SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ નિર્ચની ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પાલિ ત્રિપિટકો પરથી અને પુરાવશેષો પરથી જાણીએ છીએ; પણ જિન મહાવીરનાં અસ્થિ પર પાવામાં કે અન્યત્ર સ્તૂપ રચાયાનું નોંધાયેલું નથી. પણ અષ્ટાપદ પર્વત પર ઋષભ-પુત્ર ચક્રવર્તી ભરતે જિનનું મંદિર બાંધ્યાનું આવશ્યકચૂર્ણિ કહે છે. અને સંભવ છે કે સંમેત-શિખર પર પાર્શ્વનાથનો સૂપ હોય; કંઈ નહીં તોયે મથુરામાં તો આવો સૂપ હતો જ. નિગ્રંથ સંપ્રદાયની અસ્તિત્વમાન પરંપરાઓમાં પ્રાકૃત અતિરિક્ત સંસ્કૃતમાં સેંકડો સ્તવ-સ્તોત્રો, સ્તુતિ-સ્તવનો રચાયેલાં છે. તેમાં ગુણવત્તાના દૃષ્ટિકોણથી કેટલાંક તો સમગ્ર ભારતીય સ્તોત્ર સાહિત્યમાં અગ્રિમ હરોળમાં સ્થાન પામવાની યોગ્યતા ધરાવે છે. સ્તોત્ર સાહિત્યના અધ્યયન દરમિયાન તીર્થકરોની નિર્વાણભૂમિ સંબદ્ધ બે સ્તોત્રો મારા જોવામાં આવ્યાં છે. બંને નિર્ઝન્થ દર્શનની દાક્ષિણાત્ય પરંપરામાં રચાયેલાં છે. તેમાં એક તો મહાન સૈદ્ધાત્તિક એવં દાર્શનિક વિદ્વાન્ તેમ જ લક્ષણશાસ્ત્રી અને બેજોડ વ્યાખ્યાકાર પૂજયપાદ દેવનંદિ(પ્રાયઃ ઈસ્વી ૬૩૫-૬૮૦)ની રચના મનાય છે, જે તેની શૈલીનાં લક્ષણો ધ્યાનમાં લેતાં એમની હોવાનો ઘણો સંભવ છે. બીજું પણ જો કે સંપ્રદાયમાં તો તેમની જ કૃતિ મનાય છે, પણ તેની શૈલી અત્યંત ઊંચી કોટીની હોવા છતાં ભિન્ન પ્રકારની, પ્રાર્મધ્યકાલીન પછીની તો નહીં જ, અને સાહિત્યિક દૃષ્ટિએ થોડીક વિશેષ વિકસિત દશાની છે. બેઉ સ્તોત્રો નિઃશંક ઉત્તમ કોટીનાં હોઈ, તેમ જ ગુજરાત તરફના નિર્ચન્થ-નિર્ઝન્વેતર વિદ્વાનો તેનાથી પ્રાયઃ અજ્ઞાત હોઈ અહીં એ બંનેના સાર-ભાગને ઉદ્દેકીને તેનાં ગુણ-લક્ષણાદિની સંક્ષિપ્ત રૂપે સમાલોચના કરવા વિચાર્યું છે. પ્રથમ સ્તોત્ર “દ્વાદશિકા” રૂપે રચાયું છે, તેનું પહેલું પદ્ય ઉપોદ્દાત સ્વરૂપનું છે અને પછીનાં પદ્યોમાં અનુક્રમે જિન ઋષભ, જિન વાસુપૂજ્ય, અરિષ્ટનેમિ અને વીરનાં નિર્વાણસ્થાનો ઓજસપૂર્વક ઉલ્લિખિત છે. (તે પછીનાં પડ્યો જિનેન્દ્રોની નિર્વાણ તિથિઓ અને નિર્ઝન્ય ઇતિહાસ તેમ જ પૌરાણિક કથાનકોનાં પાત્રોની નિર્વાણભૂમિઓ સંબંધિત છે. તેમાંથી નિર્ચથદર્શનમાં પાંડવોની નિર્વાણભૂમિ તરીકે મનાતા શત્રુંજયગિરિ વિષયક પદ્યાર્ધનું પણ અવતરણ અહીં તેની અતીવ સુંદર ગુંફનલીલાને કારણે ત્યાં અંતભાગે સમાવિષ્ટ કરી લીધું છે.) यत्रार्हतां गणभृतां श्रुतपारगाणां निर्वाणभूमिरिह भारतवर्षजानाम् । तामद्य शुद्धमनसा क्रियया वचोभिः संस्तोतुमुद्यतमति: परिणौमि भक्त्या ॥२१॥ कैलासशैलशिखरे परिनिर्वृतोऽसौ शैलेशिभावमुपपद्यवृषो महात्मा । चंपापुरे च वसुपूज्यसुतः सुधीमान् सिद्धि परामुपगतो गतराबबंध ॥२२॥ यत्प्रार्थ्यते शिवमयं विबुधेश्वराद्यैः पाखंडिभिश्च परमार्थगवेषशीलैः । नष्टाष्टकर्मसमये तदरिष्टनेमिः संप्राप्तवान् क्षितिधरे बृहदूर्जयन्ते ॥२३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy