયના દિગંબરાચાર્ય સ્વામી વીરસેનની ધવલા-ટીકા(ઈ. સ. ૮૧૬)માં બે સ્થળે મહાવાચક આર્યનંદીને લગતાં અવતરણો જોવા મળે છે, અને પ્રસ્તુત આર્યનંદી સચેલક વા અર્ધચેલક પરંપરાના આર્યનંદિલ વા આર્યાનંદિલ જ હોવા વિષે મેં અન્યત્ર સવિસ્તર ચર્ચા કરી છે. આ આર્યાનંદિલની બનાવેલી મનાતી એક કૃતિ–વૈરોચ્ચાદેવીસ્તવન–પાંચેક દાયકા ઉપર પ્રકટ થઈ છે. પ્રસ્તુત સ્તવનમાં ૧૩મા પદ્યમાં અજ્ઞાવિજોગ સંવિઠ્ઠ સરખો ઉલ્લેખ મળતો હોઈ સ્તવના રચયિતા આર્યાનંદિલ હોવાનું ઉપલક દૃષ્ટિએ લાગે; પરંતુ તે ઈસ્વીસની નિ. ઐ, ભા. ૧-૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy