________________
અમમસ્વામિચરિત'નો રચનાકાળ
૧૭૩
ઈ. સ. ૧૧૬૬ પૂર્વેની હોવાનો સંભવ નથી. અને એથી તે ગ્રંથનો ઉલ્લેખ કરનાર અમમસ્વામિચરિતનો સમય ઈ. સ. ૧૧૬૯ હોવાનો સંભવ દઢતર બને છે. અને એ મિતિ જ ગણિતશબ્દના અર્થઘટન અતિરિક્ત ઐતિહાસિક પરિપ્રેક્ષણમાં વિશેષ બંધબેસતી થાય છે. મુનિરત્નસૂરિ આથી સિદ્ધરાજ ઉપરાંત કુમારપાળના પણ સમકાલીન બને છે, જે અંગે અન્ય પ્રમાણ પ્રશસ્તિ અંતર્ગત મોજૂદ છે, જે હવે જોઈએ.
અમસ્વામિચરિતનું સંશોધન ગૂર્જરનૃપાક્ષપાટલિક કુમાર કવિએ કર્યાની નોંધ ત્યાં પ્રાંત પ્રશસ્તિમાં છે. પ્રસ્તુત “કુમાર” તે દ્વિતીય ભીમદેવ તેમ જ વાઘેલા વરધવલ તેમ જ વિશળદેવના રાજપુરોહિત, અને મંત્રી વસ્તુપાળના વિદ્વમિત્ર કવિ સોમેશ્વરદેવના પિતા હોવાનું માનવામાં આવ્યું છે. પરંતુ તે વાત અમચરિતની ઉપર નિશ્ચિત કરેલ મિતિ અને આનુષંગિક સમય-વિનિર્ણયના મુદ્દાઓના સંદર્ભમાં અમુકાશે પ્રશ્નાર્થ રૂપ બની જાય છે.
સોમેશ્વરદેવની પોતાની કૃતિ સુરથોત્સવમાં અપાયેલ પ્રશસ્તિ અનુસાર તેમની પોતાની વંશાવળી નીચે મુજબ છે :
સોલશર્મા (ચૌલુક્ય મૂલરાજનો પુરોહિત) લલ્લશર્મા (ચામુંડરાજનો પુરોહિત) મુંજ (પ્રથમ) (દુર્લભરાજનો પુરોહિત) સોમેશ્વર (પ્રથમ) (ભીમદેવ પ્રથમનો પુરોહિત) આમશર્મા (કર્ણદેવનો પુરોહિત) કુમાર (પ્રથમ) (જયસિંહ સિદ્ધરાજનો પુરોહિત) સર્વદવ (પ્રથમ) (કુમારપાળનો સમકાલીન) આમિગ (કુમારપાળનો પુરોહિત)
(પ્રબંધચિંતામણિ(ઈ. સ. ૧૩૦૫)ના આધારે) સર્વદેવ (દ્વિતીય) કુમાર(દ્વિતીય) લક્ષ્મી મુંજ(દ્વિતીય)
(અજયપાળના સમકાલીન)
આહડ
મહાદેવ
વિજય
(કવિ) સોમેશ્વરદેવ (દ્વિતીય) (ચૌલુક્ય ભીમદેવ દ્વિતીય, વાઘેલા વરધવલ તેમ જ વીસલદેવનો સમકાલીન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org