SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પ૩ના અરસામાં થયો છે. ઉપર્યુક્ત ધર્માલ્યુદયકાવ્ય પ્રસ્તુત ઉદયપ્રભસૂરિની એક પ્રૌઢ સંસ્કૃત કૃતિ છે તે જોતાં તેમણે તે રચ્યું હશે ત્યારે તેઓ નાના બાળ હશે તેમ માની શકાય નહીં, ખાસ કરીને તેમના શિષ્ય જિનભદ્રની ઉપરકથિત રચનાનું વર્ષ ઈ. સ. ૧૨૩૪ સરખું છે ત્યારે". સંયત જીવનને કારણે તેઓ વધુ જીવ્યા હોય તોયે ઈ. સ. ૧૨૬૫-૭૦ પછી તેઓ હયાત હોય તેવી અટકળ થઈ શકતી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ઉદયપ્રભસૂરિના એક શિષ્ય જિનભદ્ર ઈ. સ. ૧૨૩૪માં, જ્યારે તેમના માની લેવામાં આવેલ) બીજા શિષ્ય મલ્લિણ છેક ઈ. સ. ૧૨૯૨માં પોતાની કૃતિ રચે છે ! આમ બન્ને જો સતર્યો હોય તો તેમની રચનાઓમાં ૫૮ વર્ષ જેટલું મોટું અંતર પડી જાય છે ! અને મલ્લિષેણ જો પ્રસ્તુત ઉદયપ્રભસૂરિના શિષ્ય હોય તો પોતાના સુવિખ્યાત પ્રગુરુ વિજયસેનસૂરિનો પુષ્યિકામાં કેમ ઉલ્લેખ કરતા નથી? એ જ રીતે પ્રશિસ્ત લેખના શિરસ્તા અનુસાર પોતાના ગુરુની ગ્રંથસંપદામાંથી એકાદ પણ જાણીતી કૃતિનો નિર્દેશ કેમ દેતા નથી ? આથી સાંપ્રતકાલીન વિદ્વાનો પાસે મલ્લિષણગુરુ ઉદયપ્રભ વિજયસેનસૂરિના શિષ્ય છે એવું કહેવા માટે તો સમાન ગચ્છાભિધાન અને નામસામ્યથી નિષ્પન્ન થતું અનુમાન માત્ર છે તેમ કહેવું જોઈએ; કોઈ જ સીધું, અભ્રાંત પ્રમાણ નથી. વિજયસેનસૂરિ શિષ્ય ઉદયપ્રભસૂરિની વિદ્ધવર્ગમાં વિશેષ ખ્યાતિને કારણે પણ બધા જ તો તત્સંબદ્ધ ગષણા ચલાવ્યા સિવાય ગતાનુગત એક જ રાહે ચાલ્યા છે. બીજી બાજુ મલ્લિષેણ સ્યાદ્વાદમંજરીના શોધનમાં પોતાને (ખરતરગચ્છીય) જિનપ્રભસૂરિની સહાય હતી તેમ સ્વીકારે છે". જિનપ્રભસૂરિની મિતિયુક્ત ઉપલબ્ધ રચનાઓમાં એમના સુપ્રસિદ્ધ કલ્પપ્રદીપની રચના સં. ૧૩૮૯ | ઈસ. ૧૩૩૩ છે અને કદાચ એમની આરંભની રચનાઓમાં હશે તે કાતત્ર વિશ્વમટીકા સં. ૧૩૫ર | ઈ. સ. ૧૨૯૬માં રચાયેલી છે. આ મિતિઓ જોતાં તો ઈ. સ. ૧૨૯૨માં સંશોધક જિનપ્રભસૂરિ પાકટ વયના ન હોઈ શકે, અને મલ્લિષેણસૂરિ પણ વિદ્વાન્ હોવા છતાં હજુ એકદમ યુવાવસ્થામાં હોવાનું ન કલ્પીએ તોયે આધેડ વયના જ હોવા જોઈએ. આ બધી વાત લક્ષમાં લેતાં તેઓ વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિના શિષ્ય હોવાની વાત પ્રથમ દૃષ્ટિએ જ સંદેહાસ્પદ બની જાય છે. હકીકત તો એવી છે કે નાગેન્દ્રગચ્છની જ એક મધ્યકાલીન પણ અવાંતર શાખામાં પણ એ કાળે એક ઉદયપ્રભસૂરિ થઈ ગયા છે. સં. ૧૨૯૯ | ઈસ. ૧૨૪૩માં વાસુપૂજ્યચરિત રચનાર અને સં. ૧૩૦૫ / ઈ. સ. ૧૨૪૯માં સૌરાષ્ટ્રના તીરે ઉના પાસે આવેલ અજાહરા પાર્શ્વનાથના મંદિરમાં જિન શીતલનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવનાર૭, ભીમદેવ દ્વિતીયના ગલ્લકવંશીય મંત્રી આલાદનના ગુરુ વર્ધમાનસૂરિ, નાગેન્દ્રગચ્છમાં પણ જુદા જ સંઘાડામાં થઈ ગયા છે : તેઓ પોતાની ગુર્નાવલીના અંતભાગમાં પોતાના ત્રણ શિષ્યો હોવાનું અને તેમાંના એકનું નામ “ઉદયપ્રભસૂરિ' આપે છે : યથા : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy