________________
કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર
૧૫૯
પ્રબંધચિંતામણિ(સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫)માં આચાર્ય હેમચંદ્રના શિષ્ય રામચંદ્રનું એક લોચન ગયાની અનુશ્રુતિ નોંધાયેલી છે, જે લક્ષમાં લેતાં સંદર્ભસૂચિત સ્તુતિઓના કર્તા તે જ રામચંદ્ર હોવા ઘટે તેવું ચતુરવિજયજીનું કથન છે. - બીજી બાજુ કલ્યાણવિજયજીએ પોતાની ધારણા પાછળ શું યુક્તિઓ પ્રસ્તુત કરેલી તેનો નિર્દેશ ચતુરવિજયજી મહારાજે દીધો નથી; કે કયા લેખમાં સ્વર્ગીય મુનિશ્રીએ પોતાનો એ અભિપ્રાય પ્રકટ કરેલો, તે વિશે પણ તેમણે જણાવ્યું ન હોઈ તે સંબંધમાં તાત્કાલિક તો કંઈ કહી શકાય તેમ નથી. પણ હું માનું છું કે બૃહચ્છને વિધિચૈત્ય રૂપે સમર્પિત સોલંકી સમ્રાટ કુમારપાળ કારિત જાબાલિપુર(જાલોર)ના કાંચનગિરિગઢ પરના જિન પાર્શ્વનાથના કુમારવિહારના (સં. ૧૨૬૪ ઈસ. ૧૨૦૮ના) લેખમાં ધ્વજ-દંડની પ્રતિષ્ઠા કરનાર મુનિ રામચંદ્રના ઉલ્લેખ પરથી૧૨, તેમ જ સંદર્ભગત લાત્રિશિકાઓ માંહેની કેટલીકના આંતરપરીક્ષણ પરથી તેઓ આવા નિષ્કર્ષ તરફ પહોંચ્યા હોય.
મુનિ રામચંદ્રની સંદર્ભસૂચિત સ્તુતિ-કાવ્ય કૃતિઓ તપાસી જોતાં મારો ઝુકાવ કલ્યાણવિજયજીએ કરેલ નિર્ણય તેમ જ પં. અંબાલાલ પ્રેમચંદ શાહના મત તરફ ઢળે છે : કારણો આ પ્રમાણે છે.
(૧) ૧૦ દ્વાત્રિશિકાઓમાંથી ૬ જિન પાર્શ્વનાથને ઉદ્દેશીને રચાયેલી છે અને તે સૌમાં સ્પષ્ટ રૂપે જાબાલિપુરના કાંચનગિરિ-સ્થિત પાર્શ્વનાથ ઉલ્લિખિત વા વિવક્ષિત છે એટલું જ નહીં, એકમાં તો પ્રસ્તુત જિનનો પ્રાસાદ ત્યાં કુમારપાળે બંધાવ્યાનો પણ ઉલ્લેખ છે : આ સંબંધના સ્પષ્ટ સંદર્ભો નીચે મુજબ છે.
उत्तप्तजात्यतपनीयविनिद्रभद्रपीठप्रतिष्ठितविनीलतनुः सभायाम् । चामीकराद्रिशिखरस्थितनीलरत्नसापत्नकं दधदयं जयताज्जिनेन्द्रः ॥८॥ पार्श्वप्रभोः परिलसत्पुरतस्तमांसि तद्धर्मचक्रमचिरान्मुकुलीकरोतु । प्राच्यचलेन्द्रशिखरस्य पुरस्सरं यद् बिम्बं विडम्बयति वारिजबान्धवस्य ॥१३॥ देवः सदा सिततनुः सुमनोजनानां पौरन्दरद्विरदवत् प्रमदं प्रदत्ताम् । स्वर्णाचले कलयति स्म कलां यदीयालानस्य मन्दिरमदः सहिरण्यकुम्भम् ।।२१।। कल्याणभूधरविभूषण ! तीर्थलक्ष्मीमल्लीमयैकमुकुटे शशिशुभ्रधाम्नि । कृष्णाभ्रकप्रियसखीं द्युतिमुद्वहन् वस्तीर्थङ्करः सकलमङ्गलकेलयेऽस्तु ॥३१।।
-उपमाभिः जिनस्तुतिद्वात्रिंशिका
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org