SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામિસ્તવના કર્તા વજસ્વામી વિશે ૧૧૯ આસપાસ)નો સંભાવ્ય સમય જોતાં બરોબર મેળ બેસી જાય છે. જો કે ઉપલબ્ધ અભિલેખો, ગ્રંથપ્રશસ્તિઓ અવતરણાદિમાં આ દ્વિતીય વજસ્વામીનો ઉલ્લેખ નથી મળતો, તો પણ ઉપર ચર્ચિત સાહિત્યના, તેમ જ સાંયોગિક પૂરાવા લક્ષમાં લેતાં, આ બીજા વજસ્વામી થયા છે તેમ તો લાગે છે જ. સાહુ જાવડિએ આ મધ્યકાલીન દ્વિતીય વજ પાસે શત્રુંજયની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલી તે વાત તો વાઘેલાકાલીન તેમ અનુસોલંકીકાલીન લેખકોની સાક્ષી જોતાં સ્વીકારવા યોગ્ય છે. સંભવ છે કે આ દ્વિતીય વજસ્વામી નાગેન્દ્રગચ્છમાં થયા હોય : પ્રભાસના સંબંધમાં નાગેન્દ્રગચ્છના સમુદ્રસૂરિ તથા તેમના શિષ્ય, ભુવનસુંદરીકથા(પ્રાકૃત : શ. સં. ૯૭૫ | ઈ. સ. ૧૦૫૩)ના રચયિતા, વિજયસિંહસૂરિનો ઉલ્લેખ મળે છે. સૌરાષ્ટ્રના કંઠાળ-પ્રદેશમાં એ કાળે મહુવા સુધી, શત્રુંજય સુધી, વિચરનાર મુનિઓમાં આ દ્વિતીય વજસ્વામી પણ એક હોય અને તે નાગેન્દ્રગચ્છીય હોય તો તે અસંભવિત નથી. અલબત્ત, આ સૂચન તો કેવળ અટકળરૂપે જ અહીં કર્યું છે. ટિપ્પણો : ૧. મુનિ ચતુરવિજય, જૈન સ્તોત્ર ૬, પ્રથમ ભાગ, પ્ર. સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૧૧૪-૧૧૬. ૨. એજન, પૃ. ૭-૮. આ માન્યતા સમીચીન છે કે મિથ્યા તેની કોઈ જાતની તરતપાસ, પ્રમાણોની ખોજ, અને તેમાં પરીક્ષણ આદિ કરવામાં આવ્યાં જ નહીં. ૩. જુઓ, (૫) નાથૂરામ પ્રેમી, “માસ્વાતિ / સમાષ્ય તત્ત્વાર્થ," જૈન સાહિત્ય ગૌર તિહાસ, પ્ર. હિન્દી ગ્રંથરત્નાકર (પ્રાઈવેટ) લિમિટેડ, મુંબઈ ૧૯૫૬, પૃ. ૫૨ ૧. પાદટીપ ૧. ૪. જુઓ તત્ત્વાર્થસૂત્ર, સં. પં. સુખલાલ સંઘવી, શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાળા-૧૭, ચતુર્થ આવૃત્તિ, અમદાવાદ ૧૯૭૭, પૃ ૧૯. ૫. જો અષ્ટસહસ્ત્રિકા પ્રજ્ઞાપારમિતાનો સમય ખરેખર કુષાણકાળ પૂર્વનો હોય તો એમ માની શકાય કે બૌદ્ધોમાં સંસ્કૃતમાં લખવાની પ્રથાનાં કંઈ નહીં તોયે ઈસ્વીસના આરંભના અરસામાં મંડાણ થયાં હોય. ૬. મધુસૂદન ઢાંકી “નેમિસ્તુતિકાર વિજયસિંહસૂરિ' વિશે,” સ્વાધ્યાય, પુ. ૨૨ અંક ૧, ઑક્ટોબર, ૧૯૮૪, પૃ. ૩૯-૪૩. (પ્રસ્તુત લેખ સાંપ્રત ગ્રંથમાં પણ સંકલિત થયો છે.) ૭. જુઓ અહીં લેખાંતે અપાયેલ મૂળ કૃતિનાં પદ્ય ૨ થી ૮: ત્યાં મૂર્તિને ભાવાત્મક જ નહીં, દ્રવ્યાત્મક પણ માની છે. ૮. મને આ માહિતી શ્રી ભદ્રબાહુવિજય તરફથી મળેલી છે. એમનો હું હર્ષપૂર્વક ઋણસ્વીકાર કરું છું. ૯. ઇલોરાની જૈન ગુફા સમૂહમાં “છોટા કૈલાસ' નામના એકાશ્મ જિનાલયની પ્રતોલીની ઉત્તર ભિત્તિમાં એક અતિભૂજ ચક્રેશ્વરીની પ્રતિમા કંડારેલી છે, જે નવમા શતકના મધ્યભાગ પૂર્વેની નથી. બહુ ભુજાળી મૂર્તિનું જૈન સમુદાયમાં જોવા મળતું હાલ તો આ કદાચ સૌથી પુરાતન દષ્ટાંત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy