________________
નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે
રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ / ઈ સ ૧૨૭૮)માં અપાયેલ “વિજયસિંહસૂરિ-ચરિત’'માં' એમના જીવન સંબદ્ધ માહિતી અત્યલ્પ પ્રમાણમાં મળે છે : જેમ કે તેઓ પરંપરાથી ઈસ્વીસન્ના આરંભકાળના, ભૃગુકચ્છ સાથે સંકળાયેલા મનાતા, નિર્પ્રન્થાચાર્ય આર્ય ખપટની પરિપાટીમાં થઈ ગયેલા; અને ત્યાંનું સુવિશ્રુત જિન મુનિસુવ્રતનું ચૈત્ય તેમના આમ્નાયનું હતું. (આથી તેઓ ચૈત્યવાસી મુનિ હોવાનું ઠરે છે.) પ્રસ્તુત ચૈત્ય આગથી ભસ્મીભૂત થતાં—મંદિર ઈંટ અને કાષ્ઠનું હશે—તેમણે ભરૂચના બ્રાહ્મણોએ કરેલી ધનસહાયથી તેનું પુનર્નિર્માણ કરાવેલું. તેમણે શત્રુંજય તેમ જ ઉજ્જયંતગિરિની યાત્રા કરેલી. (ચરિતકારે આપેલી દંતકથા અનુસાર ઉજ્જયંત પર અંબાદેવીએ આપેલી સિદ્ધ-ગુટિકાના પ્રભાવે તેઓ ઉત્તમ કોટીના કવિ બનેલા અને ત્યાં) તેમણે તત્ક્ષણે “નેમિસમાહિતધિયાં”. પદથી પ્રારંભાતી ૨૪ કાવ્યયુક્ત, રૈવતાચલાધીશ જિન અરિષ્ટનેમિની મનોહર સ્તુતિ કરેલી. પ્રભાચંદ્રાચાર્યના કથન અનુસાર એ રચના તેમના સમયમાં ઉપલબ્ધ હતી.
ચરિતનાયક વિજયસિંહસૂરિની વિદ્યમાનતાના કાળ વિશે પ્રભાચંદ્રાચાર્ય કશું જ જણાવતા નથી. (સ્વ.) મુનિ કલ્યાણવિજયજીના કથન અનુસાર સૂરિએ સુવ્રતજિનનું પુનર્નિર્મિત કરાવેલ કાષ્ઠમય મંદિર જીર્ણ થતાં સં ૧૧૧૬ / ઈ સ ૧૦૬૦ કે સં ૧૧૨૨ | ઈ. સ. ૧૦૬૬માં ઉદયન મંત્રીના પુત્ર દંડનાયક આમ્રભટ્ટે (આંબડે) પુનરુદ્ધાર કરાવ્યાનો ચરિતકારે ઉલ્લેખ કર્યો છે તે વાત લક્ષમાં લેતાં “અનુમાને આંબડ મંત્રીથી આ આચાર્ય વધારેમાં વધારે ૨૫૦થી ૩૦૦ પૂર્વના હોઈ શકે અને જો આ કલ્પના માનવા યોગ્ય હોય તો વિજયસિંહસૂરિનો સમય વિક્રમની દશમી સદીથી પહેલાંનો માની શકાય નહીં; છતાં એમના સમય વિશેની કોઈ પણ કલ્પના અટકળથી વધુ વજનદાર ગણાય નહિ. એ નામના બીજા પણ અનેક આચાર્યો થઈ ગયા છે પણ આમાંથી કોઈ પણ દશમી સદીથી પૂર્વે થયાનું પ્રમાણ મળતું નથી ’૨
કલ્યાણવિજયજીના પ્રસ્તુત ‘પ્રબંધપર્યાલોચન’(ઈ. સ. ૧૯૩૧)ના અવલોકન પછી, કેટલાંક વર્ષ બાદ, ચરિતકાર-કથિત વિજયસિંહસૂરિવિરચિત સ્તુતિ-કાવ્યની તાડપત્રીય નકલજેસલમેરના ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. પત્રની પ્રતિલિપિનો સમય સં ૧૧૬૨ / ઈ સ ૧૧૦૬ હોઈ, કાવ્ય—અને એથી સૂરિ કવિ—તે પૂર્વે થઈ ગયા છે તેટલું તો સુનિશ્ચિત છે જ. બાકીનું કેટલુંક તો પ્રસ્તુત કાવ્ય હવે મુદ્રિત રૂપેણ ઉપલબ્ધ હોઈ', તેના પરીક્ષણ પરથી અંદાજી શકાય છે. (સ્તુતિ-પ્રાંતે કર્તાએ પોતાનું ‘વિજયસિંહ” નામ પ્રકટ કર્યું છે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org