SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અપરનામ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા' ૨૮૭ ૨૮૪૧ શ્રી અગરચંદ નાહટાને જોવા આપવામાં આવેલી તે આવી જતાં તેની અંતર્ગત પ્રસ્તુત સ્તોત્ર પણ મળ્યું. પ્રસ્તુત પ્રત સં૧૪૭૩ ઈ. સ. ૧૪૧૭ ની છે, જેને અહીં હવે “A'ની સંજ્ઞા આપી છે; અને પહેલા ઉપયોગમાં લીધી તે પ્રતને “B' ની સંજ્ઞા આપી પાઠનું મિલાન કરતાં ઘણાંખરાં અલનો દૂર થવા પામેલાં છે. દ્વિતીય પ્રતના પાઠની મેળવણીમાં શ્રી લક્ષ્મણ ભોજકની મળેલી સહાયનો અહીં સાભાર ઉલ્લેખ કરું છું. આ પાઠ તૈયાર થયા પછી એકાદ વર્ષ બાદ લાદ. ભા. સં. વિની મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહની પ્રતિ ૮૬૦૧ / ૩૧માં પણ આ સ્તોત્રનો મૂળ પાઠ મળી આવતાં તેનાં આવશ્યક પાઠાંતરો નોંધી લીધાં છે; બાકી રહેલાં થોડાં અલનો પણ આ છેલ્લી પ્રતથી દૂર થઈ શક્યાં છે. આ પ્રતને અત્રે ‘Cની સંજ્ઞા આપી છે. પ્રતોમાં ક્યાંક જોડણી અને વ્યાકરણના દોષો જોવામાં આવેલા, જે સંપાદન સમયે શ્રી લાડ દ. ભા. સં. વિ. ના તે વખતના આસ્થાન-વિદ્વાન (સ્વ) પં. બાબુલાલ સેવચંદ શાહ, તથા પં. હરિશંકર અંબાશંકર શાસ્ત્રીની સહાયતાથી ઠીક કરેલાં. “B' હસ્તપ્રતલિપિ પરથી, તેમ જ આનુષંગિક લેખન-પદ્ધતિનાં લક્ષણો પરથી શ્રી. લા. દ. ભા. સં. વિ. ના મધ્યકાલીન પશ્ચિમી લિપિના નિષ્ણાતોશ્રી જેસિંગભાઈ ઠાકોર, શ્રી ચીમનલાલ ભોજક તથા શ્રી લક્ષ્મણ ભોજક–દ્વારા ૧૬મા શતકની હોવાનો અંદાજ કરવામાં આવ્યો છે. પ્રતમાં કેટલેક સ્થળે કંસારીએ કાણાં પાડેલાં છે અને ક્યાંક ક્યાંક અક્ષરો ઘસાઈ ગયા છે; તેમ જ છેલ્લે એક સ્થળે ચારેક અક્ષરોવાળો ભાગ ખવાઈ ગયો છે. આ ક્ષતિઓ છોડતાં પ્રત એકદરે સ્પષ્ટ અને સુવાચ્ય જણાઈ છે. “A” પ્રત પ્રાચીન હોવા છતાં તેમાં પદ્ય ૧૨, ૧૪, અને ૨૩ લુપ્ત થયેલાં જોવા મળ્યાં, જયારે પદ્ય ૨૨માં પહેલું પદ છોડતાં બાકીનાં ચરણ ઊડી ગયાં છે. આ ક્ષતિઓ છોડતાં એકંદરે તેનો પાઠ શુદ્ધ જણાયો છે. રચનાને સ્તુતિકારે આખરી શ્લોકમાં પુંડરીકશિખરીસ્તોત્ર અભિધાન આપ્યું છે; પણ “B'ના લિપિકારે સમાપ્તિમાં શત્રુંજયચૈત્યપરિપાટી કહી છે, જ્યારે ‘તમાં પ્રતિ-સમાપ્તિ સ્થળે શત્રુંજય મહાતીર્થપરિપાટિકા એવું અભિધાન આપ્યું છે. “C' પ્રત વિશેષ શુદ્ધ જણાઈ છે, અને લિપિને આધારે તે પણ ૧૫મા શતક જેટલી પુરાણી જણાઈ છે. સ્તોત્રકાર મધ્યકક્ષાના કહી શકાય તેવા, પણ સારા કવિ છે. પ્રસ્તુતીકરણમાં ક્લિષ્ટતા આપ્યા સિવાય વસ્તુની કાવ્યદેહમાં ગૂંથણી કરી શક્યા છે. તદતિરિક શત્રુંજયનાં દેવભવનોનો તત્કાલીન સ્થાનક્રમ બરોબર જાળવતા રહી, કાવ્યના પ્રવાહને સરળતાથી વહેવા દીધો છે. કૃતિના છંદોલય તે કારણસર સ્વાભાવિક લાગે છે. અલંકારનાં પણ પ્રાચર્ય કે અતિરેક નથી, કે નથી તેનો અનાવશ્યક વિનિયોગ : આથી સ્તોત્ર સુવાચ્ય અને સારલ્યમધુર પણ બન્યું છે. છવ્વીસ શ્લોકમાં પ્રસરતા આ તીર્થ-કાવ્યનું છેલ્લું પદ્ય શાર્દૂલવિક્રીડિત, અને બાકીનાં સર્વ પદ્યો વસંતતિલકા વૃત્તમાં નિબદ્ધ છે. બીજા પદ્યનું છેલ્લું ચરણ “શ્રીમાનસી વિનયતાં રિપુરી" ૨૫મા પદ્ય પર્વતનાં તમામ પદ્યોમાં પુનરાવર્તિત થાય છે, અને એથી લયનો સળંગસૂત્રી દોર જળવાઈ રહે છે. આથી પ્રત્યેક વાત નોખી પણ તરી આવે છે; અને તે તમામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy