SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ણસિંહકૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત’ સોળ કડીમાં નિબદ્ધ અને કેટલાંક ઐતિહાસિક તથ્યો સમાવતા આ ગીતના રચયિતાએ આખરી કડીમાં પોતાનું નામ “કરણસંઘ' આપ્યું છે. * પણ તેમાં કર્તાએ પોતા વિશે કંઈ વિશેષ કહ્યું નથી. તેમ રચનાનું વર્ષ પણ દર્શાવ્યું નથી; પણ વસ્તુની દૃષ્ટિએ કૃતિ ૧૫મા શતકના આખરી ભાગ યા ૧૬મા શતકથી પ્રાચીન હોય તેમ જણાતું નથી. આથી કર્તા ૧૫મા-૧૬મા સૈકામાં થઈ ગયા જણાય છે. સંભવ છે કે તેઓ ખરતરગચ્છની આમ્નાયના શ્રાવક હોય. સંપ્રતિ રચના–ખરતરવસહીગીત–-ગિરનાર પર ખરતરગચ્છીય નરપાલ સંઘવીએ ઈ. સ. ૧૪૪૧થી થોડાં વર્ષ પૂર્વે (મોટે ભાગે ઈ. સ. ૧૪૩૮ના અરસામાં), પૂર્વે વસ્તુપાલ મંત્રીએ કરાવેલ સત્યપુરાવતાર મહાવીરના જૂના મંદિરને કાઢી નાખી તે સ્થળે નવું બંધાવેલું તે મંદિરને અનુલક્ષીને થઈ છે. નવનિર્માતા ખરતરગચ્છીય હોવાથી આ મંદિર “ખરતરવસહી” નામથી ૧૫મા શતકના ઉત્તરાર્ધથી જાણીતું થયેલું; જો કે એ નામ પણ પછી તો ભુલાઈ જવાથી વર્તમાને તે (ખોટી રીતે) “મેલવસહી' નામે પરિચયમાં છે. (જુઓ આ ગ્રંથના દ્વિતીય ભાગ અંતર્ગત મારો આ ખરતરવસહી સંબદ્ધ વિસ્તૃત લેખ.). રચયિતા કવિએ ૮મી કડીમાં જિનભદ્રસૂરિના વચનથી ભણસાલી નરપાળે પ્રસ્તુત મંદિર બંધાવ્યાનું કહ્યું છે; અને મંદિરના વર્ણનમાં મંડપની પૂતળીઓ, જમણી બાજુએ રહેલા (ભદ્રપ્રાસાદમાં) અષ્ટાપદની રચના, તેમ જ તેની સામે) ડાબી બાજુએ એ જ પ્રમાણે રહેલા (ભદ્રપ્રાસાદમાં રહેલા) નંદીશ્વરનો ઉલ્લેખ કરે છે. મૂળ ગભારામાં અધિષ્ઠિત જિનવીરની ધાતુમૂર્તિ, તેનાં રત્નજડિત પરિકર અને તોરણનો પણ ગીત-કર્તા ઉલ્લેખ કરે છે. એકંદરે ગીતનું કલેવર પાતળું છે. કૃતિ દેશ્ય ઢાળમાં ઢળેલી છે, પણ સંઘટન બહુ વ્યવસ્થિત નથી. ભાષા પૂર્ણરૂપે જૂની ગુજરાતીને બદલે મરુ-ગૂર્જરના સ્પર્શવાળી જણાય છે. ખરતરગચ્છનું જોર રાજસ્થાનમાં ઘણું હતું ! કર્તા ‘કરણસંઘ' એ તરફના હોવાનો સંભવ છે. ટિપ્પણો : * પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારમાં રહેલી, અને એક માત્ર ઉપલબ્ધ પ્રતિ (ક્રમાંક ૩૧૨૨), પરથી અહીં સંપાદિત કરવામાં આવી છે. સંપાદક પ્રસ્તુત સંસ્થાના આભારી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy