SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર સોલંકી યુગના સંસ્કૃત વાયકારોમાં નિર્ગસ્થદર્શન–શ્વેતાંબર આમ્નાય–ના રામચંદ્ર નામક બે, તેમ જ સાગરચંદ્ર નામના કેટલાક કવિ-મુનિવરો થઈ ગયા છે. આથી અલગ, પણ એક નામધારી આ કર્તાઓની કૃતિઓ અને કાળ વિશે સાંપ્રતકાલીન લેખનોમાં સંભ્રમ વરતાય છે. પ્રસ્તુત કર્તાઓની નિત થયેલ પિછાન તેમ જ સમય-વિનિશ્ચય વિશે એ કારણસર પુનરાવલોકન થવું જરૂરી બને છે. કવિ રામચંદ્ર ‘રામચંદ્ર અભિધાન ધરાવતા એક તો છે સિદ્ધરાજ-કુમારપાલકાલીન, સુપ્રસિદ્ધ પૂર્ણતલ્લગચ્છીય હેમચંદ્રાચાર્યના શિષ્ય. એમની સ્તુતિઓ, પ્રબંધો, નાટકો, આદિ અનેક ઉચ્ચ કોટીની રચનાઓના સંદર્ભો મળે છે, અને તેમાંની કેટલીક તો આજે ઉપલબ્ધ પણ છે. મુદ્રિત કૃતિઓમાં જૈન સ્તોત્ર સંદોહ (પ્રથમ ભાગ) અંતર્ગત પ્રકટ થયેલી ૧૦ લાત્રિશિકાઓ, એક ચતુર્વિશતિકા, અને ૧૭ ષોડશિકાઓ પ્રસ્તુત પંડિત રામચંદ્રની છે તેવો સંપાદક (સ્વ) મુનિરાજ ચતુરવિજયજીનો અભિપ્રાય છે; જો કે ચતુરવિજયજીની જ વિશેષ નોંધ અનુસાર (સ્વ) મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીના મતે તેના કર્તા બીજા જ રામચંદ્ર–બૃહદ્ગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિના પ્રશિષ્ય—છે. પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહ પણ ધાત્રિશિકાઓ બૃહદ્ગચ્છીય રામચંદ્ર સૂરિની માને છે. જ્યારે ત્રિપુટી મહારાજ આ સંબંધમાં ચતુરવિજયજી જેવો મત ધરાવે છે. આથી આ બે નિર્ણયોમાંથી કયો સાચો તેનો નિશ્ચય થવો ઘટે. ચતુરવિજયજી પોતે પહોંચેલ નિષ્કર્ષના સમર્થનમાં (૧૭ માંથી ૧૬) ષોડશિકાઓમાં મળતા સમાન અને સૂચક પ્રાંત-પદ્ય પ્રતિ ધ્યાન દોરે છે : પ્રસ્તુત પદ્ય આ પ્રમાણે છે : स्वामिन्ननन्तफलकल्पतरोऽभिरामचन्द्रावदातचरिताञ्चितविश्वचक !। शक्रस्तुताङ्घ्रिसरसीरुह ! दुःस्यसार्थे देव ! प्रसीद करुणां कुरु देहि दृष्टम् । આ પદ્યના અંતિમ ચરણમાં કર્તાનું “રામચંદ્ર' અભિધાન હોવા ઉપરાંત તેમાં દષ્ટિ– ત્રિપુટી મહારાજના મતે (શ્લેષથી ?) દિવ્યદૃષ્ટિ–પ્રાપ્ત કરવાની આર્જવભરી યાચના વ્યક્ત થયેલી છે, જે તેમના પ્રજ્ઞાચક્ષુ હોવાના તર્ક તરફ ખેંચી જાય છે. રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮) તથા નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy