SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદમંજરી'કર્ઝ મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? પૂર્ણતલ્લગચ્છના ખ્યાતનામ આચાર્ય હેમચંદ્રની એક બહુ પ્રસિદ્ધ દાર્શનિક દ્વાત્રિશિકા અન્ય યોગવ્યવચ્છેદ (ઈસ્વી. ૧૨મી શતાબ્દી તૃતીય ચરણ) પર સ્યાદ્વાદમંજરી' નામક વિશદ એવું વિસ્તૃત વ્યાખ્યાના કર્તા હતા મલ્લિષેણ સૂરિર. મલ્લવાદીના દ્વાદશારાયચક્ર (પ્રાયઃ ઈસ્વી ૫૫૦-૫૭૫) પરની સિંહજૂર ક્ષમાશ્રમણની વૃત્તિ (પ્રાયઃ ઈસ્વી ૬૭૫), ચંદ્રગચ્છીય (રાજગચ્છીય) અભયદેવસૂરિની સિદ્ધસેન દિવાકરના સન્મતિપ્રકરણ (પ્રાયઃ ઈસ્વી પાંચમી શતી પૂર્વાર્ધ) પરની તત્ત્વબોધબોધાયની અપરના વાદમહાર્ણવ નામક બૃહદ્દીકા (આઈ. સ. ૯૭પ-૧૦00), અને બૃહદ્ગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિની પ્રમાણનયતત્તાલોકાલંકાર પરની સ્વોપજ્ઞ ટીકા, નામે સ્યાદ્વાદરત્નાકર (ઈસ્વી ૧૨મી શતાબ્દી દ્વિતીય ચરણ), પછી શ્વેતાંબર પક્ષે જો કોઈ મહત્ત્વપૂર્ણ દાર્શનિક ટીકા હોય તો તે સ્યાદ્વાદમંજરી છે. પ્રસ્તુત વૃત્તિની પ્રાંતપ્રશસ્તિમાં કર્તાએ પોતાનો પરિચય નાગેન્દ્રગચ્છીય ઉદયપ્રભસૂરિના શિષ્યરૂપે આપ્યો છે, અને રચનાવર્ષ શકાબ્દ ૧૨૧૪ (ઈસ્વી. ૧૨૯૨) બતાવ્યું છે : યથા : नागेन्द्रगच्छगोविंदवक्षेऽलंकार कौस्तुभाः । ते विश्ववन्द्या नन्द्यासुरुदयप्रभसूरयः ॥६॥ श्रीमल्लिषेणसूरिभिरकारि तत्पदगगनदिनमणिभिः । कृत्तिरियं मनुरविमितशकाब्दे दीप महसिसनौ ॥७॥ સાંપ્રતકાલીન જૈન વિદ્વવર્યોએ વૃત્તિકાર મલ્લિષણના ગુરુ ઉદયપ્રભસૂરિને મંત્રીશ્વર વસ્તુપાલના કુલગુરુ નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિના શિષ્યરૂપે ઘટાવ્યા છે. જેમ કે (સ્વ) મોહનલાલ દલીચંદ દેશાઈ (મુંબઈ ૧૯૩૧-૩૨) લખે છે : “સં. ૧૩૪૯(શક ૧૨૧૪)માં નાગેન્દ્રગચ્છના વિજયસેન શિષ્ય અને ધર્માલ્યુદયકાવ્યના કર્તા ઉદયપ્રભસૂરિના શિષ્ય મલ્લિષેણ સૂરિએ રચી."" આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પણ પ્રસ્તુત ઉદયપ્રભસૂરિને મલ્લિષણના ગુરુ માને છે. પંલાલચંદ્ર ગાંધીનું પણ વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ વિશે આવું જ કથન છે યથા : “આ ઉદયપ્રભસૂરિ, સિદ્ધરાજના સ્વર્ગવાસ પછી પોણોસો વર્ષ ઉપર વિદ્યમાન હતા. અને વિ. સં. ૧૩૪૯માં સ્યાદ્વાદમંજરી રચનાર મલ્લિષેણસૂરિના ગુરુ હતા.” ત્રિપુટી મહારાજ પણ મલ્લિષણને વિજયસેનસૂરિના પટ્ટધર ઉદયપ્રભસૂરિના અનુગામી રૂપે પ્રસ્તુત કરે છે. અને સ્યાદ્વાદમંજરીનું હિંદી સાનુવાદ સંપાદન કરનાર દિગંબર મનીષી જગદીશચંદ્ર પણ એમ જ માને છે. તદુપરાંત પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયાનું પણ એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy