SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાલ-પરિવારનો કુલધર્મ ૧૪૯ લેવામાં આવી છે. દ્રાવિડસંઘીય દિગંબર મુનિ વાદિરાજે તેમના પાર્શ્વનાથચરિત (ઈ. સ. ૧૦૨૫)માં, અને તેમની પહેલાં પ્રતીહારરાજના બ્રાહ્મણીય સભાકવિ, મહાનું કાવ્યશાસ્ત્રી રાજશેખરની એક ઉક્તિ(પ્રાયઃ ઈસ્વી ૯૦૦)માં ઉપર્યુક્ત કાવ્યની પ્રશંસા કરી છે. કાવ્યવસ્તુ ઉપરથી તો પહેલી નજરે કવિ ધનંજય બ્રાહ્મણમાર્ગી જ જણાય : પણ તેમની અન્ય પ્રસિદ્ધ કૃતિ નામમાલામાં જૈન નિર્દેશો છે. અને એમણે વિષાપહારસ્તોત્ર નામથી પ્રસિદ્ધ દર્શનપરક સાધારણ-જિનસ્તવ' પણ રચ્યું છે. શ્રી પંડ્યાની કવિ શ્રીપાલ અંગે પ્રસ્તુત કરેલી સ્થાપનાના મૂલગત સિદ્ધાન્તો પ્રમાણે તો આ જૈનધર્મી મનાતા કવિરાજ ધનંજયને પણ વેદવાદી જ ગણવા જોઈએ અને ઉપર્યુક્ત સ્તોત્ર તેમણે કોઈ ને કોઈ દિગંબર જૈન મુનિ પરત્વેના તેમના આદરઅનુરાગને કારણે જ બનાવ્યું હશે તેમ કહેવું જોઈએ ! તેમ જ નામમાલામાં જિન મહાવીરને લગતા ઉલ્લેખો પણ એ જ કારણથી કર્યા હશે, તેમ માનવું ઘટે ! અલબત્ત, મને ધ્યાનમાં છે ત્યાં સુધી તો કોઈએ રાઘવપાણ્ડવીયમુને લઈને ધનંજય જૈન ન હોવાનો તર્ક કર્યો નથી તે અહીં જણાવવું જોઈએ”. ચર્ચામાં એક નાનો મુદ્દો રહી જાય છે. વાદી દેવસૂરિ તેમ જ આચાર્ય હેમચંદ્ર સ્વય ઉચ્ચ કોટિના સ્તુતિકારો હતા. તેમની સાથે નિકટનો સંબંધ હોવાને કારણે ““તેમને માટે” શ્રીપાલ ચતુર્વિશતિજિનસ્તુતિ રચી આપે તેમ માનવું વધુ પડતું ગણાય. હવે રહ્યો “સંભવ' અને “શંભવ' અંગેનો મુદ્દો. મહારાષ્ટ્રી આદિ પ્રાકૃતોમાં તાલવ્ય “શને સ્થાને દત્ય “સ”નો પ્રયોગ થાય છે. તૃતીય તીર્થંકરનું “સંભવ' રૂપે અભિધાન મૂળે અર્ધમાગધી ભાષામાં નિબદ્ધ સુપ્રસિદ્ધ આગમિક ચતુર્વિશતિસ્તવ (પ્રાયઃ ઈસ્વી પ્રથમ શતાબ્દી), તેમ જ તે પછી દેવવાચક કૃત નંદીસૂત્ર (પ્રાયઃ ઈસ્વી પંચમ શતી મધ્યભાગ)ની ઉત્થાનિકાના મંગલસ્તવમાં મળે છે. અને કેટલાક સંસ્કૃત જૈન સ્તુતિકારોએ તેમ જ ટીકાકારોએ તેનો યથાતથ સ્વીકાર પણ કર્યો છે. પણ બીજા ઘણા સ્તુતિકારોને સંસ્કૃત ભાષામાં તો મૂળ અભિધાન “શમ્ભવ’ હોવાનું અભિમત છે, જેના ઈસ્વી છઠ્ઠી શતાબ્દીથી લઈ ૧૭મી શતાબ્દીનાં અનેકાનેક દૃષ્ટાંતો છે. અહીં તેમાંથી થોડાંક પ્રમાણરૂપે ઉદ્દેકીશું, જેથી એ મુદ્દાનું સ્વતઃ નિરાકરણ થશે. દક્ષિણની દિગંબર જૈન પરંપરામાં થઈ ગયેલા દાર્શનિક કવિ, વાદિમુખ્ય સમંતભદ્રના બૃહસ્વયંભૂસ્તોત્ર (પ્રાયઃ ઈસ્વી ૬00) નામક “ચતુર્વિશતિ જિનસ્તોત્ર'માં “શમ્ભવ' રૂપ છે, સંભવ' નહીં. યથા : વં શમ્ભવઃ ભવ-તર્પોને. सन्तप्यमानस्य जनस्य लोके । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy