________________
જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે
૧૯૧ ૩. જૂનાગઢ જીર્ણપ્રાકાર ૧૪૬૯ / ૧૪૧૩ ડિસકળકર ૪. જૂનાગઢ જીર્ણદુર્ગ ૧૫૭૨ { ૧૫૧૬ નાહર
તાલિકા આપ્યા બાદ શ્રી અત્રિએ “જૂનાગઢ પર કરેલ ચર્ચા-વિસ્તારને અહીં યથાતથ રજૂ કરી તે પછી તેના પર આગળ વિચાર કરવો અનુકૂળ રહેશે :
ઉપર્યુક્ત તાલિકા જોતાં જણાઈ આવશે કે “જીર્ણપ્રાકાર’ અને ‘જીર્ણદુર્ગ” બંને જૂનાગઢનાં સંસ્કૃત તત્સમ રૂપ હોવાને બદલે સંસ્કૃત અનુવાદ માત્ર છે. આમ “જીર્ણપ્રાકાર' કે “જીર્ણદુર્ગ”માંથી જૂનાગઢ બનેલ નથી, પરંતુ “જૂનાગઢમાંથી “જીર્ણદુર્ગ” આદિ બનાવી દેવામાં આવેલ છે. વસ્તુતઃ પ્રાયઃ ઈ. સ. ૧૩૫૦માં ગુજરાતના સુલતાન મહંમદ “જૂના' એ રા'ખેંગાર ચોથાને હરાવીને ઉપરકોટનું નામ કદાચ પોતાના જૂના (એટલે કે બચપણના) નામ જૂના” ઉપરથી જૂનાગઢ રાખ્યું, અને ઉપરકોટની બહાર વસેલા શહેરને પણ એ નામ મળ્યું એવી પણ એક માન્યતા છે. આમ સુલતાન “જૂનાને જાણે કે ભૂલી જઈ પ્રાચીનતાના અર્થમાં જૂનાગઢને કારણે “જીર્ણદુર્ગ” “જીર્ણપ્રાકાર' જેવાં મઠારાયેલાં રૂપો અભિલેખોમાં ઈ. સ. ૧૩૫૦ બાદ પ્રચલિત બન્યાં. એથી જ પ્રાયઃ ઈ. સ. ૧૩૫૦ પહેલાંના અભિલેખોમાં એ ઉભયે સંસ્કૃત સંજ્ઞાઓને બદલે ઉગ્રસેનગઢ/ખેંગારગઢ આદિ સંજ્ઞાઓ પ્રચલિત હતી : છતાં જીર્ણદુર્ગ'ના લેખમાં મળી પણ આવે છે.”
શ્રી અત્રિના ઉપલા વક્તવ્ય પરથી નીચેના નિર્ણયો તારવી શકાય :
(૧) “જૂનાગઢ' નામ પરથી “જીર્ણદુર્ગ” એવું સંસ્કૃતિકરણ પછીથી થયું છે : અર્થાત આ કિસ્સામાં વ્યુત્પત્તિનો વ્યુત્કમ થયો છે.
(૨) “જૂનાગઢ' સંજ્ઞા કદાચ સુલતાન મહંમદ જૂના પરથી ઈ. સ. ૧૩૫૦ (ઈ. સ. ૧૩૪૭૧)માં રા'ખેંગાર ચોથાને એણે હરાવ્યા બાદ પ્રચારમાં આવી હોય. અને “જૂનાગઢ'નો જીર્ણદુર્ગ જેવો થતો શબ્દાર્થ, બાહ્ય રૂપના ભળતાપણાને કારણે ઉદ્ભવ્યો માનવો ઘટે.
(૩) “જૂનાગઢ' સંજ્ઞાને સ્થાને “જીણદુર્ગ” કે “જીર્ણપ્રાકાર' જેવાં સંસ્કારાયેલાં રૂપો અભિલેખોમાં ઈ. સ. ૧૩૫૦ બાદ પ્રચલિત બન્યાં : તે પહેલાં “ઉગ્રસેનગઢ “ખેંગારગઢ' આદિ સંજ્ઞાઓ પ્રચલિત હતી.
* શ્રી અત્રિની આ સ્થળે પાદટીપ ક્રમાંક ૬ આવે છે : “ભાષાશાસ્ત્રની દષ્ટિએ યોગ્ય પ્રક્રિયા દ્વારા જીર્ણદુર્ગ'માંથી “જૂનાગઢ' સંજ્ઞા કદાચ સાધી શકાય, પરંતુ અહીં એ સિદ્ધાંતનો વ્યુત્ક્રમ થયો જણાય છે.”
+ અત્રિ, પાદટીપ ક્રમાંક ૭ : “શાસ્ત્રી (અ) કે. કા. સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ.' પથિક, એપ્રિલ-મે ૧૯૬૯, પૃ. ૪૯. શ્રી કે. કા. શાસ્ત્રીનું મૂળ વિધાન આ પ્રમાણે છે : “બીજે મત મહંમદ તઘલઘની સંજ્ઞા “જૂના” હતી તેના નામથી આ “જૂનોગઢ' કહેવાયું.”
+ અત્રિ, પાદટીપ ક્રમાંક ૮: “શાસ્ત્રી ડૉ. હરિપ્રસાદ ગુજરાતી દૈનિક વૃત્તપત્ર “ફૂલછાબ'ના તા. ૨૬-૧૨-૬૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલો લેખ.” (શ્રી શાસ્ત્રીજીનો આ લેખ મને સંદર્ભથે જોવા મળી શક્યો નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org