________________
તીર્થંકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો
પ્રથમ શતાબ્દી) અને તેમના સંઘ વિશે સ્થાનાંગ, પર્યુષણાકલ્પ (“જિનચરિત્ર” વિભાગ), આદિ આગમોમાં છૂટી છવાયી હકીકતો રૂપે પ્રાપ્ત છે. જ્યારે અન્ય જિનો વિશે તો બહુ જ ટૂંકાણમાં ઉપર્યુક્ત આગમોમાં નોંધો મળે છે.
આચારાંગનિર્યુક્તિ(પ્રાયઃ ઈસ્વી ૫૨૫)માં નિર્પ્રન્થ દૃષ્ટિએ ‘તીર્થ’ની વ્યાખ્યા કરતી વખતે તેની અંદર તીર્થંકરોનાં જન્મ, નિષ્ક્રમણ, કૈવલ્યપ્રાપ્તિ, અને નિર્વાણપ્રાપ્તિનાં સ્થાનોને આવરી લીધાં છે. અને આમ એ પ્રથા બૌદ્ધ સંપ્રદાયમાં પ્રાચીન કાળથી પ્રવર્તમાન પરંપરાની ઘણી સમીપ જાય છેપ.
૨૦૩
તીર્થંકરોની જન્મભૂમિ રૂપેણ નગર-નગરીઓની નામાવલી સંબંધકર્તા આગમોમાં ગણાવી દીધી છે; પણ નિર્વાણભૂમિ સંબંધમાં તેમ નથી. ઐતિહાસિક દૃષ્ટિએ તો જિન મહાવીરની નિર્વાણભૂમિ ‘મલ્લ' ગણતંત્રની એક રાજધાની, પુરાતન કુશીનગર(કુશીનારા, કસીયા)ની ઉત્તર બાજુએ રહેલ મધ્યમા પાવા (સંભવતઃ હાલનું પડરોના) હતી અને પાર્શ્વનાથનું નિર્વાણસ્થળ ‘સમ્મેયસેલ’ (સંમેતશિખર કે સમ્મેદશૈલ) હતું. આદિ જિન ઋષભનું નિર્વાણ સ્થાન જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ, પર્યુષણાકલ્પ અને પછીનાં સ્તોત્રો અનુસાર અષ્ટાપદપર્વત હતું; જ્યારે ૧૨મા તીર્થંકર વાસુપૂજ્યનું મુક્તિ-સ્થળ પર્યુષણાકલ્પ, તીર્થાવકાલિકપ્રકીર્ણક (પ્રાયઃ ઈસ્વી ૫૫૦) આદિ અનુસાર ચંપા હતું; તો ૨૨મા જિન અરિષ્ટનેમિ ઉજ્જયંતગિરિ (ગિરનાર) ૫૨ મોક્ષે ગયાનું જ્ઞાતાધર્મકથા (પ્રાયઃ ઈસ્વી ત્રીજી-ચોથી શતાબ્દી) આવશ્યકનિયુક્તિ (પ્રાયઃ ઈસ્વી ૫૨૫), તીર્થાવકાલિક-પ્રકીર્ણક, અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધૃત વિશેષાવશ્યકભાષ્ય(પ્રાયઃ ઈસ્વી ૫૮૫)માં નોંધાયેલું છે. જ્યારે વીર નિર્વાણના સ્થાનરૂપે પાવાનો ઉલ્લેખ આગમોમાં તો પશ્ચાત્કાલીન પર્યુષણાકલ્પ અને આવશ્યક નિર્યુક્તિ તેમ જ વિશેષાવશ્યકભાષ્ય જેવા આગમિક વ્યાખ્યા-ગ્રંથો તેમ જ તીર્થાવકાલિક પ્રકીર્ણકમાં જ મળે છે. (અલબત્ત છઠ્ઠા-સાતમા સૈકાની આ નિર્પ્રન્થ સાહિત્યની નોંધોથી પ્રાચીનતર બૌદ્ધ પાલિ ત્રિપિટક ગ્રંથોમાં પણ પાવામાં જ ‘નિગંઠ નાતપુત્ત' એટલે કે જિન મહાવીર નિર્વાણ પામ્યાનું નોંધાયું છે.) પણ બાકી રહેતા ૨૦ જિનોનું નિર્વાણ ક્યાં થયેલું તેની તો મોડેથી બનેલા પર્યુષણાકલ્પ (‘‘જિન ચરિત્ર” વિભાગ) સમેત ઉપલબ્ધ આગમોમાં તો ક્યાંયે નોંધ નથી. પણ પછીથી તરતના કાળમાં આ પ્રશ્નનો ઉત્તર આવશ્યકનિર્યુક્તિ અને કદાચ તેને અનુસરીને તીર્થાવકાલિકપ્રકીર્ણક અને વિશેષાવશ્યકભાષ્યમાં એ રીતે આપવામાં આવ્યો કે શેષ બધા (એટલે કે બાકી રહેતા ૨૦) પણ “સંમેય-સેલ” પર મોક્ષે ગયેલા. દાક્ષિણાત્ય નિગ્રન્થ પરંપરાના આગમવત્ ગ્રંથ ત્રિલોકપ્રશપ્તિ (પ્રાય : ઈસ્વી ૫૫૦)માં પણ ઉપરની જ હકીકતોનું સમર્થન છે.
બુદ્ધની નિર્વાણભૂમિ પર તેમ જ એમના શરીરાવશેષો પર અન્યત્ર સ્તૂપો રચાયેલા તેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org