SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ “ગૌતમસ્વામિસ્તવના કર્તા વજસ્વામી વિશે ચરમ તીર્થંકર જિન વર્ધમાન મહાવીરના પટ્ટધર ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમને ઉદ્દેશીને રચાયેલ જે થોડાંક સ્તોત્રો મળે છે તેમાં વજસ્વામીનું બનાવેલું મનાતું ગૌતમસ્વામિસ્તવ પ્રાચીનતર હોવા ઉપરાંત નિર્ચન્થસર્જિત સંસ્કૃત સ્તોત્રસાહિત્યની એક અભિજાત કૃતિ પણ છે. - શાર્દૂલવિક્રીડિત છંદમાં, દ્વાદશવૃત્તોમાં નિબદ્ધ, ચારુ શબ્દાવલી અને નિર્મલ ભાવોન્મેષથી રસમય બનેલ આ કર્ણપેશલ સ્તવના કર્તાનો નિર્દેશ મૂળ કૃતિમાં તો નથી, તેમ તેના પર કોઈ વૃત્તિ વા અવચૂર્ણિ લખાઈ હોય–જેમાં વ્યાખ્યાકારે કર્તાનું એમને પરંપરાથી જ્ઞાત હોય તે નામ, વજસ્વામી જણાવ્યું હોયતો તે જાણમાં નથી. સંપાદક (સ્વ) મુનિ ચતુરવિજયજીએ પ્રસ્તુત સ્તવના કર્તા પુરાતન વજસ્વામી માનવા સંબંધનાં કારણો વિશે પોતાની પ્રસ્તાવનામાં કોઈ જ સ્પષ્ટતા કરી નથી. સંભવ છે કે લિપિકારોમાંના કોઈએ, કોઈક પ્રતમાં, સ્તવાન્ત આવું નોંધ્યું હોય, યા તો સંપ્રદાયમાં પરંપરાથી આ પ્રમાણે મનાતું હોય. સંપાદકે સ્તોત્રકર્તા વજસ્વામીને ઈસ્વીસનુની પહેલી શતાબ્દીમાં થઈ ગયેલ પુરાતન આચાર્ય “આર્ય વજ' માન્યા છે, અને સંભવ છે કે વર્તમાન પરિપાટીમાં પણ આવી માન્યતા પ્રચલિત હશે. વસ્તુતયા આ માન્યતા ભ્રમમૂલક જ છે તેમ અનેક કારણોથી સિદ્ધ થાય છે : (૧) સંસ્કૃતમાં જૈનોની સૌ પ્રથમ જ્ઞાત કૃતિ તે વાચક ઉમાસ્વાતિનું સભાષ્ય તત્ત્વાર્થાધિગમસૂત્ર છે. ઉમાસ્વાતિ સિદ્ધસેનદિવાકરથી પૂર્વે થઈ ગયેલા હોઈ, બ્રાહ્મણીય દર્શનોના સૂત્રો પરના ભાષ્યો બાદ થોડાંક વર્ષોમાં થઈ ગયા હોય, તેમ જ તેમની લેખનશૈલી ઉપરથી અને તત્ત્વાર્થાધિગમના આંતર-પરીક્ષણથી જે નિષ્કર્ષો નીકળે છે તે જોતાં, તેમનો - સરાસરી સમય ઈ. સ. ૩૫૦-૪૦૦ વચ્ચેના ગાળામાં આવી શકે તેવા અંદાજો થયા હોઈ, ઉપર્યુક્ત સ્તવને પહેલી શતાબ્દીમાં મૂકતાં પહેલાં ખૂબ વિચારવું પડે તેમ છે. ઉમાસ્વાતિના ભાષ્યમાં ક્યાંક કયાંક સંસ્કૃત પદ્યો ઉઠ્ઠતિ છે, જેના કલેવર અને આત્મા જૈન હોઈ એમના સમય પૂર્વે પણ જૈનો સંસ્કૃતમાં લખતા હોવાનો તર્ક કરવામાં આવ્યો છે. પણ પં. સુખલાલજી તો પ્રસ્તુત પદ્યો ઉમાસ્વાતિનાં જ માને છે, અને તે ગુપ્તકાળ પૂર્વેનાં હોય તેમ ભાસતું પણ નથી. મહાયાન સંપ્રદાયના બૌદ્ધ દાર્શનિકો-કવિજનો–અશ્વઘોષ, માતૃચેટ, નાગાર્જુનાદિઈસ્વીસની પહેલી શતાબ્દીના ઉત્તરાર્ધ અને બીજીના પૂર્વાર્ધના ગાળામાં, મોટે ભાગે કુષાણ સમ્રાટ કનિષ્કના સમયમાં, થઈ ગયા છે : અને તેઓ સૌ, બૌદ્ધોમાં સંસ્કૃત-લેખનના ક્ષેત્રમાં અગ્રચારી મનાય છે. પ્રાકૃત-પરસ્ત જૈનોમાં તો ઉમાસ્વાતિ તેમ જ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમકાલીન સિદ્ધસેન દિવાકર પૂર્વેનો કોઈ જ સંસ્કૃત લેખક કે કોઈ કૃતિ નજરે ચડતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy