Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
Catalog link: https://jainqq.org/explore/004540/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પં. ભદ્રંવિજયજીના સાન્નિધ્યની દિવ્ય પળો લેખક : સંધવી બાબુભાઈ ગીશ્વરલાલ ઠંડીવાળા પ્રકાશક બાબુભાઈ કડીવાળા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આધ્યાત્મિક સંશોધન અને ધ્યાનકેન્દ્ર વો ાસ મહારદામંદિર રોડ નવરી કરના ૮૦ ૦૦૭ ફોન નં. ૬૬૨૧૪đginelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય સિદ્ધાંતમહાદધિ પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય વ્યાખ્યાન વાચસ્પતિ રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય અધ્યાત્મયોગી અનન્ય ઉપકારી ગુરૂદેવશ્રી પં. પ્રવર ભદ્રંકર વિજયજી ગણીવર્ય પાસેથી બાબુભાઇ કડીવાળાને મળેલો અનુભવ અમૃતકુંભ યાને પૂ.પં. ભદ્રવિજયજીના સાન્નિધ્યની દિવ્ય પળો લેખક સંધવી : બાબુભાઇ કડીવાળા હેતુ : શ્રી સકળ સંઘ દેવાધિદેવ કરુણાના સાગર અરિહંત પરમાત્માની ભકિતમાં લીન બને અને ધ્યાનમાં દૃઢ બને તે હેતુથી આ ગ્રંથ લખાય છે. ::. મંગલ પ્રારંભમાં આ ગ્રંથના પ્રેરક પુરુષાદાનીય, પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વરદાદાને કોટિકોટિ નમસ્કાર કરી સ્વ-પર કલ્યાણ માટે આ ગ્રંથની મંગળ શરૂઆત થાય છે. ૨૦૩૬ દીપાવલી પર્વ શુક્રવાર તા. ૭-૧૧-૮૦ શંખેશ્વર દાદાનો દરબાર Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રુતગંગા હિમાચલમ્ પ્રભુનો ગુણ રૂપ હિમાલય પર્વત છે. પૂજ્ય ગુરુમહારાજ પ્રભુના હિમાલય જેવા અનેક ગુણોનું ચિંતન કરે છે. પ્રભુના ગુણ ઉપર પ્રેમ કરે છે. તેમાંથી સર્જન થાય છે ગંગોત્રીનું. ગંગાનદીનું મૂળ (જ્યાંથી ગંગાનું સર્જન થાય છે) ગંગોત્રી છે. તે ગોમુખમાંથી નીકળે છે. પ્રભુના ગુણ રૂપી હિમાલય પર્વત ઉપરથી ગોમુખ' એટલે ગુરુમુખમાંથી ગંગોત્રીનું પવિત્ર ઝરણું નીકળે છે. ધીમે ધીમે તે ગંગોત્રી ગંગારૂપ બને છે. જે કોઈ તેના સંબંધમાં આવે તેને પવિત્ર કરે છે, જે કોઈ સંબંધમાં આવે તેના આત્માને લાગેલા કર્મમળને ધોઈને શુદ્ધ કરે છે. તે ગુરુવાણી રૂપ ગંગાનદી ઉપરથી પસાર થયેલો પવન પણ સંસારના ત્રિવિધ તાપ રૂપ અગ્નિદાહમાં પીડાઈ રહેલા જીવોને શાંતિ આપે છે. આવા પરમ પુનિત ગુરુમુખમાંથી (ગોમુખમાંથી) નીકળી ગંગાનદી ધીમે ધીમે વિસ્તૃત બનતાં સંબંધમાં આવતા જીવોને પવિત્ર કરતાં કરતાં છેવટે મહાસાગર રૂપ પરમાત્મામાં વિલીન થઈ જાય છે. ત્યાં તે પોતાનું અસ્તિત્વ મેળવી દે છે. બિન્દુ સિધુમાં મળી જાય છે. ગુરુ પોતે પરમાત્મ રૂપ મહાસાગરમાં ભળી જઈને મહાસાગર રૂપ એટલે કે પરમાત્મ રૂપ બની જાય છે. આવા ગુરુ-ગંગાના સંપર્કમાં આવવાં છતાં, મારા જેવા વામણા મુખથી, ગંગાનું વર્ણન કરવું અઘરું જરૂર છે; પણ ગુરુ ભકિતથી મુખ ખુલે છે, કલમ ચાલે છે, એ ગુરુ ભક્તિથી ભીંજાયેલા હૃદયથી ભક્તિનો આર્તનાદ નીકળે છે. તે આપ સૌને પવિત્ર કરશે તેવી એક અંતરની અભિલાષા આ લખવા પ્રેરણા આપે છે. ગુરુ પાસેથી મળેલી પ્રસાદીને પોતાની માલિકીનો માલ અથવા તેને પોતાની મૂડી કદી ન સમજી શકાય. તેની રસલહાણ મુમુક્ષુઓને કરવી તે જૈન શાસનની પરંપરામાં ચાલતું આવેલું છે. પરમ તારક ત્રિભુવન વિભુ મહાવીર દેવ પરમાત્મા પાસેથી ગુરુ પ્રસાદી રૂ૫ ગૌતમસ્વામીજીને મળેલી ત્રિપદીમાંથી ઉદ્દભવેલું આ તીર્થ પરંપરાએ આપણને મળ્યું છે. તેમાં અનેક મહાપુરુષોએ સૂર પૂરાવીને તેને સમૃદ્ધ કર્યું છે. તેમાંના અંશો આપણને ગુરુમુખથી મળ્યા છે. તેની સ્વાધ્યાય અર્થે લખાયેલી આછી રૂપરેખા આ ગ્રંથમાં છે, તે આપણા હૃદયને પવિત્ર કરો! તે આપણા હૃદયમાં ધર્મમંગલ પ્રગટ કરો! તે આપણા હૃદયમાં પ્રભુ પ્રેમના અમૃતનું સર્જન કરો! તે આપણા હૃદયમાં જીવમાત્રના કલ્યાણરૂપ મહાસમાધિસુખનું સર્જન કરો! ગુરુમુખથી નીકળેલું પવિત્ર ઝરણું આપણા અહંભાવ'ને ઓગાળી નાંખનારૂં બનો! ધનવંતરી વૈદ્ય'ની જેમ આપણા સ્વાર્થ રૂપી કારમાં વ્યાધિનો નાશ કરનાર બનો! અને પરમાત્માના અભેદ મિલન દ્વારા આત્માનુભવ રૂપ અમૃતને દેનારૂં બનો તેવી શુભ અભિલાષા! Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા 4 6 શ્રુત ગંગા હિમાચલમ્ આ મહાપુરૂષે અમૃત પીધું છે. નિશ્ચય વ્યવહાર સમન્વય વિશ્વ પ્રેમની ગંગોત્રી પૂ. પંન્યાસજી મહરાજ પરમાત્માં માર્ગદર્શક છે અને સ્વયં માર્ગરૂપ પણ છે. સાત સમુદ્રકી મસી કરૂં ગુરૂગુણ લીખા ન જાય પલટાતા પર્યાયો વચ્ચે દ્રવ્યનું સદા અસ્તિત્વ ભાગ ૧ જીવનનું લક્ષ્યાંક શું રાખવું ? ગુ.મ. હસ્તાક્ષર નમસ્કાર મહામંત્રની આરાધનાની પ્રક્રિયા ગુમ. ના હસ્તાક્ષરમાં અરિહંત પરમાત્માના મંત્રાત્મક દેહ-અહંની સાધના પરમાત્માની મહા કરૂણાને ઝીલવાની દીવ્યકળા ગુ.મ. ના હસ્તાક્ષરમાં શંખેશ્વર પાર્શ્વનાથનો મંત્ર સકલમંત્ર તંત્ર યંત્રાધિરાજરાજેશ્વર સિધ્ધચક્રની આરાધના Ideal Reality અરિહંતોથી લોકોત્તર મહાનતા મૈત્રી ભાવનાનું જીવંત સ્વરૂપ પન્યાસજી મહારાજ ત્રણ પ્રકારે (સિધ્ધચક્રનું) ધ્યાન નવપદની આરાધનાની ત્રણ ભૂમિકા વર્ણમાતૃકાનું ધ્યાન અહના ધ્યાન દ્વારા કુંડલિની ઉત્થાનની પ્રક્રિયા કુંડલિની શક્તિ ગુ.મ.ના હસ્તાક્ષરમાં સાધનામાં આવતાં વિઘ્નોના નિવારણનો ઉપાય શ્રીફળ શું છે ? ગુ.મ.ના હસ્તાક્ષરમાં વર્ણાક્ષરોનું વિશિષ્ટ ધ્યાન ઓં અહં પ્રસીદ ભગવદ્ મયિ ' # $ % % 3 8 જ છે > P Q > & ૭૪ A ૭૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ ગુરુમહારાજનો દિવ્ય પત્ર પરમાત્મા સાથે તન્મય બનવાની પ્રક્રિયા ભગવાનનું સાનિધ્ય ગુ.મ. હસ્તાક્ષર પૂ. ગુરૂમહારાજ અમૃતરસનું મધુર પાન કરાવે છે. સાધક હૃદયની પ્રાર્થના વ્યથા તૃપ્તિ ૨૪ કલાકની સાધના છ સૂત્રોનું ચિંતન Positive thinking વિધેયાત્મક વિચારધારા ગુ.મ. ના હસ્તાક્ષરમાં આત્માના ઘરમાં સ્થિર થવા માંદગી સહાય કરે છે. પરમાત્માનો પ્રભાવ - બનેલી સત્યઘટના અસંતોષનો પરમ ઉપાય . ભાગ-૨ પરમાત્મ પ્રેમનો મધુર આસ્વાદ અનુભવ સંગે રે રંગે પ્રભુ મલ્યા ગુરૂમહારાજના આત્માના પ્રદેશે પ્રદેશે અરિહંતનું ગીત ગુંજે છે. વિશ્વના જ્નોમાં ભાવ પ્રાણનો સંચાર પ્રેમ ગલી અતિ સાંકડી તેમાં દો ન સમાય મૃત્યુ મહોત્સવ બની ગયું. ભાગ-૩ આ મનુષ્ય જન્મ પુરો થવા પછીનું શું પ્લાનીંગ ? સાધક હૃદયની વ્યથા આવતા જન્મમાં ભાવ જીનેશ્વર પાસે પહોંચવાની દીવ્યકળા શુધ્ધ હમારો રૂપ હૈ શોભિત સિધ્ધ સમાન અનુભવ અમૃત-કળશ જીવનનો વિકલ્પ મૃત્યુનથી. વન અનંત છે. ભાગ-૪ આ છે ગુરૂનું આત્મ સૌંદર્ય ગુરૂ વચનામૃતો ૬૩ વિભાગમાં ૯૨ ૯૫ ૧૦૩ A ૧૦૪ ૧૦૭ ૧૧૫ ૧૨૩ ૧૨૫ A-B ૧૨૮ ૧૭૨ ૧૪૩ ૧૪૫ ૧૬૫ ૧૬૯ ૧૭૪ ૧૮૦ ૧૮૫ ૧૮૬ ૧૮૮ ૧૯૩ ૨૧૩ ૨૧૮ ૨૨૫ ૨૨૮ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ૨૩૫ ૨૩૬ ૨૩૭ A ર૩૭ ૨૪૦ ૨૪૨ ૨૪૪ ૨૪૯ ૨૫૦ આનંદની અનુભૂતિ સિધ્ધસેન દિવાકર સૂરિ વિરચિત શક્રસ્તવ વાંચેલું યાદ નથી રહેતું શું કરું જોઇએ રત્નત્રયયુક્ત પ્રથમ પદનો જાપ ગુ.મ. ના હસ્તાક્ષરમાં પરમાત્મા સાથે એકાકાર થવાની અનોખી કળા સેંકડો ભકતો અને કરોડ રૂપીયા કરતાં એક ભગવાનની શકિત અધિક છે. સ્મરણ શરણં મમ: આગમનો સાર શ્રી નવકાર ગુરૂનો પ્રભાવ ચૈતન્યમાં વિષયાતીત સુખ ભર્યું છે. સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચરિત્ર વાસના વિરૂધ્ધ ઉપાસના સામાયિક જિનવચન પૂ. ગુરૂમહારાજનું તત્ત્વ ચિંતન પરમાત્મ પ્રેમમાંથી પરમાનંદમાં પ્રભુનું વાત્સલ્ય સને ૧૯૫૭ના પ્રથમ મેળાપ પછી ત્રણ ચાર વર્ષમાં ગુરૂનો અનુગ્રહ શિષ્યને કેટલું આપી શકે ? પૂજ્ય ગુરૂમહારાજની શિષ્ય ઉપર અનુગ્રહ કરવાની મહા શકિત દર્શાવતા પત્રો. વીતરાગતા :- જેની દૃષ્ટિમાંથી કૃપાનો પ્રવાહ અને વાણીમાંથી ઉપશમ રસનું ઝરણું વહેતું હોય તે સાચા વીતરાગ ગુ.મ.ના હસ્તાક્ષરમાં જ્ઞાનીનું સ્વરૂપ દરરોજ કરવાની ભાવના (ઉપસંહાર) સાધકનો પ્રશ્ન મારે ક્યાં રહેવું ? ૨૫૩ ૨પપ ૨૫૮ ૨૫૯ ૨૬૮ ૨૭૦ ર૭પ ૨૭૭ ૧ થી ૭ પાના ૨૭૭ A થી D ૨૭૮ ૨૮૦ ૨૮૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના લેખક પરમ પૂજ્ય પરમાત્મભાવ સંનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી ક્લાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજ પરમતારક પરમાત્માની અનંત અપાર કરૂણાનો પુષ્પરાવર્ત-મેઘ સમગ્ર લોક ઉપર નિરંતર અનરાધાર વરસી રહ્યો છે. તે કરૂણાના પ્રભાવે જ સંસારી જીવો અનાદિ નિગોદમાંથી નીકળી મુકિતની સાધના કરી અનુક્રમે મુક્તિના સુખને અર્થાત્ સ્વ-સ્વભાવભૂત આત્મિક સુખ-આનંદને પામે છે, અનુભવે છે. પરમાત્મા સર્વ જીવોને આત્મ-તુલ્ય દૃષ્ટિથી જુએ છે, જાણે છે અને મુક્તિનો મંગલ માર્ગ બતાવી આત્મતુલ્યપદ અર્થાત્ પરમાત્મ-સ્વરૂપનું દાન કરે છે. સ્વતન્ય વીઝ વિશેષણને સાર્થક બનાવે છે. પ્રભુની આ સહજ કરૂણાને જે ભકત-આત્મા પોતાના હૃદય-પાત્રમાં ઝીલી શકે છે, તે વામનમાંથી વિરાટ, જીવમાંથી શિવ બને છે. અને પ્રભુની કરૂણાને જે ઔપચારિક માને છે, માત્ર શાબ્દિક સ્તુતિવાદ સમજે છે, તે પ્રભુ-કરૂણાથી અને તેનાથી મળતા શાશ્વત સુખથી, આનંદથી વંચિત રહી જાય છે. પરમાત્મ-ભકિતરસ નિમગ્ન, પૂજ્ય પન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ કે જેમણે પોતાના જીવનમાં શ્રી નમસ્કાર મહામંત્રની સાધના દ્વારા પરમાત્માની કરૂણાનો સાક્ષાત્કાર કર્યો અને તેના ફળરૂપે તેઓશ્રીને પ્રાણીમાત્રના કલ્યાણની, વિશ્વપ્રેમની અને જીવ-મૈત્રીની સાધના આત્મસાત્ બની, જિનવચનના ઊંડા રહસ્યો પ્રાપ્ત થયા અને અનુભવજ્ઞાનની દિવ્ય ભૂમિકા સુધી તેઓ પહોંચી શકયા. શીતલ જલભર્યા સરોવરની પાસે આવનારને શીતલતાનો અનુભવ થયા વિના ન રહે, એમ તત્ત્વદૃષ્ટા સંતપુરૂષોનાં સાન્નિધ્યમાં-સમાગમમાં આવનાર આત્માને આંતરિક શાંતિ અને પવિત્રતાનો અનુભવ થયા વિના ન રહે. પૂ.પન્યાસજી શ્રી ભદ્રંકર વિ. મહારાજના સંપર્ક - સમાગમમાં આવનાર સંતપ્ત વ્યકિતને શાંતિ, અતૃપ્ત વ્યક્તિને તૃપ્તિ, ભકત વ્યક્તિને ભગવદ્ રસ, જિજ્ઞાસુ વ્યકિતને સમ્યજ્ઞાન, શંકિત વ્યકિતને સમાધાન, મુમુક્ષને મોક્ષમાર્ગ અને ધ્યાન - યોગના રસિકને ધ્યાન-યોગનો રાહ મળી રહેતો. વ્યક્તિને ઓળખી, તેને અનુરૂપ માર્ગદર્શન અને આશ્વાસન આપવાની કળા તેઓશ્રીને સિદ્ધ થયેલી હતી. Page #8 -------------------------------------------------------------------------- ________________ નિર્મલ સંયમ, નૈષ્ઠિક બ્રહ્મચર્ય, વિશુદ્ધ પ્રજ્ઞા, વિશાળ જ્ઞાન, સૂક્ષ્મ અનુપ્રેક્ષા, પરમાત્મ-મગ્નતા, સહજ પ્રસન્નતા, મધ્યસ્થતા, મૈત્ર્યાદિભાવોમાં નિષ્ઠા અને નમસ્કારમંત્રનુ શ્રેષ્ઠ ચિંતન, ધ્યાન અને આરાધન આદિ અનેક સદ્દગુણોરૂપી સુમનોના નંદનવન જેવું તેઓશ્રીનું જીવન હતું. માટે જ તેઓશ્રીના સમાગમમાં આવનાર વ્યકિત જીવનમાં પોતાને યોગ્ય નવો પ્રકાશ અને નવો ઉલ્લાસ પ્રાપ્ત કરી લેવાનું સૌભાગ્ય માણતી. પૂજ્યશ્રીના સમાગમ દ્વારા હજારો જિજ્ઞાસુઓ સાચું સમાધાન મેળવી જીવનમાં ધર્મ, અધ્યાત્મ, યોગ અને શાંતિ પ્રાપ્ત કરવાના સાચા પ્રયત્નો કરી રહ્યા છે. કેટલાક સાધકો અનુભવ-જ્ઞાનના માર્ગે કેમ આગળ વધવું, તેનું યથાર્થ માર્ગદર્શન મેળવી તેના અભ્યાસમાં આગળ વધી રહ્યા છે. તત્ત્વદુષ્ટા આ મહાપુરૂષના ઉપકાર તળે રહેલા અનેક સાધકો સદા પોતાના પરમ ઉપકારી આ ગુરૂદેવને યાદ કરીને ઊંડી કૃતજ્ઞતાનો તથા જીવનમાં કંઇક અંશે પણ તત્ત્વ પ્રાપ્ત કર્યાનો આનંદ અનુભવી રહ્યા છે. પરમાત્માની કૃપાથી તેઓશ્રીની નિશ્રામાં ત્રણ વર્ષ રહેવાનો સુ-અવસ૨ મને પણ મળ્યો. તે દરમ્યાન પૂજ્યશ્રીને એકદમ નજીકથી જોવાની અને અનુભવવાની તક મળી, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગના વિષયમાં તેઓશ્રીનું જ્ઞાન, ચિંતન અને અવગાહન ઘણું વિશાળ અને સૂક્ષ્મ હતું. વ્યવહાર-માર્ગ અને નિશ્ચય-માર્ગના સમન્વયપૂર્વક અનુભવયોગની સાધનાના પૂજ્યશ્રી એક વિરલ સાધક પુરૂષ હતાં. શ્રી નવકાર મહામંત્રની અખંડ આરાધના અને અનુપ્રેક્ષાના પ્રભાવે તેઓશ્રી ઉપર પરમેષ્ઠી ભગવંતોની મહતી કૃપા ઉતરી હતી, તે સારી રીતે જાણી શકાયું હતું. પૂજ્યશ્રીનું તત્ત્વ-ચિંતન ઘણું જ સૂક્ષ્મ, ગંભીર અને વિભિન્ન વિષયો ઉપર સુંદર પ્રકાશ પાથરનારૂં છે. એમાંના કેટલાક નમૂના અહીં સંક્ષેપમાં વિચારીએ : (૧) ૩પયોગો નાળન્ । (તત્ત્વાર્થ સૂત્ર) ઉપયોગ (અર્થાત્ જ્ઞાન-પ્રવૃત્તિ, ચૈતન્ય-સ્ફૂરણ) જીવનું અંતરંગ લક્ષણ છે. આ સૂત્ર દેહભિન્ન આત્માનો અનુભવ કરવા માટે છે. ઉપયોગ એ સ્વરૂપ દર્શક લક્ષણ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ભેદજ્ઞાન-દેહાદિથી ભિન્ન મારો આત્મા અનંત જ્ઞાનાદિગુણ - પર્યાયમય છે. દેહ વિનાશી છે, હું શાશ્વત્ અવિનાશી શુદ્ધ આત્મા છું. આ ભાવને સ્થિર બનાવવામાં ઉકત સૂત્ર માર્મિક પ્રેરણા આપે છે. (૨) પરસ્પરોપગ્રહો નીવાનામ્(તસ્વાર્થ સૂત્ર) ઉપગ્રહ (અર્થાત્ ઉપકાર કે અપકારમાં પરસ્પર નિમિત્તરૂપ બનવાનો સ્વભાવ) જીવનું બહિરંગ લક્ષણ છે. ઉપગ્રહ દ્વારા એક જીવ બીજા જીવના હિત કે અહિતમાં નિમિત્તરૂપ બને છે. આ સુત્ર જીવોને પરસ્પર શત્રુતા આદિના દુષ્ટ સંબંધોને છોડી મૈત્રી આદિના ઉત્તમ સંબંધ કરી આત્મતુલ્ય ભાવ કેળવવા માટે પ્રેરણા આપે છે. ઉપગ્રહ એ સંબંધદર્શક લક્ષણ છે, અને તે સર્વ જીવો સાથે મધુર-પ્રેમમય સંબંધ રાખવાની પ્રેરણા આપે છે. આધ્યાત્મિક ચાર માતાઓ : (૧) વર્ણમાતા - અ થી ૭ સુધીના ૪૯ અક્ષરો વર્ણમાતા છે, અક્ષરસ્વરૂપ માતા છે, જેના દ્વારા જ્ઞાનની ઉત્પત્તિ થાય છે તથા ઉત્પન્ન થયેલા જ્ઞાનનું સંરક્ષણ અને સંવર્ધન થાય છે. સમગ્ર જગતુના સર્વ વ્યવહારો, તમામ વ્યવસ્થાઓ અને વિકાસની સર્વ ભૂમિકાઓનાં મૂળમાં વર્ણમાલાના ૪૯ અક્ષરો છે. ધ્વનિ અને સંકેત (લીપી) રૂપ આ અક્ષરો દ્વારા જ જ્ઞાનનું આદાન-પ્રદાન થાય છે, હૃદયના ભાવોની આપ-લે થાય છે. દૂર-સુદૂર સુધી સંદેશાઓ મોકલી શકાય છે. પરસ્પર પ્રેમ, મૈત્રી કે વૈર, શત્રુતા વગેરે ભાવોનું સર્જન અને વિસર્જન અક્ષરોનાં માધ્યમથી જ થાય છે. મંત્ર-તંત્ર અને યંત્ર વગેરે શકિતઓ પણ પોતાના વિવિધ કાર્યક્ષેત્રોમાં સક્ષમ અને સફળ બને છે, તેમાં પણ શબ્દ-શક્તિનું વિજ્ઞાન જ અગત્યનો ભાગ ભજવે છે. શબ્દ-વિજ્ઞાનના જ્ઞાતા આર્ષ પુરૂષોએ શબ્દને શબ્દ-બ્રહ્મરૂપે બિરદાવ્યો છે, ઓળખાવ્યો છે. શબ્દમાં શું છે ! એમ કહીને શબ્દ-શક્તિને વખોડનાર હકીક્તમાં જ્ઞાનશક્તિનો અપલાપ અને અપમાન કરે છે એમ કહી શકાય. જ્ઞાનજનની Page #10 -------------------------------------------------------------------------- ________________ વર્ણમાલાની ઉપાસનાનાં જે વિવિધ ઉપાયો છે, તેનો યથાયોગ્ય રીતે પ્રયોગ કરવાથી મનુષ્યની જ્ઞાનશકિત અને બુદ્ધિશક્તિ અવશ્ય ખીલે છે, ગમે તેવો અજ્ઞાની પણ જ્ઞાન સંપાદનમાં સફળ બને છે. (૨) પુણ્યમાતા :- અચિત્ત્વ ચિંતામણી શ્રી નમસ્કાર મહામંત્રમાં અધિષ્ઠિત પંચ પરમેષ્ઠી ભગવંતોને કરવામાં આવતા શુદ્ધ નમસ્કાર દ્વારા પ્રકૃષ્ટ કોટીના પુણ્યનું સર્જન થાય છે. માટે નમસ્કાર મહામંત્ર પુણ્યની માતા છે. પંચ પરમેષ્ઠીઓને ભાવપૂર્વક કરેલો નમસ્કાર સર્વ પાપનો ક્ષય કરે છે. સર્વોચ્ચ પુણ્યનો સંચય કરે છે. પુણ્યની વૃદ્ધિ અને સુરક્ષા કરે છે. નવ પ્રકારના પુણ્યમાં પણ નમસ્કારને જ સર્વશ્રેષ્ઠ પુણ્ય કહ્યું છે. માટે પંચ પરમેષ્ઠી-નમસ્કૃતિ એ પુણ્યની માતા છે, પુણ્યજનની છે. (૩) ધર્મમાતા :- અષ્ટ પ્રવચન માતા અર્થાત્ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, આ આઠ દ્વારા ધર્મની ઉત્પત્તિ થાય છે, ઉત્પન્ન થયેલો ધર્મ સુરક્ષિત રહે છે, ક્રમશઃ વૃદ્ધિંગત બને છે. ધર્મના અંગભૂત અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આદિ વ્રતો, ઇન્દ્રિયસંયમ, કષાયજય, મનોજય, સમત્ત્વ આદિ સદ્ગુણો અને ક્ષમાદિ ભાવો આ અષ્ટ પ્રવચનમાતાથી જ પ્રગટ થાય છે, વિશુદ્ધ બને છે અને ક્રમશઃ વિકસિત બને છે. માટે ધર્મમાતા તરીકે તેનું સ્થાન યથાર્થ છે, સાર્થક છે. (૪) ધ્યાનમાતા :- “ઉપન્નેઇ વા, વિગમેઇ વા, વેઇવા” આ ત્રિપદી ધ્યાનની માતા છે. મનની શુદ્ધિપૂર્વક કોઇ એક શુભ આલંબનમાં સ્થિરતા, કોઇ એક શુભશુદ્ધ ધ્યેયમાં એકાગ્રતા અથવા નિશ્ચલ આત્મ-પરિણામ એ ધ્યાન છે. શ્રી તીર્થંકર પરમાત્મા પોતાના શ્રીમુખે જ્યારે ઉકત ત્રિપદીનું પ્રતિપાદન કરે છે, ત્યારે સુવિનિત ગણધર ભગવંતો તેના શ્રવણ દ્વારા આત્મ-સમાધિમાં, અર્થાત્ નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિમાં લીન બની જાય છે, અને તેના ફળરૂપે વિશાળ શ્રુતજ્ઞાનરૂપ દ્વાદશાંગીની તેઓશ્રી રચના કરે છે. ઉકત ત્રિપદી શ્રુતજ્ઞાનની જનની છે, તેમ ધ્યાનની પણ જનની છે. જ્ઞાનના પ્રમાણમાં ધ્યાન હોય છે, અર્થાત્ ધ્યાન જ્ઞાનાવલંબી છે. જ્ઞાન જેટલું વિશાળ અને સૂક્ષ્મ, તેટલું ધ્યાન પણ વિશાળ અને સૂક્ષ્મ થાય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉત્પાદ વિનાશ અને ધ્રુવતા એ વસ્તુ (સત્ પદાર્થ) માત્રનો સ્વભાવ છે. માટે જ આ ત્રિપદીમાં સંપૂર્ણ વિશ્વ અંતર્ભૂત છે, સમાવિષ્ટ છે. ધ્રૌવ્યથી સર્વ દ્રવ્યોનું ગ્રહણ થાય છે. સર્વ દ્રવ્યો, દ્રવ્યરૂપે સદા ધ્રુવ એટલે કે શાશ્વત છે. કોઇ કાળે તેનો વિનાશ નથી. દ્રવ્યની ધ્રુવતાના ચિંતન - મનનથી આત્મામાં નિર્ભયતા, નિશ્ચલતા આવે છે, વિકસિત બને છે. બે પ્રકારના પર્યાયોમાં જે પર્યાયો સહભાવી છે, તેને ગુણ કહેવાય છે તે સદા ધ્રુવ હોય છે. અને જે પર્યાયો ક્રમભાવી છે, તે સમયે-સમયે બદલાય છે, પરિવર્તનશીલ છે. ગુણ-પર્યાયના ચિંતન-મનનથી આત્મામાં વૈરાગ્ય, સમત્ત્વ આદિ ભાવો પ્રગટે છે. ચિત્તની ચંચળતામાં, દુર્ધ્યાનમાં મૂળભૂત કારણ રાગ-દ્વેષ અને કામક્રોધાદિની વૃત્તિ તથા પ્રવૃત્તિ છે. વસ્તુ-સ્વભાવનું ચિંતન કરવાથી તેનું ઉત્પાદ-નાશમય અને ધ્રુવતામય સ્વરૂપ સમજાય છે. એટલે વસ્તુ અને વ્યકિત પ્રત્યેની રાગ-દ્વેષાત્મક વૃત્તિપ્રવૃત્તિ ધીમે-ધીમે ઓછી થતી જાય છે, નિર્મળ બનતી જાય છે અને વૈરાગ્ય વગેરે ભાવો ભાવિત થતાં ચિત્તની શુભ-શુદ્ધ ધ્યેયમાં સ્થિરતા, એકાગ્રતા અને તન્મયતા ક્રમશઃ સધાતી જાય છે, વધતી જાય છે અને સહજ બની જાય છે. સુશ્રાવક બાબુભાઇ કડીવાળા પૂજ્ય પંન્યાસજી મહારાજના નિકટ પરિચયમાં આવીને પૂજ્યશ્રીના માર્ગદર્શન પ્રમાણે પોતાના જીવનમાં તપ-જપ, સામાયિક, જ્ઞાન-ધ્યાન વગેરેની પ્રક્રિયાઓ શીખ્યા છે, સમજ્યા છે અને તેને ભાવિત બનાવવા જે સુંદર પ્રયત્ન કર્યો છે, કરી રહ્યા છે તે અનુમોદનીય છે. પૂ. પંન્યાસજી મહારાજના સાન્નિધ્યમાં રહીને તેમણે જે કાંઇ મેળવ્યું છે, જાણ્યું છે, પૂજ્યશ્રીના વિષયમાં જે કાંઇ સાંભળ્યું છે કે વાંચ્યું છે, તેને ગ્રન્થસ્થ કરવાનો જે પ્રયત્ન કર્યો છે, તે પણ આદરણીય છે તેના દ્વારા અનેક આત્માઓને ઉપકાર થશે, જ્ઞાન અને માર્ગદર્શન મળશે. પૂજ્ય પંન્યાસજી મહારાજના આધ્યાત્મિક વિચારો, નમસ્કારભાવ અને મૈત્ર્યાદિભાવોને સમજી સર્વે આત્માઓ તેનાથી ભાવિત બને અને સર્વવિરતિરૂપ ચારિત્રની ભૂમિકાને પ્રાપ્ત કરી ધ્યાન-સમાધિના ગૂઢ રહસ્યો અનુભવે એ જ એક શુભ કામના...! શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ Page #12 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન યુગના “આનંદધન' પૂ. પં. ભદ્રંકરવિજયજી મહારાજ. વર્તમાન સમયની દુનિયાને સૌથી વધારે જરૂર છે આવા સંતોની. આપણી આંતર શક્તિના પ્રગટીકરણ માટે, ભય શોક ચિંતામાંથી મુકત બનાવવા માટે, સુખ શાંતિ આનંદથી ભર્યું ભર્યું આપણું જીવન બનાવવા માટે - જરૂર છે, અનુભવજ્ઞાની સંતોની. - ભૌતિક વાદના આ સમયમાં આપણી ખોવાઈ ગયેલી સુખ શાંતિને પાછી જીવનમાં લાવવા માટે જરૂર છે આવા આનંદઘનની. આત્મતૃપ્તિની દિવ્ય શ્રીમંતાઇ માટે જરૂર છે આવા દિવ્ય પુરૂષોની. આવા અનુભવજ્ઞાની મહાપુરૂષ માટે કંઇ પણ લખવું તે મારા માટે બે હાથ પહોળા કરીને સમુદ્રનું માપ કાઢવા જેવી બાળ ચેષ્ટા છે. મારા જેવા તુચ્છ જંતુ માટે જેને કરૂણાનો ધોધ વરસાવી, હરાયા ઢોરની જેમ રખડતા મારા આત્માને માર્ગે ચઢાવવાનો મહાન ઉપકાર કર્યો તેની કૃતજ્ઞતામાંથી આ ગ્રંથનું સર્જન થાય છે. ૨૩ વર્ષ જેમના સાનિધ્યમાં પસાર થઇ ગયા, કલાકોના કલાકો જેમના પાસે ગાળ્યા, છતાં પણ જેમની સાધનાની ઊંડાઇ, સર્વને પોતાનામાં સમાવી લેવાની જેમની આકાશ જેવી વિશાળ ચેતના, પ્રભુ પ્રત્યેનો તેમનો દિવ્ય પ્રેમ, સ્યાદ્વાદમય, સમન્વયાત્મક તેમની બુદ્ધિના ઉંડાણનું માપ મારા જેવા સામાન્ય મનુષ્યથી નીકળી ન શકે તે સ્વાભાવિક છે. પૂ. ગુરૂદેવની સૌથી પ્રિય વસ્તુ પરમાત્મા અને તેમનો નમસ્કાર. (૧) નમવું એટલે પરિણમવું. (૨) પરિણમવું એટલે તદાકાર ઉપયોગે પરિણમવું-તત્ સ્વરૂપ બનવું. (૩) તત્ સ્વરૂપ બનવું એટલે તે રૂપ હોવાનો અનુભવ કરવો. (૪) છેવટે તે રૂપ થઇને સ્થિર રહેવું. નમસ્કાર ભાવની સાધનામાંથી “આત્મ અનુભવ” અને “આત્મરમણતા' એ તેમના જીવનની સિદ્ધિ છે, આત્માના અનંત ઐશ્વર્ય જ્ઞાનાનંદની છોળો તેમનામાં ઉછળતી આપણે જોઇ છે. અધ્યાત્મ ક્ષેત્રમાં સાધકો માટે આત્મ અનુભવ સુધી પહોંચવા માટે આલંબન જોઇએ, સહાયક તત્ત્વ જોઇએ. અધ્યાત્મ ક્ષેત્રમાં ગુરુનું આલંબન પ્રાપ્ત થયું મા સૌભાગ્ય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ક્ષેત્રમાં ગુરુ બહુ બુદ્ધિમાન જોઇએ તેવું જરૂરી નથી. વ્યવહારિક શિક્ષણના વિષયમાં ગુરુ બુદ્ધિમાન હોય તેટલું ચાલી શકે. પણ અધ્યાત્મ ક્ષેત્રમાં માત્ર બુદ્ધિમાન ગુરુ હોય તેટલું ચાલી ન શકે જે બુદ્ધિની સીમા ઓળંગીને પ્રજ્ઞાની સીમામાં પ્રવેશી ચૂક્યા હોય તેવા ગુરુની જરૂર છે. બુદ્ધિ વિભાગ પાડે છે. પ્રિય-અપ્રિય, અનુકૂળ-પ્રતિકૂળ, સુખ-દુઃખ,....વિગેરે, પ્રજ્ઞામાં પસંદગી નથી. પ્રજ્ઞામાં સમતા પ્રતિષ્ઠિત હોય છે. પ્રજ્ઞામાં પ્રિય અપ્રિયનો ભેદ નથી. જ્ઞાતા દૃષ્ટાભાવ હોય છે. સમત્વભાવ હોય છે. શ્રુત જ્ઞાનની ભૂમિકા ઉપરથી જેમની ચેતના અનુભવની ભૂમિકા ઉપર પહોંચી છે તેવા સદ્ગુરુ પૂ. પં. ભદ્રંકરવિજયજીના સાન્નિધ્યમાંથી પ્રાપ્ત થયેલો રસથાળ આ ગ્રંથમાં રજૂ થાય છે. પરમાત્માના સમર્પણ દ્વારા ગુરુએ પરમાત્મા સાથે તાદાભ્ય સાધ્યું હોય છે. ગુરુ મહારાજ જનાજ્ઞા મુજબની ચૈતન્યની મહાયાત્રાના સાધક આત્મા છે. તે શિષ્યને ચૈતન્યની મહાયાત્રાના સહયાત્રી બનાવે છે. શિષ્યને પરમાત્મા સાથે સંબંધ સાંધી આપે છે. તે દ્વારા શિષ્ય ચૈતન્યની મહાયાત્રામાં ક્રમસર આગળ વધે છે. આવા ગુરુ પ્રત્યેના સમર્પણ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. નિજ આત્માના અનુભવરસનું સંવેદન, અનુભવન થાય છે. આ કાળના “આનંદઘન પૂજ્ય ગુરુ મહારાજના સાનિધ્યમાં ઉત્પન્ન થયેલી પરમ પાવનકારી ચૈતન્યની ભાવયાત્રાના અમૃતપાનમાં આપણે પ્રવેશી રહ્યા છીએ. આવો, આવો, અધ્યાત્મરસના સહયાત્રીઓ ! આપણે એ અમૃતનું આકંઠ પાન કરી જીવન પવિત્ર બનાવીએ. પરમાત્માનું શરણ લઇ, પરમાત્મામાં તન્મય બની આત્મ અનુભવની મંઝિલ સુધી પહોંચી આનંદરસ વેદના અનુભવ કરીએ. પધારો.... આત્મરસના સહયાત્રીઓ પધારો... ગુરૂપ્રસાદીરૂપ મહાલક્ષ્મી તમારા સ્વાગત માટે વરમાળા લઈ ઉપસ્થિત છે. આ ગ્રંથમાં જે કાંઇ લખાય છે તેમાં જનાજ્ઞા અનુરૂપ છે તે સર્વ ગુરુ ભગવંતનું છે. જે કાંઇ ભૂલ હોય તે મારા છદ્મસ્થપણાના કારણે છે. તે માટે ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ લિ. બાબુ કડીવાળાના ભાવપૂર્વકના વંદન | પ્રણામ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન આપનું ઊષ્માભર્યું સ્વાગત કરતાં મારું હૃદય આનંદથી પુલક્તિ બન્ને છે. આપના હાથમાં આ છઠ્ઠું પુસ્તક મૂકતાં આનંદ અનુભવાય છે. (૧) જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર. - (૨) શ્રીપાલ અને મયણાનાં આધ્યાત્મિક જીવન રહસ્યો. (૩) સાલંબન ધ્યાનના પ્રયોગો - (૩૪ પ્રયોગો) (૪) જવલંત સફળતાની ચાવી. (૫) આત્મ સાક્ષાત્કારની અનુભવ પ્રક્રિયા. આ પાંચ પુસ્તકોના વાંચન અભ્યાસ અને સાધના દ્વારા આપને પરમાત્માની અચિંત્ય, અનંત શકિતનો પરિચય અને અનુભવ થયો હશે. પરમાત્માની કરૂણા, પરમાત્માનો દિવ્ય પ્રેમ અને અદ્ભૂત કૃપા પર તમારી શ્રદ્ધા કેન્દ્રિત થઇ હશે. પરમાત્માના ધ્યાન દ્વારા દિવ્ય શકિતઓ, અવ્યાબાધ સુખ, અનર્ગળ આનંદ અને ગુણસમૃદ્ધિના ખજાના સ્વરૂપ તમારા આત્માની ઓળખાણ, શ્રદ્ધા, સભાનતા, પ્રતીતિ અને કિંચિત્ અનુભવ આપને થયો હશે. સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી, મોક્ષપર્યંતની સર્વસંપત્તિઓ, સિદ્ધિઓ, લક્ષ્મીઓ અને શકિતઓ તમારા કંઠમાં વરમાળા આરોપણ કરવા તત્પર ઊભી છે. પધારો... ! અમે આપનું હાર્દિક અને ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ. પં. ભદ્રંકરવિજયજીના સાન્નિધ્યની દિવ્ય પળો. આ દિવ્ય ગ્રંથ આપની સમક્ષ રજૂ કરતાં અપૂર્વ આનંદ અનુભવાય છે. આ ગ્રંથમાં ચાર મુખ્ય વિભાગ છે. બાર નવકારથી શરૂ કરીને આત્મસાક્ષાત્કાર સુધીની પ્રક્રિયાઓ જે ગુરુપ્રસાદી રૂપે ઉપલબ્ધ થઇ તે સામગ્રીથી સમૃદ્ધ આ ગ્રંથનો પહેલો ભાગ છે. ગુરુ ભગવંતના ઉપકારોનું ઋણ તો ચૂકવી શકાતું નથી છતાં ગુરુ પ્રત્યેના કૃતજ્ઞતાભાવથી આ વિભાગ રજુ કરતાં હૃદય કૃતજ્ઞભાવથી વધારે ભીનું બને છે. આકાશમાં ઉડી રહેલું એરોપ્લેન જેને કંટ્રોલ ટાવર સાથે સંપર્ક ગુમાવી દીધો છે તેવા આપણે છીએ. આપણા મૂળ શ્રોત પરમાત્મા સાથેનો આપણો સંપર્ક ગુમાવી આપણે વિખુટા પડી ગયા છીએ. તેનું અનુસંધાન કરવા માટે પરમાત્મ પ્રેમનો મધુર આસ્વાદ આ ગ્રંથનો બીજો ભાગ છે. પરમાત્મ પ્રેમનો આસ્વાદ જગતનું સર્વશ્રેષ્ઠ અમૃત છે. તેનું પાન કરી આપણે અજર અમર Page #15 -------------------------------------------------------------------------- ________________ બનીએ તેવી ગુરુ ભગવંતની શુભ ભાવના આપણા માટે વરસી રહી છે. પરમાત્મા સાથે પ્રેમ કરવા માટેના પૂ. ગુરુ મહારાજે વ્યકત કરેલા દિવ્ય ભાવો આ વિભાગમાં છે, તેનો અભ્યાસ કરી પ્રભુ પ્રેમમાં ખોવાઇ જવું. જીવનનો સૌથી મધુર રસ પ્રભુપ્રેમનો રસ છે. તેનો અનુભવ કરવો. આ ગ્રંથના ત્રીજા ભાગમાં આવતા જન્મ માટેનું દિવ્ય પ્લાનીંગ છે. ‘કર્મ લઇ જાય ત્યાં જવું' આવી પરતંત્રતા અને પરાધીનતા કાંઇ બુદ્ધિમાન મનુષ્ય પસંદ નહી કરે. આવતા જન્મ માટે વિશ્વનું સર્વોત્તમ સ્થળ - વિહરમાન તીર્થંકર વિચરી રહ્યા હોય ત્યાં આવતા જન્મમાં પહોંચવા માટેની દિવ્ય પ્રક્રિયારૂપ ગુરુ પ્રસાદી આ વિભાગમાં છે. શ્રી દેવચંદ્ર મહારાજ જે લગભગ ૨૦૦ વર્ષ પહેલાં અહીં થઇ ગયા તે અત્યારે મહાવિદેહમાં કેવલજ્ઞાનીરૂપે વિચારે છે, ગુરુ પ્રસાદી આ વિભાગમાં છે. તેમનો પરમાત્મ પ્રેમ તેમને સાક્ષાત્ પ્રભુ પાસે લઇ ગયો. તે ગાય છે. : મનમોહન જીનવરજી મુજને અનુભવ પ્યાલો દીધો રે પૂર્ણાનંદ અક્ષય અવિચલ રસ ભક્તિ પવિત્ર થઇ પીધો રે આજ ગઇતી હું સમવસરણમાં જીન વચનામૃત પીવા રે. આવા પ્રભુપ્રેમી અનુભવજ્ઞાની મહાત્મા મહાવિદેહમાં પ્રભુ પાસે ન જાય તો બીજે ક્યાં જાય ? પરમાત્મા પ્રત્યેનો તેમનો દિવ્ય પ્રેમ તેમને કેવળજ્ઞાન લક્ષ્મીના ભોકતા બનાવે તે માટે તો જિનશાસનનું અસ્તિત્વ છે. આ માર્ગે જવા માટે દિવ્ય પ્રેરણા આ ત્રીજા ભાગમાં છે. ગુરુકૃપાથી મળેલ આ અતિ દિવ્ય પ્રયોગ આપને શીઘ્ર મુકિત અપાવશે તેમાં શંકા કરવી યોગ્ય નથી. આ પ્રયોગ પાછળનું તત્ત્વ તો એ છે કે આ ભવમાં તીર્થંકર સાથેનું દેશ-કાળનું અંતર, સાધન-ધ્યાન દ્વારા તોડી નાખો. સાધના દ્વારા પ્રભુ સાથેનું માનસિક અંતર તોડી નાખો અને માનસિક અંતર તૂટતાં ક્ષેત્રનું ભૌગોલિક અંતર તૂટી જશે. અને સાક્ષાત્ મહાવિદેહમાં ભાવ જિનેશ્વર મળશે. ઉ. યશોવિજયજી મહારાજા પણ ૩૫૦ ગાથાના સ્તવનમાં... મન થકી મિલનમેં તુજ કીયો ચરણ તુજ ભેટવા સાંઇ રે... સ્વામી સિમંધરા તું જયો. Page #16 -------------------------------------------------------------------------- ________________ પહેલાં સાધના દ્વારા મનનું અંતર તૂટે પછી મહાવિદેહ મળે. સાક્ષાત્ ભાવજિનેશ્વરની ચરણકમળની સેવા મળે. ચોથા વિભાગમાં આત્મ સ્વરૂપમાં સ્થિરતા વખતે જે રસનું વેદન, અનુભવન અને ભોગવટો થાય તે માત્ર અનુભવ ગોચર છે. તે દિવ્ય રસની અનુભૂતિ પૂ. ગુરુમહારાજ કરતા હતા તે રસની અભિવ્યકિત તેમના વચનામૃતોમાં જોવા મળતી તેમાંના ૬૩ વચનામૃતો આ વિભાગમાં નોંધ્યા છે. આ વચનામૃતો આપણા મનોમાલિન્યને દૂર કરી પરમાત્મ સ્વરૂપ સુધી પહોંચાડશે. અનુભવનું શબ્દ વર્ણન શકય નથી છતાં તેમની પાસેથી સાંભળેલ તેમને પોતે નોંધેલ તેનો સાર ભાગ અહીં લીધો છે. તેમની હસ્તલિખિત ઝેરોક્ષ જોતાં તો આ૫ આનંદવિભોર થઇ નાચી ઉઠશો. સને ૧૯૬૦ના ગુરૂમહારાજના પત્રો આપને ગુરૂશકિતનો પરિચય કરાવશે. આવો દિવ્યગ્રંથ આપની સમક્ષ રજૂ કરતાં અપૂર્વ આનંદ અનુભવાય છે. આ પ્રસંગે આપનું હાર્દિક અને ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ. આધ્યાત્મિક સંશોધન અને ધ્યાન કેન્દ્ર તરફથી વિમલ અશોક બાબુભાઇ કડીવાળાના સપ્રેમ વંદન | પ્રણામ પ. પૂ. અધ્યાત્મમૂર્તિ સૂક્ષ્મતત્ત્વચિંતક પંન્યાસશ્રી ભદ્રંક્ર વિજયજી ગણીવરનો સંક્ષિપ્ત જીવન પરિચય જન્મ : વિ. સં. ૧૯૫૯ માગશર સુદ ૩ પાટણ દીક્ષા : વિ. સં. ૧૯૮૭ કારતક વદ ૩ મુંબઇ-ભાયખલા પન્યાસપદ : વિ. સં. ૨૦૦૭ મહા સુદ ૧૨ પાલીતાણા સ્વર્ગવાસ : વિ. સં. ૨૦૩૬ વૈશાખ સુદ ૧૪ પાટણ દીક્ષા પર્યાય : ૫૦ વર્ષ કુલ પૂજ્યશ્રીએ ૪૩ ગ્રંથોની રચના કરી છે તે વાંચવા મુમુક્ષુઓને મારી ભલામણ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ગુરુ માતાને પ્રાર્થના ઐસા ચિદૂસ દીયો ગુરુમૈયા, પ્રભુ સે અભેદ હો જાઉં મેં. સબ અંધકાર મીટા દો ગુરુમૈયા, સમ્યગૂ દર્શન પાઉં મેં. ઐસા ૧ પ્રભુ સ્વરૂપ હૈ અગમ અગોચર કહો કૈસે ઉસે પાઉં મેં. કરો કૃપા કરૂણારસ સિન્ધ મેં બાલક અજ્ઞાની હું ... એસા રે શિવરસ ધારા વરસાઓ ગુરુમૈયા, સ્વાર્થ વ્યાધિ મીટાઓ રે સવિ જીવ કરું શાસન રસીયા ઐસી ભાવના ઉરમાં ભર દો રે... ઐસા... ૩ સિધ્ધરસ ધારા વરસાઓ ગુરુમૈયા, પરમાત્મ કો પાઉં મેં આનંદરસ વેદન કરકે ગુરુ જી, પરમાનંદ પદ પાઉં મેં.. ઐસા...૪ વિશ્વલ્યાણી પ્યારી ગુરુ મૈયા તેરી કૃપામેં ખો જાઉં મેં દો ઐસા વરદાન ગુરુજી તેરા ગુણ ગાઉ મેં. ઐસા...૫ હો ! ગુરુમૈયા કૃપા કરીને (૧) ચિસ એટલે જ્ઞાન રસ (૨) શિવરસ એટલે સર્વ જીવોના કલ્યાણનો રસ (૩) સિધ્ધરસ - સિધ્ધ પદનો રસ આત્મ સ્વરૂપનો રસ, આત્મ અનુભવ ૨૨ વરસાવો - મારા અંદર આ રસ પૂરજો જેથી (૧) અજ્ઞાનનો અંધકાર નષ્ટ થઇ સમ્યગુ દર્શન પ્રગટે (૨) સર્વકલ્યાણનો રસ જેનાથી સ્વાર્થનો કારમો વ્યાધિ નષ્ટ થાય. સવિ જીવ કરું શાસન રસીની ભાવના પ્રગટે (૩) સિધ્ધરસ આત્મરસ જેનાથી પરમાત્માની પ્રાપ્તિ થાય અને આત્મ અનુભવ પ્રગટે. આત્માના આનંદરસનું વેદન-અનુભવ ન થાય.પાંચમી કડીમાં ગુરુમહારાજ પાસે વરદાન માંગ્યું કે તમારા કહેલા અને મૌન દ્વારાં તમે આપેલા ભાવોનું સ્મરણ ગુણગાન કરી શકું એવી કૃપા કરો. ગુરૂમાતાને પ્રાર્થના કરી ગ્રંથની મંગળ શરૂઆત થાય છે. - લિ. સેવક બાબુભાઈ કડીવાળાનાં કોટી કોટી વંદન Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧ આમુખ - પૂ.પં. ભદ્રંકરવિજયજીનું તમે દર્શન કરો ત્યારે એટલું તો જરૂર લાગે કે આ મહાપુરુષને શાસ્ત્રમાંથી આત્માનો અનુભવ શું છે તે સમજાયું છે. આત્માના અનુભવની વાત તે કરે છે. આત્માના અનુભવનો પ્રકાશ તેમની દિવ્ય વાણીમાં ચમકે છે. પણ જ્યારે તેમની નિક્ટમાં આવો અને જ્યારે તમે તેમના હ્રદયની ભાષાને સમજો ત્યારે લાગે કે ``આ મદ્યપુરુષે અમૃત પીધું છે. અનુભવ દર્શન પીજીએ......... આતમ જ્ઞાનકો સરસ સુધારસ આત્માનુભવ રૂપ સુધારસ અમૃતનો આ મહાપુરુષ જીવનમાં આસ્વાદ કરે છે તેવું સમજાય. અનુભવની વાત અનુભવી જ સમજે છે. આત્મ સાક્ષાત્કાર જીવનનું પરમ લક્ષ્યાંક છે એવો જેને ખ્યાલ નથી તે બાહ્ય ચમત્કાર જોવા યોગીઓ પાસે આવે છે. પોતાના દુ:ખમાં યોગીઓ રસ લે તે માટે આવે છે. પોતાના દુઃખના નિવારણ માટે આવે છે. પોતે જ `અહંથી' ભરાયેલો હોય તેમાં યોગી જગ્યા વગર શું ભરે? જે સાંભળવાના બદલામાં સંભળાવવા આવતા હોય તેને શું મળે? જે પોતાની જાતને શૂન્ય માને, અજ્ઞાની માનીને તત્ત્વ જિજ્ઞાસાથી આવે તેને પોતાના જીવન વિકાસ માટે પરમ તત્ત્વની પ્રાપ્તિની કળા સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે જ. પૂ.પં. ભદ્રંકર વિજયજીનો પર્યાયવાચી શબ્દ છે- અનુભવનું ઊંડાણ. તેમની ચમકારા મારતી પ્રજ્ઞા તેમની પાસે આવનારને સંતોષ પમાડે. તેમની વાણીમાં અનુભવનો પરિમલ મહેંકે, હ્રદયમાંથી અનુભવજ્ઞાનનો રસ ઝરે. શાસ્ત્રની તેમની વફાદારી અતિ અદ્ભુત! પોતે અનુભવ દ્વારા અને ચિંતનમાંથી જે રત્નો મેળવે તેના જ્યારે શાસ્ત્ર આધારો મળે ત્યારે તે તેનો સ્વીકાર કરે, અને ત્યારે જ પ્રાપ્ત થયેલાં રત્નોને મુમુક્ષુ પાસે પ્રકાશિત કરે. શાસ્ત્ર આધારે જ સત્યનો નિર્ણય કરતા. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ સદા તેમના હૃદયને ભીંજવે અને પરમાત્માના ધ્યાનમાં મળેલાં દિવ્ય રત્નો તે પ્રકાશિત કરે ત્યારે તેમની આંખોમાંથી તેજ નીકળે, મુખ ઉપર સ્મિત ફરકે, વાણીમાંથી અમૃત વરસે. સાંભળનારને પણ પરમાત્મા પ્રત્યે ભકિત પ્રગટે, પરમાત્મ પ્રાપ્તિ માટે તેની ચેતના ઉલ્લસિત બનીને પરમાત્માના Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રેમમાં લીન બનતી આવું તો આપણે ઘણી વખત અનુભવ્યું છે. તેઓ પ્રાણી માત્રના કલ્યાણની ભાવનાના મધુર રસનો નિરંતર આસ્વાદ કરતા. અને વિશ્વપ્રેમની વાત કરતા ત્યારે તેમની આંખોમાંથી સમગ્ર જીવ સૃષ્ટિને છલોછલ ભરી દેતો પ્રેમ પ્રવાહ નીકળતો અને તેમના દયાભીના કરુણાર્દ્ર હૃદયમાંથી નીકળતો તે પ્રેમપ્રવાહ મુમુક્ષુઓના હૃદયને ભેદી નાંખે, મુમુક્ષુઓના સ્વાર્થના કારમા વ્યાધિનો નાશ કરી નાંખે. તેમણે સિદ્ધ કરેલો મંત્ર 'નમસ્કાર મંત્ર' ની વાત કરે ત્યારે જ્ઞાનગંગાનો પ્રવાહ તેમના હૃદયમાંથી નીકળીને મુમુક્ષઓને પવિત્ર કરી દેતો. અહંકારને નાશ કરવાનો મંત્ર નવકાર મંત્ર છે. અહંકાર શૂન્યતા તેમના જીવનનો મહાન સદ્ગુણ કોઇ વખત તે મર્મભેદી વાગ્બાણથી સાંભળનારના હૃદયને વીંધી નાખતા. સાંભળનારને વાગ્બાણ વાગે ત્યારે થોડી પીડા થાય, 'અહં'ના કોચલામાં પૂરાયેલાને આ વાગ્બાણ સહન કરવું જરા અઘરૂં લાગે પણ આ વાાણ ગુરુ પ્રસાદી સમજી, જેણે આવકાર્યું તેને નમસ્કારનો રસાસ્વાદ મળ્યો. તલવારનો ઝાટકો પડે ત્યારે લોહી નીકળે, તેમ પ્રત્યેક નમસ્કારે જીવની મોહનીયકર્મની પ્રકૃતિઓ ૫૨ ઘા પડે. જેમ જેમ નમસ્કાર ભાવનો ધારદાર ઘા મોહનીય કર્મ ઉપર પડે, તેમ તેમ મોહનીય કર્મ ઉપર ઘાની ઊંડાઈ વધે અને તેમાંથી આત્માના અનુભવનો પદ્મ રસ નીકળે. આપણા અહંકારને વીંધી નાખતા સદ્ગુરુની વાણીના ઘા સહન કરવાની શકિત જેણે કેળવી તે નમસ્કારભાવ દ્વારા પ્રગટ થતા અનુભવરસનો આસ્વાદ માણી શક્યા. 'અહં'નું કોચલું જેનું તૂટયું, તે ભીતરમાં બેઠેલા “અર્ધું” નો રસાસ્વાદ માણી શકયા. તે હંમેશાં કહેતા કે પરમાત્મ તત્ત્વ અનુભવગમ્ય છે. અનુભવ સિવાય તે સમજાય નહિ. બુદ્ધિથી, શબ્દોથી અને તર્કથી જે પરમાત્મતત્ત્વ સમજવા આવે તેને પણ સમજાય તેવી તેમની વાત્સલ્યભરી મધુર વાણી હતી. પણ બુદ્ધિની કસરત કરી, ઉત્તર-પ્રત્યુત્તર કરીને માત્ર બુદ્ધિ અને શબ્દોથી જે સમજવા આવે તે કરુણાભાવવાળા સંતો,``કોઈક દિવસ તેને સમજાશે” તેવો કરુણાભાવ આપે. પણ મન, બુદ્ધિ, તર્ક અને શબ્દથી પર પરમાત્માના અમૃતમય સ્વરૂપને જિજ્ઞાસાપૂર્વક ગ્રહણ કરવા જેણે પોતાના હૃદયને ગ્રહણશીલ બનાવ્યું, તેના હૃદયમાં પરમાત્મા બિરાજમાન થઈ ગયા. તેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો. પ્રભુના મધુર રસનું તેન્દ્ર પાન કરવા મળ્યું. સંસારનું પરિભ્રમણ કરતાં વને જ્યારે પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ પ્રગટ Page #20 -------------------------------------------------------------------------- ________________ થાય છે ત્યારે તેનો મોક્ષ માર્ગનો ઝડપથી વિકાસ થાય છે. જેને પોતાની જાત સિવાય બીજાનો વિચાર કરવામાં કષ્ટ પડે, તેને મૈત્રી પરિણમાવવી અઘરી પડે પણ ભગવાન એવા કૃપાળુ છે કે સંસાર પરિભ્રમણ કરતાં કરતાં તેને યોગ્ય સમયે પ્રભુ કૃપાથી મૈત્રીભાવ મોક્ષમાર્ગમાં અનિવાર્ય છે તેવું સમજાય છે ત્યારે તે મોક્ષ માર્ગના અધિકારી બને છે. પ્રભુની કરુણાની વાસ્તવિકતા સમજાવતાં તે કહેતા - પ્રભુની કરુણાને જે ઔપચારિક માને તેને ઔપચારિક જેટલો લાભ મળે. પ્રભુની કરુણા જેવું કોઈ તત્ત્વ નથી તેવું માને તેના માટે તો પ્રભુની કરુણા જેવું કોઈ તત્ત્વ નથી. પ્રભુની કરુણાને વાસ્તવિક સત્ય માનીને પોતાના હૃદયમાં જે મુમુક્ષુ કરુણાને ઝીલવા તત્પર રહે, તેના જીવનમાં પ્રભુની કરુણા સક્રિય રૂપે કાર્યશીલ થાય છે અને કાર્યશીલ બનેલ કરુણાના પ્રભાવે તે સામાન્ય મનુષ્યમાંથી મહામાનવ બને છે, વામનમાંથી વિરાટ બને છે. શાસ્ત્રના ઊંડાણમાં જે જાય છે તેને શાસ્ત્રના પ્રણેતા પરમાત્માનો અધિક રસ અનુભવાય છે. જિન પ્રવચનનું અધ્યયન તેના પ્રણેતા અરિહંત પરમાત્માને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવા માટે કરવાનું છે. એટલા માટે તો નવકારને ચૌદ પૂર્વનો સાર કહ્યો છે. ચૌદ પૂર્વનો સાર શુદ્ધ આત્મ ચૈતન્ય" છે. નવકારમાં શુદ્ધ આત્મચૈતન્યને નમસ્કાર કરવા દ્વારા, શુદ્ધ આત્મ ચૈતન્યનો સાધકને અનુભવ થાય છે. શાસ્ત્રના પરમાર્થ રૂપ આ ટંકશાળી અનુભવ વચન તેમની પાસેથી સાંભળીને ઘણા ઉત્તમ આત્માઓ નવકાર નિષ્ઠ બન્યા અને જીવન ધન્ય બનાવ્યું. એકાન્ત વચન જિનશાસનને કદી માન્ય નથી, જિનવાણી નય સાપેક્ષ છે. વ્યવહાર અને નિશ્ચય એ એક રથનાં બે ચક્રો છે. બન્નેની ધરી ઉપર સાધનાનો રથ ચાલે છે. વલોણું કરતી વખતે એક દોરડું ખેંચવાનું અને બીજાને ઢીલું મૂકવાનુંતે રીતે જ વલોણું થાય. વ્યવહાર અને નિશ્ચય વલોણાંની બન્ને દોરી છે. કયા સમયે કયા નયને આગળ કરવો અને કયા નયને ઢીલો મૂકવો (ગૌણ કરવો). તે નિર્ણય દેવ-ગુરુ કૃપાથી જ થઈ શકે છે. વલોણું કરવા એક દોરી ખેંચે અને બીજીને ઢીલી મૂકવી પડે, પણ જો બીજી મૂકી દે તો પણ વલોણું થાય નહીં. એક નયને મુખ્ય કરીને દેશના અપાય, કારણ તે નયની વિવક્ષા છે, પણ બીજા નયથી સાપેક્ષ છે. કારણ કે જિનમતમાં એકાન્ત હોતો નથી. વચન સાપેક્ષ વ્યવહાર સાચો કહ્યો, Page #21 -------------------------------------------------------------------------- ________________ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો. નિશ્ચય દષ્ટિ હૃદય ધરી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે, ભવ સમુદ્રનો પાર. આવી અનેક વાતો તે એટલા માટે કહેતા કે તેમના હૃદયમાં પ્રેમનો ધોધ વહેતો હતો. તેમની પાસે આવનાર મુમુક્ષુ તત્ત્વને પામે, એકાન્તમાં ખેંચાઈ ન જાય, નય સાપેક્ષ વિચારો કેળવે, જીવમાત્ર પ્રત્યે પ્રેમાળ બને, પ્રભુભકિતમાં લીન બની આત્મ કલ્યાણ સાધે તથા અહંકારનું કોચલું તોડી, નમસ્કાર ભાવમાં આવીને પ્રભુના ચરણમાં સમર્પિત થાય. આવા અનેક કરુણાભીના ભાવપૂર્વક તે જ્યારે તત્ત્વનિરૂપણ કરે ત્યારે તેમના વચનમાં પ્રેમ ભરેલો હોવાથી તે સાંભળનાર મુમુક્ષુઓના હૃદયમાં અમૃતનો સંચાર થતો અને શેરડી અને દ્રાક્ષ કરતાં પણ વધુ મીઠાશ અનુભવાતી. સ્વાર્થના બંધિયાર ઓરડામાં પૂરાયેલાને વિશ્વ પ્રેમના આકાશમાં ઉડ્ડયન કરવાનું અઘરું તો જરૂર લાગે; પણ ગુરુકૃપા જેના ઉપર ઉતરે તેને તે સહજ થઈ જાય છે. તેની અવળી મતિ સવળી થઈ જાય છે. તેનો સ્વાર્થ પરમાર્થમાં પલટાય છે. તેનો અહંકાર નમસ્કારમાં પલટાય છે. તેની નબળાઈઓ નમ્રતામાં પલટાય છે. વાસનાઓ ભાવનામાં રૂપાન્તર પામે છે. તેનો “અહં” “અહ” માં પલટાય છે. જેને ગુફપા મળી છે તેનામાં ઈચ્છાઓનું ઉર્ધ્વગમન થાય છે, સત્યનું સંશોધન થાય છે, અનંતના આશીર્વાદ મળે છે, પૂર્ણતાનો પરમાનંદ પ્રગટે છે. ગુરુકૃપાથી આપત્તિઓનું અવમૂલ્યન, ચિત્તાનું ચૂરણ, સૌભાગ્યની સંપ્રાપ્તિ, આત્મસિદ્ધિનું આયોજન અને અવિનાશીપણાનો આદર્શ પ્રાપ્ત થાય છે. જ્યારે જીવનમાં સદ્ગુરુની કૃપા મળે છે, ત્યારે ક્ષણિક આનંદ અને સુદ્ર રમતોમાં રમતો જીવ વૃત્તિઓનું ઉદ્ઘકરણ કરીને શાશ્વત આનંદને જાણે છે અને માણે છે. શિષ્યનું અહંકારનું કાળું ઢાંકણ સદ્ગુરુ હઠાવીને આતમનાં અજવાળામાં સાધકને મગ્ન બનાવી દે છે. પૂજ્ય ગુરુ મહારાજના નેત્રમાંથી એક જાતની નિર્મળ શાન્તિ ઝરે છે, જેના દર્શનથી સાધકો પરમ શાંતિને અનુભવે છે, અને નેત્રમાંથી પ્રગટ થતા દિવ્ય તેજના વિદ્યુત પ્રવાહો પ્રભુ પ્રેમનો સાધકમાં ઊછાળો લાવે છે અને પ્રભુપ્રેમનો પરમ રસામૃતનો અનુભવ કરાવે છે. તે સમયે પરમાત્માના પરમ સૌંદર્યનો સાધકના અંતરમાં સંચાર થવા લાગે છે. ગરપા-સર્વ અશક્યોના માથે પગ મૂકે તેવી અમોઘ શકિતથી સાધકને ભરી દે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ગુરુકૃપાથી મનનો મેલ ધોવાઈ જાય છે અને ગુરુના હૃદયમાં રહેલું વાત્સલ્ય રસનું અમૃત શિષ્યને અનુભવના ઊંડાણમાં લઈ જાય છે. આવા સગરનો મેળાપ કોઈ અકસ્માત રૂ૫ થતો નથી તેની પાછળ કાર્યકારણની લાંબી સાંકળ હોય છે, જે જ્ઞાની જ જાણે છે. - પૂજ્ય ગુરુ મહારાજની અંતરની વીણામાં જ્યારે અરિહંતનું સુરીલું મધુર સંગીત વાગતું ત્યારે આપણા આત્માનો મોરલો ડોલવા લાગતો અને તેમના હૃદયમાં ગુંજી રહેલું અરિહંતનું સંગીત જ્યારે વાણી દ્વારા પ્રકાશિત થતું ત્યારે અરિહંતના પ્રેમની ઝણઝણાટી (Romance) સાધકોના હૃદયને સ્પર્શી જતી. ગુરુ ભગવંતના મુખ ઉપર પરમાત્મ પ્રેમનું તેજ વિલસી રહ્યું હતું, તેના દર્શન કરનાર પ્રશાંત આનંદમાં સરી જતા. તેમની આંતર પ્રજ્ઞાની વિલક્ષણ અવસ્થાને તો તેમના ચરણમાં બેસનારા સારી રીતે સમજતા હતા. આવી આંતરપ્રજ્ઞા તો જીવનભરની સાધનાથી પ્રાપ્ત થાય છે. આવી આંતર પ્રજ્ઞાના કારણે ગુરુમહારાજના અતીન્દ્રિય જ્ઞાનનાં બારણાં ખુલી ગયેલાં અને શાસ્ત્ર પ્રકાશના અજવાળે જ્યારે તેમના અંતરના અજવાળાં ઝગઝગતા ત્યારે તેમના નયનોમાં લહેરાતો અમૃત સાગર અમારા જેવા સેવકોના અનુભવમાં આવેલો. મૈત્રીભાવ ભર્યું તેમનું હૃદય કોઇ વખત અમૃતથી છલકાઇ જાય ત્યારે પોતાના અલગ વ્યકિતત્વના કોચલામાં પૂરાયેલી સાધકની ચેતના જાગૃત થઇ જીવસૃષ્ટિમાં વિચરવા લાગતી અને ગુરુ ભગવંત સમષ્ટિના અનંત ભાવોમાં ડૂબી જતા. બે કાંઠા વચ્ચે નદીના નીર ન સમાય અને પૂર આવે અને ચારે કોર પાણી ઊભરાય તેમ પૂ. ગુરુમહારાજનો વિશ્વપ્રેમનો પ્રચંડ પ્રવાહ અમર્યાદિત અવસ્થામાં સલ જીવ સૃષ્ટિને સ્પર્શી જતો તે સમયે અરિહંતનું હૃદય શું છે તે સહજભાવે સમજાતું. જો શક્તિ મળે તો જીવસૃષ્ટિને જિનશાસન પમાડવા શું નું શું કરી નાંખે તેવા ગુરુ હૃદયના રસભર્યા અમૃતનું દર્શન સાચા મુમુક્ષુને થતું. - શારીરિક અતિ કષ્ટભરી તેમની છેલ્લી અવસ્થામાં પણ તેમના દર્શનાર્થેવંદનાર્થે આવનાર મુમુક્ષુને સમગ્ર તત્ત્વના સારને સમાવી લેતા થોડાં વાક્યો કે શબ્દોમાં જિનશાસનનો સાર સમજાવી દેતા. વાણી ન ચાલે તેવી તેમની શારીરિક અવસ્થાના સમયે તેમના નેત્રમાંથી વહેતી કરૂણા દ્વારા મુમુક્ષુઓને અરિહંતની કરુણાનો સ્પર્શ કરાવતા અને અંતરના તેમના મૂક આશીર્વાદથી દર્શનાર્થે આવનારનું દુઃખ દૂર થઈ જતું તેવું અમે નજરે જોયું છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ જ્યારે ગુરુકૃપા મન મૂકીને વરસે ત્યારે સાધકોનાં હૃદય અમૃતથી છલોછલ ભરાઈ જતાં. જ્યારે તેમની સાધનાના અનુભવને દર્શાવનારૂં સત્ય શાસ્ત્રમાંથી મળે ત્યારે તેમના મુખ ઉપર પ્રસન્નતાનું સ્મિત ફરકી જતું. જિનકથિત માર્ગે આત્મસ્વરૂપનું દર્શન કરવું અને અનંત જીવરાશિના કલ્યાણનો ભાવ કરવો આ બન્ને તેમના જીવનનાં રહસ્યો હતો. અને આ બન્ને રહસ્યો સાધના દ્વારા સર્વોત્તમ ભાવો પ્રગટ કરે, ત્યારે ગુરુવાણીને સાંભળનારા મુમુક્ષુને હૃદયમાં પરમાત્મ ભાવની પ્રતિષ્ઠા થાય તે સહજ સ્વાભાવિક છે. • ટૂંકમાં પ.પૂ. પંન્યાસજી મહારાજના હૃધ્યમાં રહેલી પ્રેમની ગંગોત્રીમાંથી વહેતો પ્રેમ પ્રવાહ જ્યારે ભાવ સ્વરૂપ ધારણ કરે ત્યારે તે ગંગોત્રી પ્રેમની મહાગંગા રૂપ બનીને જગતના જીવોને પ્રેમગંગામાં સ્નાન કરાવે અને આ પ્રેમગંગા અનંત જીવરાશિના કલ્યાણની ભાવના યાને “સવિ જીવ કરૂં શાસન રસી” ભાવના સ્વરૂપ બનીને વિશ્વમાં ચાલી રહેલા - નિગોદમાંથી નીકળીને જગતના જીવોને મોક્ષ તરફ ખેંચી જતા અતિ પવિત્ર મધુરરસ ભર્યા મહાસાગરમાં ભળી જાય તે સમયે તીર્થકરત્વને લાયક આત્માઓ વિશ્વના તખ્તા ઉપર ઉપસી આવે છે તે સહજ સ્વાભાવિક છે. સમગ્ર જીવરાશિ ઉપર વરસી રહેલી સ્વયંભૂરમણ સમુદ્ર"ની સ્પર્ધા કરે તેવી અરિહંતોની કરુણાને યોગ્ય આત્માઓ ઝીલે છે અને આ કરુણાને ઝીલતાં ઝીલતાં અનેક આત્માઓ સમ્યગ દર્શન પામે છે. સમ્યગુદૃષ્ટિ આત્માઓ દેશ વિરતિ અને સર્વ વિરતિ પામે છે. કોઈ વિરતિધર આત્માઓ અપ્રમત્ત ભાવ સાધે છે. અપ્રમત્ત મુનિઓ ક્ષપકશ્રેણી આરોહણ કરે છે, ઘનઘાતિ કર્મોનો નાશ કરી કૈવલ્ય સાધે છે. આવી તીર્થકરોની પવિત્ર ભાવનાનું સંતોના હૃદયમાં પ્રત્યક્ષ દર્શન થાય છે. આવા સંતો પરમાત્માના સાચા સંદેશ વાહક છે. આ અનાદિ અનંત વિશ્વને મોક્ષ તરફ લઈ જતા પવિત્ર પ્રવાહને પંચમ કાળમાં જોવો હોય તો આવા સંતોના હૃદયમાં તેનું દર્શન થઈ શકે. તે માટેના ચક્ષુ હોય તેને આવું દર્શન અવશ્ય થાય. તીર્થકરોની કરુણા જેને સ્પર્શી હોય તે મનુષ્ય આવા શાશ્વત જ્યોતના વાહક સમા તીર્થંકરના પ્રતિનિધિને ઓળખી શકે છે. આવા મહાપુરુષોનું જીવન સદ્ગણોના નંદનવન સમું હોય છે. આ નંદનવનના પુષ્પોના પરિમલથી આપણે સૌ પવિત્ર બનીએ. Page #24 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: ॐ ह्रीं क्लीं ब्लीं श्री हसकल ह्रीं ऐं नमः । જૈન શાસનની કોઈપણ વાર્તાનો અંત દીક્ષા લઈ, કેવળજ્ઞાન પામી, મોક્ષ ગયા અથવા તો આવતા જન્મમાં મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, દીક્ષા લઈ, કેવળ જ્ઞાન પામી મોક્ષે જશે તે રીતે જ આવે છે. ઘણા પૈસા મેળવ્યા, લગ્ન કર્યું, રાજપાટ મેળવ્યું અને ખાધું, પીધું ને મોજ કરી". આવો અંત જૈનદર્શનની વાર્તાનો કદી હોઈ શકે નહિ. આવી વાર્તા તો બાળકોની રમતનાં માટીનાં ઘર જેવી અથવા સંધ્યાકાળના ગાંધર્વ નગરો જેવી અથવા તો વર્ષા ઋતુના મેઘધનુષ્ય જેવી ગણાય. આપણી પોતાની જ વાર્તા અનંત કાળથી લખાય છે; તેનો અંત મોક્ષે પહોંચીએ ત્યારે જ આવે. આપણા આ ગ્રંથમાં પૂ. ગુરુમહારાજ અને મુમુક્ષુ સાધક બે પાત્રો છે. તત્ત્વદષ્ટિથી “ગુરુપદ' એ જ ગુરુ મહારાજ અને મુમુક્ષુ સાધક (વાંચનારે દરેકે પોતાની જાતને આ પાત્રમાં મૂકવી.) વ્યવહાર દષ્ટિથી પૂ.ગુરુ મહારાજ એટલે પૂ.પં. ભદ્રંકર વિજયજી મહારાજ અને સાધક એટલે બાબુ કડીવાળો. આપણી આ કહાનીના મુખ્ય સૂત્રધાર અરિહંત પરમાત્મા છે. તેમના બે કાર્ય છે. (૧) માર્ગદર્શક (ડાયરેકશન આપવું.) બનવું. (૨) અને અરિહંત પરમાત્મા પોતે જ માર્ગરૂપ છે, મારૂપ બની સાધકને પરમાનંદ ચખાડવો. સાધના માર્ગમાં ગુરુ દ્વારા માર્ગદર્શન મળે છે. ગુરુમહારાજ અરિહંત પરમાત્માના પ્રતિનિધિ છે. તીર્થકરોના પ્રેમ અને કરુણાના જીવંત પાત્ર છે. તેમના હૈયામાંથી વહેતું પ્રેમનું ઝરણું સૌને પવિત્ર કરે છે. એમ બીજી રીતે સાધનાના કેન્દ્રસ્થાનમાં પરમાત્મા પોતે જ હોય છે. - શ્રી અરિહંત ભગવંતો કેવળ માર્ગ દર્શાવનાર જ નહિ, સ્વયં માર્ગરૂપ પણ છે. શ્રી અરિહંતોના દર્શન માત્રથી પણ ભવ્ય જંતુઓને મોક્ષમાર્ગની * પ્રાપ્તિ થાય છે. ઉપદેશથી જેમ શ્રી અરિહંતો મોક્ષમાર્ગને આપનારા થાય છે, તેમ ઉપદેશ ઉપરાંત તેઓના દર્શન, પૂજન, સ્તવન અને ધ્યાનાદિથી પણ મોક્ષ અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવનારા થાય છે. શ્રી અરિહંત ભગવંતોની એ વિશેષતા છે. કહ્યું છે કે Page #25 -------------------------------------------------------------------------- ________________ ८ नामाकृतिद्रव्यभावैः, पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥१॥ અર્થ - નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ વડે ત્રણેય જગતને પવિત્ર કરનારા સર્વ ક્ષેત્રના અને સર્વ કાળના શ્રી અરિહંતોની અમે ઉપાસના કરીએ છીએ.૧. શ્રી અરિહંત ભગવંતો ઉપદેશ વડે જ મોક્ષના અને તેના માર્ગના દાતાર છે, એવો એકાન્ત નિયમ શ્રી જૈનશાસનમાં નથી. ઉપદેશ અને આજ્ઞાપાલન વડે જેમ શ્રી અરિહંત ભગવંતો મોક્ષ અને તેના માર્ગની પ્રાપ્તિના હેતુભૂત છે. તેમ તેઓના નામ-સ્મરણાદિ કે આકૃતિના દર્શનાદિ વડે પણ ક્લિષ્ટ કર્મોનો ક્ષય કરાવી મોક્ષની અને તેના માર્ગની પ્રાપ્તિના હેતુભૂત બને છે. શ્રી અરિહંત ભગવંતોનું નામ અને રૂપ જેમ કર્મનો ક્ષયોપશમ કરાવનાર અને માર્ગ પમાડનાર છે, તેમ તેઓનાં દ્રવ્ય અને ભાવ પણ અંતરાયાદિ કર્મોને હઠાવનાર અને જ્ઞાનાદિ ગુણોને પ્રગટાવનાર થાય છે. અહીં દ્રવ્ય એટલે તેઓની પૂર્વોત્તર અવસ્થાઓ; તેનું શ્રવણ, મનન, ચિન્તન. ભાવ એટલે સમવસરણસ્થ ધર્મોપદેશ વખતની ચતુર્મુખ અવસ્થા; તેનું ઘ્યાન, નમન, પૂજન વગેરે સમજવું. શ્રી અરિહંત ભગવંતોની એવી એક પણ અવસ્થા નથી, કે જેનું ઘ્યાન, ચિન્તન કે મનન આદિ ભવ્ય જીવોને મોક્ષની, મોક્ષમાર્ગની કે બોધિબીજની પ્રાપ્તિનો હેતુ ન બને. એમ માર્ગપ્રાપ્તિનું અસાધારણ કારણ હોવાથી અને સ્વયં પણ માર્ગસ્વરૂપ હોવાથી શ્રી અરિહંત ભગવંતો ઉપકારી છે, પૂજ્ય છે અને તે કારણે મોક્ષના અર્થી જીવોને નમસ્કરણીય છે. ક્યું છે કે તાહરું ઘ્યાન તે સમકિત રૂપ, તેહી જ જ્ઞાન ને ચારિત્ર તેહ છે જી; તેહથી જાયે સઘળાં હો પાપ, ઘ્યાતા રે ધ્યેયસ્વરૂપ હોવે પછે જી. - પૂ. ઉ. શ્રી યશોવિજયજી મહારાજ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૯ આપણા આ ગ્રંથનો હેતુ રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન રૂપ ભાવકર્મના બંધનમાંથી અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય - આ ચાર ઘાતી કર્મના બંધનમાંથી મુકિત મેળવવી એટલે કે આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રગટ કરવું તે છે. તે માટેની મુખ્ય સામગ્રી જિનાજ્ઞાનું પાલન છે. તે માટે નમસ્કાર મહામંત્રની આરાધના, નવપદનું ધ્યાન, સિદ્ધચક્રની પૂજા, જીવમાત્રના કલ્યાણની ભાવના આદિ અનેકવિધ જિનકથિત આરાધના અને સામાયિક, પ્રતિક્રમણ આદિ અનેક અનુષ્ઠાનો છે. મોત્ર અાંખ્ય છે નિ કહ્યા, નવપદ મુખ્ય તે જાણો રે એહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણો રે મુમુક્ષુ વાંચકોને ભાવભરી વિનંતી છે કે આ પુસ્તકનો થોડો ભાગ વાંચી કોઈ નિર્ણય ન બાંધવો, આખું પુસ્તક વાંચીને તત્ત્વનો નિર્ણય કરશો તેવી આશા રાખું છું. આ પુસ્તક ચાર વિભાગમાં છે. ભાગ ૧, ૨૦૧૩ના ચૈત્ર સુદ ૧૦ થી પૂ. ગુરૂ મહારાજ (પૂ.પં ભદ્રંકરવિજય મહારાજ) અને સાધક (બાબુ કડીવાળો) વચ્ચે થયેલ વાર્તાલાપ, સાધના તથા અનુભવો છે. માત્ર સાધનાની દ્રષ્ટિએ આ લખેલું છે. જેથી મુમુક્ષુ આત્માઓને સાધનામાં આગળ વધવા માટે પ્રેરણા મળે. જિન આગમ આધારિત અનેક વિચારણા પૂ. ગુરૂ મહારાજ પાસે ચાલતી હતી. તે બધી નોંધ લઇએ તો ગ્રંથ ઘણો મોટો થઈ જાય તેથી તેમાંનો થોડો ભાગ આ જ ગ્રંથમાં ભાગ ચારમાં લીધેલ છે. ભાગ ૨. પરમાત્મ પ્રેમનો મધુર આસ્વાદ. પરમાત્માના પ્રેમ દ્વારા આત્માના અનુભવનો મધુર આસ્વાદ કરવાનું દિવ્ય વર્ણન આ વિભાગમાં છે. (`સાધકની વર્તમાન સ્થિતિનું આલેખન છે.) ભાગ ૩. આ વિભાગમાં આવતા જન્મ માટેનું પૂ. ગુરૂમહારાજે બતાવેલું પ્લાનીંગ અને તે માટેની અદ્ભૂત પ્રક્રિયા છે. ભાગ ૪. ચોથા વિભાગમાં `ગુરૂ વચનામૃતો' `પૂજ્ય ગુરૂ મહારાજે' `સાધક સાથેના વાર્તાલાપમાં કહેલ દિવ્ય તત્ત્વો અને પ્રાપ્ત થયેલ કેટલીક હસ્ત લિખિત ઝેરોક્ષ આ વિભાગમાં ખૂબ જ પ્રેરણાદાયી છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ to પરમ પૂજ્ય કરૂણાવંત પંન્યાસજી મહારાજની વિશિષ્ટ મહાપ્રભાવિક આકૃતિમાં એ દિવ્ય ખૂબી હતી કે તેઓ બોલે થોડું અને સાંભળે ઘણું. તેથી અહીં નોંધ્યું છે તેમાં પોતે થોડું બોલીને સાધક ને પૂછી હમણાં શું આરાધના ચાલે છે? તે સાંભળી તેમાં ઉમેરો કરી માર્ગદર્શન આપતા તે તેમની પાસે બેસનાર સૌ કોઈને વિદિત છે. यस्य द्दष्टि कृपावृष्टि, गिरः शमसुधाकिरः । तस्मै नमः शुभ - ज्ञान - ध्यानमग्नाय योगिने ॥ જેમની દષ્ટિ કરૂણાની વૃષ્ટિ જેવી છે, જેમની વાણી ઉપશમ અમૃતના છંટકાવ કરનારી છે, પ્રશસ્ત જ્ઞાન અને ધ્યાનમાં જે મગ્ન છે, તે યોગમાર્ગના સ્વામિને નમસ્કાર હો! - આ શ્લોકનો ભાવ એ જેમનું જીવન છે તેવા પૂજ્ય ગુરુદેવશ્રીને અમારા કોટિ કોટિ નમસ્કાર હો!! જેમના સાન્નિધ્યમાં બેસવા માત્રથી અને જેમની કરૂણાભરી પ્રશાંત મુખમુદ્રાના દર્શન કરવા માત્રથી મનના વિવિધ સંતાપો ક્ષણવારમાં શમી જતા તેવા પૂજ્ય ગુરુ ભગવંતને કોટિ કોટિ નમસ્કાર હો! ! ! મહાયોગી આનંદઘનજીની આત્મરમણતાની જે યાદ આપે છે, ઉપાધ્યાય યશોવિજયજીની સ્યાદ્વાદ ભાવપૂર્વકની ન્યાયપૂર્ણ શૈલીની જે ઝાંખી કરાવે છે, સૂરિપુરંદર હરિભદ્રસૂરિશ્વરજીની જિનભકિતનું જે સ્મરણ કરાવે છે, શ્રી ચિદાનંદજી મહારાજના ચૈતન્ય વિલાસની યાદી અપાવે છે, શ્રી અભયકુમારની ધર્મનિષ્ઠ વિચક્ષણ બુદ્ધિનું જે સ્મરણ કરાવે છે તે આ કાળના આનંદઘનજી પૂજ્ય પંન્યાસ ભદ્રંકરવિજયજી મહારાજને કોટિ કોટિ વંદના હો! ! ! સબ ધરતી કાગદ કરું, લેખની સબ બનરાય, સાત સમુદ્રક મસી કરું, ગુરુ ગુણ લીખા ન જાય. સમતાભાવનિષ્ઠ, પૂજ્યપાદ, પંન્યાસજી ભગવંત શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ જેમણે જગતને મૈત્રીનું અમૃત પાયું, જેમણે જગતને યોગ-સામ્રાજયનો મહિમા સમજાવ્યો, જેમણે જગતને ખમવાની કળા શીખવાડી, જેમણે જગતને શ્રી નવકારની માયા લગાડી, Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જેમણે જગતને સ્યાદ્વાદનો બોધ પીરસ્યો, જેમણે જગતને `નમન'નું રહસ્ય સમજાવ્યું, જેમણે જગતને ચિંતામુકિતનો ઉપાય સમજાવ્યો, જેમણે જગતને આત્મતત્ત્વનો મહિમા સમજાવ્યો, જેમણે જગતને `આભારનું મૂલ્ય સમજાવ્યું, જેમણે જગતને આત્મ સમભાવનું દાન કર્યું, જેમણે જગતને અહિંસા, સંયમ અને તપનો સમતામય માર્ગ સ્વ-જીવન દ્વારા ઉપદેશ્યો, જેમણે જગતને ભદ્રંકર આત્મસ્નેહ વડે ભીંજવ્યું, જેમણે `શિવમસ્તુ સર્વ જગતઃ' ની ભાવના વડે વાયુ મંડળને સુવાસિત ર્યું, જેમણે જૈનશાસ્ત્રો મુજબની અનેક ધ્યાન પ્રક્રિયા યોગ્ય આત્માઓને શીખવાડી, જેમણે યોગ્ય આત્માઓને આત્મ અનુભવનો જિનકથિત દિવ્ય માર્ગ બતાવ્યો, a....... પરમ પૂજ્ય, પ્રાતઃસ્મરણીય, ગુરુદેવ પંન્યાસજી ભગવંત, શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરશ્રીના સમભાવ ભાવિત શ્રી અરિહંત ધ્યાનમગ્ન આત્માને કોટિ કોટિ નમસ્કાર સાથે આ ગ્રંથ શરૂ કરવામાં આવે છે. ૨૦૩૬ના વૈશાખ સુદ ૧૪ની સંધ્યાકાળે પૂ. ગુરુમહારાજનો પર્યાય બદલાયો. (કાળધર્મ પામ્યા) જીવન સુમસામ બની ગયું. જેમના આધારે વર્ષો વીતાવ્યા, તેમના વિનાનું જીવન શૂન્ય બન્યું. અશ્રુધારાથી ભીંજાયેલા હ્રદયમાં નરી શૂન્યતા, અશરણતા, નિરાધાર અને શોકાકુળ અવસ્થાનો અંધકાર છવાઇ ગયો. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કાળધર્મ પામ્યાના થોડા દિવસ પછી ગીરનારની યોગભૂમિમાં શૂન્યમાં અટવાઈ ગયેલા સાધકને ‘અંતરનાદ’ સંભળાય છે. પહેલાં તો ન સમજાયું કે અંતરનાદ ક્યાંથી આવે છે ! "" હું ગુરુ અને તું શિષ્ય એમાં મારો નિષેધ નથી. આત્મદ્રવ્ય રૂપ મહાસાગરમાં પર્યાયના બે તરંગો કેટલીયે વખત ઉત્પન્ન થયા અને વિલીન થઈ ગયા. નામ રૂપાત્મક સંસાર સાગરમાં આવી લીલા કેટલીયે વખત ઉત્પન્ન થઈ અને વિલીન થઈ ગઈ, પણ તું જે છે તે શાશ્વત, નિત્ય, ચૈતન્યનો મહાસાગર છે. હું પણ નિત્ય નિરંતર સા વિદ્યમાન મહાચૈતન્ય સ્વરૂપ આત્મા છું. વિશ્વમાં ગુરુ-શિષ્યના સંબંધો શાશ્વત છે. ત્યાં ગુરુ ભદ્રંકર રૂપે હોય કે કોઈ પણ રૂપે હોય. શિષ્ય બાબુ કડી રૂપે હોય કે અન્ય કોઈ રૂપે હોય એમાં શું ફરક છે! કોઈપણ નામ રૂપાત્મક પર્યાય હોય-અંતે તો આત્માનો જ છે. પર્યાયો આત્મામાંથી ઉત્પન્ન થઈ આત્મામાં વિલીન થઈ જાય છે. આત્મ દ્રવ્ય સદા શાશ્વત છે. તરંગો મહાસાગરમાંથી ઉત્પન્ન થઈ તેમાં જ વિલીન થાય છે. સાગર છે તો તરંગમયતા છે. સમુદ્ર સત્ય છે. તેનો તરંગ રૂપ પર્યાય પણ સત્ય છે. પરંતુ પલટાતા પર્યાય વચ્ચે દ્રવ્યના સદા અસ્તિત્વને તું સમજ. ગુરુ હાજર જ છે. ગુરુ સદા માર્ગદર્શક રૂપે હાજર હોય છે. તે વાસ્તવિકતા સમજ. જે સમયે વ્યય છે તે જ સમયે ઉત્પાદ છે. અને તે જ સમયે દ્રવ્ય ધૌવ્ય પણ છે. પર્યાયમાં મૂંઝાઈને શોક કરવો તે નર્યું અજ્ઞાન છે. દ્રવ્યની શાશ્વત સ્થિતિને ભાવિત કર. તારા અને મારામાં અંતર પણ શું છે ? આપણા અને પરમાત્મામાં પણ અંતર શું છે ? ચૈતન્ય અંશથી સર્વ વ એક છે તે ભાવથી ભાવિત બની આત્માની પૂર્ણતામાં મગ્ન બન. અહીં તું તારા સ્વરૂપે સ્વતંત્ર છે, હું મારા સ્વરૂપમાં સ્વતંત્ર છું. છતાં પણ ચૈતન્યની મહાલીલામાં આપણે એકરૂપ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પણ છીએ. પર્યાયમાં મૂંઝાવું તે મોહના પ્રકાર છે. ચૈતન્યમાં સ્થિર થવું તે પરમધર્મ છે. ગુરુ ભગવંત ! હું પ્રતિબોધ પામ્યો. હવે મને કોઈ નિરાધારતા, શોક, શૂન્યતા નથી. આપ તો મને શૂન્યમાંથી પૂર્ણમાં લઈ ગયા. પ્રભુ! ધન્ય બન્યો, કૃતપુણ્ય બન્યો ! પ્રભુ ! મહાભાગ્યવાન બન્યો ! પૂ. ગુરુ મહારાજના પલટાયેલા પર્યાય (કાળધર્મ)ની પરિસ્થિતિના અંધકારમાં અટવાતા શિષ્ય સમક્ષ સ્વયં પ્રગટ થઈ ધર્મ બોધ કરાવનાર સદ્ગુરુના ચરણમાં કોટિ કોટિ વંદના. વિરહની વેદનામાં વ્યથિતને ઇષ્ટનો મેળાપ કરાવનાર ગીરનારજીની યોગભૂમિને કોટિ કોટિ વંદના. જીવ માત્રનું આકર્ષણ કરી પોતાનામાં સમાવી લેનાર સદ્ગુરુ સદા જયવંતા વર્તે છે. ગીરનાર મંડન તીર્થાધિપતિ કરુણાસાગર નેમનાથ ભગવાનની મહાકરુણાને સદા વંદના હો! સદ્ગુરુ કદી તોડવાનું કાર્ય કરતા નથી, જોડવાનું જ કાર્ય કરે છે; પરંતુ જોડતાં પહેલાં મોહની ગ્રન્થીને તોડી નાંખે અને શાશ્વત રૂપે આત્માનું આત્મામાં જોડાણ કરે છે. સદ્ગુરુ સદા જયવંતા વર્તો ! ગુરુ તત્ત્વ સદા જયવંતુ વર્ષો ! ગુરુનો મેળાપ કરાવનાર જૈન શાસન સદા જયવંતુ વર્ષો ! Page #31 -------------------------------------------------------------------------- ________________ કશા (ભાગ-૧) LovIN જ છે ઈ ઈ ; ભાગ-૧ ભ અધ્યાત્મ યોગી પૂ. પં. ભદ્રંકરવિજયજીના સાન્નિધ્યની દિવ્ય પળો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | શ્રી ભદ્રંકર વિજયજી ગુરુભ્યો નમ: શ્રી એ સરસ્વત્યે નમઃ | શ્રી હિ શ્રી વિમલેશ્વરદેવાય નમઃ % છ શ્રી સિદ્ધચક્રાય નમઃ | આ ગ્રંથનો હેતુ :- આ કાળના મહાન અધ્યાત્મયોગી પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મ. પાસેથી મળેલ અમૃત અનુભવ કુંભ" સ્વ-પર કલ્યાણ માટે સાધનામાં સૌને માર્ગદર્શક બને તે હેતુથી આ ગ્રંથ લખાય છે. - સંવત ૨૦૧૩ની ચૈત્ર મહિનાની ઓળીના મંગલમય પ્રસંગે પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ (જેમને હવે પછી પૂ. ગુરુમહારાજ' ના નામથી સંબોધન કરવામાં આવશે) ભીલડીયાજી તીર્થમાં બિરાજમાન છે. તે પ્રસંગે બાબુભાઈ કડીવાળા (જેમને હવે પછી સાધક ના ટૂંકા નામથી સંબોધન કરવામાં આવશે) ઓળીની આરાધના કરવા માટે ભીલડીયાજી ગયેલા. ત્રણ-ચાર દિવસ પૂ. ગુરુમહારાજના તત્ત્વસભર પ્રવચનોથી સાધક અંતરંગમાં પૂ. ગુરુ મહારાજ પ્રત્યે આકર્ષિત બનેલ છે. ૨૦૧૩ના ચૈત્ર સુદ દસમની બપોરે સાધકને પૂજ્ય ગુરુ મહારાજ સાથે Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વખત મેળાપ થયો. ૨૦૧૩ના ચૈત્ર મહિનાની ભીલડીયાજી મહાતીર્થમાં શાશ્વતી ઓળીની આરાધનાનો મહામંગલકારી પ્રસંગ છે. ત્યાં અધ્યાત્મયોગી પં. ભદ્રકર વિજયજીની પરમ પાવનકારી નિશ્રામાં શાશ્વતીઓનીનું આરાધન ચાલી રહ્યું છે. હજા સાધકને પૂ. ગુરુ મહારાજનો પ્રથમ પરિચય છે. છતાં પૂ. ગુરુમહારાજની મહાનતા, વાત્સલ્યભાવ અને અધ્યાત્મની ઉચ્ચ અવસ્થાના પ્રભાવથી સાધકના હૃદયમાં પવિત્રભાવોનું બીજારોપણ શરૂ થયું છે. પૂજ્ય ગુરુમહારાજની અદ્ભુત મુખાકૃતિ, જાનુ સુધી લટકતા હાથ, મસ્તક ઉપર શિખા, મુખ ઉપર નિર્મળ સ્મિત, મધુર અને હૃદયસ્પર્શી વાણીથી સાધકને સદ્ગુરુના પરિચયની તાલાવેલી થઈ. ગુરુના દ્વાર તો અભંગ, સદા ખુલ્લાં. સદ્ગુરુ સહાયના ભંડાર. મનોહર સ્મિત ભર્યા મુખારવિંદથી વિભૂષિત ગુરુનો પ્રથમ પરિચય થાય છે. ૨૦૧૩ના ચૈત્ર સુદ ૧૩ની બપોરે મનોહર તત્ત્વલક્ષી વાર્તાલાપ શરૂ થાય છે - સાધક : જીવનનું લક્ષ્યાંક શું રાખવું? પૂ. ગુરુમહારાજ : અનંત ઉપકારી જિનેશ્વર ભગવંતોએ આત્મસ્વરૂપની પ્રાપ્તિ- એ જીવનનું લક્ષ્યાંક બતાવ્યું છે. સંપૂર્ણપણે આત્મસ્વરૂપની પ્રાપ્તિ" આ જન્મમાં શક્ય નથી. અપેક્ષિત સામગ્રી પ્રાપ્ત થયે બીજા જન્મમાં થશે. વર્તમાન જીવનનું લક્ષ્યબિન્દુ આત્મસ્વરૂપનો અનુભવ કરવો" તે રાખવું. દર્શન, પૂજનથી માંડીને સંયમજીવન સુધીની બધી ધર્મ પ્રવૃત્તિનું લક્ષ્યાંક આત્માનો અનુભવ પ્રાપ્ત કરવો તે છે. સાધક : તે લક્ષ્યાંક શા માટે રાખવું જોઈએ? પૂ. ગુરુ મહારાજ : જીવની મુખ્ય પાંચ ઈચ્છાઓ છે. જીવની પાંચ મુખ્ય ઈચ્છાઓ : (૧) જીવની પહેલી ઇચ્છા જીવવાની છે. એક સો વર્ષની ઉમર થઈ " હોય, છતાં થોડું વધારે જીવવા માટે મનુષ્ય પ્રયત્ન કરે છે. દેવલોકમાં પલ્યોપમ સાગરોપમનાં આયુષ્ય હોય છે, છતાં મૃત્યુ આવે છે તે ગમતું નથી. સૌથી મોટું આયુષ્ય અનુત્તર વિમાનવાસી દેવોને હોય છે, છતાં ત્યાં પણ મૃત્યુ આવે છે. જીવની સૌથી પ્રબળ ઈચ્છા જીવવાની છે, છતાં તે કદી પૂરી થતી Page #33 -------------------------------------------------------------------------- ________________ Let go and let Yol an om 3) hopra orsdesaagdesgaia El do elenca Esihargaidied .niadanese riz Eh as a comebrer - Ed an ariche et on prend enco 2168ME 24 citAR ? . Gudh Enceirized pontichiarsięredze Ed zal Enormon Erihined scrutarithe की 2-4 and २२८ .ran baun Esoria rchanithion allorazihraen antes Faith is a bridge to freedomIt is not for us to limit de re mind- not to great things only nor to thing orlly. We are not yet wise enough to know what is great aranowhat is small il ty zicht op goed vine mind to small Good take sver: C I know that you are heres God. I know my words are your words, my strength your mume mmoja was som Joiu weiteren are the ng well reward done is to have Stone itt tte Personal Use Only w Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૬ નથી. મૃત્યુ ક્યારે પણ ન આવે અને શાશ્વત જીવન મળે તે માટે આપણું મૂળભૂત આત્મસ્વરૂપ પ્રગટ કરવું જરૂરી છે. આપણું આત્મસ્વરૂપ પ્રગટયા પછી જ અજરામર શાશ્વત જીવન મળે છે અને આપણી શાશ્વત જીવનની ઈચ્છા પૂરી થાય છે. (૨) જીવની બીજી ઇચ્છા જ્ઞાન મેળવવાની છે. આપણે આખું ભારત ફરી આવીએ, છ ખંડની પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવીએ, તો પણ નવું જાણવાની (જ્ઞાન મેળવવાની) ઇચ્છા પૂરી થતી નથી. અખિલ બ્રહ્માંડ ખૂંદી વળીએ તો પણ જ્ઞાન મેળવવાની ઇચ્છા સંપૂર્ણ થતી નથી. આપણી અંદર એક જ્ઞાન એવું બેઠું છે કે જેના વડે સર્વ જીવ અને સર્વ પુદ્ગલના ત્રણે કાળના સર્વ પર્યાયોને એક સમયમાં જાણી શકાય. આ લોકાલોક પ્રકાશક જ્ઞાન પ્રગટ થયા સિવાય જીવની જ્ઞાન મેળવવાની ઇચ્છા કદી પણ પૂરી થતી નથી. માટે `જ્ઞાન મેળવવાની ઇચ્છા પરિપૂર્ણ કરવા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. (૩) જીવની ત્રીજી ઇચ્છા સુખ મેળવવાની છે. જીવને એવા સુખની ઇચ્છા છે કે મારા કરતાં કોઇની પાસે અધિક સુખ ન હોવું જોઇએ. આપણી પાસે એક ક્રોડ છે, પણ બાજુવાળા પાસે સવા ક્રોડ હોય તો આપણે એક ક્રોડનું સુખ ભોગવી શકતા નથી. વળી આપણે એવું સુખ જોઇએ છે કે જે મળ્યા પછી કદી પણ જાય નહીં અને જેમાં જરા પણ દુ:ખનું મિશ્રણ ન હોય. આવા સુખની પ્રાપ્તિની તીવ્ર ઇચ્છા જીવને હોય છે, પણ તે કદી પૂરી થતી નથી. અનંત અવ્યાબાધ સુખનો પરમ ભંડાર આત્મામાં પરિપૂર્ણ રહેલો છે. સિદ્ધના જ્વોને કોઇને ઓછું કે અધિક સુખ હોતું નથી. બધાને સરખું હોય છે. તે મળ્યા પછી કદી પણ જતું નથી, તેની વચ્ચે કદી પણ દુ:ખ આવતું નથી. સિદ્ધભગવંતોના જેવું જ અનંત સુખ આપણા આત્મામાં રહેલું છે. આવું આપણું આત્મસ્વરૂપ પ્રગટ કરીએ તો જ સુખ મેળવવાની ઇચ્છા પરિપૂર્ણ થાય છે. (૪) જીવની ચોથી ઇચ્છા સ્વતંત્ર બનવાની છે. આપણે પરતંત્રતામાંથી છૂટવા રાતદિવસ પ્રયત્ન કરીએ છીએ. બધી જ બાહ્ય સ્વતંત્રતા મેળવ્યા પછી પણ આ શરીરનું બંધન એવા પ્રકારનું છે કે શરીર માટે રોટલી જોઇએ. તે માટે અનાજ જોઇએ. તે માટે પૈસા જોઈએ. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઘઉ પકવનાર જોઇએ. રોટલીનો બનાવનાર જોઇએ. આમ શરીર છે ત્યાં સુધી પરતંત્રતા રહેવાની જ માટે આપણું અશરીરી મૂળ સ્વરૂપ પ્રગટ કરવાનું છે. આપણે અ-શરીરી બનીએ તો જ સ્વતંત્રતાની ઇચ્છા પરિપૂર્ણ થાય (૫) જીવની છેલ્લી ઇચ્છા- બધા મને આધીન રહેવા જોઇએ. આ ઇચ્છાની તૃપ્તિ માટે જગતમાં વિશ્વયુદ્ધો ખેલાયાં છે, પણ તે કદી પૂરી થતી નથી. એક કેવળજ્ઞાનની અવસ્થા જ એવી છે કે કેવળજ્ઞાનીએ પોતાના જ્ઞાનમાં એક હજાર વર્ષ પછી આવો બનાવ બનશે કે અમુક જીવાત્મા એક હજાર વર્ષ પછી આ કાર્ય કરશે એમ જોયું હોય તો તે પ્રમાણે જ બનાવ બને છે અને તે જીવાત્મા તે પ્રમાણે જ કરે છે. એટલે હકીકતમાં સમગ્ર વિશ્વ અપેક્ષાએ કેવળજ્ઞાનીએ એમના જ્ઞાનમાં જોયું છે તે પ્રમાણે ચાલે છે. તેમના જ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ છે, એવું એક નયથી કહી શકાય. એટલે આપણે કેવળ જ્ઞાન પ્રગટ કરીએ તો આપણા જ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ ચાલે. આ રીતે આપણું મૂળ રૂપ જે અનંતજ્ઞાન, અવ્યાબાધ સુખ, અનંત આનંદ, અનંત શકિતમય અને શાશ્વત છે, તે પ્રગટ થાય ત્યારે જ સર્વ પ્રયોજનો સિદ્ધ થાય છે. માટે આત્મસ્વરૂપ પ્રગટ કરવું તે જ પરમ ધ્યેય-લક્ષ્ય છે. પૂર્ણ પણે આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે આજે આપણી પાસે પરિપૂર્ણ સામગ્રી નથી. માટે વર્તમાન જીવનનું ધ્યેય - લક્ષ્ય આત્માનુભવ કરવો અને હવે પછીના જન્મનું લક્ષ્યાંક પૂર્ણ આત્મચૈતન્ય પ્રગટ કરવું તે છે. - સાધક : આ જીવનનું ધ્યેય આત્મ - સ્વરૂપનો અનુભવ કરવો તે છે તો પૂર્ણ કરવા માટે શરૂઆત કેવી રીતે કરવી? પૂ. ગુરુમહારાજ ઃ જેમનું મૂળ સ્વરૂપ પ્રગટ થયું છે તેવા પરમેષ્ઠિઓ સાથે સંબંધ જોડવાથી આ કાર્ય સિદ્ધ થાય છે. પરમેષ્ઠિઓ સાથે સંબંધ જોડવા માટે નમસ્કાર મહામંત્ર" સર્વશ્રેષ્ઠ ઉપાય છે. નમસ્કાર મહામંત્રની આરાધના દ્વારા પરમેષ્ઠિઓ સાથે સીધો સંબંધ જોડાય છે. તેનાથી પરમેષ્ઠિઓના જેવું જ સ્વરૂપ આપણી અંદર છુપાયેલું છે, તેની સભાનતા થાય છે અને તે સ્વરૂપે પ્રગટ કરવાની તીવ્ર ઇચ્છા અને પ્રવૃત્તિ થાય છે. છેવટે આત્મસ્વરૂપનો અનુભવ અને પ્રગટીકરણ થાય છે. નમસ્કારની આરાધના શરૂ કરવા માટે પ્રથમ નીચેની બાબતો ઉપર લક્ષ રાખવું. આસન અને મુદ્રા :- આસન ઊનનું સફેદ રંગનું બેસવા માટે રાખવું. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૮ એક જ સ્થાન ઉપર બેસી આરાધના કરવી. બહારગામ જવાનું થાય ત્યારે બેસવાનું આસન સાથે રાખવું. પદ્માસને બેસી શકાય તે વધારે સારું છે, અગર અર્ધ પદ્માસને બેસવું, અગર સુખાસને પણ બેસી શકાય. હોઠ બંધ રાખવા. દાંત એકબીજાને અડાડવા નહિ. જીભ દાંતને અડે નહિ તે રીતે મુખમાં ઉપરના ભાગમાં ચીટકેલી રાખવી. દરેક ધ્યાન પ્રયોગમાં આ મુદ્રા રાખવાથી વિશેષ પ્રગતિ થશે. દિશા:- પૂર્વ અગર ઉત્તર સન્મુખ મુખ રાખીને આરાધના કરવી. જ્યારે જિનમંદિરમાં આરાધના કરતા હોઇએ ત્યારે ભગવાનની સન્મુખ બેસીને કરવી. ત્યાં દિશાની ગણતા છે. માળા - સફેદ સુતર અગર સ્ફટિકની રાખવી. જે માળા નવકાર ગણવા માટે રાખી હોય તેનાથી બીજો મંત્ર જપવો નહી. માળા વડે થોડા દિવસો જાપ કર્યા પછી નંદ્યાવર્ત શંખાવર્તથી મંત્ર ગણવાનો અભ્યાસ પાડવો. નંદ્યાવર્તથી ૧૨ ની સંખ્યા જમણા હાથ ઉપર ગણવી. અને શંખાવર્તથી ડાબા હાથ ઉપર નવની સંખ્યા ગણવી. આ રીતે ૧૨- ની સંખ્યા નવ વખત ગણવાથી ૧૦૮ થશે. ડાબા હાથે શંખાવર્ત જમણા હાથે નંદ્યાવર્ત ૩ ૪ ૫ ૦ ૩ ૪ ૫ ૧૨ ૨ ૯ ૬ ૦ ૨ ૭ ૬ ૧૧ ૧ ૮ ૭ ૦ ૧ ૮ ૯ ૧૦ સંખ્યા :- ઓછામાં ઓછી ૧૦૮ની સંખ્યા નવકારના જાપ માટે નિયમિત રાખવી. અનુકૂળતા હોય તો વધુ સંખ્યાનો સંકલ્પ રાખવો. સમય :- નિશ્ચિત સમયે આરાધના કરવી. બને ત્યાં સુધી દરરોજની આરાધનાનો સમય એક જ રાખવો. સૂર્યોદય પહેલાંની છ ઘડી અને ત્રણ સંધ્યા શ્રેષ્ઠ સમય ગણાય. - ત્રિસંધ્યા આ પ્રમાણે (૧) સૂર્યના ઉદય પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (૨) મધ્યાહ્ન પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (૩) સૂર્યાસ્ત પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (એક ઘડી એટલે ૨૪ મિનિટ સમજવી.) અગર સૂર્યોદય પહેલાંની ૪૮ મિનિટ અને સૂર્યાસ્ત પછીની ૪૮ મિનિટ. મધ્યાન્ને ઉપર મુજબ પણ લઈ શકાય. સવારનો સમય વધુ Page #37 -------------------------------------------------------------------------- ________________ १८ - A પૂ. ગુરુમહારાજનો હસ્ત લેખીત નવકાર મંત્ર and Wksniuil' नमो सिद्धाvil नमो आदरिया vill नियो कुवज्झादा i निमी लोह सबसाहूणं 'एसो पंच नलुकारो सबपावपणासणार मंगलाणं च सब्बेसि पदम हवन मंगलं ॥ शा १ ૨ سم ६ १ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અનુકૂળ છે. નવકાર તો સર્વ સમયે ગણવાનો હોય છે. વિશેષ આરાધના માટે ઉપર મુજબ સમજવું. જે નિશ્ચિત સમય આરાધના માટે નક્કી કર્યો હોય તે સમયે બીજા કોઈને એપોઈન્ટમેન્ટ આપવી નહી. કારણ કે તે સમયે પરમાત્માની સાથે એપોઈન્ટમેન્ટ અપાઈ ગયેલી હોય છે. Appointment with Most High. આ રીતે અમુક ચોક્કસ આસને અને મુદ્રાએ, ચોક્કસ જગ્યાએ, ચોકકસ સંખ્યામાં, ચોક્કસ સમયે ધારાબદ્ધ રીતે જાપ કરવાથી અમુક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ બંધાય છે. જાપમાં સારી રીતે લીનતા ઉત્પન્ન થાય છે. આ નિશિચત આરાધનાના સ્થાને બીજી કોઈ વ્યક્તિ આરાધના કરવા બેસે તો તેનું ધ્યાન પણ તે વાતાવરણના કારણે સ્થિર બની જાય છે. મૂશ્નો ભૂક્કો સંવિને, તિવાસ્તવને (પંચસૂત્ર) અંક્લેશ હોય ત્યારે નવકાર વારંવાર જપવો, સંકલેશ ન હોય ત્યારે પણ ત્રણ સંધ્યાએ અવશ્ય જપવો. ઉપયોગ જોડવા પૂર્વકની પ્રત્યેક ક્રિયા ધ્યાન રૂપ બને છે. નવકારના અક્ષરોને આંખ બંધ કરીને નજરની સામે લાવવા માટે નીચે મુજબ પ્રયોગ કરવા. જાપ - પ્રથમ નવકારવાળી આદિના આલંબનથી, શંખાવ, નંદ્યાવર્ત આદિથી, અને પછી હૃદયકમળમાં નવકારના અક્ષરોની ધારણાથી કરવો. અક્ષરોની ધારણાનો અભ્યાસ કરવાની રીત આ પ્રમાણે છે. અક્ષરો જોવાની પ્રથમ રીત મહમંત્રોના અક્ષરો સાથે આપણા ચિત્તનું જોડાણ થાય તે માટે શરૂઆતમાં કાળા રંગ ઉપર સફેદ અક્ષરોવાળું છાપેલું કાર્ડ સામે રાખી વાંચવું. એક વખત અડસઠ અક્ષરો વંચાય ત્યારે એક જાપ થયો ગણાય. અક્ષરો વાંચતી વખતે જે અક્ષરો વંચાતા હોય તે અક્ષર ઉપર જ દૃષ્ટિનો ઉપયોગ પણ રાખવો, કારણ કે આપણને આ મહામંત્ર બાલ્યાવસ્થાથી સામાન્ય રીતે પ્રાપ્ત થયેલો હોવાથી અતિપરિચિત બનેલો હોય છે. તેથી દૃષ્ટિનો ઉપયોગ ન વાંચતી વખતો ન ઉપર મો વાંચતી વખતે રા' ઉપર, અને ' વાંચતી વખતે રિ ઉપર, રિ વાંચતી વખતે ત ઉપર, અને તા' વાંચતી વખતે ઉપર, એમ ઉપયોગ અને જાપનું ઉચ્ચારણ આગળ પાછળ થઈ જવા સંભવ છે. એવું ન થઈ જાય તે માટે નાનું બાળક માત્ર બારાખડી જ આવડતી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ હોય અને વાંચતું હોય તે રીતે, ...................................................................... | એમ છુટું છુટું વાંચવું. ધીમે ધીમે અભ્યાસ વધતાં શીઘ્ર વાંચતી વેળા પણ ઉચ્ચારણ અને દ્રષ્ટિનો ઉપયોગ સાથે રહેશે. આ રીતે વાંચીને જાપનો અભ્યાસ ચાલુ રહેતાં થોડા સમય પછી આંખો બંધ કર્યા પછી પણ અક્ષરો દેખાવા માંડશે. તે પછી હ્રદયરૂપી કોરા કાગળ ઉપર ધ્યાનરૂપી કલમ વડે પોતાના નામની જેમ પંચપરમેષ્ઠિના નામને લખતા હોઇએ તેવી રીતે એકાગ્રતાથી જાપ કરવો. શરૂઆતમાં આવી એકાગ્રતા ન આવે તો પણ ધ્યેય તો તે જ રાખવું જેથી દિન-પ્રતિદિન સ્થિરતા વધતી જશે. અક્ષરો જોવા માટેની બીજી રીત ઉપરની રીત મુજબ જાપ નિયમિત કરવા ઉપરાંત નેત્રો બંધ કરીને અક્ષરો નજર સમક્ષ લાવવા માટે બીજા પણ પ્રયોગો છે. જેમ કે-નેત્રો બંધ કરીને સામે એક કાળું પાટીયું ધારવું, પછી ધારણાથી જ હાથમાં ચાકનો કકડો લઇને તેના ઉપર નમસ્તે' એમ ધારણાથી લખવું એટલે લખેલું દેખાશે. ન દેખાય ત્યાં સુધી ફરી ફરીને એ રીતે પ્રયત્ન કરવો. પછી `અરિહંતનું' લખવું. ફરી ફરી પ્રયત્ન કરવાથી તે દેખાશે. આ રીતે નવે પદો માટે પ્રયત્ન કરવો, અક્ષરો જોવા માટે આવો પ્રયત્ન દરરોજ થોડો વખત કરવો અને પ્રયત્નની સાથે પ્રથમની રીત પ્રમાણેનો જાપ પણ ચાલુ જ રાખવો. (અક્ષરો ન દેખાય તો પણ તે દેખાય છે તેવો જ ભાવ રાખવો, ધીમે ધીમે મનથી - ઉપયોગથી સ્પષ્ટ અક્ષરો દેખાશે.) = અક્ષરો સફેદ ચળકતા દેખાવા શરૂ થાય ત્યારે સાધનાની શરૂઆત થઇ છે તેમ સમજવું, અક્ષરો દેખાય ત્યારે નમસ્કાર મંત્ર સાથે સંબંધ બંધાય છે. આપણા આત્મપ્રદેશોમાં અક્ષર ધ્યાનથી એક કંપન થાય છે, જેનાથી અનાદિના મોહનીય કર્મના સંસ્કારો મંદ થવા માંડે છે અને આત્માનું શુદ્ધ ચૈતન્ય જે જગતનું સર્વોત્કૃષ્ટ મંગળ છે તે દિશામાં વિકાસ થાય છે. આ વિષયમાં વાંચન કરવા માટે યોગ શાસ્ત્ર' અને 'વીતરાગ સ્તોત્ર' ઉપર લક્ષ્ય આપવું. શાસ્ત્રીય જ્ઞાન મેળવવા માટે `નવતત્ત્વ'નો અભ્યાસ કરી લેવો તેમજ જીવન નિયમિત રાખવું અને સાધનાને કેન્દ્રમાં રાખીને ચાલવું. આ રીતે વાર્તાલાપ થઇ રહ્યો છે એ દિવસોમાં ગુરુ મહારાજની કૃપા Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧ " માઝા મૂકીને વરસતી ગઇ. પ્રેમ અને કરુણાના સાગર પૂજ્ય ગુરુમહારાજના ચરણકમળનું સાન્નિધ્ય પ્રાપ્ત થતાં સાધકમાં નવજીવનનું સર્જન શરૂ થયું. ગુરુદેવની દષ્ટિમાં કૃપા, મુખમાંથી અમૃતવાણીનો મધુર પ્રવાહ, હૃદયમાં જીવમાત્રના કલ્યાણના ભાવો, રગેરગમાં નવકારની પરિણતિ - આ દિવ્ય અનુભવમાં સાધક તો ગુરુમહારાજમાં લીન બની ગયો છે. સાધકના મન, વાણી અને કાયા સ્થિર થઇ ગયાં. જાણે ઘોર અંધારી રાત્રિએ સૂર્યનું અજવાળું મળ્યું જાણે ભૂખ્યાને અન્ન મળ્યું રોમાંચ અને સંભ્રમપૂર્વક સાધક સદ્ગુરુના વચનને ઝીલીને હૃદયમાં સ્થિર કરે છે. છેલ્લે છેલ્લે પૂ. ગુરુમહારાજ નવકારના પ્રભાવથી સાધકને પ્રભાવિત કરી દે છે. નમસ્કાર મંત્રની આરાધના એ મહાન આધ્યાત્મિક સાધના છે. તેની વિશેષતા એ છે કે તે સાધના આબાલ, વૃદ્ધ, રાજા અને રંક, યોગી અને ભોગી, સર્વ કોઇ કરી શકે છે. ખાતાં-પીતાં, બેસતા-ઊઠતાં, સુખમાં કે દુ:ખમાં સર્વ સમયે, નવકારનું સ્મરણ કરી શકાય છે. જન્મતાં પણ નવકાર સંભળાવવામાં આવે છે, જીવનભર પણ નવકાર ગણવામાં આવે છે, મરતાં પણ નવકાર સંભળાવવામાં આવે છે. માતાના દૂધની જેમ નવકાર સૌને લાભ કરે છે. સર્વ પાપનું મૂળ અહંકાર છે. નમસ્કાર ભાવથી અહંકારનો અંત End of egoism આવે છે. ધર્મનું મૂળ વિનય છે. વિનય નમસ્કારથી આવે છે. તેથી નમસ્કાર મહાન છે. નમસ્કાર સર્વ પાપનો નાશ કરી, શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે કે- જે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ મંગલ છે. જગતમાં અનેક મંગલો છે. કોઇ ગાયને મંગલ માને છે. કોઇ કુંકુમને મંગલ માને છે. કોઇ કન્યાને મંગલ માને છે. કોઇ કુંભને મંગલ માને છે. પણ શ્રેષ્ઠ મંગલ કયું? આત્માનું શુદ્ધ સ્વરૂપ તે શ્રેષ્ઠ મંગલ (Essence of extremity) છે, જે નવકારની આરાધનાથી મળે છે. નવકારની આરાધનાથી પાપનો પ્રણાશ અને પુણ્યનો પ્રકર્ષ થાય છે. સુખનું સર્જન અને દુ:ખનું વિસર્જન થાય છે. વિનોનો વિચ્છેદ Dissolution of disorder અને મંગલનું મંડાણ થાય છે. સુવિધાઓનું સંવર્ધન અને દુર્ભાગ્યનું દૂરીકરણ શ્રી નવકારથી થાય છે. ઇચ્છાઓનું ઊર્ધ્વગમન થાય છે, સત્યનું સંશોધન થાય છે. શ્રી નવકાર એ વિશ્વેશ્વરની વિનંતી છે, જેનાથી અનંતના આશીર્વાદ મળે છે, શ્રી નવકાર Page #41 -------------------------------------------------------------------------- ________________ એ સર્વેશ્વરની શરણાગતિનો મંત્ર છે, જેનાથી પૂર્ણતાનો પરમાનંદ (Delight of Divinity) પ્રગટે છે. શ્રી નવકાર ધર્મધ્યાનનો ધોધ છે, જેનાથી ચિંતાનું ચૂરણ, આપત્તિઓનું અવમૂલ્યન. સૌભાગ્યની સંપ્રાપ્તિ, આત્મસિદ્ધિનું આયોજન, અવિનાશીપણાનો આદર્શ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર એ પરમાત્મા સાથેનો દિવ્ય પ્રણય છે. જેનાથી પૂર્ણતાના પરમાનંદ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર શોકનો સંહારક, ભવનો ભંજનહાર અને ચિંતાનો ચુરનાર છે, જેના વડે જીવનમાં શાશ્વતપણાનો સંદેશો સમજાય છે, અને પરમેષ્ઠિઓ સાથેના તન્મય, તદ્રુપ ભાવથી (In tune with Infinite) આપણા આત્માને પરમેષ્ઠિ સ્વરૂપ બનાવી શકાય છે. સર્વ સિદ્ધિઓનું સોપાન શ્રી નવકાર છે. જગતનું સર્વશ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ, સર્વોત્તમ, આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર શ્રી નવકાર છે. સં ૨૦૧૩ના ચૈત્ર સુદ ૧૦ થી ચૈત્ર સુદ ૧૫ સુધી થયેલા વાર્તાલાપનો સાર અહીં સંક્ષિપ્તમાં નોંધ્યો છે. ત્યાર પછી એક વર્ષ સુધી સાધકને પૂજ્ય ગુરૂમહારાજનો મેળાપ થયો નથી. પત્ર વ્યવહાર સામાન્યપણે ચાલતો હતો પરંતુ ઉપરના વાર્તાલાપ સમયે સિદ્ધયોગી એટલે નમસ્કાર મંત્ર જેમના અણુએ અણુમાં વ્યાપી ગયેલો હતો તેમના (પૂ.પં.ભદ્રંકર વિજયજીના) મંગલમય આશીર્વાદથી સાધકનો વિકાસ સાધનામાં વધતો ગયો. રોજ ચાર પાંચ કલાકની આરાધના થતી. બે ત્રણ કલાક ગ્રંથ વાંચન આદિ પણ થતું]. ૨૦૧૪ના ચૈત્ર મહિનાની ઓળીનું સામુદાયિક આરાધન પાનસર મહાતીર્થમાં હતું, ત્યાં પૂજ્ય ગુરુમહારાજનો મેળાપ બાર મહિના પછી થયો. પૂ. ગુરુમહારાજ - સાધના કેમ ચાલે છે? સાધક – આપની કૃપાથી પ્રતિદિન ચઢતી કળાએ છે. નવકારના અક્ષરો સ્ફટિક જેવા નિર્મળ સ્પષ્ટ દેખાય છે. અક્ષરોમાં ઊંડાણ દેખાય છે. સ્થિરતાપૂર્વક જપ થતાં અક્ષરોના ઢાંકણાં (દ્વાર) ખુલી જાય છે. તેમાંથી (અક્ષરોમાંથી) અમૃતના ફુવારા નીકળે છે. તે અમૃતમાં સ્નાન કરવાથી નિર્મળતા અને આનંદ અનુભવાય છે. કોઇ વખત અક્ષરોમાંથી દિવ્યપ્રકાશ નીકળે છે, જે દિવ્યતાનો અનુભવ કરાવે છે. અરિહંત પદમાં હીરાના અક્ષરો, સિદ્ધપદમાં લાલ માણેકના અક્ષરો, Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ આચાર્યપદમાં પીળા પોખરાજના રત્ન જડેલા અક્ષરો, ઉપાધ્યાય પદમાં નીલમરત્નના અક્ષરો, સાધુપદમાં કાળા શનિ રત્નના અક્ષરો પ્રયત્ન કરવાથી દેખાય છે. નમો અરિહંતાણં' તેવું ચાંદીનું ખોખું- જેમાં હીરાનું સેટીંગ બાકી છે, તે હીરા ને કલ્પનાથી ખોખામાં જડવાથી સફેદ રત્નના અક્ષરો દેખાય છે. તે રીતે દરેક પદમાં ઉપર મુજબના ચાંદીના ખોખામાં તે તે વર્ણવાળા રત્નોના અક્ષરો ફીટ કરવાથી દરેક વર્ણવાળા અક્ષરો દેખાય છે. દેવાધિદેવની ભકિતનો રસ બાર મહિનામાં આપની કૃપાથી વધતો જાય છે. આપના માર્ગદર્શન મુજબ સાધનામાં વધુ આગળ જવા જિજ્ઞાસા છે. પૂ. ગુરુમહારાજ - નવકારના પ્રત્યેક અક્ષર ઉપર ૧૦૦૮ વિદ્યાઓનો વાસ છે. પ્રત્યેક અક્ષરના અધિષ્ઠાયકો છે. નવકારના અક્ષરો તે સામાન્ય અક્ષરો નથી, પરંતુ ભવ અટવીમાં ભૂલા પડેલા પથિકના માર્ગદર્શક છે. નવકારના અક્ષરો અજરામર પદ અપાવનાર જડીબુટ્ટી છે. નવકારના અક્ષરોનો જાપ અને ધ્યાન, આત્માના અનુભવની દિવ્ય પ્રક્રિયાના મંગલમય સોપાન છે. ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુ કરતાં અધિક ફળદાયી છે. નમસ્કાર મંત્રના જાપ વખતે ભાવના પણ કરવી. પ્રણિધાન હે પરમ મંગલ નવકાર! તારા શરણે આવેલો હું એટલું જ માગું છું કે તારા અચિંત્ય પ્રભાવથી નિયમિત, અખંડ રીતે, ઉત્સાહથી અને એકાગ્રતા સાથે પરમપદની પ્રાપ્તિના ઉદ્દેશથી તને આરાધવાનું સામર્થ્ય મારામાં પ્રગટો! બસ, તે સિવાય બીજાં કંઇ પણ મારે જોઇતું નથી. મેરુપર્વત જેટલું સોનું, વિશાળ સામ્રાજ્ય, દેવલોક આદિ સંપદાઓ આ બધું મળવું સુલભ છે પણ ભવચક્રમાં ભાવથી નમસ્કાર મંત્ર મળવો અતિ દુર્લભ છે. માટે જાપ વખતે મનને સમજાવવું. હે મન! આ નવકાર શું ચિંતામણિ છે? કામધેનુ છે? કલ્પવૃક્ષ છે? ના. નવકાર તો આ સર્વથી અધિક છે. કારણ કે ચિંતામણિ, કલ્પવૃક્ષ આદિ કલ્પેલી વસ્તુ આપે છે. પણ નવકાર તો અકલ્પનીય એવું મોક્ષ આપે છે, માટે તે મન! તને હું ભાવથી વિનંતિ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪. કરું કે તે નમસ્કાર મંત્રના સ્મરણમાં જરા પણ પ્રમાદ કરીશ નહીં. ગુરુ મહારાજ - તારે હમણાં વર્ધમાન તપનો પાયો નાંખવાનો તપ ચાલે છે. એ તપ સાધનામાં દેહ આદિ સાધનની શુદ્ધિ માટે ખૂબ ઉપયોગી છે. તપ અને નમસ્કાર મંત્રનો જપ બન્નેનો સુમેળ આત્માના ઉત્થાનના માર્ગે આગળ વધવા માટે જરૂરી છે. નવકારના જાપ સાથે સિદ્ધચક્રનું ધ્યાન જરૂરી છે. દસ મિનિટ નવકારનો જાપ કરવો, તે પછી એક મિનિટ સિદ્ધચક્રનું ધ્યાન કરવું. સિદ્ધચક્ર એ મંગલમય - કળશની આકૃતિ છે. તે કળશ જગતના મહાન અમૃતમય તત્ત્વો (પદો) થી પૂર્ણ ભરેલો છે. તેવા અમૃતથી પૂર્ણ ભરેલા કળશની આકૃતિવાળા સિદ્ધચક્રનું ધ્યાન કરવું. તે કળશને ઉપયોગપૂર્વક જોઇ રહેવો. સિદ્ધચક્રના મધ્યબિંદુમાં કઈ મંત્ર છે. તે અરિહંત પરમાત્માનો મંત્રમય દેહ છે. કરુણાના સાગર અરિહંત પરમાત્મા નિર્વાણ પામી મોક્ષમાં પધાર્યા ત્યારે જગતના જીવો ઉપરની અતિ કરુણાના કારણે પોતાના મંત્રાત્મક દેહને અહીં મૂકીને ગયા છે તે મંત્રાત્મક દેહ તે મર્દ છે. માટે મર્દ નું ધ્યાન કરવું. સ્વ રૂપ અતિ દિવ્ય છે. તેનું સાક્ષાત્ વર્ણન તો કેવલજ્ઞાની સિવાય કોઇ કરવાને સમર્થ નથી. અ' એ પરમેશ્વર પરમેષ્ઠિનો વાચક છે. સર્વોત્તમ ઐશ્વર્યવાળા પરમેશ્વરનું સ્વરૂપ તે મર્દ મંત્ર છે. સકલ રાગાદિમલ રૂપ લંકથી રહિત, સર્વ જીવોના યોગ અને ક્ષેમને વહન કરનારા, પ્રસન્નતાના પાત્ર, જ્યોતિસ્વરૂપ, દેવાધિદેવ, સર્વજ્ઞ એવા અરિહંતદેવનો વાચકમંત્ર મર્દ છે. (ગર્દ સકલ આગમોમાં ઉપનિષદ્ સુત્ર છે. એટલે કે ઇહલૌકિક, પરલૌકિક-સર્વ ફળો આપનાર ગણિપિટકરૂપ સમગ્ર દ્વાદશાંગી આગમનું રહસ્ય છે. સ્વ-પર સમયના સર્વ આગમોના તત્ત્વરૂપે ઝ' નું પ્રણિધાન કરાય છે. આ મહામંત્ર ' ના ધ્યાનના પ્રભાવથી વિઘ્નોનું સમૂલ ઉચ્છેદન થાય છે. પુનઃ ઉત્પન્ન ન થઇ શકે તે રીતે વિક્નોનો વિચ્છેદ થાય છે. "अखिल दृष्टादृष्ट फलं संकल्पकल्पद्रुमोपमं" - સિદ્ધહેમ શબ્દાનુશાસન બૃહદ્ઘત્તિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ચક્રવર્તીપણું, દેવલોકથી માંડીને મોક્ષપર્યંતની સર્વ સંપદાને દેનાર આ ‘મ મંત્ર કલ્પવૃક્ષથી અધિક ફળદાયી છે. આપણા પ્રાણથી પણ અધિક ભાવનાથી ભાવિત બનીને જો ગર્ણ અક્ષરનું પ્રણિધાન કરવામાં આવે તો આત્મ સાક્ષાત્કારની અનુભવ પ્રાપ્તિમાં પ્રધાન હેતુ બની જાય છે. (પરમેષ્ઠિ ધ્યાનમાળા-ગાથા ૬-૭ અર્થ) CH' અક્ષરને શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાનથી ભાવિત કરવામાં આવે તો મોક્ષપર્યત લઇ જનાર બને છે. एतेषामेकमप्यर्ह नाम्नामुच्चारयन्नधैः मुच्यते किं पुनः सर्वाण्यर्थज्ञस्तु जिनायते ।। (જિનસહસ્ત્રનામસ્તોત્ર) પંડિત આશાધર વિરચિત શ્લોક ૧૨. શ્રી તીર્થકર ભગવાનના નામના એક જ પદને સંપૂર્ણ રીતે જાણવામાં આવે તો આત્મા સ્વયં તીર્થકર થાય છે. આ ધ્યાન પ્રયોગમાં અહં ની વૈજ્ઞાનિક, શાસ્ત્રીય આધ્યાત્મિક સાધના બતાવી છે, જે મોક્ષપર્યંતના સર્વ દૃષ્ટ અને અદૃષ્ટ ફળો આપનાર બને છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત સંસ્કૃત દ્વયાશ્રય મહાકાવ્યના પ્રથમ શ્લોકમાં બતાવ્યું છે अर्ह मित्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिना । सिद्धचक्रस्य सद्बीजं, सर्वतः प्रणिदध्महे ।। 'મર્દ ' અક્ષર એ પ્રથમ પરમેષ્ઠિ અરિહંત પરમાત્માનો વાચક છે. તે અરિહંત પરમબ્રહ્મ સ્વરૂપ છે, તેથી મર્દ પરમબ્રહ્મ સ્વરૂપ છે અને સિદ્ધચક્રનું મુખ્ય બીજ છે તે અને અમે પ્રણિધાન કરીએ છીએ. अर्हमित्यक्षरम् यस्य, चित्ते स्फुरति सर्वदा । परं ब्रह्म ततः शब्दब्रह्मणः सोधिगच्छति ॥ . ઉ. યશોવિજયજી કૃત દ્વાન્નિશ કાત્રિશિંકા-શ્લોક ૨૮. - એવો અક્ષર જેના ચિત્તમાં સદા ફુરે છે તે મર્દ સ્વરૂપ બ્રહ્મથી મોક્ષને પ્રાપ્ત કરે છે. ૨૦૧૪ના ચૈત્ર સુદી પૂનમના દિવસે પાનસરમાં સાધકને સિદ્ધચક્ર પૂજન કરાવવાનો અપૂર્વ લાભ મળ્યો. પૂજન વિધિ માટે ફતાસા પોળ (અમદાવાદ)થી શ્રી ચીનુભાઈ લલ્લુભાઈ પધારેલા. પૂજન સાંજે ચાર વાગે પૂર્ણ થયું. તે પછી Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તુરત પાનસરના દેરાસરના કમ્પાઉન્ડમાં ટાવર છે, તેની નીચેની રૂમમાં પૂ. ગુરુમહારાજ બિરાજમાન છે. સામે સાધક બેઠેલો છે. પૂજ્ય ગુરુમહારાજ સાંજે પાંચ વાગે પોતાની આંગળી વડે સાધકના આજ્ઞાચક્રમાં (ચાંલ્લો કરવાનું સ્થાન) `અટ્ઠ' મંત્ર લખ્યો, અને આજ્ઞાચક્રમાં `અદ્ભુના ધ્યાનની પ્રક્રિયા બતાવી. (પૂ. ગુરુમહારાજે) એવો ભાવપૂર્વકનો આશીર્વાદ આપ્યો જેથી આજે ચોત્રીસ વર્ષો પછી પણ પૂ. ગુરુમહારાજે વાત્સલ્યપૂર્વક આજ્ઞાચક્રમાં આલેખેલો દિવ્ય પ્રકાશમય 'અ' મંત્ર સાધક પોતાના આજ્ઞાચક્રમાં નિહાળી પરમાત્મ તત્ત્વના અનુસંધાનમાં જઈ શકે છે.) પ્રિય વાચક ભાગ્યશાળીઓ! પુષ્કરાવર્ત મેઘની જેમ ગુરુમહારાજ સાધક ઉપર કરુણા વરસાવે છે, ગુરૂમહારાજ શિષ્યમાં શકિતનું સંક્રમણ કરે છે. પરમાત્મા પાસે પહોંચવાનું દ્વાર સદ્ગુરુ ખોલી આપે છે, પરમાત્માનો સંબંધ જોડી આપે છે. સાધક તો ધન્ય ધન્ય બની જાય છે! શરીરનું ભાન ભૂલી જાય છે. નેત્રમાંથી અનરાધાર વરસતી કરુણા, હૃદયમાંથી વરસતું વાત્સલ્ય, મુખમાંથી વરસતી મૃદુ મનોહર તત્ત્વસભર વાણી સ્વરૂપ ગુરુના હૈયાના હેતને પામીને સાધક ધન્ય, કૃતપુણ્ય બને છે. આજે પણ તે પ્રસંગ જ્યારે યાદ કરૂં ત્યારે રોમાંચ થઈ જાય છે. ૨૦૧૪ ચૈત્ર સુદ પૂનમ પછી પૂ. ગુરુમહારાજ પાસે વંદનાર્થે સાધકને વારંવાર આવવાનું થયું. સિદ્ધચક્ર પૂજન વિધિનું પુસ્તક પૂ. ગુરુમહારાજે અભ્યાસ માટે આપ્યું. તથા બીજા યોગ અને અધ્યાત્મના ગ્રંથોનું વાંચન કરવા કહેલું અને સાધનામાં પૂજ્ય ગુરુમહારાજનો અનુગ્રહ વધતો ચાલ્યો. ૨૦૧૪ના ભાદરવા વદ દસમથી આસો સુદ પૂનમ સુધી એક લાખ નવકારની આરાધનાનું વિશિષ્ટ અનુષ્ઠાન નવા ડીસામાં પૂ. ગુરુમહારાજની નિશ્રામાં ગોઠવાયું. ખીરનાં એકાસણાં અથવા આયંબિલના તપપૂર્વક દ૨૨ોજની ૫૦ બાંધી નવકારની માળાનો જાપ કરવાનો, જેથી ૨૦ દિવસમાં એક લાખ નમસ્કારમંત્રનો જાપ પૂરો થઈ શકે. દરરોજ પાંચ હજાર પુષ્પથી પ્રભુ પૂજા - જેમાં એક નમસ્કાર મંત્ર ગણીને એક ફૂલ ચઢાવવાનું. આવી વિશિષ્ટ આરાધનામાં જોડાવાનું સૌભાગ્ય સાધકને પૂ. ગુરુમહારાજની પ્રેરણાથી મળ્યું. यो लक्षं जिनबद्धलक्ष्यसुमनाः सुव्यक्तवर्णक्रमम्, श्रद्धावान् विजितेन्द्रियो भवहरं मन्त्रं जपेच्छ्रावकः । Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૨૭ पुष्पैः श्वेतसुगन्धिमिश्च विधिना लक्षप्रमाणैर्जिनं, यः संपूजयते स विश्वमहितः श्रीतीर्थराजो भवेत् જિનેશ્વર પ્રત્યે લક્ષ્ય બાંધવા પૂર્વક સુંદર મનવાળો જે જિતેન્દ્રિય અને શ્રદ્ધાવાનું શ્રાવક સુસ્પષ્ટ વર્ષોચ્ચારપૂર્વક સંસારનો નાશ કરનાર એવા પંચપરમેષ્ઠિ નમસ્કારનો એક લાખ વાર જાપ કરે અને શ્વેત સુગન્ધિ લાખ પુષ્પો વડે શ્રી જિનેશ્વરદેવની વિધિ પૂર્વક સમ્યફ પ્રકારે પૂજા કરે, તે ત્રિભુવન પૂજ્ય તીર્થકર થાય. આ વીસ દિવસમાં પૂ. ગુરુમહારાજની પ્રેરણા મુખ્યતયા પરમાત્માની કરણા પ્રત્યે ગ્રહણશીલ મનોવૃત્તિ (Receiptive Attitude) કેવી રીતે પ્રાપ્ત કરવી તે વિષે હતી. તે ઘણી વખત કહેતા-પરમાત્મા અનંત કરુણાના નિધાન છે, કૃપાના અવતાર છે, દયાના સમુદ્ર છે, વાત્સલ્ય રસના ભંડાર છે. જગતના સર્વ જીવ ઉપર એકધારી કરુણા તે વરસાવી રહ્યા છે," સ્વયંભૂરમણસ્પર્ધા કરુણા રસ વારિણાં- સ્વયંભૂરમણ સમુદ્રની પણ સ્પર્ધા કરે તેવા અનંત કરુણાના રસથી ભરપૂર અરિહંત પરમાત્મા છે. પરંતુ વરસાદ પડતો હોય ત્યારે જેનું પાત્ર ઊંધુ હોય તેનું ખાલી રહે છે અને જેનું પાત્ર સીધું હોય તેનું પાત્ર ભરાય છે. પછી તે પાત્ર થાળી જેવડું હોય કે સરોવર જેવડું હોય - બધું જ ભરાઈ જાય છે. જે મનુષ્ય ભગવાનની કરુણાને પોતાના હૃદયમંદિરમાં ઝીલે છે, તેને પરમાત્માની કરુણાનો પૂર્ણ લાભ મળે છે. પરમાત્માની કરુણાને હૃદયમાં ઝીલવા માટેની યોગ્યતા પ્રગટ કરવા માટેનો મંત્ર છે - નમો અરિહંતાણં પરમાત્માના અનંત ઉપકારો પ્રત્યેનો કૃતજ્ઞભાવ નમો દ્વારા અભિવ્યકત થાય છે. નમો ભાવ દ્વારા આરાધક પોતાના આત્માનું પરમાત્માને સમપર્ણ કરે છે. નમસ્કારભાવથી અહંકાર ઓગળી જાય છે. નમસ્કાર ભાવથી સાધકનું હૃદય પરમાત્માની કરુણાને ઝીલવા માટે (Receiptive Attitude વાળું) યોગ્ય બને છે. માટે પરમાત્માની કસ્તાને હૃદયમાં ઝીલવા માટે પ્રયત્નશીલ બનવું." ઉપરના અતિ પ્રેરણાદાયી વચનો સાધકના હૃદયમાં સક્રિય રૂપે કાર્યશીલ બન્યાં. ભગવાનની કરુણાને હૃદયમાં ઝીલવા માટેની પ્રક્રિયા ગોઠવાઈ ગઈ. તે ઓળીના દિવસોમાં જ એક વખત ગુરુમહારાજે આરાધના વખતે આવતા ભાવો અભિવ્યકત કરવા માટે સાધકને કહેલું, ત્યારે સાધકે અભિવ્યકત કરેલા ભાવો પ્રયોગાત્મક રીતે નીચે જણાવેલ છે - Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ (પરમાત્માની કરુણાને હૃદયમાં ઝીલવા માટેનો આ પ્રયોગ છે. તે બીજા મુમુક્ષુ સાધકોને ઉપયોગમાં આવી શકે તે રીતે લખેલ છે.) પરમાત્મા અરિહંત દેવ બિરાજમાન છે. (શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અથવા બીજી જે પ્રભુની મૂર્તિ આંખ બંધ કરીને સામે આવે તેની કલ્પના કરવી.) પરમાત્મા કરુણાના પૂર્ણ ભંડાર છે. પરમાત્માના નેત્રમાંથી કરુણાની ધારા નીકળે છે........... તે કરુણાની ધારાનો રંગ સફેદ, ચળકતો અને પ્રવાહી છે. શરદ પૂર્ણિમાના ચંદ્રના કિરણ જેવો અથવા ચાંદીના રસ જેવો અથવા દૂધ જેવો છે. તે ધારાનો પ્રવાહ આપણા ઉપર વરસે છે......... આપણે તે કરુણાના ધોધમાં સ્નાન કરીએ છીએ............. આપણાં રોમરાજી વિકસ્વર થાય છે. ..... તે વિકસિત રોમના છિદ્રો દ્વારા કરુણાની ધારા આપણા શરીરમાં પ્રવેશે છે, આપણા લોહીના અણુએ અણુમાં વ્યાપ્ત થઈ જાય છે. કરુણાનો ધોધ આપણા બ્રહ્મરંધ્ર (મસ્તક ઉપરનો ભાગ) ઉપર પડે છે..... ત્યાંથી તે ધોધ આપણા હૃદયના મધ્યમાં પડે છે. હૃદય ઊંધું હતું, તે સીધું થઈ જાય છે. કરુણાની ધારાથી હ્રદય પૂર્ણ ભરાય છે, over flow થાય છે. (ઊભરાય છે) તે કરુણા આપણા આત્માના પ્રદેશે પ્રદેશે વ્યાપક બની જાય છે. (સાધક પ્રભુની કરુણા શકિતનો વિચાર કરે છે) પરમાત્માની કરુણામાં અચિત્ત્વ શકિત છે........... પરમાત્માની કરુણામાં સર્વ દુઃખ નાશ કરવાની શકિત છે. પરમાત્માની કરુણામાં સર્વ ચિંતાઓ ચૂર્ણ ક૨વાની, સર્વ રોગ, શોક ભયથી મુકત કરવાની શક્તિ છે. પરમાત્માની કરુણામાં સર્વ મનોરથ પૂર્ણ કરવાની શકિત છે. આ મહાકરુણાના પ્રભાવથી હું નિગોદમાંથી બહાર નીકળ્યો. ત્યાંથી અહીં સુધી પહોંચ્યો. અહીં સર્વ ઉત્તમ પ્રકારની સામગ્રી પ્રાપ્ત થઈ. તે પ્રભાવ અરિહંત પરમાત્માની કરુણાનો છે. આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, આંખનું પોપચું પણ બંધ કરેલું ખુલે છે, હૃદય એક ધબકારો થયા પછી બંધ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૯ નથી પડી જતું, પણ પાછળ બીજો ધબકારો થાય છે. સર્વ પ્રભાવ પરમાત્માની કરુણાનો છે. (કોઈ કહે કે આ બધું પુણ્યથી થાય છે. તો પુણ્યનું ઉત્પાદન પણ પરમાત્માના પ્રભાવથી થાય છે.) પ્રભુની કરુણામાં રહેલી અચિજ્ય શકિતના ભાવોમાં સાધક નિમગ્ન બને છે. કરુણાનો ધોધ પૂરજોશમાં વરસી રહ્યો છે........ સાધક તેમાં સ્નાન કરી રહ્યો છે........... પરમાત્માની કરુણામાં રહેલી અચિન્ત શકિતની સભાનતા થતાં સાધકનો અહંકાર ઓગળી જાય છે. સાધક પરમાત્માની સંપૂર્ણ અને બિનશરતી શરણાગતિ (Complete unconditional surrender) સ્વીકારે છે. સમર્થના શરણે રહેલાને ભય, ચિંતા હોતા નથી. (હવે પછીના વાક્યો Auto-suggession' સ્વયં સૂચના રૂપ છે. તે પ્રત્યેક વાક્ય (sub-conscious mind) આંતરમન સુધી પહોંચે તે રીતે 'ઉચ્ચારણ કરવાનું છે. પ્રત્યેક વાક્ય ૧૦ થી ૧૫ સેકન્ડ સુધી ધારી રાખી આંતરમન સુધી પહોંચાડવું.) હું અનંત શકિતયુકત, કરુણાના સાગર, વાત્સલ્યના ભંડાર, દયાના સમુદ્ર, અશરણના શરણ, અનાથના નાથ પરમાત્માને શરણે રહેલો છું. તેથી હવે મને કાંઈ (૧) રોગ નથી........ (૨) શોક નથી........... (૩) દુઃખ નથી ...... (૪) ભય નથી.... (૫) ચિંતા નથી......... હું સર્વત્ર સદા (૬) સુખમાં છું........(૭) શાંતિમાં છું.........(૮) આનંદમાં છું. (૯) નિર્ભયતામાં છું........ આ નવે વાક્યો ધીમે ધીમે આંતરમન (sub-conscious mind) સુધી પહોંચે તે રીતે વિચારવા. " પરમાત્માની કરુણાનો ધોધ જોરથી પડે છે. સાધક તેમાં સ્નાન કરવામાં નિમગ્ન બની ગયો છે, સ્થિર થઈ ગયો છે. સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતામાં સ્થિર છે. (કરુણાના ધોધને વરસતો અને તેમાં સ્નાન કરવાની સ્થિતિને પાંચદસ મિનિટ સુધી ધારી રાખવી.) આ પ્રમાણે સાધકે પૂ. ગુરુમહારાજના કહેવાથી પરમાત્માની કરુણાને Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૯ A પૂ. ગુરુમહારાજનો હસ્ત લેખીત શંખેશ્વર પાર્શ્વનાથનો મંત્ર તથા સ્તોત્ર 1 ' स्मरणमদि यदीद दिघ्नंवली कुठारः श्रमति यदनुरागात सन्निधनं निधाना तमिह निहतपाप - व्यापमा पद्धिदायाँ मतिनिपुणचंश्चिं Jain Education international पार्श्वनाथ प्रणमिशरा हीँ अहं नमो कुद्धबुद्धीणां छँ ह्रीँ श्रीँ की ऐ अर्ह घर‌गेन्द्र‌यभावतीसहिताये श्री शंखे श्वर पश्चिनिषिय नमो नमः ।' (वर्ण३३) Swana, 15/5/68. For Pete & Personal-ose enty org Page #50 -------------------------------------------------------------------------- ________________ હૃદયમાં ઝીલવા સંબંધીના ભાવો અભિવ્યકત કર્યા. તે વખતે ગુરુમહારાજે કહ્યું, "પરમાત્માની કરુણાની ધારામાં સ્નાન આપણે નિરંતર કરવાનું છે. સાધના સમયે વિશિષ્ટ પ્રયોગ દ્વારા અને બાકીના સમયે પણ આપણે પ્રભુની કરુણામાં જ વસીએ છીએ, આપણું યોગ - સેમ પરમાત્માની કરૂણા જ કરે છે. સર્વત્ર પ્રભુની કરુણા વરસી રહી છે....... સર્વ જીવ ઉપર વરસી રહી છે. જગતના સર્વ જીવો પ્રભુની કરુણાના પાત્ર છે. આવું ચિંતનમનન જરૂરી છે. ખાસ યાદ રાખવું કે પ્રભુની કરુણાનો અનુભવ ભકત હૃદય કરી શકે છે. માટે પ્રભુ પ્રત્યે પ્રેમ કરવો". સાધના વખતે ચાર મુદ્દા યાદ રાખવા - (૧) પરમાત્મા કરુણાશકિતના મહાન ભંડાર છે. स्मरणमपि यदियं विन वल्ली कुठारं । श्रयति यदनुरागात् सन्निधानं निधानं ॥ तमिह निहित पापं व्यापमापद्भिदाया । मति निपूण चरितं पार्श्वनाथं प्रणौमि ॥ (૨) તે પરમાત્માની કરુણા તમારા ઉપર વરસી રહી છે તેનું ધ્યાન કરો. સાન્નિધ્ય અનુભવો. (૩) તે કરુણા તમારી અંદર કાર્યશીલ થઈ છે તેવી દઢ શ્રદ્ધા રાખો. (૪) તેનાથી કાર્ય થયું તેનું નિરીક્ષણ કરો. અને તેવો અનુભવ કરો. સાધના મુખ્ય આ ચાર વિભાગમાં કાર્યશીલ થાય છે. નવા ડીસામાં ૨૦૧૪ના આસો સુદી પૂનમે સિદ્ધચક્ર પૂજન પછી પૂ. ગુરુમહારાજે કહ્યું : ज्ञानवद्भिः समाम्नातं वनस्वाम्यादिभिः स्फुटम् । विद्याप्रवादात्समुद्धृत्य बीजभूतं शिवश्रियः ॥ जन्मदावहु ताशस्य प्रशान्ति नववारिदं । गुरूपदेशाद्विज्ञाय सिद्ध चक्रं विचिन्तयेत् ॥ (યોગશાસ્ત્ર : અષ્ટમ પ્રકાશ શ્લોક ૭૫-૭૬) Page #51 -------------------------------------------------------------------------- ________________ જે વિદ્યાપ્રવાદ નામના દસમા પૂર્વમાંથી ઉધૃત કરેલું છે, વજસ્વામી આદિ મહાપુરુષોએ જેને મોક્ષલક્ષ્મીના બીજ સમાન કહેલું છે, જે જન્મ-મરણ જંજાળને નાશ કરનાર છે તે સિદ્ધચક્રનું વિશેષ રીતે આરાધન કરવું. મંગલમય કળશની આકૃતિમાં જગતના સર્વ અમૃતમય પદો રહેલાં છે, તે વિચારી કળશાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું. સકલ મંત્રતંત્રમંત્રાધિરાજરાજેશ્વર શ્રી સિદ્ધચક્રજીનો અદ્ભુત મહિમા यत्रार्चिते यत्र नमस्कृते च, यत्र स्तुते यत्र नमस्कृते च । जना मनोवाञ्छितमाप्नुवन्ति, श्री सिध्धिचक्रं तदहं नमामि ।। જેનું દર્શન કરવાથી, વંદન કરવાથી, પૂજન કરવાથી, સ્તવન કરવાથી, ધ્યાન કરવાથી, સ્મરણ કરવાથી સકલ મનોવાંછિત પૂર્ણ થાય છે; એવા આ સિદ્ધચક્રજી ભગવાનને અમે અંતરઆત્માથી ભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ. इत्यति त्रिदशगोमणिद्रुमो . यत्प्रभावपटलं शिवप्रदम् । अर्हदादिसमलङ्कृतं पदैः सिद्धचक्रमिदमस्तु नः श्रिये ॥ કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ અધિક પ્રભાવશાળી અરિહંત આદિ પદો જેમાં અલંકૃત થયેલાં છે; તેવું આ સિદ્ધચક્ર મહામંત્ર અમને મોક્ષ ફળને આપનારૂં થાઓ. (સિદ્ધચક્ર પૂજન વિધિ : સિદ્ધચક્ર સ્તોત્ર શ્લોક ૮-૯) આ સિદ્ધચક્ર એ કલ્પવૃક્ષ છે; કારણ કે તેની આરાધના કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. આ સિદ્ધચક્ર ચિંતામણિ છે; કારણ કે સકલ ચિંતિત વસ્તુઓને આપનાર બને છે. આ સિદ્ધચક્ર કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ અધિક પ્રભાવશાળી છે; કારણ કે કલ્પનાતીત, વચનાતીત એવા આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપનો આ જન્મમાં જ અનુભવ, અને ભવાંતરમાં આત્માના પૂર્ણ શુદ્ધ ચૈતન્યને પ્રગટ કરનાર બને છે. જેવી રીતે ચક્રવર્તી રાજા ચક્રરત્નના આધારે છ ખંડનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે, તે જ રીતે સિદ્ધચક્રનો આરાધક સિદ્ધચક્ર ભગવાનના પ્રભાવથી ત્રણ ભુવનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. ચક્રવર્તી રાજાને છ ખંડનું સામ્રાજ્ય મળે છે અને સિદ્ધચક્રના આરાધકને ત્રણ ભુવનનું સામ્રાજ્ય મળે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૨ यस्य प्रभावाद्विजयो जगत्यां सप्तांगराज्यं भूवि भूरिभाग्यम् । परत्र देवेन्द्रनरेन्द्रता स्यात् तत् सिद्धचक्रं विदधातु सिद्धिम् ॥ (સિદ્ધચક્ર પૂજન વિધિ-મંગલાચરણ) જેના મહાપ્રભાવ વડે વિશ્વમાં સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે, સાત અંગવાળું વિશાળ રાજ્ય પ્રાપ્ત થાય છે, પરલોકમાં દેવેન્દ્ર અને નરેન્દ્રની પદવી પ્રાપ્ત થાય છે, એવું આ સિદ્ધચક્ર મહાયંત્ર અમને સિદ્ધિ આપો. किं बहूक्तेन भो મા:, अस्यैवाराधकैर्नरैः 1 तीर्थकृन्नामकर्माऽपि, हेलया समुपार्जते 11 . (સિદ્ધચક્ર પૂજન વિધિ-ત્રીજી ચોવીશી-છેલ્લો શ્લોક.) આ સિદ્ધચક્રજીના ગુણોનું બહુ વર્ણન કરવાથી શું? અર્થાત્ આ સિદ્ધચક્રજીની આરાધનના પ્રભાવથી તેનો આરાધક ત્રણ ભુવનને પૂજનિક એવું તીર્થંકર નામકર્મ ક્ષણ માત્રમાં ઉપાર્જન કરે છે. માટે જ શ્રીપાલના રાસમાં બીજા ખંડમાં વિદ્યાધર મુનિરાજની દેશનામાં કહ્યું છે નવપદ મહિમા તિહાં વર્ણવેજી, સેવો ભવિક સિદ્ધચક્ર રે; ઈહભવ પર ભવ લહિએ એહથીજી, લીલા લહેર અથક્ક રે. દેશનામાં નવપદના મહિમાનું વર્ણન કરે છે : ``હે ભવ્ય જીવો! તમે સકલ મંત્રતંત્રયંત્રાધિરાજ રાજેશ્વર, સકલ મનવાંછિતપૂર્ણ કરનાર, ચિંતામણિ અને કલ્પવૃક્ષ કરતાં અધિક પ્રભાવશાળી એવા સિદ્ધચક્ર ભગવાનની સેવા કરો, તેમની સેવાથી આ લોક અને પરલોકમાં સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે. દુઃખ દોષગ સવિ ઉપશમેજી, પગ પગ પામે દ્ધિ રસાલ રે; એ નવપદ આરાધતાંજી, જિમ જગ કુંવર શ્રીપાલ રે.” આ સિદ્ધચક્ર ભગવંતના પ્રભાવથી સર્વ દુઃખ અને ધૈર્ભાગ્ય નાશ પામે છે, ચિંતાઓ ચૂર્ણ થઈ જાય છે, સર્વ ભય, શોક અને ઉપાધિથી મુકત બની જવાય છે, સુખ, શાન્તિ, આનંદ અને નિર્ભયતા પ્રાપ્ત થાય છે. આત્માના પૂર્ણ શુદ્ધ ચૈતન્યનો અનુભવ અને પ્રાપ્તિ થાય છે. ``હે ભવ્ય આત્માઓ! જે રીતે શ્રીપાલ મહારાજાએ નવપદમય સિદ્ધચક્રનું આરાધન ર્યું, તે રીતે તમે પણ આરાધના કરો, તેના પ્રભાવથી તમે મોક્ષ પર્યંતની Page #53 -------------------------------------------------------------------------- ________________ સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ, લક્ષ્મીઓ અને શક્તિઓને પ્રાપ્ત કરશો". પૂ. ગુરુમહારાજ :- આરાધનાનું સાતત્ય એ જ સાધના માર્ગમાં સૌથી મહત્વનું છે. એક પણ દિવસ પડવો ન જોઈએ. જે ટાઈમે દરરોજ આરાધના થતી હોય તે જ ટાઈમ બને ત્યાં સુધી જાળવી રાખવો. કોઈપણ કળા કે વિદ્યામાં નિષ્ણાત બનવું હોય તો બાર વર્ષ સતત અભ્યાસ કરવો પડે છે. આધ્યાત્મિક કળામાં પણ આગળ વધવા માટે ઓછામાં ઓછું બાર વર્ષ સાતત્ય જાળવી રાખવું. નમસ્કાર મંત્ર, સિદ્ધચક્ર યંત્ર અને પૂજનવિધિ તે તંત્ર - આ ત્રણેનું અનુસંધાન રાખવું. મંત્રનો જપ, યંત્રનું ધ્યાન અને તંત્રથી નિદિધ્યાસન કરવું. તે માટે સિદ્ધચક્રનું પૂજન દરરોજના જીવનમાં લાવવા માટે પ્રયત્ન કરવો અને સાધના એક પણ દિવસ પડે નહિ તે રીતે સતત ચાલુ રાખવી. યોગ અને અધ્યાત્મના ગ્રંથોનું અધ્યયન ચાલુ રાખવું. ઓછામાં ઓછું બિયાસણાનું પચ્ચખ્ખાણ કરવું. - સાધક :- આપનું પ્રત્યેક વચન રત્નચિંતામણિ સમાન છે. આત્માનો અનુભવ કરવા માટે આપ જે માર્ગ દર્શાવો છો તે માર્ગે ચાલવા માટે પૂર્ણ ઈચ્છા છે અને આપે મારા માટે જે ચિંતવ્યું હોય તેવું જ બનો તેવી ભાવના છે. પૂજ્ય ગુરુમહારાજ દીસે છે જાણે વાત્સલ્યરસનું વહેતું ઝરણું! મૈત્રીનો મહાસાગર! પરોપકારની પરબ' પ્રેમની જીવતી જાગતી પ્રતિમા! આવા સદ્ગુરુની અનુભવ ભાવગર્ભિત મધુર ગીરા સાધકના હૃદયને ભેદીને આરપાર ઉતરી જાય છે. નિર્મળતામાં ગંગાના નીર સમા, પુષ્યની જેમ પરિમલથી વાતાવરણને પરમાત્મમય બનાવનારા, પ્રભુની કરુણાથી પોતે પુષ્ટ બનીને, બીજાઓને પ્રભુની કરુણાનો આસ્વાદ કરાવનારા આવા સમર્થ મહાયોગીને પામીને સાધક ધન્ય ધન્ય બની ગયો! ખરેખર! વહાલની વેણુને વગાડનાર આવા સંતો, સરોવર, વૃક્ષ, વરસાદઆ ચારે પૃથ્વી ઉપર પરોપકાર માટે જ હોય છે! સરવર, તરવર, સંતજન ચોથા બરસે મેહ; પરમારથકે કારણે, ચાર ધરિયા દેહ. પૂજ્ય ગુરુમહારાજની પવિત્ર પ્રેરણા અને આશીર્વાદથી રોજની Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આરાધનામાં સિદ્ધચક્રપૂજન શરૂ થયું. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, ઉપમિતિ, ત્રિશષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર, સિરિ સિરિવાલ કહા, શ્રીપાળ રાસ, ચાર પ્રકરણ આદિનું વાંચન ચાલુ હતું. વારંવાર એકાદ મહિને પૂ. ગુરુમહારાજનો મેળાપ થતો. સાધક :- વાસનાઓ વારંવાર સતાવે છે, સદ્ગુણ જીવનમાં આવતા નથી. આત્મદર્શનની ઘણી ઝંખના છે. યોગ્ય માર્ગ જાણવા જિજ્ઞાસા છે. પૂ. ગુરુમહારાજ:- પ્રભુની કરુણાના ઘણા રૂપો છે. કોઈ વખત અમૃતના ફુવારા તુલ્ય હોય છે, તો કોઈ વખત પાપને બાળવા માટે અગ્નિરૂપ હોય છે, કોઈ વખત ગુણોના વરસાદ રૂપ હોય છે, તો કોઈ વખત આત્મદર્શનના પ્રકાશરૂપ પણ હોય છે. પરમાત્માની કરુણા વિશિષ્ટ પ્રસંગોએ વિશિષ્ટ રૂપમાં ઉપયોગી હોય છે. પરમાત્મા સર્વ દોષથી મુકત છે, ગુણપ્રકર્ષવાન છે, સ્વ રૂપ અવસ્થિત છે, જ્ઞાનાદિ અનંત ગુણથી પૂર્ણ છે અને આત્મદર્શન (આત્માનાઅનુભવ) ના પરમ નિમિત્ત છે. તેમજ ધ્યાન કરવા માત્રથી પાપનો ક્ષય કરનારા છે. "वीतरागोऽप्यसौ देवो, ध्यायमानो मुमुक्षुभिः । स्वर्गापवर्गफलदः शक्तिस्तस्य हि तादशी ॥" પરમાત્મા વીતરાગ હોવા છતાં મુમુક્ષુ વડે જ્યારે તેમનું ધ્યાન કરાય છે, ત્યારે તે સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ) રૂપી ફળને આપે છે. કેમકે તેમની તેવા પ્રકારની નિશ્ચિત શકિત છે. વાસના (પાપો)ના ક્ષય માટે, જીવનમાં સદ્ગુણ લાવવા માટે અને આત્મદર્શન માટે પ્રભુની કરુણાનો વિશિષ્ટ પ્રયોગ કરવો. દુષ્ટ વૃત્તિઓ. મલીન વાસનાઓ, પાપ વૃત્તિઓનો નાશ કરવા માટે પરમાત્માની કરુણારૂપ અગ્નિમાં આ બધી મલીન વૃત્તિઓને બળતી જોવી. જીવનમાં સદ્દગુણો લાવવા માટે પરમાત્માના ગુણ- ગંગાજળમાં સ્નાન કરવું અને ગુણોથી આપણે ભરાઈ રહ્યા છીએ તેવો સંકલ્પ કરવો. આત્મદર્શન માટે પરમાત્માના દિવ્ય પ્રકાશનું આલંબન લઈ, તે દિવ્ય પ્રકાશમાં પરમાત્માના જેવા-સત્તાએ આપણામાં રહેલા આત્મ સ્વરૂપનું દર્શન કરવું. આ માટે વિશિષ્ટ સાધના કરવી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૫ (પ્રભુની કરુણાની ધારામાં સ્નાનનો કાર્યક્રમ નિયમિત ચાલતો હતો. સાધના સિવાયના સમયે પણ પરમાત્માની કરુણાનું અનુસંધાન રહેતું. ઉપર મુજબ વાર્તાલાપ પછી થોડા દિવસોમાં પરમાત્માની કરુણા પૂ. ગુરુમહારાજે કહ્યા મુજબ કાર્યશીલ બની.) અત્રે ખાસ યાદ કરાવવું જરૂરી છે કે પૂ. ગુરુમહારાજના મુખમાંથી નીકળતું પ્રત્યેક વાક્ય અનુભવની ભાષા છે. તે વિશિષ્ટ હેતુપૂર્વક જ કાંઈપણ કહેતા હોય છે. સાધકને વારંવાર ગુરુભગવંતનો મેળાપ થતો હોવાથી, જિનઆગમના રહસ્યોથી પૂ. ગુરુભગવંત સાધકને પાવન કરી જ રહ્યા. અહીં તો માત્ર આત્માના અનુભવની પ્રક્રિયા પૂરતી જ નોંધ લીધી છે. દરેક વર્ષના ૧૨૦ દિવસ અંદાજે સાધકને પૂ. ગુરુભગવંતનું સાન્નિધ્ય ૨૦૧૪ના ચૈત્ર મહિનાથી ૨૦૩૬ સુધી રહ્યું. તેમાં જિન આગમના રહસ્યોની અને જૈન અને જૈનેતર ગ્રંથોના સારરૂપ તત્ત્વની વિચારણા થતી, જેની નોંધ કરીએ તો ગ્રંથોના ગ્રંથો ભરાઈ જાય. (તેમાંની કેટલીક તત્ત્વ વિચારણા પૂ. પં.ભદ્રંકર વિજયજીએ રચેલા સાહિત્યમાં પ્રકાશન થયેલ છે. અને હવે પછી પ્રકાશન થનાર સાહિત્યમાં આવશે.) અહીં તો માત્ર અનુભવાત્મક પ્રક્રિયાની સામાન્ય નોંધ લખી છે. તેનું વિશેષ સ્વરૂપ વ્યક્તિ વિશેષ માટે જ ઉપયોગી હોવાથી અહીં નોંધ્યું નથી. ૨૦૧૩ના ચૈત્રથી ૨૦૩૩ના વૈશાખ સુધીના ૧૯ વર્ષ દરમ્યાન અંદાજે ૨૨૮૦ દિવસનું સાન્નિધ્ય આપવાની કૃપા ગુરુભગવંતે કરેલી. તેમાં સાધકને સંબોધી દરરોજ વિશેષ પ્રકારે ધર્મબોધ આપેલ. ૨૦૩૩ના વૈશાખ પછી પૂ. ગુરુમહારાજની શારીરિક અનુકૂળતા ન હતી, તે વખતે મૌનપણે પણ આશીર્વાદ આપતા જ હતા. મૌનની પણ ભાષા હોય છે. નિકટના પરિચયવાળો શિષ્ય, મૌની ગુરુની ભાષાને અનુભવી શકે છે. ગુરુ ચરણકમળમાં બેસવા દઈને આવું સાન્નિધ્ધ આપનાર આ સાચા સંત પ્રાણથી પણ વધુ વહાલા લાગે છે!.......... પ્રભુની કરુણાની પ્રક્રિયા અદ્ભુત રીતે ગોઠવાઈ ગઈ. પૂ. ગુરુમહારાજે “આરાધના કેમ ચાલે છે? નવું શું અનુભવાય છે”? પૂછ્યું ત્યારે સાધકે કહ્યું: પ્રભુની કરુણામાં સ્નાન કરવાથી સાધકના રોગ, શોક, દુ:ખ, ભય, ચિંતા ચાલ્યાં ગયાં હોય તેવું અનુભવાય છે. સાધક સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતાથી ભરાઈ ગયો હોય તેવું અનુભવાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ હવે સાધક (આપણે) પ્રભુને પ્રાર્થના કરે છે : “હે કરુણાસાગર પરમાત્મા! આપના તો સર્વ દોષ નાશ પામ્યા છે. આપ વીતરાગ પુરુષ સર્વ દોષ રહિત છો. હું તો પાપથી પરિપૂર્ણ છું. વાસનાઓ હજા સતાવે છે. કષાયો પીછો છોડતા નથી. વિષયોના રસથી ભરેલો છે. પ્રભુ! હું બહારથી આપનો ભકત કહેવાઉ છું, પરંતુ અંદરથી મારી આ સ્થિતિ છે. ગમે તે રીતે આપ પાપથી મુક્ત કરો, મુકત કરો!” તે વખતે સામે રહેલા કરુણાસિંધુ પરમાત્માની કરુણા અગ્નિની જ્વાળાનું રૂપ ધારણ કરે છે. પ્રભુની કરુણાએ નિગ્રહ સ્વરૂપ ધારણ કર્યું છે. અગ્નિવાળા આપણી ચારે તરફ વીંટાઈ વળે છે. તેમાં સર્વ પાપ બળે છે. કષાયો અને વાસનાઓ પણ અગ્નિજવાળામાં બળી રહી છે. (પાપ બળી ગયાં છે તેવું લાગે ત્યાં સુધી અગ્નિ પ્રયોગને ચાલુ રાખવો. થોડી ક્ષણો માટે વિષયો, કષાયો તથા પાપને બળતા જોવા....... પાપો બળી રહ્યાં છે તે સંકલ્પ દઢ કરવો.) ધીમે ધીમે અગ્નિ શાંત થાય છે. પૂ. ગુરુમહારાજ ઃ આવા પ્રયોગ કરતી વખતે આંખ બંધ કરીને કાંઈ દેખાતું ન હોય છતાં, વારંવાર આવું ચિંતન કરવાથી ધીમે ધીમે બળતા દેખાવા માંડશે. ખૂબ જ પોઝીટીવ (Possitive Attitude વાળા) રહેવું. Ideal Reality - (મનોમય ભૂમિકા ઉપરનું સત્ય) ભગવાન મહાવીરસ્વામી ૨૫૨૦ વર્ષ પહેલાં થઈ ગયા. નિર્વાણ પામી મોક્ષે ગયા. તે Historical Reality - ઐતિહાસિક સત્ય છે. તે જાણવા માટે ઘણું ઉપયોગી છે; જ્યારે પરમાત્માની ભક્તિ, ઉપાસના, ધ્યાન સમયે deal Reality મનોમય ભૂમિકા ઉપરનું સત્ય કામ આવે છે. દા. ત., મહેસાણામાં સીમંધરસ્વામીનું મંદિર છે. ત્યાં અત્યારે આપણે જઈને પૂજા-સેવા કરી શકીએ છીએ, તે ભૌતિક રૂપે પ્રગટ થયેલું સત્ય (Objective Reality) કહેવાય. આજથી ૩૦ વર્ષ પહેલાં તે સ્થળે જંગલ હતું. તે વખતે એક સંત પુરુષના મનમાં વિચાર ઉત્પન્ન થયો કે એક મોટું મંદિર હોવું જોઈએ, તેમાં મોટા સીમંધરસ્વામી ભગવાન બિરાજમાન હોવા જોઈએ વગેરે. ત્રીસ વર્ષ પહેલાં સંત પુરુષના મનમાં ઉત્પન્ન થયેલું મંદિર તે મનોમય ભૂમિકા ઉપરનું સત્ય (Ideal Reality) છે. જો સંત પુરૂષના મનમાં ૩૦ વર્ષ પહેલાં તે મંદિર ન આવ્યું હોત, તો અત્યારે ત્યાં જંગલ હોત અગર બીજું કાંઈ હોત. સંત Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પુરુષના મનમાં ઉત્પન્ન થયેલું મંદિર તેાdeal Reality -મનોમય ભૂમિકા ઉપરનું સત્ય છે. જગતમાં જેટલાં યુદ્ધ થયાં તેમાં સૌથી પહેલાં મનુષ્યનાં મનમાં યુદ્ધ થાય છે. તે પછી ઘણા વખત પછી રણમેદાનમાં યુદ્ધ થાય છે. મનમાં ઉત્પન્ન થયેલું યુદ્ધ Ideal Reality નું યુદ્ધ છે. રણમેદાનમાં ખેલાતું યુદ્ધ Objective Reality નું યુદ્ધ છે. (ભૌતિકરૂપે પ્રગટ થયેલું સત્ય.), આપણે દુકાન કે કારખાનું કરવું હોય ત્યારે દુકાન કે કારખાનું સૌથી પ્રથમ આપણા મનમાં ઉપસ્થિત થાય છે. તે પછી આપણે જગ્યા ખરીદીએ છીએ. તેમાં વેપાર, નફો વગેરે થાય છે. નફો કરતી દુકાન કે કારખાનું તે (objective Reality) ભૌતિકરૂપે પ્રગટ થયેલું સત્ય છે. અને મનમાં ઉપસ્થિત . થયેલ દુકાન કે કારખાનું તે (Ideal Reality) મનોમય ભૂમિકા ઉપરનું સત્ય છે. જો આપણા મનમાં તે દુકાન કે કારખાનું ન આવ્યું હોત તો આપણે કદી દુકાન કે કારખાનાના માલિક બની શકત નહીં. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં ઊભેલા હતા. બહાર કોઈ દુશ્મન સાથે યુદ્ધ ખેલાતું ન હતું. કોઈ શસ્ત્ર પણ ન હતાં, છતાં પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનમાં ખેલાતું યુદ્ધ તે (Ideal Reality) મનોમય ભૂમિકા ઉપરનું સત્ય છે. કારણ તે મનનું યુદ્ધ સાતમી નરક સુધી પહોંચાડવાને સમર્થ હતું. તે યુદ્ધના ભાવમાં પલટો આવતાં, આત્મધ્યાનમાં ચઢતાં તે કેવળજ્ઞાન સુધી પહોંચી શક્યા. ચૌદ રાજલોકના બન્ને છેડા સુધી પહોંચાડવાનું સામર્થ્ય પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનની અંદર ચાલી રહેલ ભાવોમાં હતું. આ દૃષ્ટાંત ઉપરથી એક વસ્તુ સમજાય છે કે, ભૌતિક રૂપે પ્રગટ થયેલું સત્ય, પહેલાં તો મનુષ્યના મનમાં ઉત્પન્ન થાય છે. આવી રીતે પરમાત્મા પણ પહેલાં આપણા મનમાં ઉપસ્થિત થાય છે, મોક્ષ પણ પહેલાં આપણા મનમાં ઉત્પન્ન થાય છે, પછી સાચો મોક્ષ પ્રગટ થાય છે. જેવી રીતે કલ્પનાના યુદ્ધમાં સાતમી નારકી સુધી પહોંચાડવાનું સામર્થ્ય છે, તેવી રીતે કલ્પનાના ભગવાનમાં મોક્ષ પયતની સંપદાઓ આપવાનું સામર્થ્ય છે. આપણે ધ્યાન સમયે આંખ બંધ કરીને જે કાંઈ દૃશ્ય જોઇએ છીએ, જે કાંઈ ભાવથી ભાવિત બનીએ છીએ, જે કાંઈ સંકલ્પ કરીએ છીએ, તેની આપણા ઉપર શું અસર થાય છે? Page #58 -------------------------------------------------------------------------- ________________ ३८ એક યોગી પુરુષ હિમાલયમાં સાધના કરતા હતા. એક માણસ તેમની પાસે આવ્યો. કહે છે - હું ઠંડીથી ખૂબ થીજી ગયો છું વધુ જીવી નહિ શકું. આપ મારામાં પ્રવેશેલી ઠંડી નાશ કરવા કાંઈક કરો. ત્યારે યોગી પુરુષે “” બીજનું ધ્યાન કર્યું “ૐ” અગ્નિબીજ છે. અને પોતાની જાતનું અગ્નિ સ્વરૂપે ધ્યાન કરી, પોતાનો હાથ લાંબો કરી, આવેલ માણસને તેના કિરણો આપ્યાં. તેની ઠંડી નાશ પામી. અહીં દીવાસળી ચાંપીને કશું સળગતું ન હતું, છતાં આવનાર માણસની ઠંડી નાશ પામી તે બતાવે છે કે અંદર કાંઈક પ્રક્રિયા થઈ છે. ઘણી વખત બીજાનું સુખ જોઈને કોઈ માણસ બળતો હોય છે. તે માણસનું ૬ મહિના પછી લોહી બળી ગયું હોય છે. બહારથી સળગતું કાંઈ દેખાતું નથી, છતાં અંદરથી બળતું હોય છે. આ રીતે પ્રભુની કરુણારૂપ અગ્નિ પાપોને બાળે છે તેવો સંકલ્પ કરવાથી પાપવૃત્તિ, મલીન વાસના અને દુષ્ટ ભાવ નાશ થતો અનુભવાય છે. આ સત્ય સંકલ્પ છે. યોગશાસ્ત્રના સાતમા, આઠમા પ્રકાશમાં ઘણી જગ્યાએ આવું વિચારવું, આવું ચિંતવવું એમ બતાવ્યું છે તે સાધના માર્ગમાં ખૂબ ઉપયોગી છે. સાધના વખતે જે કાંઈ જોઈએ છીએ અનુભવીએ છીએ તેની આપણા વન ઉપર ઘેરી અસર થાય છે. સાધક :- પ્રભુના કરુણારૂપ અગ્નિ વડે પાપ દહન પછી સાધક પ્રભુને પ્રાર્થના કરે છે - આપ અનંત ગુણના નિધાન છો. ગુણ પ્રકર્ષવાન છો. હું ગુણહીન છું. મારામાં એકે સદ્ગુણ નથી, તો આપના ગુણોથી મને પવિત્ર (ગુણવાન) બનાવો. તે વખતે પરમાત્માના અંગે અંગમાંથી ગુણોનો વરસાદ પડે છે. વરસાદ ગંગાજળ જેવો છે. તેમાં આપણે સ્નાન કરીએ છીએ. તુમ ગુણગણ ગંગાજળે હું ઝીલીને નિર્મળ થાઉ રે,,, તુમ તણા, ગિરુઆ રે પરમાત્માના ગુણોનો હિમાલય પર્વત જેવડો ઢગલો કલ્પવો. પરમાત્માના ગુણો અનંત.... અનંત.... અનંત છે. હિમાલય કરતાં પણ ઘણા અધિક પ્રભુગુણ રૂપી હિમાલય ઉપરથી પ્રભુ ગુણ ગંગાનો ધોધ પડે છે. તેમાં (ધોધમાં) આપણે સ્નાન કરીએ છીએ. તેનાથી નિર્મળ બનીએ છીએ. ગુણોથી આપણે ભરાઈ જઈએ છીએ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ, દયા, દાન, પરોપકાર, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ગુણ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આદિ ગુણોથી આપણે ભરાઈ જઈએ છીએ. પ્રભુની ગુણ રૂપી ગંગામાં સ્નાન કરવાથી આપણે પવિત્ર બન્યા છીએ. નિર્મળ - શુદ્ધ બન્યા છીએ. પૂ. ગુરુમહારાજ :- પાપ દહન વખતે જે વિશેષ દુષ્યવૃત્તિઓ આપણને હેરાન કરતી હોય, તેને ખાસ સંકલ્પપૂર્વક બાળી નાંખવી. ગુણગંગામાં સ્નાન વખતે આપણને જે ખાસ ગુણની જરૂર હોય તે આપણા અંદર પ્રવેશે છે તેવો સંકલ્પ કરવો. દા.ત. આપણામાં ઉદારતા ગુણ નથી. તો પ્રભુ ગુણગંગામાં સ્નાન વખતે ઉદારતા ગુણ આપણામાં પ્રવેશી સ્થિર બને છે તેવો સંકલ્પ કરવો. પૂ. ગુરુમહારાજ સાધકને ઉદ્દેશીને કહે છે - જે સાધના ૧૨ નવકારથી માંડીને શરૂ થઈ તે પ્રતિદિન ચાલુ રાખવી. ધીમે ધીમે સાધના વધારતા જવું. સિદ્ધચક્ર પૂજન, નવકારનો જાપ, નવપદની આરાધના, ઓછામાં ઓછું બિયાસણાનું પચ્ચક્ખાણ, સામાયિક, પ્રતિક્રમણ, શાસ્ત્ર અધ્યયન, સંતસમાગમ નિયમિત કરવા. આરંભ-સમારંભ બને તેટલો ઓછો કરવો. સર્વ સાથે ઉચિત વ્યવહાર, મૈત્રી આદિ ભાવોથી ભાવિત રહેવું, અને ધારણા ધ્યાન માટે વિશેષ પ્રયોગાત્મક રીતે આગળ વધવું. - પાંચે ઈન્દ્રિયોના વિષયો ઉપર કાબુ રાખવો અને સંતોષ વૃત્તિને ધારણ કરવી. સદ્ગુરુ બોધિ અને સમાધિ પુષ્ટ કરનાર વચનો વડે સાધકને વિભૂષિત કરે છે. ગુરુ મહારાજના પ્રશમરસ નિમગ્ન નીચાં ઢળતાં નયનો, પદ્માસનની વિશાળ પલાંઠી, પ્રેમભરી સૌમ્ય દૃષ્ટિ, વાત્સલ્ય સભર અનુભવ ભાવિત વાણીનો મેધ, હૃદયમાંથી ઝરતું સકલ સત્ત્વહિતાશય સ્વરૂપ સુમધુર ઝરણું! અહો! અહો! પૂર્વે સંચિત કરેલાં પુણ્ય જાગ્યાં, પૂર્વજન્મના ગુરુભગવંતના સંબંધોનું અનુસંધાન થયું ત્યારે આપણું આવા સંતના ચરણરજ રૂપે તેમની સમક્ષ ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય જાગ્યું! Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અરિહંતોની લોકોત્તર મહાનતા પૂજ્યશ્રીનું ૨૦૧૫નું ચાતુર્માસ જામનગર હતું. ત્યાં વારંવાર સાધકને વંદનાર્થે જવાનું થતું. પૂ. ગુરુમહારાજ આ ચાતુર્માસ “અરિહંત' પદના વિશિષ્ટ રીતે ચિંતન, મનન, ધ્યાન આદિમાં રકત હતા. તેમણે સાધકને લલિત વિસ્તરા ગ્રંથ ઉપરથી અરિહંત પરમાત્માના સ્વરૂપનું અમૃતપાન કરાવતા કહ્યું કે અનાદિ કાલીન વિશિષ્ટ કોટિના તથાભવ્યત્વને ધારણ કરનાર અરિહંત પરમાત્માનો આત્મા નિગોદથી માંડીને વિશેષ યોગ્યતાને ધારણ કરનારો હોય છે “કૃતજ્ઞતા. પતયઃ” “પરાર્થ વ્યસનીઃ” કૃતજ્ઞતા ગુણના સ્વામી, પરોપકારના વ્યસનવાળા - આવા ગુણોથી અલંકૃત અરિહંત પરમાત્માના આત્માનું તથાભવ્યત્વ વિશેષ પ્રકારનું હોય છે. કાચનો ટુકડો અને જાતિવંત રત્ન બે વચ્ચે જેટલો ફરક હોય છે, તેટલો ફરક સામાન્ય જીવો અને અરિહંત પરમાત્માના આત્મા વચ્ચે હોય છે. પરમાત્માનો આત્મા છેલ્લેથી ત્રીજા ભવે સકલ જીવરાશિના કલ્યાણ ભાવની પરાકાષ્ઠાએ પહોંચે છે. છેલ્લાથી ત્રીજા ભવે વર બોધિ - સમ્યક્ત્વની અસાધારણ નિર્મળતાને પામીને તીર્થંકરનો આત્મા ભવસંસાર સમુદ્રમાં દુ:ખી થઈ રહેલા જગતના અનંત જીવોને જોઈને વિચારે છે – “જિનેશ્વર ભગવંતનો ધર્મરૂપી ઉદ્યોત જગતમાં વિદ્યમાન હોવા છતાં, મિથ્યાત્વ આદિ મોહાંધકારને કારણે જગતના જીવો ભવસંસાર સમુદ્રમાં દુઃખી થઈ રહ્યા છે. મને જો કોઈ એવી શકિત પ્રાપ્ત થઈ જાય તો ભવભ્રમણની પીડાથી દુઃખી થઈ રહેલા આ જગતના જીવોને ભવસંસાર સમુદ્રથી પાર ઉતારૂં. સર્વજ્ઞ ભગવાનના ધર્મરૂપી ઉદ્યોત વડે નિસર્ગથી જ જ્યાં અનંત સુખ છે તેવો મોક્ષ હું સહુને પમાડવાવાળો બનું.” આ ભાવની પરાકાષ્ઠાએ તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે અને છેલ્લા ભવે સકળ વિશ્વને કલ્યાણકારી ધર્મતીર્થની સ્થાપના કરે છે, તે સમયે પ્રાતિહાર્યો, અતિશયોની સંપદા પ્રગટે છે વગેરે તીર્થકરનો મહિમા ગુણો, તેમના દર્શન, વંદન, પૂજન, સ્તવન, ધ્યાન, સ્મરણ અને આજ્ઞાપાલનથી થતાં અનંત લાભો આદિનું વર્ણન નિરંતર ચાલતું. પૂ. ગુરુભગવંત અરિહંત પરમાત્માના અમૃત રસથી સાધકને ભાવોને Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૧ નવપલ્લવિત કરતા જ રહ્યા. પૂ. ગુરુભગવંતના અણુએ અણુમાં અરિહંત પદનો રણઝણાટ સંભળાતો, તેમના આત્માના પ્રદેશ પ્રદેશમાં અરિહંત પદના નાદનો ગુંજારવ થતો, અરિહંત પદના વર્ણન કરતા ત્યારે તેમના મુખ ઉપર હર્ષ, આનંદ, રોમાંચ આદિ વ્યાપી જતાં. તે વખતે પૂ. ગુરુભગવંતના મુખારવિંદનું દર્શન અત્યંત પાવનકારી બનતું. અરિહંત પરમાત્માની વાત કરે ત્યારે તેમનું ચિત્ત પ્રભુને સંપૂર્ણ સમર્પિત હોય તેવું દીસે, હૃદય અરિહંત ભાવથી ભાવિત થયેલું અનુભવાય, વાણી તો પ્રભુના સાચા સંદેશવાહકની જેમ પુષ્પરાવર્ત મેઘ સમી પ્રશમરસનું પાન કરાવે, મોહાન્ધકારથી વ્યાપ્ત બનેલા જીવોના નેત્રમાં પ્રવચન અંજન જેવી દિવ્ય સુમધુર વાણીનું પાન કરાવે. - સાધકને આ રીતે પૂ. ગુરુભગવંત અરિહંત પદનું અમૃત ઘૂંટી ઘૂંટીને કેટલાય વર્ષો સુધી પીવડાવતા જ રહ્યા અને સાધકની સુષુપ્ત ચેતનાને અરિહંત ભકિતમાં ઉદ્યમવંત બનાવવા પ્રેરણા આપતા જ રહ્યા. સાધકના પુરુષાર્થને જિનભકિતની જ્વલંત દિશામાં કાર્યશીલ બનાવતા રહ્યા... I પૂ. ગુરુ મહારાજ સાથે કદાચ કોઈ વાદ કરવા આવે ત્યારે | આપણને ખ્યાલ આવે કે - ગુરુ વાદ નથી કરતા, સંવાદ કરે છે. ગુરુ ખંડન નથી કરતા, મંડન કરે છે. I તે પ્રતિપક્ષીનું પણ તેની અપેક્ષાએ સમર્થન કરે છે. જે અસંમત થવા માટે આવે છે, તેને ગુરુ મહારાજ સહમત i કરે છે. | “ના” કહેવા આવેલા, “હા” માટે આવેલા બની જાય છે. તે કદી કોઈનો વિરોધ ન કરે. તેમની અવિરોધી વાણી છે. વિરોધીની વાણીને પણ સ્વાદવાદ ભાવે સહકારી બનાવે છે. પૂ. ગુરુ મહારાજ વિચ્છેદક નહિ, સંયોજક છે. તે કહેતા-“વાદ કરવા આવેલા-વિરોધ કરવા આવેલા ગૌતમસ્વામીને પરમાત્મા મહાવીર દેવે વેદ વચનનો અર્થ સમજાવીને સંવાદી અને સહકારી બનાવ્યા. આવો છે પૂજય ગુરુ મહારાજની મૈત્રી અને પ્રેમપૂર્ણ આંતર વૈભવ. Page #62 -------------------------------------------------------------------------- ________________ T ] મૈત્રીભાવનાનું જીવંત સ્વરૂપ : પંચાલજી મહારાજ 0000 જેના હૈયે સર્વનું હિત છે. “શિવમસ્તુ સર્વ જગત” જેમના ઉપદેશનો મર્મ છે “સવિ જીવ કરૂં શાસન રસી” જેમનો જીવનમંત્ર છે “ગુણાનુરાગની પરાકાષ્ઠા” – જેમનું જીવન છે કોઈનો અવર્ણવાદ કહીને તેમણે મુખને કદી મલીન થવા દીધું નથી. વિરોધને પણ જેમણે વિનયનું રૂપાંતર આપ્યું. વાતાવરણને વાત્સલ્યથી ભરી દીધું. પ્રેમની જીવતી જાગતી પ્રતિમા એટલે પંન્યાસજી મહારાજ. પૂ. ગુરુમહારાજના વકતવ્યમાં જીવ માત્રના કલ્યાણની ભાવના વારંવાર આવે, પરમાત્માની કરુણાના પાત્ર જગતના જીવો પ્રત્યે ઔચિત્ય, મૈત્રી આદિ ભાવોનું વિશેષ સ્વરૂપ વારંવાર બતાવતા, તેમના દરેક વકતવ્યમાં જીવ માત્રના કલ્યાણની વાત નિરંતર આવતી, સાધનામાં મૈત્રી આદિ ભાવોને જોડવા માટે પ્રેરણાદાયી પ્રવચન ચાલુ જ રહેતું. તેનું ટૂંકુ જીવંત સ્વરૂપ આ પ્રમાણે છે : પરસ્પરોપપ્રદ નીવાના” - એક જીવને બીજા જીવ સાથે સંબંધ છે. જ્યારે કોઈ જીવ પ્રત્યે આપણે પ્રતિકૂળ મનોભાવ રાખીએ છીએ ત્યારે નિગ્રહ થાય છે. અનુકૂળ મનોભાવ રાખીએ છીએ તો અનુગ્રહ (ઉપકાર) થાય છે. એક કીડીને મારવાનો પરિણામ નરકગતિનું કારણ બને છે અને એક કીડીને બચાવવાનો વિચાર સ્વર્ગાદિગતિનું કારણ બને છે. વિશ્વના સમગ્ર જીવો સાથે આપણો સંબંધ સૂચવનાર પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજનું તત્ત્વાર્થસૂત્ર ગ્રંથનું આ મહાન સૂત્ર આપણા જીવન - પ્રવાહને તથા વિચારતંત્રને દિવ્ય માર્ગદર્શન આપે છે. આપણામાં રહેલા ધિકકાર, ઈર્ષા અસૂયા, દ્વેષ, અમૈત્રી - વૈર આદિ ભાવો આપણને ભયંકર નુકશાન કરે છે Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અને જેના પ્રત્યે આપણે આવા પ્રતિકૂળ ભાવો રાખીએ તેને પણ નુકશાન પહોંચાડે છે. માટે વિચારની ધારાને મૈત્રી, પ્રેમ, કરુણા, વાત્સલ્ય, દયાની દિશામાં વિકસિત કરવી જરૂરી છે. આ રીતે આપણે વિચારોને સાચી દિશામાં વળાંક આપવાનો છે. ભગવાન પાર્શ્વનાથ સ્વામીના પૂર્વ ભવો જોઈએ તો જણાશે કે મરૂભૂતિ અને કમઠના ભાવમાં શરૂ થયેલ કમઠના આત્મામાં અમૈત્રી, દ્વેષ અને વૈરનો અનુબંધ (પરંપરા) દશ ભવ સુધી ચાલ્યો...... છઠ્ઠા ભવે ભગવાન પાર્શ્વનાથનો મરૂભૂતિનો આત્મા દેવલોકનું આયુષ્ય પૂરું કરીને રાજકુમાર બની દીક્ષા લઈ ધ્યાનમાં ઊભા છે. તે જ જંગલમાં કમઠનો જીવે નારકી ગતિનું આયુષ્ય પૂરું કરીને ભીલરૂપે જન્મે છે. અસંખ્ય વર્ષો સુધી કમઠના આત્મામાં વૈરના સંસ્કારો ચાલુ રહ્યો જેથી અસંખ્ય વરસ પછી પાર્શ્વનાથ ભગવાનને આત્માનો છઠ્ઠા ભવે જ્યારે મેળાપ થાય છે ત્યારે પેલા વૈરના સંસ્કારો જાગૃત થાય છે અને કમઠનો જીવ મુનિવર રૂપે ધ્યાનસ્થ પાર્શ્વનાથ સ્વામીના આત્માનો ફરી ઘાતક બની નરકમાં જાય છે. પાર્શ્વનાથ સ્વામીનો આત્મા સમતામાં રમી, દેવલોકમાં જાય છે. આવાં અનેક દૃષ્ટાંતો સમરાદિત્ય કેવલી ચરિત્ર આદિ ગ્રંથોમાં જોવા મળે છે. ભગવાન મહાવીર સ્વામીના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શવ્યાપાલકના કાનમાં ગરમ સીસું રેડયું, ભગવાન મહાવીરના તીર્થંકરના ભવમાં, શવ્યાપાલકમાં તે વૈર-સંસ્કાર ભગવાનને જોતાં જ જાગૃત થયા. આપણે કાંઈ પણ એવું ન વિચારવું કે આપણા મનમાં ગમે તેવા વિચાર કરીશું તો કોણ જોવા આવવાનું છે? બહારથી દંભપૂર્વક સારો વ્યવહાર દેખાડીને અંદરથી દ્વેષ, ઈર્ષા, તેજોદ્વેષ, અમૈત્રી, ધિકકારની લાગણી રાખવાથી ભયંકર નુકશાન થાય છે, મનમાં જે વિચારીએ છીએ તે બધું જ અંદર ટેપ (Tape) થાય છે. અસંખ્ય વર્ષ સુધી તે ટેપ થયેલું અંદર સંસ્કાર રૂપે રહે છે અને ગમે ત્યારે તે ઉદયમાં આવે છે. આવા નુકશાન કરનારા વિચારો આપણે ક્યાં સુધી કરીશું? આવા દંભથી આપણને શું મળવાનું છે? આપણે અહંભાવ પોષવાનું અને કષાયોની લાગણીને વિકસિત કરવાનું ક્યારે બંધ કરવું છે? બીજી બાજુ જરા વિચારો કે - પ્રાણીમાત્રના કલ્યાણભાવની પરાકાષ્ઠાએ પહોંચનાર આત્મા ત્રીજે ભવે તીર્થંકરપદની લક્ષ્મીનો માલિક બને છે. તીર્થંકર ભગવાનનો આત્મા છેલ્લાથી પૂર્વના ત્રીજા ભવે સમ્યગુદર્શનની અસાધારણ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૪ નિર્મળ કક્ષાએ પહોંચતાં, અનંત દુઃખમાં સબડતા જગતના અનંત જીવો પ્રત્યે કરુણાભાવની પરાકાષ્ઠાએ પહોંચે છે. “અહો! આ વિશ્વમાં જિનેશ્વર ભગવંતનું કેવું લોકોત્તર, અનંતકલ્યાણકારી શાસન વિદ્યમાન છે! છતાં પણ મિથ્યાત્વાદિ મોહાંધકારને લીધે જગતના જીવો દુઃખી થઈ રહ્યા છે, જો મને એવી કોઈ શક્તિ પ્રાપ્ત થઈ જાય તો જગતના સર્વ જીવોને શ્રી જિન શાસનના રસિક બનાવી, નિસર્ગથી જ જ્યાં અનંત સુખ છે એવા મોક્ષની પ્રાપ્તિ કરાવનાર બનું!” આ ભાવનાની સર્વોચ્ચ કક્ષાએ (Climax) પહોંચતાં તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે. મૈત્રી અને કરુણાની પરાકાષ્ઠાની આ દિવ્ય ભાવના છે. તેની વિશ્વ ઉપર કેવી અસર થાય છે! અસંખ્ય વર્ષ પછી જ્યારે તીર્થંકરનો આત્મા છેલ્લા તીર્થંકરના ભવમાં માતાના ગર્ભમાં આવે છે ત્યારે જગતના અનંત જીવોને આનંદ અને સુખનો અનુભવ થાય છે. નરકગતિમાં પણ અજવાળાં પથરાય છે. વનસ્પતિકાય, પૃથ્વીકાય, પાણીના જ્વો, વાયુના જ્વો, અગ્નિના જીવોને પણ સુખનો અનુભવ થાય છે. એક આત્માના મૈત્રીના સર્વોત્તમ પરિણામો સમગ્ર જગતના જીવોને સુખનો અનુભવ કરાવી શકે છે. ભગવાનનો જન્મ સમય, દીક્ષા સમય, કેવળજ્ઞાન સમય, નિર્વાણ સમય પણ જગતના જીવોને આનંદનો અનુભવ કરાવે છે. ભગવાન જ્યારે કેવળજ્ઞાન થયા પછી વિહાર કરે છે ત્યારે જગતના ઉદ્ધારક મહાપ્રભુને આવકારવા, અવ્યકત લાગણીવાળા વૃક્ષો પણ નમે છે. છયે ઋતુનાં ફળ-ફૂલથી વનરાજી લચી પડે છે. કાંટા પણ ઊંધા થઈ જાય છે અને પવન અનુકૂળ વાય છે. એક જીવના મૈત્રી ભાવથી વિશ્વ ઉપર શું અસર થાય છે તેનો આ અસાધારણ નમૂનો છે. અરે, તીર્થંકર ભગવાનનો ત્રીજા ભવમાં કરેલો સંકલ્પ ‘જો હોવે મુજ શકિત ઈસી, સિવ જીવ કરૂં શાસન ૨સી' પૂર્ણ કરવા માટે આખું જગત પ્રવૃત્ત થાય છે. પ્રાતિહાર્યો અને અતિશયોની દિવ્ય લક્ષ્મી પ્રભુના ચરણની સેવા માટે તત્પર બને છે. મૈત્રીની પરાકાષ્ઠા અને સંકલ્પ શકિતના આશ્ચર્યજનક પરિણામોનો આ એક જ નમૂનો આપણા માટે પૂરતો છે. ઘણાં દૃષ્ટાંતોથી શું? તીર્થંકર ભગવાનનું એક દૃષ્ટાંત જ આપણી ચેતનાની શકિતઓને જાગ્રત Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કરવાની જ્વલંત પ્રેરણા આપે છે. મૈત્રી, પ્રમોદ, કરુણા, પ્રેમ, વાત્સલ્ય, દયા, પરોપકારના ભાવોથી મન અને હૃદય સદા ભર્યું ભર્યું રાખો. પછી જુઓ જીવનની મજા. विश्वजंतुषु यदि क्षणमेकं तत्सुखं परममत्र परत्रा * (અધ્યાત્મ કલ્પદ્રુમ) હે મન! તું સર્વ પ્રાણી ઉપર સમતાપૂર્વક એક ક્ષણવાર પણ પરહિતચિંતા રૂપ મૈત્રીભાવ ભાવીશ તો તને આ ભવ અને પરભવમાં એવું સુખ મળશે કે જે તેં કદી અનુભવેલ ન હોય. साम्यतो भजसि मानस मैत्रीम् । प्यश्नुषे न यदभूत्तव जातु ॥ "सव्वभूयप्पभूअस्स सम्मं भूआई पासओ” દશવૈકાલિકનું આ સૂત્ર સર્વ જીવ સાથે આત્મસમાન ભાવથી ભાવિત થવાનું કહે છે. ``આતમ સર્વ સમાન નિધાન મહાસુખ કંદ, સિદ્ધ તણા સાધર્મી સત્તાએ ગુણ-વૃંદ" ધ્યાન મુદ્રામાં બેસો. આંખ બંધ કરી દો. મન શાંત કરો. અધ્યાત્મ ગીતા સર્વ જીવો આપણા આત્માની સમાન છે. સિદ્ધભગવંતના જેવું જ આત્મચૈતન્ય જીવ માત્રમાં વિલસે છે. સર્વ જીવો આનંદસુખના કંદ છે. સત્તાએ અનંત ગુણના ભંડાર છે. જગતના જીવો સાથે મૈત્રી, કરુણા, પ્રેમ કેવી રીતે વિકસિત કરવા તે માટે આપણે એક પ્રયોગ કરીએ. આવો, વાચક મિત્રો! આપણે એક દિવ્ય આરાધના કરીએ. - અનંત કરુણાના નિધાન અરિહંત પરમાત્મા આપણી સમક્ષ બિરાજમાન છે. (આવું દૃશ્ય જોવું) Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૬ તીર્થંકર પરમાત્મા વિશ્વના કલ્યાણભાવની પરાકાષ્ઠાએ પહોંચેલા છે. આવા મહાકરુણાના નિધાન, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યરસના ભંડાર પરમાત્માની કરુણા જગતના જીવ માત્ર ઉપર સિદ્ધશિલાથી છેક નીચે સાતમી નારકી સુધી વરસી રહી છે. ચૌદ રાજલોક પરમાત્માની કરુણાથી પરિપ્લાવિત થઈ રહ્યું છે... (આવું દૃશ્ય આપણે જોઈએ છીએ.) અતિ અદ્ભુત અને આનંદમય દશ્ય આપણે જોઈએ છીએ........... તેનાથી આપણા હૃદયમાં ભાવોલ્લાસ ઉત્પન્ન થાય છે. આપણા હૃદયમાં પણ સર્વ જીવ સાથે મૈત્રીભાવ ઉલ્લસિત થાય છે. આપણી જગતના જીવમાત્રના કલ્યાણની ભાવના પણ પરમાત્માની કરુણા સાથે મળે છે........... અદ્ભુત ભાવોલ્લાસ આપણામાં પ્રગટે છે સર્વ જીવોનું કલ્યાણ થાઓ સર્વ જીવો દુઃખ મુકત બનો....... સર્વ જીવોનાં પાપ નાશ પામો સર્વ જીવોને પરમાત્માનું શાસન મળો બધા જ બોધિબીજને પામો સર્વને મોક્ષ મળો સર્વ જીવ મારા આત્માની સમાન છે મને સર્વ પ્રત્યે મૈત્રી છે. મને સર્વ પ્રત્યે સ્નેહભાવ છે સર્વ જીવો સત્તાએ પરમાત્મ તુલ્ય છે..... પરમાનંદના કંદ છે અને અનંત ગુણના વૃંદ છે...... સર્વ જીવ પ્રત્યે મને પૂર્ણ પ્રેમ છે.............. સર્વેનું કલ્યાણ-મંગળ થાઓ. સૌને આનંદ થાઓ...... સર્વ જીવો પ્રભુની કરુણાના પાત્ર છે, તેથી મારા પરમ બાંધવ છે. સર્વ જીવ ઉપર કરુણાને વરસતી જોવી........પ્રભુની કરુણામાં આપણો કરુણાભાવ ભેગો ભળ્યો છે. પ્રભુની કરુણાના મહાસાગરમાં આપણો બિન્દુરૂપ ભાવ ભળી જાય છે. ઉદક બિન્દુ સાયર ભળ્યો (In tune with Infinite) આવી અવસ્થા છે...... ..... ***** ........ **** **** ********* ****... Page #67 -------------------------------------------------------------------------- ________________ (આવું સંવેદન કરવું.) આપણું અલગ વ્યક્તિત્વ ઓગળી ગયું છે.................. સમષ્ટિમાં આપણે ભળી ગયા છીએ............................. વિશ્વમય પરમાત્મા એ આપણું સર્વસ્વ છે. ................ મૈત્રીભાવનો પરમ આનંદ આપણે અનુભવીએ છીએ.... આ ધ્યાન પ્રયોગ નિત્ય કરવાથી સર્વ જીવો પ્રત્યે પ્રેમ, કરુણા, મૈત્રી વિકસિત થાય છે. ક્રોધ, માન, માયા આદિ કષાયો પાતળા પડે છે અને સાધના સમયે દિવ્ય આનંદ અને સુખનો અનુભવ થાય છે. જેની સાથે વેર, અમેત્રી થઈ હોય તેના ઉપર કરુણા ખાસ વરસાવવી; તેથી તે વ્યકિતના ભાવો બદલાઈ જશે. પરસ્પર મૈત્રી ઉત્પન્ન થશે. આ મૈત્રીભાવનાની આરાધના - ધ્યાનથી સમ્યગ્દર્શનનાં શમ અને અનુકંપા ગુણો વૃદ્ધિ પામે છે. શમ અને અનુકંપા સમ્યગુદર્શનનાં લક્ષણો છે. . જેના પ્રત્યે અમૈત્રી થઈ હોય તેના પ્રતિ આ પ્રયોગ મુજબની કરુણાની ધારા વરસાવવી. દિવ્ય અને અદ્ભુત પરિણામ આવશે. આપણે જેવા ભાવ સામી વ્યકિત પ્રત્યે રાખીએ છીએ તેવો જ પ્રતિભાવ તેના તરફથી આવે છે, જેવો ધ્વનિ તેવો જ પ્રતિધ્વનિ (પડઘો) પડે છે. Action and reaction. are equal and opposite. - તમારી સાથે દુશ્મનાવટ રાખનાર ઉપર કરુણા વરસાવતું દશ્ય જુઓ. કેવો ચમત્કારિક પલટો આવે છે? અજ્ઞાનતા કે ગેરસમજને કારણે કદાચ કોઈ માણસ પ્રત્યે અમૈત્રી થઈ હોય તો ઉપરનો પ્રયોગ કરો. સફળતા તમારા હાથમાં જ છે. માટે હવે “આપણે મનમાં ગમે તે વિચારીએ, કોણ જોવા બેઠું છે?” આવો અશુભ ભાવ કદી ન કરવો. તમારા મનમાં સકલ પ્રાણી પ્રત્યે મૈત્રી હશે તો તેમના હૃદયમાં પણ મૈત્રી ઉત્પન્ન થશે. પરંતુ તમારા હૃદયમાં સામા પાત્ર પ્રત્યે દ્વેષ હશે અને બહારથી દંભ રાખીને તમે કદાચ સારો વર્તાવ (અભિનય) દેખાડવા પ્રયત્ન કરશો તો પણ તમારા મનના વિચારોનો પ્રતિભાવ સામે પક્ષથી આવશે જ. તમારા હૃદયમાંથી પ્રેમ, કરુણા અને વાત્સલ્યનો ઝરો નિરંતર વહેતો રાખો. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સંબંધો સુધારવા શું કરવું? જૈ સર્જનાત્મક દર્શન દ્વારા તમે કોઈની સાથે બગડેલા સંબંધો મૈત્રી તથા પ્રેમ ભર્યા કરી શકો છો. મનુષ્યના સ્વભાવની એક એવી વિશેષતા છે કેતમે સામી વ્યકિત માટે જેવું વિચારો છો તેનું તેના વિચારોમાં પ્રતિબિંબ પડે છે અને સામી વ્યકિત તમારા માટે જે વિચારે છે તેનું પ્રતિબિંબ તમારી અંદર પડે છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ આ વાસ્તવિક સત્ય છે. આ નિયમ દ્વારા આપણે બગડેલા સંબંધો સુધારી શકીએ છીએ. આપણા મનમાં જેની સાથે સંબંધ બગડયો છે : (૧) તેના પ્રત્યે મૈત્રી અને પ્રેમના વિચારો શરૂ કરીએ. (૨) આપણા હૃદયમાં તેના પ્રતિ પ્રેમ ભર્યો છે તેવું આપણું પોતાનું દર્શન કરીએ. (૩) સામા પાત્રનું હૃદય આપણા માટે પણ પ્રેમ અને મૈત્રી છે તેવો વિચાર કરીએ. અને (૪) સામા પાત્રનું હૃદય આપણા પ્રત્યે પ્રેમથી ભરેલું નિહાળીએ છીએ ત્યારે પરિસ્થિતિ નાટકીય રીતે સુધરી જાય છે. આ ચાર મુદ્દા મનોમન સાક્ષીરૂપ છે. બીજા સાથેના આપણા સંબંધોની સંપૂર્ણ જવાબદારી આપણે આપણા ઉપર લઈએ. સામા પક્ષનો દોષ છે તેવું આપણને લાગે છતાં, ક્ષણભર આવું થવા માટે હું પોતે જવાબદાર છું તેવું આપણે સ્વીકારી લેવું જોઇએ, અને સંબંધ સુધારવા આપણે ઉપરના ચાર મુદ્દા મુજબ પ્રયોગ કરીને પછી દશ્ય જોઈએ છીએ ત્યારે સંબંધોમાં Dramatic Change આવે છે. Your Love thought directed towrards some one else, flies like a welldirected MISSILE towards that person. love thought will bring dramatic change. (પ્રેમનો વિચાર કોઈ પણ જીવ પ્રત્યે મોકલવામાં આવે છે ત્યારે સાચી દીશામાં છોડેલ મીસાદિલની જેમ તે વ્યક્તિ પાસે પહોંચે છે અને અદ્ભૂત પરિણામ લાવે છે.) કોઈ પણ મતભેદ, વૈર વિરોધની બાબતમાં `પ્રેમ' એ સૌથી અસરકારક ઉપાય છે. Cheerfuly admit the most effective thing you can do ``is tolove" Page #69 -------------------------------------------------------------------------- ________________ ४८ - A મૈત્રીનું મૂલ્ય KA q mens niño, Trezia Ener nantarang २५ 28 2026443) 3 42024 24 2 ८ ॥२१ १९३.६8 - Retrengte.in 440 ५६(१८२१ १२० Pi&ler schon 440) enlan-21-004 21 ना 2. Runna 4.4 F५08 Her 204& liun. सा में 4 छ राविपिसार ( ५gzRNasir सन्देशलया) Loreto monia paluarani 20 2 UTY 44 ॥१॥ SA-18 २० EिST SAR24-013 Chinh६.१२२agveda Page #70 -------------------------------------------------------------------------- ________________ 86 - B Preosadniasaraanhanson minningau Renina Gided . ezauziranishouhani Ponoru galanichqarolastan minnited a 3G14 Reich-Benniasaneegided 25 godniaalzia22yhith?? hithreannieniks daanniamawiszonttorgi orden . as adre cer similarity of substance, rudnigthod. Sameness of tourpose Fragen 2r7za oneness of all armrak 4M 494 hinkran14244२४ nadniennioni, similaret yaradni Beinl, samenes - 236wni 2r7ni, oneness Similar, same andone rozsus {02, 0381, 43 Reginica Juded Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૯ મૈત્રી વિષયક ગુરુ વચનામૃતો જ સર્વનું કલ્યાણ ઈચ્છવું. સર્વ પ્રત્યે કરુણારસનું સિંચન કરવું. સ્નેહભાવમાં એક પણ જીવ બાકી રહે ત્યાં સુધી મોક્ષ ન મળે જેટલો સ્નેહ પોતાના ઉપરછે, તેટલો સ્નેહ સર્વજીવ પ્રત્યે થાય તે સમ્યક્ત સામાયિક છે. પોતાના ઉપર જે સ્નેહ છે તેવો બીજા ઉપર થતો નથી તે ગ્રંથી છે, પોતાના સમાન સર્વ જીવ ઉપર સ્નેહ તે ગ્રંથી ભેદન છે. દ્રવ્યાર્થિક સંગ્રહનયથી સર્વ જીવ સત્તાએ સિદ્ધ સમાન છે. અનંત સુખના નિધાન છે. અનંત ગુણના વૃંદ છે. સિદ્ધ ભગવંતના સાધર્મિક છે તેવું ચિંતવવું. દલતયા પરમાત્મા એવ જીવાત્મા ખામેમિ સવ્વ વે” આ શુદ્ધ હૃદયની ક્ષમાપના મૃગાવતીજીને કેવળજ્ઞાન અપાવે છે. જગતના જીવો ભવસ્થિતિમાંથી કેમ છૂટે તેવું વિચારવું “સવિ જીવ કરૂં શાસન રસી' નો મર્મ ભાવિત કરવો. સર્વ જીવ પ્રભુની કરુણાના પાત્ર છે. હું પણ પ્રભુની કરૂણાનો પાત્ર છું. પ્રભુની કરુણાના પાત્ર સર્વ જીવો મારા પરમ બાંધવ છે. આ ભાવના ભાવિત કરવી. સર્વ જીવો શકિત રૂપ પરમાત્મા છે. શકિતરૂપ પરમાત્માનું ધ્યાન કરવું “સવે જીવા ઉપાદેયા, શકિતરૂપા શિવાત્મકા' મૈત્રી આદિ ભાવો બને તેટલા વધુ ભાવિત કરવા. વ્યવહારમાં પણ સર્વ સાથે મૈત્રી, દુઃખી પ્રત્યે કરુણા, ગુણાધિક પ્રત્યે પ્રમોદ, ગુણહીન પ્રત્યે માધ્યસ્થભાવ રાખવા સર્વત્ર ઔચિત્ય જાળવવું. પ્રેમ, ઉદારતા, દાક્ષિણ્યતા, ગંભીરતા આદિ ગુણો પ્રત્યે વધુ ધ્યાન આપવું. પુષ્કરાવર્ત મેઘની જેમ ગુરૂમહારાજની દીવ્યવાણી વરસતી જ રહી. પરમાત્માના દિવ્ય પ્રકાશના આલંબને આત્મ-દર્શન વધુ સુલભ બને છે. અનાદિકાળથી સામ્રાજ્ય જમાવીને આપણા અંદર રહેલા મિથ્યાત્વ મોહનીય કર્મના વિષમય સંસ્કારોને નાશ કરવા માટે જિનવાણી રૂપી અમૃત એ જ ઉપાય છે. મિથ્યાત્વનું ઝેર જિનવાણી રૂપ અમૃતથી નાશ પામે છે તે અનુભવવા માટે પરમાત્માનું આલંબન લઈ વિશેષ સાધના કરવી. Page #72 -------------------------------------------------------------------------- ________________ vo આ પ્રમાણે સાધનામાં વિકાસ માટે પૂ. ગુરુભગવંત પ્રેરણા આપતા અને પ્રયોગાત્મક સાધના પણ તેમની કૃપા અને પ્રેરણાથી ગોઠવાઈ જતી. આરાધના કેમ ચાલે છે તેમ અવારનવાર પૂછતા અને ચાલુ આરાધનામાં યોગ્ય ફેરફારો સૂચવી, દિવ્ય પ્રેરણા આપતા જ રહેતા. એક વખત આત્મદર્શનના વિષયમાં સાધના કેવી ચાલે છે તેવું પૂછતાં સાધક સાધનાનો અનુભવ કહે છે : (પૂ. ગુરુમહારાજ એક દિવ્ય શ્રોતા પણ હતા. સાંભળે બધું, પણ મૌન રહે. તેમનું મૌન એ પ્રવચનની વિશિષ્ટ શૈલી હતી. થોડું ઉમેરીને પ્રેરણા રૂપ બની રહે. આ તેમનો મહાન ગુણ હતો.) સાધક પરમાત્માને પ્રાર્થના કરે છે ઃ ‘હે કરુણા સાગર! શુદ્ધ આત્મચૈતન્યને પ્રાપ્ત થયેલા પરમાત્મા! આત્મસ્વરૂપના દર્શન વગર હવે ચેન પડતું નથી. આત્મદર્શનની તીવ્ર ઝંખના છે.’ તે વખતે પરમાત્માના અંગે અંગમાંથી દિવ્ય પ્રકાશ (સૂર્યના બીંબ જેવો) નીકળે છે. તે સાધકના શરીરને ભેદીને પસાર થાય છે. (જેવી રીતે X-Ray લેવામાં આવે, ત્યારે તેમાં ચામડી, માંસ, લોહીનો ફોટો આવતો નથી. ફક્ત હાડકાંનો ફોટો આવે છે) તેવી રીતે પ્રભુમાંથી નીકળતા પ્રકાશમાં શરીર અથવા કર્મનો ફોટો આવતો નથી, ફક્ત આત્મા જ દેખાય છે - દેહથી ભિન્ન આત્મા જ દેખાય છે. જિનવાણીના ભાવો સંભળાય છે - “જેવું મારૂં શુદ્ધ ચૈતન્ય છે તેવું જ સત્તાએ તારૂં શુદ્ધ સ્વરૂપ છે. અનંત જ્ઞાન, અવ્યાબાધ સુખ, અનર્ગળ આનંદ, અચિત્ત્વ શકિત અને અનંત ગુણોથી પૂર્ણ તારૂં સત્તાએ સ્વરૂપ છે. આ પ્રકાશમાં તારૂં પૂર્ણ રૂપ નિહાળ!” સાધક સત્ ચિદ્ આનંદ સ્વરૂપ નિજ આત્માને નિહાળવા પ્રયત્ન કરે છે. ઉપરનો પ્રયોગ છેવટે આત્મસ્વરૂપનો અનુભવ પૂજ્ય ગુરુમહારાજ : કરાવશે. દૃઢ મનોબળ પૂર્વક અને સંકલ્પશકિતના વિકાસપૂર્વક પ્રયત્ન કરવો. આ જન્મમાં જ આત્મસ્વરૂપનો અનુભવ કરવો જ છે તેવો દૃઢ સંકલ્પ રાખવો. તે માટે સર્વ પ્રયત્ન કરવા. નવપદનું ધ્યાન વિશેષ પ્રકારે કરવું. સિદ્ધચક્રનું પૂજન કરવું. શાસ્ત્ર અધ્યયન વધારવું. “ૐૐ અર્હ પ્રસીદ ભગવન્ - Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૧ મયિ” આ મંત્રની એક માળા રોજ ગણવી. અત્યારે જે સાધના ચાલે છે તે “હે ભગવાન! મારા ઉપર પ્રસન્ન થાઓ” તેની છે. આગળ જતાં “પ્રભુ! મારી અંદર આવીને પ્રસન્ન થાઓ' તેવી સાધના થશે અને છેવટે “પ્રભુ! તમે મારી સાથે એકમેક મળીને પ્રસન્ન થાઓ” તેની સાધના થશે. સમય આગળ ચાલતો ગયો. પૂ. ગુરુમહારાજ નિત્ય, નવી પ્રેરણા આપે છે, અને પ્રયોગાત્મક રીતે સાધનાને આગળ ચલાવવા ઉપદેશ આપે છે : શ્રી નવકારનું આરાધન કમળબંધી જાપ પૂર્વક કરવું. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસુરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં પદસ્થ ધ્યાનનું વર્ણન કરતાં જણાવે છે - तथा पुण्यतमं मन्त्रं, जगत्रितयपावनम् । योगी पंचपरमेष्ठि - नमस्कारं विचिन्तयेत् ।। १ ।। - ત્રણ જગતને પવિત્ર કરનાર અને અત્યંત પવિત્ર એવા પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રને સાધકે વિશેષ પ્રકારે ચિંતવવો. . अष्टपत्रे सिताम्भोजे, कर्णिकायां कृतस्थितिम् । आधं सप्ताक्षरं मन्त्रं, पवित्रं चिन्तयेत् ततः ॥ २ ॥ सिद्धादिकचतुष्कं च, दिपत्रेषु यथाक्रमम् । चुलापादचतुष्कं च, विदिक्पत्रेषु चिन्तयेत् ।। ३ ।। - આઠ પાંખડીનું શ્વેત કમળ ચિંતવવું. તે કમળની કર્ણિકામાં એટલે મધ્ય ભાગમાં, સાત અક્ષરવાળા પહેલા પવિત્ર મંત્ર “નમો અરિહંતાણં' ને ચિંતવવો, પછી સિદ્ધાદિક ચાર મંત્રોને દિશાઓનાં પત્રોમાં અનુક્રમે ચિંતવવા અને ચૂલિકાના ચાર પદોને વિદિશાના પત્રોમાં ચિંતવવાં. શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરવા માટે કર્ણિકા સહિત અષ્ટદલ કમલમાં શ્રી નમસ્કાર મહામંત્રના નવપદોની સ્થાપના કરવી. પિંડ અને પદસ્થ ધ્યાન આકૃતિ અને રંગના ખ્યાલ વિના થઈ શકતું નથી, એટલે અક્ષરો બને તેટલા સુંદર અને મરોડદાર કલ્પવા અને પરમેષ્ઠિઓના વર્ણ પ્રમાણે તેનું ધ્યાન ધરવું. અર્થાત્ નમો રિહંતાઈ'પદમાં ચંદ્રની જ્યોત્ના સમાન શ્વેત . વર્ણોને ચિંતવવા. “નમો સિદ્ધાર્થ પદમાં અરુણની પ્રભા સમાન રકત (લાલ) વર્ણોને Page #74 -------------------------------------------------------------------------- ________________ પર ચિંતવવા ‘નમોઝારિયા,'પદમાં સુવર્ણ સમાન પીળા વર્ગોને ચિંતવવા.“નમો ૩યા ,'પદમાં નીલમ રત્ન સમાન લીલા વર્ગોને ચિંતવવા અને “નમો નો સવસ[vi’પદમાં અંજન સમાન શ્યામ વર્ણો ચિંતવવા. આ અક્ષરો જ્યારે બરાબર સ્પષ્ટ અને સ્થિર દેખાય,તથા તેના રંગો બદલાઈ ન જાય, ત્યારે આપણું મન તેના પર સ્થિર થયું સમજવું. આ રીતે જ્યારે અક્ષરો પર મનની સ્થિરતા બરાબર થાય છે, ત્યારે એ અક્ષરોમાંથી પ્રકાશની રેખાઓ ફૂટતી જણાય છે અને છેવટે તે અદભુત જ્યોતિર્મય બની જાય છે. અક્ષરોને જ્યોતિર્મય નિહાળતાં પરમ આનંદ આવે છે અને આપણું હૃદયકમળ જે અધોમુખ હોય છે, તે ઊર્ધ્વમુખ થવા માંડે છે. નમસ્કાર મંત્રના અક્ષરો તે સામાન્ય અક્ષરો નથી પરંતુ ભવાટવીમાં ભૂલા પડેલા પથિકના માર્ગદર્શક છે. નવકારના અક્ષરો અજરામર પદને અપાવનાર જડીબુટ્ટી છે. નવકારના અક્ષરોના જાપ અને ધ્યાન એ આત્મઅનુભવની દિવ્ય પ્રક્રિયાનાં મંગલમય સોપાન છે. ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુ કરતાં અધિક ફળદાયી છે. નવકારના પ્રત્યેક અક્ષર ઉપર ૧૦૦૮ વિદ્યાઓનો વાસ છે. પ્રત્યેક અક્ષરના અધિષ્ઠાયકો છે. તે પછી પહેલું કમળ પરમાત્માના (૧) જમણા પગના અંગુઠા ઉપર સ્થાપન કરી તેમાં નવકાર ગણવો. તે રીતે (૨) ડાબા પગના અંગૂઠે (૩) જમણો ઢીંચણ (૪) ડાબો ઢીંચણ (૪) જમણો હાથ (૬) ડાબો હાથ (૭) જમણો ખભો (૮) ડાબો ખભો (૯) મસ્તક (૧૦) ભાલ પ્રદેશ (૧૧) કંઠ (૧૨) હૃદય - આ રીતે બાર કમળમાં બાર નવકાર ગણાવા અને નવ વખત આ રીતે કરવાથી ૧૦૮ થશે. નવકારના અક્ષરો સ્પષ્ટ સફેદ ચળકતા સ્ફટિક જેવા જોવા પ્રયત્ન કરવો. અક્ષરો સાથે એકમેક થતાં અક્ષરોના ઢાંકણા ખૂલી જશે. તેમાંથી અમૃતના ફૂવારા ઊડે, તેમાં સ્નાન કરવું. મંત્ર ચૈતન્ય જાગૃત થતાં વિશેષ પ્રકારના અનુભવો થશે. આ રીતે નવપદનું પણ કમળાકારે ધ્યાન કરવું. તે પછી સિદ્ધચક્રના વલયો ગોઠવતા જવા અને આખું સિદ્ધચક્ર યંત્ર કળશની આકૃતિવાળું સામે ઉપસ્થિત કરવું અને તેનું ધ્યાન કરવું. સિદ્ધચક્ર અચિંત્ય પ્રભાવશાળી છે, મહા મંગલકારી છે અને શીધ્ર કર્મક્ષય કરીને મોક્ષ આપનાર છે. તેનું ધ્યાન વિશેષ પ્રકારે કરવું. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩ (૧) કળશ આકૃત્રિી સિદ્ધચક્રનું ધ્યાન : પ્રથમ વલયમાં આઠ પાંખડીવાળા કમળની કર્ણિકામાં વચ્ચે અરિહંત અને ચાર દિશાની ચાર પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તથા ચાર વિદિશાની ચાર પાંખડીમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપ - આ પ્રમાણે નવપદની સ્થાપના કરવી. બીજા વલયમાં અષ્ટ વર્ગ, ત્રીજા વલયમાં અડતાલીસ લબ્ધિપદો અને ચોથા વલયમાં આઠ ગુરુપાદુકા. તે પછીના વલયોમાં જયાદિ આઠ દેવીઓ, અઢાર અધિષ્ઠાયક દેવો, સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષયક્ષિણીઓ ગોળાકારમાં લેવાં. તે પછી ચાર દિશામાં ચાર દ્વારપાળ, ચાર વીર ગોઠવવા. દશ દિશામાં દશ દિક્ષાલ, કંઠમાં નવ નિધિ અને નીચે મૂળમાં નવ ગ્રહ-આ રીતે કળશની આકૃતિમાં જગતનાં સર્વ ઉત્કૃષ્ટ પદો-અમૃતમય પદો રહેલાં છે, તે વિચારી કળશાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું. - અગર ઉપરના બધા પદોની ધારણા અનુકૂળ ન લાગે તો કળશ આકૃતિમાં જગતનાં સર્વ અમૃતમય ઉત્તમ પદો રહેલાં છે, તે વિચારી કળશાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું. (૨) કલ્પવૃક્ષની આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન : જો ધૂરિ સિરિ અરિહંત, મૃલ દઢ પીઠ પઈઢિયો કલ્પવૃક્ષના મૂળમાં અરિહંત પદ . સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-આ ચાર પદો કલ્પવૃક્ષની મુખ્ય શાખાઓ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ તેની પ્રશાખાઓ છે. અષ્ટવર્ગ, અડતાલીસ લબ્ધિપદો, આઠ ગુરુપાદુકા કલ્પવૃક્ષનાં પાંદડાં છે. જયાદિ આઠ દેવીઓ, અઢાર અધિષ્ઠાયક, સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષ, ચોવીસ યક્ષિણી, ચાર દ્વારપાળ, ચાર વીર, દશ દિપાલ, નવ ગ્રહ અને નવ નિધિ-આ તે વૃક્ષનાં ફૂલ છે. મોક્ષ એનું ફળ છે. “સો સિદ્ધચક્ક ગુરુ કપ્પતરૂ, અખ્ત મન વંછિય ફલ દિયો” આવું સિદ્ધચકરૂપ કલ્પવૃક્ષ અમારા સકલ મનવાંછિત પૂર્ણ કરો. આમ કલ્પવૃક્ષ આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૪ (3) ચક્રાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન : “તિજય વિજય ચકર્ક સિદ્ધચક્ક નમામિ.” તીર્થંકર ભગવાનની આગળ ધર્મચક્ર હોય છે, ચક્રવર્તી આગળ ચક્રરત્ન હોય છે, તેમ સિદ્ધચક્રના આરાધકો ચક્રાકારે સિદ્ધચક્ર યંત્રને પોતાની આગળ રાખી સિદ્ધચક્રજીનું ધ્યાન કરે છે. આવી આકૃતિવાળા સિદ્ધચક્રનું ધ્યાન કરવાથી જેમ ચક્રવર્તી રાજાને છ ખંડનું સામ્રાજ્ય મળે છે, તેમ સિદ્ધચક્રના આરાધકને ત્રણ ભુવનનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે. ચક્રી ચક્ર ને રથ બલે, સાથે સામેલ છ ખંડ લાલ રે, તેમ સિદ્ધચક્ર પ્રભાવથી, તે જ પ્રતાપ અખંડ લાલ રે. મયણા ને શ્રીપાલજી, જપતાં બહુ ફલ લીધ લાલ રે, ગુણ જશવંત જિતેનો, જ્ઞાન વિનોદ પ્રસિદ્ધ લાલ રે. આમ ત્રણ પ્રકારે સિદ્ધચક્રનું ધ્યાન કરવાનું ફળ ગૌતમ ગણધર ભગવંત કહે છે કે :- , “સિદ્ધચક્રના ધ્યાને રે, સંક્ટ ભય ન આવે; હે ગૌતમ વાણી રે, અમૃત પદ પાવે. સિદ્ધચક્રને ભજીયે રે, કે ભવિયણ ભાવ ધરી.” આ પ્રમાણે ત્રણ રીતે સિદ્ધચક્રનું ધ્યાન કરવું. આ ત્રણે રીતે ધ્યાન કરવાથી જગતની સર્વોત્કૃષ્ટ સર્વ શકિતઓનું ધ્યાન થઇ જાય છે. તેનું ફળ અચિંત્ય છે. “સિરિ સિરિવાલ કહા' અને “શ્રીપાલ મહારાજાના રાસ' માં તેનું ઘણું મહત્ત્વ બતાવ્યું છે. - “સિદ્ધચક્રને ભજીએ રે આ સ્તવન પૂ.ગુરુમહારાજને બહુ જ પ્રિય હતું. તે ઘણી વખત આ સ્તવન ગાતા અને ગવરાવતા. સાધક સાંભળીને ધન્યતા અનુભવે છે. સિદ્ધચક્રની આરાધનામાં વિશેષ ઉદ્યમવંત બને છે. “સિદ્ધચક્ર પૂજન અને રોજની સાધના” ન થાય ત્યાં સુધી પચ્ચકખાણ પાળવું નહીં તેવો નિયમ કરે છે. સાધનામાં નિષ્ઠા મેળવવા માટે આવો કડક નિયમ અતિ જરૂરી છે. પૂ. ગુરુમહારાજ સાધકને ભાવપૂર્વક નિયમ સદા જળવાય તેવા આશીર્વાદ આપે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ પપ સાધકે પ્રશ્ન કર્યો - શારીરિક માંદગી આદિ આવે ત્યારે બિયાસણાનું પચ્ચખાણ અને સિદ્ધચક્ર પૂજન કર્યા સિવાય પચ્ચકખાણ ન પાળવું - તે નિયમ કેવી રીતે જળવાઈ રહેશે! પૂ. ગુરુમહારાજ - આવો પ્રશ્ન તને શાથી થયો? નિર્વિઘ્ન સાધના ચાલુ રહે તે માટેની અનુકૂળતા કરી આપવાનું કાર્ય ધર્મ મહાસત્તાનું છે. આપણું યોગક્ષેમ પરમાત્મા વહન કરી જ રહ્યા છે. આપણે પરમાત્માને શરણે રહેવું આપણે આટલું જ કાર્ય કરવાનું. (પૂ. ગુરુભગવંતના આવા શુભ આશીર્વાદથી ૩૫ વર્ષ સુધીમાં બિયાસણાનું પચ્ચખાણ છૂટું કરવાનો એક પ્રસંગ આવ્યો નથી સિદ્ધચક્રપૂજનનો નિયમ અખંડ જળવાઈ રહ્યો છે.) પૂ. ગુરુમહારાજના મુખમાંથી પ્રેમભર્યા સુચનો નીકળે છે અને સાધક એને ઝીલે છે. વર્ષો સુધી આવું ચાલ્યા જ કર્યું. પૂ. ગુરુભગવંતના અંગે અંગમાંથી સૌમ્યતા નીતરતી. મુખ ઉપરનું મધુર સ્મિત - અમૃત-આસ્વાદ તુલ્ય ભાસતું. નયનોમાંથી નિર્વિકારતા અને દયારસની ગંગોત્રી વહેતી જ રહે. હૈયે અપાર હેત, જિન ભકિત સભર હૃદયના બોલ, અને સાંભળનારના હૃદયને ભેદી નાંખે તેવી અનુભવભાવિત વાણી અપૂર્વ શાંતિનો અનુભવ કરાવતી. આવી તેમની સૌમ્ય આકૃતિ..આવું ચાલ્યું-ચાલ્યું વર્ષો સુધી ચાલ્યું. ૭) – ? - 8 ક કે ? 2 2 - 3 '' ' 27 4 - કાળા 24 છે hoacne macho na arami 27 લ ળ કશ 2 92 બ્રા – 27 A કાળો + 7 8 મન – ૫ છે તે ના કરે જ 2 24 4 5 6 કુર્તજ), કદ0 કે ૧ ૦ ક. ૪૬ % મોટે * મ ને 2 ) 20002rz gurieda 'વ્ય 7 કે સ્ત્ર ૮ ) જૂળ yજ -ખંડળ - - 1 + 2 ર n 8 ધ ..૬ ૨ ( રો પાનું રગ જ સ્તર Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૧૬ની શંખેશ્વરની ઓળી, બેડાનું ચાતુર્માસ, અને ર૦૧૭માં પીંડવાડાના વિશેષ પ્રસંગો એક દિવસ પૂ. ગુરુમહારાજે સાધકને પૂછયું :- લાખ નવકારની વિધિપૂર્વક આરાધના કેટલી વખત થઇ? સાધક ઃ- ચાર વખત એક લાખ નવકારની વિધિપૂર્વક, ૨૦ દિવસના અનુષ્ઠાન પૂર્વક આરાધના થઇ. ડીસા, જામનગર, શંખેશ્વર અને બેડામાં, ``કુલ નવકારના જાપની સંખ્યા કેટલી થઇ હશે? ``અંદાજે ૨૫ લાખ" ``બીજા ક્યા મંત્રો ગણે છે? શંખેશ્વર દાદાનો ક્યો મંત્ર ૐૐ હ્રીં શ્રીં કર્લી એઁ અાઁ ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । પૂ. ગુરુમહારાજ :- ``દર વર્ષે માગશર વદી દસમનો અઠ્ઠમ કરીને ૧૨,૫૦૦ નો જાપ સાધનાની પીઠિકા રૂપે કરવો." ``તત્તિ" પૂ. ગુરુમહારાજ :- હવે બીજા કેટલાક મંત્રનું આરાધન જરૂરી છે. કુશાગ્ર બુદ્ધિ માટે અથવા કોઠારની જેમ સાંભળેલું તત્ત્વ સંગ્રહિત રહે તે માટે ` હ↑ અહઁ નમો કુઠ્ઠુ બુદ્ધિશં- દરરોજ એક માળા ગણવી સાધક :- ઘણા આરાધકો પૂછે છે કે, નવપદની આરાધના દરરોજ વિધિપૂર્વક શરૂ કરવી હોય તો શરૂઆત કેવી રીતે કરવી? પૂ. ગુરુમહારાજ : एतदाराधनात् सम्यगाराध्यं शासनसर्वस्वमेतदेव यतः एभ्यो नवपदेभ्योन्यत् नास्ति ततो नवपदी ज्ञेया सदा ध्येया जिनशासनम् निगद्यते तत्त्वं जिनागमे च धीधनैः ॥ (સિદ્ધચક્ર પૂજન વિધિ) આ નવપદનું આરાધન કરવાથી સમગ્ર જિનશાસનનું આરાધન થાય છે, કારણ કે આ નવપદો એ જ જિનશાસનનું સર્વસ્વ છે. સમગ્ર જિનાગમમાં નવપદ સિવાય બીજું કોઇ પણ તત્ત્વ રહેલું નથી. માટે બુદ્ધિમાન જનોએ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૭ નવપદોનું સમ્યગ્ પ્રકારે જ્ઞાન મેળવીને, નિરતંર તેનું ધ્યાન કરવું તે જ સમ્યગ્ બુદ્ધિનું ૫૨મ ફળ છે. આવા નવપદોમાં આપણે શ્રીપાલ અને મયણાની જેમ કેવી રીતે લીન બનવું તે વિષે ગુરુમહારાજે બતાવેલ નવપદની આરાધના અને ધ્યાન. નવપદની આરાધનાની પ્રથમ ભૂમિકા નવપદની આરાધના જિનશાસનમાં ખૂબ જ પ્રચલિત છે, જેની શરૂઆત પ્રથમ ભૂમિકામાં આ રીતે કરીએ. દરરોજની આરાધના : (૧) નવપદ (દેરાસરમાં નવપદનો ગટ્ટો-મૂર્તિ હોય છે તે ) ની અષ્ટપ્રકારી પૂજા. (૨) નવપદના નવ સાથિયા. (૩) નવપદનાં નવ ખમાસમણાં. (અરિહંતપદ ધ્યાતો થો વગેરે દુહા બોલીને) (૪) નવપદની નવ માળાનો જાપ. * નમો અરિહંતાણં * નમો સિધ્ધાણં ૐ હ્રીઁ નમો આયરિયાણં ૐ હ્રીં નમો ઉવજઝાયાણં મૈં નમો લોએ સવ્વસાહૂણં ૐ હ્રીઁ નમો હઁસણસ ૐ હ્રીઁ નમો નાણસ્સ ૐ હ્રીં નમો ચારિત્તસ ૐ હ્રીં નમો તવસ્ત (૫) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! નવપદ આરાધનાર્થે કાઉસગ્ગ કરૂં? એ રીતે નવપદની આરાધના નિમિત્તે નવ લોગસ્સનો કાઉસગ્ગ. (૬) નવપદનું ચૈત્યવંદન. અનુકૂળતા હોય તો સ્તવનમાં ઉપાધ્યાય યશોવિજયજી વિરચિત નવપદની એક પૂજા ગાવી. પહેલા દિવસે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અરિહંત પદની પૂજા. બીજા દિવસે સિદ્ધપદની પૂજા. આ રીતે દશમા દિવસે ફરીથી અરિહંત પદની પૂજા આવશે. (૭) શ્રાવકોચિત નવકારશી, ચોવિહાર, અભક્ષ્ય ત્યાગ આદિ નિયમિત કરવા. (૮) આયંબિલની ઓળી આવે ત્યારે ઓળી કરવી. (૯) નવપદનું ધ્યાન નિયમિત કરવું. (૧૦) ઓળી સિવાયના દિવસોમાં ઉપરના સ્ટેજની આરાધના નિયમિત ચાલુ રાખવી. કારણ કે એક પથ્થરને આપણે ઊંચે ઊંચકીએ, તેવી રીતે આયંબિલની ઓળીમાં આરાધના દ્વારા આપણા આત્માને ઊંચે ઊંચકીએ છીએ; પરંતુ ઓળી પૂરી થાય એટલે પાછો નીચે હતો ત્યાં જ મૂકી દઇએ છીએ. તેથી બીજી ઓળીમાં આત્માને ફરીથી પાછો નીચેથી ઊંચકવો પડે . પરંતુ ઊંચે ઊંચકેલ પથ્થરની નીચે જો ટેકા મૂકી દઇએ તો બીજી વખત ત્યાંથી આગળ ઊંચે લઇ જવાય. તે રીતે ઓળી પૂરી થાય પછી દરરોજના જીવનમાં ઉપરની આરાધના ચાલુ રાખીએ તો બીજી ઓળી આવે ત્યારે ત્યાંથી આગળ ઊંચે જવાય. નવો વિકાસ સાધી શકાય. આ રીતે નવપદની આરાધના નિયમિત રોજના જીવનમાં ચાલુ રાખવી. નવપદના ધ્યાનના વિષયમાં પૂ. ગુરુમહારાજની દિવ્ય પ્રેરા જૈન સંઘમાં નવપદની ઓળીની આરાધના મોટા પ્રમાણમાં થઇ રહી છે. હજારોની સંખ્યામાં ઓળીની આરાધના સર્વત્ર થાય છે. આપણા સંઘના યુવાન વર્ગમાં પણ ઓળીની આરાધના માટે અદ્ભુત આકર્ષણ વધી રહ્યું છે તે આપણું ભાવી શુભ છે તેનું સૂચક છે. હવે આટલે સુધી પહોચ્યાં પછી આ નવપદજીની આરાધના ઉપયોગ જોડવાપૂર્વકની કરીએ તો વધુ ઉદ્યોતના પંથે આપણે આગળ વધી શકીશું, એ નિઃસંશય છે. ઉપયોગ જોડવા પૂર્વકની ક્રિયા કરવી તે ધ્યાન છે. ઉપયોગ અન્યત્ર કરતો હોય અને ખમાસમણાં પણ લેવાતાં હોય અને માળા પણ ગણાતી હોય, તેનું ફળ અલ્પ છે. સંપૂર્ણ ફળ મેળવવા ઉપયોગની સ્થિરતાપૂર્વક ક્રિયા કરવી જરૂરી છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૯ નવપદના ધ્યાનની બીજી ભૂમિકા (૧) નવપદના મહિમાથી ભાવિત બનવું. (૨) પ્રથમ ભૂમિકાની આરાધના વ્યવસ્થિત કરવી. (૩) નવપદનું ધ્યાન. (A) અરિહંત પદનું ધ્યાન :- પરમાત્માની કરુણાને હૃદયમાં ઝીલવા પૂર્વક કરવું અને ભય, શોક, ચિંતા, અશાન્તિમાંથી મુકત બનવું. સુખ, શાન્તિ, આનંદ અને નિર્ભયતાનો અનુભવ કરવો. | (B) સિદ્ધપદનું ધ્યાન :- પરમાત્માના ગુણ ગંગાજળમાં સ્નાન કરી ઉત્તમ ગુણોથી ભરાઇ જવું. (C) આચાર્યપદનું ધ્યાન :- ગૌતમસ્વામીમાંથી નીકળતા પીળા વર્ણના પ્રકાશને અંતરાત્મામાં ઝીલવો અને તેનાથી આચાર પાલનનું બળ પ્રાપ્ત થાય છે તેવું ધ્યાન કરવું. . (D) ઉપાધ્યાય પદનું ધ્યાન :- ઉપાધ્યાય ભગવંતના લીલા વર્ણના પ્રકાશને આપણા અંતરાત્મામાં ઝીલવો. તેનાથી જ્ઞાનની પરિણતિ પ્રાપ્ત થાય છે, તે સંકલ્પપૂર્વક ધ્યાન કરવું. (E) સાધુપદનું ધ્યાન :- નીલવર્ણના સાધુ ભગવંતના પ્રકાશને અંતરાત્મામાં ઝીલવો. તેનાથી સકલ સર્વી હિતાશયનો ભાવ પ્રાપ્ત થાય તેવા સંકલ્પપૂર્વક ધ્યાન કિરવું. (F) મૈત્રી ભાવનાનું ધ્યાન સમ્યગદર્શન માટે કરવું. જીવ માત્રના કલ્યાણના ભાવથી ભાવિત બની આનંદ અનુભવવો, જીવો પ્રત્યેના પ્રેમના ભાવનું ધ્યાન કરવું. સમ્યગુદર્શન :- પરમાત્માના દિવ્ય પ્રકાશમાં આત્મસ્વરૂપનું દર્શન કરવું. આત્માના આનંદના મહાસાગરમાં ડૂબકી મારી આનંદનો અનુભવ કરવો. પ્રયોગ નં. ૪ મુજબ કરવું. (G) સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રપદના ધ્યાન માટે સૂર્યનું બિંબ હૃદયમાં પ્રકાશિત થઇ આત્મપ્રદેશોમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનો પ્રકાશ ફેલાવે છે, તેથી આપણે સ્વયં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બનીએ છીએ તેવું ધ્યાન કરવું. (H) નવપદનું છૂટું છૂટું ધ્યાન કર્યા પછી હૃદયમાં આઠ પાંખડીવાળું કમળ કલ્પી. કર્ણિકામાં અરિહંતપદ અને આઠ પાંખડીમાં આઠ પદો સ્થાપી ધ્યાન કરવું. (I) આત્મામાં નવપદો અને નવપદમાં આત્મા - તેવું ધ્યાન સિદ્ધ કરવું. તેનું ધ્યાન ત્રીજી ભૂમિકામાં છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ નવપદના ધ્યાનની સર્વોચ્ચ ભૂમિકા અરિહંત પદનું ધ્યાન - શ્રીપાલના રાસમાં મહાવીરસ્વામી દેશનામાં કહે છે - અરિહંત પદ ધ્યાતો થકો, દબૃહ ગુણ પજાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. મહાવીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજો ચિત્ત લાઇ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે. વીર જિનેશ્વર ઉપદિશે. અરિહંત પરમાત્માના ધ્યાનમાં જે સમયે ધ્યાતા (ધ્યાન કરનાર) સ્થિર બની જાય છે, જે સમયે ધ્યાતાનો ઉપયોગ ધ્યેય - પરમાત્મામાં તન્મય - તદ્રુપ થઈ જાય છે, તે સમયે ધ્યાનમાં સ્થિર હોય તેટલા સમય પૂરતો ધ્યાતા આગમથી ભાવનિક્ષેપે અરિહંત રૂપ બને છે. ઉપરની પ્રભુ મહાવીરની દેશનામાં સાલંબન ધ્યાન બતાવ્યું છે. આવું સાલંબન ધ્યાન' એટલે કે પરમાત્માના આકારે ઉપયોગને પરિણાવવાની કળા શીખવી અને હંમેશાં તે મુજબ આરાધના કરવી તે આપણી ચેતનાની ઊર્ધ્વગમનની મહાન પ્રક્રિયા છે. જેનશાસનની ધ્યાન પ્રક્રિયા ટૂંકાણમાં માત્ર ચાર જ નાના વાક્યોમાં આવી જાય છે. ૧. નોઆગમથી ભાવનિક્ષેપે પરમાત્મા. ૨. આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા. ૩. અરિહંતાકાર ઉપયોગ. ૪. ઉપયોગાકાર આત્મા. (૧) સમવસરણમાં બિરાજમાન જગતના જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપી રહેલા સાક્ષાત્ અરિહંત પરમાત્મા તે નોઆગમથી ભાવનિક્ષેપ પરમાત્મા છે. (૨) તે પરમાત્માના ધ્યાનમાં તદ્રુપ બનેલો ધ્યાતા તે આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા છે. (૩) અરિહંત પરમાત્માના ઉપયોગમાં તદાકારપણે પરિણામ પામવું તે અરિહંતાકાર ઉપયોગ છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ (૪) જે વખતે ધ્યાતા અરિહંતના ઉપયોગમાં તદ્રુપ હોય છે, તે સમયે ધ્યાતાનો આત્મા અરિહંતના આકારવાળો બને છે. ત્રીજા નંબરના કાર્ય માટે આપણે પુરુષાર્થ કરવાનો હોય છે. આપણો ઉપયોગ અરિહંતાકાર બનાવવો એટલે કે અરિહંત પરમાત્માના (ધ્યાનમાં) ઉપયોગમાં સ્થિર બનવું. - જે સમયે ધ્યાતાનો ઉપયોગ ધ્યેય એટલે પરમાત્મામાં લીન બની જાય છે, તે સમયે ધ્યાતા પોતે આગમથી ભાવનિક્ષેપે અરિહંત બને છે, એટલે કે ધ્યાતાનું ચૈતન્ય (ધ્યાન સમયે) ધ્યેયાકાર એટલે અરિહંતાકારવાળું બને છે. અરિહંત પદ ધાતો થકે, દવહ ગુણ પક્ઝાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. આ બે પંકિતમાં નોઆગમથી ભાવનિક્ષેપે પરમાત્માનું ધ્યાન થયું. તેનાથી ધ્યાતાનું ચૈતન્ય અરિહંતાકાર બન્યું. હવે આગમથી ભાવનિક્ષેપે પરમાત્માનું ધ્યાન બીજી પંકિતમાં પરમાત્મા બતાવે છે - “આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.” અરિહંતાકાર બનેલા પોતાના આત્માનું ધ્યાન જ્યારે થાય છે, ત્યારે મોક્ષપયતની સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં અરિહંતના ધ્યાનથી આપણો આત્મા આગમથી ભાવનિક્ષેપે અરિહંત બને છે, અને અરિહંતાકાર બનેલા આપણા આત્માનું ધ્યાન સર્વ આત્મસંપત્તિઓ પ્રાપ્ત કરાવે છે. પહેલી બે પંકિતમાં ધ્યેય પરમાત્મા છે, ધ્યાતા આપણો આત્મા છે, ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે ધ્યાતાનું ચૈતન્ય ધ્યેયમાં નિષ્ઠ-તન્મય-તતૂપ થઇ જાય છે, ત્યારે ધ્યાતાનું ચૈતન્ય ધ્યેય એટલે પરમાત્મા આકારવાળું બને છે. - હવે બીજી બે કડીમાં ધ્યેય શું છે? તે બતાવ્યું છે. ' અરિહંતના ધ્યાનમાં તદ્રુપ બનવાથી ધ્યાતાનો ઉપયોગરૂપ પર્યાય (અવસ્થા) અરિહંતાકાર બન્યો. ધ્યાતામાં પોતાનો અરિહંતાકાર બનેલો ધ્યાનપર્યાય તે ધ્યેય છે. ધ્યાતા આત્મા પોતે છે, અને પોતાના ઉપર મુજબના પર્યાયનું ધ્યાન કરે છે. પર્યાયથી દ્રવ્ય અભિન્ન છે; એટલે આત્મા જ્યારે Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૨ અરિહંતાકાર બનેલા પોતાના પર્યાયનું ધ્યાન કરે છે, ત્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ત્રણે એક થઇ ગયાં. એટલે કે - (૧) ધ્યાન કરનારો આત્મા તે દ્રવ્ય. (૨) ધ્યાતાનો પોતાનો અરિહંતાકાર બનેલો પર્યાય તે ધ્યેય. અને (૩) ધ્યાન પણ આત્માના ગુણોના સ્વરૂપનું જ છે. આ રીતે દ્રવ્ય, ગુણ અને પર્યાય – ત્રણેની એકતા થાય છે, ત્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય - ત્રણેની એકતા એટલે સમાંપત્તિ થાય છે. જ્યારે આત્મા આત્માનું ધ્યાન કરે છે, ત્યારે સર્વ આત્મસિદ્ધિઓ આવીને મળે છે. માટે પહેલાં પ્રભુએ કહ્યું કે - “ધ્યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણ” સિદ્ધપદનું ધ્યાન ઃ રૂપાતીત સ્વભાવ કેવળ દંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણખાણી રે. વીર જિનેશ્વર ઉપદિશે. કેવળજ્ઞાન સ્વરૂપ, શુદ્ધ, નિરંજન, નિરાકાર, અવ્યાબાધ સુખસ્વરૂપ, અનંત આનંદમય, અચિંત્ય શકિત યુક્ત, નિરાકાર જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવંતની ધારણા કરવી. તે પછી આવા સિદ્ધભગવંતનું ધ્યાન કરવું. ધ્યાતા જ્યારે ધ્યાનમાં સ્થિર બની જાય છે, ત્યારે ધ્યાતાનો ઉપયોગ ધ્યેયાકાર સિદ્ધ પરમાત્માના આકારવાળો બને છે. ઉપયોગથી ઉપયોગવાન આત્મા અભિન્ન હોય છે. સિદ્ધ પરમાત્માના આકારવાળા બનેલા પોતાના ઉપયોગરૂપ પર્યાયનું ધ્યાન કરતી વખતે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એક્તારૂપ સમાપત્તિ થાય છે. ટૂંકમાં સિદ્ધ પ્રરમાત્મારૂપે પોતાના આત્માનું ધ્યાન કરવું. સર્વ આત્મસંપત્તિ તેનાથી પ્રાપ્ત થાય છે. (અનુભવાય છે.) અહીં પ્રભુ મહાવીરદેવે પરમાત્માનું આલંબન લઇને તેના આધારે પોતાના આત્માનું અરિહંત, સિદ્ધ ભગવંત રૂપે ધ્યાન કરવાનું બતાવ્યું. આ રીતે અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા આગમથી ભાવ Page #85 -------------------------------------------------------------------------- ________________ નિક્ષેપે અરિહંત છે. આ વાત જાણ્યા પછી એક ક્ષણ પણ આપણે અરિહંત પરમાત્માના સ્મરણ, જાપ કે ધ્યાન સિવાય રહી શક્તા નથી. પરમાત્માના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા, ઉપયોગની સ્થિરતા કરવાની છે. દૂધમાં સાકર ઓગળી જાય, તેમ મનને પરમાત્મામાં ઓગાળી દેવાનું છે. અને એ રીતે આપણા આત્મામાં શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ થાય, તે લક્ષ્યબિંદુને સિદ્ધ કરવાનું છે. તે માટે પૂર્વાચાર્યોએ અગાધ પ્રયત્ન કરેલો છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા “ષોડશક પ્રકરણ' નામના ગ્રંથમાં ફરમાવે છે કે - આ જિનેશ્વરભગવંત જ્યારે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સર્વ પ્રયોજન સિદ્ધ થવાનું કારણ એ છે કે શ્રી જિનેશ્વરભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે. આ સમરસાપત્તિ યોગીઓની માતા છે, અને નિર્વાણ ફળની પ્રસાધક છે. આત્મા જ્યારે સર્વજ્ઞના સ્વરૂપમાં ઉપયોગવાળો બને છે, ત્યારે તેનો અન્યત્ર ઉપયોગ નહોવાથી તે સ્વયં સર્વજ્ઞ જેવો થાય છે. એવો નિયમ છે કે જે જે વસ્તુના ઉપયોગમાં આત્મા વર્તે છે, તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે. (નમસ્કાર સ્વાધ્યાય, પૃ. ૨૯૩). આ રીતે પરમાત્મ-સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા કરવાથી તેટલી ક્ષણ પૂરતું આપણું ચૈતન્ય આગમથી ભાવનિક્ષેપે પરમાત્મ-સ્વરૂપ બને છે. જો એકાદ ક્ષણ પૂરતું પણ આપણું ચૈતન્ય પરમાત્મરૂપ આ રીતે બનતું હોય તો તેથી વધુ આપણા આ જીવનમાં શું કમાઈ શકવાના હતા? અર્થાત્ સૌથી વધુ કમાણીનો આ વ્યાપાર છે. તેને છોડીને બીજો વ્યાપાર કરવો તે કલ્પવૃક્ષને છોડીને બાવળિયાને પકડવા જેવું છે. આ રીતે અરિહંત પરમાત્માનું ધ્યાન જગતની સર્વોચ્ચ સ્થિતિ પરમાત્મપદની પ્રાપ્તિ સુધી પહોંચાડનારું છે. Meditation on Most High છે. આચાર્યપદનું ધ્યાન : ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. મહાવીર જિનેશ્વર૦ . Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૪ મહા સૂરિમંત્રને જપનારા, શુભ ધ્યાન કરનારા આચાર્યપદનું ધ્યાન કરવાથી ધ્યાતા પોતે આગમથી ભાવ નિક્ષેપે આચાર્ય થાય છે. ઉપાધ્યાયપદનું ધ્યાન : તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગ ભ્રાતા રે. તપ અને સ્વાધ્યાયમાં સદા ૨કત, બાર અંગનું ધ્યાન કરનારા જગતના પરમ બાંધવ સમાન ઉપાધ્યાયપદનું ધ્યાન કરવાથી ધ્યાતા પોતે આગમથી ભાવનિક્ષેપે ઉપાધ્યાય બને છે. વીર જિનેશ્વર૦ સાધુપદનું ધ્યાન : અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે વિ શોચે રે; સાધુ સુધા તે આતમા, શું મૂંડે શું લોચે રે. વીર જિનેશ્વર૦ જે નિરંતર અપ્રમત્તપણે મોક્ષમાર્ગની સાધના કરે છે, શુભ કે અશુભ કર્મના કારણે ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની બાહ્ય પરિસ્થતિ વચ્ચે પણ જે રાગ, દ્વેષ, સુખ, દુઃખ અનુભવતા નથી, તેવા સમત્વભાવમાં સ્થિર સાધુપદનું ધ્યાન કરવાથી સ્વયં આત્મા આગમથી ભાવનિક્ષેપે સાધુ બને છે. સમ્યગ્દર્શન : શમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે રે; દર્શન તેહી જ આતમા, શું હોય નામ ધરાવે રે. વીર જિનેશ્વર૦ મોહનીય કર્મની પ્રથમ સાત પ્રકૃતિના ક્ષયોપશમ દ્વારા શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા આદિ ગુણો પ્રગટ થાય છે. આવો આત્મા તે સમ્યગ્દર્શન છે. સમ્યજ્ઞાન : જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમં તસ થાય રે; તો હુએ એહી જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે. વીર જિનેશ્વર૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૫ આત્માના જ્ઞાન ગુણને રોકનારૂં જે કર્મ છે, તેનો ક્ષયોપશમ થવાથી આત્માનો જ્ઞાન ગુણ પ્રગટ થાય છે. આવો આત્મા તે જ્ઞાન છે. ચારિત્રપદ : જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંર્યો, મોહ વને નવિ ભમતો રે. વીર જિનેશ્વર૦ આત્મા સિવાયના અન્ય પદાર્થોને મોહનું વન સમજીને, આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં જેની વૃત્તિ કદી પણ જતી નથી, જે શુદ્ધ લેશ્યા અને શુદ્ધ ભાવોથી અલંકૃત છે, અને જે આત્માના શુદ્ધ ચૈતન્યમાં રમણતાનો પરમાનંદ નિરંતર અનુભવે છે - આવો આત્મા તે ચારિત્ર છે. પરમાત્માના ધ્યાનના અભેદ દ્વારા પોતાના આત્માના વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં રમણતાનો પરમાનંદ જે અનુભવે છે - આવો આત્મા તે ચારિત્ર છે. સ્વરૂપ રમણતાના પરમાનંદના સુખની અનુભૂતિ બાર મહિનાના ચારિત્રપર્યાયમાં અનુત્તર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખનો અનુભવ હોય છે. તપપ : ઇચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે. વીર જિનેશ્વ૨૦ આત્મસ્વરૂપના અનુભવનું જે સુખ છે તેની તુલનામાં જગતનું કોઇ સુખ આવી શકતું નથી. અને આવા સુખનો જીવનમાં અનુભવ થયા પછી જગતના કોઇ પદાર્થની ઈચ્છા રહેતી નથી. સત્તામાં પડેલાં કર્મ ઉદયમાં આવે ત્યારે પણ જે સાધક આત્મા રાગ-દ્વેષ રૂપે, સુખ-દુ:ખ રૂપે પરિણમતો નથી, પણ સમતાભાવમાં પરિણમે છે-તેવો આત્મા જે નિજ ગુણના ભોગમાં પ્રવર્તે છે - તે આત્મા જ તપ છે. નિ ગુણનો ભોગ આત્મા કેવી રીતે કરતો હશે? સાતમા સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજા, પરમાત્મા પરમાનંદનો ભોગ કેવી રીતે કરે છે તે બતાવે છે. અનંત ભોગગુણ પરમાત્મામાં પૂર્ણપણે પ્રગટ થયેલો છે; તો પરમાત્મા શાનો ભોગ કરે છે? આત્માના ગુણોનો (નિજ ગુણનો) ભોગ કરે છે. આત્મામાં રહેલા અનંત ગુણો એકબીજાને સહકારી - Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૬ હોય છે. નિજ ગુણના ભોગમાં અનંતવીર્ય ગુણ સહકારી બને છે, તેથી અનંત આસ્વાદપૂર્વક નિજ ગુણનો ભોગ શુદ્ધ આત્મામાં હોય છે. વળી તેમાં ચારિત્રગુણ સહકારી બને છે. ચારિત્રનું કાર્ય રમણતા કરવાનું હોય છે. તેથી અનંત રમણતા પૂર્વક, અનંત આસ્વાદ પૂર્વક, અનંત ગુણોના, અનંત ભોગના પરમાનંદનું અનંત સુખ પરમાત્મામાં પૂર્ણપણે અવ્યાબાધપણે રહેલું છે. આવા પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું દિવ્ય સુખમય સ્વરૂપ જોઇને આપણને આપણી અંદર પરમાત્મા જેવા જ આત્મસ્વરૂપનું ભાન થાય છે, અને તેવા સ્વરૂપની પ્રાપ્તિ અને અનુભવની તીવ્ર ઝંખના થાય છે. શુદ્ધ આત્માના અનંત આનંદમય સ્વરૂપનો અનુભવ અને પ્રાપ્તિ કરવાની ઝંખના થતાં તીવ્ર સંવેગ ભાવે સમ્યગ્દર્શન સ્પર્શે છે, તે વખતે એક જ ઝંખના રહે છે. ત્યાગીને સવિ પ૨પરિણતિ રસરીઝ જો, જાગી છે નિજ આત્મ અનુભવ' ઇષ્ટતા જો, (શ્રી દેવચંદ્રજી કૃત નમિનાથ ભગવાનનું સ્તવન) આત્મઅનુભવ એ જ પરમ ઇષ્ટ-પ્રાપ્તવ્ય લાગે છે, અને વિભાવ ઉપાધિથી મન પાછું ફરે છે. આત્મસ્વરૂપની અનુભવ પ્રાપ્તિના માર્ગે પ્રયાણ શરૂ થાય છે. અને તે આપણા લક્ષ્યબિન્દુને સિદ્ધ કરવા માટે પ્રભુ મહાવીરસ્વામીએ આ રીતે નવપદનું ધ્યાન અને આરાધના બતાવી છે. પ્રભુ મહાવીરની દેશનાની આ પંકિતઓ આયંબિલની ઓળીમાં પ્રદક્ષિણા, ખમાસમણામાં સર્વત્ર ગાવામાં આવે છે. આપણા પૂર્વાચાર્યો અને તેમાં વિશેષ રીતે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ આવી નવપદમાં આત્મા અને આત્મામાં નવપદ જેવી ગંભીર વસ્તુ ખમાસમણાં અને પ્રદક્ષિણામાં ગોઠવીને શ્રી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે. હજારો, લાખો, કરોડો વખત પ્રભુ મહાવીરની દેશનાના આ દુહા જૈનસંઘમાં ગવાઈ રહ્યા છે. તેનો મર્મ જ્યારે આપણી સમજમાં આવે ત્યારે આપણી સાધનામાં પરમાત્માનો દિવ્ય પ્રકાશ પથરાય છે. આયંબિલની ઓળીમાં થતી ક્રિયા કેટલી અદ્ભુત અને મહત્ત્વની છે, તે હવે આપણને સમજાય છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ સકલ જૈનસંઘમાં આયંબિલની ઓળીની વિધિપૂર્વકની આરાધના થાય તે માટે વર્તમાન આચાર્ય ભગવંતો અને ઉપકારી સાધુ-સાધ્વી ભગવંતોએ ખૂબ અનુમોદી પ્રયત્ન કર્યા છે. તેનાં મીઠાં ફળ આજે આપણે જોઇએ છીએ કે હજારો અને લાખોની સંખ્યામાં ઓળી કરનારા પુણ્યશાળીઓ આજે જૈનસંઘમાં છે. તે ક્રિયાનું એક-એક ખમાસમણું લેતી વખતે ગાવામાં આવતી પ્રભુ મહાવીરની દેશનાની પંકિતઓ કેટલી અદ્ભુત છે! આપણે સૌ તેમાં રહેલું તત્ત્વ સમજીએ અને તેની ઊંડી સમજપૂર્વકની આરાધના કરી, આપણે આત્માના અનુભવ અને પ્રાપ્તિની દિશામાં આગળ વધીએ. આ પ્રમાણેની ગંભીરતા સમજ્યા પછી, હવે આ નવ દુહા બોલી રોજ નવ ખમાસમણાં આપણે લઇએ ત્યારે કેવો આનંદ આવશે! ક્રિયા શરૂ કર્યા પછી જ તેનો મર્મ સમજાય છે, અને મર્મ સમજાયા પછી સાચો આનંદ આવે છે. તેને જ ધ્યાન કહેવાય. ઉપયોગ જોડવાપૂર્વકની ક્રિયાને ધ્યાન કહેવાય. આગમ નોઆગમ તણો, ભાવ તે જાણો સાચો રે; આતમભાવે થિર હોજો, પરભાવે મત રાચો રે. પરભાવ એટલે આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં આપણી વૃત્તિઓ લઇ જવી તે. આ પરભાવ ભવસંસારમાં રખડાવનાર છે તેવું સમજી પરભાવમાંથી વૃત્તિઓ પાછી ખેંચી લઇ, આત્મસ્વરૂપમાં સ્થિરતાવાળી બનાવવી. તે બનાવવા માટે શુદ્ધ આત્મચેતન્ય જેમનું પ્રગટ થયું છે, તેવા અરિહંત, સિદ્ધ ભગવાનમાં ઉપયોગ જોડવો તેને નોઆગમથી પરમાત્માનું ધ્યાન કહેવાય. અને તે દ્વારા આપણો આત્મા પરમાત્માના આકારવાળો બને છે. આગમથી ભાવનિક્ષેપ પરમાત્માના આકારવાળા બનેલા આપણા આત્માનું ધ્યાન શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કરાવે છે. જગતભરમાં અત્યારે ધ્યાનનું આકર્ષણ વધતું જાય છે. અનેક આશ્રમો, મઠો, શિબિરો વગેરેમાં ધ્યાન પ્રક્રિયા બતાવવામાં આવે છે, પરંતુ પ્રભુ મહાવીરે બતાવેલી આ ધ્યાનપ્રક્રિયા જગતભરમાં સર્વ શ્રેષ્ઠ ધ્યાનપ્રક્રિયા છે; અને તે શીધ્ર આત્માની અનુભૂતિ સુધી લઇ જાય છે. અષ્ટ સક્લ સમૃદ્ધિની, ઘટ માંહે રદ્ધિ દાખી રે; એમ નવપદ ઋદ્ધિ જાણજો, આતમરામ છે સાખી રે. વીર જિનેશ્વર૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ જ્યારે આત્મસાક્ષીએ નવપદનું ધ્યાન કરવામાં આવે છે, ત્યારે સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ અને મોક્ષ પર્વતની સર્વ સંપદાઓનું કેન્દ્ર નવપદમાં રહેલું અનુભવાય છે. જિનેશ્વર ભગવંતોએ અસંખ્ય યોગો મોક્ષની પ્રાપ્તિ માટે બતાવ્યા છે. તેમાં નવપદની આરાધના તે મુખ્ય ધોરી માર્ગ છે, કારણ કે નવપદના આલંબનથી આત્મધ્યાન પ્રાપ્ત થાય છે, આત્મધ્યાનથી આત્મસ્વરૂપનો અનુભવ અને છેવટે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ આપણું મૂળભૂત લક્ષ્ય છે. જિનશાસનની કોઇ પણ આરાધના આત્મસ્વરૂપની પ્રાપ્તિ (મોક્ષ) માટે જ કરવામાં આવે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે આત્મસ્વરૂપનો અનુભવ કરવાની જરૂર પડે છે. (જે આ જીવનમાં શકય છે.) આત્મ સ્વરૂપનો અનુભવ કરવા માટે આત્મધ્યાનની જરૂર પડે છે. પરંતુ “ભકિતના પરિણામ સિવાય જ હું આત્મા છું, પૂર્ણ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું." તેવું સીધું શુદ્ધ નયનું ધ્યાન કરવા જતાં, આપણી ભૂમિકા ન હોવાથી ભ્રમ ઊભો થાય છે. ભકિત એ માતા છે. જ્ઞાન એ પુત્ર છે. જ્ઞાનરૂપી પુત્ર માટે ભકિતરૂપી માતાની અનિવાર્ય આવશ્યકતા છે. તેટલા માટે કહ્યું કે - એહ તણે અવલંબને આતમ ધ્યાન પ્રમાણો રે" નવપદના આલંબનથી જે આત્મધ્યાન પ્રાપ્ત થાય છે, તે મોક્ષનો હેતુ બને છે. અને નવપદનું આલંબન લેવા માટે અરિહંત - ભક્તિ, નવપદનું ધ્યાન, સિદ્ધચક્રનું પૂજન, નમસ્કાર મંત્રની સાધના વગેરે અનેક અનુષ્ઠાનો કરવામાં આવે છે, જેનાથી પરમાત્માનું ધ્યાન થાય છે, અને પરમાત્માનું ધ્યાન તે જ આત્મધ્યાન છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામીનો મંત્ર " “ૐ હૌં અરિહંત ઉવજ્ઝાય ગૌતમસ્વામિને નમ” : - દરરોજ એક માળા ગણવી. “ૐ અર્હ સિદ્ધચક્રાય નમઃ” - પાંચ માળા દરરોજ ગણવી. “ હ્રીઁ અહ્ નમઃ” - સિદ્ધચક્રના બીજ મંત્રની પાંચ માળા દરરોજ ગણવી. આ જાપ મોટી સંખ્યામાં કરવો જરૂરી છે. ૬૯ બધા મંત્રોનું વિશેષ મહત્ત્વ સમજાવ્યું અને તેનું આરાધન શરૂ કરાવ્યું. મહાપુરુષોને ધન્ય છે, જે પ્રેમ પોતાનો ખજાનો અન્યને વિના મૂલ્યે અને વાત્સલ્યપૂર્વક આપે છે. પૂ. ગુરુમહારાજ દરરોજ રત્નના ભંડાર ઉઘાડતા જાય છે. “સર્વોત્તમ શિસ્ત” શ્રી નવપદોની આરાધના - ( Direct Discipline Towards Divinity) @ નમવા યોગ્યને નમવું તે શિસ્ત (discipline) છે. (ii) જે નમવા યોગ્ય નથી, તેને નમવું તે ગેરશિસ્ત છે. (iii) નમવા યોગ્યને ન નમવું તે ગેરશિસ્ત છે. (iv) નમવા યોગ્ય નથી, તેને ન નમવું તે શિસ્ત છે. શ્રી અરિહંત આદિ પંચ પરમેષ્ઠિઓ અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપરૂપ ધર્મ - એ જ આ વિશ્વમાં સાચા નમસ્કારને યોગ્ય છે, કારણ કે આ નવને કરેલ નમસ્કાર સર્વ પાપનો ક્ષય કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ શ્રેષ્ઠ મંગલને લાવનાર છે, માટે તે જ સાચું શિસ્ત (discipline) છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો અને ચાર કષાયો (ક્રોધ, માન, માયા અને લોભ)એ સંસાર પરિભ્રમણ કરાવી, જીવને અત્યંત પીડા આપનાર છે. સંસારના Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આ નવપદોને નમવું તે ગેરશિસ્ત છે, કારણ કે તે જીવને દુઃખનું કારણ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ-આ નવપદોને ન નમવું તે આપણા વિનાશનું કારણ છે, કારણ કે અરિહંત આદિ નિરંતર આપણું હિત કરે છે. આપણને સર્વ દુઃખથી મુકત કરવાનો જેમનો સંકલ્પ છે, આજ સુધી જેમના અનંત ઉપકાર નીચે આપણે આવ્યા છીએ, તેમને નહીં નમવાથી આપણે ધર્મમહાસત્તાના મોટા ગુનેગાર બનીએ છીએ અને આ (Criminaloffence) ફોજદારી ગુનાની સજા ભોગવવા આપણે નરક-નિગોદ આદિમાં ભટકવું પડે છે. અયોગ્યને ન નમવું તે શિસ્ત છે. પાંચ વિષયો અને ચાર કષાયો તે અયોગ્ય છે. તેને ન નમવું-તેના શરણે ન જવું તેની પરવશતા સહન ન કરવી તે જ સાચું શિસ્ત (discipline) છે. અરિહંત આદિ નવપદોનું શરણ એ જ વાસ્તવિક કર્તવ્ય છે. તે કર્તવ્યમાં સદા રકત રહેવું એ જ સાચો ધર્મ છે. સ્મરણ એટલે શરણ, (સ્મર" શર મમ) આપણે જેનું નિરંતર સ્મરણ કરીએ છીએ તેના શરણે છીએ. અરિહંત આદિનું નિરંતર સ્મરણ કરીએ છીએ, ત્યારે અરિહંત આદિને શરણે છીએ, અને આપણે વિષય-કષાયનું સ્મરણ કરીએ છીએ તો આપણે વિષય-કષાયના શરણે છીએ. સ્મરણ એ જ શરણ છે. સ્મરણ દ્વારા શરણગમનની આ સહેલી રીતને આપણે જીવનમાં શિસ્તબદ્ધ રીતે શરૂ કરીએ તો અનંતકાળના ભાવિ સુખનું સર્જન થાય છે અને ભવદુઃખનો અંત આવે છે. પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર એ જ શિસ્તબદ્ધ સાચી સેવા છે. Supreme service to supremacy) પરમેષ્ઠિ પદોનું સ્મરણ અને તેના દ્વારા થતું શરણ તે જ આત્માનું Recu ziola (Divine song of the soul) . Page #93 -------------------------------------------------------------------------- ________________ - ૨૦૧૬ના બેડાના ચાતુર્માસ દરમ્યાન એક દિવ્ય પળે પૂ. ગુરુ ભગવંતે યોગશાસ્ત્રના આઠમા પ્રકાશના પહેલા પાંચ શ્લોકનો પાઠ આપ્યો. તે વિગત નીચે મુજબ છે. વર્ણ માતૃકનું ધ્યાન : કલિકાલ સર્વજ્ઞ ભગવાનશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં પહેલા ચાર શ્લોકમાં વર્ણ માતૃકાના ધ્યાનનો વિધિ બતાવ્યો છે. શ્રી સિદ્ધચકયંત્રમાં નવપદ પછી બીજા નંબરનું સ્થાન (બારાક્ષરીના ૪૯ અક્ષરો) વર્ણમાતૃકાને આપવામાં આવ્યું છે. બારાક્ષરી (બારાખડી)ના મ થી ૪ સુધીના ૪૯ અક્ષરો જે સ્કૂલમાં ભણાવવામાં આવે છે તેને યોગના ગ્રંથો "અનાદિ સિદ્ધ વર્ણમાતૃકાના" નામથી સંબોધન કરે છે. તેનું વર્ણન નીચે મુજબ છે. - (૧) આત્માની જ્ઞાનશકિત તે જ માતૃકા છે. (૨) માતૃકા જ્ઞાનશકિતરૂપ હોવાથી તેને વિશ્વબોધ વિધાયિની એટલે કે સર્વ પદાર્થોનો બોધ કરાવનાર કહેવામાં આવે છે. (૩) તે બુદ્ધિમાન પુરુષોના જ્ઞાનમય તેજનું માતાની જેમ જતન, પરિપાલન અને વિશોધન કરનારી હોવાથી માતૃકા કહેવાય છે. (૪) માતૃકા આત્માની પરમ જ્યોતિ છે. (૫) બારાક્ષરીના અ થી હ સુધી ૪૯ અક્ષરોનું યોગશાસ્ત્રમાં બતાવેલું ધ્યાન કરનાર સાધક શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે. આ ૪૯ અક્ષરો Raw Material) - ખાણમાં રહેલા કાચા હીરાના સ્થાને છે અને જિનાગમ polished - તૈયાર હીરા સમાન છે. આ ૪૯ અક્ષરના ધ્યાનમાં તન્મય બનનાર સાધકને સકલ આગમમાં રહેલાં રહસ્યો, uથમાં રહેલ આમળાની જેમ સ્પષ્ટ અનુભવમાં આવે છે. (૬) કોઈપણ શબ્દ અગર ભાષા ૪૯ અક્ષરોમાંથી બને છે. જિનેશ્વર ભગવંતની વાણી ૪૯ અક્ષરોમાંથી ગુંથાય છે. ગણધર ભગવંતો દ્વાદશાંગીની રચના ૪૯ અક્ષરોના જુદી જુદી રીતે સંકલન દ્વારા કરે છે. જગતનો સર્વ લૌકિક અને લોકોત્તર વ્યવહાર ચલાવનારી મહાશકિત તે આ ૪૯ અક્ષરોરૂપ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૨ વર્ણમાલા છે. તેનું ધ્યાન કરનારને અપ્રતિમ વાણીનો પ્રવાહ મળે છે. (Influent Flow) વર્ણમાલાનું ધ્યાન કરનારને કાંઇ પણ કહેવું હોય તો શબ્દ શોધવો પડતો નથી. શબ્દને તેની પાછળ દોડતા આવવું પડે છે. એક હજાર વકતૃત્વની કળા (At of speaking) ના પુસ્તકો વાંચવાથી જે વકતૃત્વ કળા માટેનું જ્ઞાન મળે છે, તે કરતાં અનેકગણું અધિક વકતૃત્વકળાનું જ્ઞાન ૪૯ અક્ષરોના ધ્યાનમાંથી મળે છે. કારણ કે સર્વ ભાષા અને શબ્દો ૪૯ અક્ષરમાંથી ઉત્પન્ન થાય છે (માત્ર ધર્મોપદેશ માટે જ આ પ્રયોગથી પ્રાપ્ત થતી શકિતનો ઉપયોગ કરવા વિનંતી છે.) તેના ધ્યાનનો વિધિ નીચે મુજબ છે - સાધક આત્મા નાભિકંદ (મણીપુર ચક્ર) સ્થાનમાં ૧૬ પાંખડીવાળું કમળ ચિંતવે. તેમાં સોળ સ્વરોને અત્યંત સ્થિરતાપૂર્વક ચિંતવે. (૧૬ સ્વરો આ પ્રમાણે - મ, મા, રૂ, રૂં, ૩, *, *, 2, 7, 7, , , , , , મા.) (૨) તે પછી હૃદયસ્થાન (અનાહત ચક્ર)માં ચોવીસ પાંખડીવાળું કમળ ચિંતવે. તેમાં થી જ સુધીના ૨૪ વર્ણોને ચિતવે. અને તે કમળની કર્ણિકામાં મ ચિંતવે. ૨૪ વર્ણો આ પ્રમાણે – (, , , , ૩૫, ૬, , , ગ, ૨, ૩, ૩, ૪, પ, ત, થ, ૩, , ન, ૫, ૨, ૩, ૫,) (૩) તે પછી મુખસ્થાનમાં આઠ પાંખડીવાળું કમળ ચિંતવવું તેમાં ય થી સુધીના આઠ વર્ણો ચિંતવે. આઠ વર્ણો આ પ્રમાણે - (૧, ૨, ન, , શ, ષ, સ, ઢ). આ પ્રકારે નિત્ય વિધિપૂર્વક સ્મરણ કરતો સાધક શ્રુત જ્ઞાનનો પારગામી થાય છે, અપ્રતિમ વાક્યાતુર્યને મેળવે છે. મહાપુરુષોના પૂજા સત્કારને પામે છે, અને ઉત્તમ પુરુષોએ પ્રાપ્ત કરેલ ગતિ (મોક્ષ)ને પામે છે. વર્ણમાતૃકા વિષે પૂ.ગુરુમહારાજનું ચિંતન અતિ દિવ્ય છે. યોગશાસ્ત્રના આ બન્ને પ્રયોગો પૂ. ગુરુભગવંતની કૃપાથી સ્થિરતા પૂર્વક ચાલુ રહ્યા અને સાધકના જીવનમાં આજ પર્યત ચાલુ છે. ધન્ય છે આવા દિવ્ય પુરુષને જે અત્યંત વાત્સલ્યપૂર્વક સાધકોને પ્રેરણા આપી દિવ્ય માર્ગે લઇ જાય છે. ધન્ય છે ગુરુકૃપાને જે વિઘ્નોથી ભરેલા સંસાર સમુદ્રમાં નાવ સમાન બનીને સાધનાને નિર્વિઘ્ન ચાલુ રખાવી શકે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ સનું ધ્યાન ૨૦૧૭-૨૦૧૮-૨૦૧૯ દરમ્યાન અઈના ધ્યાન વિષયક પૂ.ગુરુમહારાજની પ્રેરણા ચાલુ રહી. તેમાં યોગશાસ્ત્રના આઠમા પ્રકાશના ૬ થી ૨૨ શ્લોકના અહ ની સાધનાના પ્રયોગ માટે પૂ. ગુરુમહારાજ વિશેષ સમજ વારંવાર આપતા હતા તેનો એકંદરે સાર આ પ્રમાણે છે : ધ્યાનાભ્યાસ પ્રયોગ સંક્ષિપ્ત નીચે મુજબ : (૧) અહં ના ધ્યાન માટે પૂર્વ તૈયારી કરવી. (૨) નાભિકંદની નીચે આઠ પાંખડીવાળા કમળની કર્ણિકામાં અહમંત્ર સ્થાપન કરી તેનું ધ્યાન કરવું. (૩) અહં મંત્રના હવ, દીર્ઘ, ડુત, સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ ઉચ્ચારણ દ્વારા અહમંત્ર નાભિમાંથી ઉપર જાય છે તે અનુક્રમે મણિપુર ચક્ર (નાભિ), અનાહત ચક્ર (હૃદય), વિશુદ્ધ ચક્ર (કંઠ), આજ્ઞાચક્ર (ભૂમધ્ય)નું વિદારણ (ભેદન) કરી બ્રહ્મરંધમાં લય પામે છે. (૪) બ્રહ્મરંધ્રમાં અતિ સૂક્ષ્મ સ્વરૂપે લય પામેલા અહંના ધ્યાનની તન્મયતાથી બ્રહ્મરંધ્રમાંથી અમૃતની વર્ષા થાય છે. તે અમૃતવર્ષામાં આપણો આત્મા તરબોળ બને છે. (પ) તે અમૃતનું સરોવર બને છે. તેમાં નાભિસ્થાને ૧૬ પાંખડીવાળા સફેદ કમળની કર્ણિકામાં આપણો આત્મા છે. સોળ પાંખડીમાં રહેલ ૧૬ વિદ્યાદેવીઓ સ્ફટિક રત્નના કળશથી આપણો અભિષેક કરે છે, અને આત્મવિદ્યાનું દાન આપે છે. (૬) આપણો આત્મા નાભિકંદમાંથી મધ્ય માર્ગે બ્રહ્મરંધ્રમાં પહોંચી, ત્યાં બિરાજમાન શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ, જ્યોતિ સ્વરૂપ અરિહંત પરમાત્માનું તન્મયપણે ધ્યાન કરે છે. (૭) તે ધ્યાનાશમાં સોડહં-પરમાત્મા તે જ હું - આવું આત્મજ્ઞાન થાય છે. (૮) ધ્યાતા-ધ્યાન-ધ્યેયની એકતાથી પરમ તત્ત્વનો અનુભવ એટલે કે આત્મસાક્ષાત્કારનો પરમાનંદ પ્રગટે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૪ (૯) આ પ્રયોગના બતાવનારા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીજીને અંતરથી પ્રણામ કરવા. ततो नीरागमद्वेषममोहं सर्वदर्शिनम् । सुराय समवस्ती कुर्वाणं धर्मदेशनाम् || १६ || યોગશાસ્ત્ર અષ્ટમપ્રકાશ સમવસરણમાં બિરાજમાન થઇ ધર્મ દેશના આપતા ધ્યાતાના આત્માને આ શ્લોકમાં બતાવ્યો છે. જાગૃત થયેલી આત્મશકિતનો શું ઉપયોગ કરવો તેનું રહસ્ય અહીં બતાવ્યું છે. વિશ્વકલ્યાણની સર્વોત્કૃષ્ટ કોઇ અવસ્થા હોય તો સમવસરણસ્થ જિન છે. અને તે વિશ્વકલ્યાણની સર્વોત્કૃષ્ટ સ્થિતિમાં સાધકને બતાવીને, જાગૃત આત્મશકિતનો ઉપયોગ જગતના જીવ માત્રના કલ્યાણ માટે કરવાનો છે તેવો માર્ગ શાસ્ત્રકાર મહાપુરુષે બતાવ્યો છે. આ રીતે જાગૃત થયેલ આત્મશકિતને ૧૬ વિદ્યાદેવીઓના અમૃત પ્લાવન દ્વારા સૌમ્ય બનાવી, અને તે જાગૃત આત્મશકિતને બ્રહ્મરંધ્રમાં પરમાત્મા સાથેના અભેદ દ્વારા આત્માનુભવનો રસાસ્વાદ કરાવી, જગતના જીવ માત્ર માટે આ શકિતને વાપરવી. આવો અમૃત અનુષ્ઠાનરૂપ દિવ્ય પ્રયોગ સાધકો માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ બતાવ્યો છે. અધ્યાત્મયોગી પૂ. પંન્યાસજી મહારાજ ભદ્રંકરવિજયજી મહારાજે આ પ્રયોગ આ પુસ્તકના લેખકને ૨૦૧૯માં શિખવાડેલો, જે તેમની કૃપાથી આજ પર્યંત ચાલુ રહી શક્યો છે. જૈન શાસ્ત્રકારોએ શકિત જાગરણ, કુંડલિની ઉત્થાન, ષટ્ચક્ર ભેદન, અને તે દ્વારા આત્મસાક્ષાત્કાર આદિ માટે બતાવેલા કેટલાક શાસ્ત્ર આધારો માટે 'સાલંબન ધ્યાનના પ્રયોગો પરિશિષ્ટ ૩માં કહ્યું છે કે ઃ કુંડલિની ઉત્થાન, શક્તિ જાગરણ માટેનો આ અદ્ભુત પ્રયોગ છે. ષટ્ચક્ર ભેદન દ્વારા પરમાત્મ તત્ત્વ સાથે સમાપત્તિ અને અભેદ ધ્યાન દ્વારા આત્મ-સાક્ષાત્કારનો આ અદ્ભુત પ્રયોગ છે. જૈન શાસ્ત્રકાર મહર્ષિઓ કુંડલિનીના વિષયમાં શું કહે છે તે શાસ્ત્રના આધાર સહિત ટૂંકાણમાં જોઈએ. - Page #97 -------------------------------------------------------------------------- ________________ 98 - A કુડલી શકિત Union of Guversal Welfare Personal self onzin F's Rool. Universal seld Personal self-Selfish Espe. Universalsey Selfiess Seed 2 ¿nca anten Gilachrican Euros. El anasiania skalainzichniaa & stiradargez dsc El. zinarcnnice, ona franar, Riamua Christ Consciousness, Fourth Dimensional Excistence zanmi Bsrad - Electronce Fire, ñanzia Personal purpose nic a4212 Ed. eid dardgruzdochined. Hann Univer sal purpose nizarrihed, aia word Pagliassinia Ed 2227E8r Natur uncond rimed Razen anareniversal ф разе . {и часа, ол туһ4g. Ini Universal Welfare the tortened OR Page #98 -------------------------------------------------------------------------- ________________ Read Rani 2 cordusu dara akn reosino Eliny. 4ihi 48612 2724TAA प्रा64 लर-1५432074 A2002-031400148249202 मीदhuyार निna 202/14/2/ charti20181-4478 रि8042 2144,anilan 04204012ीधी०2128 (1472(107 42022366(214tark niभी4218152 ६८/Edit Ererfir, mine androgih-solmith yernhumainaire na n&dicari Ananalagसकर 294120Reaujala8R7616 - नार 24ta 2-1014 RAMERana he inchi zavadin E2441/११ सालेरर 2015 पावर 4intn E24/१२ ६ M renchializehni aneinasian ARA6--2-1 RET-ह aeziपोरटेल484c4240 D./74- 74,4544220 7122604/ 24in/ 344; लाधLEShar www.jainelirary.org Page #99 -------------------------------------------------------------------------- ________________ ध्यानाभ्यासप्रकर्षात् पवनसहचरीभूतचेतःप्रशान्तिं, संप्राप्योपाध्यपायात् सहजनिरूपमानन्दसान्द्रप्रबोधैः । योगीन्द्रैः कुण्डलिन्यां नियमितमरुदापूरितब्रह्मरन्धैः । ध्येयं यस्य स्वरूपं स जयति पुरुषः कोऽपि सर्वार्थवेदी ॥३॥ શ્રી મુનિસુન્દરસૂરિ રચિત-સર્વજ્ઞાષ્ટક શ્લો. ૩ સર્વજ્ઞાષ્ટક માં પ્રાપ્ત થતો કુંડલિનીનો નિર્દેશ - આચાર્ય શિરોમણિ શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત સર્વજ્ઞાષ્ટકમાં કુંડલિની શકિતનો નિર્દેષ આ રીતે મળે છે : યોગીન્દ્રો કે જેઓએ - ૧. ધ્યાનના અભ્યાસની પરાકાષ્ઠાથી પવન સહિત ચિત્તના નિરોધને પ્રાપ્ત કરીને અને ૨. એ પ્રકારે માનસિક વિક્ષેપ (વિષયાન્તરગામિ મન)ને દૂર કરીને, ૩. સહજ અને નિરૂપમ એવા આનંદથી ભરપૂર રસવાળા સ્વાનુભવરૂપ પ્રબોધને પ્રાપ્ત કરેલ છે. આત્માના પરમાનંદનો અનુભવ કરવાની મહાન પ્રક્રિયા યોગશાસ્ત્રના આઠમા પ્રકાશના ૫ થી ૧૬ શ્લોકમાં બતાવીને કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આપણા ઉપર અનંત ઉપકાર કર્યો છે. તેમને અંતરથી પ્રણામ કરવા. " કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો આ “અહમંત્રના ધ્યાન દ્વારા શકિત જાગરણ, કુંડલિની ઉત્થાન, પરમાત્મ તત્ત્વ સમાપત્તિ, આત્માનુભવ, આત્મસાક્ષાત્કાર માટેનો આ દિવ્ય પ્રયોગ સાધક વર્ગને અદ્ભુત બક્ષિસ છે. જગતભરમાં કુંડલિની ઉત્થાન માટે જેટલા પ્રયોગો મળે છે, તેમાં કલિકાલ સર્વજ્ઞ ભગવાને બતાવેલ આ પ્રયોગ સર્વશ્રેષ્ઠ લાગે છે. સામાન્ય રીતે શકિત જાગરણ પછી અનેક પ્રકારના રિએકશન (પ્રત્યાઘાત) સાધકોને અનુભવાય છે. મનની વિકૃતિ, શરીરમાં અવ્યવસ્થા, વાસનાની જાગૃતિ વગેરે અનેક વિકૃતિઓ કુંડલિની ઉત્થાન સમયે થાય છે. આ એક મોટું ભયસ્થાન છે. આ ભયસ્થાનને ધ્યાનમાં રાખીને કલિકાલ સર્વજ્ઞ ભગવાન આ પ્રયોગમાં Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬ હસ્ય, દીર્ઘ, ડુત, સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ ઉચ્ચારણ દ્વારા ચક્રોનું ભેદન કરીને શકિતને બ્રહ્મરંધમાં લઈ ગયા. અને તે જાગૃત થયેલ આત્મશકિતને “સૌમ્ય” બનાવવા માટે નાભિમાં અમૃત સરોવરમાં ઊગેલા ૧૬ પાંખડીવાળા કમળની કર્ણિકામાં, જાગૃત થયેલ આત્મશકિતને ૧૬ વિદ્યાદેવીના કુંભમાંથી ઝરતા અમૃતથી પ્લાવિત થતી બતાવી છે. આ રીતે અમૃત સ્નાન કરવાથી જાગૃત થયેલ આત્મશકિત સૌમ્ય બની જાય છે. તેથી કોઇ વિકૃતિ કે પ્રત્યાઘાત ઊભા થતાં નથી. તે માટે આ અદ્ભુત પ્રયોગ છે. વિદ્યાદેવી માતાના પ્રેમાળ સંબોધનથી ભાવિત બનેલ જાગૃત આત્મશકિતમાં કોઇ વાસના કે વિકૃતિ ' થતી નથી. તે પછી જાગૃત આત્મશકિતની પરમાત્મ તત્વ સાથે બ્રહ્મરંધમાં સમાપત્તિ (સમાપત્તિ એટલે ધ્યાતા, ધ્યાન, ધ્યેયની એકતા)ની પ્રક્રિયા તે અતિ અદ્ભુત છે. ત્યાં સાક્ષાત્કારની અવસ્થા આવે છે. સાધકને પોતાનામાં રહેલ પરમાત્મરૂપનું દિવ્ય જ્ઞાન અને અનુભવ થાય છે. સાધનામાં આવતાં વિદ્ગોના ઉપાયો ૨૦૧૭માં પૂ. ગુરુમહારાજનો ઘણો સમય પાટણમાં પસાર થયો અને ૨૦૧૮નું ચાતુર્માસ પાટણમાં થયું. સાધકના જીવનમાં વિચિત્ર ઘટનાઓ બની. પૂ. ગુરુભગવંત પાસે જઇ બધી હકીકતો કહે છે. પૂ. ગુરુભગવંત કહે છે - ચમત્કારનું કદી મહત્ત્વ આંકવું નહિ. ચમત્કાર સાધનામાં વિષ્નકારક બને છે. સાધના અડધા રસ્તે અધૂરી રહી જાય અને જીવ ચમત્કારમાં ફસાય છે. ચમત્કારના નિમિત્તે જીવ પોતાનું મહત્ત્વ સ્થાપન કરવા પ્રયત્ન કરે છે. માટે ચમત્કારની વાતમાં કદી આવવું નહિ. પોતાનું લક્ષ્ય “આત્મસ્વરૂપનો અનુભવ કરવો’ - તેને જ મહત્ત્વ આપવું. એટલું ખાસ ધ્યાન રાખવું કે ધ્યેયથી થોડા પણ ખસ્યા તો અનંત કળે પણ આવી સામગ્રી મળતી નથી. અને ધ્યેયથી થોડું ખસતાં આપણા અને ધ્યેય વચ્ચે હજારો માઇલનું અને અસંખ્ય વર્ષોનું છેટું પડી જાય છે. માટે લક્ષ્ય આત્મસ્વરૂપની પ્રાપ્તિનું જ રાખવું. વ્યવહારની અને આર્થિક મુશ્કેલીઓ વખતે પૂ. ગુરુભગવંત કહેતા - આજે તને એવું લાગે છે કે નુકશાન થયું, ઉપાધિ આવી. પરંતુ જ્ઞાનીની દૃષ્ટિમાં તે નુકશાન કે ઉપાધિ નથી. આપણી સ્કૂલ બુદ્ધિ મુશ્કેલી કે ઉપાધિમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ છૂપાયેલો લાભ શોધી શકતી નથી. થોડા સમય પછી લાગશે કે આ મુશ્કેલી કે ઉપાધિ ન આવી હોત તો આવો વિકાસ થઈ શકત નહિ. મુશ્કેલી કે ઉપાધિ સાધના શરૂ થયા પછી લાભ માટે જ આવે છે તે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવું. સાધક જીવન શરૂ થયા પછી મુશ્કેલી એ આત્માની ઉન્નતિ સાધવા માટે છે. - સાધકને ટાયફોઇડ થયો. તેણે પૂ. ગુરુમહારાજને પત્ર લખ્યો. તેનો જવાબ આવ્યો કે - છેલ્લા પાંચ વર્ષથી સાધનામાં માર્ગદર્શન મેળવવા ખૂબ દોડાદોડી કરી છે. હવે સ્થિર બની જીવનના મહત્વના નિર્ણયો - જે મેળવવા જરૂરી હતા - તે માટેની યોગ્ય તકનું સર્જન કરવા માટે ભગવાને મોકલેલી પ્રસાદી રૂપે માંદગી આવી છે તેમ સમજવું. સાધક જીવન શરૂ થયા પછી વિઘ્નો એ આત્માની વધુ ઉન્નતિ સાધવા માટે આવે છે અને તે વિઘ્નોનો જય કરવા માટે પરમાત્માની પ્રસાદી એ અનન્ય સાધન છે. પરમાત્માની કૃપાથી જ વિઘ્નોનો જય કરીને આત્મા પોતાની ઉન્નતિ સાધે છે. તાવ નોર્મલ થયા પછી ચિત્ત સ્વસ્થ થાય ત્યારે જીવનના મહત્ત્વના નિર્ણયો કરવા. સાધના શરૂ થયા પછી જીવનમાં આવતો દરેક મુશ્કેલ પ્રસંગ પણ લાભ માટે હોય છે. માંદગીમાં પણ દેવ-ગુરુ કૃપાથી સાધના ક્રમ, સિદ્ધચક્ર પૂજન આદિ જળવાઇ રહેલું. સાધનામાં આવતા વિદ્ગો શાન્ત કરવા માટે પૂ. ગુરુમહારાજે બતાવેલો શાસ્ત્રીય પ્રયોગ - (૧) આઠ પાંખડીવાળા કમળની ચિંતવના કરવી. (૨) કમળની કર્ણિકામાં સૂર્યના તેજ સ્વરૂપ પોતાના આત્માને સ્થાપન કરવો. (૩) આઠ પાંખડીઓમાં ક્રમશઃ ૐ નમો અરિહંતાણં – આ આઠ અક્ષરો સ્થાપન કરવા. આઠ દિવસ સુધી આ પ્રમાણે સ્થાપન કરી નીચે મુજબ વિધિ કરવી. (૪) પ્રથમ દિવસે ૐ લખેલું છે તે પાંદડી તરફ લક્ષ રાખી ૐ નમો અરિહંતાણંનો ૧૧૦૦ વખત જાપ કરવો. (પ) બીજા દિવસે ન લખેલું છે તે પાંખડી તરફ લક્ષ રાખી નમો અરિહંતાણંનો ૧૧૦૦ વખત જાપ કરવો. (૬) તે પ્રમાણે આઠ દિવસ સુધી એક એક પાંખડી તરફ લક્ષ રાખી Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૮ દરરોજ ૧૧૦૦ વખત જાપ કરવો. (૭) ધ્યાન સ્થિર કરી મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્માની મહા મંગલકારી વિપ્ન વિનાશક શકિત ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી ધ્યાન પૂર્વક જાપ કરવો. (૮) આ ધ્યાન પૂર્વકના જાપથી સાધનામાં આવતાં વિઘ્નો નાશ પામે છે. (૯) જાપ સમયે મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્મામાં ધ્યાન સ્થિર રાખી જાપ કરવો. જાપ સમયે મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્માની ઉપસ્થિતિ કાર્યસિદ્ધિનું પ્રધાન અંગ છે. શ્રી નમસ્કાર મંત્રની અચિંત્ય શકિતઓ Economically Effective-Shree NAMASKAR Maha Mantra. અર્થશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક શ્રી નમસ્કાર મહામંત્ર Constitutionally Correct. બંધારણની દૃષ્ટિએ શાશ્વત સત્ય. Politically perfect. રાજકીય દૃષ્ટિબિંદુમાં સર્વોત્કૃષ્ટતા. Mathematically Mature. ગણિતશાસ્ત્રની દષ્ટિએ ઉત્કૃષ્ટ શ્રી નવકાર. Psychologically Sensitive. માનસશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક. Astrologically Assured. જ્યોતિષશાસ્ત્રની દષ્ટિએ વાસ્તવિક સત્ય શ્રી નવકાર. Geographically Genutine. ભૌગોલિક દૃષ્ટિએ સર્વોચ્ચ-શ્રી નમસ્કાર મહામંત્ર Science of Supremacy. આત્મવિજ્ઞાનનો પ્રયોગ, ૨૦૧૮ના આસો સુદમાં જે વખતે પૂ. ગુરુભગવંતનું ચાતુર્માસ પાટણમાં હતું, ત્યારે મહેસાણામાં સિદ્ધચક્ર પૂજન કરાવવા માટે ઇચ્છાવાળા મહેસાણા સંઘના પ્રતિનિધિઓ પૂ. ગુરુભગવંત પાસે આવેલા. વિધિકારકના અભાવે પૂજન થઇ શકતું નહોતું, તેથી ગુરુભગવંતને વિનંતિ કરતાં પૂ. ગુરુભગવંતે સાધકને જવા માટે કહ્યું. ૨૦૧૮ના આસો સુદ પૂનમનો દિવસ પૂજન માટે નક્કી Page #103 -------------------------------------------------------------------------- ________________ ७८ - A શ્રીળ p suzeu al reabra Edni, trzedam २५. G ana 28 27 Aga - Learn १५६० Ratncient RAAT 262 234०५ ही0एead21/4 स्५mACTRangm4मी 222(2EFE १/ 28-टस्ट 2-१११ .43 2ngmai2024ntas हु.4mma ManA २०607147मायालया . da ini Ēdnorazne&ror El-ar chine २८mar RanMal, 2.72 ganta pour 12 zrichsonian सन २८ माल्या HaR८६२१११५6468 ran aucha anard of moral Prild zerorch. essinateuselaichidiennes na onni on porodazlez Eneda Page #104 -------------------------------------------------------------------------- ________________ થયો. સાધક માટે જાહેરમાં જવાનો પ્રથમ પ્રસંગ હતો. તે સમયે શ્વસુરગૃહે જતી પુત્રીને માતા-પિતા શિખામણ આપે તેવી રીતે જાહેર જીવનમાં આવતાં વિપ્નો, તેમાં ધ્યાન રાખવા જેવી મહત્ત્વની વાતો સમજાવી. (૧) જ્યારે પણ જાહેર પ્રસંગમાં જવાનું થાય ત્યારે આપણે બીજા ઉપર ઉપકાર કરીએ છીએ - તે વિચારને ગૌણ કરીને આપણા ઉપર બીજાઓનો ભાવોપકાર થઇ રહ્યો છે તેની કદર કરતાં શીખવું જોઇએ. જે સમય આપણો નિરર્થક જવાનો હતો, તે પ્રભુ ભક્તિ દ્વારા સાર્થક કરવાની તક સિદ્ધચક્ર પૂજન આદિ પ્રસંગોમાં મળે છે. શ્રી સંઘનો તેમાં આપણા ઉપર ભાવોપકાર થાય છે, તે ભાવને મુખ્યતા આપવી. (૨) બહુમાન, સન્માનના પ્રસંગો આવે ત્યારે કોઇપણ વસ્તુ સ્વીકારવી નહીં, માત્ર શ્રીફળ જ સ્વીકારવું. શ્રીફળ શા માટે? શ્રીફળમાં ચાર વસ્તુ છે - (૧) છોતરાં (૨) લાકડાની કાચલી (૩) લાલ રંગનું પડ (૪) સફેદ પદાર્થ (જે મૂળભૂત વસ્તુ છે) આવી જ ચાર વસ્તુ આપણા અંદર છે. છોતરાં તે આપણું શરીર છે. લાકડાની કાચલી તે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ છે. લાલ રંગનું પડ (સફેદ પદાર્થ ઉપર લાગેલું પાતળું પડ) તે રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન રૂપ ભાવ કર્મ અને સફેદ પદાર્થ તે આપણો આત્મા છે. સંઘ શ્રીફળ આપે છે તેની પાછળ સંઘનો આશીર્વાદ છે – (૧) છોતરા રૂપા શરીર ઉપર મમત્વ ન રાખીશ. (૨) જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મની કાચલીને તોડી નાંખજે. (૩) લાલ પડ રૂપ રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન રૂપ ભાવ કર્મથી મુકત બની (૪) સફેદ પદાર્થ રૂપ આત્મસ્વરૂપનો અનુભવ આસ્વાદ કરજે. આ કારણે શ્રીફળ સ્વીકારવું, જે સંઘના આર્શીવાદ રૂપ છે. આવી બીજી અનેક શિખામણો આપેલી. શાસ્ત્રનું વ્યવસ્થિત અધ્યયન કરી, જે કાંઈ કહેવાનું હોય તે શાસ્ત્ર આધાર સાથે જ કહેવું. જિન ભકિતને કેન્દ્રમાં રાખી શાસ્ત્ર સાપેક્ષ કહેવું. યશના અધિકારી દેવ, ગુરુ અને ધર્મ છે. કોઢિયામાંથી શ્રીપાલ બનાવનારા Page #105 -------------------------------------------------------------------------- ________________ નવપદ છે. એક શિકારીમાંથી શ્રેણીક મહારાજને તીર્થકર બનાવનાર પ્રભુ મહાવીર છે. નવપદ આપણો પ્રાણ છે. તેની સેવા કે પૂજનના બદલામાં યશ લઇ શકાય નહીં. સવારથી સાંજ સુધીના એક દિવસના કાર્યક્રમમાં અસંખ્ય જીવોના ઋણ નીચે આપણે આવીએ છીએ. એક પાણીના બિન્દુમાં અસંખ્ય જીવો છે. તે કચડાઇ જઇને આપણી તૃષા છીપાવે છે. ઘઉનો દાણો દળાય છે, શેકાય છે, ભૂંજાય છે અને રોટલી બનીને આપણી ભૂખ ભાંગે છે. અનંતકાળના આપણા ઈતિહાસમાં અનંત જીવોના ઋણ નીચે આપણે આવીએ છીએ. આ ક્રોડોનું દેવું છે. તેમાંથી એક રૂપિયો ચૂકવવા જેટલું આપણે સુકૃત કરીએ તેનો યશ ન લઈ શકાય. આ ઋણમાંથી મુકિત તે જ મુકિત (મોક્ષ) છે. આપણને સર્વને આઠ કર્મનો કોઢ છે. તે કોઢિયામાંથી આપણને શ્રીપાલ બનાવનાર નવપદ છે. તેની પૂજા કરીએ તેનો યશ ન લઈ શકાય. યશના અધિકારી દેવ, ગુરુ અને ધર્મ છે. શહનાઇનો અવાજ સાંભળીએ છીએ અને આપણને આનંદ આવે છે. તેનો યશ આપણે કોને આપીશું? શહનાઇને કે શહનાઇના વગાડનારને? વગાડનારને”. આ શરીરના ઇન્સ્ટમેન્ટમાંથી પૂજન વખતે જે ભાવો નીકળે તેના વગાડનાર દેવ-ગુરુ છે. We are the instrument of God. યશના અધિકારી આપણે નથી. યશના અધિકારી તેના વગાડનારા દેવ અને ગુરુ છે. વેડફાઇ જતા સમયને સાર્થક કરવાની તક સિદ્ધચક્ર પૂજન વખતે પ્રાપ્ત થાય છે. તે સમયને સાર્થક કરવા માટે પૂજનનું આમંત્રણ આપનાર શ્રી સંઘ નો આપણા ઉપર ભાવોપકાર થાય છે. તે સંઘનું ણ ચુકવવા માટે આપણી પાસે કાંઇ સામગ્રી નથી. વિશ્વોપકારી જિનશાસન મળ્યું. જિનશાસનના પ્રભાવે આપણને કરુણાસાગર અરિહંત પરમાત્મા મળ્યા. મોક્ષ માર્ગના દાતાર સદ્ગુરુનો યોગ મળ્યો. સતુશાસ્ત્રનું અધ્યયન મળ્યું. અનંત ભવે પણ જૈન શાસનનું ત્રણ આપણે ચૂકવી શકીએ તેમ નથી. માટે જૈન શાસન અને અરિહંત પરમાત્મા સૌના હૃદયમાં વસે તેવા ભાવથી શ્રી સંઘની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૧ છે તે સાર્થક કરી લેવું. તે માટે વિશ્વમાં શ્રી નવપદની ભકિતનો નિષ્કામપણે પ્રચાર થાય તે માટે મળતી બધી તકોને સાર્થક કરી કૃતાર્થ થવું જોઇએ. જગતના જીવો શ્રી નવપદજી અને અરિહંત પરમાત્માના સાચા આરાધક બને એવી આપણી ભાવનાને ફળીભૂત કરવા માટે આપણા જીવનમાં શ્રી નવપદજીની સાચી ભકિતનું દૃષ્ટાંત પુરૂં પાડવું જોઇએ. તે માટે નવકાર અને નવપદની આરાધનાને સંસારમાં સારભૂત માનીને સર્વ જીવોના શુભના સંકલ્પ પૂર્વક આરાધના કરવી જોઇએ. જૈન સંઘ સમ્યક્ત્વ પ્રધાન હોવાથી ઝીલવા તૈયાર છે, ઝીલાવનાર જોઇએ. પૂર્વ પુરુષોના પંથે શ્રી જિન શાસનની સેવા અને આરાધના માટે ચાલવું તે આપણા સૌનું કર્તવ્ય છે. જાતિ, કુલ, બળ, બુદ્ધિ, શ્રુત અને સૌભાગ્યના મદથી રહિત બનીને શ્રી સિદ્ધચક્ર ભગવંતની ત્રિભુવનવિજયી આરાધના માટે સદા પ્રયત્નશીલ રહેવું. બીજાઓને આરાધનામાં જોડવા એ પુણ્યાનુબંધી પુણ્ય કમાવા માટે રત્નના વ્યાપાર તુલ્ય અમૂલ્ય વ્યાપાર છે. નવપદની આપણી આરાધના કેવળજ્ઞાન આદિ શાશ્વત ગુણરત્નો કમાવાનું અપૂર્વ અનુષ્ઠાન છે. ૨૦૧૯ના મોટા માંઢાના ચાતુર્માસ દરમ્યાન પૂ.ગુરુભગવંત પાસેથી દિવ્ય પ્રયોગ મળ્યો. Serpent Power અને આ.ભ.સિંહતિલકસૂરિ વિરચિત ``પરમેષ્ઠિ યંત્ર કલ્પ' ગ્રંથ ઉપર પૂ. ગુરુમહારાજે વર્ણાક્ષરોની સાધનાનો અને ગુરુ ઉપાસનાનો દિવ્ય પ્રયોગ બતાવ્યો. વર્ણાક્ષરોનું વિશિષ્ટ રીતે ધ્યાન. અનાદિ સિદ્ધ વર્ણમાતૃકાનું ધ્યાન વિશિષ્ટ સાધકો માટે પૂ. ગુરુ મહારાજે નીચે મુજબ બતાવેલું. આ. શ્રી સિંહતિલકસૂરીશ્વરજી મહારાજાએ ``પરમેષ્ઠિ વિદ્યા યંત્ર કલ્પ" નામના ગ્રંથમાં આ વસ્તુ બતાવેલી છે. આત્મદર્શનના અને ધ્યાન વિષયક ગ્રંથોમાં ઘણા સ્થાને આ વસ્તુ છે. Serpent Power નામના યોગ વિષયક ગ્રંથમાં આ વસ્તુ સવિસ્તર વર્ણવેલી છે. તે નીચે મુજબ સંક્ષિપ્તમાં છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮ . (૧) મૂલાધાર ચક્ર :- સ્થાન-ગુદા મૂલ. તેમાં ચાર દલવાળું કમળ ચિંતવવું. કમળનો વર્ણ (રંગ) લાલ છે. તે કમળની ચાર પાંખડીમાં વ, શ, s, સ આ ચાર અક્ષર ચિંતવવા. આ ચાર પાંખડીવાળા કમળની કર્ણિકામાં નૈ પૃથ્વી બીજ ચિતવવુ, હૈ, શૈ, ઉં, મૈં આ પ્રમાણે અહીં અને હવે પછીના અક્ષરો પણ બિન્દુ સહિત ચિંતવવાથી વિશેષ લાભ થાય છે. (૨) સ્વાધિષ્ઠાન ચક્ર - આ ચક્રનું સ્થાન પેઢુમાં (લિંગમૂલ) છે. તેમાં છ પાંખડીવાળું કમળ ચિંતવવું. કમળનો વર્ણ (રંગ) અરૂણ (ઊગતા સૂર્ય જેવો) છે. તેની પાંખડીઓમાં વે, મ, મ, ય, ર, ત અનુક્રમે ચિંતવવા. આ કમળની કર્ણિકામાં જૈ વરૂણ (જલ) બીજ ચિંતવવું. (અક્ષર બિન્દુ સહિત ચિંતવવાથી વિશેષ લાભ થાય છે.) . (૩) મણિપુર ચક્ર :- આ ચક્રનું સ્થાન નાભિ છે. તેમાં સફેદ વર્ણવાળું દશ પાંખડીનું કમળ ચિંતવવું. તે પાંખડીઓમાં અનુક્રમે ૩, ઢ, ણ, ત, થ, ૩, ઘ, ન, પ, ફ, ચિંતવવા. આ કમળની કર્ણિકામાં અગ્નિ બીજ ૨ ચિતવવું. (૪) અનાહત ચક્ર :- આ ચક્રનું સ્થાન હૃદય છે. તેમાં ૧૨ પાંખડીવાળું કમળ ચિંતવવું. કમળનો વર્ણ પીળો છે. તેમાં , વ્ર, ગ, ઘ, ૩, ૫, ૭, , સ, , ર, ૩, આ બાર અક્ષર અનુક્રમે ચિંતવવા. તેની કર્ણિકામાં વાયુ બીજ હૈ ચિંતવવું. (૫) વિશુદ્ધ ચક્ર :- આ ચક્રનું સ્થાન કંઠ છે. તેમાં ૧૬ પાંખડીવાળું કમળ ચિંતવવું. તેનો વર્ણ (રંગ) સફેદ છે. તેમાં દરેક પાંખડીમાં અનુક્રમે ઝ, મ, રૂ, રૂં, ૩, ૩, ૪, , , 7, , , , , , મઃ - આ ૧૬ સ્વર ચિંતવવા. આ કમળની કર્ણિકામાં આકાશ તત્ત્વ હૈં ચિંતવવું. (૬) આજ્ઞાચક્ર :- આ ચક્રનું સ્થાન ભૂમધ્ય છે. તેમાં બે પાંખડીવાળું કમળ છે, તેનો વર્ણ (રંગ) લાલ છે. તેમાં હું, ન - આ અક્ષર અનુક્રમે ચિંતવવા. આ કમળની કર્ણિકામાં મહાતત્ત્વ ૐ ચિંતવવો. તેમાં ગુરુ તત્ત્વની વિશેષ સાધના થાય છે. જેની નોંધ આ પ્રયોગના છેલ્લે લીધી છે. ૐ અર્ધમાગધીનો લેવો. (૭) સહસ્ત્રદલ પધ અથવા સહસ્ત્રાર ચક્ર :- આ ચક્રનું સ્થાન સહસ્ત્રાર (મગજ) બ્રહ્મરંધ્ર છે. તેમાં એક હજાર પાંખડીવાળું કમળ છે. તેનો વર્ણ સફેદ છે. તે કમળની કર્ણિકામાં મંત્રાધિરાજ કર્યું બિરાજમાન છે. તે કમળના બહારના ગોળાકારની પાંખડીઓમાં પહેલાં રાઉન્ડમાં ઉપરના કુલ પ૦ અક્ષરો માં થી હલ સુધીના ચિતવવા. પછી અંદર બીજા રાઉન્ડમાં ફરીથી " Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ૫૦ અક્ષર ચિંતવવા. આ પ્રમાણે ૨૦ રાઉન્ડ કરવા. તેમાં કુલ એક હજાર પાંખડીમાં ૨૦ વખત ૫૦ અક્ષરો આવશે. છેલ્લો રાઉન્ડ કર્ણિકામાં રહેલા મર્દની આજુબાજુ આવશે. કમળના બહારના રાઉન્ડથી ચિંતવતાં ચિંતવતાં અંદર છેલ્લે ૨૦ મા રાઉન્ડમાં કર્ણિકામાં રહેલા અર્દૂ સુધી પહોંચવાનું છે. તે પછી બ્રહ્મરંધ્રમાં `ગર્દનું ધ્યાન કરવું. આ ધ્યાનના અગણિત લાભો છે. અર્જુના ધ્યાનમાં તન્મય બની, ઉપયોગ અર્હમાં સ્થિર કરી, સંભેદ પ્રણિધાન કરવું. તે પછી આપણા આત્માનું અર્હરૂપે ધ્યાન કરવું. એટલે પહેલાં સંભેદ પ્રણિધાન કર્યા પછી અભેદ પ્રણિધાન કરવું. એટલે આપણા આત્માનું અર્હ રૂપે ધ્યાન કરવું. આ ધ્યાનથી આત્મસાક્ષાત્કાર સુધી પહોંચી શકાય છે. આ ધ્યાનથી આપણા મસ્તકનાં સેન્ટરો ખુલી જાય છે. અને દિવ્ય શકિતઓ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિશેષ પ્રયોગ પૂ. ગુરુ મહારાજના માર્ગદર્શન પ્રમાણે સાધકના જીવનમાં શરૂ થયો, જે આજ પર્યંત ચાલુ છે. (આ ગ્રંથ વાંચનાર પ્રિય સાધક! આપ પણ પ્રયોગ કરો. જરૂર સફળતા મળશે.) પૂ. ગુરુભગવંતે પરમાત્મમિલનનો માર્ગ બતાવ્યો - ``અરિહંત પરમાત્માના ગુણોમાં તદાકાર બનવું. પરમાત્મ મિલન પરમાત્માની પ્રાપ્તિમાં પરિણમે છે. પૂ. ગુરુ ભગવંત કહે છે :- સાધક જ્યારે ભાવ અરિહંતના ધ્યાનમાં પોતાની મનોવૃત્તિઓ તદાકાર બનાવે છે ત્યારે પોતે પરમાત્મ રૂપ પરિણમે છે. જેમ પ્રગટ દીપકના પ્રકાશ સાથે એકમેક થવાથી બીજો દીવો પણ પ્રકાશિત બને છે અને અન્ય દીવાઓને પોતાના સમાન બનાવવા સમર્થ બને છે, તેવી જ રીતે કેવળજ્ઞાન જ્યોતિથી પ્રકાશવાન એવા પરમાત્મા સાથે તન્મય બનેલો અંતરાત્મા પણ પરમાત્મ જ્યોતિને પ્રાપ્ત કરે છે. ``ક્ષીર નીર પેરે તુમશું મિલશું, વાચક યશ કહે હેજે હલશું" આવું જ્ઞાનીએ ગાયું છે. શી રીતે આનંદ મિલન થાય ? ગુરુભગવંત કહે છે ``આગમમાં બતાવેલ તીર્થંકર પરમાત્મ સ્વરૂપમાં ઉપયુકત સાધક તે વસ્તુતઃ તીર્થંકર સ્વરૂપ છે." કારણ કે તે ઉપયોગ સાથે તેની અભેદ વૃત્તિ છે ``તેને આગમથી ભાવ નિક્ષેપ" જ્ઞાની પુરુષો કહે છે. આવો.... આપણે પણ ગુરુભગવંતની ભકત હૃદય સભર વાણીના સથવારે અમૃત તત્ત્વની ખોજ કરીએ. Page #109 -------------------------------------------------------------------------- ________________ ८४ પૂ. ગુરુમહારાજનો પત્ર મળ્યો (૧) અરિહંતના ઉપયોગમાં રહેલો આત્મા અરિહંત સ્વરૂપ છે. એવો પાઠ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય, અનુયોગદ્વાર સૂત્ર તથા બીજા નિક્ષેપ વિષયક ગ્રંથમાં મળશે. આગમથી ભાવ નિક્ષેપે અરિહંત - અરિહંતના ધ્યાનમાં તન્મય બનેલો આત્મા છે. એ વાત સર્વમાન્ય છે. (૨) તમે ધ્યાનની વિગત જણાવી તે બરાબર છે. અને તે રીતે ચાલુ રહેવાથી ટૂંક સમયમાં મોટો લાભ થશે. એમાં સંશય નથી. તમારા પત્રનો વિગતવાર જવાબ હવે પછી લખીશું. દેવ-ગુરુ કૃપાથી સાધકની સાધના દરરોજ ચઢતા પરિણામે વધી રહી છે. ઉપરોકત પત્રના અનુસંધાન વાળી ધ્યાન પ્રક્રિયા સાધકને નિયમિત ચાલુ રહી છે. તે નીચે મુજબ છે. આ ધ્યાન પ્રક્રિયાની નોંધ પૂ. ગુરુમહારાજની હસ્તલિખિત નોંધમાં ૨૮-૧૨-૬૯ ના દિવસે નોંધેલી છે. પહેલા પ્રયોગમાં સામે ભગવાન હતા. હવે સાધક પ્રાર્થના કરે છે - ૐ ૩ રદ્ ક ર - હે પ્રભુ ! તમે મારા અંદર આવીને પ્રસન્ન થાઓ! પરમાત્મા સામે હતા, તે હૃદયમાં પધારે છે. હૃદયમાં અનંત કલાનિધાન પરમાત્મા બિરાજમાન છે. પરમાત્માનું અને સાધનું મુખ એક જ દિશામાં છે. હૃદયમાં અનંત જીવોના પરમ ઉદ્ધારક, જ્યોતિર્મય, પ્રેમ- કરુણાના ભંડાર, અનંત શકિતના મહાભંડાર પરમાત્મા બિરાજમાન છે. તે પરમાત્માનું હૃદયમાં ધ્યાન કરવું. (૧) પરમાત્મા પ્રેમ - કરુણા - વાત્સલ્યના પરમ ભંડાર છે. હૃદયમાં રહેલા પરમાત્મામાંથી પ્રેમ - કરુણાના ફુવારા ઊડે છે. આ ફુવારાનો પ્રવાહ આપણા શરીરમાં ફેલાય છે. આપણા લોહીના અણુએ અણુ, આત્મ પ્રદેશો પ્રેમ સ્વરૂપ બને છે, આપણે પોતે પ્રેમ સ્વરૂપ બનીએ છીએ. (૨) ભગવાન પરમ આનંદ સ્વરૂપ છે. ભગવાનમાંથી આનંદના પ્રવાહો નીકળી આપણા અંદર ફેલાય છે.....આપણે આનંદ સ્વરૂપ બનીએ છીએ. (૩) ભગવાન અવ્યાબાધ સુખ સ્વરૂપ છે. પરમાત્મામાંથી ચારે દિશામાં સુખના પ્રવાહો નીકળી આપણા અંદર ફેલાય છે. આપણે સ્વયં સુખ સ્વરૂપ બનીએ છીએ. Page #110 -------------------------------------------------------------------------- ________________ (૪) ભગવાન અચિત્ય શકિતયુકત છે. તે શકિતના પ્રવાહો આપણા અંદર ફેલાવાથી આપણે સ્વયં શકિતપૂર્ણ બનીએ છીએ. મહાન કાર્યો સિદ્ધ કરવાની શકિત આપણા અંદર ઉત્પન્ન થઈ છે. (૫) ભગવાન કેવળજ્ઞાન આદિ ગુણસમૃદ્ધિના ભંડાર છે. તે સમૃદ્ધિના પ્રવાહો ભગવાનમાંથી નીકળી આપણા અંદર ફેલાય છે. આપણે સમૃદ્ધિથી પૂર્ણ બનીએ છીએ. (૬) હૃદયમાં રહેલા પરમાત્મા હવે ધીમે ધીમે મોટા બને છે. અને આપણા દેહ પ્રમાણ બને છે. પરમાત્માના અસંખ્ય પ્રદેશો એકમેક મળે છે. પરમાત્માના પ્રત્યેક આત્મપ્રદેશમાં અનંત સુખ અને અનંત ગુણોનો વાસ છે. “એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંતનો વાસ રે” પરમાત્માના આવા દિવ્ય આત્મપ્રદેશો આપણા આત્મપ્રદેશો સાથે મળતાં આપણે દિવ્ય પરમાનંદનો અનુભવ કરીએ છીએ. પરમાત્મા પૂર્ણ છે. તેમની પૂર્ણતાનું આપણા આત્મપ્રદેશો સાથે મિલન થતાં આપણને પૂર્ણતાનો અનુભવ થાય છે. આપણે ધ્યાન સમયે પૂર્ણ સ્વરૂપ છીએ. આપણા પૂર્ણ સ્વરૂપને આપણે જોઈએ છીએ. તેમાં ધ્યાન સ્થિર થતાં વિકલ્પ શાંત થાય છે. પૂર્ણતા હોય ત્યાં વિકલ્પ હોતાં નથી. અત્યારે વર્તમાન સમયે સાધક શાંત અવસ્થામાં પરમાનંદનો અનુભવ કરે છે. પરમાત્મા સદશ પોતાના આત્મસ્વરૂપના અનુભવની તૈયારીમાં છે. ગમે તેવા કિલષ્ટ સંજોગોમાં પણ બાર નવકાર ગણી આ પ્રયોગ કરવાથી આપણે શાંતિ અને આનંદથી ભરાઈ જઈએ છીએ. કારણ કે આપણે પોતે જ સત્તામાં આનંદ અને સુખના મહાસાગર છીએ- તે ભૂલાઈ જવાથી અશાંતિ હતી. આ પ્રયોગથી પરમાત્માના સાન્નિધ્યના પ્રભાવે આપણા અંદર રહેલ સુખ, આનંદ, શાંતિનું ભાન થવાથી આપણે શાંતિ અને આનંદનો અનુભવ કરીએ છીએ. ઉપરના પ્રયોગ સંબંધી સાધકને પૂ. ગુરુમહારાજ સાથે થયેલ વાર્તાલાપનો - સાર નીચે મુજબ છે :- પૂ. ગુરુમહારાજ :- આ પ્રયોગ ધીરે ધીરે વધુ એકાગ્રતાપૂર્વક થવાથી છેવટે આત્માની પૂર્ણતાનો અનુભવ કરાવશે. અને નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ દશામાં આત્માનુભવ રૂપ બનશે. Page #111 -------------------------------------------------------------------------- ________________ આ પ્રયોગ વિષે પૂ. ગુરુમહારાજે લખેલી પ્રેમ, આનંદ, સુખ સંબંધિ નોંધ તેમની હસ્તલિખિત ડાયરીમાં તા. ૨૯-૧૨-૬૯ ના રોજ લખેલી તે નીચે મુજબ છે : મોક્ષ એટલે અનંત ચતુષ્ટય આત્મસ્વરૂપનો લાભ. આત્માનું સ્વરૂપ અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત સુખમય, અનંત વીર્યમય છે. પ્રભુનાં જ્ઞાન - દર્શન, અનંત પ્રેમ અને કરુણાથી ભરેલાં છે. પ્રભુનું સુખ અનંત આનંદથી ભરેલું છે. પ્રભુનું વીર્ય અનંત સમૃદ્ધિથી ભરેલું છે. પ્રભુનું વીર્ય અનંત શકિતરૂપ છે. પ્રભુના સુખ આનંદ, અનંત વીર્ય અને સમૃદ્ધિથી ભરપૂર છે. સ્વરૂપનો લાભ ષટુ જીવનિકાય પ્રત્યે કરુણાવંત છે. કરુણાનું ફળ અનંત પ્રેમ અને સુખ છે, અનંત વીર્ય અને સમૃદ્ધિ વગેરે છે. પ્રભુ અનંત પ્રેમ અને કરુણાના ભંડાર છે. અનંત આનંદ અને સુખથી ભરપૂર છે. અનંત શકિત અને સમૃદ્ધિની ખાણ છે. પ્રભુ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યથી પૂર્ણ છે. પટુ જીવનિકાયને હિતકર છે, સુખકર છે, કલ્યાણકર છે, અક્ષય છે, અવ્યાબાધ છે. સર્વ ગુણોથી પરિપૂર્ણ છે. નિત્ય, નિરંજન અને સનાતન છે. અચલ, વિમલ, નિર્મલ, નિર્વિકાર, નિરાબાધ અને અનંત શકિતરૂપ છે. ચિન્મય, આનંદમય, સુખ સિન્ધ અને દીનબંધુ છે. સર્વ રૂપ છે, સર્વમય છે, સર્વ કલ્યાણમય છે, શાન્તરસમય છે, શાન્તિ, સમૃદ્ધિ, વીર્ય અને આનંદમય છે. પ્રભુના જ્ઞાનમાં અનંત પ્રેમ, અનંત દર્શનમાં અનંત કરુણા છે. કરુણાનું ફળ અનંત પ્રેમ અને અનંત સુખ છે. પ્રભુ સુખસિન્થ અને દીનબંધુ છે. આવા પરમાત્મા હૃદયમાં બિરાજમાન છે. તેમાંથી બાનાવસ્થામાં શકિત અને ગુણો વિસ્ફોટ થવાથી સાધક પોતે પ્રેમ-કરુણારૂપ, આનંદરૂપ, સુખરૂપ, શકિતરૂપ અને સમૃદ્ધિથી પૂર્ણ રૂપ પોતાને ધ્યાનમાં અનુભવે છે અને ધ્યાનાવસ્થામાં પરમાત્મા સાધકના દેહ પ્રમાણ થાય છે ત્યારે પરમાત્માના અસંખ્ય પ્રદેશો સાધકના અસંખ્ય Page #112 -------------------------------------------------------------------------- ________________ 62 આત્મપ્રદેશો સાથે એકમેક મળે છે. ૫૨માત્માનો એક એક આત્મપ્રદેશ અનંત ગુણ અને અનંત સુખથી પરિપૂર્ણ છે. આવો પરમાત્માનો શુદ્ધ, અનંત ગુણ અને સુખથી પૂર્ણ એક એક આત્મપ્રદેશ જ્યારે ધ્યાનાવસ્થામાં ધ્યાતાના આત્મપ્રદેશ સાથે અભેદરૂપે મળે છે ત્યાં પૂર્ણતાના આનંદની પરાકાષ્ઠા આવે છે. અનુભવ વચનામૃત આ અભેદ મીલન દિવ્ય વસ્તુ છે. ૫૨માત્માની ભકિત એ ૫૨માત્મા સાથે સગાઈ છે. પરમાત્માનું ધ્યાન એ પરમાત્મા સાથેનું લગ્ન છે. પરમાત્માના ધ્યાનમાં અભેદ મીલન છે. અભેદ મીલનનું ફળ અનુભવ રૂપ પુત્રની પ્રાપ્તિ છે. સ્થિર ઉપયોગ એ પુત્રનું લાલનપાલન છે. આત્મ-અનુભવ રૂપ પુત્ર પૂર્ણયૌવનને પામીને પરાકાષ્ઠાએ ખીલી ઊઠે તે કેવળજ્ઞાન છે. અનુભવની વાણી અનુભવી જ સમજી શકે છે. મનોમન સાક્ષીએ સમજાય તેવી દિવ્ય વસ્તુ છે. ધ્યાન પ્રયોગ કરો, દિવ્ય અનુભવ જરૂર થશે. આ પ્રયોગ ઉપરથી સમજાય છે કે ‘પૂ.ગુરુમહારાજ' પરમાત્મા અને આત્માની અનુભૂતિમાં વાસ કરનાર સંત હતા. આપણું મહાન સૌભાગ્ય છે કે આવા સંતો પૃથ્વી ઉપર પરોપકાર માટે જન્મ ધારણ કરી મુમુક્ષુઓના હૃદયના અંધકારને દૂર કરવા પ્રકાશમય પ્રભાત જેવા છે. આપણને લાગે છે કે આપણા હૃદયમાં રહેલા મિથ્યાત્વના અંધકારને દૂર કરવા માટે આવા સંતોનો પૃથ્વીતલ ઉપર આવિર્ભાવ થાય છે,જેમના પ્રકાશના કિરણો સાધકોના હૃદયમાં પ્રભુદર્શન કરાવે છે. સાધકોને પ્રભુની અચિન્ત્ય, અનંત શકિતથી સભર બનાવે છે. પ્રભુ સાથે પ્રેમ કરાવી જ્ઞાનનો પ્રકાશ સાધના હૃદયમાં પાથરે છે. પરમાત્મા સાથે સાચા હૃદયથી પ્રેમ કરો. પરમાત્મા પ્રત્યેનો સાચો પ્રેમ જ્ઞાનનું રૂપ ધારણ કરે છે જિન કથિત સાચું જ્ઞાન પરમાત્મા પ્રત્યેના પ્રેમનું રૂપ ધારણ કરે છે. પ્રેમ એ જ્ઞાનનો રસ છે. અને જ્ઞાન એ પ્રેમની જ્યોતિ છે. પ્રભુ પ્રત્યેનો ગાઢ પ્રેમ જ્ઞાનને ઉત્પન્ન કરે છે. અગાધ જ્ઞાન પ્રેમને ઉત્પન્ન કરે છે. તેનું અંતિમ ફળ આ જન્મમાં આત્મસાક્ષાત્કાર અને આવતા જન્મમાં મોક્ષ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પાંચધારણા (A) એક હજાર પાંખડીવાળા કમળની કર્ણિકામાં રહેલા મેરૂ પર્વતના શિખર ઉપર રહેલા સ્ફટિક રત્નના સિંહાસનમાં આપણે બેઠા છીએ. (B) નાભિમાં અહ મંત્રનું ધ્યાન કરવું. (C) અહં ના રેફમાંથી અગ્નિજવાળા પ્રગટ થાય છે. (D) હ્રદયમાં ઊંધું લટકતું કમળ છે. તેમાં આઠ કર્મ છે. સર્વેના રેફમાંથી નીકળેલી અગ્નિજ્વાળામાં (જ્ઞાનવરણીય આદિ) આઠ કર્મો બળે છે. અગ્નિ વધુ વિસ્તૃત થતાં ભાવ કર્મ(રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન) બળે છે, પ્રચંડ અગ્નિજ્વાળામાં આપણું શરીર બળે છે. ધ્યાનાવસ્થામાં દહન થતું અનુભવવું. (E) પ્રચંડ પવનમાં રાખ ઊડી જાય છે. (F) ઘટાટોપ વાદળમાંથી અમૃતનો વરસાદ પડે છે. તેમાં સ્નાન કરી આપણે સ્વચ્છ-નિર્મળ બનીએ છીએ. (G) માત્ર શુદ્ધ આત્મા રહે છે. અહીં આત્મભાવના-આત્મધ્યાન કરવું અને આત્મસ્વરૂપનો અનુભવ કરી પરમાનંદમાં લીન બનવું. ધ્યાન પૂરું થયા પછીની પરમાત્માને પ્રાર્થના પ્રભુ છો ત્રિભુવનનાથ, દાસ છું તારો, કરૂણાનિધિ ! અભિલાષ આ છે મુજ એ ખરો; આતમ વસ્તુ સ્વભાવ સદા મુજ સાંભરો, ભાસન વાસન એહ ચરણ ધ્યાને ધરો. (શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન.) હે ત્રણ જગતના નાથ ! કરૂણાનિધાન પરમાત્મા ! આપની પાસે મારી એક જ અભિલાષ છે. આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ મને નિરંતર યાદ રહો. હું કદી આત્માના સ્વરૂપને ભૂલું નહીં તેવું તમારા પ્રભાવથી થાઓ. આત્મ સ્વરૂપમાં જ તૃપ્તિ અને રમણતાનો પરમ આનંદ મારા અંદર નિત્ય રહો તેવી મારી અભિલાષા છે............. Page #114 -------------------------------------------------------------------------- ________________ | ગુરુ પદ ગુરુ વિના જ્ઞાન નથી. જ્ઞાન વિના શ્રધ્ધા નથી, શ્રદ્ધા વિના ભકિત નથી. ભકિત વિના મુકિત નથી. માટે બધાના મૂળમાં ગુરુ છે. કારણ કે ગુરુ પાસેથી જ્ઞાન મળે. જ્ઞાનમાંથી શ્રદ્ધા પ્રગટે શ્રદ્ધામાંથી ભક્તિ પ્રગટે ભકિતમાંથી મુકિત મળે. મુકિત મળે ત્યારે પૂર્ણ સુખ મળે. ગુરુનો યોગ પરમ ગુરુ પરમાત્માનો સંબંધ કરાવી આપે છે. પરમાત્માનો યોગ કરાવી આપનાર સદ્ગુરુને કોટિ કોટિ વંદન - નમસ્કાર હો ! પૂ. ગુરુમહારાજ :- કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિશ્વરજી રચિત યોગશાસ્ત્ર જિનાગમનો રહસ્ય પૂર્ણ ગ્રંથ છે. તેનો ખાસ અભ્યાસ કરવો. તેનો સાત, આઠ, નવ અને દસમો પ્રકાશ સાધના માટે અમૃત તુલ્ય છે. સાધક :- આપના કહેવા મુજબ પૂ. આ. કેસરસૂરિ વિરચિત ભાષાન્તરવાળું યોગશાસ્ત્ર વાંચતા ખૂબ જ આનંદ અને રોમાંચ થયો. આપની આજ્ઞા અનુસાર સાતમા - આઠમા પ્રકાશની વિશેષ સમજ સાધના માટે વધુ પ્રેરણાત્મક બની. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૦ના દિગુવિજય પ્લોટના પૂ. ગુરુભગવંતના ચાતુર્માસ દરમ્યાન તેમણે શ્રીપાળ રાસ અને સિરિ સિરિવાલ કહા ઉપર સાધક માટે ખાસ વાચના આપેલી. આ બંને ગ્રંથોમાંથી દિવ્ય તત્ત્વ પૂ. ગુરુભગવંતે સાધકને સમજાવ્યું. નવપદનું અમૃત ઘૂંટી ઘૂંટીને પાયું. (અહીં તેનું વર્ણન ગ્રંથ વિસ્તારના ભયે લખ્યું નથી.) તેનું સવિસ્તર વર્ણન રૂપે “શ્રીપાળ અને મયણાના આધ્યાત્મિક જીવન રહસ્યો' પુસ્તક લખાયું છે. તે વાંચવા માટે આરાધકને ખાસ ભલામણ છે. તેમાં બતાવેલા નવપદના ધ્યાનની પ્રથમ ભૂમિકા, બીજી ભૂમિકા અને ત્રીજી ભૂમિકાનું ધ્યાન સાધકના જીવનમાં શરૂ થયું અને નવપદમાં આત્મા અને આત્મામાં નવપદનો સાક્ષાત્ અનુભવ કરવાની કળા પૂ. ગુરૂમહારાજે સાધકને અનુભવાત્મક રીતે બતાવી. પૂ. ગુરુભગવંત નવકાર અને નવપદના અનુભવસિદ્ધ મહાપુરુષ છે તેવું સ્પષ્ટ અહીં સમજાય છે. ૨૦૨૦માં જામનગર દિગવિજય પ્લોટ અને ૨૦૨૧માં નવાગામ ચાતુર્માસ અને હાલાર પ્રદેશના આ વિહારમાં સાધકને અદ્ભુત પ્રેરણા મળતી જ રહી. આ પુસ્તકમાં બતાવેલું નવપદનું ધ્યાન વિષયક વર્ણન સાંભળીને અતિ આનંદ રસમાં સાધક ઝૂલે છે. ધન્ય છે આવા સંત પુરુષને જેમનો દેહ કેવળ આત્મતત્ત્વથી ભર્યો ભર્યો છે, શાશ્વત આત્મજ્યોતિના જે વાહક છે, જેના અણુએ અણુમાં પરમાત્માનો પ્રકાશ છે. જેના આત્માના પ્રદેશ પ્રદેશે નવપદનું ગીત ગૂંજી રહ્યું છે, જેના હૃદયના ધબકારે ધબકારે પ્રભુના નામનું સ્મરણ છે. આવા આત્મનિષ્ઠ પુરુષનો નવપદ ધ્યાનનો સંદેશો હૃદયમાં ધારણ કરી આપણે પણ નવપદમાં આત્મા અને આત્મામાં નવપદનું ધ્યાન કરીએ. એક વખત પૂ. ગુરુમહારાજે સિરિ સિરિવાલ કહા અને શ્રીપાળ રાસના મહત્ત્વના પ્રસંગો સાધકને સમજાવ્યા. યોગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણો રે, એક તણે અવલંબને આતમ ધ્યાન પ્રમાણો રે. (શ્રીપાળ રાસ - હળ બારમી) (૧) નવપદના આલંબને આત્મધ્યાન કેવી રીતે ? ઈશ્યા નવપદના ધ્યાનને જેહ ધ્યાવે સદાનંદ ચિદ્રુપતા તેહ પાવે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૧ (તપ પદની પૂજા) (૨) આત્માના પરમાનંદનો અનુભવ નવપદના ધ્યાન દ્વારા કેવી રીતે કરવો ? એ નવપદને ધ્યાતાં થકાં, પ્રગટે નિજ આત્મરૂપ રે. (શ્રીપાળ રાસ-ઢાળ ચોથી ખંડ ૪) (૩) તે નવપદના ધ્યાનથી આત્મસ્વરૂપ કેવી રીતે પ્રગટાવવું ? ઉપરના ત્રણે પ્રશ્નોના વિષયમાં પૂ. ગુરુમહારાજે વર્ષો સુધી માર્ગદર્શન આપ્યું. નવપદનું ધ્યાન તો ૨૦૧૫ની સાલમાં શરૂ કરાવેલું, તે ધીમે ધીમે આગળ વધતાં ઉપરના પ્રશ્નોનો જવાબ મળી રહે તે સ્થિતિએ પહોંચતાં વર્ષો વીતી ગયાં. સાધકના જીવનમાં સિદ્ધચક્ર પૂજનની દરરોજની નિયમિત આરાધના, નવપદનું ધ્યાન વગેરે દ્વારા ઉપરના પ્રશ્નોનો જવાબ મળી રહે તે રીતે ધ્યાન પ્રક્રિયા ચાલુ રહી. `સિરિસિરિવાલ કહા' અને `શ્રીપાળ રાસ'ના રહસ્યોની વાચના સાંભળ્યા પછી સાધકના હૃદયમાં નવપદની ભકિત વિશેષ પ્રકારે વધતી જાય છે. ૨૦૨૧માં વસઈમાં પૂજ્ય ગુરુમહારાજની નિશ્રામાં નવપદ આરાધક સમાજના ઉપક્રમે શ્રી મણિલાલ ચાંપશીભાઈ નાઈરોબીવાળા તરફથી સામુદાયિક ઓળીનો ભવ્ય પ્રસંગ ઉપસ્થિત થયો. આ પ્રસંગે ઓળીના દિવસોમાં રાત્રે જાહેરમાં શ્રીપાળ રાસ વાંચવા માટે પ્રેરણા કરી. ગુરુ આજ્ઞાને ના કહેવાની હિંમત તો કોઈ કરી શકે જ નહિ. કાંઈ આવડે નહિ અને શ્રીપાળ રાસનું વાંચન કરવું ? છતાં ગુરુકૃપા શું છે તેનો અનુભવ થયો. ઓળીના ૧૨૦૦ આરાધકો ઉપરાંત હાલારના બાવન ગામના માણસો અને જાર્મનગર તરફથી રાત્રે ગાડીઓ અને ખટારામાં ઘણા માણસો આવે. સભા ઘણી મોટી થાય. અને શ્રીપાળ રાસ વાંચન સમયે ગુરુકૃપા - અદ્ભુત રસપૂર્વક સંગીત સાથે શ્રીપાળ રાસનાં રહસ્યો ખુલ્લાં કરાવે. પ્રસંગને અનુરૂપ શ્રીપાળ રાસની ઢાળોના રાગો અને તેનું તત્ત્વજ્ઞાન રજૂ કરતાં સાધક ગુરુકૃપાને હૃદયમાં ક્ષણે ક્ષણે યાદ કરે છે અને ઝીલનારા (સાંભળનારા) નવપદની ભકિતમાં લીન બને છે. ત્યાં પધારેલા આરાધકો અને નવપદનો અચિન્ય પ્રભાવ આ બે વચ્ચે ગુરુકૃપા સાધકને નિમિત્ત બનાવે છે. આ ગુરુકૃપાને કોટિ કોટિ પ્રણામ. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૨ મોટા માંઢાની પ્રતિષ્ઠા વખતે સિદ્ધચક્ર પૂજન અને તે પછી પૂ. ગુરુ ભગવંતની નિશ્રામાં જેટલાં પૂજન થયાં તેમાં પરમાત્મભાવ સંન્નિષ્ઠ, નવપદ ધ્યાનના સિદ્ધયોગી પૂ. ગુરુમહારાજ પરિવાર સાથે પધારે અને સાધક જે વર્ણન કરે તે સાંભળે અને પૂજન પછી તેમાં પૂર્તિ કરી આપે. સાધકની ભૂલો સુધારે. શાસ્ત્ર સાપેક્ષ રજૂઆત કરવા માટે અને સાંભળનારના હૃદયમાં પરમાત્મા પ્રત્યે ભકિત ઉત્પન્ન થાય તેવું વકતવ્ય રજૂ કરવા માટે પૂ. ગુરુમહારાજનું શિક્ષણ અતિ અતિ પ્રેરણાદાયી બની ગયું. ધન્ય છે શ્રીપાલને, ધન્ય છે મયણાને કે જે મુનિસુવ્રતસ્વામીભ.ના વખતમાં થઈ ગયાં, પરંતુ હજી તેમના અદ્ભુત વન પ્રસંગો આપણા હૃદયને સ્પર્શે છે. ધન્ય છે ગૌતમ ગણધર ભગવાનને કે જેમણે શ્રીપાલ અને મયણાનું દૃષ્ટાંત નવપદનું ધ્યાન કેવી રીતે કરવું તે વિષયમાં પર્ષદાની સમક્ષ કહ્યું કે જે આજે પણ આપણને દિવ્ય પ્રેરણા આપે છે. ધન્ય છે શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાને કે જેમણે ``સિરિ સિરિવાલ કહા" નામનો ગ્રંથ રચ્યો. અને ધન્ય છે મહોપાધ્યાય વિનયવિજયજી મહારાજાને અને મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાને કે જેમણે આપણા જેવા બાળજીવો માટે ગુજરાતી ભાષામાં શ્રીપાલનો રાસ રચ્યો. જે રાસ આજે પણ આપણું સમ્યગ્દર્શન નિર્મળ કરે છે, આજે પણ આપણું ધ્યાન અરિહંત પ્રભુમાં કેન્દ્રિત કરાવે છે. અને ધન્ય છે અધ્યાત્મયોગી પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી મહારાજાને જેમણે શ્રીપાલના રાસના રહસ્યો ખુલ્લાં કરીને આપણને માર્ગદર્શન આપ્યું કે - મયણાને પૂજામાં આવેલો ભાવ અને શ્રીપાલને ભીડ વખતે થયેલું નવપદનું ધ્યાન આપણને પણ સ્પર્શવું જોઈએ. શ્રીપાલની જેમ દિનપ્રતિદિન વધુ તન્મયતા શ્રી નવપદજીના ધ્યાનમાં પ્રાપ્ત થાય તે માટે સદા ઉત્સાહિત બનવું જોઈએ. અને તન, મન, ધનની જે કાંઈ શક્તિઓ પ્રાપ્ત થાય તેના પ્રત્યે અહં મમત્વ ઉઠાવી લઈને શ્રી નવપદના શરણે રહેવું જોઈએ. વિશ્વમાં શ્રી નવપદની ભકિતનો નિષ્કામપણે પ્રચાર થાય એ માટે મળતી બધી તકોને સાર્થક કરી કૃતાર્થ થવું જોઈએ. જગતના જીવો શ્રી નવપદજીના સાચા આરાધક બને એવી આપણી ભાવનાને ફળીભૂત કરવા માટે અને આપણા જીવનમાં શ્રી નવપદજીની સાચી Page #118 -------------------------------------------------------------------------- ________________ ભકિતનું પ્રત્યક્ષ દૃષ્ટાંત પૂરું પાડવા માટે શ્રીપાલનો સમગ્ર રાસ આપણું જીવન બનવું જોઈએ. શ્રી નવકાર અને નવપદની આરાધનાને સંસારમાં સારભૂત માનીને સર્વ (જીવો)ના શુભના સંકલ્પપૂર્વક જેઓ આરાધે છે તેઓ નિકટભવી બનીને સર્વ અશુભના પારને પામે છે એમાં સંશય નથી. શ્રી નવપદજી તથા અહ - પરમાત્માના ધ્યાન વખતે સદા સર્વદા વિશ્વના જીવોની સાથે અભેદ અનુભવવાનો અભ્યાસ પાડવો જોઈએ. અને તે દ્વારા ઈર્ષા, અસૂયા આદિ ભાવમળોનો સર્વથા નાશ શીધ્રપણે થાય તેવી ભાવના કરવી જોઈએ. શ્રી નવપદજીના ભકતો સાથે વિશેષ પ્રીતિ, ભકિત આદિ ભાવો કેળવવા જોઈએ. ધર્મ મહાસત્તાના ગુપ્ત સંકેતથી નવકાર અને નવપદના સાચા ભાવથી આરાધક બનવા અને બનાવવાના સંયોગો ગોઠવાતા જાય છે અને અધિકારી (યોગ્ય) આત્માને તેના હથિયાર બનાવીને ધર્મ મહાસત્તા પોતાનું નિયત કાર્ય સદા આગળ ધપાવે છે. ધર્મ મહાસત્તાના નમ્ર સેવક બનવાનું બળ અને સત્ત્વ તે લઘુકમ આત્માઓમાં જ પ્રગટી શકે છે. શ્રીપાલ મહારાજાના રાસના ચતુર્થ ખંડની તાત્વિક ઢાળોનું સુંદર રીતે પરિશીલન થવાથી જરૂરી નમ્રતા અને ભક્તિ આપોઆપ પ્રગટે છે. શ્રીપાલ રાજાના રાસના છેલ્લા કળશની ઢાળમાં આપેલો અનુભવ અને તેનો મહિમા ખૂબ ખૂબ પરિશીલન કરવા જેવો છે. જૈનસંઘ સમ્યક્ત્વપ્રધાન હોવાથી તેને ઝીલવા હંમેશાં તત્પર છે, ઝીલાવનાર જોઈએ. પૂર્વપુરુષોના પંથે શ્રી જિનશાસનની સેવા અને આરાધના માટે ચાલવું એ આપણા સૌનું કર્તવ્ય છે. જાતિ, કુળ, બળ, બુદ્ધિ, શ્રત અને સૌભાગ્યશાળીના મદથી રહિત બનીને શ્રી સિદ્ધચક્ર ભગવંતની ત્રિભુવનવિજયી આરાધના માટે જેઓ તૈયાર થાય છે, તેઓને શાસનદેવદેવીઓ સદા સહાય કરે છે. સિદ્ધચક્રને ભજીએ રે, ભવિજન ભાવ ધરી; મદ માનને તજીએ રે, કુમતિ દૂર કરી. સિદ્ધચક્રના ધ્યાને રે, સંકટ ભય ન આવે; કહે ગૌતમ વાણી રે અમૃત પદ પાવે. ઉપરના સ્તવનના ભાવ ખૂબ વિચારવા જેવા છે. શ્રી નવપદજી મહારાજાના સાથે અનંતકાળ સુધી ચાલે તેવો અતૂટ સંબંધ બાંધવા માટે આ માનવભવમાં ઉત્તમોત્તમ તક મળી છે એમ માનીને ભકિતભર Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૪ હૃદયથી આરાધના કરવા અને બીજાઓને જોડવા માટે ઉલ્લસિત થવું જોઈએ. બીજાઓને આરાધનામાં જોડવા એ પુણ્યાનુંબંધી પુણ્ય કમાવવા માટે રત્નના વ્યાપાર તુલ્ય અમૂલ્ય વ્યાપાર છે. નવપદની આરાધનાના શાશ્વત ગુણરત્નોને કમાવવાનું અપૂર્વ અનુષ્ઠાન છે. નવપદમાં આપણો આત્મા અને આપણા આત્મામાં નવપદો રહેલાં છે એવો નિશ્ચય શ્રીપાલની જેમ આપણને પણ થાય એવું ધ્યેય રાખવું જોઈએ. અરિહંતાદિ પદોના આલંબને આપણો ઉપયોગ અરિહંતાદિ સ્વરૂપ થાય છે. અને એ સ્વરૂપની સાથે આપણી એકતાનું જ્ઞાન જેમ જેમ સ્થિર થતું જાય છે તેમ તેમ મુકિત માટેની યોગ્યતા વધતી જાય છે. એ માટે ચૈતન્ય અંશથી સર્વ જીવ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવો જોઈએ. ધન્ય છે આવા મહાપુરૂષને ! જેમણે નવપદનું ધ્યાન પોતે સિદ્ધ કરીને આપણને પણ તે માટે પ્રેરણા આપી. આપણું ન નવપદની આરાધનામાં સ્થિર બને તેવો આપણને માર્ગ બતાવ્યો. શ્રીપાળ રાસમાંથી આપણે જીવનમાં કેવી આરાધના કરવી તે પૂ. ગુરુમહારાજના આ પત્રથી સમજાય છે. પુણ્યશાળી વાચક આત્માઓ ! આપણે જો આ પત્ર મુજબ જીવન જીવવા પ્રયત્ન કરીશું તો શ્રીપાળ અને મયણા જેવા સાધક બનીને નવમા ભવે મોક્ષ પર્યંતની સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ અને લક્ષ્મીઓના માલીક બનીશું ! પ.પૂ.દેવચંદ્રજી મહારાજના ગ્રંથો પૂ. ગુરુમહારાજની પ્રેરણાથી દેવચંદ્રજી મહારાજના ગ્રંથોનું સાધકે અધ્યયન કર્યું. તેના પ્રભાવથી આત્મસ્વરૂપ પ્રાપ્તિની ઝંખના વધતી ચાલી અને આત્માનુભવની દિશામાં સાધનાનો વેગ આગળ વધતો ચાલ્યો. પૂ. ગુરુમહારાજ આ બધી સાધનાની પ્રક્રિયાની વારંવાર ઝીણવટથી તપાસ રાખતા અને અવસરે અતિ ઉપયોગી માર્ગદર્શન આપતા હતા. આવા અવસરે સદ્ગુરુના માર્ગદર્શનની કિંમત સમજાય છે. આત્માના અનુભવની પ્રક્રિયાના અનુભવજ્ઞાની ‘ગુરુ મહારાજ' જ્યારે સાધકને વારંવાર તેમની પાસે માર્ગદર્શન માટે જવાનું થતું ત્યારે બધું જ સાંભળીને એક પગથિયું Page #120 -------------------------------------------------------------------------- ________________ ૫ આગળ જવા માટે હંમેશાં રસ્તો બતાવતા. કહ્યું છે કે - પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન, હૃદય નયન નિહાળે જગ ધણી, મહિમા મેરૂ સમાન, ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું. (પૂ. આનંદઘનજી મહારાજ) એક વખત સદ્ગુરુએ પરમ નિધાનનું દર્શન પ્રવચનના અંજન દ્વારા કરાવ્યું. પછી ચિત્તવૃત્તિ આત્માના પરમ ભંડારમાં જ વહ્યા કરે છે અને હૃદય મંદિરમાં પ્રભુ દર્શન સિવાય સાધક રહી શકતો નથી. તીવ્ર ઝંખના, તીવ્ર તાલાવેલીવાળાને પરમાત્મા દર્શન આપ્યા સિવાય રહેતા નથી. અર્થાત્ તેને પરમાત્માની પ્રાપ્તિ અવશ્ય થાય છે. શ્રી દેવચંદ્રજી મહારાજ - જે આત્મ અનુભવનો રસ નિરંતર ઝીલતા હતા, તેમના ગ્રંથોમાં આત્માના અનુભવની પ્રક્રિયા સર્વત્ર ભરેલી છે, તેના આધારે પૂ. ગુરુમહારાજના માર્ગદર્શન મુજબ સાધનાનો પ્રયોગ સાધકના જીવનમાં શરૂ થયો. જિનભતિની સચ્ય ભૂમિકા પરમાત્માની સાથે તન્મય બનવાની પ્રક્રિયા. અનંતકાળથી આપણી ચેતના પરપુદ્ગલ સંયોગે પુલ અનુયાયી બની છે. આદર બહુમાન પરપુદ્ગલનું છે. રૂચિ પરપુદ્ગલમાં છે. રમણતા, તન્મયતા, તદ્રુપતા, એકત્વતા પુદ્ગલ સાથે છે. આપણી ચેતના વિભાવ દશામાં પુદ્ગલ પરિણામી બનેલી છે. આ વિભાવ પરિણતિ આપણો મૂળ ધર્મ નથી, તેથી તેનું નિવારણ કરવાનો ઉપાય કરીએ તો તે જાય તેમ છે. તેનો ઉપાય વિચારતાં જો તેને આપણા શુદ્ધ સ્વરૂપ સાથે જોડવા પ્રયત્ન કરીએ તો ટકી શકીએ તેમ નથી. અને આત્મા પુદ્ગલના સંગે કર્મના બંધને વધારે છે. માટે જેમનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે તેવા શુદ્ધ, પૂર્ણ અને પરમાનંદ સ્વરૂપ પરમાત્મા Page #121 -------------------------------------------------------------------------- ________________ સાથે આપણી ચેતનાનું જોડાણ થાય તો આપણી ચેતના આત્મસ્વરૂપ અનુયાયી બને છે. અને તો જ આત્માનુભવ કે આત્મસ્વરૂપની પ્રાપ્તિ શક્ય બને છે. અનંત કાળથી પુદ્ગલ અનુયાયી બનેલી આપણી ચેતનાને આત્મસ્વરૂપ અનુયાયી બનાવવાનો ઉપાય આપણી ચેતનાને પરમાત્મ સ્વરૂપ અનુયાયી બનાવવી તે છે. પરમાત્માના ગુણોને રંગે રંગાયેલી આપણી ચેતના કેવી રીતે બનાવવી ? પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચૈતન્ય કેવી રીતે થાય ? પરમાત્મ ગુણરસિક આપણી ચેતના કેવી રીતે બનાવવી ? અનંત કાળથી જીવને પુગલનું (જડ પદાર્થનું) આદર અને બહુમાન છે. તે પલટાવીને પરમાત્મા અરિહંત દેવના ગુણો પ્રત્યે આદર બહુમાન કરવું. પરમાત્માના ગુણોના મુખ્ય ત્રણ વિભાગ છે. પહેલો વિભાગ ઉપકાર સંપદા - પરમાત્મા કરૂણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યના ભંડાર, અશરણના શરણ, અનાથના નાથ, અનંત જીવોના પરમ ઉદ્ધારક, મહાસાર્થવાહ, મહાગોપ, મહાનિર્યામક, મહામાહણ આદિ ગુણોનું ભાવપૂર્વક ચિંતન કરવું. બીજી અતિશય સંપદા - ૩૪ અતિશયો, ૩૫ વાણીના ગુણ, પ્રાતિહાર્યો, સમોસરણની ત્ર િઆદિનું ચિંતન કરવું. ત્રીજી મૂલગુણસંપદા - શુદ્ધ આત્મચેતન્ય પ્રગટ થવાથી પરમાત્મામાં જે જે અનંત ગુણ સંપદા પ્રગટ થઈ છે તેનું ચિંતન કરવું. સ્વરૂપરમણી, સ્વરૂપભોગી, સ્વરૂપાનંદી, અનંતગુણ સમૃદ્ધિના નિધાન, કેવળજ્ઞાન આદિ અનંત ગુણલક્ષ્મીના સ્વામી, અચિંત્ય શકિતના ભંડાર, અનંત વીર્ય આદિ ગુણોથી યુક્ત, એકાંતિક,-આત્યંતિક-અનંત-અવ્યાબાધ-સ્વતંત્ર-સ્વાધીન એવા પરમ સુખથી પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપનો વિચાર કરતાં જીવનું અનંત કાળનું પુદ્ગલ ઉપરનું આદર બહુમાન પલટાઈને પરમાત્મા ઉપર આદર બહુમાન થાય છે. માહરો આતમા તુજ થ% નિપજે, માહરી સંપદા સયલ મુજ સંપજે; તેણે મનમંદિરે ધર્મ પ્રભુ ધ્યાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. શ્રી દેવચંદ્રજી કૃત ધર્મનાથ ભગવાનનું સ્તવન. Page #122 -------------------------------------------------------------------------- ________________ હે વીતરાગ, સર્વજ્ઞ અરિહંત પરમાત્મા ! તમારા નિમિત્તે જ મારું અવ્યાબાધ સુખ મને પ્રાપ્ત થશે. તમારા નિમિત્તે જ હું મારા આત્માની પૂર્ણતાને પ્રાપ્ત કરી શકીશ. તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. મારા પરમાનંદને પ્રાપ્ત કરવા માટે હે અરિહંત પરમાત્મા ! તમે એક જ આધાર છો, પ્રાણ, ત્રાણ, શરણ છો. માહરૂં પૂર્ણાનંદ પ્રગટ કરવા ભણી રે, પુષ્ટાલંબન રૂપ સેવ પ્રભુજી તણી રે, દેવચંદ્ર જનચંદ્ર ભકિત મનમેં ધરો રે, અવ્યાબાધ અનંત અક્ષયપદ આદરો રે. શ્રી દેવચંદ્રજી કૃત મલ્લિનાથ ભગવાનનું સ્તવન. આ રીતે આપણું પૂર્ણાનંદ સ્વરૂપે પ્રગટ કરવા માટે અરિહંત પરમાત્મા જ પુષ્ટાલંબન છે તેવો દઢ નિર્ધાર કરી રૂચિ પરમાત્મામાં કરવી. રૂચિ અનુયાયી વર્ય થાય છે તેથી રૂચિ પરમાત્મામાં થતાં વીર્ય ફુરણા પરમાત્મા ભકિતને વિષે થશે. પ્રભુ મુદ્રાને યોગ પ્રભુ પ્રભુતા લખે, દ્રવ્યતણે સાધર્મ સ્વસંપત્તિ ઓળખે; ઓળખતાં બહુમાન સહિત રૂચિ પણ વધે, રૂચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધે. શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન. જીવને જ્યારે અનંતકાળે મહાપુણ્યોદયે અનંત કર્મનો નિગમ થતાં અરિહંત પરમાત્માનો મેળાપ થાય છે, અરિહંત પરમાત્માના સ્વરૂપની ઓળખાણ થાય છે, ત્યારે જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવું જ સ્વરૂપ સત્તાએ પોતાની અંદર રહેલું છે તેની સભાનતા થાય છે. પ્રભુની પ્રભુતાની ઓળખાણ થતાં પોતાની અંદર પણ તેવી જ અવ્યાબાધ સુખ, પરમાનંદ, અનંત શકિત, કેવળજ્ઞાન આદિ ગુણ લક્ષ્મી રહેલી છે તેનું ભાન થાય છે. અને તે સ્વરૂપ (સત્તા) પ્રાપ્ત કરવાની ઝંખના થાય છે. કહ્યું છે કે – ' Page #123 -------------------------------------------------------------------------- ________________ દીઠો સુવિધિ નિણંદ સમાધિ રસ ભર્યો ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો; સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો; સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો. શ્રી દેવચંદ્રજી કૃત નવમા ભગવાનનું સ્તવન આત્માના અનંત આનંદ અને સુખને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના થતાં તે માટેના પરમ કારણ પરમાત્મા પોતાનું સર્વસ્વ બની જાય છે. એ જ આપણા માતા, પિતા, નેતા, બંધુ, પ્રાણ, ત્રાણ, શરણ, આધાર રૂપ ભાસે છે. રૂચિ પરમાત્મામાં, વીર્ય ફુરણા પરમાત્મ ભકિતમાં, રમણતા પરમાત્માના સ્વરૂપમાં, તન્મયતા, તદ્રુપતા અને એકત્વતા પરમાત્મામાં ઉત્પન્ન થાય છે. અને તે એકત્વતા પ્રભુ સાથે ઉત્પન્ન થતાં પરમાનંદની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે : સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જો, દેવચંદ્ર એકત્વે સેવનથી વરે રે લોલ. આ પ્રમાણેનો માર્ગ જોતાં અરિહંત પરમાત્માના ધ્યાનની સાધનાનો ક્રમ નીચે મુજબ નક્કી થાય છે. (૧) આદર (૨) બહુમાન (૩) રૂચિ (૪) વીર્યસ્કુરણા (૫) રમણતા (૬) તન્મયતા (૭) તદ્રુપતા (૮) એકત્વતા. આ આઠ સ્ટેજની સાધના પરિપૂર્ણ બને છે. હકીકતમાં આપણા ક્ષયોપશમભાવી જે આત્મગુણો ખુલ્લા છે તેને પ્રભુની પ્રભુતા સાથે જોડવા તે આપણી સાધના છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, વિર્ય આદિ આપણા આત્માના ગુણો ક્ષયોપશમ ભાવે અત્યારે અંશતઃ ખુલ્લા છે. દર્શન એટલે રૂચિ, જ્ઞાન એટલે જાણવું, ચારિત્ર એટલે રમણતા કરવી, વીર્ય એટલે શકિત ફોરવવી. આ બધી આત્મશકિત અત્યારે વિભાવ દશામાં પર પુદ્ગલ અનુયાયી, પુગલ પરિણામી બનેલી છે. બહુમાન પુદ્ગલનું છે, રૂચિ પુદ્ગલમાં છે, રમણતા પુદ્ગલમાં છે. પરંતુ જીવનમાં જ્યારે અરિહંત Page #124 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનું પરમ નિમિત્ત મળે છે અને જીવ જ્યારે પરમાત્માને સર્વસ્વ માની પોતાના ક્ષયોપશમભાવી ગુણોને પરમાત્મામાં જોડે છે, એટલે કે રૂચિ (દર્શન ગુણ) પરમાત્માના સ્વરૂપમાં, ભાસન (જ્ઞાન) પરમાત્માના ગુણોનું, રમણતા (ચારિત્ર) પરમાત્માના (સ્વરૂપ) ગુણોમાં, વીર્યશકિત પરમાત્મ ભકિત-ધ્યાન આદિમાં જોડે છે ત્યારે પરમાત્મ સ્વરૂપ અનુયાયી ચેતના બને છે. પરમાત્મ ગુણના રંગે રંગાયેલી આપણી ચેતના બને છે. પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચૈતન્ય બને છે. કહ્યું છે કે : દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના, પ્રભુ પ્રભુતા લયલીન, શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી, તસુ આસ્વાદન પીન. પૂજના તો જે રે બારમા જિન તણી. શ્રી દેવચંદ્રજી કૃત બારમા ભગવાનનું સ્તવન. આ રીતે આત્માના ક્ષયોપશમભાવી ગુણો દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય આદિ પ્રભુની પ્રભુતામાં લીન બને છે ત્યારે શુદ્ધ આત્મ ચૈતન્યને પ્રાપ્ત થયેલા પરમાત્માના સ્વરૂપમાં રૂચિ, રમણતા, તન્મયતા, તદ્રુપતા, એકત્તા પ્રાપ્ત થાય છે. શુદ્ધ તત્ત્વ રસ રંગી ચેતના, પામે આત્મ સ્વભાવ; આત્માલંબી નિજ ગુણ સાધતો, પ્રગટે પૂજ્ય સ્વભાવ. આ રીતે શુદ્ધ નિર્મલ તત્ત્વ શ્રી અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન તેના રસમાં આપણું ચૈતન્ય જ્યારે રંગાય છે, એટલે પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચૈતન્ય જ્યારે બને છે, ઉપયોગ સંપૂર્ણપણે પરમાત્મ સ્વરૂપને અવલંબેલો હોય છે, ત્યારે ઉપયોગથી આપણો આત્મા અભિન્ન હોવાથી આત્મસ્વરૂપમાં રૂચિ વાળો (સમ્યગુ દર્શન), આત્મસ્વરૂપમાં ઉપયોગી (જ્ઞાન), આત્મસ્વરૂપ રમણી (સમ્યગુ ચારિત્ર) આપણો આત્મા બને છે તે આત્માના અનુભવનો પરમ આનંદ અનુભવે છે. તેનો દિવ્ય પ્રયોગ નીચે મુજબ છે. . Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પરમાત્મ ભકિંતના અાઠ સ્ટેજ દ્વારા આત્માનુભવનો પ્રયોગ આંખ બંધ કરીને પરમાત્મા આપણી સામે બિરાજમાન છે તેવું દશ્ય જોવું. નીચે મુજબ અનુભવ કરતા જવું અને આગળ વધવું. પરમાત્માના અનંત ગુણોના સ્વરૂપને આપણે યાદ કરીએ છીએ......... ઉપકાર સંપદા, અતિશય સંપદા અને મૂળ ગુણ સંપદાના પરમાત્માના અનંત ગુણોનું ચિંતન કરવું અને આપણા મૂળ ચૈતન્યના પરમાનદ સુધી પહોંચાડવાની પરમાત્માની દિવ્ય શકિતથી ભાવિત બનવું. આ રીતે ભાવિત થવાથી આપણને પ્રભુ પ્રત્યે (૧) અત્યંત આદર અને (૨) બહુમાન ભાવિત થાય છે...........અત્યારે પરમાત્માના આદર અને બહુમાનવાળી આપણી ચેતના છે..... (આવું અનુભવવું.) (૩) પરમાત્માના સ્વરૂપ પ્રત્યે અંતરંગમાં રૂચિ પ્રેમ ઉત્પન્ન થાય છે....... (આવું અનુભવવું.) (૪) આપણી વીર્યશકિત પરમાત્મા પ્રત્યે સ્કુરાયમાન થાય છે. (૫) પરમાત્માના ગુણોમાં રમણતા થાય છે.......... આવું અનુભવવું. . પરમાત્માના સ્વરૂપમાં રમણતા થઈ રહી છે. (૬) અત્યારે આપણે પરમાત્માના સ્વરૂપમાં તન્મય છીએ. (૭) આપણે પરમાત્મામાં તદ્રુપ બની જઈએ. (૮) ધ્યાનમાં પરમાત્મા સાથે એકત્ર થયું છે. આપણી ચેતના પરમાત્મામાં તદાકાર ઉપયોગે પરિણામ પામી ગઈ છે. જે રીતે દૂધમાં સાકર ઓગળી જાય તે રીતે અત્યારે આપણું મન પરમાત્મામાં ઓગળી ગયું છે. . અત્યારે આપણી ચેતના સંપૂર્ણપણે પરમાત્મ સ્વરૂપને અવલંબેલી છે. અત્યારે આપણો ઉપયોગ (ધ્યાન) સંપૂર્ણપણે પરમાત્મામાં લીન છે................. (આવી સ્થિતિ થોડી વાર સ્થિરતાપૂર્વક અનુભવવી) પૂર્ણ પણે ઉપયોગ પરમાત્માના ધ્યાનમાં જોડેલો રાખવો.... પરમાત્મ સ્વરૂપમાં સંપૂર્ણ લીનતા આવવાથી પરમાત્મા સાથે એકત્વ Page #126 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૧ -અભેદ ધ્યાન ચાલી રહ્યું છે. જે ઉપયોગમાં આપણે લીન બનીએ છીએ તે આકારવાળો આપણો આત્મા થાય છે. તેથી હવે અત્યારે આપણો આત્મા અરિહંત આકારવાળો બન્યો છે. (આવું અનુભવવું.) (ઉપયોગથી ઉપયોગવાન આત્મા અભિન્ન છે.) હવે અરિહંતમાં લીન બનેલા અને તેથી અરિહંત આકારવાળા આપણા આત્માને આપણે જોઈએ છીએ.. અરિહંત આકારવાળા બનેલા આપણા આત્માનું આપણે ધ્યાન કરીએ છીએ. આપણો ઉપયોગ, “અરિહંત આકારવાળા બનેલા આપણા આત્માના સ્વરૂપમાં” સ્થિર બનવાથી આત્માનુભવની સ્થિતિમાં આપણે અત્યારે છીએ................ (આવું અનુભવવું.) પરમ આનંદ અને સુખનો અનુભવ થઈ રહ્યો છે ............. થોડી ક્ષણ આ સ્થિતિમાં સ્થિર બનવું ............ ઉપયોગ બદલાય તો ફરી ફરી સ્થિર કરવા પ્રયત્ન કરવો. પ્રયત્ન ચાલુ રાખવો.............. આત્માના અનુભવની સ્થિતિમાં અત્યારે આપણે ચેતન્ય છે........... પરમ આનંદ અને સુખ આપણે અનુભવી રહ્યા છીએ. આનંદ અમૃતરસ પીવો..................... ફરી ફરી પીવો. ... અમૃતથી ભરાઈ જશે. 38 શાન્તિ શાન્તિ શાનિ.. પરમાત્માના પૂર્ણ પ્રકાશના આલંબને સ્વ આત્માના દિવ્ય સ્વરૂપનું દર્શન થવું તે જ સાચો નમસ્કાર છે, તેને જ સાચો પુરુષાર્થ કહેવાય છે. તેનું જ જીવન ધન્ય છે કે જે પરમાત્માના આલંબને સ્વ આત્માનો અનુભવ કરે છે. તે જ મહાન આત્માઓનું જીવન ધન્ય છે, જે અરિહંત આદિ પદોના ઉપયોગમાં સદા લીન છે. તે જ સાચી સાધના છે, જેમાં પરમાત્માનું આલંબન લઈને તેના આધારે પોતાના આત્માનું અરિહંત, સિદ્ધ ભગવંત રૂપે ધ્યાન કરવામાં આવે છે. જે ભકિતની પરાકાષ્ઠાએ છે, જેનું જીવન પ્રભુને સમર્પિત છે તેવા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પૂ. ગુરુ મહારાજ- જેની ચારે તરફ પરમાત્માના દિવ્ય તેજનું આભામંડલ નિરંતર રહેતું – આવા સદ્ગુરુ સાક્ષાત્ પ્રભુનું હૃદયમાં દર્શન કરીને અનુભવ દ્વારા તત્ત્વ શીખવાડે છે; જે સાંભળી આપણે ધન્ય ધન્ય બની જઈએ છીએ. જ્યારે ગુરુભગવંતનો મેળાપ થાય ત્યારે તેમની આંખમાંથી પરમાત્માની ઝલક દેખાતી અને અરિહંતના ભાવ ઊભરાતા દેખાય. પરમાત્મા પાસે પહોંચવાના દ્વાર સરીખો સદ્ગુરુનો મેળાપ, આત્માનુભવ અને આત્મસ્વરૂપ પ્રગટીકરણ સુધી પહોંચાડી ભવભ્રમણથી મુકત કરે છે. આપણે સૌ તેમના સંદેશાને પ્રહણ કરી જિન ભકિતમાં સ્થિર બનીએ. ગુરુ વચનામૃત ભકિતનું સ્વરૂપ મૈત્રીની જેમ ભકિત પણ મધુર પરિણામ છે. શાંત રસના આવિર્ભાવમાં તેની આવશ્યકતા સ્વીકારેલી છે. સામાયિક શબ્દના અર્થમાં નિર્યુકિતકાર ત્રણ વિભાગ પાડે છે. (૧) સામ (૨) સમ (૩) સમ્મ. તેમાં પ્રથમ “સામ' શબ્દનો અર્થ મધુર પરિણામ - એમ ટીકામાં સ્પષ્ટ કરે છે. નવકારના પ્રથમ પદમાં રહેલ “નમો’ શબ્દ “દ્રવ્ય-ભાવરૂપ' ભકિત સ્વરૂપ છે. તેથી તે પણ “મધુર પરિણામ” રૂપ છે. ભકિત એ “પરમાનંદનું બીજ” છે - એમ ઉપાધ્યાયજી મહારાજ પણ ફરમાવે છે. सारमेतन्मया लब्धं श्रुतसागरगाहनात् भक्तिर्भागवती बीजं, परमानंदसंपदा (યશોવિજયજી) જેમ ભોજન કરનારને પ્રત્યેક કોળીએ તુષ્ટિ, પુષ્ટિ અને સુધા નિવૃત્તિ એકી સાથે થાય છે, તેમ પ્રભુ ભકિતમાં (૧) ભકિત (૨) વિરકિત અને (૩) પરમાત્માનું અનુભવાત્મક જ્ઞાન - એમ ત્રણે એક કાળે થાય છે. તેનાથી પરમ શાંતિ મળે છે. ભકિત એ આત્મિક ભોજન છે. ભકત હૃદયને તેનો અનુભવ થાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ જેમ કલ્પવૃક્ષમાં તમામ વૃક્ષો સમાઈ જાય છે, ચિંતામણિરત્નમાં બધા મણિઓ સમાઈ જાય છે, તેવી રીતે તમામ ધર્મો શ્રી અરિહંત ભકિતમાં સમાઈ જાય છે. અરિહંત ભકિત તમામ ધર્મના ફળને આપનાર હોવાથી અરિહંત ભકિતમાં તમામ ધર્મો સમાઈ જાય છે. जह बहुकालं धन्ने पुक्खलसंवट्टमेहजलवुट्ठी । तह जिणभत्तीइक्का जीवे सुचिरे सुहे देऊ ॥ જેમ પુષ્કરાવર્સ મેઘની જલવૃષ્ટિ ઘણા કાળ સુધી ધાન્યને દે છે, તેમ એક અરિહંત ભકિત જીવોને ઘણા લાંબા કાળ સુધી સુખોને આપે છે. (નમસ્કાર ચિંતામણિ શ્લોક ૬૪, ૬૫.) क्षिा रायौ सुखे दुखे, शोके हो गृहे बहिः । क्षुधि तृप्तौ गमे स्थाने, ध्यातव्याः परमेष्मिः ॥ દિવસે કે રાત્રે, સુખમાં કે દુઃખમાં, શોકમાં કે હર્ષમાં, ઘરમાં કે બહાર, ભૂખ્યા કે તૃપ્તિમાં, ગમનમાં કે સ્થાનમાં (સ્થિરતામાં) પરમેષ્ઠિઓનું ધ્યાન કરવું જોઈએ. अपविना पवित्रो वा, सुस्थितो दुस्थितोऽथवा । ध्यायन् पञ्चनमस्कारं, सर्वपापैः प्रमुच्यते । અપવિત્ર હોય કે પવિત્ર હોય, સુખી હોય કે દુઃખી હોય, પણ જે નવકારનું ધ્યાન કરે છે, તે સર્વ પાપોથી મુકત થાય છે. પૂજ્ય ગુરૂમહારાજનો સાધનામાં ઉપયોગી વિચાર વિમર્શ ૨૦૩૨ સુધીનો ભાગ-૧ માં નોંધ્યા છે. તે વાંચક મિત્રોને સાધનામાં માર્ગદર્શક બનો તેવી અંતરની અભિલાષા. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ A ભગવાનનું સાન્નિધ્ય руска "Work pay and Burden light. ?")P Practise the presence of God not only by believing "but feeling it. a for anset 3Git Scherz miam of End, dy Feel say, ang mag First, believe in God; then feed His Presence and finally realise oneness with Him ८ रान यहछी sert सार m14194 2-1 for Est Ed, on a 4129, 21Edy and angmag, ith aisysıza dhand wit agna kis भगवानची साधीयांत्मान otsing his ang maiku, macao 359. Gin 5125riod ang mahal Gined बतानो 13 & P God is my instant, conster and abundant supply of per feet good. and unfalling supply a you is my unchanging Wale & Personal Use Only every n твой y Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પૂ. ગુરુમહારાજ અમૃતરસનું મધુર પાન કરાવે છે (i) જિન કથિત તત્ત્વામૃતનું પાન. (i) તેના ફળ સ્વરૂપ ભકિતરસનું અમૃતપાન. (ii) ભકિતરસના ફળ સ્વરૂપ આત્માના અનુભવ રસનું પાન. “પ્રાણી માત્રના કલ્યાણભાવની પરાકાષ્ઠા” – આ ભાવ શરૂઆતમાં શબ્દરૂપ, પછી ભાવ રૂ૫ પાન અને છેલ્લે રસ (શુચિરસ) સ્વરૂપ અને તે રસના આસ્વાદ રૂપ પરમ અમૃતનું પાન, “સકલ સર્વી હિતાશય અમૃત પરિણામ લક્ષણ'ના ફલશ્રુતિ રૂપ સર્વ જીવ સાથે અભેદ મીલન. મનુષ્યના હૃદયમાં સર્વના હિતાશય રૂ૫ ભાવ સામગ્રી તો ગમે તેટલું આપો, કદી નહીં ખૂટે. અખૂટ ભંડાર ભરેલો પડ્યો છે. તીર્થકરોની આવી “સવિ જીવ કરું શાસન રસી” - આ ભાવના રૂપ મહાશકિતના પ્રભાવે નિગોદમાંથી જીવોનું નીકળી મોક્ષ તરફ પ્રયાણનું કાર્ય અવિરતપણે ચાલુ છે. બસ ! અમૃતરસોના ભંડાર સમા પૂ. ગુરુમહારાજ “સાધક'ને અમૃતરસ પીવડાવવા બેઠા છે. અધ્યાત્મ યોગી ગુરુએ અમૃતથી ભરેલો અનુભવ પ્યાલો આપ્યો અને સાધક પૂર્ણાનંદના અક્ષય અવિચલ રસના પ્યાલાનું પ્રેમપૂર્વક પાન કરે છે. અનુભવ પ્યાલો સાધક પી ગયો. - પ્રિય વાચક મિત્રો !તમે તમારા ગુરુને ગૌતમ રૂપે પૂજશો તો તે “ગૌતમ” રૂપે તમારા જીવનમાં ફળશે. તમે અરિહંત પરમાત્માને “અચિન્ય અનંત શક્તિ” સ્વરૂપે પૂજશો તો પરમાત્માની અચિત્ય અનંત શકિત તમને મોક્ષપર્વતની સર્વ સંપદાઓ, સિદ્ધિઓ, અને લક્ષ્મીઓ આપશે જ. “શ્રદ્ધા” ન ધારેલાં પરિણામો લાવવાનું સામર્થ્ય ધરાવે છે. શ્રદ્ધાનું કેન્દ્ર પરમાત્માને રાખો. પછી જુઓ મઝા! જીવનનો સાચો આનંદ મળશે. જિન આગમના પરમ રહસ્યો સ્વરૂપ ગ્રંથોના ગ્રંથો ભરાય તેટલું તત્ત્વ પૂ. ગુરુમહારાજે પીરસ્યું. તેમાંથી સૌને ઉપયોગી કેટલુંક હવે નોંધું છું. તેમાં ૨૦૩૩ના મહા વદ ૧૧ થી ફાગણ સુદ ૬ સુધીનો ઘાણેરાવના ઉપધાનનો Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પ્રસંગ હવે શરૂ કરાય છે. વચ્ચે એક નાનો પણ મહત્ત્વનો પ્રસંગ જોઈ લઈએ. સાધક : હવે આરાધના કઈ દિશામાં આગળ વધારવી ? પૂ. ગુરુમહારાજ : જ્ઞાનીઓએ સંસારનું જે સ્વરૂપ બતાવ્યું છે તેમાં જ્વની સર્વ અવસ્થા બતાવી છે. તે બધી મારી અવસ્થા છે તેમ સમજી સર્વ જીવોમાં પોતાપણાની બુદ્ધિ ધારણ કરવી- એટલે કે બીજાના દુઃખોને પોતાના દુઃખ સમાન ગણી કરુણા, ક્ષમાદિ ધારણ કરવાં, સિદ્ધ ભગવંતોના સુખનો પ્રમોદ કરવો. સર્વ જીવ સાથે પોતાના પ્રત્યે છે તેવી લાગણી ધારણ કરવી. ભગવાન પ્રત્યે તટસ્થ રહેવું તે ગુનો છે. તે પ્રમાણે જગતના જીવો પ્રત્યે તટસ્થ રહેવું તે ગુનો છે. જીવો પ્રત્યે ઉપેક્ષા મહાદોષ છે. ચૈતન્ય પ્રત્યે પ્રેમ કરવાથી જડનો રાગ જાય છે. વિશ્વના જીવોનું હિત ચિંતવવાથી અનંત જીવોને નવકારશીનું જમણ આપવા જેટલું પુણ્ય બંધાય છે ટૂંકમાં જીવો સાથે અભેદનું જ્ઞાન સહજ સ્વભાવે અનાયાસે સિદ્ધ થવું જોઈએ. સકલ જ્વરાશિ સાથેનો અભેદ સર્વ વિરતિ સુધી પહોંચાડે છે. અને જીવરાશિ પ્રત્યનો અભેદભાવ સમિતિ ગુપ્તિનું પાલન અને દસવિધ તિ ધર્મ સુધી લઈ જાય છે. શુદ્ધ આત્મા - પરમેષ્ઠિઓ સાથેનો અભેદ શુકલ ધ્યાનની શ્રેણી ઉપર ચઢાવે છે. સર્વ કલ્યાણકારી ય આજ પર્યંતના ૨૩ વર્ષોના કોઈપણ પ્રસંગમાં બીજા જીવોના કલ્યાણની વાત ન આવી હોય તેવો એક પણ પ્રસંગ યાદ નથી. પંન્યાસજી મહારાજની વાણીમાં જીવ માત્રના કલ્યાણનો ભાવ આવે, આવે ને આવે જ. આત્માના અનુભવની પરાકાષ્ઠાની વાત ચાલતી હોય ત્યારે પણ જીવ માત્રમાં પરમાત્મ સ્વરૂપના દર્શન થાય તે સાધકનું આત્મદર્શન તે સાચું આત્મદર્શન ગણાય. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સૌને રાતા પહોંચાડતું મધુર સ્મિત | સંસાર દાવાનળમાં બળ્યો - ઝળ્યો મુમુક્ષુ જ્યારે ગુરુભગવંતના દર્શને આવતો અને ગુરુમહારાજ મધુર સ્મિતથી તેનું મૌન સ્વાગત કરતા ત્યારે સંસાર દાવાનળના દાહમાં બળતો જીવ શાતાને અનુભવતો. આવો અનુભવ પૂજ્ય પંન્યાસ ભદ્રંકરવિજયજી પાસે જનાર સૌ કોઈને થયો છે. અમે તો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. આજે તો હવે પૂ.ગુરુભગવંતની પાસે સંસારની ઉપાધિ, ખેંચતાણ, ટેન્શન, ચિંતા, ભયજનક સ્થિતિની વાત કરી ઉપાય પૂછવો છે. તેવું ઘેરથી નકકી કરીને નીકળ્યા પછી સૌને શાતા પહોંચાડતા સ્મિતથી મૌન સ્વાગત થતાં સંસારની વાત કરવાનું જ ભૂલાઈ જાય. તેમનો આધ્યાત્મયોગ એટલો ઊંચો હતો કે સંસારની વાત કરવાનું યાદ જ ન આવે. પ્રભુભકિતના મધુર રસ વડે તે સંસારરસને ક્ષીણ કરી નાખતા. તે તેમની મહાન અધ્યાત્મ સિદ્ધિ હતી. ધન્ય છે આવા મહાત્માઓને - જેમનું જીવવું સાર્થક થયું અને બીજાઓને પણ સન્માર્ગ મળ્યો. આત્મસાક્ષાત્કાર મુખમાંથી નીકળેલા શબ્દો વધુમાં વધુ બુદ્ધિ સુધી પહોંચાડે છે. હૃદયની વાણી હૃદયને સ્પર્શે છે. નાભિમાંથી નીકળેલો શબ્દ સાંભળનારને અનુભવ સુધી પહોંચાડે છે. પૂ. ગુરુભગવંતના નાભિમાંથી નીકળતો નાદ સાચા ઝીલનારને અનુભૂતિ સુધી લઈ જાય છે. આ ગ્રંથ લખતાં લખતાં ભાવવિભોર બની જવાય છે. કલમ થંભી જાય છે. ગુરુ ચરણમાં ઢળી પડાય છે. પ્રભુનો મેળાપ કરાવી આપે તેવા ગુરુ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીને સાધક ગદ્ગદ્ બની જાય છે. પ્રભુના મેળાપની ઝંખના ગુરુએ કરાવી. Page #133 -------------------------------------------------------------------------- ________________ ગુરુવચન - જેનામાં જે મેળવવાની યોગ્યતા ન હોય તેને તે વસ્તુ મેળવવાની ઈચ્છા થતી નથી. જેને પ્રભુને મેળવવાની તીવ્ર ઝંખના થાય તેને પ્રભુ મળ્યા સિવાય રહેતા નથી. | સાધક હદયની પ્રાર્થના-વ્યથા-તૃપ્તિ | अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्रइति । हृदयस्थिते च तस्मिन्नियमात् सर्वार्थसंसिद्धिः ॥ જિન પ્રવચન હૃદયમાં પ્રતિષ્ઠ થતાં પરમાર્થથી પરમાત્મા જ પ્રતિષ્ઠ થાય છે અને પરમાત્મા પ્રતિષ્ઠ થતાં સર્વ પ્રયોજન સિદ્ધ થાય છે. (ષોડશક) સંવેદન હે મારા અંતર્યામિ પરમાત્મા ! સ્વામિ ! “તમે કાંઈ કામણ કીધું, ચિત્તડું હમારૂં ચોરી લીધું.” હે મારા જીવનના સાચા શિલ્પી ! હે મારા જીવનના અદ્ભુત સ્વપ્નોના પ્રેરક પ્રભુ ! જીવનનાં મહાન સ્વપ્નોનું સર્જન કરીને હવે શા માટે ટળવળાવો છો નાથ! સગરનો આપે યોગ કરાવી આપના કહેલા વચનના પરમાર્થના અમૃતરસનું પાન કરાવ્યું. સગુરૂના યોગ દ્વારા મારામાં રહેલા પરમ નિધાનની ઝાંખી કરાવી. પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન. આત્માની પૂર્ણતાના પરમાનંદના ખજાનાનું સ્વરૂપ આપના પ્રવચન દ્વારા સદ્દગુરુએ બતાવ્યું અને આપના પ્રવચનનો (વાણીનો) ચાહક બન્યો. વાણીનો શા માટે ! હવે તો હું તમારો જ ચાહક બન્યો. આપની વાણી સાંભળતાં હૃદય પુલકિત બન્યું અને પુલકિત હૃદયમાં પ્રભુ તમે પ્રવેશી ગયા. હવે ક્ષણ પણ પ્રભુ તમને ભૂલી શકતો નથી. આપની પાછળ ઝૂરું . જગતના પદાર્થોની મમતા છોડીને અનેક સગવડોને છોડીને ભણું . Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રભુ ! તમારી શોધમાં રાત્રે ઊંઘમાંથી ઝબકું છું અને તમારી યાદ ઊંઘવા દેતી નથી. અર્ધી રાત્રી હજૂ પસાર થઈ નથી ત્યાં તમારા મેળાપની ઝંખના પરાણે ધ્યાનમાં બેસાડી દે છે. નીરવ રાત્રિના અંધકારમાં તમારા દર્શનની તીવ્ર અભિલાષા દિવ્ય પ્રેરણા આપે છે. પ્રભુ !... “રાત-દિવસ સ્વપ્નાંતર માંહી, તું મારે નિરધાર” “તું ગતિ તું મતિ તું મુજ પ્રીતમ, તું જીવજીવન આધાર.” તમારી યાદમાં એક ક્ષણ વરસ જેવી બની જાય છે. મારા સ્વામિ ! “સાહીબા એક ઘડી પ્રભુ તમ વિના, જાય વરસ સમાન. (૨) ઘડીયે ન વિસરો હો સાહીબા !” વિરહની વેદનાથી જીવ તરફડે છે. પ્રાણ પંખેરું તમારા વિરહમાં ઊડી જાય તેવી સ્થિતિ છે મારા નાથ ! “દરિશન પ્રાણ જીવન મોહે દીજે,” ‘બિન દરિસન મોહે કલ ન પરત છે, તરફ તરફ તનુ છીએ.” પ્રાણ તરફડિયાં મારી રહ્યો છે પ્રભુ તમારા વિરહમાં. ઓ અંતર્યામી પ્રભુ ! શું તમે આ બધું નથી જાણતા ? મારૂં ચિત્ત ચોરી લીધું. મારા હૃદયમાં પ્રભુ તમે પેસી ગયા. મારે તમને પૂછવું છે પ્રભુ! કે આપ હૃદયમાં પેસી જાવ, વસી જાવ, પણ સ્વામિનાથ વિચારો તો ખરાં કે તેનું શું થતું હશે ? આ હૃદય કેવી રીતે ઘબકતું રહેતું હશે ? શી વલે થતી હશે આપના વિરહમાં ? કેમ કરીને વિરહની વેદનામાં જીવાતું હશે? દાદા દરિશન દીજીએ, એ દુઃખ મેં ન ખમાય.” હૃદયનાં ખૂણે ખૂણામાં ફરી વળીને, પછી વિરહની વેદના આપવી હતી તો પ્રભુ ! હૃદયમાં આવ્યા શા માટે ? સર દ્વારા આપના પ્રવચનનું અંજન કરાવી શા માટે આપના મેળાપની ઝંખના ઉભી કરાવી ? ઓ અંતર્યામી પ્રભુ ! ઉતાવળમાં વેદનામાં બળતા હૈયે કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરજો. લંકામાં રાવણની નજરકેદમાં રહેલી સીતાને કેવી રીતે શોધવી ? તેની હાલત કેવી રીતે જાણી લાવવી ? તે હનુમાનના પ્રશ્નનો જવાબ આપતાં રામે કહ્યું કે, લંકામાં જે પથ્થરોમાંથી રામનો નાદ નીકળતો હોય, જે વૃક્ષના Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ પાંદડામાં રામનો રણકાર થતો હોય, જે ધરતીના કણમાંથી રામનો અવાજ આવતો હોય ત્યાં સીતા હશે. હે મારા આત્માના પરમ રામ પ્રભુ ! તમે શું નથી જાણતા કે ભકત હૃદયમાં તમારો વિરહ કેટલો વ્યથાવાળો હોય છે? પ્રભુ ! તમે જરૂર જાણો છો, તો હવે શું કસોટી કરવી બાકી છે ? શા માટે મોડું કરો છો ? આપની મધુર દિવ્ય વાણીએ અનુભવરસની ઝંખના પેદા કરી. અનુભવ રસના દાતાર તમે જ છો, એવું સદ્ગુરુએ સમજાવ્યું. અને આપ હૃદયનાં ખૂણે ખૂણામાં, અણુએ અણુમાં પેસી ગયા. તું અનુભવ રસ દેવા સમરથ, હું પણ અરથી તેહનો.” મારી ઝંખના પૂરી કરો પ્રભુ ! તમારા હૃદયમાં એકાદ નાનકડો ખૂણો આપો પ્રભુ ! જેથી એક નાનકડી ઝુંપડી બાંધીને આપના હૃદયમાં વસી શકું. બહુ મોટી અપેક્ષા નથી પ્રભુ ! થોડીશી જગ્યા આપો આપના હૃદયમાં વસવાની. હવે નથી સહન થતી આવી દ્વિધાવાળી સ્થિતિ. સમાઈ જવું છે પ્રભુ તમારામાં. - તમારાથી અલગ મારા વ્યકિતત્વની કલ્પના પણ હવે થઈ શકે તેમ નથી. મારા વ્યકિતત્વને શૂન્ય બનાવી પ્રભુ તમારામાં વસવું છે મારે. “પ્રેમ ગલી અતિ સાંકડી, તેમાં દો ન સમાય એકમેક થઈ જવું છે પ્રભુ તમારી સાથે.... સ્તબ્ધતા છવાઈ ગઈ. મન થંભી ગયું... વાણી વિલીન થઈ ગઈ. સંભ્રમ... અતિ અદ્ભુત ભાવોલ્લાસની સ્થિતિ. રોમાંચ, વિસ્મય, વિર્ષોલ્લાસ... અગમ અગોચર અવસ્થા...... બે હાથ પહોળા કરીને ઊભેલા જોયા મારા પ્રિયતમને ! દોડીને પહોંચી ગયો ત્યાં. બાથ ભરીને ભેટી પડયો ! મારા સ્વામિમાં સમાઈ ગયો. પ્રભુમાં સમાઈ ગયો. સાકર દૂધમાં ઓગળી જાય તેમ પ્રભુમાં મારું અલગ વ્યકિતત્વ ઓગળી ગયું.... (ધ્યાન કરવું.) ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરીશું હમે ટેકે; ક્ષીર નીર પેરે તુમશું મીલશું, વાચક યશ કહે હેજે હળશું. પ્રભુના અભેદ મીલનની દિવ્ય પળ આવી. અનંતકાળની તૃષા છીપાણી. પરમ આનંદની અનુભૂતિ થઈ. પ્રભુએ અનુભવ અમૃતરસનું પાન કરાવ્યું. (આત્માના અનુભવની દશામાં સ્થિર બની ધ્યાન કરવું.)... Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અજિત જિનેશ્વર ચરણની સેવા, હેવાએ હું હળીયો, કહીએ અણચાખ્યો પણ અનુભવ, રસનો ટાણો મળીયો. તું અનુભવ રસ દેવા સમરથ, હું પણ અરથી તેહનો, પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો. વિરહની વેદના શમી ગઈ. ધ્યાનમાં પ્રભુ સાથે અભેદ મીલન થતાં ભેદનો છેદ થઈ પરમાત્મ સ્વરૂપનો અનુભવ રસ ચાખ્યો, સુખામૃતનો અનુભવ થયો ! તુજ ગુણ જ્ઞાન ધ્યાનમાં રહીએ, ઈમ મિલવું પણ સુલભ જ કહીએ; માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હળીયો એક તાને હવે પ્રભુ મિલનની “ધ્યાનકળા' મારા સ્વામિએ શીખવાડી. અનાદિની પિપાસા તૃપ્ત થઈ. અન્ય પદાર્થોની મોહવાસના ક્ષીણ થઈ ગઈ. મનમોહનજિ નવર જીમુજ ને,અનુભવખ્યાલોદીધો રે; પૂર્ણાનંદ અક્ષય અવિચલ ૨સ, ભકિત પવિરાથઈ પીધો રે. મારા પ્રિયતમ પ્રભુએ આજે અનુભવ રસનો પ્યાલો આપ્યો અને તે અનુભવ રસનો પ્યાલો મેં પીધો. અજર-અમર પદના પંથે પ્રયાણ થયું. આજે તૃપ્તિનો પરમ આનંદ અનુભવ્યો ! પણ તુમ દરિશન યોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ. આપના અનુભવના પ્રકાશમાં પરમ આનંદ, અનંત સુખમય ચૈતન્યનું દર્શન થયું. હવે નિત્ય નિરંતર તને જ ભજું, તારો થઈને રહું, તારામાં જ વસું. તુજ સ્વરૂપ થઈને તારામાં રહું. જિન સ્વરૂપ થઈ જિનવર સેવે, તે સવિ જિનવર હોવે રે. મેં માંગ્યું કે “પ્રભુ!તમારા હૃદયમાં વસવા નાનકડી જગ્યા આપો. એક નાનકડો ખૂણો પ્રભુ!તમારા હૃદયમાં આપો જેથી નાનીશી ઝુંપડી બનાવી તમારામાં વસું. તમારાથી અલગ વ્યકિતત્વની હવે કલ્પના પણ થઈ શકે તેમ નથી.” Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ પણ મારા પ્રિયતમ પ્રભુ દિલના દરિયા છે. માંગ્યું થોડું અને આપ્યું પોતાના સર્વસ્વનું દાન. ખરેખર `નિજ સ્વરૂપના દાતાનું બિરુદ પ્રભુ ! તમે સાર્થક કર્યું. પ્રભુ ! તમે તો તમારા અક્ષય અનંત ખજાનાનો મને માલિક બનાવી દીધો. ઈતને દિન મેં નાહી પીછાન્યો, મેરો જનમ ગયો અજાનમેં અબ તો અધિકારી હુઈ બેઠે, પ્રભુ ગુન અખય ખજાનમેં મેં મારા અલગ વ્યકિતત્વના વિસર્જન રૂપ `નમો' ભાવ પ્રગટ કર્યો. મેં કહ્યું : `નમો અરિહંતાણં' પ્રભુએ કહ્યું : 'તત્વમસિ' જેને નમે છે તે તું પોતે જ છે. ભકતે ભગવાનને પોતાના મન-વચન-કાયા સમર્પિત કર્યો. તો ભગવાન પાસે હતું `પરમાત્મ પદ' તે ભકતને દાનમાં આપ્યું. અંતરંગમાં પ્રભુ સાથે મેળાપ થયો, અભેદ મીલન થયું અને મીલન વખતે પ્રભુ-અનંતદાનના દાતારે પોતાનું સર્વસ્વ દાનમાં આપ્યું, અને ભકતે તે ગ્રહણ કરવા રૂપ અનંત લાભ મેળવ્યો. તત્ત્વથી આજે સમજાયું કે અનંતદાન શું છે ? અનંત લાભ શું છે? દેનાર છે આત્મ દ્રવ્ય (ભગવાન), લેનાર છે ભકત (પોતાની વર્તમાન પર્યાય), આપવાની વસ્તુ છે આત્મ ગુણ-આનંદ, અનંતસુખ, અનંતવીર્ય, કેવળજ્ઞાન આદિ અનંત ગુણ સમૃદ્ધિ. (૧) દેનાર આત્મદ્રવ્ય અનંત દાન આપે છે, (૨) લેનાર વર્તમાન પર્યાય દાન ગ્રહણ કરવારૂપ અનંત લાભ મેળવે છે, (૩) દેવાની વસ્તુ છે આત્મ ગુણો. જ્યારે વર્તમાન પર્યાય (ભક્ત) પ્રભુની એટલે શુદ્ધ આત્મદ્રવ્યની સન્મુખ બને છે, ત્યારે અનંતદાન દેનાર દ્રવ્યના અનંત ગુણ ગ્રહણ કરવા રૂપ અનંત લાભ મેળવે છે ત્યારે વર્તમાન પર્યાય નિર્મળ બનીને શુદ્ધ આત્મદ્રવ્યનો અભેદ સાધી પરમાનંદનો અનુભવ કરે છે. આ અતિ સૂક્ષ્મ વસ્તુ છે. પર્યાય ગુણમાં સમાઈ જાય છે અને ગુણ પર્યાય દ્રવ્યમાં સમાઈ જાય છે ત્યારે દ્રવ્ય, ગુણ અને પર્યાયનો એકતારૂપ અભેદ થતાં આત્મસાક્ષાત્કાર અનુભવાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ | હે કરૂણામય પ્રભુ !|| મારો અહંકાર તારી કૃપા સિવાય નહીં ઓગળે. શું મોટા બરફના પહાડોને સૂર્યનો પ્રકાશ નથી ઓગાળી શકતો ? મારા અહંકારના પહાડને તારો સૂર્યપ્રકાશ ક્ષણમાં ઓગાળી દેશે તે આશાએ પ્રભુ ! તારી પાસે આવ્યો છું. હું શુન્ય બની જાઉં, તારામાં સમાઈ જાઉં, તારું હથિયાર બની તારું કામ કરું, તારા બાળકોને તારી જેમ પ્રેમ આપું, સૌને ચાહું તેવી મૈત્રી તું આપ. દીન-દુ:ખીને દિલાસો અને આશ્વાસન આપું તેવું કોમળ હૃદય તે આપ. બીજાના ગુણ જોઈ આનંદિત બને તેવું હૃદય તે આપ. પાપી પ્રત્યે પણ ધૃણા ન થાય, તેનું પણ ભલું થાય તેવો ભાવ તું મને આપ. તારા પ્રેમમાં સમાઈ જાઉ, તારી ગોદમાં લપાઈ જાઉ, તારી શાંતિમાં નીરવ બની શુદ્ધ બનું, સોની સેવા કરું, સૌને પ્રેમ કરું તેવું હૃદય આપ. આજ સુધી કરેલા ગુનાનું પ્રાયશ્ચિત્ત કરૂં તેવી હિંમત આપ.. તે પ્રાયશ્ચિત્તનાં આંસુમાં પાપ એ પુણયમાં પલટાઈ જશે. તું સૌના હૃદયમાં વસે એવા સંકલ્પપૂર્વક સર્વની સેવા કરવાની આપેલી તક માટે અંતઃકરણથી તારો આભાર માનું છું. તે તક અહંકારમાં ન જાય તેનું તું ધ્યાન રાખજે. અહંકાર આવે ત્યાં લાલ બત્તી ધરજે. મને પાછો નમ્રતા - સરળતાના પંથે લાવજે. દંભ અને અહંમાંથી છોડાવજે. મારા ચિત્તને શુદ્ધ કરજે. પ્રભુ ! પ્રાર્થ છું એટલે કે તારા પ્રેમનો સાચો પાત્ર હું બનું. તારા પ્રેમ પાત્ર બનવાની મારામાં લાયકાત આવે. તે યોગ્યતાનો પણ તું જ દાતાર છે પ્રભુ! હું કેટલું માંગું તારી પાસે ! પણ તારું દાતારપણું સમજીને આવ્યો છું. કે તારી ઈચ્છા મુજબનું મારું જીવન બનાવજે. તેમ કરતાં મારી ઈચ્છા વિરુદ્ધ બનતા બનાવોને પણ હું તારી પ્રસાદી સમજીશ. મારી ઈચ્છા વિરૂદ્ધ બને તે પણ તારી જ કૃપાનું ફળ છે તેવું સમજવા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ તું સદબુદ્ધિ આપજે. મારી નહીં, તારી ઈચ્છા મુજબ થાઓ. તારી ઈચ્છા એ જ સર્વસ્વ બનો. મારી ઈચ્છા તારામાં જ વિલીન થઈ જાઓ. તારા શરણે આવેલાને તારામાં સમાઈ જવાનો માર્ગ મળે તે માટે તું મને હથિયાર બનાવી જેવું લખાવીશ તેવું લખીશ. સૌના હૃદયમાં તું વસે તેવા ભાવો પરિપૂર્ણ થવા માટે જરૂરી હોય તેટલું જ લખાવજે. તારી આજ્ઞા વિરૂદ્ધ લખવાની ભૂલ ન થાય તે માટે તું મારી રક્ષા કરજે. શ્રુતજ્ઞાનની અધિષ્ઠાયિકા મા સરસ્વતીદેવીને હૃદયમાં ધારણ કરી મુખ કમળમાં તેનું ધ્યાન કરી માનો આશીર્વાદ લઈ આ લખાય છે. સૌ કોઈ તારું ગુણગાન કરી, તારું ધ્યાન કરી, આત્માનો આનંદ અનુભવે તેવી ભાવના પરિપૂર્ણ થાય તેવું તારી કૃપાથી લખાવજે. તું જ સર્વસ્વ ! તું જ માતા ! તું જ પિતા ! તું જ જીવન ! તે જ આધાર ! તે જ શરણ ! તું મુજ પ્રીતમ ! તુંહી, તુંહી, તુંહી, તુંહી, તુંહી પ્રભુ ! તુંહી તુંહી યુંહી ધરતા ધ્યાન રે. (( સમર્પણ) પ્રશ્નઃ હે મહાજ્ઞાની ગુરુ ભગવંત ! આજ સુધી સમર્પણ ઘણાને કર્યું, પણ કોઈ કાર્ય સિધ્ધ થઇ શકયું નથી. તો શું કરવું ? જ: સમર્પણ ઝીલનાર યોગ્ય હોય, કરુણાવંત હોય, વીતરાગ હોય, સર્વજ્ઞ હોય, નિજરૂપના દાતા હોય, તો સમર્પણનું પૂર્ણ ફળ મળે. અરિહંત પરમાત્મા વીતરાગ હોવાથી પોતાની પૂજા કરાવવાની ઇચ્છા ન હોવાથી પોતાનું સર્વસ્વ પોતાના ભકતને દાનમાં આપે છે. જેને પોતાની પૂજા કરાવવાની ઇચ્છા હોય તે ભકતોની ઇચ્છા પૂરી કરે છે. થોડું થોડું આપે છે, જ્યારે વીતરાગ પોતાનું સર્વસ્વ આપે છે. “પરકૃત પૂજા રે જે ઇચ્છે નહીં, કારજ સાધક દાવ. - શ્રી દેવચંદ્રજી કૃત ૧૨માં ભગવાનનું સ્તવન વિશ્વમાં આપણા સમર્પણને ઝીલનાર અરિહંત પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કારણ કે અરિહંત પરમાત્મા (૧) ઉત્કૃષ્ટ ગુણસ્વરૂપ છે. (૨) અચિન્ય શકિત સંપન્ન છે. (૩) સંપૂર્ણ અભયને પામેલા છે. (૪) સર્વથા પાર્થના કરનાર છે. માટે આપણા સમર્પણને પૂર્ણપણે ઝીલે છે. આ ભાવથી અરિહંત પરમાત્માના શરણે જઈ પૂર્ણ સમર્પણ કરી, ધ્યાનમાં સ્થિર થવાય છે ત્યારે પ્રભુ તરફથી પ્રતિભાવ મળે છે. ભગવાન આપણને તેમનામાં એકતાન કરી દે છે. એકમેક મળે છે. સાધકમાં પરમાત્મા પોતાના રૂપનું દર્શન કરાવે છે. અને નિજ આત્મામાં પરમાત્મા પોતાના સ્વરૂપનું જયારે સાધકને દર્શન કરાવે છે. ત્યારે સાધક કૃતકૃત્ય બની જાય છે. સાધક સમાધિમાં ડૂબી પરમ આનંદરસનું વેદન કરે છે. મહાયોગી આનંદધનજી પણ શાંતિનાથ ભગવાનના સ્તવનમાં ગાય છે કે આપણો આતમભાવ જે, એક ચેતનાધાર રે, અવર સવી સાથે સંયોગથી, એહ નિજ પરિકર સાર રે, પ્રભુ મુખથી એમ સાંભળી, કહે આતમરામ રે, તાહરે દરિશને નિસ્તર્યો, મજ સિધ્યાં સવિ કામ રે. પ્રભુમુખથી જયારે ભકતને સાંભળવા મળે છે કે “તું આ દેહરૂપ નથી. પરવતુ, પરપુદ્ગલ તારું સ્વરૂપ નથી. તું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, અનંત સુખ અને આનંદનો પરમ નિધાન છે, અચિંત્ય શક્તિનો સ્વામી છે. તારા પરમાનંદનો તે અનુભવ કર. આવું યથાર્થ જિનવાણી રૂપ અમૃતનું પાન (Secret ofSupreme-Self) સાધકને પરમાત્મા સાથેના અંતરઆત્માના ગુહ્ય વાર્તાલાપમાં થાય છે. આવી ક્ષણની પ્રતીક્ષા જે મનુષ્ય કરતો હોય છે, તેને આ જીવનમાં પરમાત્માનો સાક્ષાત્કાર થયા વગર રહેતો નથી. પરમાત્માના મુખથી આ વચન સંભળાય છે, ત્યારે સાધકના આનંદનો પાર રહેતો નથી. તેથી જ કહ્યું છે કે; “અહો ! અહો ! હું મુજને નમું, મજ નમો મુજ નમો મુજ રે, અમિત ફળ દાન દાતારની, જેહને ભેટ થઇ તુજ રે.” ભકત પોતાના સર્વસ્વનું પ્રભુને સમર્પણ કરે છે. ત્યારે (પૂ. આનંદધનજી મહારાજ) પરમાત્મા નિજ સ્વરૂપનું દાન આપે છે અને ભકત પ્રેમપૂર્વક તેને ગ્રહણ કરે છે, તે ધન્ય છે, કૃતપુણ્ય છે. તેનો જ જન્મ સફળ છે. “આજ જિનરાજ મુજ કાજ સિધ્યા સવે વિનતી માહરી ચિત્ત ધારી, માર્ગ જો મેં લહ્યો તુજ કૃપારસ થકી પ્રગટ હુઇ સંપદા સકલ સારી.” (ઉ. યશોવિજ્યજીકૃત ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ ૧૭મી) હે પ્રભુ ! તેં આર્જ મારી વિનંતી સાંભળી અને તારા કૃપારસથી મને જે માર્ગ મળ્યો છે, તેનાથી આત્મસમૃદ્ધિની સકલ સંપદા પ્રગટ થઇ. (અનુભવમાં આવી) આજ મારા સર્વ કાર્ય સિદ્ધ થઇ ગયાં. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ તત્ત્વાર્થના છ સૂત્રોનું ચિંતન ‘આપવું' એ જેનો જીવન મંત્ર છે. ચોવીસે કલાક જે આપ્યા જ કરે છે. નેત્રમાંથી જે પ્રેમઆપે છે. હૈયેથી હેત આપે છે. મધુર સ્મિત દ્વારા સૌને શાતા આપે છે. મધુર વાણી દ્વારા તત્ત્વજ્ઞાન આપે છે. વિશ્વના અનંતાનંત જીવોને હૃદયથી જે ભાવ આપે છે. સૌને મોક્ષ મળે, સમ્યગ્દર્શન મળે, જિનશાસન મળે તે ભાવ જ્યાંથી નિરંતર વહી રહ્યો છે, આ ભાવ રસ રૂપ બની જેના આત્મપ્રદેશોમાં ઢળી રહ્યો છે, એવા મહાયોગી આજે રત્નનો દાબડો ખોલીને બેઠા છે. ૨૦૩૩ના મહા વદના દિવસો છે. સાધક ત્યાં પહોંચે છે. રત્નનો વેપાર શરૂ થાય છે. (પૂ. ગુરુમહારાજના આપવા સંબંધી વિચારો :- લેવામાં આળસનો અંધકાર છે અને આપવામાં પૂનમની ચાંદનીની પરમ શીતળતા છે. એક દિવસ માટે પણ બીજાના આનંદ કે સુખ માટે જીવન જીવી જુઓ, તમે કાંઈ જુદા જ બની જશો. લેવા લેવાના ભાવમાં અનંત કાળ સંસારમાં રઝળપટ્ટી કરી, હવે આપવાના ભાવ શરૂ કરો. દિવ્ય આનંદ અનુભવાશે. ૨૦૩૩ મહા વદ ૧૧ થી ાગણ સુદ સુધી ઘાણેરાવમાં થયેલા વાર્તાલાપની વિશેષ નોંધ :- આ દિવસોમાં પોતાના પુત્રને અંતિમ શિખામણ આપતા હોય તેવા અનેક ભાવો છે ઃ તેમાંના કેટલાક નીચે મુજબ છે : પૂ. ગુરુ મહારાજ :- સાધના કેમ ચાલે છે ? સાધક ઃ- દરરોજ પાંચ-છ કલાક આરાધના થાય છે. ગુરુ મહારાજ :- પાંચ-છ કલાકની સાધના હવે ન ચાલે. ૨૪ કલાકની સાધનાનો સમય પાકી ગયો છે. માટે જાગૃત થઈ છ સૂત્રોને ભાવિત કરી તેના ઉપર અનુપ્રેક્ષા - ધ્યાન કરવું. ‘સમયં ગોયમ મા પમાયએ' આ સૂત્રને વારંવાર યાદ કરી પ્રમાદ છોડવો. આત્મા કે પરમાત્મા સિવાય ઉપયોગને અન્યત્ર લઈ જવો તે પ્રમાદ દશા છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સાધક - છ સૂત્રોના ચિંતન – ધ્યાન વિષયમાં આપ કાંઈ સમજાવવા કૃપા કરો. પૂ. ગુરુ મહારાજ :-(૧) ઉપયોગો લક્ષણમ્ (૨) પરસ્પરોપગ્રહો જીવાનામ્ (૩) ગુણ પર્યાયવત્ દ્રવ્ય (૪) દલતયા જીવાત્મા એવ પરમાત્મા (૫) ઉત્પાદ – વ્યય - ધ્રૌવ્ય યુકત સત્ (૬) તલ્કાવાવ્યય નિત્ય હવે ગુરુ મહારાજ છ સૂત્રોની ચિંતન-અનુપ્રેક્ષા અને ધ્યાન પ્રક્રિયા બતાવે - (૧) ઉપયોગી લક્ષણ - જીવનું પુદ્ગલથી ભેદ વિજ્ઞાન. જીવનું લક્ષણ ‘ઉપયોગ” છે. અજીવ-પુદ્ગલ દ્રવ્યનું લક્ષણ સડણ પડણ વિધ્વંસન છે. પુદ્ગલથી આત્મદ્રવ્યની ભિન્નતા આ સૂત્રથી અનુભવાય છે. પુગલમાં પોતાપણાની બુદ્ધિરૂપ મિથ્યાત્વનો ધ્વંસ કરવા માટે જીવ અને પુદ્ગલનો ભેદ ભાવિત કરવો જોઈએ. સુખમાં લપટાતા અને દુઃખમાં દીન બનતા આત્માને રોકવા માટે પગલથી આપણું સ્વરૂપ ભિન્ન છે તેવું ભાવિત કરવું જરૂરી છે. ઉપયોગો લક્ષણ” ભેદ વિજ્ઞાનનું સૂત્ર છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. પુદ્ગલનું લક્ષણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. ઉપયોગમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અનુસ્મૃત છે. પુદ્ગલ વિનાશી અને જીવ અવિનાશી છે. લક્ષણ ભેદે પુદ્ગલથી ભિન્નતા ભાવિત કરવી. આપણા આત્માની પુદ્ગલથી ભિન્નતા ભાવિત કરવાથી પુદ્ગલ પ્રત્યેનું આકર્ષણ મરી જાય છે. જડ કરતાં ચૈતન્યનું સામર્થ્ય અધિક છે. જડ પરતંત્ર છે. ચેતન સ્વતંત્ર છે. ચૈતન્યની સ્વતંત્રતાનું ઉપયોગો લક્ષણથી ભાન થવાથી, પુદ્ગલનું દાસત્વ છૂટી જાય છે. તેથી વૈરાગ્ય દઢ અને પ્રબળ બને છે. વૈરાગ્યની દૃઢતા અધ્યાત્મ માર્ગનું પ્રથમ સોપાન છે. પુદ્ગલનું મમત્વ ઘટી જાય છે અને સ્વરૂપનું અનુસંધાન કરવાની ભૂમિકા સર્જાય છે. (૨) પરસ્પરોપગ્રહો જીવાનામું - જીવો સાથે સંબંધ વિજ્ઞાનનું આ સૂત્ર છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ આ સૂત્ર એક જીવનો બીજા જીવ સાથે સંબંધ સૂચવે છે. જીવનું સ્વરૂપ જ એવું છે કે તેની સાથે અનુકૂળ સંબંધ રાખીએ છીએ તો અનુગ્રહ થાય છે, જીવો સાથે પ્રતિકૂળ વ્યવહાર રાખવાથી નિગ્રહ થાય છે. એક કીડીને મારવાનો પરિણામ નરકાદિ ગતિનું કારણ બને છે અને તે જ કીડીને બચાવવાનો પરિણામ સ્વર્ગાદિ ગતિનું કારણ બને છે. જ્વની શકિત જ આવા પ્રકારની છે. તેનાથી અનુગ્રહ - નિગ્રહ થાય છે. એક જીવ પ્રત્યેના પ્રતિકૂળ વ્યવહારને સર્વ જીવ પ્રત્યેના પ્રતિકૂળ વ્યવહાર સમાન સમજી સર્વ જીવ સાથે અનુકૂળ વ્યવહા૨ ક૨વો જરૂરી છે. વોની ઉપેક્ષા પણ દ્વેષરૂપ છે એટલે ઉપેક્ષા છોડી સર્વે જીવો પ્રત્યે મૈત્રી આદિ ભાવથી ભાવિત બનવું, જીવદ્રવ્ય સાથે એકતાને ભાવિત કરવા માટે આ સૂત્રનું અનુપ્રેક્ષા - ધ્યાન કરવું. આ સૂત્રના ચિંતનથી ચિત્તની શુદ્ધિ, ગાંભીર્ય, ઔદાર્ય, સૌજન્ય આદિ ગુણો વિકસે છે. ક્ષમાદિ દશ પ્રકારના ધર્મમાં સ્થિરતા આવે છે. (૩) દલતયા જીવાત્મા એવ પરમાત્મા પૂર્ણતાના વિજ્ઞાનનું આ સૂત્ર છે. - આ સૂત્ર જીવમાં સત્તાએ રહેલ પરમાત્મ તત્ત્વને બતાવે છે. જીવમાં રહેલ ચૈતન્ય - શકિતરૂપે પરમાત્મ સ્વરૂપ છે. ‘સર્વે નીવા ૩૫ાવેયા, વિત્તરુષા શિવાત્મા' પ્રત્યેક જીવમાં શકિતરૂપે પરમાત્માને જોવાથી આર્ત્ત-રૌદ્ર ધ્યાન ઘટી જાય છે. મારા આત્મામાં પરમાત્માના જેવું દિવ્ય સ્વરૂપ સત્તાએ રહેલું છે તેવો આ સૂત્રમાં ભાવ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનારૂપ છે. મારા અંદર પરમાત્માના જેવું સ્વરૂપ છે એવી સભાનતા તે સમ્યગજ્ઞાન છે. મારા અંદર રહેલા પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના તે સમ્યગ્ દર્શન છે. અને તે પ્રાપ્ત કરવાના ઉપાયનું સેવન તે સમ્યગ્ ચારિત્ર છે. આપણા અંદર રહેલા પરમાત્મ સ્વરૂપનો ભાવ, નિશ્ચયને શુદ્ધ કરે છે. તે શુકલધ્યાનનું બીજ છે. જગતના જીવોમાં રહેલ પરમાત્મ તત્ત્વની ભાવના વ્યવહારને શુદ્ધ કરે છે. જગતના જીવોમાં ૫૨માત્મ તત્ત્વ જોવાથી મૈત્ર્યાદિ ભાવો, ક્ષમાદિ ગુણો, સમિતિ-ગુપ્તિનું પાલન, મહાવ્રતોનું પાલન, શ્રાવકોચિત ક્રિયાનું શુદ્ધિકરણ થાય છે. તારૂં ધ્યાન તે સમતિરૂપ, તેહી જ જ્ઞાન ને ચારિત્ર છે જી; તેહથી જાયે હો સઘળાં રે પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ બને પછે જી. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આ સૂત્રના ધ્યાનથી ધ્યેયરૂપ પરમાત્મ તત્ત્વની અભેદતા સધાય છે. અને છેવટે ધ્યેય સ્વરૂપ બનાય છે. | સર્વે જીવા ઉપાદેયા, શક્તિરૂપા શિવાત્મકા ! વ્યકિતરૂપોલ્લસનું મોક્ષા, પંચભિઃ પરમેષ્ઠિનઃ || સર્વ જીવ શકિતરૂપે પરમાત્મા છે. વ્યકિતરૂપે પરમાત્મા પંચ પરમેષ્ઠિ છે. શકિતરૂપ પરમાત્મા સર્વ જીવો છે. (૪) ગુણ પર્યાયવત્ દ્રવ્ય ગુણ સહભાવી (દ્રવ્યની સાથે રહેનારા) છે. પર્યાય ક્રમભાવી (કમસર આવીને જનારા) છે. તે બન્નેનો આધાર દ્રવ્ય છે. દ્રવ્યનું સૈકાલિક અસ્તિત્વ વિચારવાથી અને પરિવર્તનશીલ પર્યાયોનો આધાર પણ તે દ્રવ્ય હોવાથી વિકલ્પ જાળ તૂટી જાય છે. પલટાતા જતા પર્યાયોમાં રાગ દ્વેષ મંદ પડી જાય છે. ગુણ પર્યાયથી આત્મદ્રવ્યના અભેદનું જ્ઞાન થવાથી, પલટાતા પર્યાયોથી ઉત્પન્ન થતી વિકલ્પ જાળ તૂટી જાય છે. પર્યાયો દ્રવ્યમાંથી ઉત્પન્ન થઈ દ્રવ્યમાં સમાઈ જાય છે. જુદા જુદા પર્યાયો વચ્ચે પણ આત્મદ્રવ્યની એકતા ભાવિત થવાથી સુખદુઃખ, અનુકૂળ-પ્રતિકૂળ, સારું-ખોટું વગેરેમાં કાળભેદે અભેદરૂપ એક આત્મદ્રવ્ય હોવાથી રાગ-દ્વેષ અને સુખ-દુઃખનો અનુભવ ઘટી જાય છે અને સમત્વ આવે છે. સૈકાલિક પર્યાયોમાં અનુસ્મૃત એક જ આત્મદ્રવ્ય છે. તે એકત્વ બુદ્ધિ વૈર્ય ગુણ પ્રગટાવે છે. આ સૂત્રના ચિંતનથી અવસ્થા (પર્યાય)માંથી અવસ્થાવાન (દ્રવ્ય)માં જવાય છે અને અવસ્થાવાન આત્મદ્રવ્યની મહાનતા અને વિશાળતા ભાવિત થતાં ધ્યાનમાં સ્થિરત્વ આવે છે અને છેવટે પલટાતા પર્યાયોમાં આત્મદ્રવ્યની એકતા, નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ દશા સુધી પહોંચાડે છે. જ્યાં શાન્ત સરોવરની અગાધતા છે. મોતી પર્યાય છે, દોરો ગુણ છે, અને માળા તે દ્રવ્ય છે. “શરૂઆતમાં પર્યાયનો અને ગુણનો વિચાર છે. પરંતુ માળા તૈયાર થયા પછી પહેરવાનો આનંદ છે. તે રીતે ગુણ પર્યાયમાંથી દ્રવ્યમાં આવીએ છીએ ત્યારે સ્વરૂપ રમણતાનો આનંદ અનુભવાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ આ સૂત્રના ચિંતનથી સ્વ આત્મામાં ગુણ પર્યાયથી કથંચિત ભિન્નાભિન્નતાનું જ્ઞાન થવાથી આત્મદ્રવ્યમાં લક્ષ્ય સ્થિર કરી પલટાતા પર્યાયોમાં જ્ઞાતા-દૃષ્ટાભાવ આવવાથી વિકલ્પ જાળ તૂટે છે અને અંતે સ્વ આત્મદ્રવ્યમાં તલ્લીનતારૂપ અભેદ અનુભૂતિ દ્વારા આત્મસાક્ષાત્કાર અને તેના ફળ સ્વરૂપ કૈવલ્ય અને મોક્ષનો લાભ થાય છે. નોંધ : ગુણપર્યાયવત્ દ્રવ્યનું આ સૂત્રની વિચારણા ચાલી રહી હતી તે સમયે પોષ્ટમેન ટપાલ લઈને આવ્યો. પત્ર વાંચીને પૂજ્ય ગુરુ મહારાજે કહ્યું “અમૃતલાલ કાળીદાસનો પર્યાય બદલાયો. જેને આપણે મૃત્યુ કહીએ છીએ તેને જ્ઞાની પુરુષો પર્યાય બદલાયો તેમ કહે છે. પર્યાય મનુષ્યનો હતો તે હવે દેવપર્યાય કે બીજા મનુષ્યના પર્યાયરૂપ પર્યાય બદલાયો, અવસ્થા બદલાઈ, અવસ્થાવાન (આત્મા) તેનો તે જ રહ્યો. (૫) ઉત્પાદ વ્યય ધોવ્ય યુક્ત સત્ - વસ્તુ માત્ર ત્રિધર્મયુકત – ઉત્પત્તિ, સ્થિતિ, અને વ્યયરૂપ છે. પ્રતિસમય થતો પૂર્વ પર્યાયનો નાશ, ઉત્તર પર્યાયનો ઉત્પાદ – વસ્તુ પ્રત્યેના મમત્વ ભાવનો નાશ કરે છે. વસ્તુ પ્રતિક્ષણ પલટણ સ્વભાવવાળી માનવાથી પર્યાય પ્રત્યે મારાપણાની બુદ્ધિ નાશ પામે છે. મમત્વભાવનો નાશ થવાથી સમત્વ ભાવની ઉત્પત્તિ થાય છે. પ્રત્યેક પર્યાયની પાછળ દ્રવ્ય તેનું તે જ છે એ વિચાર અહંભાવ-કર્તુત્વ બુદ્ધિનો નાશ કરે છે. હું કર્તા નથી પણ અકર્તા છું. જ્ઞાતા-દષ્ટા છું, ધ્રુવ છું, સ્થિર છું એ વિચાર મિથ્યા કર્તુત્વ બુદ્ધિનો અહંકાર નાશ કરે છે અને સ્થિર બુદ્ધિ ઉત્પન્ન કરે છે. દ્રવ્યદૃષ્ટિ (ધ્રૌવ્ય) અહંભાવનો નાશ કરે છે. પર્યાયદષ્ટિ (ઉત્પાદ-વ્યય) મમ ભાવનો નાશ કરે છે. અહમમત્વ બુદ્ધિનો અંત આવવાથી નિર્વિકલ્પ ચિન્માત્ર સ્થિતિ પેદા થાય તેને વિતરાગતા પણ કહી શકાય. “ધન્ય જનોને ઉલટ ઉદધિયું એક બિન્દુમેં ડાર્યા રે” -મહાયોગી ચિદાનંદજી મહારાજ આ વિશેષરૂપ સમુદ્રને ઉલટાવીને, મહાસત્તા સામાન્યરૂપ એક બિન્દુમાં નાખી, જેઓ પરમ શાન્તિ અનુભવે છે તેઓને ધન્ય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦. પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષરૂપ છે. વિશેષ વગરનું સામાન્ય નથી અને સામાન્ય વગરનું વિશેષ નથી. ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્ત સત્” અહીં સતુમાં સચરાચર સમગ્ર વિશ્વ આવી જાય છે. જેઓની દૃષ્ટિ આ મહાસત્તા સામાન્ય (સત્) સુધી લંબાવાયેલી છે તે જ્ઞાની પુરુષ મૂળ (સ્વરૂપ સ્થિરત્વ) સુધી પહોંચે છે. જ્યારે જ્યારે આ દુનિયાની ઉપાધિઓ વિષમ સ્વરૂપ પકડે છે, આત્મભાન ભૂલાવી હર્ષ-શોક કરાવે છે ત્યારે મહાત્માઓ આ મહાસત્તા સામાન્યમાં તે સર્વને ગાળી નાખી પોતાને પણ તે મહાસત્તામાં લીન કરી દે છે. સમગ્ર વિશ્વ ઉત્પત્તિ, વ્યય અને સ્થિતિરૂપ ત્રિધર્મ યુકત સદા રહેલું છે. તેમાં કાંઈ સુધારો વધારો અશક્ય છે. આ વિચારથી ભાવિત થવાથી ઉપાધિઓ નડતી નથી. ઉપાધિઓ વચ્ચે પણ શાન્તિ અનુભવાય છે. સુધારો – વધારો કરવાનું સ્થાન જીવની દૃષ્ટિમાં છે. જેવી સૃષ્ટિ છે તેવી દૃષ્ટિ કેળવવી એ જ ઉપાય છે. ત્રિપદી માતાનું ધ્યાન એ જ પરમ ઔદાસીન્ય ભાવ કેળવી, ઘાતી કર્મનો ક્ષય કરી, કેવલ્ય પદની પ્રાપ્તિ કરાવનાર છે. ગણધરોની ગણધર લબ્ધિની પ્રાપ્તિ-પ્રભુ મુખથી શ્રવણ કરેલી ત્રિપદી (ઉપન્નઈ વા - વિગમેઈ વા - ધૂઈ વા) ના પ્રભાવથી છે. ધ્યાનની પ્રષ્ટિ અવસ્થા નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ છે. તે મહાસત્તા સામાન્યના ધ્યાનથી પ્રગટે છે. મહાસત્તા સામાન્ય લોકાલોક વ્યાપી છે. તેના ધ્યાનમાં લીન થનારને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. બીજી રીતે આ વાત વિચારીએ આ ત્રિપદીનું ધ્યાન - સામાન્યનું ધ્યાન - દર્શન મોહનીયનો ક્ષયોપશમ કરાવે છે. તેનાથી ચિત્તની સ્થિરતા થાય છે. ચિત્ત વિશુદ્ધિનો હેતુ મૈત્રી આદિ ભાવોનું ભાવન છે. તે પછી વર્તન વિશુદ્ધિ માટે સમિતિ-ગુપ્તિ યુકત મહાવ્રતોનું પાલન છે. તેથી સમયોગ સધાય છે. સમત્વની સિદ્ધિ થયા પછી પરમાત્મ તુલ્ય આત્મદ્રવ્યનું ભાવન સ્થિરતા લાવે છે. “જેને તું હણે છે, તે તે પોતે જ છે, એવી શ્રદ્ધા દઢ થયા પછી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ જેને તું નમે છે, તે તે પોતે જ છે' એવી શ્રદ્ધા આવિર્ભાવ પામે છે. તેનું પુનઃ પુનઃ પરિશીલન આત્મામાં પરમાત્મ સ્વભાવનો આવિર્ભાવ કરે છે. તે જ કેવલ્ય અને મોક્ષ છે. - પદાર્થ જે સ્વરૂપમાં છે તે જ સ્વરૂપમાં જોવો અને જાણવો તે સમ્યગુ દર્શન અને સમ્યગૂ જ્ઞાન છે. વિશ્વનું સ્વરૂપ મહાસત્તા સામાન્યથી વિચારતાં ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય રૂપ છે. તેને બદલે આપણે પદાર્થના સ્વરૂપમાં સુખ-દુઃખ અને રાગ-દ્વેષ કરીએ છીએ. પરંતુ જિનવાણીરૂપ મહા અમૃતરસના પાનથી ઉત્પાદ - વ્યય-ધ્રૌવ્ય રૂપ પદાર્થનું સ્વરૂપ ભાવિત થતાં વિકલ્પ જાળ તૂટી જાય છે અને વસ્તુ સ્વરૂપનું યથાર્થ દર્શન અને જ્ઞાન માત્ર રહે છે. - જે સ્વરૂપમાં જે વસ્તુ છે તે સ્વરૂપમાં જોવા અને જાણવા રૂપ સમ્યગુ દર્શન અને સમ્યગુજ્ઞાનની સાધનાથી સુખ-દુઃખ, રાગ-દ્વેષ, ગમા-અણગમાની વિકલ્પ જાળ તૂટી જાય છે અને નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ અવસ્થાનો અનુભવ થાય છે. ઉત્પાદ - વ્યય – ધ્રૌવ્યનું તાલબદ્ધ સંગીત વિશ્વ ઉપર અનાદિ અનંત કાળથી નિરંતર ચાલુ રહ્યું છે. તે સંગીતમાં (in Tune with infinite) તાલ મેળવનાર સમવયોગ સાધી સમાધિ દશાને પ્રાપ્ત કરે છે. તે જ આપણો સામાયિક નામનો મોક્ષસાધક “મહાયોગ' છે. આ દિવ્ય સંગીતનો વિરોધ કરવો તે જ આર્ત-રૌદ્ર ધ્યાન છે. તેમાં તાલ મેળવવો તે જ ધર્મધ્યાન અને શુકલધ્યાન છે. (૬) તદ્દભાવાવ્યય નિત્યમ્ શેયને જોવું તે વિજ્ઞાન છે. જ્ઞાતાને જોવો તે ધર્મ છે. ઉત્પાદ વ્યય ધ્રૌવ્યમાં જે જ્ઞાનપણું છે તે નિત્ય છે. શેય બદલાવાથી જ્ઞાતાના પર્યાય બદલાય છે, પણ જ્ઞાતૃત્વ તે તો નિત્ય જ છે. આત્માનો જ્ઞાયકભાવ નિત્ય છે. તે જ્ઞાયકભાવમાં સ્થિર થવાથી નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ ઉત્પન્ન થાય છે. અવ્યય અને નિત્ય આત્મસ્વભાવમાં સ્થિરતા આ સૂત્રના ચિંતન અને ધ્યાનથી પ્રાપ્ત થાય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ છ સૂત્રોની સમાલોચના પ્રથમ સત્ર - ભેદ વિજ્ઞાન : લક્ષણ ભેદે પુદ્ગલથી જીવની ભિન્નતાનું વેદન. પછી બીજા સત્રથી અભેદ વિજ્ઞાન. જીવત્વ સાથે સજાતીયતાનો સંબંધ કથંચિત્ અભેદભાવનો અનુભવ કરાવે છે. ભેદ વિજ્ઞાન માટેનું સૂત્ર – “ઉપયોગો લક્ષણ છે. અને અભેદ વિજ્ઞાન માટેનું સૂત્ર “પરસ્પરોપગ્રહો જીવાનાં છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. પુદ્ગલનું લક્ષણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. ઉપયોગ લક્ષણ સ્વરૂપ જીવથી પુદ્ગલની ભિન્નતા ભાવિત થવાથી પુદ્ગલનું આકર્ષણ મટી જાય છે. જડ પરતંત્ર છે, જીવ સ્વતંત્ર છે. સ્વતંત્રતાનું જ્ઞાન થવાથી પુદ્ગલનું દાસત્વ છૂટી જાય છે, દલતયા પરમાત્મા એવ જીવાત્મા પોતાના આત્માનું દલ (સત્તા) પરમાત્મા સ્વરૂપ છે એવો અનુભવ આ સૂત્રના ચિંતન અને અનુપ્રેક્ષાથી થાય છે. ચોથા સૂત્રની અનુપ્રેક્ષાથી સ્વ આત્મામાં લક્ષ્ય સ્થિર કરી પલટાતા પર્યાયોમાં આત્મદ્રવ્યની એકતા ભાવિત થવાથી વિકલ્પ જાળ તૂટી જાય છે અને અંતે સ્વ આત્મદ્રવ્યમાં તલ્લીનતા રૂપ અભેદ અનુભૂતિ દ્વારા આત્મસાક્ષાત્કાર અને તેના ફળ સ્વરૂપ કૈવલ્ય અને મોક્ષનો લાભ થાય છે. મૈત્રી આદિ ભાવો જેમ ચિત્તશુદ્ધિનું સાધન છે, તેમ ત્રિપદીનું ધ્યાન ચિત્તમાં સ્થિરતા લાવે છે. શુદ્ધિ માટે જીવત્વ સામાન્યનો વિચાર મુખ્ય છે, તેમ સ્થિરત્વમાં મહાસત્તા સામાન્ય (પાંચમું સૂત્ર) નો વિચાર મુખ્ય છે. બન્ને પ્રકારના સામાન્યના પાયા ઉપર આત્મધ્યાન સ્થિર થાય છે. પોતાના ગુણ પર્યાયથી તેના આધારૂપ આત્મદ્રવ્ય એક અને અભિન્ન છે. એ એત્વનું ધ્યાન શુકલધ્યાનના બીજા પાયારૂપ બને છે. “મોહ ક્ષયા જ્ઞાન, દર્શનાવરણ ક્ષયાત્ કૈવલ્ય'- એ સૂત્રમાં કહ્યા મુજબ બારમા ગુણ સ્થાનકે લઈ જઈને આત્મામાં રહેલ કેવળજ્ઞાન પ્રગટાવનાર થાય છે. એક અઠવાડિયા સુધી પૂ. ગુરુભગવંતે આ સુત્રો ઉપર અદ્ભુત સમાજ આપી હતી. તેમાં સમજાવેલ તત્ત્વોની સામાન્ય નોંધ કરી છે. ૨૪ કલાકની સાધના માટે આ છ સૂત્રોનું ચિંતન – મનન કરવું. (પૂ. ગુરુભગવંતની અનુપ્રેક્ષા કેટલી ઊંડાણવાળી છે તે આ તાત્ત્વિક વિચારણા ઉપરથી સમજી શકાય છે.) Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ શાસ્ત્ર સૃષ્ટિ તે શ્રેષ્ઠ ષ્ટિ છે. શાસ્ત્રકારોનું મન જે રીતે વિચારે છે, તે રીતે વિચારવાની ટેવ પાડવાથી આપણું મન જુદા જુદા દૃષ્ટિબિન્દુઓનો ઉપયોગ કરીને સમાધાન મેળવી શકે છે. જગતના જીવો ચર્મચક્ષુથી જુએ છે તેમાં તથા અસંખ્ય દેવો અવધિજ્ઞાનથી જુએ છે તેમાં અસંખ્ય ભેદ પડી જાય છે. સિદ્ધ ભગવંતો વલચક્ષુથી જુએ છે તેમાં ભેદ પડતા નથી; તેથી તે ચક્ષુને આગળ કરીને સાધુઓ જુએ છે તેને શાસ્ત્રચક્ષુ કહે છે. "Positive thinking" ॐ ह्रीं श्रीं अर्हं नमः ॐ ह्रीं श्री सिद्धचक्राय नमः ॐ ह्रीं श्री भद्रंकरविजयजी गुरुम्यो नमः પૂ. ગુરુભગવંતનો અનોખો વિષય હતો. પૂ. ગુરુમહારાજ આકૃતિથી અનોખા, પ્રકૃતિથી પ્રભાવશાળી અને કૃતિથી કામણગારા હતા. કદી ‘ના’ એવો શબ્દ એમના મુખમાંથી સાંભળ્યો નથી. કદાચ ‘ના’ નીકળે તો અનેક ગણી ‘હા’ ના સમર્થન માટે. અહીં આપણે જોઈએ છીએ તેમનું વિધેયાત્મક પ્રવચન. “જગત સંપત્તિઓનો ભંડાર છે, વિપત્તિને સ્થાન જ નથી.” જેનો ‘અહં’ ‘અર્હમ્’માં પરિણમ્યો છે તેને જગતમાં સર્વત્ર અર્હમ્ દેખાય છે. જગત અર્હમય દેખાય છે. 1 दुःखं दुष्कृतसंक्षयाय महतां क्षान्तं पदं वैरिणां, कायस्याशुचिता विरागपदवी, संवेगहेतुर्जरा सर्वत्यागमहोत्सवाय मरणं, जाति सुहृद्प्रीतये, संपदिभः परिपूरितं जगदिदं स्थानं विपत्तेः कुतः ॥ આ શ્લોક પૂ. ગુરુમહારાજને પ્રિય હતો. આ શ્લોકનો મર્મ તેમણે ઘણીવાર સમજાવેલો. મનુષ્ય જ્યારે હતાશ થઈ જાય છે - “હવે હું શું ક્વીશ ? હવે મારું શું થશે ? શરીરમાંથી રોગ જતો નથી, આર્થિક સંજોગો સુધરતા નથી, Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મુશ્કેલીઓનો અંત આવતો નથી”- આવા વિચારોથી ઘેરાઈ જવાય ત્યારે પૂ. ગુરુમહારાજ કહેતા - “જગત સંપત્તિઓથી ભરેલું છે, વિપત્તિને સ્થાન જ ક્યાં છે ?” दुःखं दुष्कृतसंक्षयाय મહતાં, ઉત્તમ આત્માઓને દુઃખ દુષ્કર્મના ક્ષય માટે આવે છે. દુઃખ વખતે ઉત્તમ જનો વિચારે છે કે દુષ્કર્મ ભોગવાઈ ગયું, કર્મનો ભાર હળવો થયો. કોઈ વૈરી થાય, આપણા અવર્ણવાદ બોલે ત્યારે તે વૈરી ક્ષમાગુણના વિકાસ માટે છે. અનુકૂળ સંજોગોમાં બધા આપણા માટે સારૂં બોલે ત્યારે આપણામાં ક્ષમાગુણ કેટલો વિકાસ પામ્યો છે તે નક્કી ન કહેવાય; પરંતુ કોઈ વિરોધી ઊભો થાય ત્યારે તે વખતે ક્ષમા રાખવાની તક મળે છે અને ક્ષમા ગુણનો વિકાસ થાય છે. कायस्याशुचिता विरागपदवी, કાયાની અશુચિ વૈરાગ્ય માટે થાય છે. જરા અવસ્થા, ધરડપણ સંવેગનો હેતુ બને છે. ધરડપણ આવે ત્યારે ઉત્તમ જનો વિચારે છે કે બાળપણ, યુવાવસ્થા, ઘરડપણ ક્રમસર આવે છે અને જાય છે. જન્મ-મરણની ઘટમાળ નિરંતર ચાલુ છે. હવે ક્યારે જન્મ-મરણની ઘટમાળમાંથી છૂટીને મારી અજરામર અવસ્થાને પામીશ ! અનંત સુખ અને આનંદનું પરમધામ મારું આત્મસ્વરૂપ ક્યારે પ્રગટ કરીશ ! આવી ભાવના ઘરડપણનું નિમિત્ત પામીને ઉત્તમ જનો કરે છે. सर्वत्याग महोत्सवाय मरणं મરણ એ સર્વ ત્યાગનો મહોત્સવ છે. પૂ. ગુરુમહારાજના જીવનનો જ એક દિવ્ય પ્રસંગ છે. લુણાવા (રાજસ્થાન) ઉપાશ્રયમાં પૂ. ગુરુમહારાજ બિરાજમાન છે. શારીરિક સ્થિતિ સારી નથી. તે વખતે લુણાવામાં જિનભકિતનો મહોત્સવ થોડા દિવસમાં થવાનો હતો. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૫ તે વખતે કેટલાક સુશ્રાવકો પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીનો પત્ર લઈને આવેલા હતા. તેમાં આ મહોત્સવ પ્રસંગે પૂ. ગુરુમહારાજની “આચાર્યપદવી થાય તેવા ભાવો વ્યકત કરેલા હતા. તેના જવાબમાં પૂ. ગુરુમહારાજે કહ્યું - “હું અત્યારે મૃત્યુનો મહોત્સવ ઉજવી રહ્યો છું. અત્યારે આચાર્ય પદવીના મહોત્સવની જરૂર દેખાતી નથી.” સુશ્રાવકોના ગયા પછી અમે પૂછ્યું - “મૃત્યુથી તો સૌ કોઈ ડરે છે. આપ મૃત્યુને મહોત્સવ કેવી રીતે કહો છો ? મૃત્યુનું નામ સાંભળીને ગભરાટ થાય છે.” ત્યારે પૂ. ગુરુમહારાજ કહે છે – “મેં જ્યારે દીક્ષા લીધી તે સમયે ઘર, પુત્ર, પરિવાર વગેરેનો ત્યાગ કર્યો. તે વખતે સંઘે મહોત્સવ કર્યો. દીક્ષા લીધા પછી બધું છોડયું, પણ શરીર તો રહી ગયું. હવે શરીરનો સ્વેચ્છાએ છોડવાનો મહામહોત્સવ તે મૃત્યુ છે. માટે મૃત્યુ એ સર્વ ત્યાગનો મહામહોત્સવ છે.” શરીર ઘરડું થઈ ગયું હોય, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, ધર્મ કરવા માટે શરીર કામ ન આપતું હોય ત્યારે શરીર બદલાય, નવું દિવ્ય શરીર મળે, ધર્મ માટે વધુ અનુકૂળ સંયોગ - સામગ્રી મળે તે તો આનંદનો વિષય છે. અંધારી કોટડીમાં રહેનાર મનુષ્ય મોટા મહેલમાં રહેવા જાય તેવો આનંદનો વિષય “મૃત્યુ” છે. માટે મરણનો ઉપકાર માની તેને પ્રસન્નતાથી ભેટવું જોઈએ. તેથી મરણ એ મહોત્સવ બની જાય છે. વળી બીજી રીતે વિચારતાં જન્મની પાછણ મરણ અનિવાર્ય છે; પણ મરણને જે મનુષ્ય મહોત્સવ બનાવે છે તેનો જન્મ સફળ ગણાય છે. તત્ત્વથી જન્મ એ આપત્તિ છે, પણ જે જન્મથી મરણને મહોત્સવ બનાવી શકાય, તે જન્મ સંપત્તિરૂપ બની જાય છે. બોધિ અને સમાધિયુકત મરણ તે પંડિત મરણ છે. આવું મરણ તે મહામહોત્સવ છે. જેનું ચિત્ત સત્તા, સંપત્તિ, સ્વજન, પરિવાર કે વિષયોમાં આસકત છે, તેવા મનુષ્યને મરણનો ભય હોય છે; પણ જ્ઞાની સમ્યગુદષ્ટિને તે મરણ હર્ષનું કારણ બને છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પૂ. ગુરુમહારાજની શરીર પ્રત્યેની ભાવના, મરણ એ રાધાવેધ સાધવા જેવો એક કપરી સાધનાનો પ્રસંગ છે. રોગ એ શરીર પ્રત્યેનું મમત્વ નાશ કરવા માટે ઉપયોગી બને છે. રોગની પીડા મૃત્યુના ભવ્ય પ્રસંગને બગાડવા તૈયાર થાય ત્યારે જ્ઞાની પુરુષ શરીરનું મમત્વ છોડીને આત્મસ્વરૂપના સ્વાધીન સુખને પ્રાપ્ત કરવા માટે, ઉપયોગને શરીર તરફથી મુકત કરીને - આત્મ ઉપયોગમાં લીન બનીને મરણને મહોત્સવ બનાવે છે. સંતાપ ઉપજાવનાર મરણને સંતો બોધિ અને સમાધિ દ્વારા પ્રેમથી સ્વીકારીને મહોત્સવરૂપ બનાવે છે. જીવનભર કરેલી આરાધનાનું ફળ સમાધિમરણ છે, જેને જ્ઞાનીઓએ હંમેશા ઈષ્ટ માન્યું છે. જેમ નાટક ભજવનારો નાટક પૂર્ણ થતાં પોતાના મૂળ વેષને ધારણ કરે છે, તેમ આ સંસારમાં ભટકતાં પ્રાપ્ત થયેલ આ માનવજન્મનું નાટક પૂર્ણ થતાં આપણાં મૂળ સ્વરૂપની પ્રાપ્તિ માટે મહાવિદેહમાં પ્રભુ પાસે પહોંચવા આપણે મરણને મહામહોત્સવરૂપે સ્વીકારવું તે પરમ લાભનું કારણ છે. વાણી, ભકિત, બોધ અને સમતા- આ ચારેથી સર્વોત્તમરૂપે પૂ. ગુરુમહારાજ વિભૂષિત હતા. આ ચારનો સમન્વય આ શ્લોકમાં છે – शोभा नराणां प्रियसत्यवाणी, वाण्याश्च शोभा गरुदेवभक्तिः । भक्तेश्च शोभास्वपरात्मबोधः, बोधस्य शोभा समता च शान्तिः ॥ આ શ્લોક પૂ. ગુરુમહારાજને બહુ જ પ્રિય હતો. આ શ્લોક વ્યાખ્યાનના મંગલાચરણ રૂપે ઘણી વખત તે કહેતા. મનુષ્યની શોભા શું ? પ્રિય અને સત્ય વાણી. અને સકલ વાણીનું ઉત્પાદન કેન્દ્ર અનાદિ સિદ્ધ વર્ણમાતૃક છે. બારાખડીના મ થી સુધીના ૪૯ અક્ષરોનું યોગના ગ્રન્થોમાં અનાદિ સિદ્ધ વર્ણમાતૃકા રૂપે ધ્યાન કરવાનું બતાવ્યું છે. આ પુસ્તકમાં અન્યત્ર છપાયેલું વર્ણમાતૃકાનું ધ્યાન યોગશાસ્ત્રના આઠમા પ્રકાશના પહેલા પાંચ શ્લોકના આધારે ૨૦૧૬માં પૂ. ગુરુમહારાજે બતાવેલું તે, તેમજ વર્ણાક્ષરોનું વિશિષ્ટ ધ્યાન આ.ભ. શ્રી સિંહતિલકસૂરિશ્વરજી મહારાજાએ રચેલા “પરમેષ્ઠિ વિદ્યા યંત્ર કલ્પ” ના આધારે ૨૦૧૯માં બતાવેલું તે સાધના સાધકના જીવનમાં વિશેષ રીતે ચાલુ રહે તે માટે ઉપરના શ્લોકના Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ આધારે ઘણી વખત સમજાવતા. પ્રિય, સત્ય અને શાસ્ત્ર અનુસાર વાણી એ પરોપકારનું દિવ્ય સાધન છે. મનુષ્યના મુખમાંથી નીકળતા વચનોના આધારે મનુષ્ય શોભે છે. માણસ દેખાવમાં રાજ કુમાર જેવો શોભતો હોય, પણ જ્યારે કાંઈ બોલે અને તે ઠેકાણા વગરનું હોય તો તેની કોઈ કિંમત નથી. દેખાવમાં કદાચ શ્યામ વર્ણ હોય, પણ બોલે ત્યારે પ્રિય, મધુર અને શાસ્ત્રાનુસારી હોય, બીજાઓના જીવનમાં પ્રેરણાત્મક હોય તો તે શોભી ઊઠે છે. એક લાખ માણસની સભામાં ત્રણ મિનિટ સમય આપ્યો હોય અને બાર વાક્યોમાં અરિહંત પ્રભુની અને તેમના કહેલા ધર્મની સર્વોપરીતાના વિષયમાં પ્રવચન કરવાનું હોય તો કેટલું અઘરું છે ? એક કલાકનો સમય હોય તો વિષય બરોબર વ્યવસ્થિત રીતે રજૂ કરી શકાય, પણ ત્રણ મિનિટમાં બાર વાક્યોમાં અરિહંત પરમાત્મા અને તેમના કહેલા ધર્મની સર્વોપરીતા કેવી રીતે બતાવવી ? વર્ણાક્ષરોનું ધ્યાન સિદ્ધ કર્યું હોય તો કાંઈપણ પૂર્વ તૈયારી સિવાય આ કાર્ય આનંદથી કરી શકાય અને સાંભળનારને અહોભાવ થાય કે, “જિનેશ્વર ભગવંતો સર્વોત્તમ છે અને તેમનો પ્રરૂપેલો ધર્મ સર્વશ્રેષ્ઠ છે.” વાણી એ મનુષ્યની શોભા છે. વાણીની શોભા શું ? “વાસ્થાશ્વ શોમાં ગુરુવમસિ” વાણીની શોભા એ દેવ-ગુરુની ભકિત છે. વાણીનો ઉપયોગ દેવ-ગુરુની ભકિતમાં કરવાનો છે. જ્યારે વાણીનો પ્રયોગ દેવ-ગુરુની ભકિતમાં થાય ત્યારે શું થાય ? મજે શોમાં સ્વ-પર- વધ: | ભકિતની શોભા સ્વ-પર આત્માનો બોધ છે. પોતાનું શું ? પારકું શું ? તે દેવ-ગુરુની ભકિતથી સમજાય છે. અને આત્મસ્વરૂપ પણ સ્પષ્ટપણે સમજાય છે. “સ્વ-પરાત્મબોધ'ની શોભા સમતા અને શાંતિ છે. “સમત્વ યોગ” - “સામાયિક યોગ” - મોક્ષનું સીધું કારણ છે. દેવ”- ગુરુની કૃપા સિવાય સ્વ - પર આત્માનો બોધ થતો નથી. જીવનનો સાચો માર્ગદર્શક સ્વ – પર આત્માનો બોધ છે, અને તે બોધ સમતા અને શાંતિ દ્વારા મોક્ષ પર્યત પહોંચાડે. “દેવગુરુની ભકિત એટલે નમસ્કાર તે” સાચો બોધ કરાવી. જીવનમાં સામાયિક ભાવને ઉત્પન્ન કરાવી, મોક્ષના અનંતા સુખોને આપે છે. પૂ. ગુરુમહારાજનો આ અતિ પ્રિય શ્લોક આપણને જીવનમાં ખૂબ પ્રેરણાદાયી છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પરમાત્માનો પ્રભાવ કરેલું કર્મ અવશ્ય ભોગવવું પડે છે, તે ભોગવ્યા સિવાય આપણો છૂટકો જ નથી, તો પરમાત્માનો પ્રભાવ કેવી રીતે માનવો ? પરમાત્માના પ્રભાવે કાર્યસિદ્ધિ થાય છે તેવું માનવામાં કર્મના નિયમનું શું ? શું કર્મના નિયમનો ભંગ થાય છે ? અગર કર્મના નિયમ અનુસાર પરમાત્માના પ્રભાવે કાર્યસિદ્ધિ થાય છે ? આ બહુ જ તાત્ત્વિક પ્રશ્ન (Intelligent question) છે. પૂ.ગુરુ મહારાજે આપેલું સમાધાન - પરમાત્માના પ્રભાવે કાર્યસિદ્ધિ જરૂર થાય છે. શ્રીપાલ અને મયણાનું પ્રત્યક્ષ દષ્ટાંત છે. પરમાત્માના પ્રભાવે કાર્યસિદ્ધિ કર્મના નિયમ અનુસાર જ થાય છે. કમ ના નિયમનો ભંગ થઈને નહીં. કમ્મપયડી' નામના અદ્ભુત ગ્રંથમાં શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે :આપણા આત્મામાં કેટલાય બંધાયેલા કર્મ અત્યારે સત્તામાં (સ્ટોકમાં) પડેલાં છે. શુભ કે અશુભ અધ્યવસાય પ્રમાણે તે સત્તામાં રહેલાં (સ્ટોકમાં પડેલાં) કર્મોમાં સમયે સમયે ફેરફાર, કરણોની અસર દ્વારા થાય છે. આવાં આઠ કરણો છે. (૧) બંધન કરણ (૨) સંક્રમણ કરણ (૩) ઉદ્વર્તનો કરણ (૪) અપવર્તન કરણ (૫) ઉદીરણા કરણ (૬) ઉપશમના કરણ (૭) નિધત્તિ કરણ (૮) નિકાચના કરણ. હવે આપણે સંક્રમણ કરણ જોઈએ. ગંગાનું પાણી વહેતું હોય અને લોટો ભરીને ગંદું પાણી તેમાં નાંખીએ તો નાખતાની સાથે ગંદું પાણી ગંગાનું પાણી બની જાય છે તેમ જિનભકિત- પરમાત્મ સ્મરણ-ધ્યાન આદિ શુભ અધ્યવસાય આત્મામાં ચાલતા હોય તે વખતે અશુભ કર્મનું શુભ કર્મમાં સંક્રમણ થાય છે એટલે કે અશુભ કર્મ શુભ રૂપમાં પલટાઈ જાય છે. જે રીતે ગટરના પાણીમાં લોટો ભરીને ગંગાનું પાણી નાંખીએ તે વખતે જ ગંગાનું પાણી ગટરનું પાણી બની જાય છે, તે રીતે આત્મામાં અશુભ અધ્યવસાય ચાલતો હોય ત્યારે શુભ કર્મનું અશુભ રૂપે સંક્રમણ થાય છે. (પલટાય છે.) હવે ઉદ્વર્તના અને અપવર્તના કરણ જોઈએ. સત્તામાં રહેલાં કર્મોમાં Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ શુભ કે અશુભ અધ્યવસાય પ્રમાણે ઉદ્વર્તન અને અપવર્તનો કરણની અસર થાય છે. દા. ત. કોઈ જીવે એવું કર્મ બાંધ્યું છે કે, ૧૦૧ ડિગ્રી તાવ ત્રણ દિવસ સુધી આવે. હવે ૧૦૧ ડિગ્રી તે રસ કહેવાય અને ત્રણ દિવસ તે સ્થિતિ કહેવાય. અપવર્તન કરણની અસરથી જો આત્મામાં શુભ અધ્યવસાય ચાલતો હોય તો ૧૦૧ ડિગ્રી તાવને બદલે ૯૯ો (સાડીનવ્વાણું) થઈ જાય અને ત્રણ દિવસના બદલે ત્રણ કલાક થઈ જાય. આ રીતે શુભ અધ્યવસાયના બળથી અશુભ કર્મના સ્થિતિ અને રસ ઘટી જાય છે. હવે જો અશુભ અધ્યવસાય આત્મામાં ચાલતો હોય તો ઉદ્વર્તનો કરણની અસરથી અશુભના સ્થિતિ અને રસ વધી જાય છે. એટલે કે ૧૦૧ ડિગ્રી તાવને બદલે ૧૦૩ ડિગ્રી થાય અને ૩ દિવસને બદલે ૧૩ દિવસ થઈ જાય. આ રીતે શુભ અધ્યવસાયના બળથી, સત્તામાં રહેલા અશુભ કર્મના સ્થિતિ અને રસ ઘટે છે અને શુભ કર્મના સ્થિતિ અને રસ વધે છે તથા અશુભ અધ્યવસાયના બળથી અશુભના સ્થિતિ અને રસ વધે છે અને શુભના સ્થિતિ અને રસ ઘટે છે. ઉદીરણા કરણ દ્વારા સત્તામાં રહેલાં કર્મને વહેલાં ઉદયમાં આવે તેવાં કરાય છે. દા. ત. એક કર્મ એક હજાર વર્ષ પછી ઉદયમાં આવવાનું હતું તે ઉદીરણા કરણની અસરથી હમણાં ઉદયમાં આવે તેવું બને છે. ' ઉપશમના કરણની અસરથી સત્તામાં રહેલાં કર્મનો ઉપશમ થાય છે, એટલે હમણાં ઉદયમાં આવનાર કર્મને ઉપશમાવી શકાય છે. આ કર્મના નિયમોનો અભ્યાસ કરતાં સમજાય છે કે, પરમાત્માનું દર્શન, પૂજન, સ્તવન, ધ્યાન, સ્મરણ, આજ્ઞાપાલન આદિથી શુભ અધ્યવસાયનું બળ આત્મામાં વધે છે, અને શુભ અધ્યવસાયના બળથી અશુભ કર્મ શુભ રૂપે પલટાય છે. અશુભના સ્થિતિ અને રસ ઘટે છે, અને શુભ અધ્યવસાયનું બળ આત્મામાં વધે છે, જિન ભક્તિમાં અંતરાયને તોડવાની શકિત છે. તે કર્મોનાં સ્થિતિ, રસ-અનુબંધ તોડી નાખે છે. પરમાત્માનો અચિંત્ય પ્રભાવ કર્મના નિયમ અનુસાર જ ફળ આપે છે. કેટલાંક અપવાદ જોઈએ. ઉદયાવલિકામાં આવેલું કર્મ બદલી શકાતું નથી. (ઉદય આવલિકા અતિ અલ્પ સમયની હોય છે.) ઉદયાવલિકાની બહાર Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ રહેલાં કર્મોમાં એટલે કે દા. ત. બે મિનિટ પછી ઉદયમાં આવવાનાં સત્તામાં રહેલાં કર્મોમાં ફેરફાર થઈ શકે છે. નિકાચિત કર્મ અવશ્ય ભોગવવું પડે છે. પ્રભુ મહાવીરસ્વામીને પણ નિકાચિત કર્મ ભોગવવાં પડેલાં. નિકાચિત કર્મ બહુ જ અલ્પ હોય છે. મોટા ભાગનાં કર્મ નિકાચિત નથી હોતાં. નિકાચિત કર્મના પણ ઉદય વખતે સમત્વ દ્વારા તેને નિરનુબંધી કરી શકાય છે. “કર્મ નિકાચિત પણ ક્ષય જાયે, ક્ષમા સહિત જે તપ કરતાં’ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા તપ પદની પૂજામાં તપ દ્વારા નિકાચિત કર્મ પણ ક્ષય કરી શકાય છે તેવું કહે છે. આ બધું જોતાં હવે આપણે જો નિરંતર શુભ અધ્યવસાયમાં રહીએ તો આપણા અશુભ કર્મને પલટાવવાની શકિત તે શુભ-અધ્યવસાયમાં છે. અને શુભ અધ્યવસાયનું પરમ અવલંબન નવપદનું ધ્યાન, નમસ્કાર મંત્રનું સ્મરણ, પ્રભુ ભકિત આદિ છે; માટે શુભ અધ્યવસાયના આલંબનનું નિરંતર સેવન કરવું અને અશુભ અધ્યવસાયના આલંબનોને છોડવા તે જ ઉપાય કર્મના બંધનમાંથી છૂટવાનો છે. હવે પ્રશ્ન એક જ રહે છે કે કરેલું કર્મ અવશ્ય ભોગવવું પડે તેવું જે કહેવામાં આવે છે તેનું શું ? કર્મ ભોગવવાના બે પ્રકાર છે. એક વિપાક ઉદયથી, બીજું પ્રદેશ ઉદયથી. દા. ત. એક માણસે ૧૦૦૦ ટાટા ઓર્ડીનરીના શેરો ૨૫૦ના ભાવે ખરીદ કર્યા. અને સાંજની ટ્રેઈનમાં તે માણસ આબુની જાત્રા કરવા ગયો. આઠ દિવસ આબુ રહ્યો. આઠ દિવસ સુધી તેને ભાવ જાણવા મળ્યા નથી. તે આઠ દિવસ દરમ્યાન ૨૫૦ વાળો ભાવ ઘટીને ૨૧૦ થઈ ગયો. અને તે ભાઈ આબુની જાત્રાથી ઘરે આવ્યા ત્યારે ૨૮૦નો ભાવ છે. હવે ૨૧૦ નો ભાવ થયો ત્યારે ૧૦૦૦ શેરમાં ૪૦૦00નું નુકસાન હતું. પરંતુ તે ભાઈને ખબર ન પડી. તે રીતે નુકસાન આવીને ગયું, તે પ્રદેશ ઉદયથી ભોગવ્યું કહેવાય. અને જ્યારે ઘરે આવે છે ત્યારે તો ૨૮૦ના ભાવ છે એટલે નફો જ દેખાય છે. વિપાક ઉદયથી કેવી રીતે ભોગવાય તે આ દૃષ્ટાંતથી જ જોઈએ. ૨૫૦ ના ભાવે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૧૦૦૦ શેર ખરીદ કર્યા પછી ૨૧૦ નો ભાવ થાય ત્યારે તે ૧૦૦૦ શેર તે ભાઈ બજારમાં હાજર હોત અને તે ભાવે સોદો કરે એટલે કે વેચી નાખે અને ૪૦૦૦૦નું નુકસાન આપવું પડે તે વિપાક ઉદયથી ભોગવ્યું કહેવાય. અને ૨૧૦માં વેચ્યા પછી ૨૮૦ થાય એટલે મારું વેચાઈ ગયું અને ભાવ વધી ગયા તે વિચારોમાં આર્ત્તધ્યાન કરી નવું કર્મ બાંધે. આ રીતે કર્મો પ્રદેશ ઉદયથી ભોગવાઈ જાય છે, જેની જીવને ખબર પણ પડતી નથી. માટે નિરંતર શુભ અધ્યવસાયના આલંબનોનું સેવન કરવું. શ્રીપાલ અને મયણાના જીવનની કાર્યસિદ્ધિ અરિહંત પરમાત્મા, નવપદો અને સિદ્ધચક્રના પ્રભાવે થાય છે. કહ્યું છે કે ઃ સિદ્ધચક્રના ધ્યાને રે, સંક્ટ ભય નાવે; હે ગૌતમ વાણી રે, અમૃત પદ પાવે. આ બધી વાતનો સાર એટલો જ આવે છે કે, નિરંતર પરમાત્માને હૃદયમંદિરમાં ભાવપૂર્વક ધારણ કરવા તે જ કર્મના દબાણમાંથી છૂટવાનો અને આત્માના પૂર્ણ શુદ્ધ ચૈતન્યના અનુભવ અને પ્રાપ્તિનો માર્ગ છે. તું પ્રભુ જો વસે હર્ષભર હીયલડે, તો સકલ પાપના બંધ તૂટે; ઊગતે ગગન સૂરજ તેણે મંડલે, દહ દિશિ જિમ તિમિર પડલ ફૂટે. હે કરુણાસાગર પરમાત્મા ! તું જો મારા હૃદયમંદિરમાં આનંદપૂર્વક વસે તો મારા સકલ પાપના બંધ તૂટી જાય, કારણ કે પાપરૂપી અંધકાર ત્યાં સુધી જ રહી શકે છે કે જ્યાં સુધી પરમાત્મારૂપ સૂર્યનો ઉદય થતો નથી. અર્થાત્ જેમ સૂર્યનો ઉદય થતાં દશે દિશામાં અંધકારના પડલ ફૂટી જાય છે, તે રીતે પરમાત્મા રૂપ સૂર્યનો ઉદય જ્યારે જ્વાત્માના હૃદયમાં થાય છે, ત્યારે સકલ પાપો પલાયન થઈ જાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ અભયકુમાર જેવી ધર્મનિષ્ઠ વિચક્ષણ બુદ્ધિ બૌદ્ધિક લેવલ ઉપર વિચાર વિમર્શ વખતે અભયકુમાર યાદ આવ્યા વગર રહેશે નહિ. જિનેશ્વરના માર્ગને અનુસરનારી શાસ્ત્ર ચક્ષુથી સંમત ભાવોથી ભરેલી, સાંભળનારની બુદ્ધિને અપીલ કરનારી, “ઘણું સાંભળે અને બોલે થોડું” અને મૌનપણે સાંભળેલાનો જવાબ એક બે વાક્યમાં આપે ત્યારે સાંભળનારની બુદ્ધિને અપીલ થાય તેવું બુદ્ધિનું ઉત્તમ સ્વરૂપ પૂ. ગુરુ મહારાજમાં દેખાતું. બુદ્ધિના અહંકારમાં રાચતા છતાં સત્યના પક્ષપાતી એવા બુદ્ધિમાન પુરુષો તેમની પાસે આવતા. એ આવનાર બુદ્ધિવાદીનું ભાષણ મૌનપણે સાંભળે. તે પછી મધુર વાક્યોમાં જવાબ આપે. તે સાંભળી બુદ્ધિવાદને શાસ્ત્રવાદમાં પલટાવવાની દિવ્ય કળાના ભંડાર પૂ. ગુરુભગવંતની બુદ્ધિનો અનુભવ કરતી વખતે અભયકુમાર જરૂર યાદ આવે. સત્ય બનેલી ઘટના પૂ. ગુરુમહારાજ પાસે સાધક બેઠેલો છે. એક ભાઈ ગુરુમહારાજ પાસે આવ્યા. તે કહે છે - “મારા ઘરમાં ઘણી મોટી કિંમતનું સોનું - ચાંદી દાટેલાં છે.” પૂ. ગુરુમહારાજ : - “શા માટે આ સંપત્તિ જમીનમાં રાખી મૂકી છે?” તે ભાઈ : - “જીવનમાં કોઈ વખત મુશ્કેલી આવે, કાંઈ પણ ઉપાધિ આવી પડે કે ભવિષ્યમાં છોકરાને કાંઈ ઉપાધિ આવે તો તેવે વખતે કામ લાગે તે માટે આ રાખેલું છે.” પૂ. ગુરુમહારાજ : - આ વિચારોથી તો તમે આપત્તિ, મુશ્કેલી અને ભાવિ પ્રજાને મુશ્કેલી આવે તેનું આમંત્રણ આપ્યું. તમારા આંતરમનમાં અંકિત કર્યું કે ભવિષ્યમાં મુશ્કેલી આવશે અને આ બધું તે વખતે વેચાઈ જશે.” - પેલા ભાઈ તો વિમાસણમાં પડી ગયા અને ચિંતાતુર બની ગયા. તેમણે પૂ. ગુરુમહારાજ પાસે માર્ગદર્શન માગ્યું કે હવે શું કરવું ? તે વખતે પૂ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ગુરુમહારાજે કહ્યું : “તમારા વિચારો બદલી નાંખો. તમે એવું વિચારો કે ભવિષ્યમાં કોઈ મોટું સુકૃત (સારું કાર્યો કરવાનું હશે ત્યારે કામ આવે તે માટે આ વસ્તુ ઘરમાં રાખી છે. અવસરે તેનો સદુપયોગ કરીશ.” પેલા ભાઈને આ વાત ગમી ગઈ. પોતાના વિચારો બદલી નાંખ્યા. તે પછી તેમના જીવનમાં સુકૃતની પરંપરા શરૂ થઈ. ઘણાં સારા કામો તેમના હાથે થયાં. આ દૃષ્ટાન્ત આપણા જીવનમાં પ્રેરણા આપે છે. પોઝીટીવ વિચારો મનુષ્યને ઉન્નતિના શિખરે પહોંચાડે છે. બીજી એક બનેલી સત્ય ઘટના એક સત્ય બનેલી ઘટના છે. એક ભાઈએ વેપારમાં દશ-પંદર લાખ રૂપિયાનું નુકસાન કર્યું . ચેન નથી પડતું. રાત્રે ઊંઘ નથી આવતી. તે ભાઈ પૂજ્ય ગુરુમહારાજ પાસે આવ્યા અને વિનંતી કરે છે : “વેપારમાં બહુ નુકસાન થયું છે. રાત્રે ઊંઘ નથી આવતી. ચિંતાથી મન ઘેરાઈ ગયું છે.” તે વખતે ગુરુ મહારાજ કહે છે : “જેને તેં ગુમાવ્યું છે, તેને તું જોઈ રહ્યો છે. તારી પાસે જે છે, તેને પણ તું જો” . પેલો ભાઈ કહે છે : “મારી પાસે વેપારમાં બધું ખલાસ થઈ ગયું છે. નાનકડું ઘર અને થોડા પૈસા બચ્યા છે.” તે વખતે તેને સમજાવવા માટે ગુરુમહારાજ દષ્ટાંત આપે છે : “રણજીતસિંહ રાજા ઝરૂખામાં બેઠા છે. નીચે એક ભિખારી ભીખ માંગે છે. રણજીતસિંહનું ધ્યાન ભિખારીના કાલાવાલા જોઈને તેના તરફ ખેંચાયું. નીચે આવી રાજા પૂછે છે – “તારે શું જોઈએ છે' ? ભિખારી પૈસાની માગણી કરે છે. રાજા તે વખતે કહે છે : “મારી પાસે જે છે, તેનું અડધું હું તને આપું અને તારી પાસે જે છે, તેનું અડધું તું મને આપ.” ભિખારીએ શરત મંજૂર કરી. મનમાં મલકાય છે - “મારી પાસે ફૂટેલું વાસણ અને ફાટેલું વસ્ત્ર છે. હું તો રાજાનું અડધું રાજ્ય માંગી લઈશ” શરત મંજૂર થઈ ગઈ. રાજા ભિખારીને માંગવાનું કહે છે. ભિખારી અડધું રાજ્ય માંગે છે. હવે રાજા કહે છે “અડધું રાજ્ય આપવા તૈયાર છું. તારી પાસે બે આંખ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ છે તેમાંથી એક આંખ તું મને આપ.” (રણજીતસિંહ રાજા આંખે કાણો હતો તે ઈતિહાસમાં વાંચ્યું હશે.) રાજાની વાત સાંભળતાં ભિખારી મૂઠીઓ વાળીને ભાગી ગયો..... રાજ્ય લેવા ઊભો ન રહ્યો. આ નાનકડી વાતમાં મહાન તત્ત્વજ્ઞાન છૂપાયું છે. એક ભિખારીના મનમાં રાજાના અડધા રાજ્ય કરતાં એક આંખની કિંમત અધિક છે. આપણને બે આંખ મળી છે. બે હાથ, બે પગ, પાંચ ઈન્દ્રિયોથી પરિપૂર્ણ દેહ મળ્યો છે. કોણે આપ્યો ? કેવી રીતે મળ્યો ? તેનો વિચાર પણ આપણે કરતા નથી. નિગોદમાંથી બહાર નીકળ્યા, ત્યાંથી અહીં સુધી પહોંચ્યા. આ જન્મમાં જે આ બધી ઉત્તમ પ્રકારની સામગ્રી મળી, તે સર્વ પ્રભાવ પરમાત્માનો છે. (ઘણા કહે છે કે પુણ્યથી મળે છે. તો પુણ્ય પણ પરમાત્માના પ્રભાવથી પ્રાપ્ત થાય છે.) સાચા હૃદયથી કૃતજ્ઞભાવે આપણે “નમો અરિહંતાણં” કહી પ્રભુનો આભાર પણ માન્યો નથી. મનુષ્ય પાસે દશ આંગળી છે. ભૂખે મરતા માણસ પાસે પચાસ હજાર રૂપિયામાં એક આંગળી માંગો; નહીં આપે. એક લાખમાં અંગૂઠો માંગો; નહીં આપે. દશ લાખમાં એક આંખ માંગો; નહીં આપે. છતાં સમજવા માટે કિંમત આંકો. એક આંગળીની કિંમત પચાસ હજાર, અંગૂઠાની કિંમત એક લાખ, આંખની કિંમત દશ લાખ. માનવદેહના એક-એક નાના ભાગની આટલી કિંમત છે, તો માનવદેહની કિંમત કેટલી ! આ માનવદેહ અચિંત્ય રત્નચિંતામણિ સમાન છે. આપણું જેટલું પણ આયુષ્ય બાકી છે તે જ આપણી મૂડી છે. આપણી પાસે રત્નોના ભંડાર હોય પણ આયુષ્ય પૂરૂં થાય છે, ત્યારે બધું જ શૂન્ય બની જાય છે. આયુષ્ય એ આપણી મૂડી છે. વળી આ માનવદેહમાં માનવ મનરૂપી એક અદ્ભુત યંત્ર છે. તે માનવમનમાં એક શ્વાસોશ્વાસ જેટલો સમય એટલે ચાર સેકંડ જેટલો સમય“નમો અરિહંતાણં” પદનું સાચા ભાવથી સ્મરણ થઈ જાય તો બે લાખ પિસ્તાલીસ હજાર પલ્યોપમ સુધી દેવનું સુખ ભોગવી શકાય તેટલું પુણ્ય ઉપાર્જન થાય છે. અને જ્યારે માનવમનનો દુરૂપયોગ થાય છે, ત્યારે દુર્ગતિના ચક્કરમાં ફસાવું પડે છે. મહાસાગરમાં એક બહુ મોટો માછલો રહે છે. તેની આંખની પાંપણમાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ તંદુલીયો મત્સ્ય નામનું એક નાનું માછલું રહે છે. મોટો માછલો સાગરનું પાણી મોઢામાં ભરે છે, અને દાંત બંધ કરી પાણી બહાર કાઢી નાખે છે અને માંછલાં ખાઈ જાય. પણ તેના દાંત એટલા બધા મોટા હોય છે કે દાંત વચ્ચેની જગ્યામાંથી નાનાં માછલાં પાણીની સાથે બહાર જતાં રહે છે. મોટાં માછલાં તો તે ખાઈ જાય છે. આ મોટા માછલાની આંખની પાંપણમાં રહેલો તંદુલિયો મત્સ્ય વિચાર કરે છે - “આ મોટો માછલો મૂર્ખ છે. નાનાં નાનાં માછલાં તો બધાં જીવતાં જતાં રહે છે. હું હોઉં તો એકને પણ જીવતું જવા ન દઉં. બધાંને ખાઈ જાઉં.” આ તંદુલિયા મત્સ્યનું આયુષ્ય ૪૮ મિનિટથી વધુ નથી હોતું. ૪૮ મિનિટ આવો હિંસાનો ભયંકર વિચાર કરે છે, અને બદલામાં તેત્રીસ સાગરોપમ સુધી સાતમી નારકની ભયંકર વેદના સહન કરવાની આવે છે. આ મનના દુરુપયોગનું દૃષ્ટાંત છે. આપણે જો મનનો સદુપયોગ કરીએ, આપણા મનમાં શ્રીપાલ અને મયણાની જેમ પરમાત્મા, નવપદો, નમસ્કાર મંત્ર અને સિદ્ધચક્રને વસાવીએ, તો આ મન આપણને મોક્ષપર્યંતની સર્વ સંપદાના માલિક બનાવી શકે છે. વેપારમાં નુકસાન કરીને જે ભાઈ આવ્યા છે, તેને ગુરુમહારાજ તેની પાસેની મૂડી બતાવે છે. આ માનવદેહ રત્ન ચિંતામણિ સમાન છે. આયુષ્ય એ આપણી મૂડી છે. તેમાં પણ “માનવ મન' - જો તેમાં પરમાત્મા વસે તો અનંતકાળના ભાવિ સુખોનું સર્જન કરવાને સમર્થ છે. હજી આગળ સમજાવે છે – આ માનવદેહ, તેના દસે પ્રાણો, માનવ મન- આ બધાનું સંચાલન કરનાર અંદર રહેલ આત્મા તે તું પોતે છે. તે આત્મા અનંત સુખ, અનર્ગળ આનંદ, અચિંત્ય શકિત અને કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીનો ભંડાર છે. આ દેહમાંથી જ્યારે તારે જવું પડશે, તે દિવસે તારા આત્માના અસંખ્ય પ્રદેશમાંથી એક પણ ઓછો થવાનો નથી. વેપારમાં નુકસાન થાય છે; પરંતુ તારા આત્મામાં રહેલાં સુખ અને આનંદના મહાસાગરમાંથી પ્યાલો ભરીને લઈ જવાને કોઈ સમર્થ નથી. વળી જ્ઞાની ગુરુભગવત તેને આત્મસ્વરૂપ અને તેની આરાધના બતાવે છે. પોઝીટીવ વિચારધારા ત તેમના જીવનનું મહત્વનું અંગ હતું. “ના” કદી તેમની પાસેથી નીકળતી નહિ. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ગુરુ વચનામૃત ૧. માગવું એ ખરાબ છે. કોઈની પાસે માગવું પડે તે શરમજનક છે. ૨. ઈ માગે છતાં ન આપવું એ તેથી પણ ખરાબ છે. છતી સામગ્રીએ કોઈ માગે અને આપણે ન આપીએ તો માગનાર કરતાં પણ આપણે નીચે ઊતરી ગયા. ૩. આપવું એ ઉત્તમ છે. ૪. કોઈ આપે છતાં ન લેવું એ તેનાથી પણ ઉત્તમ છે. આપવા કરતાં પણ આપનાર આપે છતાં ન લેવું તે ઉત્તમ છે. ન લેવામાં ઘણું સત્ત્વ કેળવવું પડે છે. ---*--- ' . માટીને ઘડો બનવા માટે અને કાષ્ઠને મૂર્તિ બનવા માટે જે જે અવસ્થામાંથી પસાર થવું પડે છે તે સઘળી અવસ્થામાંથી પસાર થનાર માનવ મહાત્મા બની શકે છે, અને મહાત્મા પરમાત્મા બની શકે છે. દુઃખ અને કષ્ટ એ જીવને શીવ બનવા માટે અનિવાર્ય આશીર્વાદ રૂપ છે. " ---*--- શાન્તિ એટલે પરમાત્માના સતત સાન્નિધ્યની અનુભૂતિ. ત્યાગ એટલે અહં - મમત્વનું વિસર્જન. (પ્રભુભકિત) હે પ્રભુ ! તારો નિર્ણય, તારું વચન મને પ્રમાણ. મારું નહિ એવો ભાવ તે ભકિત છે. પ્રભુને માન્યા ત્યારે જ કહેવાય કે આજ્ઞા, વચન કે નિર્ણય તેમના માનવામાં આવે. “જો તું જીવનમાં પ્રભુને માનતો હોય તો તારા જીવનમાં નિર્ણય તેનો (પ્રભુનો) જ ચાલવો જોઈએ, તારો નહીં.” (૧) અમે પ્રભુના છીએ. (૨) હું પ્રભુનો છું. (૩) પ્રભુ મારા છે. (૪) હું અને પ્રભુ એક છીએ. ભકિતના આ ક્રમિક પગથિયાં છે. અંતિમ ભકિત અભેદ ભાવની છે. ---*--- Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ આપણા ઘરડા કાકા, આપણા ઉપર અતિ સ્નેહ અને પ્રેમ રાખવાવાળા દેશમાંથી મુંબઈ આપણા ઘેર આવ્યા. આખો દિવસ તેમણે આપણી દોડાદોડી જોઈ. એક દિવસ આપણને પ્રેમપૂર્વક પૂછયું કે, ભાઈ, આ બધી દોડાદોડી શા માટે કરો છો ? ત્યારે આપણે જે હતું તે જ કહ્યું, કે થોડા પૈસા વધારે મળે તે માટે દોડાદોડી કરું છું. ત્યારે આપણા કાકા કહે છે કે ભાઈ, તારા ઘરમાં તારા બાપ-દાદાએ હીરા, માણેક, રત્નો અને સુવર્ણનો ભંડાર દાટેલો છે. આ વાત સાંભળ્યા પછી આપણે બજારમાં જવાનું પણ બંધ કરી દઈએ અને કોદાળી લઈને ખોદવા મંડી પડીએ અને તે દાટેલું નિધાન કાઢીએ ત્યારે જંપીએ છીએ. તે રીતે આપણા કાકાઓના પણ કાકા, આપણા દાદાઓના પણ દાદા તીર્થકર ભગવાન જે આપણા ઉપર અત્યંત કરુણાવાળા છે, તે આપણને કહે છે, કે ભાઈ ! શા માટે આ બધી દોડાદોડી કરે છે ? અનંત આનંદ, અવ્યાબાધ સુખ, અચિંત્ય શક્તિ અને કેવળજ્ઞાન આદિ અનંત ગુણોનું નિધાન તારી અંદર જ પડેલું છે. તું બહાર દોડી રહ્યો છે, પરંતુ તારા અંદર જો, તને પરમ નિધાનનું દર્શન થશે. ત્યારે પેલા ભાઈ જેમ કોદાળો લઈને ખજાનો કાઢવા મંડી પડ્યા, તેમ આપણે પણ પ્રભુનું આ વચન સાંભળીને, બહિરાત્મભાવ છોડીને, આપણા અંદરના આત્માની ક્ષાયિક લબ્ધિઓના દિવ્ય ખજાનાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનીએ છીએ. આત્માની અંદરના ખજાનાને બહાર કાઢવાની એટલે જીવનમાં અનુભવવાની પ્રક્રિયાને નમસ્કાર મહામંત્રની સાધના કહેવાય છે, તેને જ સિદ્ધચક્રનું પૂજન કહેવાય છે, અને તેને જ અરિહંત પ્રભુની ઉપાસના કહેવાય છે અને નવપદનું ધ્યાન પણ તેને જ કહેવાય છે. માટે જ અરિહંત પરમાત્મા, નમસ્કાર મંત્ર, સિદ્ધચક્રનું પૂજન અને નવપદનું ધ્યાન - આત્મસ્વરૂપનો અનુભવ કરવા માટેનાં દિવ્ય આલંબનો છે. તેની આરાધનાથી આત્મસ્વરૂપનો અનુભવ આ જન્મમાં જ થઈ શકે છે. માટે જ કહ્યું છે કે – એ નવપદ ધ્યાતા થકા, પ્રગટે નિજ આત્મરૂપ રે” (ઉપા. યશોવિજયજી કૃત શ્રીપાલ રાસ) ---*--- Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભરત સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ત્રણે મળીને સુખનું કારણ થાય છે. ચક્રવર્તી પાસે આ ત્રણે હોવા છતાં સૌંદર્યમાં શંકા નિવારવા નિત્ય આરિસા ભુવનમાં નીરખતા. ત્યાં એક દિવસ સૌંદર્ય વિષયક ભ્રમ ભાંગી ગયો, અને કેવળજ્ઞાન થયું. સૌંદર્ય એ દેહ, વસ્ત્ર કે આભૂષણમાં નથી, પણ આત્મામાં છે, અને આત્માને કારણે દેહ, વસ્ત્ર, આભૂષણ આદિ શોભે છે- એવો નિર્ણય થતાંની સાથે જ ભરત મહારાજાએ આત્મધ્યાન, શુકલ ધ્યાનારોહણ કરી, આરિસાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ---X--- સોનાના વરખથી ભગવાનની પૂજા કરવાથી ચારિત્ર મોહનીય ખપે છે. સોનું ભગવાન ઉપર ચઢાવવાથી સોના ઉપરનો પ્રેમ ભગવાન ઉપર ઊતરે છે. આંગી એ પ્રભુની વૈયાવચ્ચ છે. ભકતની ભકિતનું દર્શન છે. - ---X--- ૨૦૩૪ - પીંડવાડાનો પ્રસંગ છે. પૂ. ગુરુમહારાજની શારીર્દિક સ્વસ્થતા ૨૦૩૩ના વૈશાખ મહિનાથી બગડતી જતી હતી. અસ્વસ્થ શારીરિક સ્થિતિ વચ્ચે પણ અદ્ભુત સમતા હતી. આજે શારીરિક સ્થિતિ કાંઈક ઠીક છે. સાધકને તેમની પાસે ૨૦૩૩૩૪માં ઘણો વખત રહેવાનું થયું હતું. સાધકને બાળકની જેમ તેમની સાથે વાર્તાલાપ થતો. સાધક “આપની શારીરિક સ્થિતિ સારી નથી. આપની અંતિમ આરાધના સારી રીતે કેમ થઈ શકશે ?’” પૂ. ગુરુમહારાજ “શરીર સારું નહિ હોય તો વાણીથી અને મનથી આરાધના થઈ શકશે.” સાધક – “આપને વાણીથી અત્યારે સરખું બોલી શકાતું પણ નથી.” પૂ. ગુરુમહારાજ – “વાણી નહિ ચાલે તો મનથી પ્રભુ સ્મરણ કરીશ.” સાધક – “આપનું મન પણ વ્યવસ્થિત કામ કરી શકતું નથી.” પૂ. ગુરુમહારાજ - (સૂતા હતા તે બેઠા થઈ ગયા !) “શરીર, વાણી - Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ અને મન કામ નહીં કરે તો આત્મા તો છે જ. આત્માથી હું પરમાત્માને પકડી રાખીશ, પણ ભગવાનને નહિ છોડું.” આ વાત સાંભળતાં આપણું હૃદય તેમના ચરણ કમળમાં ઢળી પડે છે.' મન, વાણી અને કાયા કામ નથી કરતાં - તો આત્મા વડે પરમાત્મ સ્વરૂપને પકડી રાખવાનો દિવ્ય અને મનોહર ભાવ આવા સંતોમાં જ જોવા મળે છે. ધન્ય છે આવા પ્રભુમય જીવન જીવનાર સંત પુરુષને ! તેમના હૃદયમાં ભગવાન સાથે કેવી પ્રીતિ, ભકિત અને અભેદ સધાયો હશે ! પોતે - આત્મસ્વરૂપ છે-તે કેટલું ભાવિત થયેલું હશે ! મન, વાણી અને કાયાથી આત્માનું ભેદજ્ઞાન કેટલું અધ્યાસ રૂપ બની ગયું હશે ! મન, વાણી અને કાયા ન હોય તો આત્મા તો બેઠો જ છે તે ઉદ્ગારો કેટલા મહાન છે ! એક સંત પુરુષને મુમુક્ષુએ પૂછયું – “ક્યાં રહેવું ?” સંત પુરુષ - “ભગવાનમાં” મુમુક્ષુ - “ભગવાનમાં કોઈ રહેતું હશે ? સાચું કહો ?” સંતપુરુષ - “સાચું હતું તે કહ્યું. હવે તું કહેતો હોય તો ખોટું કર્યું.” બસ, આ જ વસ્તુ પૂ. ગુરુમહારાજમાં જોવા મળી. “આત્માથી હું ભગવાનને પકડી રાખીશ.” કેટલું અદ્ભુત ! “તેને નહીં છોડું” - તે તો તેનાથી પણ અતિ અદ્ભુત ! સાચે જ તેમનું અહ, અહમાં ફેરવાઈ ગયું હતું. સંતો પરમાત્મામાં જ વસતા હોય છે. ---*--- પૂ. ગુરુમહારાજે સાધકને કેટલાક નિયમો પાળવા માટે કહેલું, જે તેમની આજ્ઞા મુજબ ચાલુ છે. પહેલો નિયમ પૂ. ગુરુમહારાજ - (૨૦૧૪ - ચૈત્ર વદી એકમથી) | “બેસણાનું પચ્ચખ્ખાણ રાખવું. આ એક જ પચ્ચખ્ખાણથી રાત્રિભોજન, અભણ્ય, સચિત્ત વસ્તુનો ત્યાગ, ઊભા ઊભા ખાવું, પાણી પીવું વગેરે એક સાથે બંધ થાય છે. વારંવાર ખાવાથી શારીરિક નુકસાન પણ થાય છે. ઉકાળેલા પાણીથી એક સાથે ઘણું નિયમન થઈ જાય છે.” સાધક – “ક્યાં સુધી બેસણાનું પચ્ચખ્ખાણ ચાલુ રાખવું ?” Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પૂ. ગુરુમહારાજ સાધક – “વચ્ચે માંદગી આવે તો શું કરવું ?” “શરીરની શકિત ચાલે ત્યાં સુધી, વનભર.” પૂ. ગુરુમહરાજ “માંદગીનો વિચાર શાથી આવ્યો ? આપણે ભગવાનને શરણે જઈએ ત્યારે ભગવાન દ્વારા આપણું યોગક્ષેમ થાય છે જ” માંદગી વખતે છૂટ હોય છે; પરંતુ માંદગીનો વિચાર આવવો જ ન જોઈએ. પૂજ્ય ગુરુભગવંતના આશીર્વાદથી ૩૭ વર્ષમાં બેસણાનું પચ્ચક્ખાણ છોડવું પડે તેવો કોઈ પ્રસંગ આવ્યો નથી. બીજો નિયમ પૂ.ગુરુમહારાજ સિદ્ધચક્ર પૂજન અને રોજની સાધના પૂરી ન થાય ત્યાં સુધી પચ્ચક્ખાણ પારવું નહિ. (અન્ન-જળ વાપરવું નહિ.) આ નિયમથી સિદ્ધચક્ર ભગવંત પ્રત્યે તથા દરરોજની સાધના પ્રત્યે નિષ્ઠા બંધાય છે. પ્રમાદના કારણે સાધના છૂટી જતી નથી, જીવનભર અખંડ સાધના થાય છે. મોટું પૂજન હોય ત્યારે અષ્ટપ્રકારી પૂજા અને દરરોજની સાધના પછી જ પચ્ચક્ખાણ પારવું. - (૨૦૫૦ - ચૈત્ર સુદ-૧૫ ગુરુભગવંતના આશીર્વાદથી અખંડ ત્રીજો નિયમ આસો અને ચૈત્ર મહિનાની આયંબિલની ઓળી નિયમિત કરવી. નવપદ આપણો પ્રાણ છે. નવપદના કારણે આપણા શ્વાસોશ્વાસ ચાલે છે. આપણું યોગક્ષેમ નવપદના કારણે થઈ રહ્યું છે. આયંબિલની નવપદની ઓળી તો મહાપ્રભાવક તપ છે. શ્રીપાળ અને મયણાની સિદ્ધિ પાછળ આયંબિલની નવપદની ઓળી મુખ્ય કારણ છે. નવપદના પ્રભાવે આપણું જીવન ચાલે છે, તેવી કૃતજ્ઞતા મનમાં ધારણ કરી નવપદની આરાધના ચાલુ જ રાખવી. (દેવ-ગુરુ કૃપાથી ૨૦૧૩ના ચૈત્ર માસથી બંને ઓળી નિયમિત ચાલુ છે.) ૩૬ વર્ષ થયા, હજુ ઉપરનો નિયમ પૂ. ચાલુ રહી શક્યો છે.) Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ચોથો નિયમ સાધનાની વર્ષગાંઠ (સાલગીરી) માગશર વદ - ૧૦ - પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકનો દિવસ એ આપણી સાધનાની વર્ષગાંઠનો દિવસ છે. માગશર વદ ૯-૧૦-૧૧ એ ત્રણ દિવસ અઠ્ઠમ કરી, શંખેશ્વરદાદાના દરબારમાં જઈ સાધના કરવી. (૨૦૧પ થી નિયમિત અઠ્ઠમની આરાધના ચાલે છે.) પાંચમો નિયમ ૨૦૧૯નો આ પ્રસંગ છે. પૂ. ગુરુમહારાજ - “બીજાના પૈસા પેઢીમાં જમા રાખે છે ?” સાધક - “જી હા.” પૂ.ગુરુમહારાજ - “શા માટે ?” સાધક – “વેપારમાં જરૂર પડે તે માટે લેવા પડે છે.” પૂ. ગુરુમહારાજ - સાધક અને ધર્મી જીવન ગાળવાના વિચારવાળાએ બીજાના પૈસા લઈ વેપાર કરવો ઠીક નથી. કોઈ વખત કાંઈ પણ કારણ બને. અણધારી મુશ્કેલી આવે ત્યારે બીજાના લીધેલા પૈસા પાછા ન આપી શકાય તો ધર્મ નિંદાય- “આવા ધર્મી માણસ થઈને બીજાના પૈસા લઈને ચૂકવતા નથી” - તેવી વાત થાય. પાછા આપી ન શકાય તો બીજા ભવમાં ગુણાકાર કરીને ચૂકવવું તો પડે જ છે. પૈસા લઈને પાછા ન આપવા તે નીતિશાસ્ત્રની પણ વિરૂદ્ધ છે. માટે પોતાની પાસે હોય તેટલાનો જ વેપાર કરવો. બીજાના પૈસા લઈ વેપાર કરવો નહિ. સાધક – “આપની વાત યોગ્ય જ છે. હવેથી નવા નહિ લઉં, પણ જે લીધેલા છે તેનું શું કરવું ?” પૂ.ગુરુમહારાજ - “વહેલી તકે વ્યાજ સાથે પાછા આપી દેવા.” સાધક – હા, જી, એમ જ કરીશ. ૨૦૨૯ના આસો વદ અમાસ પહેલાં બધાના પૈસા પાછા અપાઈ ગયા. તે પછી બીજાના પૈસા લેવાનો પ્રસંગ આવ્યો નથી. નિયમ સચવાઈ રહ્યો છે. ---*--- Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પૂ.ગુરુમહારા જ - “નમસ્કાર મંત્રના આરાધકે ઉપધાન વહન કરવાં તે ઘણું લાભકારક છે.” સાધક – “આપ આજ્ઞા કરશો ત્યારે જરૂર થઈ જશે.” ૨૦૩૧ના કારતક વદ ૨ લુણાવામાં મૂળ વિધિથી અઢારિયું કરાવ્યું અને ૨૦૩૧ના આસો વદ ૧૪ થી બેડામાં મૂળ વિધિથી બીજું અઢારિયું કરાવ્યું. ૨૦૩૨માં રાતા મહાવીરજી તીર્થમાં પૂ. ગુરુમહારાજે માળ પહેરાવેલી. --- --- એક પ્રસંગે કોઈ આરાધક આત્મા ગુરુમહારાજ પાસે આવેલા. તેમના જીવનમાં કાંઈક અનિષ્ટ બનેલું. તેમણે પ્રશ્ન પૂછયો જીવનમાં કોઈ વિચિત્ર પ્રસંગ બની જાય અને દરરોજની આરાધનામાં મન ના લાગે, જાપ વખતે ખાલી મણકા ફરે અને મન ગમે ત્યાં ફરે, પૂજા કરતી વખતે ચિત્ત ચગડ઼ળે ચડેલું રહે તો આવી રીતે આરાધના કરવી તેનાં કરતાં થોડા દિવસ ન કરીએ તો વધુ સારું - આ વિચાર બરાબર છે ? - પૂજ્ય ગુરુમહારાજ તત્ત્વ સમજાવે છે - તમે દરરોજનો આરાધનાનો ક્રમ ગોઠવ્યો છે. તેમાં પૂજા, જાપ, ધ્યાન, સામાયિક, પ્રતિક્રમણ વગરે નિમિત કરો છો. હવે જીવનમાં કાંઈ પણ કારણ બને તે વખતે મને વિક્ષિપ્ત બની જાય તો પણ દરરોજની આરાધનાનો ક્રમ ચાલુ રાખવો જરૂરી છે. બાહ્ય સંજોગો કર્માધીન હોવાથી ફેરફાર થયા કરે છે. ખરાબ સંજોગ પણ કાયમ ટકતા નથી. દા. ત. કોઈ સ્વજનનું મૃત્યુ થયું. આરાધનામાં મન લાગતું નથી. છતાં આરાધના ચાલુ રાખી હોય તો થોડા દિવસ પસાર થતાં ધીમે ધીમે ઠેકાણું પડી જાય છે. વ્યવહારમાં પણ દશ પંદર દિવસ વેપાર ધંધામાં પણ માણસ જઈ શકતો નથી. પણ કાળતત્ત્વ કામ કરે છે. ધીમે ધીમે જીવનનું બધું રૂટીન કાર્ય હતું તેમજ ચાલુ થઈ જાય છે. તે રીતે આરાધનામાં પણ કાળ તત્ત્વ કામ કરે છે. પંદર દિવસ-મહિનો પસાર થતાં મન ધીમે ધીમે મૂળ ગતિએ કાર્ય કરતું થઈ જાય છે. અને રોજની આરાધનાનો નિત્ય ક્રમ ચાલુ રાખેલાં હોય તો આરાધના મૂળ સ્વરૂપમાં પાછી ચાલુ થઈ જાય છે, અને વિકાસ પણ શરૂ થાય છે. જો મનનું ઠેકાણું નથી તો મંત્ર ગણવાથી શું ફાયદો ? આવો વિચાર કરીને આરાધનાનો નિત્યક્રમ છોડી દીધો હોય તો પ્રમાદ ચડી બેસે છે. અને છે કે બાર મહિને પણ આરાધના મૂળ સ્વરૂપે શરૂ થઈ શકતી નથી. માટે આરાધનાનો નિત્યક્રમ વિચિત્ર સંજોગો વચ્ચે પણ ચાલુ રાખવો તે આરાધકનું કર્તવ્ય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ અસંતોષ પરમ ઉપાય સાધક- અરિહંત પરમાત્મા જેવા કરુણાસાગર પ્રભુ મળવા છતાં, આપના જેવા જ્ઞાની ગુરુનો સત્સમાગમ મળવા છતાં જીવનમાં અસંતોષ શા માટે છે? બીજાની બાહ્ય સંપત્તિ જોઇ ઓછું કેમ આવે છે ! ગુરુમહારાજ- આ પ્રશ્નના જવાબ માટે તો ગુરુતત્ત્વ વિદ્યમાન છે. આ પ્રશ્નનો જવાબ ‘સ્વયં વીતરાગ પ્રભુ છે અને જિન આજ્ઞાધારક સદ્ગુરુ છે.” સાધક- વર્તમાન મહાવિચિત્ર સંસારમાં અહોભાગ્ય છે કે સાધકની વેદનાનો અંતિમ ઉત્તર આપનાર ગુરુ ઉપસ્થિત છે. ગુરુમહારાજ- વત્સ ! શું તું અન્યને જ જોયા કરીશ ? અન્યની બાહ્ય સંપત્તિ, સમૃદ્ધિ જોઈ તને અસંતોષ થાય છે. બીજાની બાહ્ય અનુકૂળ પરિસ્થિતિ જોઇ તને તારી પાસે ઓછું લાગે છે. શું તું આ બધું જ જોયા કરીશ? બીજાને જોઇ તારૂં મૂલ્ય આંકીશ ? શું તું બીજાના પર્યાયો જોઇને તેની સરખામણી તારા વર્તમાન પર્યાય સાથે જ કરતો રહીશ ? શું તું તારા સ્વરૂપને નહિ દેખે ? તારામાં શું ઓછું છે ? તું સ્વયં અવ્યાબાધ સુખ અને આનંદનો ભંડાર છે. અચિંત્ય શકિતનો સ્વામી છે. કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીનો નિધાન છે. તું સ્વયં તને જો. તારા મૂળ સ્વરૂપને જો. તેમાં સ્થિર બન. તું સ્વમાં જીવ. મુકત જીવન જીવવાનું શરૂ કર. આત્મરૂપે જીવન જીવ. સાધક- આપ સત્ય જ કહો છો. પરંતુ બાહ્ય સંપત્તિના કારણે અહંને પોપું છું. બાહ્ય સમૃધ્ધિમાં મારાપણાની બુદ્ધિનો મોહ હજી છુટતો નથી. પ્રભુ! કૃપા કરી વિશેષ ભાવો પ્રગટ કરો. બાહ્ય વસ્તુનું અહં મમત્વ કેમ છૂટે ? ગુરુમહારાજ- અસંતોષ, મનમાં ઓછું આવવું, ચિંતા, ભય, શોક- આ બધાનું મૂળ સ્વવિષયક અપૂર્ણતાનું ભાન છે. પોતે અપૂર્ણ છે તે વિચારમાંથી અસંતોષ, ભય, ચિંતા આદિ વિકારો ઉત્પન્ન થાય છે. અરિહંત- સિધ્ધ આદિ પરમેષ્ઠિઓના ધ્યાન, ભકિત નમસ્કાર આદિથી સ્વઆત્મામાં સત્તાએ આવી જ પૂર્ણતા રહેલી છે તેની સભાનતા થાય છે. પોતાનામાં રહેલી પૂર્ણતાની સભાનતા પ્રાપ્ત થતા અપૂર્ણતાના ભાનમાંથી ઉત્પન્ન થયેલ ભય, ચિંતા, અશાંતિ, અસંતોષ આદિ લાગણીઓ નાશ પામે છે. પરમાત્મ ભકિત દ્વારા ઉત્પન્ન થયેલ પોતાની પૂર્ણતાનું ભાન સર્વસુખની Page #170 -------------------------------------------------------------------------- ________________ ખાણરૂપ બની જાય છે. તેમજ તે પૂર્ણતાનું ભાન શુકલ ધ્યાનનું બીજ છે. મહાયોગાચાર્ય આનંદધનજી પોતાના આત્મા સાથે ચિંતન કરે છે“પ્રભુ મેરે, તું સબ બાતે પૂરા. પારકી આશ કહાં કરે ! પ્રીતમ ! તું કિન બાતે અધૂરા !” “પરસંગ ત્યાગ, લાગ નિજ રંગશું; આનંદવેલી અંકુરા.” વત્સ! તું સ્વમાં જીવ ! સ્વાધીન ઐશ્વર્ય અને સમૃધ્ધિના આત્મખજાનામાં સ્થિર બન ! એજ ઉપાય છે. માટે જ ભકિતયોગાચાર્ય મહોપાધ્યાયજી ૩૫૦ ગાથાની ૧૮મી ઢાળમાં કહે છે “જે અહંકાર મમકારનું બંધન શુધ્ધ નય તેહ છે, દહન જેમ બંધન શુધ્ધ નય દીપિકા મોક્ષ મારગ તણી, શુધ્ધ નય આથી છે સાધુને આપણી.” સ્વને જોઈને સ્વનું મૂલ્યાંકન કર ! ભૂત-ભાવિના વિચારો છોડીને વર્તમાનમાં સ્વ-સ્વરૂપમાં લીન બની પરમ આનંદરસનું વેદન-અનુભવન કર. આત્મ સ્વરૂપથી ભિન્ન પર વસ્તુનું સ્વામિત્વ કયાં સુધી તું કરીશ ? - જે વસ્તુ આ ક્ષણે તારી લાગે છે, તે બીજી ક્ષણે પરાઇ બની જાય છે. વસ્તુ પરિવર્તનશીલ છે, અનિત્ય છે. પરના પર્યાયને જોઇને, આપણા પર્યાય સાથે મૂલ્યાંકન કરવું તે જ અહ-મમત્વનું બંધન છે. સ્વ આત્મસ્વરૂપને જો, તેમાં લીન બન. તે રૂપ જીવન જીવ. એક ક્ષણ પ્રમાદ ન કર. સદા જાગૃત રહીને બદલાતી અવસ્થાઓની લીલા વચ્ચે સૈકાલિક ધ્રુવ આત્મતત્ત્વમાં સ્થિર બની આત્મરૂપે જીવન જીવ. (ઉપયોગને પર્યાયમાંથી દ્રવ્યમાં સ્થિર કર.) સુખ, સમાધિ અને આનંદમાં મગ્ન બન. તને સદા આનંદ હો ! સદા આત્મ સ્મરણ અને આત્મા રમણ હો ! સાધક- પ્રતિબુધ્ધ થયો, પ્રભુ! કૃતકૃત્ય બન્યો ! અનુગ્રહિત થયો. પ્રભુ! ધન્ય બન્યો ! ધન્યાતિધન્ય બન્યો ! ભાગ - ૧ સમાપ્ત Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ભાગ - ૨ સાન્નિધ્યની દિવ્ય પળો પરમાત્મ પ્રેમનો મધુર આસ્વાદ પરમાત્મ પ્રેમ દ્વારા અનુભવરસનો પરમ આસ્વાદ કેવી રીતે પ્રાપ્ત કરવો? મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા શ્રીપાલરાસ નામના મહાકાવ્યના છેલ્લા કળશમાં બતાવે છે : પ્રેમ તણી પેરે શીખો સાધો, જોઈ શેલડી સાંઠો; જિહાં ગાંઠ તિહાં રસ નવિ દીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઠો રે. (શ્રીપાલરાસ ખંડ-૪) શેરડીના સાંઠામાં જ્યાં ગાંઠ છે ત્યાં રસ નથી અને જ્યાં રસ છે ત્યાં ગાંઠ નથી. આ શેરડીના સાંઠાનું દષ્ટાંત લઈ સંસારી મનુષ્ય જે રીતે પ્રેમ કરે છે, તે રીતે અભેદતાથી અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. એક પ્રેમી માણસ પોતાની પ્રેમિકાના ઘેર ગયો. બારણું ખખડાવ્યું. અંદરથી અવાજ આવ્યો : ‘તમે કોણ છો !' પ્રેમી માણસે જવાબ આપ્યો : ‘હું છું.’ અંદરથી અવાજ આવ્યો : ‘આ મકાનમાં હું અને તું બન્નેનો પ્રવેશ નથી.’ પેલો માણસ જંગલમાં ચાલી ગયો. ઘણું મંથન કર્યું. પ્રેમિકાનું દ્વાર ખોલાવવું કેવી રીતે ? ઘણું મંથન કરતાં ઉકેલ હાથમાં આવી ગયો. ફરીથી પ્રેમિકાના દ્વાર ઉપર આવી બારણું ખખડાવે છે. અંદરથી એ જ અવાજ-‘તમે કોણ છો ?' પ્રેમી માણસે કહ્યું : ‘તું છે.' બારણું ખૂલી ગયું. અંદર પ્રવેશ થયો. સંસારમાં મનુષ્ય જે રીતે પ્રેમ કરે છે તે રીતે પરમાત્મ પ્રેમ દ્વારા Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ અનુભવરસ પ્રાપ્ત થાય છે. આપણા પૂર્વાચાર્યોએ આ રીતે પરમાત્મ પ્રેમહારા આત્માનુભવ પ્રાપ્ત કર્યો છે. કેટલાક દૃષ્ટાંત જોઈએ. મહાપુરૂષોએ અનુભવની ભાષામાં અનુભવના વચન લખ્યાં છે : કમલિની દિનકર કર ગ્રહે વળી કુમુદિની હો ધરે ચંદણું પ્રીતકે, ગૌરીગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્તકે. તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજાશું હો વિ આવે દાયકે. અજિત જિણંદશું પ્રીતડી, મુજને ન ગમે હો બીજાનો સંગકે (ઉપા.યશોવિજયજી મહારાજ) પ્રભુ પ્રિયતમ અને સાધક પ્રિયતમા, તે રીતે પણ પ્રભુભકિતમાં ઉદ્બોધન અને તે દ્વારા અભેદમીલન જ્ઞાની પુરુષોએ અનુભવ્યું છે. હુઓ છીપે નહિ અધર અરૂણ જિમ; ખાતાં પાન સુરંગ; પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. સોભાગી જિન લાગ્યો અવિહડ રંગ. (ઉપા, યશોવિજયજી મહારાજ) પ્રભુ સાથે અભંગ પ્રેમનું દિવ્ય સ્વરૂપ અહીં બતાવ્યું છે. પરમ રસ ભીનો માહો, નિપુણ નગીનો માહો સાહિબો, પ્રભુ મોરા પદ્મપ્રભુ પ્રાણ આધાર હો. (મોહન વિજયજી કૃત પદ્મપ્રભુ જિન સ્તવન) પિયુ પિયુ કરી તમને જપું રે, હું ચાતક તુમ મેહ; એક લહેરમાં દુઃખ હરો; વાધે બમણો નેહ. આવો આવોરે ચતુર સુખ ભોગી, કીજે વાત એકાંતે અભોગી, ગુણગોઠે પ્રગટે પ્રેમ (ઉપા. યશોવિજયજી કૃત ચંદ્રપ્રભજિન સ્તવન.) મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના એક સ્તવન ઉપર થોડી વિચારણા કરીએ. સ્વામિ તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારૂં ચોરી લીધું, અમે પણ તુમશું કામણ કરશું, ભકતે ગ્રહી મન ઘરમાં ધરશું; સાહિબા વાસુપૂજ્ય જિણંદા, મોહના વાસુપૂજ્ય જિણંદા. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ હે કરુણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યરસના ભંડાર, અરિહંત પરમાત્મા! તમારા અદ્ભુત સ્વરૂપે અમારા ઉપર કામણ કર્યું છે. તમારી લોકોત્તર ઉપકારિતા, તમારી અનંત કરુણામય અમૃત ઝરતી દૃષ્ટિ, અમે નિગોદમાં હતા ત્યારથી જ એટલે કે અનંતકાળથી તમારી અમને તારવાની વિશ્વકલ્યાણકારી ભાવનાએ અર્થાત્ આપના આવા મહાન ગુણોએ અમારું ચિત્ત ચોરી લીધું છે. વળી આપનું મૂળ સ્વરૂપ - આત્માનું દિવ્ય સચ્ચિદાનંદ સ્વરૂપ, આપનું કેવળ જ્ઞાન, આત્માનું અનંત શકિતયુકત ગુણમય સ્વરૂપ, શુદ્ધ ચિદાનંદઘન ચેતન સ્વરૂપ દેખી, હવે અમે એવો વિચાર કર્યો છે કે અમે પણ ભક્તિનું કામણ કરીને આપને અમારા મનરૂપી ઘરમાં સદા રાખીશું. અમારા મનમાં એવી ભકિત ધારણ કરીશું, કે તમે ક્ષણ પણ ત્યાંથી ખસી ન શકો. અમારા સ્મરણ પટ ઉપર તમને સદા ધારણ કરી રાખીશું અને આપને બિરાજમાન કરીને અમારા મનમંદિરને આપના ગુણોથી વાસિત કરીને દિવ્ય રીતે શણગારીશું. “મન ઘરમાં ધરીયા ઘર શોભા, દેખત નિત્ય રહેશો થિર થોભા, મન વૈકુંઠ અકુંઠિત ભક્ત, યોગી ભાખે અનુભવ યુક્તે.” અકુંઠિત ભકિત દ્વારા એટલે અમારા ઉપયોગને કુંઠિત થવા દીધા સિવાય, એટલે અરિહંત આકાર ઉપયોગના સતત પ્રયોગ દ્વારા અમે આપની ભકિત કરીશું કે અનુભવજ્ઞાની મહાપુરુષોએ જે રીતે ધારાબદ્ધ રીતે ઉપયોગને આપના સ્વરૂપમાં જોડવા દ્વારા જે રીતે પરમાત્મ સ્વરૂપનો અનુભવ કર્યો તે રીતે અમે પણ અનુભવ કરીશું. “ધ્યાતા ધ્યેય ધ્યાન સવિ એકે, ભેદ છેદ કરશું હમે ટેકે; ખીરનીર પરે તુમશું મીલશું, વાચક યશ હે દેજે હળશું.” ધ્યાતા આપણો આત્મા છે, ધ્યેય પરમાત્મા છે અને ધ્યાન પ્રક્રિયા છે. જે સમયે ધ્યાતાનું ચૈતન્ય ધ્યેયમાં નિષ્ક થઈ જાય છે, ધ્યાતાનો ઉપયોગ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધ્ધયાકાર રૂપે પરિણમે છે, ધ્યાતા જ્યારે ધ્યેયમાં તદાકારરૂપે તન્મય તદ્રુપ બને છે, ત્યારે ધ્યાતા અને ધ્યેય વચ્ચેના ભેદનો છેદ થઈ, ધ્યાતા પોતે જ આગમથી ભાવ નિક્ષેપે પરમાત્મ રૂપ થાય છે. જેવી રીતે દૂધમાં સાકર નાખીએ છીએ અને તે દૂધમાં એકમેક થઈ જાય છે, તે રીતે “ખીર-નીર પેરે તુમશું મિલશું.” એટલે કે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ! આપના આવા અભેદ મીલન દ્વારા અમે પણ હેજે હળશું. એટલે પરમાનંદનો અનુભવ કરીશું. અર્થાત્ તાત્ત્વિક દૃષ્ટિએ આપનું અભેદ મીલન તે જ આત્મસાક્ષાત્કાર એટલે આત્મસ્વરૂપના અનુભવની પ્રક્રિયા. આવા આત્મ અનુભવની પ્રક્રિયા, આપણા મહાપુરુષોએ રચેલાં પ્રભુ સ્તુતિ - સ્તવનોમાં વારંવાર આપણે જોઈએ છીએ. અનુભવરસનું અમૃત મહાપુરુષોએ ચાખ્યું છે, અને અર્થી આત્માઓને અનુભવ અમૃત ચખાડવા સ્તવનોમાં તેનો માર્ગ બતાવ્યો છે. તેના થોડા ઉદાહરણો આપણે જોઈએ. “ખીર નીર પેરે તુમશું મિલશું” આ પંકિતના પ્રેમરસના મધુરભાવો આ લેખમાં બતાવ્યા છે. “તું ગતિ, તું મતિ, તું મુજ પ્રીતમ, જીવજીવન આધાર; રાતદિવસ સ્વપ્નાંતર માંહિ, તું મહારે નિરધાર.” રંગે મીલિયે તેહશું (પ્રભુશું), એહ મણુએ જન્મનો લાહોજી તે દિન સવિ એળે ગયા, જિહાં પ્રભુશું ગોઠ ન બાંધી. “સીમંધર સીમંધર હૃદયમાં ધરતી, પ્રત્યક્ષ દર્શનની આશા હું કરતી, આવા વિયોગના દુ:ખ મારા કહેજો ચાંદલિયા સીમંધર તેડા મોકલે. (વીર વિજય કૃત સિમંધર સ્વામિનું સ્તવન). આ સ્તવનમાં પ્રિયતમા રૂપે ભક્તિનું સ્વરૂપ બતાવ્યું છે અને પ્રિયતમના વિયોગના દુઃખનો સંદેશો ચંદ્ર દ્વારા કહેવડાવે છે. હવે વિયોગનું દુઃખ સહન થતું નથી. માટે હે “પ્રાણેશ્વર ! તેડાં મોકલો.” મને તમારી પાસે બોલાવી લો. પ્રિયતમ અરિહંત પ્રભુ છે, પ્રિયતમા તે સાધક છે. પ્રેમ શબ્દનો અર્થ શબ્દકોશમાં નહિ મળે. પ્રેમનો અર્થ તીર્થંકરોના દર્શનથી સમજાય છે. તીર્થકરોના અભેદ ધ્યાનથી પ્રેમ શું છે તે અનુભવાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ દરિશણ પ્રાણજીવન મોહે દીજે, બિન દરિસણ મોહે કલ ન પરત છે, તરફ તરફ તનુ છીજે (મહાયોગી આનંદઘનજી) તું અનુભવ રસ દેવા સમરથ, હું પણ તેનો અર્થી; પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો. માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હળીયો એકતાને. શ્રી દેવચંદ્રજી મહારાજે પણ અનુભવ્યું છે - “ભાવ અભેદ થવાની ઈહા” શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ ભાવ પૂજાનું સ્વરૂપ બતાવતા કહે છે - “પરમાત્મા સાથે અભેદ મીલનની તીવ્ર ઈચ્છા તે ભાવપૂજાનું સ્વરૂપ.” “આજ ગઈતી હું સમવસરણમાં, જિન વચનામૃત પીવા રે.” “મનમોહન જિનવરજી મુજને, અનુભવ પ્યાલો દીધો રે; પૂર્ણાન અક્ષય અવિચલ રસ, ભકિત સુધારસ પીધો રે.” આવી જ્ઞાનપૂર્વકની અનુભવ ભકિત કરી પ્રેમરસમાં નિમગ્ન બનેલા મહાયોગીઓ કયારેક પોતાની જાતનું નારી જાતિની ભાષામાં સંબોધન કરે ત્યારે પરાભકિતની ઊંડાઈ સમજવા મળે છે. જ્ઞાન ભકિત અને અનુભવજ્ઞાનના પરમ રસિક શ્રી દેવચંદ્રજી મહારાજે આવી ભક્તિ દ્વારા અનુભવ પુત્રને પ્રાપ્ત કર્યો, સ્થિર ઉપયોગે તેનું પાલન કર્યું. આજે મહાવિદેહમાં અનુભવપુત્ર પૂર્ણ યૌવનને પ્રાપ્ત કરી, કેવળજ્ઞાન સ્વરૂપ બન્યા છે. ધન્ય છે આવી જ્ઞાનભકિત શીખવાડનાર મહાજ્ઞાની , ધ્યાન અને પ્રભુપ્રેમી મહાત્માઓને ! “નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી, તેમ અનુભવ વિણ ધ્યાન તણું સુખ, કેમ કહીએ નરનારી, ભવિકા વીર વચન એમ જાણ.” (આઠ દૃષ્ટિની સજઝાય) ઉપરની પંકિતઓ બતાવે છે, ધ્યાનમાં પ્રભુનું અભેદ મીલન, તેમાંથી પ્રાપ્ત થતું સુખ અનુભવ વિના સમજાય તેમ નથી. આ ભાવો કેવી રીતે પ્રભુ પ્રેમ દ્વારા અનુભવવા; તેનું આ લેખમાં નિરૂપણ છે. વાચક મિત્રોને તેમાં Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શબ્દોની પાછળ રહેલ ભાવોના ઊંડાણમાં જવા વિનંતી છે. મહાયોગી શ્રી આનંદઘનજી મહારાજ અને પ્રભુ પ્રેમના રસિક તત્વજ્ઞાની ઉપા. શ્રી યશોવિજયજી મહારાજનો મેળાપ થયો. તેનો છેલ્લો નિષ્કર્ષ એ આવ્યો. “આનંદઘન કહે જસ સુની વાતો એહી મિલે તો મેરો ફેરો ટળે.” પરમાત્મા મળે તો જ ભવ દુઃખથી મુકત બની શકાય અને આત્માનુભૂતિનું પરમ સુખ પ્રાપ્ત થાય. પ્રભુના અભેદ મીલનનો આનંદ જે ભોગવે તે જ જાણે. અનુભવ વગર તે કોણ જાણી શકે ? - પરમ પૂજ્ય પંન્યાસ ભદ્રંકરવિજયજીએ મને જે શીખવ્યું તે અહીં લખું છું. પ્રિય વાચક ! આ વાંચતા તારા હૃદયના દ્વાર જરૂર ખુલ્લાં થઈ જશે અને તારા હૃદય સિંહાસનમાં પ્રભુ બિરાજમાન થઈ જશે. તે પછી તારા હૃદયમાં પધારેલા ભગવાનને હવે જવા ન દઈશ. પોતાના ગુણસ્થાનકને યોગ્ય આરાધના કરનાર, સામાચારીનું પાલન કરનારને આરાધના જલ્દી લાગુ પડે છે. પ્રભુ મિલનના મુમુક્ષુ માટે ધ્યાન રાખવા જેવી હકકત : પૂ. ગુરુમહારાજનું આ વિષયમાં માર્ગદર્શન નીચે મુજબ છેઃ(૧) સ્થળ - જિનમંદિરમાં અગર સામાયિકમાં પદ્માસન અગર અર્ધપદ્માસન અગર સુખાસન પ્રભુમીલનના અનુભવ માટે જરૂરી છે. સમય - એટલે કે રાતના ૧૨ થી અનુકૂળતા મુજબ સવાર સુધી અથવા અનુકૂળતાના સમયે. આ મીલન શરીરનું નથી. ચૈતન્યથી ચૈતન્યનું મીલન છે, આત્માથી આત્માનું મીલન છે. (૪) (A) શરીર, (B) જ્ઞાનવરણીય આદિ આઠ કર્મ અને (C) રાગદ્વેષ, મોહ, અજ્ઞાન રૂ૫ ભાવકર્મથી ભિન્નતા ભાવિત કરી આ ધ્યાન સારી રીતે કરી શકાય તે માટેનો પ્રયોગ - (એ) એક હજાર પાંખડીવાળા કમળની કર્ણિકામાં રહેલા મેરૂ પર્વતના શિખર ઉપર રહેલા સ્ફટિક રત્નના સિંહાસનમાં આપણે બેઠા છીએ. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ (બી) નાભિમાં ‘અર્હ મંત્રનું ધ્યાન કરવું. (સી) ‘અર્હ’ના રેફમાંથી અગ્નિજ્વાળા પ્રગટ થાય છે. (ડી) હૃદયમાં ઊંધું લટકતું કમળ છે. તેમાં આઠ કર્મ છે. ‘અહ’ના રેફમાંથી નીકળેલી અગ્નિજ્વાળામાં (જ્ઞાનાવરણીય આદિ) આઠે કર્મો બળે છે. અગ્નિ વધુ વિસ્તૃત થતાં ભાવ કર્મ (રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન) બળે છે. પ્રચંડ અગ્નિજ્વાળામાં આપણું શરીર બળે છે. ધ્યાનાવસ્થામાં દહન થતું અનુભવવું. (ઈ) પ્રચંડ પવનમાં રાખ ઊડી જાય છે. (એફ) ઘટાટોપ વાદળમાંથી અમૃતનો વરસાદ પડે છે. તેમાં સ્નાન કરી આપણે સ્વચ્છ-નિર્મળ બનીએ છીએ. (જી) માત્ર શુદ્ધ આત્મા રહે છે. અહીં આત્મભાવના-આત્મધ્યાન કરવું. અને આત્મસ્વરૂપનો અનુભવ કરી પરમાનંદમાં લીન બનવું. (૫) અહીં વિશેષ રીતે તત્ત્વભૂ ધારણા કરવી અને આત્મધ્યાન કરવું. હું આત્મા છું.. મારૂં લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ છે........... પુદ્ગલ દ્રવ્ય મારાથી ભિન્ન છે...... પુદ્ગલ દ્રવ્યનું લક્ષણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. પુદ્ગલ વિનાશી છે..... હું અવિનાશી આત્મા છું. પુદ્ગલ રૂપી છે. હું અરૂપી છું...... શરીર પુદ્ગલનો સ્કંધ છે, હું તેનાથી ભિન્ન છું..... કર્મથી સર્જન પામેલા પદાર્થો અને ભાવોથી હું ભિન્ન છું. જગતમાં દૃશ્યમાન પુદ્ગલ પદાર્થોથી હું ભિન્ન છું. મન, વાણી, કર્મ પુદ્ગલ સ્વરૂપ છે; તેનાથી પણ હું ભિન્ન પાંચ ધારણાના ધ્યાન દ્વારા દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી હું ભિન્ન બન્યો ................. પુદ્ગલથી ભિન્ન રૂપે ભાવિત બનેલો હું હવે આત્મભાવના અને Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ........ આત્મધ્યાનમાં પ્રવેશે છું........ હું પૂર્ણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું તે ભાવ મને મારામાં સ્થિર થવા માટેનું સામર્થ્ય પ્રગટાવે છે.. આત્મા પૂર્ણ આનંદ અને સુખનું ધામ છે. ......... આત્મભાવના અને આત્મધ્યાન (તસ્વભૂ ધારણા) હું આત્મા છું.” આનંદનો કંદ છું......... અનંત સુખનું ધામ છું............... હું મને જ જોઉં છું. હું મને જ જાણું છું... હું મને જ અનુભવું છું હું મારામાં જ રમું છું....... હું મારામાં જ તૃપ્ત છું.......................... હું મારામાં જ ઠરીને બેઠો છું. .... . તેથી પરમ સુખી છું.. .............................(આવી ભાવના અને ધ્યાન કરવું.) પરમ આનંદને ભોગવું છું. (આવો અનુભવ કરવો.) આથી હું પરમ તૃપ્તિને અનુભવું છું......... (અનુભવવું.)... (અહીં સ્થિરતાપૂર્વક ધ્યાન કરવું.) આવી રીતે તૃપ્ત થયેલા મને મારા આત્મસ્વરૂપ સિવાય કોઈ ઇચ્છા નથી.............................હું મારામાં જ ઠરીને બેઠો છું ... મારા જ્ઞાનમાં અનેક ક્ષેય પદાર્થો ઝળકે છે. હું તેનો જ્ઞાતા-દૃષ્ટા જ છું.... ................... તે પર દ્રવ્યો, પર દ્રવ્યોના ભાવો મને મારી તૃપ્તિ કે સ્થિરતામાં ફેરફાર કરી શકતાં નથી. કર્મના ઉદયથી ઉત્પન્ન થતાં વિચિત્ર નિમિત્તો વચ્ચે પણ હું માત્ર તેનો જ્ઞાતા-દષ્ટા છું. તે નિમિત્તો મને સુખ-દુઃખ કે રાગ-દ્વેષ ઉત્પન્ન નહીં કરી શકે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ હું મારા આત્માથી પરિપૂર્ણ તૃપ્ત બન્યો છું. આત્માના અનુભવરસના પરમ આનંદમાં તૃપ્ત બનીને હું સ્થિરતાપૂર્વક તે આનંદ અનુભવું છું. (થોડી ક્ષણ સ્થિરતાપૂર્વક ધ્યાન કરીને આનંદ અનુભવવો............... આ કાળની ‘આલિ’ જે પ્રવાહથી અનંત છે, તે આત્માના જ્ઞાન અને આનંદની તૃપ્તિમાં જ વહી જાઓ તેવી પરમાત્માને ભાવપૂર્વકની મારી પ્રાર્થના છે............. મને માર્ચ આત્મામાં જ સદા આનંદ રહો....... મારા આત્માનું સ્મરણ કરાવનારા પૂર્ણાનંદને પામેલા પરમાત્માનું જ મને નિરંતર સ્મરણ રહો............ .............. (આ રીતે સર્વ જીવોને પણ આત્મ-સ્વરૂપનો આનંદ મળો. પાંચ ધારણાનો નિત્ય અભ્યાસ કરવો.)......... आत्माहं सच्चिदानंदो, ज्ञान दर्शन लक्षणः । शुद्धात्म द्रव्य मेवाहं, शुद्ध ज्ञान गुणो मम ॥ सिद्धात्मा शुद्ध रूपोस्मि, ज्ञान दर्शन लक्षणः । (શુદ્ધઉપયોગ તથા જ્ઞાનસાર, ગ્રંથ) ધ્યાન પૂરૂં થયા પછીની પરમાત્માને પ્રાર્થના :પ્રભુ છો ત્રિભુવનનાથ, દાસ હું તાહરો, કરૂણાનિધિ ! અભિલાષ અ છે મુજ એ ખો; આતમ વસ્તુ સ્વભાવ, સદા મુજ સાંભરો, ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ધો. (શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન.) (૬) ઉપરનો પ્રયોગ કરીને પછી પરમાત્માના મીલન માટે તૈયાર થવું. (૭) “જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે.” (આનંદઘનજી કૃત સ્તવન) (૮) પ્રભુને ભેટી પડવું તે અરિહંતાકાર ઉપયોગ છે. પ્રભુ સાથે ગાઢ આલિંગન તે ઉપયોગ આકાર આત્મા છે. પ્રભુ અનુભવ પ્યાલો પીવડાવે છે તે જ આત્મસાક્ષાત્કાર છે. આવા અનુભવ માટે જ્ઞાની પુરુષોએ પોતાને સ્ત્રી રૂપે અને પ્રિયતમા Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ રૂપે પણ ઉદ્ભોધ કર્યો છે. હવે વિશેષ પ્રકારે પ્રભુપ્રેમ - પ્રભુનું મધુર મીલન, અભેદ મીલન અનુભવ રસનો આસ્વાદ આપણે દિવ્યતા પૂર્વક અનુભવીએ. વાચક મિત્રો ! પધારો. પ્રભુ પ્રેમના મધુર રસનું પાન કરીને અજરામર બની જઈએ. આવો, પધારો.. આપણે પરમાત્માનું મિલન કરીએ. સાદિ અનંત ભાંગે પ્રભુ મિલન મારા પ્રિયતમ પ્રભુને મારે મળવું છે. એવી રીતે મળવું છે કે મળ્યા પછી, કદી છુટા પડવું ન પડે જયોતિમાં જયોતિ મળે તેમ એકમેક મળી જવું છે. કદી છૂટા પડવું ન પડે તેવા મેળાપનું સ્થળ સિદ્ધશીલા છે, મોક્ષ છે. “રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત” | (પૂ. આનંદઘનજી કૃત ઋષભદેવ ભનું સ્તવન.). “સાદિ અનંત ભાંગે” એટલે જેની આદિ છે, પણ અંત નથી - તેવી રીતે મળવું છે. જે મેળાપનો કદી અંત ન હોય તેવી રીતે અનંત કાળ એકમેક થઈને રહેવું છે. જ્યાં અનંત સુખ અને આનંદ ભર્યો ભર્યો છે. મોક્ષની ઈચ્છા એટલે પ્રભુ મીલનની તીવ્ર ઈચ્છા. આ ઈચ્છા પૂરી કરવા માટે અહીં પૃથ્વી ઉપર પ્રભુમીલનની કળા શીખવી પડે છે. પ્રભુને મળવું એટલે પ્રભુ આકારે ઉપયોગનું પરિણમન યાને અરિહંતાકાર ઉપયોગનો સતત પ્રયોગ. ઉપયોગ પલટાય એટલે મીલનમાં ભંગ પડે છે - આવી સ્થિતિ હવે અસહ્ય થઈ છે. મળવું અને ઘડી ઘડી છૂટા પડવું હવે ખમાતું નથી. માટે હવે સિદ્ધશીલા ઉપર સ્થિર થઈ, જયોતિમાં જયોતિ મળી જવા રૂપ પૂર્ણ મીલનની અતિ તીવ્ર ઝંખના થઈ છે તે પૂરી કરવા માટે હે માસ પ્રિયતમ અરિહંત પ્રભુ ! હે મારા પ્રાણાધાર પ્રિયતમ પ્રભુ! તમે આજ સુધી અનંતનું આવું અભેદ મીલન કરાવ્યું છે; હવે રડવડાવશો. નહિ વિરહની એક ઘડી વરસ સમાન બની ગઈ છે. પ્રેમનો વિરહઅગ્નિ હવે સહન થઈ શકતો નથી. પ્રભુ ! તમે મને એવી રીતે મળો કે કદી છૂટા પડવું પડે નહિ. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧પપ હું જાણું છું કે જ્યાં સુધી કર્મની ઉપાધિ છે, ત્યાં સુધી અનંતકાળનું અભેદ મીલન કેવી રીતે થઈ શકે ? પણ કર્મનું બંધન તોડવા માટે જ્ઞાની કહે “બંધની બેડી ભંજવા, જિન ગુણ ધ્યાન કુઠાર.” કર્મબંધનની બેડીને ભાંગવા માટે પ્રભુનું ધ્યાન કુઠાર (કુહાડા) સમાન છે. એટલે તારું સતત સ્મરણ, દર્શન, પૂજન, વંદન, આજ્ઞાપાલન અને ધ્યાન એ જ મારું જીવન તમારા પ્રભાવે બનો તેવી પ્રાર્થના કરી હવે પં. ભદ્રંકરવિજયજીના સાન્નિધ્યની દિવ્યપળોનો વિભાગ-૨ શરૂ થાય છે. પરમાત્મ પ્રેમનો મધુર આસ્વાદ ફૂલકી ભાષા (ધી લેંગવેજ ઓફ ફલાવર્સ) ફૂલને પણ ભાષા હોય છે. કોઈ કન્યા જયારે કોઈના પ્રેમમાં પડે છે ત્યારે તે પોતાના પ્રેમીને ફૂલ મોકલે છે. ફૂલના માધ્યમ દ્વારા તે પોતાના પ્રેમીને કહેવડાવે છે કે – “હું તારા પ્રેમમાં છું.” પ્રેમ કે લાગણી જે શબ્દો દ્વારા વ્યકત કરી શકાતી નથી, તે મૌન રહીને ફૂલ દ્વારા વ્યકત કરી શકાય છે. - ઘણી જગ્યાએ મૈત્રીને ગાઢ બનાવવા માટે ફૂલ ભેટ મોકલાય છે. કોઈના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ફૂલનો ગુચ્છો ભેટ આપવામાં આવે છે. લાલ રંગનું ફૂલ આપવામાં આવે ત્યારે “હું તારા પ્રેમમાં છું” તેવો સ્પષ્ટ સંકેત પ્રેમીને સમજાઈ જાય છે. કેટલીક વખત તો ફૂલની કોમળતા, રંગ, પરિમલ દ્વારા વ્યકત થતો પ્રેમ સંદેશો- “તારા પ્રેમને હું સ્વીકારું છું.” તેવો વળતો જવાબ પણ ફૂલ દ્વારા મળી જાય છે. મારા ગુરુએ કહ્યું કે જગતમાં પ્રેમ કરવા લાયક એક અને એક જ “અરિહંત' પરમાત્મા છે. તેમને શા માટે આપણા પ્રેમના પરમ પાત્ર રૂપે સ્વીકારવા? તેના મધુર ભાવોનું દિવસો અને મહિનાઓ સુધી પૂ. ગુરુ મહારાજે વર્ણન કર્યું... અને મારા (બાબુભાઈ કડીવાળા) હૃદયના તાર ઝણઝણી ઊઠયા. કોઈ અગમ્ય પ્રેમના ભાવોમાં હું ઝુલવા માંડ્યો. કયારેક તો અવાકુ બની જાઉ. પ્રભુ પ્રેમની લાગણીઓ અવ્યકત રીતે શરીરના અણુઓ અને આત્મપ્રદેશોમાં Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઝુલવા લાગી. પ્રેમીને મળવાની ઉર્મિઓ ઉછળવા લાગી. કાંઈ ન સમજાઈ શકાય એવું આકર્ષણ, રોમાંચ, સંભ્રમ, ઉલ્લાસમાં મનડું રમે.... (આ પરાભકિતનો વિષય છે.) હૃદય જયારે અરિહંતના પ્રેમમાં પડે છે ત્યારે તે પ્રેમની અભિવ્યકિત કરવા એક મઝાનું પરિમલ યુક્ત સુકોમળ લાલ રંગનું ગુલાબનું ફૂલ લઈ મારા પ્રિયતમ પ્રભુજીને સંદેશો મોકલવા સંબોધન કરે છે.... પ્રેમી સાધક :- હે સુકોમળ પુષ્પ ! મારા પ્રિયતમને તું મારો સંદેશો પહોંચાડીશ ? ફૂલ :- હા, પ્રેમી મનુષ્ય ! મારું કાર્ય જ પ્રેમીઓના સંદેશા પહોંચાડવાનું છે. સાધક પ્રેમી :- મારા પ્રાણ આધાર, મારા હૈયાના હાર પ્રિયતમને કહેજે કે (આ ફૂલ મોકલનાર) તારા પ્રેમમાં છે. અને પ્રેમના પ્રતીક રૂપે તને (ફૂલને) મોકલ્યું છે. ‘યે ફૂલ નહિ, મેરા દિલ હૈ, મેરા સબ કુછ હૈ, મેરા સર્વસ્વ હૈ.’ મારા પ્રિયતમ અરિહંત પ્રભુને કહેજે કે - “હું તારા પ્રેમમાં છું. તારા સિવાય હવે જીવી શકાય તેમ નથી.” બિન દરિશન મોહે કલ ન પરત હૈ, તરફ તરફ તનુ છીજે.” તારા વગર શરીરમાં પ્રાણ તરફડીયા મારે છે. તારા વિરહની એક એક ઘડી વરસ સમાન ભાસે છે, ફરી મારા પ્રિયતમને કહેજે - “હું તારા પ્રેમમાં છું.” આટલો સંદેશો કહેતાં મારા ગાલ ઉપર બહારથી શરમના શેરડાં પડી ગયાં, પણ અંદરથી પ્રેમનો સંદેશો લઈ જનાર કોઈ મળ્યું તેનું મારા હોઠ ઉપર મધુર સ્મિત રમી રહ્યું. (આ સંદેશાના પ્રતીક રૂપે ફુલ બે હાથમાં લઈ સંદેશો પહોંચાડશે તેવા ભાવથી મારા પ્રિયતમ અરિહંતના ચરણમાં સમર્પિત કર્યું.) (બીજી વખત સંદેશો મોકલે છે.) સાધક પ્રેમી :- હે સુકોમળ ફૂલ ! મારો સંદેશો મારા પ્રિયતમ પ્રભુને પહોંચાડજે કે - ‘તું મને બહુ જ ગમે છે...બહુ જ ગમે છે...હું તને ચાહું છું. હું તને અનહદ પ્રેમસભર પ્યાર કરૂં છું. તારા ચરણોના સેવક તરીકે તું મારો સ્વીકાર કર ! મારા પ્રેમનો સ્વીકાર કર ! મારા જીવનું સર્વસ્વ પ્રિયતમ! મારા પ્રેમનો ‘ઓમ્' કહીને સ્વીકાર કરે તેવી અભિલાષામાં સમય વીતાવું છું.' Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ફૂલ આ સંદેશો પ્રિયતમને પહોંચાડે છે. સંદેશાનો પ્રભુએ સીધો જવાબ આપ્યો – “ઓમ્ તારા પ્રેમનો સ્વીકાર કરું છું. વહેલી સવારે મળીશું. પ્રિયમતનો સંદેશો આવ્યો !...મારા શરીરમાં વીજળીનો ચમકારો પસાર થઈ ગયો ! રોમ રોમ ખીલી ઊઠયાં ! હું તો અવાફ થઈ ગયો ! દિક્યૂઢ બની ગયો ! ભાવોલ્લાસ ઉદ્ભવ્યો ! હવે મારા હૃદયને પ્રિયતમ પ્રભુના પ્રેમથી એવું શણગારું કે મારા પ્રિયતમ સદા હૃદયમાં બીરાજમાન રહે. ધ્યાનના ઊંડાણમાં અનુભવાતો અભેદ પ્રણય શાશ્વત રૂપે પરિણમે-અમારૂં ગાઢ આલિંગન શાશ્વત બને. પ્રાચીન કાળમાં ભાટ ચારણો કોઈ દેશના રાજાની રાજકુમારીનું સર્વાગી વર્ણન બીજા કોઈ દેશના રાજાના દરબારમાં કહે અને તે સાંભળીને રાજા બીજા દેશની તે રાજકુમારી ઉપર મોહી પડે; તેમ અરિહંત પ્રભુનું - ગુરૂ મુખથી સર્વાગી વર્ણન સાંભળી હું અરિહંત ઉપર મોહી પડી, “પુરુષ છું” તેવો અહંકાર શુન્ય થઈ ગયો. સ્ત્રીસ્વભાવનું સહજ દાસત્વ ઉદ્ભવ્યું. સ્ત્રી હૃદયની પ્રેમાળ લાગણીની ગંગોત્રી મારા હૃદયમાં વહેવા લાગી. સમર્પણ, સેવા, પ્રેમ, લાગણી, વાત્સલ્ય, દાસત્વ વગેરે સ્ત્રી સહજ ગુણોથી હું ભરાઈ ગઈ. પ્રિય વાચક મિત્રો ! આ બધું પૂ. ગુરુ મહારાજના એક મર્મભેદી વાક્યમાંથી બની ગયું - આ વિશ્વમાં પ્રેમ કરવા લાયક એક અને એક જ “અરિહંત' છે. આપણા પ્રેમના જવાબમાં પોતાના સર્વસ્વનું દાન આપે તેવા પ્રિયતમ માત્ર એક જ છે..અરિહંત અને અરિહંત જ છે. બીજાં કોઈ નહિ.” મેં જયારે ગુરુમુખથી આ બધું સાંભળ્યું ત્યારે હું અવાક્ બની ગઈ. મન થંભી ગયું. થોડી ક્ષણ માટે હૃદય ધબકતું બંધ થઈ ગયું. શ્વાસ થંભી ગયો. ચૈતન્યના દિવ્ય પ્રવાહમાં હું અરિહંતના પ્રેમમાં ખોવાઈ ગઈ. અરિહંતની ચાહક બની ગઈ. મારા પ્રાણાધાર અરિહંત મને બહુ ગમી ગયા. યૌવનના ઉંબરે ઉભેલી પ્રિયતમની વાટ જોતી પવિત્ર સ્ત્રી જેવી મારી હાલત થઈ ગઈ. તે સમયે પ્રિયતમના પ્રણય સુધી પહોંચવા માટે સંદેશ વાહક ફૂલ મળી ગયું. ફૂલ પણ મધુર સંદેશો પહોંચાડી જવાબ લાવ્યું. પ્રિયતમ તરફથી “વહેલી સવારે ધ્યાનમાં મળીશું જે ફૂલે મારા પ્રિયતમની એપોઈન્ટમેન્ટ ગોઠવી આપી તેને પણ કૃતજ્ઞભાવે યોગ્ય ન્યાય આપવા મંથન શરૂ થયું. ગુર્જર સાહિત્યના રત્ન સમાન ગ્રÉ “સરસ્વતીચંદ્ર'ના સર્જક ગોવર્ધનરામ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ત્રિપાઠી કુમુદ અને સરસ્વતીચંદ્રના પ્રેમનું પાત્રાલેખન કરે છે. કુમુદ પોતાના પ્રિયતમ સરસ્વતીચંદ્રને પત્રમાં ફૂલ મોકલે છે – પ્રેમિકા પોતાના પ્રેમના સમર્પણ માટે ફૂલને માધ્યમ બનાવે છે. આજે પણ લગ્નમંડપના દરવાજે કન્યા પોતાના પતિના કંઠમાં પુષ્પહાર પહેરાવે છે અને પતિ પણ પત્નીના સ્વીકાર રૂપે પત્નીને હાર પહેરાવે છે. આપણા સ્નેહના પ્રતીક રૂપે આપણા મિત્રોને સારા પ્રસંગે આપણે પુષ્પગુચ્છ ભેટ મોકલીએ છીએ આ તો બધી વહેવારૂ વાત કરી. ખરેખર તો “ફૂલ પોતે જ પ્રેમ કરે છે.” કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ધરે ચંદ શું પ્રીત; ગીરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ આ પંકિતઓમાં પરમાત્મા સાથેના પ્રેમનું વર્ણન કરે છે તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શું હો નવિ આવે દાય કે અજિત જિણંદ શું પ્રીતડી, મુજ ન ગમે હો બીજાનો સંગ કે... સૂર્યના પ્રેમમાં પડેલું કમળ જયારે સૂર્યનું દર્શન થાય ત્યારે ખીલી ઊઠે છે. કુમુદિનીના ફૂલને ચંદ્ર સાથે એટલો પ્રેમ હોય છે કે ચંદ્રનું દર્શન થતાં કમુદિની ખીલી ઊઠે છે. - તેમ પ્રભુ શું મુજ મન રમ્યું તેમ પ્રભુ સાથે સાચો પ્રેમ છે. દષ્ટાન્ત આપે છે - પાર્વતી અને શંકર, લક્ષ્મી અને વિષ્ણુ - આવો પ્રેમ મને અરિહંત પ્રભુ પ્રત્યે છે... પ્રાણી માત્ર પ્રત્યેના સર્વોત્કૃષ્ટ પ્રેમ, વાત્સલ્ય, કરૂણા, દયા, સ્નેહભાવનું જીવંત સ્વરૂપ એટલે જ “અરિહંત પ્રભુ'. અરિહંત'નો જીવમાત્ર પ્રત્યેનો પ્રેમ એટલો “જીવંત હોય છે કે તેમના કલ્યાણક સમયે જગતમાં સર્વત્ર અજવાળાં થાય છે, સર્વ જીવો ક્ષણભર સુખનો અનુભવ કરે છે. અખિલ બ્રહ્માંડમાં આનંદનું આંદોલન થાય છે. પ્રભુને કેવળજ્ઞાન થાય છે અને પ્રભુના આગમનને વધાવવાનો ભાવસંચાર પૃથ્વીકાય, - Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ અપૂકાય અને વનસ્પતિકાયની ચેતનાને થાય છે. વૃક્ષના મૂળમાં રહેલા પાતાળના પાણીના જીવો, વૃક્ષના મૂળમાં વીંટળાઈને રહેલા માટીના જીવોની અને વૃક્ષના જીવોની - વિશ્વપ્રેમના ફિરસ્તા અરિહંત પ્રભુના દર્શન કરવાની, પ્રભુના વધામણાં કરવાની અવ્યકત ઈચ્છા સક્રિય બને છે. વૃક્ષોએ પાતાળના પાણીના ક્વોને પોતાનામાં ઉપર ખેંચ્યા, માટીના જીવોને પોતાનામાં મેળવી લીધા અને એકએક છએ ઋતુના ફળ-ફૂલથી વનરાજી લચી પડી, કુદરત ખીલી ઊઠી, પ્રભુ વિહાર કરી સમગ્ર જગતના કલ્યાણ માટે સમવસરણ ભૂમિ તરફ જઈ રહ્યા છે. તેમને નમસ્કાર કરવા માટે વૃક્ષો પોતાના ફળ અને ફૂલ સાથે નમે છે. વૃક્ષ પરના ફૂલ, પ્રેમ વ્યકત કરવા માટે ઝૂકી રહ્યાં છે. પંખીઓ પ્રદક્ષિણા કરે છે. ફૂલોની મહેકવાળા પાણીનો ઝીણો વરસાદ શરૂ થાય છે. પવન પણ અનુકૂળ બને છે. કુદરત પણ પ્રભુના પ્રેમને વધાવે છે. પ્રભુ પ્રત્યે સૌ પ્રેમ કરે છે. અવ્યકત ચેતનાવાળા એકેન્દ્રિય જીવો પ્રભુને પ્રેમ કરે છે. જિન શાસનના રહસ્યો જાણ્યા પછી વિશ્વપ્રેમના ફિરસ્તા પ્રભુ પ્રત્યે આપણા હૃદયમાં પ્રેમ ઉભરાય એ તો સહજ સ્વાભાવિક છે. પ્રભુને પ્રેમ ન કરીએ તે જ આપણી બુદ્ધિનો વિપર્યાય છે. અરે પ્રેમના પ્રતીક રૂપે પાંચે વર્ણના ફૂલોની આકાશમાંથી વૃષ્ટિ થાય છે. પ્રભુના મંગળ વધામણાં થાય છે. અને સચિત્ત પુષ્પો, પ્રભુના દર્શને આવેલા ભાવિકોની ચરણરજનો સ્પર્શ મળતાં એટલી ધન્યતા અનુભવે છે કે કોઈના પગ તળે આવીને પોતાને થતી કિલામણાને અનુભવતાં જ નથી પણ પ્રભુની કરુણાને વધાવે છે. પુષ્પ અને પ્રેમ, પુષ્ય અને પરિમલ, પુષ્પ અને પરમાત્મા, પરમાત્મા અને પરિમલનો ભકતજન અને પરમાત્માનો ઈતિહાસ લખવા બેસીએ તો ગ્રંથો ભરાઈ જાય. આ અવસર્પિણીના પ્રથમ તીર્થકર ઋષભદેવ પરમાત્માનો દેવેન્દ્રોના વંદોનસ-મેં જન્માભિષેક કર્યા પછી, દેવલોકના વૈભવને તુચ્છ માનનારા અને અભિષેકના હર્ષોલ્લાસમાં આનંદિત બનેલ ઈન્દ્રમહારાજા “પુષ્પાંજલિ યાને “કુસુમાંજલિ' એટલે કે અંજલિમાં પુષ્પ લઈને પ્રભુ ચરણમાં સમર્પણ કરે છે અને પ્રભુ ચરણમાં આળોટવાનું સૌભાગ્ય મળ્યું તે પુષ્પોને. પ્રભુ વરદાન આપે છે – “તું ભવ્ય છે. તેને પૂર્ણતાનો પરમાનંદ અવશ્ય મળનાર છે.” “સુમ જંતુ ભવ્ય પરે કરીએ સમકિત છાપ.” પુષ્પાંજલિ, કુસુમાંજલિએ પુષ્પનો ઈતિહાસ સજર્યો. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ::: અહંદ મહાપૂજનનો શ્લોક यो जन्मकाले पुरुषोत्तमस्य, सुमेरुशचगें कृतमज्जनैङ । देवैः प्रदतः कुसुमाञ्जलि: स, ददातु सर्वाणि समीहितानि ॥१॥ देवेन्द्रैः कृतकेवले जिनपतौ सानन्दभक्त्यागतैः संदेहव्यपरोपण क्षम शुभव्याख्यान बुद्धाशयैः । आमोदान्वित पारिजात कुसुमैर्यत्स्वामिपादाग्रतो, मुसः स प्रतनोतु चिन्मयहूदं भद्राणि पुष्पाजलिः ॥३॥ राज्याभिषेकसमये त्रिदशाधिपेन, छत्रध्वजाड्कतलयोः क्षिप्तोऽतिभक्तिभरतः कुसुमाञ्जलिर्यः, स प्रीणयत्यनुदिनं सुधियां मनांसि ॥२॥ પ્રભુના રાજ્યાભિષેક સમયે ઈન્દ્ર પુષ્પાંજલિ કરી. પ્રભુની દીક્ષાના પ્રસંગે ઈન્દ્ર મહારાજાએ પુષ્પાંજલિ દ્વારા સેવા કરતાં કરતાં ઈન્દ્રાસન કરતાં અધિક સૌભાગ્યને અનુભવ્યું. કેવળજ્ઞાન કલ્યાણક પ્રસંગે પણ ઈન્દ્ર મહારાજાએ પુષ્પાંજલિથી પ્રભુને વધાવીને દેવનો જન્મ કૃતાર્થ કર્યો. સ્નાત્ર મહોત્સવ પ્રસંગે જિન મંદિરોમાં શ્રાવક - શ્રાવિકાઓ કુસુમાંજલિ એટલે અંજલિ ભરીને કુસુમથી પ્રભુને અર્પણ કરી પ્રભુની સેવા કરે છે. “પાંચ કા ડીના ફૂલડે”..ઓઢ૨ શેઠના નોકરે મહેનત કરી મેળવેલ પાંચ કોડી વડે પોતાની આજીવિકાને પણ ગૌણ કરીને પ્રભુને ફૂલ ચડાવ્યાં પોતાનો પ્રેમ ફૂલ દ્વારા પ્રભુને ચરણે અર્પણ કર્યો. નિજ રૂપના દાતા” પ્રભુએ કુમારપાળને ૧૮ દેશનો માલિક બનાવીને વાત પૂરી નથી કરી. પ્રભુજીની સંધ્યાકાળે આરતી ઉતારતાં, છ ઋતુના પુષ્પ વડે પ્રભુની ભકિત કરવાના કુમારપાળના મનોરથને પૂર્ણ કરવા દેવોને આકાશમાંથી પુષ્પ લઈને ઉતરવું પડયું અને છ ઋતુના ફૂલ વડે પૂજા કરતાં કુમારપાળ મહારાજાએ પ્રભુ પ્રેમના મહાપ્રભાવથી ગણધર નામ કર્મ ઉપાર્જન Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ કર્યું. વાહ રે વાહ ! ફૂલ, પુષ્પ, કુસુમ જે કહો તે...તું પ્રભુપ્રેમ જાતે કરે છે અને પ્રેમના સંદેશવાહક બનીને જગતને પ્રભુ પ્રેમ માટે નિમિત્ત બનનાર હે ફૂલ ! હું તને નમસ્કાર કરૂં છું તું કેટલું મહાન છે ! એક સૌથી મહત્વની વાત કરીને આપણે ફૂલના પ્રકરણને પૂરૂં કરીએ. નમસ્કાર મહામંત્ર તો તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરાવવાનું સામર્થ્ય ધરાવે છે, પણ એક નવકા૨ ગણીને એક ફૂલ પ્રભુને ચઢાવે, તેવી રીતે એક લાખ નવકાર ગણીને એક લાખ ફૂલ ચઢાવે તે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે. ફૂલ! તુા કેટલું મહાન છે ! તીર્થંકર નામ કર્મ ઉપાર્જનમાં તુભૂત પ્રભુ નમસ્કારની વચ્ચે તું આવી ગયું. તું મને બહુ ગમે છે. ફૂલ તું કેટલું મહાન છે ! મને કોઈએ પૂછયું : “પુરુષ જાતિ પ્રભુની પ્રિયતમા કેવી રીતે બની શકે ?” પ્રભુ પ્રેમના પાઠ સમજાયા ન હોય તેને આવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. પ્રભુનું મિલન આત્માથી આત્માનું મિલન છે. ગુજરાતી ભાષામાં આત્માનો નરજાતિમાં પ્રયોગ થાય છે. હિન્દી ભાષામાં આત્માનો નારી જાતિમાં પ્રયોગ થાય છે. હિન્દીમાં ‘મેરી આત્મા’ લખાય, ‘મેરા આત્મા’ ન લખાય આ તો બધો ભાષાનો વ્યવહાર છે. તત્ત્વથી હવે જોઈએ. રોમરોમમાં પ્રભુ પ્રેમની મસ્તીમાં ઝુલતી ‘મીરાં’ વૃન્દાવન જાય છે. વૃન્દાવનનું પ્રેમસભર પ્રભુમય વાતાવરણ જોઈને મીરાંબાઈને વૃન્દાવનમાં રહેવાની ઈચ્છા થઈ. કોઈ સંતના આશ્રમમાં જઈને આશ્રમમાં રોકાવાની ઈચ્છા મીરાંબાઈએ સંત સમક્ષ પ્રગટ કરી. સંત ઃ- અમારા પુરુષોના આશ્રમમાં એક સ્ત્રીને અમે કેવી રીતે રાખી શકીએ ? મીરાં ઃ- આજ સુધી તો મને એવું જ લાગતું હતું કે વૃન્દાવનમાં એક માત્ર ‘શ્રી કૃષ્ણ’ એ જ પુરુષ છે. બીજી બધી વ્યકિતઓ ગોપીઓ છે. (ગોપી એ ભકિતનું પ્રતીક છે.) પણ વૃન્દાવનમાં શ્રી કૃષ્ણ સિવાય બીજા પણ પુરુષ છે તે જાણીને મને આશ્ચર્ય થાય છે ! સંત પુરૂષ મીરાંબાઈના ચરણમાં ઝૂકી ગયા. હું પુરુષ છું તેવો અહં મારામાં છે ત્યાં સુધી શ્રીકૃષ્ણ મને ગોપી (ભકિતનું પ્રતીક) રૂપે નહિ સ્વીકારે તેનું Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ મને આજે ભાન થયું છે, પ્રભુ પ્રેમની સામ્રાજ્ઞી મહાદેવી ! તેં આજે મારા હૃદયના પ્રભુ પ્રેમના બંધ થઈ ગયેલા દ્વાર ખુલ્લા કર્યા “તું મારી ગુરુ છે.” પ્રિય વાચક ! તને સમજાયું હશે -- સ્ત્રી સહજ દાસત્વ પ્રભુ પ્રેમમાં ઉપયોગી પામ્યું છે. આવું દાસત્વ, સેવા, સમર્પણ, લાગણી, વાત્સલ્ય વિગેરે સદ્ગણો આપણા પ્રેમનો સ્વીકાર પ્રભુ કરે તે માટે પણ મહત્વનું પાસું છે. અહંકાર શૂન્ય બન્યા પછી જ પ્રેમનો સ્વીકાર શકય બને છે. મીરાંબાઈએ ગાયું છે “મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ” મીરાંકી પ્રભુ પીડ મીટે જબ વૈદ્ય સાંવરીયા પાસ હોય” જો શ્રીકૃષ્ણ ભગવાન વૈદ્ય બનીને આવે તો જ મીરાંનું પ્રેમ દર્દ શાન્ત થાય. એટલે કે પ્રિયતમનો મેળાપ જ પ્રેમ-વિરહની પીડ મીટાવી શકે છે. ૦ ૦ ૦ મારા પ્રિયતમ ભગવાને કહેવડાવ્યું કે - “મોડી રાત્રે વહેલી સવારે ધ્યાનમાં મળીશું... મથુરામાં ગોપીઓ રોજ “શ્રીકૃષ્ણને વિનંતી કરે છે – “અમારી સાથે રાસ રમો' શ્રીકૃષ્ણ કહે છે - “તમે તમારા પતિ અને બાળકોને સંભાળો. રાસ રમવાનું તમારું કાર્ય નથી.” ગોપીઓ રડવા લાગી. દરરોજ ખૂબ આજીજી કરે છે, આક્રંદ કરે છે. છેવટે શ્રીકૃષ્ણે કહ્યું- શરદ પૂર્ણિમાની રઢિયાળી રાત્રિએ સરોવરના કિનારે રાસ રમીશું. શરદ પૂર્ણિમાની મનોહર રાત્રિએ ગોપીઓ આવી. શ્રીકૃષ્ણ પણ આવ્યા. રાસ રમવાનું શરૂ થયું (વાચક મિત્ર ! રાસ એટલે ભકત અને ભગવાનનું અભેદ મિલન) તે વખતે બ્રહ્માજીને વિચાર આવ્યો કે - શ્રી કૃષ્ણ આ શું કરે છે ! પરસ્ત્રીની સાથે રાત્રે રાસ રમવો ઉચિત ન ગણાય. બ્રહ્માજી જોવા આવ્યા અને આશ્ચર્યકારક દશ્ય જોયું. એક ગોપી અને એક કૃષ્ણ દેખાય છે. જેટલી ગોપી તેટલાં કૃષ્ણ દેખાય છે. બ્રહ્માજી આશ્ચર્યમાં પડી ગયા. રાસ એટલે ભકત અને ભગવાનનું અભેદ મિલન. ધ્યાતાનો ઉપયોગ જયારે ધ્યેયાકાર (અરિહંતાકાર) બને છે, ત્યારે ધ્યાતા પોતે જ આગમથી ભાવનિક્ષેપે અરિહંત રૂપ હોય છે આ જીન આગમની ધ્યાન પ્રક્રિયાનો સહજ ખ્યાલ ઉપરના પ્રસંગમાં આવે છે. ગોપીનો ઉપયોગ કૃષ્ણાકાર થવાથી ગોપીઓ કૃષ્ણનું રૂપ ધારણ કરે છે. અરિહંતના ધ્યાનમાં તદ્રુપ બનેલો ધ્યાતા જે સમયે અરિહંતના ધ્યાનમાં તદ્રુપ હોય તેટલા સમય Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ પૂરતો ધ્યાતા પોતે જ આગમથી ભાવ નિક્ષેપે અરિહંત છે. “ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.” એક ગોપી અને એક કૃષ્ણ દેખાય છે તે સંભેદ પ્રણિધાન છે. અરિહંત આકાર ઉપયોગ છે. તેથી પણ આગળ ધ્યાન પ્રક્રિયા ચાલે છે ત્યારે ઉપયોગથી ઉપયોગવાન્ (આત્મા) અભિન્ન હોવાથી ઉપયોગ આકાર આત્મા બને છે. ત્યારે બધા જ કૃષ્ણ દેખાય છે. ગોપી પોતે જ કૃષ્ણ રૂપ છે. ધ્યાતા પોતેજ અભેદ ધ્યાન સમયે અરિહંત રૂપ હોય છે. અને અરિહંત રૂપે ધ્યાન કરાયેલો આત્મા આ જન્મમાં આત્મ સાક્ષાત્કાર અને આવતા જન્મમાં યોગ્ય સામગ્રી મળતાં સંપૂર્ણ પણે આત્મ સ્વરૂપનું પ્રગટીકરણ કરે છે. મારા પ્રિયતમ અરિહંત પરમાત્માએ સમય આપ્યો છે “આજે મોડી રાત્રે વહેલી સવારે ધ્યાનમાં મળીશું - સીમંધર, સીમંધર હૃદયમાં ધરતી, પ્રત્યક્ષ દર્શનની આશા હું કરતી; આવા વિયોગના દુ:ખ મ્હારા કહેજો ચાંદલિયા, સીમંધર તેડા મોક્લે..... (વીર વિજય મહારાજ કૃત સીમંધર સ્વામિનું સ્તવન) મારા પ્રિયતમ પ્રભુ જાણે છે કે તેમના વિરહમાં મારું હૃદય કેવી રીતે ધબકતું હશે ! “એક ક્ષણ એક વર્ષ સમાન” એવી વિરહની સ્થિતિમાં કેટલી વ્યથા ભરી હશે ! મારૂં પ્રાણ પંખેરૂં વિરહની વેદનામાં ઊડી ન જાય તેનો વિચાર મારા પ્રિયતમ પ્રભુને છે જ. પ્રિયતમના વિરહમાં મારી શું વલે થઈ હશે ? વિરહની વેદનામાં તરફડીયા મારતાં મારૂં શું થતું હશે ? આ બધું અંતર્યામિ પ્રિયતમ જાણે છે. પોતાના પ્રિયતમ મહાસાગરને અભેદ ભાવે મળવા માટે બે કાંઠે વહેતી નદીની જેમ મારા પ્રિયતમ “અરિહંત પ્રભુને” ભેટવા માટેની રસભરી ઈન્તેજારી પૂર્વક મિલનની દિવ્ય પળની વાટ જોતી પ્રિયતમના આગમનની પ્રતીક્ષા પૂર્વક થનગનાટભર્યા ભાવોલ્લાસમાં ઝુલતી હતી તે સમયે મારા પ્રિયતમના આગમનના મધુર વાજાં વાગ્યાં.... Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આવ્યારે ! આવ્યારે ! આવ્યા...! હાથ પહોળા કરીને ઉભા છે મારા પ્રિયતમ અરિહંત પ્રભુ ! મેં દોટ મુકી...મારો શ્વાસ બેસે તેના પહેલાં હું ભેટી પડી; મારૂં તો અસ્તિત્વ જ ન રહ્યું. પ્રિયતમમાં સમાઈ ગઈ ! ગાઢ આલિંગનમાં લપાઈ ગઈ. ચૈતન્યથી ચૈતન્યનું દિવ્ય મિલન થયું. આત્માથી આત્માનું સુમધુર, પ્રેમસભર, અમૃતના આસ્વાદ ભર્યું અભેદ મિલન થયું. દિવ્ય પળ બની ગઈ. મારા મનમોહને અનુભવ રસનો પ્યાલો પાયો. પૂર્ણ પવિત્રતાની દિવ્ય પળે મારા પ્રિયતમે પૂર્ણાનન્દના અવિચલ રસભર્યું અમૃત પાયું. મેં તે પીધું અને ધન્ય ધન્ય બની ગઈ. તે ક્ષણ કેટલી મધુર, કેટલી દિવ્ય, કેટલી અદ્ભુત, જ્વલંત, આશ્ચર્યકારી, જાજ્વલ્યવાન, દેદિપ્યમાન, કેટલી ઉજ્વળ - કેટલી અમૃતમયી બની ગઈ ! એક તીવ્ર સુમધુર કંપારી અનુભવતી હું અપાર્થિવ આનંદમાં ડૂબી ગઈ. કહી ન શકાય તેવી દિવ્ય અમૃતરસ આસ્વાદની પળ, મોક્ષ સુખની વાનગી સમાન બની ગઈ. શબ્દો જ્યાં ટૂંકા પડે, બુદ્ધિ જ્યાં પાછળ રહી જાયમાત્ર અનુભવે સમજાય. પ્રિયતમ અને પ્રિયતમાનું અભેદ મિલન- આ બિન્દુ ઉપર કોઈ સ્ત્રી નથી અને કોઈ પુરુષ પણ નથી. ઇન્દ્રિયો પણ નથી. અહીં તો માત્ર ચૈતન્ય છે. કોઈ પ્રકારનો ભેદ નથી. એવી અભેદ અવસ્થા છે ભકત અને ભગવાનના મિલનની. અરિહંત પ્રભુને એટલે કે પ્રિયતમને ભેટી પડવું તેને જ અરિહંતાકાર ઉપયોગ શાસ્ત્રકારો કહે છે. અરિહંતાકાર ઉપયોગથી અરિહંતને ભેટવાનું હોય છે. પ્રિયતમ સાથેની ગાઢ આલિંગન અવસ્થા - તે જ ઉપયોગાકાર આત્મા છે. ઉપયોગ અરિહંત આકાર બન્યો. ઉપયોગથી ઉપયોગવાનું આત્મા અભિન્ન છે. તેથી ઉપયોગવાનું એટલે ધ્યાતાનો આત્મા અરિહંત આકાર બન્યો, અને અરિહંતાકાર બનેલા આત્માનું ધ્યાન સ્થિર થતાં આત્મ અનુભવ થાય છે. તેને જ અનુભવ રસનો પ્યાલો કહેવાય. “પ્રભુની મહેરે તે રસ ચાખ્યો” એમ શ્રી માન વિજયજી મહારાજ કહે છે. તેને જ મારા પ્રિયતમે અનુભવ રસનો પ્યાલો પાયો. તેને જ મનમોહન જિનવરજીએ મુજને અનુભવ પ્યાલો દીધો અને પૂર્ણાનન્દનો અક્ષય અવિચલ રસ ભકિત પવિત્ર થઈ પીધો. એવું અનુભવાય. (અહીં શાસ્ત્રકારોની ગૂઢ રહસ્યવાળી અનુભવની તાત્ત્વિક વિચારણાને લોકભોગ્ય ભાષામાં રજૂ કરી છે.) Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ અનુભવ સંગે રે રંગે પ્રભુ મલ્યા, સફ્ળ છ્યાં સવિ કાજ; નિજપદ સંપદ જે તે અનુભવે, આનંદધન મહારાજ । = प्रभुना अले४ भिवमना इन लषे (सात्म अनुभव याने સાક્ષાત્કાર અનુભવાય છે.) આ લખાય છે ત્યારે હું ઊંઘું છું કે જાગું છું તેની મને કાંઈ ખબર નથી. શું લખું છું તેનું મને ભાન નથી, હું ભાનમાં છું કે બેભાન, નિદ્રામાં, છું કે તંદ્રામાં-કાંઈ ખબર નથી. હું તો અરિહંત પ્રભુ - પ્રિયતમના પ્રેમમાં ખોવાઈ ગઈ છું. ‘હું તેના પ્રેમમાં છું' તેના સિવાય મને કાંઈ ખબર નથી... મને કાંઈ ખબર નથી...મને કાંઈ ખબર નથી... ‘પ્રેમ’ નો અર્થ શબ્દકોષમાં નહીં મળે, પ્રેમનો અર્થ તીર્થંકરોના દર્શનથી સમજાય છે. અને તેમના ધ્યાન દ્વારા પ્રેમ શું છે તે અનુભવાય છે. અરિહંત પરમાત્માના પ્રેમને કોઈ સીમા નથી. તે પ્રેમ કરે છે જીવ માત્રને. તે પ્રેમની કોઈ ક્ષિતિજો નથી, તેને કોઈ મર્યાદા નથી. અનંત જ્વરાશિ તેમના પ્રેમનું પાત્ર છે . અંરિહંત પ્રભુના પ્રેમમાં કોઈ લંબાઈ - પહોળાઈ નથી. આકાશ જેવો તેમનો પ્રેમ છે, આકાશની જેમ જગતના જીવ માત્રને તે પોતાના પ્રેમમાં સમાવી લે છે. આ તત્ત્વ ગુરુમુખથી જાણ્યા પછી મારો પ્રેમ પ્રિયતમ સાથે છે, તેથી પ્રિયતમના સંબંધીઓ તે મારા સંબંધીઓ બની જાય છે. એક પુરુષ સાથે એક સ્ત્રીનું લગ્ન થાય છે તેની સાથે પતિના માતા-પિતા, ભાઈ-બહેનો, સગાંસંબંધી બધા જ પત્નીના, સંબંધીઓ બની જાય છે. ભારતીય સંસ્કૃતિની નારી માટે સંબંધોનો વિસ્તાર થવો એ ખીલવાનો પર્યાય છે. સાધક-પરમાત્મા સાથે પ્રેમ કરે છે ત્યારે તેનો વિસ્તાર જીવસૃષ્ટિ રૂપી વૃક્ષની ડાળીઓમાં સંચાર પામે છે. પાંદડાં એક બીજાને ભેટે છે, અને આવા વૃક્ષને મધુર રસવાળાં ફૂલ અને ફળ આવે છે. હું પ્રેમમાં છું, મારા પ્રિયતમ સાથે અને મારા પ્રિયતમ અરિહંત પ્રભુનો પ્રેમ સકળ જીવરાશિ સુધી પહોંચ્યો છે. મારા પ્રિયતમ સકલ જીવરાશિ સાથે ' Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ચૈતન્ય અંશથી એકત્વ સાધી અઢળક પ્રેમરસથી સકળ જીવસૃષ્ટિને નવડાવે ! છે. મારો પ્રેમસંબંધ પણ પ્રિયતમના સંબંધીઓ એટલે કે જીવરાશિ તરફ વિસ્તરવો શરૂ થયો. સીમાડા અને ક્ષિતિજોને ઓળંગીને અનંતા અનંત જીવો સુધી પહોંચવા લાગ્યો. મારા પ્રિયતમે વિશ્વ પ્રેમનું મધુર અમૃત મને ભાવથી પાયું. તે સમયે મારી વિચારધારા થંભી ગઈ. હું અવાક્ બની ગઈ. મારા હૃદયમાં વિશ્વપ્રેમના ભાવો ઊભરાવા લાગ્યા. મારા ભાવો મારા પ્રિયતમના જીવસૃષ્ટિના પ્રેમ રસમાં ભળી ગયા. વિશ્વ પ્રેમની યોગનિદ્રામાં હું વિલીન થઈ ગઈ. અને તે સમયે મારાં ગાત્રો ખીલી ઊઠ્યાં, મારો જીવલડો નવપલ્લવિત બની, વિશ્વમૈત્રીના મધુર રસથી ભરપૂર ફૂલો વડે સુશોભિત બની ગયો. તે ફૂલોની પરિમલ દ્વારા મારા પ્રિયતમના ભાવો સાથે ભળીને હું સ્નેહ હીંડોળે હીંચવા લાગી. અનંતા અરિહંતોના ભાવો - “જો મને શકિત મળે તો જગતના સર્વ જીવોને જિન શાસન પમાડું બોધિ બીજ પમાડું, મોક્ષ પમાડું,”તેમાં ભળીને વિશ્વ વાત્સલ્યની સ્નેહભરી હુંફમાં મેં યોગનિદ્રા લઈ ધન્યતાનો અનુભવ કર્યો. પ્રિય વાચક મિત્રો ! દીર્ઘકાળ સુધી અખંડિત, શ્રદ્ધાપૂર્વક અને જ્ઞાનપૂર્વકની સાધનાથી જ કાંઈ પણ સારું મળે છે. તેની પાછળ કાર્યકારણની લાંબી સાંકળ હોય છે. એટલો ખ્યાલ રાખજો કે આ બધું રાતોરાત બની જતું નથી. તેની પાછળ વર્ષોની સાધના, ખંતપૂર્વકનો પ્રયત્ન, પ્રમાદને તિલાંજલી, દેવ-ગુરુની કૃપા, વિપ્નનો જય અને છેવટે સફળતા છે. સાધનાને વળગી રહે તેને સિદ્ધિ મળશે જ, એમાં શંકા નથી. પ્રિય વાચક ! મધુર રસ સભર જીવનનો આનંદ તારે લૂંટવો હોય તો મારે તને એક ગુપ્ત વાત કહેવી છે. (cosmic secret) સર્વ સફળતાનું ગુપ્ત રહસ્ય છે - “તું અરિહંતના પ્રેમમાં પડી જા. તું તારા હૃદયથી અરિહંત પ્રભુને પ્રેમ કર. હું અરિહંત પ્રભુના પ્રેમમાં છું.” તેવું તારા હૃદયમાં ભાવિત કર. પ્રભુ પ્રેમનો અંકુરો તારા હૃદયમાં ફૂટવા લાગશે ત્યાં તો પ્રભુ તને તેમના પ્રેમમાં નવડાવી દેશે. તને ન્યાલ કરી દેશે .તારો જન્મ સફળ થઈ જશે. તારા જન્મ-મરણના બંધન તૂટી જશે. અને શાશ્વત આનંદમય તારું દિવ્ય સ્વરૂપ પ્રગટ થશે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ તુચ્છ તારા પ્રિય વાચક ! તું મને પ્રિય છે માટે હું તને ‘તું’ થી સંબોધું છું અનંતકાળથી અરિહંત પરમાત્મા તારા ઉપર કરુણા વરસાવે છે. ‘સ્વાર્થ’ અને ‘અહં’માં તું અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. પ્રિયતમ અરિહંત પ્રભુ તારી તુચ્છ વાસનાઓને વિશ્વપ્રેમમાં પલટી નાંખશે. તારી નબળાઈઓને નમ્રતામાં ફેરવી નાંખશે. તારા સંસાર તરફના ખેંચાણને (About turn કરીને) મોક્ષ તરફ વાળી લેશે. તારે માત્ર કરવાનું એક જ છે - “પ્રભુને પ્રેમ કરવો.” અરિહંત પ્રભુના પ્રેમથી મળતું સુખ તે તો અનુભવગમ્ય જ છે. પૂજ્ય ગુરુ મહારાજ શ્રી અરિહંત પરમાત્માના સાર્વભૌમિક મહાસામ્રાજ્ય વિશ્વમય સ્વરૂપની વાતો ઘણી વખત કરતા. પહેલી ઉપકાર સંપદા - પરમાત્મા કરૂણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યના ભંડાર, અશરણના શરણ, અનાથના નાથ, અનંત જ્વોના પરમ ઉદ્ધારક, મહાસાર્થવાહ, મહાગોપ, મહાનિર્યામક, મહામાહણ આદિ ગુણોનું ચિંતન કરવું. બીજી અતિશય સંપદા - પ્રભુના ૩૪ અતિશયો, ૩૫ વાણીના ગુણો, પ્રાતિહાર્યો, સમોસરણની દ્ધિ આદિનું ચિંતન કરવું. ત્રીજી મૂલગુણસંપદા-શુદ્ધ આત્મચૈતન્ય પ્રગટ થવાથી પરમાત્મામાં જે જે અનંત ગુણ સંપદા પ્રગટ થઈ છે તેનું ચિંતન કરવું. સ્વરૂપરમણી, સ્વરૂપભોગી, સ્વરૂપાનંદી, અનંતગુણ સમૃદ્ધિના નિધાન, કેવળ જ્ઞાન આદિ અનંત ગુણલક્ષ્મીના સ્વામી, અચિંત્ય શતિના ભંડાર, અનંત વીર્ય આદિ ગુણોથી યુકત, એકાંતિક-આત્યંતિક-અનંત-અવ્યાબાધ-સ્વતંત્ર-સ્વાધીન એવા પરમ સુખથી પરિપૂર્ણ-પરમાત્મસ્વરૂપનો વિચાર કરતાં જીવનું અનંત કાળનું પુદ્ગલ ઉપરનું આદર બહુમાન પલટાઈને પરમાત્મા ઉપર આદર બહુમાન થાય છે. ઉપકાર સંપદા, અતિશય સંપદા, મૂલગુણ સંપદા આવા અનેક ગુણોથી અલંકૃત પરમાત્માનું વર્ણન ચાલતું હતું, તેમાં એક દિવસ બહુ જ મૂલ્યવાન વિચારણા આગળ ચાલી, પૂ. ગુરૂભગવંત અરિહંતોનું મહાસામ્રાજય સમજાવતા મન મૂકીને વરસ્યા. પરમાત્મા સીમંધર સ્વામિ મહાવિદેહના પુષ્કલાવતી વિજયમાં વિચરી રહ્યા છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ત્રણે ગુણ સંપદાથી પ્રભુ અલંકૃત છે. તેમના પરિવારમાં ૮૪ ગણધરો, ૧૦ લાખ કેવળજ્ઞાની આત્માઓ, ૧૦૦ ક્રોડ સાધુ, ૧૦૦ ક્રોડ સાધ્વીજી અને ૯૦૦ ક્રોડ શ્રાવક, ૯૦૦ ક્રોડ શ્રાવિકા, તેમના ઉપદેશથી સમ્યગ્ દર્શન પામેલા દેવો, માનવો અને તિર્યંચો તો પાર વગરના. આ બધો તેમનો પરિવાર. તેમની પાસે દીક્ષિત થયેલા ગણધરો, સાધુ, સાધ્વીનો પરિવાર પણ ઘણો મોટો છે. પરમાત્મા પહેલા પહોરે અને ચોથા પહોરે દરરોજ અંદાજે છ કલાક દેશના આપે, તે પણ કેવી ! પ્રભુના વાણીના ગુણોથી યુકત દેશનાથી અનેક જીવો પ્રતિબોધ પામી, સાધના કરી, કેવળજ્ઞાન અને મોક્ષ પામે છે. મહાવિદેહમાં ૧૬૬૦ તીર્થકરોના જન્મ થઈ ગયા છે. દીક્ષા હજુ અવસરે લેશે. આવા કુલ ૨૦ તીર્થંકરો (અરિહંતો) વર્તમાનમાં મહાવિદેહમાં આવા મોટા પરિવાર સાથે વિચારી રહ્યા છે. અને દરેકનો ઉપર મુજબ પરિવાર છે. તેમના ભાષાવર્ગણાના પુદ્ગલો જગતને પવિત્ર કરી રહ્યા છે. તથા તેમના પરિવારના મનોવર્ગણા અને ભાષાવર્ગણાના પુદ્ગલો જગતને મોક્ષ તરફ ખેંચી રહ્યા છે. પાંચ ભરત, પાંચ એરવતક્ષેત્ર છે. અહીં અત્યારે ભરત ક્ષેત્રમાં પરમાત્મા મહાવીર દેવનું શાસન ચાલી રહ્યું છે. ચતુર્વિધ સંઘ આરાધના કરે છે, જિન મંદિરોમાં પ્રભુ ભકિત આદિ ચાલી રહ્યા છે, અનેક જીવો મોક્ષ માર્ગની સાધના કરી રહ્યા છે. અઢી દ્વીપમાં પાંચ ભરત, પાંચ ઐરાવત ક્ષેત્રમાં અહીંના જેવું પ્રભુ શાસન ચાલે છે તેના આધારે અનેક જીવો મોક્ષમાર્ગની સાધના કરે છે. સમગ્ર તીર્જી લોકમાં જિનકથિત વચન અનુસાર ધર્મસાધના ચાલે છે. અરે ! સ્વયંભૂરમણ સમુદ્રમાં અરિહંત પ્રભુના આકારવાળા માછલાંને જોઈ બીજા- માછલાં સમ્યગુ દર્શન પામે છે, દેશ વિરતિ પામે છે. સમગ્ર ત્રસ નાડીમાં અરિહંતોનું માન સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. કરોડો - અબજો જિન મંદિરોમાં પ્રભુ ભકિત ચાલે છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો જિનમંદિરોમાં ભકિત કરે છે. જિન કથિત તત્ત્વનું ચિંતન કરે છે. સમ્યગૂ દર્શન નિર્મળ કરે છે. અત્યારે દેવલોકમાં રહેલા જેમનું તીર્થંકર નામકર્મ નિકાચિત થયેલું છે અને દેવલોકમાંથી ઍવીને તીર્થકર તરીકે જન્મ પામવાના છે, તેવા અસંખ્ય Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ દેવો જગત ઉદ્ધારની ભાવના સતત કરી રહ્યા છે, તેના મનોવર્ગણાના પુદ્ગલો વિશ્વવ્યાપી બનીને સદા જગતને પવિત્ર કરી રહ્યાં છે. સિદ્ધશિલા ઉપર અનંત સિદ્ધ ભગવંતો જગતને પરમ સુખ અને આનંદ પ્રાપ્ત કરવા સતત પ્રેરણા આપે છે. આવું અને જેનું વર્ણન કરી ન શકાય તેવું અખિલ બ્રહ્માંડના સાર્વભૌમ ચકાધીશ્વર અરિહંતોનું મહાસામ્રાજ્ય જગતમાં પ્રવર્તી રહ્યું છે. અરિહંતોનું સર્વશ્રેષ્ઠ અનુદાન - તે પોતાના જ ભકતને પોતાના સમ બનાવે છે. એટલે તે “નિજ સ્વરૂપના દાતા” છે. આવી આવી અનેક રસભર વાતો ગુરુ ભગવંત સમજાવતા અને સાધકોના હૃદય પ્રભુપ્રેમથી છલોછલ ભરાઈ જતા. અરિહંત પદના ભાવામૃત ઘૂંટી ઘૂંટીને સાધકને પાન કરાવતા જ રહ્યા.....વર્ષો સુધી “અરિહંત' “અરિહંત' ચાલતું જ રહ્યું છે. અરિહંતની વાતો કરે ત્યારે ગુરુમહારાજમાં અરિહંતના ભાવોનું દર્શન થતું હતું. તેમના આત્માના પ્રદેશ પ્રદેશે અરિહંત ગીત ગુંજતું હતું. તેમના લોહીના અણુએ અણુ અરિહંતની વિશ્વ ઉદ્ધારની ભાવનાથી વિભૂષિત રહેતા તેમના હૃદયના ધબકારે ધબકારે અરિહંતનું સ્મરણ રહેતું અને શ્વાસોશ્વાસ અરિહંત ભાવવાસિત રહેતો. તેમની આંખોમાં પરમાત્માની ઝલક દેખાતી, તેમને જોઈને અરિહંતના એંધાણ વરતાય. જાણે પરમાત્મા પાસે પહોંચવાનું દ્વાર હોય એવા ગુરુ ભગવંત શોભતા હતા ! તે દ્વારેથી પ્રવેશ થતાં સુખ સંપદાન આપનારૂં પ્રભુનું દર્શન થતું. પૂજ્ય ગુરુ ભગવંત હંમેશાં પરમાત્મા અને શિષ્યની કડી જોડી આપવાનું કાર્ય કરતા જ રહ્યા........... મૈત્રીભાવભર્યું તેમનું હૃદય કોઈ વખતે અમૃતથી છલકાઈ જાય ત્યારે જીવસૃષ્ટિમાં વિચરવા લાગેલી તેમની ચેતના સમષ્ટિના અનંત વિલાસમાં ડૂબી જતી. ગુરુ ભગવંત જયારે મન મૂકીને વરસે ત્યારે જાણે વાત્સલ્યનું વહેતું ઝરણું, પરોપકારની પરબ અને મૈત્રીભાવના મહાસાગર..! પૂ. ગુરુમહારાજ અરિહંતના ભાવો પીરસે ત્યારે સાધકની ચેતનામાં વીજળીનો સંચાર થાય. સાધક કોઈ અલૌકિક દશામાં પ્રવેશ કરી અરિહંતમાં ખોવાઈ જાય. બસ, આવું બધું દરરોજ ચાલતું જ રહ્યું..સાધકના જીવનની પ્રેમ સરિતા સુવર્ણમય મધુર પળોમાં આ રીતે પરમાત્માના મહાસાગર તરફ વહેતી જ રહી......વહેતી જ રહી.... વહેતી જ રહી...... પ્રિય વાચક મિત્રો ! પૂજ્ય ગુરુ ભગવંતનો પર્યાય ૨૦૩૬ના વૈશાખ સુદ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૧૪ની સાંજે પલટાયો. (જેને વ્યાવહારિક ભાષામાં મૃત્યુ અગર કાળધર્મ કહેવાય.) તે વાતને અહીં ગૌણ કરી છે. કારણ કે મનુષ્ય પર્યાય પલટાઈને દેવનો પર્યાય થયો, પણ ગુરુનો આત્મા તો તે જ છે. એટલે પર્યાયને ગૌણ કરી દ્રવ્યને મહત્ત્વ આપવું તે જ આપણું કર્તવ્ય છે. સ્વગર્થ ગુરુ એટલે “કાળધર્મ પામેલા નહીં” સ્વર્ગ એટલે હૃદય. હૃદયસ્થ ગુરુ સમજવું. અને ઉપયોગથી ગુરુ સર્વત્ર હાજર છે. આપણો ઉપયોગ ગુરુ આકારે પરિણમે ત્યારે ગુરુ હાજર હોય છે. સત્તા સંગ વિના તત્ત્વની પ્રાપ્તિ થતી નથી સત્તા સંગ વિના અંતની વાતનો તંત કદી મળતો નથી સત્ સંગ વિના વિવેક નથી, વિવેક વિના ભકિત નથી, ભકિત વિના મુક્તિ નથી. મુક્તિ વિના સુખ નથી, પરમસુખ મુક્તિમાં છે. સુખ માટે મુક્તિ જોઈએ. મુકિત માટે ભક્તિ જોઈએ. ભકિત માટે વિવેક જોઈએ વિવેક માટે સંતોનો સમાગમ જોઈએ વિશ્વના સાર્વભૌમિક સામ્રાજ્યના જીવનદાતા અરિહંત પ્રભુનું મહાસામ્રાજ્ય....મારા પ્રિયતમનું મહાસામ્રાજ્ય ગુરુ મુખેથી સાંભળી મારા હૃદયમાં દિવ્યજ્યોતિનો પ્રકાશ પથરાયો. દરરોજ સવારે એક પહોર (અંદાજે ૩ થી ૬ વાગે) મારા પ્રિયતમ સામે દિવ્ય પ્રણય ચાલે છે. સામાયિક ભાવમાં, પદ્માસને સ્થિત સાધક સ્થિતિમાં, મારા પ્રિયતમના રસ ભર્યા આલિંગનમાં હું લપાઈ જાઉં, પ્રભુના આલિંગનને ઝીલવામાં રસસભર બની જાઉં, અભેદ ધ્યાનમાં અમારૂં એકત્વ મિલન થાય અને અરિહંતાકાર ઉપયોગ અને ઉપયોગ આકાર આત્માની દિવ્ય સાધના ચાલે. મારા પ્રિયતમ-પ્રભુ આત્મ અનુભવનો દિવ્ય મધુર રસ પીવડાવે. તે અક્ષય અવિચલ અનુભવરસનું અમૃત હું પીધાં જ કરૂં...........પીધાં જ કરૂં............પીધાં જ કરૂં........... પ્રિય વાચક મિત્રો ! તેનું તાત્ત્વિક સ્વરૂપ જરા જોઈ લઈએ. મન વૈકુંઠ અકુંઠિત ભક્તે, યોગી ભાખે અનુભવ યુકતે, અકુંઠિત ભક્તિ દ્વારા એટલે ઉપયોગને કુંઠિત થવા દીધા સિવાય એટલે - કે અરિહંત આકાર ઉપયોગના સતત પ્રયોગ દ્વારા અમે એવી ભકિત કરીશું Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ કે અનુભવજ્ઞાની મહાપુરુષોએ જે રીતે ધારાબદ્ધ રીતે (અકુંઠિત ભકિત દ્વારા) ઉપયોગ અરિહંત પ્રભુના સ્વરૂપમાં સ્થિર કર્યો તે રીતે ખીર નીર પેરે તુમશું મીલશું, વાચક યશ કહે હેજે હળશું. અમે પણ પરમાત્મા સાથે એકમેક મળી જઈશું. જેવી રીતે સાકર દૂધમાં ભળી જાય, તે રીતે ખીર-નીર પેરે તુમશું મીલશે એટલે કે હે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ! આપના આવા અભેદ મિલન દ્વારા અમે પણ હેજે હળશું. એટલે કે પરમાનંદનો અનુભવ કરીશું અર્થાત્ તાત્ત્વિક દૃષ્ટિએ આપનું અભેદ મિલન તે જ આત્મસાક્ષાત્કાર એટલે આત્મસ્વરૂપ અનુભવની દિવ્ય મધુર પ્રક્રિયા. આનંદનો પ્રેમી મનુષ્ય જયારે સાધક દશામાં આવે છે, ત્યારે જાણે છે કે આનંદનો ભંડાર આત્મામાં છે અને આનંદનો પરમ પ્રગટ ભંડાર પરમાત્મામાં છે. તેથી સાધકના પ્રેમનો પ્રવાહ પરમાત્મા તરફ વળે છે અને સાધકનો તે પરમાત્મ પ્રેમ જ પરમાનંદનું સ્વરૂપ ધારણ કરીને સાધકને આનંદથી પૂર્ણ ભરી દે છે. હવે આપણે આપણી સાધનામાં પાછા આવીએ. લગ્ન થયા પછી પતિનું ઘર પત્નીનું બની જાય છે. પતિની મિલ્કત પત્નીની બની જાય છે, પતિના સંબંધીઓ પત્નીના બની જાય છે. પતિ પ્રત્યેની વફાદારી પત્નીને પતિના સામ્રાજ્યની માલિક બનાવે છે. એક દિવસ મેં મારા હૈયાના હાર પ્રિયતમને કહ્યું – “પ્રભુ તમે મને નોકરીએ રાખો. આખો દિવસ તમારું કામ કરૂં તેવું સેવા કાર્ય ફરમાવીને કૃતાર્થ કરો.” મારા પ્રભુએ મને જવાબ ન આપ્યો પણ મારા ગુરુ મારફત આનો જવાબ મોકલ્યો તે સાંભળી મારી નાચી ઊઠવાની તમન્ના કાબુમાં ન રહી. રોમાંચ, સંભ્રમ, આશ્ચર્ય વચ્ચે મેં તો મન મૂકીને નાચી લીધું. (કોઈ વહેવારૂ માણસ તેને ગાંડપણ પણ કહી દે, પણ મને તેની કાંઈ પરવા નથી. કારણ કે અમારી અંદરની વાત તે કાંઈ જાણતો નથી.) - પ્રભુને મેળવવા છે તેવી ઈચ્છા સમ્યગુ દૃષ્ટિની છે, પૈસા મેળવવા છે તેવી ઈચ્છા મિથ્યાદષ્ટિની છે. પૈસાની પાછળ માણસ ગાંડાની જેમ આંધળી Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ દોટ મૂકે છે, તેમ પરમાત્માની પાછળ જ્ઞાની ભકત દોટ મૂકે છે. પ્રભુ સાથે પ્રેમ કરવો છે, “હું અરિહંતના પ્રેમમાં છું.” આ વસ્તુને લોકો ઘેલછા કહેશે, કાંઈ અતિ વહેવારૂ તેને ગાંડપણ કહેશે. સંત કબીર જ્યાં જાય છે ત્યાં આત્મા અને પરમાત્માની વાત કરે છે. લોકો કહે છે કબીરો ગાંડો થઈ ગયો છે. ત્યારે કબીરે કાવ્ય રચ્યું - કબીરા બીગડ ગયા, છાશકે સંગસે દૂધ બીગડા. બીગડવા બીગડવામાં ધૃત તો ભયા, કબીરા બીગડ ગયા. પારસકે સંગસે લોહા બીંગડા, બીગડવા બીગડવામાં કંચન તો ભયા, કબીરા બીગડ ગયા. ભદ્રંકરકે સંગર્સ બાબુ (કડીવાળા) બીગડા, બીગડવા બીગડવામાં પ્રભુ તો મિલા, બાબુ બીંગડ ગયા. કોઈ કહેશે કે, પૂ. ભદ્રંકરવિજયજી મ.ના સંગથી બાબુ (સાધક) બગડી ગયો - ઘેલો થઈ ગયો, પણ મને તેની કાંઈ પરવા નથી કારણ અમારી (મારી અને મારા પ્રિયતમ અરિહંત પ્રભુની) અંદરની વાત તે જાણતા નથી. મારા પ્રશ્નનો જવાબ મારા ગુરુ મારફત આવ્યો કે, ભગવાન તને નોકર નથી બનાવવા માગતા. તારી પરચુરણ વ્યાવહારિક ઈચ્છા પૂર્તિ કરીને તે વાત પૂરી કરવા ઈચ્છતા નથી. તે તો તને તેમના જેવા બનાવવા ઈચ્છે છે. અરિહંત પરમાત્મા પોતાના ભકતને પોતાના સમકક્ષ બનાવે છે. પોતાનું રૂપ પોતાના ભકતને દાનમાં આપે છે. અહો ! અહો ! અરિહંત પ્રભુ ! તું કેટલો મહાન છે ! કેટલો મહાન છે ! તું મને બહુ જ ગમે છે, બહુ જ ગમે છે. હું તને હૃદયના પ્રેમથી ચાહું છું. ઘડી ઘડી તારા પ્રેમમાં ખોવાઈ જાઉં છું. તું જ મારૂં જીવન છે. તું જ મારો પ્રાણ છે, તું જ મારૂં સર્વસ્વ છે. સર્વોત્તમ પુરૂષાર્થ ઉત્પન્ન કરનાર પ્રભુ તું જ છે. મારી શકિતઓને તું જગાડ ! મારા પ્રમાદને તું ખંખેરી નાંખ ! તારા પ્રેમનો સાચો પાત્ર બનું તેવી યોગ્યતા મને આપ ! તું દેવાને સમર્થ છે, હું લેવા માટે તત્પર છું. પ્રભુ ! મારા મર્યાદિત વ્યકિતત્વના કોચલાને તોડી નાંખ ! તું મને અનંતની યાત્રાએ લઈ જા ! પ્રભુ સાથેનો પ્રણય હવે આગળ ચાલે છે. ભગવાન હૃદયમાં પધારે છે. પદ્માસન અવસ્થામાં પલાંઠીથી નાભિ સુધી Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ૧૦ હજાર પગથીયા. ઊંચું વજ્રમય તળીયું. તેના ઉપર ચાંદીનો ગઢ અને સોનાના કાંગરા. તેના ઉપર ૫ હજાર પગથીયા . ઊંચે બીજો સોનાનો ગઢ અને રત્નના કાંગરા. તેના ઉપ૨ ૫ હજાર પગથીયા, ઊંચે ત્રીજો રત્નનો ગઢ અને મણીના કાંગરા. હૃદયના સ્થાને સિંહાસન મણિ રત્નથી વિભૂષિત. ત્રીજા ગઢ ઉપર અશોકવૃક્ષ માથાના વાળ સુધીનું કલ્પવું. હૃદયના સિંહાસનમાં ભગવાન (પ્રિયતમ) પધારે છે. આનંદનો મહોત્સવ છે. ભગવાનના મસ્તકની પાછળ ભામંડળ, મસ્તકની ઉપર ત્રણ છત્ર, દેવદુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ચામર, દિવ્યધ્વનિ હૃદયમાં બિરાજમાન પરમાત્મામાંથી દિવ્યગુણો અને શક્તિઓનો વિસ્ફોટ થાય છે. (૧) પ્રેમ-કરૂણા, (૨) આનંદ, (૩) સુખ, (૪) શક્તિ (વીર્યગુણ) (૫) ગુણસમૃદ્ધિ વિસ્ફોટ થઈને સાધકમાં ફેલાય છે. સાધકના અણુએ અણુમાં તે દિવ્યશકિતઓ કાર્યશીલ થાય છે. આપણે સ્વયં પ્રેમ-કરૂણા, આનંદ, સુખ, શક્તિ, ગુણ સમૃદ્ધિરૂપ બનીએ છીએ. હૃદયમાં બિરાજમાન પરમાત્મા ધીમે ધીમે મોટું રૂપ ધારણ કરે છે. આપણા દેહ પ્રમાણ બની જાય છે. પરમાત્માના અસંખ્ય પ્રદેશો આપણા અસંખ્ય પ્રદેશો સાથે એકરૂપ થાય છે. અનંત સુખ અને ગુણથી પરિપૂર્ણ પરમાત્માનો પ્રત્યેક પ્રદેશ આપણા એક એક પ્રદેશ સાથે મળતાં આપણે દિવ્ય સ્વરૂપ બની જઈએ છીએ. પરમાત્મા પૂર્ણતાનો અનુભવ કરાવે છે. (પ્રિયતમ સાથે ગાઢ આલિંગન અવસ્થા - ઉપયોગાકાર આત્મા. પ્રિયતમ અમૃતરસ પીવડાવે એટલે આત્માના અનુભવનો ૫૨મરસ અનુભવાય.) ભગવાન (પ્રિયતમ) સાથે સંપૂર્ણ અભેદ અવસ્થા છે. કેવલી સમુદ્દાતની રીતે ભગવાન વિશ્વરૂપ ધારણ કરે છે. હું તો તેમના (ભગવાનના) અભેદમાં જ છું. ચૌદ રાજલોકના એક એક પ્રદેશે એક એક આત્મપ્રદેશ ગોઠવાઈ ગયો. (ચૌદ રાજલોકના જેટલા આકાશ પ્રદેશો છે તેટલા જ દરેક જીવના આત્મ પ્રદેશો છે.) પ્રિયતમ ભગવાને સમગ્ર વિશ્વને આકાશની જેમ પોતાનામાં સમાવી દીધું. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ચૌદ રાજલોકમાં પ્રેમ અને કરૂણાનો વરસાદ વરસાવ્યો. જીવમાત્ર દલતયા પરમાત્મા છે. (દલતયા પરમાત્મા એવ જીવાત્મા) તેવા જીવમાત્ર સાથે પ્રેમ કરી લીધો. સિદ્ધ ભગવંતના સાધર્મિક, અનંતગુણના વૃંદ, અનંત સુખના નિધાન, વિશ્વના સર્વજીવોને અમે પ્રેમથી ભેટયા, દેશ અને કાળનું બંધન તૂટી ગયું. ચૌદ રાજલોકના પ્રત્યેક આકાશ પ્રદેશમાં રહેલા અનંતવોમાં ભાવપ્રાણનું સંચાર કરવાનું કાર્ય શરૂ કર્યું. જો મને શકિત મળે તો જગતના સઘળા વોને જિનશાસન પમાડું, સૌને બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું, આ ભાવનાનું ઝરણું પ્રભુએ મારામાં વહેતું મુક્યું. વિશ્વનું દર્શન કરાવ્યું. ભાવપ્રાણના સંચાર સોયની અણી ઉપર રહે તેટલા ભાગમાં અસંખ્ય નિગોદ છે. પ્રત્યેક ' નિગોદમાં અનંત વ છે. તે પ્રત્યેક જીવમાં, અસંખ્ય આત્મપ્રદેશ છે તેમાં જે શુદ્ધ અને નિર્મળ છે તે આઠ રૂચક પ્રદેશો ઉપર જિનેશ્વરનો સંદેશો પ્રસારિત કરવા રૂપ ભાવપ્રાણનો સંચાર જગતના અનંતાનંતવોમાં શરૂ કર્યો - “તું જિનશાસન રસિક બનીને, બોધિબીજ પામીને મોક્ષ પ્રાપ્ત કર.” આ ભાવ અનંતાનંત સર્વજ્વોમાં પ્રત્યેક જીવના આઠ રૂચક પ્રદેશ ઉપર પ્રસારિત કરી જિનશાસનની યાને મારા પ્રિયતમની સેવા કરવાનું અદ્ભૂત સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. આત્મા સંકોચ વિસ્તાર સ્વભાવવાળો છે. કીડીમાં સંકોચ વધારે હોય, હાથીમાં વિસ્તાર હોય. આવી સાધનાના સમયે આત્મા વિશ્વમય સ્વરૂપમાં શ્રેષ્ઠતમ વિસ્તારવાળો હોય છે. ૧૪ રાજલોકના જેટલા આકાશ પ્રદેશ તેટલા જ પ્રત્યેક જીવના આત્મ પ્રદેશ છે. એક એક આકાશ પ્રદેશ ઉપર એક એક આત્મપ્રદેશ આ સૌથી વધુ વિસ્તારવાળી અવસ્થા હોય છે. આ સમયે મારા આત્માને પારદર્શક સ્થિતિમાં અનંતાનંત જીવોના સાથેના પ્રેમ સંબંધમાં રહેલો જોઈને મારા આનંદની અવિધ ન રહી. સહજભાવે સિદ્ધશિલાથી સાતમી નારકી સુધીનું અવલોકન થયું તેમાં તિÁલોકમાં તિર્થંકરો ઉપદેશ આપી રહ્યા છે તે સમવસરણમાં આવા ભાવસહિત જતાં ભગવાને સર્વજ્વોના કલ્યાણ માટેની શકિતનું મારામાં અવતરણ કર્યું અને વિશ્વપ્રેમના હિંડોળે હિંચતી હું દિવ્ય આનંદની અનુભૂતિમાં વિલીન થઈ ગઈ. જો મને શક્તિ મળે તો જગતના સઘળા જીવોને જિનશાસન પમાડું, Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું, આવા ભાવો ઘણો સમય સુધી ઘુંટાવા ચાલુ રહ્યા. આ ભાવ પરાકાષ્ઠાએ પહોંચતા ભાવ રસરૂપ થઈ ગયો. અને મારા અંદર આ મધુર રસ ઢળી રહ્યો છે.) મારા શરીરના અણુઓમાં અને આત્મપ્રદેશોમાં આ રસ ઢળી રહ્યો છે. આ રસાસ્વાદમાં અમૃતથી પણ અધિક મીઠાશનો અનુભવ થયો. બસ, આ રસમાં ઘણો વખત સ્નાન કર્યું. અંદર બધુંજ સફેદ પ્રકાશમય બની ગયું. ફરી પાછો આ ભાવે ઉછાળો માર્યો. અને આત્મા ૧૪ રાજલોક સ્વરૂપ બની ગયો. મોટો ઘંટનાદ ૧૪ રાજલોકમાં સંભળાય તેવો શરૂ થયો. હે ભવ્ય આત્માઓ ! તમે એ ભવદુઃખથી અત્યંત પીડાઈ રહ્યા હોય અને તમારે ભવદુઃખથી છુટવું હોય તો તિર્થંકર ભગવંતો મોટો સાથે લઈને મોક્ષનગરે જઈ રહ્યા છે. તમે પણ તે તિર્થંકર ભગવંતોના શરણે આવો. તિર્થંકરોના પ્રભાવથી જગતના જીવો નિગોદમાંથી નીકળી મોક્ષ તરફ જઈ રહ્યા છે. તમે પણ તે પ્રવાહમાં આવો. આવા ઘંટનાદ દ્વારા જગતના જીવોને મોહનિદ્રામાંથી જાગૃત કરી પરમાત્મા તિર્થંકરદેવના શરણે આવવા માટે આહ્વાહન કર્યું. આવા મહાકરૂણાના ભાવોથી જગતને સ્નાન કરાવ્યું અને આ ભાવનાનું ઝરણું પ્રભુએ મારામાં વહેતું મૂકી દીધું. મારા પ્રિયતમે વિશ્વદર્શન કરાવ્યું. ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવી ગયા. ગુરુમુખથી સાંભળેલું અરિહંતના સામ્રાજ્યનું દર્શન થયું અને વિશ્વકલ્યાણની ભાવના ઘૂંટાવા લાગી. “સવિ જીવ કરૂં શાસન રસી”ની ભાવના મારા પ્રિયતમની જન્મદાત્રી માતા છે. તે મને અધિક અધિક પૂજ્ય લાગી. મારા પ્રિયતમની માતા “સવિ જીવ કરૂં શાસન રસી”ની ભાવનાની સેવામાં હું ખોવાઈ ગઈ. તે મધુર અવસ્થામાં મેં યોગનિદ્રાની મીઠી લહેરી લીધી. મારા અંદર અને બહાર મેં આનંદના મોજાં ઉછળતાં જોયાં. ભાવ માતાએ મારા હૃદયનો કબજો લઈ લીધો. હૃદયમાંથી પસાર થતું લોહી આ ભાવનાથી ભાવિત બની મારી નાડીઓમાં વહેવા લાગ્યું. તે વખતે અનુપમ સુખનું સૌંદર્ય મેં અનુભવ્યું. તે સુખને કોઈ અમૃત કહે છે, કોઈ ભકિતરસનો મધુર પ્યાલો કહે છે. જૈન શાસ્ત્રકારો તીર્થકરત્વનું ઉત્પાદન કેન્દ્ર કહે છે. મારા પ્રિયતમે જૈન શાસનના સાર્વભૌમિક સામ્રાજ્યનું મને દર્શન કરાવ્યું. “તે શાસન દીઠું ને વળી લાગ્યું મીઠું રે, આશાભર આવ્યો રે સ્વામી For. Private & Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ એકલો” મારા પ્રિયતમ આ વિશ્વના સાર્વભૌમિક સામ્રાજ્યના જીવનદાતા છે. સ્વાર્થના કારમા વ્યાધિથી પીડાઈને ત્રાસી ગયેલી મારી વૃત્તિઓને તેમણે પ્રાણીમાત્રના કલ્યાણભાવમાં પલટી નાંખી મને સુખી સુખી કરી દીધી. મારા મર્યાદિત વ્યકિતત્વના કોચલાને તોડી નાંખી મને સમષ્ટિના હીંડોળે હીંચાવી. ભાવ મારા સ્વામીનું સામ્રાજય જોઈ હું મલકાવા લાગી. હું મારી જાતને આવા સ્વામીની ચરણ રજ બનવા મળ્યું તેના અહોભાગ્યને બિરદાવવા લાગી. ઘૂંટાયા જ કરે છે - “જો મને શકિત મળે તો જગતના સર્વ જીવોને જિનશાસન પમાડું, બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું.” (અંદરથી પૂરો વિશ્વાસ છે કે મારા પ્રિયતમ મને આવી શકિત આપવાના જ છે.) બસ, આ ભાવ ઘૂંટાવા લાગ્યા. શબ્દો છેવટે ભાવરૂપ બનવા લાગ્યા. શબ્દ નિઃશબ્દ રહ્યા, ભાવરૂપે પલટાયા. હવે ભાવ ઘૂંટાય છે અને ધીમે ધીમે આ ભાવ રસ રૂપ બની ગયો. આ રસમાં હું તરબોળ બની ગઈ. મારા આત્માના પ્રદેશોમાં આ દિવ્ય મધુર રસ વહેવા લાગ્યો. આ મધુર રસથી આત્મામાં જીવ માત્ર પ્રત્યે પ્રેમના ભાવો પ્રગટયા. સૌને જિનશાસન પમાડું, બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું - તે શબ્દો હવે ભાવ બનીને રસમાધુર્યમાં પલટાયા. સકલ જીવસૃષ્ટિના કલ્યાણની ભાવનામાંથી ઉત્પન્ન થયેલા આ મધુર રસ સિવાય બીજું કોઈ અમૃત જગતમાં છે કે નહિ તેની મને ખબર નથી. પણ મને તો આ અમૃત રસનું પાન એટલું મધુર, એટલું દિવ્ય, એટલું અલૌકિક, એટલું આ શ્ચર્યકારી, અદ્ભુત અને આનંદ પ્રદાયક લાગ્યું કે અનંત કાળની તૃષા છીપાઈ, અનંતકાળની ભૂખ ભાંગી ગઈ, અનંત કાળની સુખના અનુભવની ઈચ્છા તૃપ્ત થઈ. હવે આ મધુર રસ પીવા માટે જગતમાં કયાંય જવાની જરૂર નથી. મારા પ્રિયતમ, હું અને જગતના જ્વો - આ છે અમારા અમૃત રસનું મધુર ઝરણું. બસ...પીધાં જ કરૂં, પીધાં જ કરૂં, પીધાં જ કરૂં, પીધાં જ કરૂં. આ અમૃતને.....પીવડાવ્યા કરૂં જગતને આ મધુર રસ. આ અમૃતરસના પાનથી રોમરોમમાં અમૃત વ્યાપી જાય, અણુએ અણુ પવિત્ર રસધારામાં તરબોળ બને. બે કાંઠે વહેતી નદીના પ્રવાહ જેવો લહેરાતો આ વિશ્વકલ્યાણ ભાવનો મધુર રસ મારા અંદર અને બહાર ઉભરાયા જ કરે. આત્માના પ્રદેશોમાં તૃષ્ટિ અને પુષ્ટિ થઈ. મંગલ ભાવનાના અજવાળાં Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ વ્યાપી ગયાં. દિવસ ઊગે અને આવા ભાવોમાં અમૃતનું પાન થયાં કરે. રાત્રે સોણલા આવે, દિવસે વારંવાર યાદ આવે. રોમ રોમ વિકસ્વર બને. વિના પ્રયત્ને મારા પ્રિયતમ હ્રદયનો કબજો લઈ લે. અને હૃદય ધબકારામાં વિશ્વકલ્યાણનો ભાવ પૂર્વે અને આવી મધુર પળોમાં જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ મારામાં એવો તો ઉલ્લસિત થયો કે સકલ જીવસૃષ્ટિને પ્રેમથી નવડાવી દેવાનું અને અરિહંતના ભાવોનું અમૃત પીવડાવી દેવાના થનગનાટને હું રોકી ન શકી. “સૌને જિનશાસન પમાડવાની, બોધિબીજ પમાડવાની, મોક્ષ પમાડવાની મારી ઉન્નત તમન્ના બે કાંઠે વહેતી નદીની જેમ ઉન્મત્ત બની વહેવા લાગી. આવી મધુર રસભરી અવસ્થામાં સરિતા અને મહાસાગરના અભેદ મિલનની જેમ મારા પ્રિયતમમાં ખોવાઈ જઈને મેં શાશ્વત સુખનો સ્વાદ માણ્યો. મારા પ્રિયતમે મને ન્યાલ કરી દીધી. મને તેમના સામ્રાજયની સામ્રાજ્ઞી બનાવી. મારા આનંદનો પાર નથી, મારા સુખની અવિધ નથી. મારા અહોભાગ્ય જાગ્યાં. મને કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણિરૂપ પ્રિયતમ મળ્યા છે. આવા ભાવોમાં મારી અંદર અને બહાર અપાર આનંદના મોજાં ઉછળતાં મેં જોયાં. મારા ગુરુએ કહ્યું કે આ અરિહંતોનો વિશ્વકલ્યાણનો ભાવ જયારે આપણામાં વ્યાપક બને ત્યારે આપણો આત્મા પ્રકૃષ્ટ પુણ્યથી પુષ્ટ થાય છે. અથવા સર્વોત્તમ પુણ્યપ્રકૃતિ બંધાય છે. (૧) તીર્થંકર નામ કર્મ (તીર્થંકર નામકર્મની નિકાચના માત્ર તીર્થંકર બનનારને જ થાય છે. તીર્થંકર નામકર્મનો બંધ બીજાને પણ થઈ શકે છે. (૨) આદેય નામકર્મ (૩) સુસ્વર નામ કર્મ (૪) સુરૂપ નામકર્મ યાને શુભનામ કર્મ (૫) યશ નામકર્મ (૬) સૌભાગ્ય નામકર્મ આ છ પુણ્યપ્રકૃતિઓ જગતના જીવોને જિનશાસનમાં જોડવા માટે અદ્ભુત રસાયણ છે, જે ઉદયમાં આવે ત્યારે લાખો, ક્રોડો, અબજો વોને પ્રતિબોધ કરવાની શકિત ઉત્પન્ન કરે છે. પરમાત્માનું અભેદ મિલન અને તેમાંથી સર્જન થતો આત્મ અનુભવનો પરમરસ ઘાતિ કર્મના દળિયાંને આત્માથી વિખૂટા પાડી આત્મ સમૃદ્ધિના ખજાનાને પ્રગટ કરાવે છે. કર્મનાં પોપડાં ઉખડવા માંડે છે, કર્મના પડદા પીગળવા માંડે છે, સમ્યગ્ દર્શનના અજવાળા આત્માના પ્રદેશમાં પથરાય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કર્મના કાટ નીચે દબાયેલાં આત્માના પ્રદેશોમાં મધુર સંચાર થાય છે. અને અંદરથી આત્માનો આનંદરસ ઊભરાય છે. તેનો અનુભવ આસ્વાદ આવે છે, સુધારસ-અમૃત સમા આત્માનંદનો અનુભવ થાય છે. જગતના જીવ માત્રના કલ્યાણની ભાવના પ્રવૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરાવી તીર્થકર નામ કર્મ, ગણધર નામ કર્મ, તથા શાસન પ્રભાવકતા દ્વારા જગતના જીવોને તીર્થકરની નજીક લાવવાના કાર્યમાં આપણને કૃતજ્ઞભાવે સેવા કરવાનો લાભ અપાવે છે. પ્રિય વાચક મિત્રો ! મારે તો તમને એટલું કહેવું છે કે તમે દરરોજ દસ-વીસ મિનિટ માટે પણ સર્વ જીવોના કલ્યાણની ભાવના કરજો. અધ્યાત્મ કલ્પદ્રુમમાં શ્રી સિધ્ધર્ષિ ગણિ કહે છે. विश्वजंतुषु यदि क्षणमेकं, साम्यतो मजसि मानस! मैत्रीम् ।। તસુ પરમમત્ર ૨2- મૂત્તવ નાતુ | અધ્યાત્મ કલ્પદ્રુમ). હે મન ! તું સર્વ પ્રાણી ઉપર સમતાપૂર્વક એક ક્ષણવાર પણ પરહિતચિંતા રૂપ મૈત્રીભાવ ભાવીશ તો તને આ ભવ અને પરભવમાં એવું સુખ મળશે કે જે તેં કદી અનુભવેલ ન હોય. જગતમાં સુખ કયાં છે ? સૌ શોધે છે. જૈન શાસ્ત્રકારો કહે છે - એક ક્ષણ માટે તું જગતના જીવનું હિતચિંતન કર. કદી નહિ અનુભવેલું સુખ તને અનુભવાશે. અરિહંતોનું વિરાટ સામ્રાજ્ય કેટલું મહાન છે ? સમગ્ર વિશ્વના જીવોનો પ્રવાહ નિગોદમાંથી નીકળીને મોક્ષ તરફ વહી રહ્યો છે - તેના જ મૂળમાં તીર્થકરોની વિશ્વકલ્યાણની ભાવના છે. દરેક સાત દિવસે ઓછામાં ઓછો એક જીવ સમ્ય દર્શન પામે છે. જધન્યથી દસ દિવસે એક જીવ દેશ વિરતિ પામે છે, પંદર દિવસે ઓછામાં ઓછો એક જીવ સર્વ વિરતિ પામે છે. ઓછામાં ઓછા છ મહિને એક જીવ મોક્ષે જાય છે. ઉત્કૃષ્ટથી તો પ્રત્યેક સમયે ૧૦૮ મોક્ષે જાય છે. (એક આંખના પલકારાના અસંખ્ય સમય . થાય.) આવી રીતે જગતના જીવોનું નિગોદમાંથી નીકળીને મોક્ષ તરફ જવાનું કાર્ય અનંતકાળથી ચાલે છે. તેના મૂળમાં તીર્થકરોની ભાવના છે. પ્રિય વાચક મિત્રો ! પરમાત્માની અચિન્ત, અનંત શકિતને સમજવા માટે મન પહોંચી શકતું નથી, તર્ક ત્યાંથી પાછા ફરે છે, શબ્દમાં જે વર્ણવી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ શકાતી નથી, બુદ્ધિ જ્યાં પહોંચી શકતી નથી. ભગવાન શું કરી શકે તેનું માપ મન, બુદ્ધિ, તર્ક કે શબ્દથી ન નીકળે. પરમાત્માની અનંત શકિત ઉપર શ્રદ્ધા રાખે તેને અનુભવથી સમજાય છે. એક શિકારીને, બીજા ભવે નરકમાં જનારને ભગવાન મળ્યા પછી જે નવકારશીનું પચ્ચકખાણ કરવાને સમર્થ નથી, એવા અમારા શ્રેણિક મહારાજાને અમારા ભગવાન આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર બનાવી શકે છે. પ્રભુ ઉપરની શ્રદ્ધા, સમર્પણ, વફાદારી, પ્રેમ, સતત સ્મરણ સુલસાને તીર્થંકર બનાવી શકે છે. ભકત જન પ્રભુને જે ભાવે ભજે છે, તે ભાવે ભગવાન ફળે છે. પ્રભુ ઉપરની શ્રદ્ધા આશ્ચર્યકારી સર્જન કરી શકે છે. શરૂઆત મન અને બુદ્ધિથી થાય તે વાસ્તવિક છે. પણ જ્યાં મન અને બુદ્ધિની પરિસીમા આવે છે, ત્યાં પરમાત્માનું સામ્રાજ્ય શરૂ થાય છે. જેને કોઈ સીમા નથી, જેને કોઈ ક્ષિતિજ નથી. એ તો છે અનંત આકાશથી અધિક લાંબુ, પહોળું, ઊંચું. ત્યાં બુદ્ધિ કામ ન લાગે ત્યાં કામ લાગે છે શ્રદ્ધા, સમર્પણ, પરમાત્મ પ્રેમ, વિશ્વાસ, અહં-મમત્વનું વિસર્જન. ત્યાં કામ લાગે છે અનુભવ. “અનુભવો અને માણો” એવું પ્રભુનું સામ્રાજ્ય. પ્રિય વાચક ! તને ઉતાવળમાં કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરજે. તું એક વખત પ્રભુમાં શ્રદ્ધા રાખી સાધક બન. પછી જો કે પ્રભુ તારા માટે શું કરી શકે છે ! અનુભવ કરજે. વળી ફરી મળીશું. બસ, હવે એમ લાગે છે કે આ વાત હવે આપણે પૂરી કરીએ..... પણ આ વાત આપણે મોક્ષમાં ન પહોંચીએ ત્યાં સુધી કદી પૂરી થવાની નથી. જૈન શાસનની કોઈ વાર્તા “કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા' ત્યાં જ પૂરી થાય છે. આપણા દેકેની વાર્તા અનંત કાળથી લખાય છે. તે કયારે પૂરી થશે ! મોક્ષમાં પહોંચીએ ત્યારે.... પ્રિય વાચક મિત્ર ! મેં તમારી સામે પ્રેમભરી મધુર વાતો કરી છે. આપણે બધા તીર્થંકર પ્રભુના ભાવ કુટુમ્બના સભ્યો છીએ, આપણે સર્વ તીર્થંકરોના ચરણ૨જ સમાન સેવકો છીએ. તે સંબંધથી આ બધી વાર્તા તમારી સાથે કરી છે. આમાં તમને જેટલું સારૂં લાગે તે ગુરુભગવંતનું છે. અને ભૂલચૂક વાળું હશે તે મારા છદ્મસ્થપણાના કારણે છે. મારી ભૂલચૂકની હું અંતઃકરણથી ક્ષમા માંગુ છું. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રિય વાચક મિત્રો ! આપણા જીવનનો ઘણો ખરો ભાગ મનના ભોંયતળીયામાં વીતાવતા હતા. તેને અગાસીમાં જઈ જીહ્નની મોકળાશ અનુભવવા માટે તમને આ વાંચી માર્ગ મળી જશે. પ.પૂ.પંન્યાસજી ભદ્રંકરવિજયનાં દિવ્ય સંદેશને જીવનમાં આચરણ કરી આપણે સૌ મોક્ષ માર્ગના સાધક બનીએ અને યોગ્ય આત્માઓને મોક્ષ માર્ગનાં સાચા સાધક બનાવીએ એ જ અભ્યર્થના. પીય પીયું કરી તમને જપું રે, હું ચાતક તુમ હરે; આવો ચતુર સુખ ભોગી. કીજે વાત એકાંતે અભોગી. પ્રેમ ગલી અતિ સાંકડી, તેમાં દો ન સમાય. પ્રિયતમ અરિહંતના પ્રેમમાં મારું અસ્તિત્વ મેં ખોઈ નાંખ્યું છે. હું છું કે નહિ તેની મને ખબર નથી, તું છે, “પ્રિયતમ છે” તેની તો મને ખાત્રી છે. “હું નથી” “હું” મને જડતો પણ નથી. “તું” માં હું સમાઈ ગયો છું. હવે મારૂં કોઈ અલગ વ્યકિતત્વ નથી. સતી સ્ત્રી પોતાના પતિમાં પોતાનું સર્વસ્વ માને છે. પુત્રને ઉછેરીને મોટો કરે છે. પણ પુત્રની પાછળ પિતાનું નામ લખાય છે. કારણ કે સતી સ્ત્રીએ પતિમાં પોતાનું વ્યકિતત્વ વિલીન કરી દીધેલું છે. તેમ “તું” માં “હું” સમાઈ ગયો છું. પ્રેમની સાંકડી ગલીમાં “તું” માં “હું” ખોવાઈ જાય અને બન્ને વચ્ચે અભેદ એક્તા થાય છે. બન્નેને જુદા જુદા સમાવવાની મોકળાશ પ્રેમગલીમાં નથી. બે જયારે એક થાય ત્યારે જ પ્રેમની ગલીમાં પ્રવેશ છે. “જબ તક હૈ, તબ પ્રભુ નહિ, જબ પ્રભુ, તબ નહિ મેં, પ્રભુ શોધન કું મે ચલા, કિન્તુ પ્રભુ પતા નહી. જબ ભુ મીલ ગયા, તબ મેરા પતા નહીં. જગત મને કહેશે કે પ્રેમ આંધળો છે. ઘેલછા કરે ભગવાન મળતા નથી. માથા ઉપર દહીંની મટકી લઈ ગોપીઓ દહીં વેચવા નીકળે છે, પણ માધવ- કૃષ્ણ પાછળ એટલી ઘેલી થઈ ગઈ છે કે બોલે છે – “કોઈ માધવ લ્યો” “કોઇ માધવ લ્યો.” અને કોઈ મુમુક્ષુએ પૂછયું કે - “મારે માધવ લેવા Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ છે.” દહીંની મટકી માથેથી નીચે ઉતારે છે. દહીંની મટકીમાં શ્રીકૃષ્ણ દર્શન આપે છે. જ્યાંથી અમૃત ટપકે છે તે સહસ્ત્રદલ પદ્મ બ્રહ્મરંધ્ર છે. તે મહીં (દહીં)ની મટકી છે. અને પરમ પુરુષ પરમાત્મા સહસ્ત્રદલ પદ્મમાં બિરાજમાન છે. સત્ પુરુષ (ભક્તજન) ની ચિત્તવૃત્તિ એટલે ભક્તિ યાને ગોપીને સહસ્ત્રદલ પદ્મમાં પરમ પ્રિયતમ પરમાત્માનું દર્શન થાય છે. તેથી તે મુમુક્ષુઓ પણ ઉલ્લાસમાં આવી કહે છે – “કોઈ માધવ લ્યો,” “કોઈ માધવ લ્યો” અર્થાત્ તે ભક્તિની વૃત્તિ યાને ગોપી કહે છે કે અમને પરમાત્માની પ્રાપ્તિ થઈ છેદ. પરમાત્મા એક જ પ્રાપ્ત કરવા લાયક છે, બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. માટે તમે પણ “માધવ લ્યો, કોઈ માધવ લ્યો” પરાભકિત દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરો અને તમે પ્રેમથી ઈચ્છો તો અમે પણ તમને પરમ પ્રેમના દિવ્ય ભંડાર પરમાત્માના દર્શનનો માર્ગ દર્શાવીએ. “આત્મ સમર્પણ ભકિત” સર્વ શ્રેષ્ઠ છે, તેમ કર્મ અને તેના ફળનું પરમાત્માને સમર્પણ કરીને ક્ષણ માટે પણ પરમાત્માનું વિસ્મરણ ન થવા દેવું. વિસ્મરણની ક્ષણ આવે ત્યારે અસહ્ય વેદના અનુભવવી. એક ઘડી પ્રભુ તમ વિના, જાય વરસ સમાન, જાય વરસ સમાન. પ્રેમ વિરહ હવે કેમ ખરું, જાણો વચન પ્રમાણ, જાણો વચન પ્રમાણ. ઘડીયે ન વિસરો હો સાહીબા, न स्वर्गाप्सरसां स्पृहा समुदयो नो नारकोच्छेदने नो संसारपरिक्षितौ न च पुनर्निर्वाणनित्यस्थितौ । त्वत्पादद्वितयं नमामि भगवन् किन्त्वेककं प्रार्थये, त्वद्भक्तिर्मम मानसे भवभवे भूयाद् विभो ! निश्चला ॥१॥ હે કરૂણાનિધાન પરમાત્મા ! તમારી ભકિતના પ્રભાવે મને સ્વર્ગની અપ્સરાઓના સુખ મળો તેવી મારી કોઈ ઈચ્છા નથી, નારકી ગતિનું છેદન થાઓ તેવી ઈચ્છા નથી, ભવ દુઃખનો ક્ષય થાઓ તેવી પણ ઈચ્છા નથી, સિધ્ધિ ગતિમાં સદા માટે મારો વાસ થાઓ તેવી પણ મારી ઇચ્છા નથી, Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પરંતુ આપના બન્ને ચરણને નમસ્કાર કરીને મારી એક જ ઈચ્છા છે “તમારી ભક્તિ મારા મનમાં ભવોભવના વિષે નિશ્ર્ચલપણે સદા રહો.” રોમરોમમાં પ્રભુ વસે અને ભકિતની ઉત્કૃષ્ટ પરિણતિ જાગે ત્યારે ભગવાન મળ્યા સિવાય રહેતા નથી. પણ તમે શૂન્ય બનો ત્યારે જ પૂર્ણમાં એકાકાર બની શકો. બાહ્યમાં શુન્ય ભાવ આવે ત્યારે અંતરંગમાં પૂર્ણતા પામે છે. ભકિતની પરાકાષ્ઠાએ તો જ્યાં નજર પડે ત્યાં પરમાત્મા જ દેખાય છે. “જ્યાં જઈએ ત્યાં પૂરણ સઘળે દીસે તુંહી જ તુંહી રે” સકળ જીવસૃષ્ટિ “દલતયા પરમાત્મા એવ જીવાત્મા છે. દલથી સર્વ જીવ પરમાત્મા છે. જીવ માત્રમાં સત્તારૂપે અવસ્થિત શુદ્ધ આત્મ ચૈતન્યનું દર્શન થાય છે અને જીવ માત્ર પ્રત્યે આત્મસમદર્શિત્વ અનુભવાય છે. પોતાના આત્મામાં પરમાત્માનો અનુભવ થાય ત્યારે જીવને મોક્ષનાં અનંત સુખો હથેળીમાં આવી જાય છે. સંસાર સાગર ગાયના પગલાં જેવો બની જાય છે. જે અતિ દુસ્તર જલધિ સમો સંસાર જો, તે ગોપદ સમ કીધો તુજ આલંબને રે લોલ હવે સંપૂરણ સિદ્ધિ તણી શી વાર છે, દેવચંદ્ર જિનરાજ જગત આધાર છે. ભકિત એ મુકિતની દૂતિ છે. ભકિત મુકિતને ખેંચી લાવે છે. પ્રભુના પ્રેમનો મધુર રસ જેણે ચાખ્યો, તેને ચક્રવર્તીના સામ્રાજય કરતાં પરમાત્મા વધુ વહાલા લાગે છે. “મારા વહાલા પ્રિયતમ પ્રભુ ! હું તારા પ્રેમમાં છું. હું તને હૃદયના ભાવથી ચાહું છું. તું મને બહુ જ ગમે છે,” “બહુ જ ગમે છે.” એક ક્ષણ તને ભૂલી શકું તેમ નથી. કદાચ સ્વર્ગનું અમૃત ચાખવા મળે અને પ્રભુ પ્રેમનો રસ ચાખવા મળે તો તે બન્ને રસમાં પ્રભુનો પ્રેમરસ સ્વર્ગના અમૃત કરતાં અનંત ગુણો ચડિયાતો છે તેવું અનુભવજ્ઞાની પુરુષોએ અનુભવ્યું છે. પ્રિય વાચક ! હું તને શું કહું ! “ઘાયલકી ગત ઘાયલ જાને, ઓર ન જાને કોઈ 33 Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ પ્રભુના પ્રેમરસ ભર્યા નયનમાંથી ઝરતો મધુર રસ એક વખત તું ચાખી જો. તારાં નયના તે પ્યાલા પ્રેમનાં ભર્યા છે. પ્રેમના ભર્યા છે દયારસનાં ભર્યા છે. તારા નયના......... જે કોઈ તારી નજરે ચઢી આવે, કારજ તેનાં તે સિદ્ધ કર્યા છે. તારાં નયના.......... તારા હૃદયમાં પ્રભુને પ્રેમથી બિરાજમાન કરી, તું શૂન્ય બનીને પ્રભુના પ્રેમમાં ખોવાઈ જા. તારા લોહીના અણુઓમાં, તારા સાડાત્રણ કરોડ રોમમાં અને તારા આત્માના અસંખ્ય પ્રદેશમાં એવું સુખ અનુભવાશે કે અનંત કાળમાં કદી અનુભવ્યું નહીં હોય. ભક્તિરસના પ્યાસી વાચક ! તને ગુપ્ત રહસ્ય કહું છું “તું પ્રભુના પ્રેમમાં પડી જા. તને જીવનમાં પરમ આનંદ અનુભવાશે.” તારા પ્રિયતમના કરુણાના પાત્ર જગતના જીવો પ્રત્યે મૈત્રીભાવથી ભાવિત બન ! તારા પ્રિયતમની માતા “સવિ જીવ કરૂં શાસન રસી” ની ભાવનાને તારા હૃદયનો કબજો લેવા દે. જેનાથી તારી નાડીઓમાં વહેતું લોહી આ દિવ્ય ભાવનાથી ભાવિત બની જશે, જે તારા મસ્તક ઉપર કલ્પવૃક્ષનું સર્જન કરશે. જો ધૂરિ સિરિ અરિહંત મૂલ, દૃઢ પીઠ પઈઠ્ઠિઓ, સિધ્ધ સૂરિ ઉવજ્ઝાય સાહુ, ચિહ્યું સાહ ગરિઠ્ઠિઓ, દંસણ નાણ ચરિત્ત તવહિ, પડિસાહા સુંદરૂ, તત્તખર સરગ્ગ લબ્ધિ, ગુરૂ પયદલ દુંબરૂ, દિસિવાલ જકખજક્મિણી પમુહ, સુકુસુમેહિં અલંકિઓ; સો સિધ્ધચક્ર કપ્પતરૂ, અમ્હે મનવંછિય લ દિયો. બ્રહ્મરંધ્રમાં અરિહંત પદ કલ્પવૃક્ષના મૂળ રૂપે છે. તે કલ્પવૃક્ષ ખીલીને મસ્તક ઉપર વિકસિત બનશે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આ સિદ્ધચક્ર રૂપી કલ્પવૃક્ષની મુખ્ય શાખાઓ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ - આ પ્રશાખાઓ છે. અષ્ટ વર્ગ, ૪૮ લબ્ધિપદો, ૮ ગુરુપાદુકાઓ તેના પાંદડાં છે. ૧૮ અધિષ્ઠાયક, જયાદિ ૮ દેવીઓ, ૧૬ વિદ્યાદેવી, ૨૪ યક્ષ યક્ષિણી, ૪ દ્વારપાલ, ૪ વીર, ૧૦ દિગ્પાલ, ૯ ગ્રહ અને ૯ નિધિ આ કલ્પવૃક્ષનાં ફૂલ છે. અને પરમાત્મપદની પ્રાપ્તિ એ જેનું ફળ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કે બન્નેન ભો ભવ્યા ! અસ્મ આરાધકે નરેઃ તીર્થકુશામ કમપિ હેલયા સમુપાર્જતે | (સિદ્ધચક્ર પૂજન વિધિ ત્રીજી ચોવીસીનો ૨૪મો શ્લોક) તીર્થકર નામકર્મની અતિ પવિત્ર પુણ્ય પ્રકૃતિની પ્રાપ્તિ રૂપ મધુર ફળો આ સિદ્ધચક્ર રૂપ કલ્પવૃક્ષ ઉપર ખીલી ઊઠેલા તને અનુભવાશે. અને આ મધુર ફળોના રસસ્વાદ જે કરશે તે મોક્ષના અનુપમ સુખોને પ્રાપ્ત કરશે. પરમ પૂજ્ય અધ્યાત્મયોગી ૫. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના ૨૩ વર્ષના સાંનિધ્ય દરમ્યાન પ્રાપ્ત થયેલ તત્વજ્ઞાન અને અનુભવોની કેટલીક પ્રસાદી આ પુસ્તકમાં રજૂ કરી છે. “અનુભવ” ને શબ્દોમાં ઉતારવાનું કામ કઠિન છે, છતાં તે માટે યત્કિંચિત્ પ્રયત્ન કર્યો છે. તેમની પાસેથી મળેલ કેટલાક અદ્ભુત અનુભવો માત્ર વિશિષ્ટ સાધકને જ બતાવી શકાય તેવા હોવાથી, આ ગ્રંથમાં રજૂ કર્યા નથી. પૂજ્ય ગુરૂમહારાજ અનુભવજ્ઞાની માપુરૂષ હતા. તેમની કૃપાથી મળેલ તત્ત્વનો સર્વ યોગ્ય આત્માઓને લાભ મળે તે હેતુથી આ તત્ત્વજ્ઞાન અને અનુભવો અહીં રજૂ કર્યા છે. ખંતપૂર્વક, નિષ્ઠાવાન બનીને પૂર્ણ શ્રદ્ધા પૂર્વક જે કોઈ સાધક આત્મા આ માર્ગે પ્રયાણ કરશે, તેને દિવ્ય અનુભવો થશે. તેનું જીવન વામનમાંથી વિરાટમાં ઊર્ધીકરણ પામશે. માટે મારા વહાલા સાધકો ! હવે પ્રયાણ શરૂ કરો પુનિત પંથે ! (૧) પ્રણિધાન કરો કે પરમાત્માના ધ્યાન દ્વારા આત્મ સાક્ષાત્કાર આ જીવનમાં જ કરવો છે. આ જીવનમાં આત્મ અનુભવ રૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે. પછી શરૂ કરો (૨) પ્રવૃત્તિ. નિયમિત સાધના કરો. ધર્મ મહાસત્તા તમને જરૂર સહાય કરશે. નિષ્ઠાપૂર્વકના શુભ સંકલ્પો કાળક્રમે અવશ્ય ફળદાયી બને છે. માટે પ્રમાદ છોડી સાધવા માટેની પ્રવૃત્તિ શરૂ કરો. (૩) વિદન જય :- વિપ્ન આવે ત્યારે ડરશે નહીં. પરમાત્મા તમારી સહાયમાં છે. વિપ્ન આવતાં સાધના છોડી દેવી તે કાયરનું કામ છે. દિવ્ય તત્ત્વો તમારી સહાયમાં છે. વિપ્ન જય અવશ્ય થશે. નિષ્ઠાપૂર્વક આગળ વધો. વિઘ્નોને હઠયા સિવાય છૂટકો જ નથી. હિંમતથી આગળ વધો. પ્રભુ ઉપર શ્રદ્ધા રાખો. કાર્ય સિદ્ધિ અવશ્ય થનાર છે. (૪) સિદ્ધિઃ- દેવ-ગુરૂ કૃપાથી તમને અવશ્ય સિદ્ધિ મળશે. ખંતપૂર્વકનો પ્રયત્ન સિદ્ધિ સુધી અવશ્ય પહોંચાડે છે. સિદ્ધિ મળતાં તૃપ્તિનો આનંદ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ અનુભવાશે. જીવન દિવ્ય બની જશે. (૫) વિનિયોગ :- તમને સિદ્ધિ મળે ત્યારે યોગ્ય પાત્રને તેની પ્રસાદી જરૂર આપો. જેમ તમારી ઉપર કોઈની કૃપા થવાથી તમને તત્ત્વ મળ્યું તેમ તમે પણ યોગ્ય પાત્રને આપજો. સાનિધ્યની દિવ્યપળો હે પ્રભુ ! મારા પ્રિયતમ વાતમાં ને વાતમાં તારી અને મારી પ્રેમ કહાની બની ગઇ. હજારો લાખોની વચ્ચે છાની છાની વાત થઇ ગયી. તે તો પ્રગાઢ મીલનમાં દઇ દીધું સર્વસ્વનું દાન અને હું બની ગયી અજર અમર. યુગયુગથી બીડાઇ ગયેલા હ્રદયના કમાડ ખુલી ગયા અને પ્રિયતમે તેનો કબજો લઇ લીધો. “સબસે ઉંચી પ્રેમ સગાઇ” પ્રેમની વાત પ્રેમી જાણે અને બીજા ભગવાન જાણે. માટે મારા વ્હાલા વાચક મિત્રો ! પ્રેમનો અર્થ સમજવા પ્રેમની સર્વોચ્ચ કક્ષાએ રહેલા અરિહંતનું દર્શન કરો. પ્રેમનો અનુભવ કરવા અરિહંતનું ધ્યાન કરો. શબ્દકોશમાં તમને પ્રેમનો અર્થ નહિ જડે- ભકત અને ભગવાનના મિલનમાં અવશ્ય પ્રેમનો અર્થ મળશે. ઢાઇ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઇ. સૃષ્ટિનો નિયમ છે કે જે તરસ્યું હોય તે તૃપ્ત થવા ઝંખે છે. જે ભૂખ્યું હોય તે અન્ન ખાધા પછીનો ઓડકાર પામવા ઝંખે છે. જે વિરહની વેદનામાં તરફડે તે મિલનનું માધુર્યં પામવા ઝંખે છે. મીરાં અને માધવને જોડતો. કબીર અને સાહેબને જોડતો, નરસિંહ અને શ્રીહરિને જોડતો, તુલસીદાસ અને રધુવીરને જોડતો, સુરદાસ અને શ્યામને જોડતો, સુલસા અને મહાવીરને જોડતો સેતુ છે પ્રેમ. પ્રેમ એ જીવનની જરૂરિયાત નથી. પ્રેમ એ જ જીવન છે. પાણી એ માછલાની જરૂરિયાત નથી, માછલીનું વન છે. પરમાત્મા આપણા વનની જરૂરિયાત નથી, તે જ આપણું વન છે. . Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ માછલી અને પાણી એકરૂપ છે. એકમેકમાં ઓતપ્રોત છે. મહિમા તો જે નથી મળ્યું તેનો જ થઇ શકે. જે પામ્યા હોઇએ તેનો તો ઉત્સવ જ થઇ શકે. પ્રેમ એટલે અસ્તિત્વના ઉત્સવનું સુમધુર સંગીત. દૂર હોવા છતાં નિકટતાનો અનુભવ તે પ્રેમનો પ્રસાદ છે. પ્રેમયોગ એ જ જીવન યોગ છે વન તો વહી જવાનું છે. પરંતુ વહેતી વખતે પ્રભુ પ્રેમ અને તેનો આનંદ પામવાની દિવ્ય ઝંખના વગર જીવનની મધુરતા મળતી નથી. સબસે ઊંચી પ્રેમ સગાઈ, - A પ્રભુ પ્રેમનો મધુરરસ પરમાનંદમાં પ્રગટાવવા માટે “મૃત્યુ એ મહા મહોત્સવ છે.” શું જોડી મળી છે ભકત અને ભગવાનની ! (ભકતના સ્થળે દરેક સાધકે પોતાને ગોઠવવો) જાણે વૃક્ષની ડાળ ઉપર બે પંખી બેઠા છે. ચાંચમાં ચાંચ પરોવીને, પાંખમાં પાંખ ભરાવીને ધરતી અને આભ વચ્ચે પ્રણય ખેલખેલી રહ્યા છે. જાણે ચંદ્રવિકાસી કમળ ચંદ્રનો ઉદય થતાં પોતાના પ્રિયતમ ચંદ્રના દર્શને ખીલી ઉઠે છે. માધવના પાછળ ગાંડી બનેલી મીરાંના પ્રેમની જેમ મારે મારા પ્રિયતમ અરિહંત પરમાત્માં સાથે પ્રેમ બંધાયો છે. ગૌરી ગીરીશ ગિરિધર વિના, નવી ચાહે તો હો કમલા નિજ ચિત્ત કે, તિમ પ્રભુશું મુજ મન રચ્યું............. (હ૦ યશોવિજ્યજી) પ્રભુ સાથેની નિર્મળ પ્રિતીમાં અમારા બન્નેના જીવ એક તાંતણે બંધાયા “જાણે કાયા બે અને જીવ એક.” ધ્યાનસ્થ અવસ્થામાં અમે ભેટયાં એકમેક થઇને અને ગાઢ આલિંગનમાં અનુભવનો મધુરસ સ્વાદ માણતાં માણતાં, આત્માના શુધ્ધ આનંદરસનું વેદન કરતા કરતા, પ્રેમપંથે આગળ વધ્યા. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ - B પરમરસ ભીનો હારો, નિપુણ નગીનો હારો. પ્રભુ મારા પ્રાણાધારા હો. (મોહન વિજ્ય) એક દિન મારા પ્રિયતમે “મનમોહન જીનવરજી મુજને અનુભવ પ્યાલો દીધો રે” પુર્ણાનંદ અક્ષય અવિચલ રસ ભકિત. (દેવચંદ્રજી) અમૃતરસનો પ્યાલો પીધો એન હું અજર અમર બની ગયી. આ ભકત અને ભગવાનના પ્રણયમાં ભકત અને ભગવાનના અભેદ મિલનરૂપ ગોપી અને કૃષ્ણની રાસલીલામાં પ્રિયતમ (ભગવાન) અને પ્રિયતમા : (ભકત) ના મધુરમિલનમાં હું ત્રિકાળનું ભાન ભૂલી ગયી. પિયુ પિયુ કરી તમને ક્યું હું ચાતક તુમ મેહ, આવો ચતુર સુખ ભોગી જે વાત એતે અભોગી, મનના માન્યા... (હ૦ યશોવિજ્ય મહારાજ) શું જામ્યો છે પ્રેમરસનો આસ્વાદ ! શું બન્યો છે મધુર મિલનનો રસરાજ ! શું અભેદની ધારે ઉપયોગીની રસરાજે ! ઉપયોગવીર્ય ની એકાગ્રતાની મધુરધારાએ. મધુર પરમાનંદનો રસસ્વાદ માણતાં માણતાં કાળ ઘણો વીતી ગયો.... પણ પ્રેમરસનો ભંડાર અખૂટ ! “ખુટે નહિ કદાપિ તારા પ્રેમનો ખજાનો” સત્યમ્ શિવમ્ સુંદરમ્ ની અમૃત મિઠાશમાં અમે ખોવાયેલા રહેતા ...... અભેદ મિલનની રસધારા અને ગાઢ આલિંગનના અમૃતનો આસ્વાદ અરિહંતાકાર ઉપયોગ અને ઉપયોગાકાર આત્માનો દિવ્ય પ્રણય એ રોજની ઘટના બની ગયી. વૃક્ષ ઉપર ક્રીડાકંદમાં એક બીજામાં સમાઇ ગયેલા પંખી ઉપર નજર પડી પારધિની. મૃત્યુરૂપી પારધિએ ધનુષ્યની દોરી ખેંચી અને કર્યો ટંકાર કામઠામાં પરોવ્યું તીર અને છોડયું જોરથી..... Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ - C આયુષ્ય કર્મના દળિયા ખુટી પડયા, પુરા થઇ ગયા અને અલખના મધુરખેલમાં ખોવાઇ ગયેલી હું પ્રિયતમા યાને ભકત) વૃક્ષ ઉપરથી ઢળી પડી. “પ્રિયતમ તું મુજ સર્વસ્વ તું મુજ પ્રાણ, તું મુજ ત્રાણ, તું મુજ આધાર, તું મુજ જીવજીવન આધાર” પ્રિયતમને ચરણે અંતિમ શ્વાસ મુક્યો .. પ્રેમના અમૃતમાં ઝીલતાં પ્રેમી પંખીડા છૂટા પડયા. અદ્વૈતના આનંદમાં ભંગ પડ્યો. અભેદમિલન વિરહમાં પલટાયું પણ પ્રિયતમતો અજરઅમર છે એને મૃત્યુ નથી. મૃત્યુનું તીર વાગ્યે ફક્ત પ્રિયતમાને. આ બધું બની ગયું પલકારામાં પ્રિયતમાનો પર્યાય પલટાઇ ગયો.... " પર્યાય બદલાયાને આશરે ૧૦ કે ૧૨ મહિના પસાર થયા હશે એક બહેન પોતાના એક બે મહિનાના બાળકને લઇને પ્રભુના સમવસરણમાં આવે છે. બહેનના હર્ષનો પાર નથી. તેના પુત્રના જન્મ પછી પહેલી જ વખતે પ્રભુના દર્શન માટે આવી છે. બાળક પ્રભુનું દર્શન કરે છે. તેનું મન પ્રભુમાં છે કરૂણાસાગર પરમાત્માની કરૂણાદૃષ્ટિમાં બાળક મીટ માંડે છે. ત્યાં તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પૂર્વજન્મ યાદ આવે છે અને મનોમન પ્રભુને પુછે છે. પ્રભુ આ હું શું જોવું છું? મને આ દેખાય છે તે શું છે? ત્યારે કરૂણાસાગર ભગવાન સિમંધર સ્વામી કહે છે :- તું પૂર્વજન્મમાં જે નિત્ય ધ્યાનમાં દર્શન કરતો હતો તે જ આ છે. સમવસરણ બાર પર્ષદા પ્રાતિહાર્યો અતિશયો વગેરે જે તું ધ્યાનમાં નિત્ય જોતો હતો તે જ તું હમણાં જોઇ રહ્યો . પૂર્વજન્મમાં કલ્પનાથી મનોમય ભૂમિકા ઉપર જે તારૂ ધ્યાન હતું તે આજે પ્રત્યક્ષ ઉપસ્થિતિ સત્યરૂપે તારી સામે પ્રગટ છે. બાળકના આનંદનો પાર નથી. પૂર્વ જન્મમાં ગુરૂએ જે ધ્યાન બતાવ્યું તે કલ્પના આજે પ્રત્યક્ષ બની છે. પૂર્વ જન્મની પ્રભુમિલનની અધુરી ઇચ્છા અહીં પુરી થઇ. પ્રભુ મિલનની તિવ્ર ઝંખના ઉદયમાં આવી. પૂર્વ જન્મના ધ્યાનમાં અનુભવેલી પ્રભુ પ્રણયથી સુમધુર મિઠાશ અનુભવમાં આવી. અમારો પ્રણય શરૂ થયો અને મારા પ્રેમરસભર પ્રિયતમે કહ્યું આપણે કદિ છૂટા ન પડવું પડે તે રીતે સાદિ અનંત ભાગે જ્યોતિ શું જ્યોતિરૂપે મળીશું અને મૃત્યુ મહોત્સવ બની ગયું. મૃત્યુ અજર અમરમાં પલટાવા માટે બન્યું. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ - D મૃત્યુ આવ્યું તે પ્રિયતમ (ભગવાન) અને પ્રિયતમા (ભકત) ના શાશ્વત મીલન માટે ચીરકાળના મીલન માટે. સદા પરમાનંદના વેદન માટે - પ્રભુ પ્રેમના મધુરરસનો શાશ્વત આનંદરસમાં પલટાવવા માટે - મૃત્યુ મહોત્સવ બની ગયું. મારો પ્રિયતમ કેટલો મહાન છે ! જો પ્રિયતમ હો તો હોજો આવા અરિહંત ભગવાન. (સમાપ્તિ) સમાપ્તિ એટલે સમ્યગૂ પ્રકારે પ્રાપ્તિ. અહીં ભાગ-૨ પૂરો થયો. સમાપ્તિ થઈ, એટલે સખ્ય પ્રકારે પ્રાપ્તિ થઈ. અહીં કામ પૂરું ન થયું, પણ અહીં નવી (opening) શરૂઆત થઈ. આપણા જીવનનું દિવ્ય પાનું ખૂલ્યું. પરમાત્માની આજ્ઞાની આરાધના દ્વારા આત્મસ્વરૂપનો અનુભવ અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેનું નવું દ્વાર ખૂલ્યું. આપણી આ નાનકડી જિંદગીમાં પરમાત્મા સાથે આપણા આત્માનો ભાવસંબંધ બાંધવા માટે દેવગુરૂ કૃપાથી જે કાંઈ આ ભાગ-૨માં લખાયું છે, તેમાં જે કાંઈ સારું છે તે પૂજ્ય પંન્યાસજી મહારાજની કૃપાનું ફળ છે. જે કાંઈ ભૂલચૂક છે તે મારા છદ્મસ્થપણાના દોષના કારણે છે. પરમાત્મા સૌના હૃદયમાં વસો ! સૌ ભાવપૂર્વક પરમાત્મા અરિહંતદેવને પોતાના હૃદયમંદિરમાં પધરાવો ! અને પરમોપકારી, પરમપૂજ્ય, નમસ્કાર ભાવ સંનિષ્ઠ, પંન્યાસજી મહારાજ ભદ્રંકરવિજયજીની આ ભાવના સર્વત્ર જગત ઉપર પહોંચો તેવા ભાવ સાથે આ ભાગ-૨ પૂર્ણ થાય છે, લિ. સંતોની ચરણરજ સમાન બાબુભાઈ કડીવાળાના આ ગ્રંથના વાચકોને ભાવભર્યા વંદન. પ્રણામ. મેરી ઈચ્છા બસ એક પ્રભુ, એક બાર તુઝે મિલ જાઉ મેં; ઈસ સેવકી હર રગ રગા, હવે તાર તમારે હાથોમેં. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ભાગ – ૩ S 'સાન્નિધ્યની દિવ્ય પળો આવતા જન્મનું પ્લાનીંગ પૂ. ગુરૂ મહારાજ કહે છે. સો પચાસ વરસની નાનકડી જીંદગી માટે મનુષ્ય પ્લાનીંગ કરે છે. પોતાના પુત્ર પરિવાર માટેની વ્યવસ્થાનું પ્લાનીંગ કરે છે. દીર્ઘદ્રષ્ટિ અને સાધક પરિણતિ વાળો આત્મા વિચારે છે કે અનંત કાળ સુધી પોતાનો આત્મા તો અસ્તિત્વ ધરાવે છે તે માટે આ મનુષ્ય જન્મનો પર્યાય પુરો થયા પછીનું શું પ્લાનીંગ છે ? આ ગહન પ્રશન માટે પૂજ્ય ગુરૂ મહારાજ પાસે ઘણી વખત તાત્ત્વિક વિચારણા થતી. તેમાંથી પ્રયોગાત્મક સાધના માટે રૂ૫ રેખા તૈયાર થઇ. તે ધીમે ધીમે અનુભવ કરતાં કરતાં વ્યવસ્થિત રૂપે ગોઠવાઇ. તે સાધક આત્માઓને આત્મ સાધના માટે ઉપયોગી બને તે હેતુથી અહીં રજૂ થાય છે. અખંડ સાધના વર્તમાન જીવનમાં થયા પછી પણ જન્મ બદલાય ત્યારે અધુરી સાધના બીજા જન્મમાં વણ ચાલુ રહે તે અતિ જરૂરી છે. જન્માન્તરમાં પણ સાધનાનો દોર પણ તુટયો ચાલુ રહે અને અહીં અધુરી રહેલી સાધના જન્માન્તરમાં આગળ વધે તે જરૂરી છે. જેમ બાળક જન્મતાં જ આહાર સંજ્ઞાના સંસ્કારના કારણે આહાર લેવાનું શરૂ કરે છે તેમ આત્માના સંસ્કાર આ જીવનમાં એટલા ઊંડા જાય કે આવતા જન્મમાં વિહરમાન તીર્થકર મળે. આવા સર્વોત્તમ કારણો પ્રાપ્ત થતાં શીધ્ર કાર્ય સિદ્ધિ થઇ શકે તે માટે જનાજ્ઞાભાવિત પૂ. ગુરૂમહારાજ ખુબ પ્રેરણા આપતા. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ પૂ. ગુરૂ મહારાજની આંખોમાં જિન આજ્ઞા ભાવિતતા સ્પષ્ટ દેખાતી. જિન આજ્ઞા પ્રત્યેનો તેમનો આદર અતિ અદ્ભુત હતો. શાસ્ત્રના શબ્દોનું અનુભવાત્મક અર્થઘટન પૂજય ગુરૂ મહારાજ પાસેથી સાંભળેલું તેને આપણા અનુભવમાં લાવવા અને જન્માન્તરમાં તેના સંસ્કાર સાથે લઈ જવા માટેની સાધનાનો પ્રયોગ અહીં રજુ થાય છે. જન્માન્તરમાં પણ એકડે એકથી ઘુંટવાની જરૂર ન પડે અને અધુરી સાધના આગળ વધે તે માટે સાધના મૂળ આપણા અંતઃ સ્તર સુધી ઊંડા ઉતરે તેવી પ્રેરણા આ મહાવિદેહ ધ્યાન પ્રયોગમાં મળી રહેશે... પ્ર. આવતા જન્મમાં કયાં જવું છે? ઉ. કર્મસત્તા જયાં લઈ જાય ત્યાં. આ જવાબ જિન શાસનનું રહસ્ય પામ્યા પછી ન હોઈ શકે. તો શું આપણે જ્યાં ઈચ્છીએ ત્યાં જઈ શકીએ? હ. અવશ્ય જઈ શકીએ. તો ચૌદ રાજલોકમાં ચારગતિમાં સલામત અને શ્રેષ્ઠ સ્થળ કયું? નરક તિર્યંચ ગતિ તો કોઈ ઈચ્છતું નથી. દેવલોકમાં સુખ છે પણ ત્યાં એટલું બધું આકર્ષણ હોય છે કે જીવ તેમાં આસકત બને તો એકેન્દ્રિયમાં જાય અને ભવભ્રમણ વધી જાય. આ જન્મની અધુરી સાધના પૂર્ણ કરવા માટે મનુષ્ય જન્મસર્વ શ્રેષ્ઠ છે. મનુષ્ય જન્મમાં સાધના માટે સર્વશ્રેષ્ઠ સ્થળ કયું? જયાં સાક્ષાત્ ભાવ જિનેશ્વર ભગવંત વિચારી રહ્યા હોય, અને મોક્ષની સાધના માટે અનુકુળ સંયોગ સામગ્રી મળે તેવા માતા પિતાને ત્યાં જન્મ થાય, તે આવતા જન્મ માટેનું સર્વ શ્રેષ્ઠ પ્લાનીંગ છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સાધક હૃદયની વ્યથા | હે મહાજ્ઞાની ગુરુભગવંત! વર્તમાનમાં તો આપની કૃપાથી, પરમાત્મા અરિહંત દેવના આલંબને સાધના સમયે આત્માનંદનો અનુભવ થઈ રહ્યો છે. પરમાત્માનું દર્શન થતાં જ ધ્યાનમગ્ન બની આત્મસ્વરૂપના ચિદાકાશમાં પ્રવેશતાં સમ્ય દર્શનના આત્મસ્વરૂપના આનંદના વેદન સુધી પહોંચવાનો માર્ગ આપની કૃપાથી મળ્યો. પરંતુ વર્તમાન મનુષ્ય પર્યાય પુરો થયા પછીનું ભાવી “કર્મ લઈ જાય ત્યાં જવું'' આવું પરતંત્ર અને પરાધીન હોય છે તો કોઈ બુદ્ધિમાન મનુષ્ય પસંદ કરે નહીં. તો આવતા જન્મના આયોજન માટે શું કરવું જોઈએ? આપ તો સાધનાચાર્ય મહાપુરૂષ છો. માર્ગ બતાવી અનુગૃહીત કરો. પૂ. ગુરુમહારાજઃકર્મ વિજ્ઞાન આંધળો ભાગ્યવાદ નથી. સ્વતંત્ર અને સ્વાધીન ક્રિયાવાદ છે. કોઈ પણ આત્મા કોઈ પણ સંવેદન અને કર્મ કરવા માટે સ્વતંત્ર છે. દરેક જીવ સ્વતંત્ર છે. પસંદગી માટે પણ જીવ સ્વતંત્ર છે. તે જે ઈચ્છે તે કરી શકે છે. જયાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. જેવા બનવું હોય તેવા બની શકે છે. Man is the architect of his own fortune. પોતાના ભવિષ્યનું સર્જન કરવા માટે મનુષ્ય પોતે સર્જનહાર છે. ગુરુમહારાજ:જે વિચાર મનમાં નિરંતર ઘૂંટાય છે તે ભૌતિક સ્વરૂપે પ્રગટ થાય છે. ઘણા મનુષ્યોને પોતાનું ભાવી જાણવાની ઈચ્છા થાય છે. આપણું ભાવી આપણે હમણાં જ જાણી શકીએ છીએ. આંખ બંધ કરીને શાંતિથી બેસો. તમારા મનમાં જે વિચારો પસાર થાય છે તે જ તમારું ભાવી છે. માટે વિચારોને જગતના પદાર્થોમાંથી પાછા ફેરવીને પરમાત્મા તરફ વાળી લેવા જોઈએ. સ્વાર્થના વિચારોમાંથી જગતના જીવમાત્રના કલ્યાણના વિચારોમાં જવું જોઈએ. उन्नतं मानसं यस्य, भाग्यं तस्य समुन्नतं Page #219 -------------------------------------------------------------------------- ________________ oghi chiudcucharadascicon 420401-440Maulasir ____han at M14 पी42 not H64__0/ 4 hrs 40-42010/048 ५५ 420 M4 4 4) 121 da/M14 ( 21 हामी art -3 M4मना siznandoitfnor niat 3 -2/ 222-24321. मी .पा . २२० सं१. ।। 48 है 34432 ilmanbalsonias a Grisoara Re+ २२. सMan 218 ८६.orn 452842414241mans.enidencailinizasad ११. 424621,६/साहिने COMORA, ५२ A LECT । पार्य) २D21840 22044 परंपरा २२ 4 278441-25149 Gury ६4074 निFिai an६ कधी s ta siuzunianfanana 6 7 3000 र 327 रमाल, 2 HP4 Gिear-7-5416147 Enim५२ 124tkar -- www.jaimelibrary.org Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ જેનું માનસ ઉન્નત છે, જેના મનમાં પરમાત્મા છે, જેના મનમાં જગતના જીવમાત્રના કલ્યાણનો ભાવ છે, તેનું ભાગ્ય અતિ ઉજ્જવળ બની જાય છે. આપણા ભાવીનું સર્જન કરનાર પહેલું તત્ત્વ મનમાં ઘૂંટાતા વિચારો છે. વિચારો જેટલા ઘટ્ટ હોય તેટલા જલ્દી ભૌક્તિક રૂપે પ્રગટ થાય છે. આપણા ભાવીનું સર્જન કરનારું બીજું તત્ત્વ છે સર્જનાત્મક દર્શન. (Creative Visualization) કલ્પના શક્તિ મનુષ્યને મળેલી અદ્ભૂત શક્તિ છે. સંકલ્પને જ્ઞાની પુરૂષો કલ્પવૃક્ષ કહે છે. કલ્પનામાં થતું દર્શન ભાવીનું સર્જન કરે છે. વિચારોમાંથી આકૃતિઓ ઉત્પન્ન થાય છે. આકૃતિઓમાંથી કલ્પના ચિત્રોનું સર્જન થાય છે. તમને જે જોઈએ છે અને જેવા બનવું છે તેવું કલ્પના ચિત્ર નજર સમક્ષ ઉપસ્થિત કરો. જે કલ્પના ચિત્રો ઉપસ્થિત કર્યા તે ચિત્રોનું સ્થિરતા પૂર્વક થોડીક મિનિટ ધ્યાન કરો. આ ધ્યાન દિવ્ય સર્જન કરે છે . આ આપણી સાધના છે. સાધના સમયે તમે જે દર્શન કરો છો તે વર્તમાનમાં દર્શન કરો છો. ભવિષ્યમાં આવું બનવાનું છે તે રીતે નહીં. વર્તમાનમાં બની રહ્યું છે તેમ જુઓ. Always Phrase this in the Present tense, not in the future. Every thing is created first on MANTEL PLAN (Ideal reality) and then it will Manifest in objective reality માટે પ્રયોગ રૂપે બનતી વસ્તુને વર્તમાનમાં નિહાળો.. પ્રભુ ઉપર શ્રદ્ધા રાખો (Dearing Faith) પરમાત્મા ઉપરની શ્રદ્ધા આપણા સંકલ્પની પૂર્તિ માટે જળ સિંચનનું કાર્ય કરે છે. બીજા જન્મમાં મહાવિદેહ ક્ષેત્રમાં પરમાત્મા વિચરતા હોય તે ક્ષેત્રમાં આપણો જન્મ થાય, આઠમા વર્ષે પ્રભુ પાસે દીક્ષા થાય, પ્રભુ આજ્ઞા મુજબનું જીવન જીવી આપણું કેવળજ્ઞાન સ્વરૂપ પ્રગટ કરીએ- આવો આપણે સંકલ્પ કરીએ તો તે ફળીભૂત થાય? હા, જરૂર થાય. આયુષ્યનો બંધ પડી ગયો હોય તો ત્રીજા ભવે અને બંધ ન પડયો હોય તો આવતા ભવે સાક્ષાત્ પરમાત્મા પાસે આપણે પહોંચી શકીએ છીએ. પરમાત્મા પાસે દીક્ષા લઈ શકીએ અને મોક્ષ માર્ગમાં આગળ વધી શકીએ. પરંતુ તે માટે આજથી જ કલ્પનાથી મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરસ્વામી ભગવાન પાસે જવું, તેમની દેશના સાંભળવી, તદનુરૂપ સમ્યગુ દર્શન - જ્ઞાન પામી ચારિત્ર અંગીકાર કરવું પ્રભુની આજ્ઞાને અનુરૂપ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આરાધના કરી, અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી, શુકલ ધ્યાન આરોહણ કરી, ધાતી કર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું વગેરે પ્રક્રિયા કલ્પનાથી ભાવનારૂપે આજે જ શરૂ કરવી જરૂરી છે. પરમાત્મ - મીલનની તીવ્ર ઝંખના નિષ્ઠાપૂર્વકના સત્ય સંકલ્પ સિવાય સસ્તુઓ જીવનમાં પ્રાપ્ત થઇ શકતી નથી. સંકલ્પને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. જ્યારે જીવને પરમાત્માની પ્રાપ્તિની તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય છે, ત્યારે પરમાત્માને ત્યાં આવવું પડે છે તેવું જ્ઞાનીપુરુષો કહે છે. મહાયોગી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે. કે‘દરિશન પ્રાણજીવન મોહે દીજે બીન દરિશન મોહે કલ ન પરત હૈ તરફ - તરફ તનુ છીજે.’ હે પરમાત્મા, હે કરુણાસાગર, દર્શન આપો. તમારા દર્શન વિના હવે આ દેહમાં પ્રાણ ટકી શકે તેમ નથી. મીરાંબાઇ ભજનમાં ગાય છે. મૈં તો પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાને કોઇ.’ આવી તીવ્ર ઝંખના પરમાત્માનાં દર્શન માટે થાય છે ત્યારે મહાપુરુષો કહે છે કે, હોય છે. “સાતરાજ અળગા જઇ બેઠા, પણ ભગતે અમ મનમાંહે પેઠા,” -ઉ. યશોવિજયજી મ૦ જ્યારે સાચી ભક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે પરમાત્મા ત્યાં હાજર પરમાત્માનાં દર્શન કે મીલન સિવાય શરીરમાં પ્રાણ ન ટકે. તેવી પ્રભુમીલનની તીવ્ર ઝંખના આપણા જીવનમાં લાવવા માટે સંકલ્પનું બળ વધારવું જરૂરી છે. જ્યારે આપણને આવો પ્રભુમીલનનો સત્ય સંકલ્પ નિષ્ઠાપૂર્વકનો થાય છે. (Appointment with the Highest) ત્યારે પરમાત્માનો અવશ્ય મેળાપ થાય છે, પણ તે માટે પ્રભુ વિરહની એક ક્ષણ વરસ સમાન લાંબી લાગવી જોઇએ. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ સાહિબા એક ઘડી પ્રભુ તુમ વિના, જાય વરસ સમાન(૨) પ્રેમવિરહ હવે કેમ ખમું, જાણો વચન પ્રમાણ(૨) - ઘડી યે ન વિસરો તો સાહિબા.” પ્રભુદર્શનની આવી લગની જ્યારે મનુષ્યને લાગે છે ત્યારે જ પરમાત્મા મળે છે. પરમાત્માના વિયોગ વખતે થયેલા ભાવો, વિયોગમાં રહેલા વિશિષ્ટ યોગને બતાવે છે. વિયોગ વખતે આપણે જેની ઇચ્છા કરીએ છીએ તે વસ્તુ (object) ઘણી દૂર હોય છે પણ વિયોગ વખતે વિશિષ્ટ યોગ થાય છે, જેનાથી સ્મરણ અને ધ્યાન દ્વારા વસ્તુની નિકટતા અનુભવાય છે. રાવણ સીતાને ઉપાડી લંકામાં લઈ ગયો. રામે હનુમાનને સીતાની ખબર લેવા મોકલ્યા. હનુમાન સીતાની ખબર લઈને રામ પાસે આવીને નિવેદન કરે છે કે સીતાના પ્રાણ રામના ધ્યાનમાં એવી રીતે ખોવાઈ ગયા છે કે સાક્ષાત્ યમરાજા સીતાના પ્રાણનું હરણ કરવા આવ્યા; પરંતુ સીતાના પ્રાણ તો રામના ધ્યાનમાં ખોવાઈ ગયા હતા, તેથી યમરાજને સીતાના પ્રાણ જડયા નહી અને યમરાજા પાછા ચાલ્યા ગયા છે. ફરીથી હનુમાન કહે છે: “રામવિષયક ધ્યાન રૂપી બારણું સીતામાં એવી રીતે બંધ થઈ ગયું છે, કે સીતાના પ્રાણ શરીરમાંથી છૂટવા માટે દ્વાર શોધે છે, પરંતુ રામના ધ્યાન રૂપી કાર સીતામાં બંધ થઈ ગયેલ હોવાથી, સીતાના પ્રાણ શરીરમાંથી છૂટી શકતા નથી. રામનું ધ્યાન છૂટે તેની સાથે સીતાના પ્રાણ છૂટે તેવી પરિસ્થિતિ છે.” રામ અને સીતા વચ્ચે હજારો માઈલનું અંતર છે, છતાં વિયોગ સમયે અંતરંગમાં સ્મરણ અને ધ્યાન દ્વારા તદ્દન નિકટતા અનુભવાય છે. પરમાત્માના વિયોગ વખતે થતું આવું ધ્યાન અને સ્મરણ-પરમાત્માની તદ્દન નિકટતાનો અનુભવ કરાવે છે. પરમાત્મમીલનની તીવ્ર ઝંખના (Dynamic Desire) જેને થાય છે. તેને પરમાત્મા અવશ્ય મળે છે. * * * * આપણને અત્યારે ભરતક્ષેત્રમાં ભાવ જિનેશ્વર સાક્ષાતરૂપે નથી મળી શકતા. સાક્ષાત્ ભાવ જિનેશ્વર સીમંધરસ્વામી આદિ વીસ વિહરમાન તીર્થકર ભગવાન અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં વિચારી રહ્યા છે. વિયોગ એટલે વિશિષ્ટ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ યોગ એ અર્થમાં દૂર રહેલ સીમંધરસ્વામી પરમાત્માની નિકટતા સ્મરણ અને ધ્યાન દ્વારા અનુભવી શકાય છે. જે વસ્તુ આપણે મેળવવા ઇચ્છીએ છીએ અગર આપણે જેવા બનવા ઈચ્છીએ છીએ, તેનું સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ સાક્ષાત્ રુપમાં ઉપસ્થિત કરવું અને જેમ જેમ તે સંકલ્પ દઢ અને ચિત્ર સ્પષ્ટ હોય છે તેમ તેમ તે વસ્તુ મળવાનાં અને તેવા બનવાના કારણો ઉપસ્થિત થાય છે અને કારણ ઉપસ્થિત થતાં કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે. જેવા બનવાનો આપણો સંકલ્પ છે, તેવું યથાર્થ ચિત્ર રચીએ. આપણી વૃત્તિઓને તે ચિત્ર જોવામાં લીન બનાવીએ. આપણી કલ્પનાશક્તિ વડે રચાતું ચિત્ર ભવિષ્યમાં થનાર આપણી સ્થિતિનો નમૂનો છે. તે નમૂના પ્રમાણે આપણી સ્થિતિ રચાય છે. કલ્પના શક્તિ વડે આપણે જે કાર્ય સિદ્ધ કરવું છે તેનું ઉત્તમ પ્રકારનું માનસિક ચિત્ર આપણે રચવાનું છે, અને તે ચિત્ર યથાર્થ રચાયું એટલે બાકીનું કાર્ય એની મેળે થયે જ જવાનું. તેથી માનસિક રચેલા ચિત્રને સ્કૂલ રૂપમાં કેવી રીતે પ્રત્યક્ષ કરવું તે વિષે ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ર સ્પષ્ટ રચાતાં અને ભાવ જિનેશ્વરનું સાંનિધ્ય નિત્ય સાધનામાં અનુભવમાં આવતાં, યૂલરૂપમાં આપણે કેવી રીતે ભાવજિનેશ્વર ભગવંત પાસે પહોંચીશું તે કાર્ય ધર્મ મહાસત્તાને સોંપી દો. સાધનામાં રચેલા ચિત્રનું સ્થૂલરૂપે પ્રગટ કરવાનું કાર્ય ધર્મસત્તા પોતેજ કરશે. તે માટે જે સાધનો, પુણ્ય પ્રકૃતિ, સાધના વગેરેની જરૂર હશે તે બધું જ ખેંચાઈને આપણી પાસે આવવાનું જ છે. વિચાર જેટલો સ્પષ્ટ અને શુદ્ધ હશે અને જેટલો વધુ અંદર ઘુંટાશે, તેમ સ્થલ સ્વરૂપે પ્રગટ કર્યા સિવાય રહેતો નથી. આવા સેંકડો દષ્ટાંતો શાસ્ત્રમાં નોંધાયેલાં છે અને પ્રત્યક્ષ વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ. તે મુજબ આપણે મહાવિદેહની ધ્યાનયાત્રા (ભાવયાત્રા) કરીએ છીએ, અને તે દ્વારા આપણી ચેતનાને બદલીએ છીએ. જગતના પદાર્થો મેળવવાના, ભોગવવાના કે ક્રોડપતિ બનવાના, ઉદ્યોગપતિ બનવાના, સંકલ્પો કરી આપણે ધણું સંસાર પરિભ્રમણ કર્યું છે. હવે સાક્ષાત્ ભાવ જિનેશ્વરના દર્શન કરવાનો, તેમની દેશના સાંભળવાનો, તેમની પાસે ચારિત્ર લેવાનો, આપણામાં દ્રવ્યરૂપે રહેલા અહંતુ પર્યાયને પ્રગટ કરવાનો સંકલ્પ આપણે કરીએ છીએ. વર્તમાન જીવનના નામ અને રૂપથી ભિન્ન આપણે ચૈતન્ય સ્વરૂપ આત્મા છીએ તેવી ભાવના પ્રતીતિ અને અનુભવ પરમાત્મા સીમંધરસ્વામિના પ્રભાવથી કરીએ છીએ અને આપણું મૂળ ચૈતન્ય સ્વરૂપ પ્રગટ કરવાનો સંકલ્પ (મનોરથ કરીએ છીએ. કહ્યું છે કે: अथवा भाविनो भूता, स्वपर्यायास्तदात्मकाः। आसते बरुपेण, सर्वद्रयेषु सर्वदा ॥ १९२ ॥ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ततोऽहमहत्पर्यायो, भावी द्रव्यात्मना सदा । भव्येष्बास्ते सतश्चास्व, घ्याने को नाम विभ्रमः ॥ १९३॥ તત્ત્વાનુશાસન. સર્વદ્રવ્યોમાં દ્રવ્યાત્મક એવા ભૂત અને ભાવિના સર્વ પર્યાયો દ્રવ્ય રૂપે સદા રહે છે. ( અર્થાત્ પ્રત્યેક દ્રવ્યમાં તેના ભૂત અને ભાવિ સર્વ પર્યાયો વર્તમાનમાં દ્રવ્યરૂપે રહેલા છે.) તેથી સર્વ ભવ્યોમાં ભાવિમાં થનાર એવા આ “અહંતુ પર્યાય દ્રવ્યરૂપે સદા રહેલ છે. તો પછી સદા વિદ્યમાન એવા પર્યાયનું ધ્યાન કરવામાં ભ્રાંતિ શી? અર્થાત્ આપણા ભાવિ “અહતુ પર્યાય'નું આપણે ધ્યાન કરીએ છીએ તે યોગ્ય જ છે. હવે આપણે સીમંધરસ્વામિના ધ્યાનમાં પ્રવેશ કરીએ. ધ્યાનમાં પ્રવેશઃ પ્રયોગ નં. ૩૪ (આંખ બંધ રાખવી) ઉપર પ્રમાણે ભાવના આપણે ભાવીએ છીએ. ભાવના તીવ્ર થતાં આપણા કોઈ મિત્રદેવ આવ્યા છે. મોટું દેવ વિમાન લાવ્યા છે. આપણને તેમાં બેસાડી દે છે. મહાવિદેહની યાત્રા કરવા લઈ જાય છે. આપણે તે વિમાનમાં બેસી ગયા છીએ. આપણું વિમાન આકાશમાં ઊંચે ચઢી રહ્યું છે.................. આ ધ્યાન જો સાધુ-સાધ્વી મહારાજ કરતાં હોય તો વિદ્યાધર મુનિરાજ પધારી, આકાશગામિની વિદ્યા આપે તેવો સંકલ્પ કરવો અને તે આકાશગામિની વિદ્યાના પ્રભાવે આકાશમાર્ગે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ રહ્યા છીએ તેવી ભાવના કરવી. વિમાન આકાશમાં ઈશાન દિશામાં આગળ વધી રહ્યું છે........ હિમાલયના પહાડ તરફ જઈ રહ્યું છે. હિમાલયના હિમાચ્છાદિતગિરિશ્ચંગો ઊપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ............ હિમાલય પર્વત ઓળંગી આપણે રશિયાના પ્રદેશ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ......................(આવું દશ્ય જોવું) Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઉત્તરધ્રુવ ઓળંગી આપણે અષ્ટાપદ પર્વત તરફ વધી રહ્યા છીએ અષ્ટાપદ પર્વત ઊપરના દિવ્ય મંદિરમાં ૨૪ તિર્થંકર ભગવાનના મનોહર બિમ્બનું આપણે દર્શન કરીએ છીએ.. વૈતાઢય પર્વત ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ.. હિમવંત પર્વત ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ.. હિમવંત ક્ષેત્ર ઉપરથી આપણે જઈ રહ્યા છીએ........ મહા હિમવંત પર્વત ઓળંગીને આપણે હરિવર્ષ ક્ષેત્ર ઉપરથી પસાર થઈ રહ્યા છીએ.... નિષધ પર્વત ઓળંગીને આપણે મહાવિદેહના કચ્છ નામના વિજય ઉ૫૨થી પસાર થઈ રહ્યા છીએ...... સીતા નદી ઓળંગી આપણે મહાવિદેહના પુષ્કલાવતી વિજય ઉપ૨ આવી પહોંચ્યા છીએ... પુંડરીગિણીનગરી તરફ આપણે આગળ વધી રહ્યાછીએ.. આપણું વિમાન ધીમે ધીમે નીચે આવી રહ્યું છે.. મહાવિદેહની પરમ પવિત્ર પુણ્યભૂમિ ઉપર આપણે ઊતરાણ કર્યું છે.. અજાણ્યો પ્રદેશ છે,ભગવાન કઈ બાજુ વિહાર કરતાં હશે? કોઈ દિશા તરફથી અવાજ આવતો હોય તે સાંભળવા લક્ષ્ય ખેંચ્યું.. ત્યાં તો દૂર દૂર દેવદુંદુભિનો અવાજ સંભળાવા લાગ્યો.. આનંદથી હૈયું ભરાઇ ગયું... જે દિશામાંથી દેવદુંદુભિનો અવાજ આવતો હતો તે દિશામાં આપણે પ્રયાણ શરુ કર્યું........ દૂર દૂરથી ભગવાન આવી રહ્યા છે. જોવું.) વૃક્ષો નમે છે. પંખીઓ પ્રદક્ષિણા કરે છે. છએ ઋતુ સમકાળે ફળેલી દેખાય છે... .( આવું દૃશ્ય જોવું.) ..( આવું દૃશ્ય જોવું ) ...(આવું દશ્ય જોવું. ) ..( આવું દશ્ય Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ સુગંધિત પવન આવી રહ્યો છે......... કાંટા ઊંધા થઈ ગયા છે.............(આવું દશ્ય જોવું.) પ્રકૃતિની મહાસત્તાના સર્વોપરી મહાસત્તાધીશ અરિહંત પરમાત્માને આવકારવા માટે સમગ્ર કુદરત કામે લાગી હોય તેવું દેખાય છે. (આ અને હવે પછીનું દશ્ય જોવું, આનંદવિભોર બની અનુભવવું............... સર્વત્ર ઈતિ, ભીતિ, ચોરી, રોગ, શોક, ભય, સંતાપ, કલેશ, દુઃખ, દારિદ્ર, દુર્ભાગ્ય, દુર્મિક્ષ દુકાળ) આદિ દૂર થઈ ગયાં છે. છએ ઋતુના ફળફૂલથી વનરાજી ઉભરાઈ ગઈ છે. પાંચ વિષયો અનુકૂળ થઈ ગયા છે.......... .............(આવું દશ્ય જોયું.) जैनेन्द्रं धर्मचक्रं प्रभवतु सततं, सर्व सौरव्य प्रदायी । સકલ સુરેન્દ્ર, નરેન્દ્ર, દેવેન્દ્ર અને સમ્રાટ ચક્રવર્તીના પણ સર્વોપરી તીર્થંકર પરમાત્મા છે. તેવું દર્શાવતું, દશે દિશામાં પ્રકાશને પાથરતું ધર્મચક્ર પ્રભુની આગળ ચાલી રહ્યું છે. એક હજાર યોજન ઊંચો ધ્વજ ભગવાનની આગળ ચાલી રહ્યા છે.....................................................(આવું દૃશ્ય જોવું.) સકલ પ્રાણી-સંસારના પ્રાણેશ્વર, વિશ્વના મહાન વિભુજગતના મહાન જ્યોતિર્ધર, ત્રણ ભુવનના ત્રિભુવનેશ્વર, અખિલ બ્રહ્માંડના સર્વ ભૌમચક્રાધીશ્વર, સર્વેશ્વર, જીવેશ્વર, લોકેશ્વર, જગતના મહાન સાર્થવાહ પરમાત્મા-સુવર્ણના મખમલ જેવા મુલાયમ કમળ ઉપર અધિષ્ઠિત થઈને આવી રહ્યા છે.......................................................(આવું દશ્ય જોવું). આપણે પોતે પણ દેવદુંદુભિનો ગંભીર નાદ-“હે ભવ્ય આત્માઓ ! તમે જો સંસારના ત્રિવિધ તાપથી પીડાયેલા હો, અને જો ભવસમુદ્રથી પાર ઉતરવા ઇચ્છતા હો તો જગતના મહાન સાર્થવાહ, કોટાનકોટી જીવોના પરમ ઉદ્ધારક તીર્થંકર પરમાત્માનું શરણ અંગીકાર કરો.” સાંભળી કરુણાસાગર પ્રભુની પાસે પહોંચી ગયા. ...........(આવું દશ્ય જોવું.) પ્રાતિહાર્યોથી યુક્ત પરમાત્માનાં દર્શન થતાં આનંદવિભોર બની ગયા...રોમરાજી વિકસ્વર થઈ ગઈ. (આવું સંવેદન કરવું.), Page #227 -------------------------------------------------------------------------- ________________ ગયો. ૧૯૬ પામ્યો આનંદ પૂર કે દુઃખ દૂર ગયાં, દીઠ તુમ દેદાર કે વાંછિત સવિ ફળ્યાં; પામ્યો નવનિધિ રિદ્ધિ કે સિદ્ધિ સવિ મિલી, દીઠે તુમ દેદાર કે આશા સવિ ફળી. 'મહાપ્રભુના પ્રભાવથી અહિંસાનું આંદોલન ઉત્પન્ન થયું છે. જન્મજાત વૈરને ધારણ કરનારા પ્રાણીઓ નૈસર્ગિકવૈરભાવથી મુક્ત બની પરસ્પર વાત્સલ્ય ભાવમાં વર્તવા લાગ્યાં. મૈત્રી ભાવનો મધુર રસ સમગ્ર પૃથ્વી મંડળમાં વ્યાપ્ત થઈ ....................(આવું દશ્ય જોવું.) આ સમયે કેવું દશ્ય ખડું થયું છે? સહસ્ત્ર યોજન ધ્વજ શોભતો અરિહંતાજી. પ્રભુ આગળ ચાલંત ભગવંતાજી. કનક કમલ નવ ઉપરે અરિહંતાજી, વિચરે પાય ઠવંત ભગવંતાજી. કાંટા પણ ઊંધા હોયે અરિહંતાજી, પંચવિષય અનુકુળ ભગવંતાજી. પતુ સમકાળે ફળે અરિહંતાજી, વાયુ નહીં પ્રતિકૂળ ભગવંતાજી. પંખી દીએ સુપ્રદક્ષિણા અરિહંતાજી વૃક્ષ નમે અસરાલ ભગવંતાજી. વૃક્ષ, લતાઓ વિવિધ વર્ણના પુષ્પોથી વિભૂષિત બની,સુમધુર રસવાળાં ફળો વડે મનોરંજક બની ગઈ ................ (આવું દશ્ય જોવું.). પવિત્ર પ્રાકૃતિક સૌંદર્યના વાતાવરણમાં દેવેન્દ્રો, નરેન્દ્રો, ચમરેન્દ્રો, કલ્પેન્દ્રો, ભવનેન્દ્રો, રાજઋદ્ધિ , દેવઋદ્ધિથી પરિવરેલા મહાપ્રભુના પાદારવિંદના દર્શનાર્થે આવી રહ્યા છે....... ..........(આવું દશ્ય જોવું.) આપણે મહાપ્રભુની સાથે જયાં દેવોએ સમવસરણની રચના કરી છે, તે તરફ જઇ રહયાં છીએ...........(આવું દશ્ય જોવું.) દેવોએ એક યોજન ભૂમિ પરિશુદ્ધ કરી, સુગંધિત વાયુનો સંચાર કરી શુદ્ધ બનાવી. તે ઉપર વજય પીઠિકા (Plinth) ૧૦૦૦૦ પગથિયાં ઊંચી Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ બનાવી, તેના ઉપર પ્રથમ ચાંદીનો ગઢ અને સોનાના કાંગરા બનાવ્યા છે. તે ઉપર પાંચ હજાર પગથિયાં ઊંચે બીજો સોનાનો ગઢ અને રત્નના કાંગરા બનાવ્યા છે. તે ઉપર ૫OOO પગથિયાં ઊંચે ત્રીજો રત્નનો ગઢ અને મણિના કાંગરા બનાવ્યા છે..............(આવું દશ્ય જોવું.) આપણે સૌથી ઉપરના ગઢમાં.......................દૈવી શક્તિ દ્વારા ક્ષણમાં ઉપર પહોંચી ગયા....................... સૌથી ઉપરના ગઢની મધ્યમાં પ્રભુની ઊંચાઇથી ૧૨ ગુણું ઊંચું, એક યોજન વિસ્તારવાળું મનોહર રમણીય અશોકવૃક્ષ છે. જે સમગ્ર સમવસરણ ભૂમિને શીતલ છાયા આપી રહ્યું છે.......... અશોકવૃક્ષની નીચે વિવિધ રત્નો, હીરા, માણેક, નીલમ આદિથી વિભૂષિત પાદપીઠ સિંહાસન છે..................(આવું દશ્ય આપણે જોઈ રહ્યા છીએ.). ત્યાં સકલ વિશ્વના ઉદ્ધારક, દેવેન્દ્રોને દર્શનીય, સુરેન્દ્રોને સેવનીય, મુનીન્દ્રોને માનનીય, યોગીન્દ્રોને આદરણીય, વિશ્વને વંદનીય, પ્રાણીમાત્રને પૂજનીય, ત્રિભુવનેશ્વર, દેવાધિદેવ, કરૂણાસાગર પરમાત્મા જગતના ઉદ્ધારને અર્થે સમવસરણ ભૂમિમાં પધાર્યા.............(આવું દશ્ય જોવું.). મહાપ્રભુનો સમવસરણમાં પ્રવેશ થતાં સમગ્ર પ્રાણી – સંસાર આનંદ પ્રમોદ – ધ્વનિથી પ્રભુને વધાવે છે..(આવું દશ્ય જોવું.) પ્રણમામિ પરમેશ્વર, વન્દ વિશ્વનાયક; જય જય જગદીશ્વર, જય જય જ્યોતિર્ધર. સુસ્વાગતમ્, શુભાગમનમુ-આવા મધુર ધ્વનિથી સૌ કોઇ પરમાત્માને વંદન, નમન, પ્રણામ કરી કૃતાર્થ બને છે. આપણે પણ પ્રણામ કરી કૃતાર્થ બનીએ છીએ...............(આ બધું દશ્ય જોઈએ છીએ.)........... અને તે વખતે મહાપ્રભુએ વિશ્વના સાર્વભૌમચક્રાઘીશ્વરના સિંહાસન પાસે પહોંચી “નમો તિથ્થસ્સ” કહી ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી. કરુણાનિધાન પરમાત્માએ વિશ્વેશ્વરના સિંહાસન ઉપર આરૂઢ થઈ, સકલ જગતને સનાથ બનાવ્યું. અશરણ એવા આપણને પરમાત્માએ શરણ આપ્યું. આવે સમયે આપણી ત્યાં ઉપસ્થિતિ આપણા જીવનની સુવર્ણમય ઘન્ય પળ બની ગઈ. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ભગવાનનું દર્શન કરી આપણે રોમાંચ અને આનંદ અનુભવીએ છીએ..............(આવો અનુભવ કરવો.). ......... તે કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યના ભંડાર ભગવંતના મસ્તકની પાછળ સૂર્ય સમાન તેજસ્વી ભામંડળ શોભી રહ્યું છે. અનેકવિધ મણિ માણેક રત્નોથી વિભૂષિત ત્રણ છત્રો ભગવંતના મસ્તક ઉપર શોભી રહ્યાં છે. આકાશમાં દેવદુંદુભિઓનો ગંભીર નાદ ગાજી રહ્યો છે. વરા ક્રોડ દેવદુંદુભિઓ તાડન કર્યા વગર વાગી રહી છે. જાનુ પ્રમાણ પુષ્પવૃષ્ટિ થઈ રહી છે. દેવોની જોડીઓ ચામરો વિંઝી રહી છે. ચોસઠ ઈન્દ્રો પોતાની સર્વશક્તિથી જે પરમાત્માના ડાબા ચરણનો એક અંગૂઠો પણ બનાવી શકતા નથી, પરંતુ પરમાત્માના જેવા જ અદ્દભૂત બીજા ત્રણ રૂપો ત્રણ દિશામાં એક જ વ્યંતર દેવે વિરચિત કર્યા. તે ભગવાનની હાજરીનો અતિશય છે. પ્રત્યેક પ્રાતિહાર્યમાં આપણને પરમાત્માનું દર્શન થાય છે.......................(આવું દશ્ય જોવું.) પ્રાતિહાર્યોથી યુક્ત, ૩૪ અતિશયોથી અલંકૃત પરમાત્મા કેવા શોભે છે! જિનાજી! તારા વૃક્ષ અશોકથી શોક દૂરે ગયો રે લોલ....... જિનાજી! ભામંડલ શિર પૂઠે કે સૂર્ય પરે તપે રે લોલ.. જિનજી! ત્રણ છત્ર બિરાજે કે ત્રિભુવનપતિ પણો રે જિનાજી! જાનુ પ્રમાણ ગીર્વાણ કુસુમવૃષ્ટિ કરે રે લોલ.... જિનાજી! ચામર કેરી હાર ચલતી એમ કહે રે લોલ.... જિનજીજે નમે અમ પરે તે ભવી ઉર્ધ્વગતિ લહેરે લોલ.... જિનજી! પાદપીઠ સિંહાસન વ્યંતર વિરચીએ રે લોલ.... જિનજી! તિહાં બેસી જિનરાજ ભવિક દેશના દીયે રે લોલ.... જિનાજી ! દિવ્ય ધ્વનિ સૂર પૂરે કે વાંસલીએ સ્વરે રે લોલ.... (આ રીતે પ્રાતિહાર્યયુક્ત પરમાત્માના દર્શન કરવા.)..... બાર પર્ષદાની રચના થઈ. સૌ પોતપોતાના યોગ્ય સ્થળે દેશના સાંભળવા ઉપસ્થિત થયા. આપણે પણ યથાયોગ્ય સ્થાન ઉપર દેશના સાંભળવા બેઠા છીએ. તે સમયે પ્રભુને નિહાળતાં આપણું હૃદય પોકારે છે Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ આજ અમારું પુણ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું છે, ત્યારે જ આપનું દર્શન અમે પામ્યા છીએ. આપની વાણીનું શ્રવણ અને આજ્ઞાનું પાલન એ જ અમારા મહાન મહોદયનું કારણ છે. આપની વાણીનું શ્રવણ અમારાં સર્વ પાપોને નષ્ટ કરી, આત્માના પરમાનંદની પ્રાપ્તિનું પરમ કારણ છે.” પ્રભુના મધુર શબ્દને ઝીલવા માટે હૃદય અતિ તત્પર બન્યું છે ..............(આવું સંવેદન કરવું) તે સમયે અત્યંત કરૂણાવંત પરમાત્માએ પ્રવચન મુદ્રા કરી, અને સકળ પ્રાણીસંસાર શાન્ત બની ગયો.અને ૩પ વાણીના ગુણોથી યુક્ત યોજનગામિની, સર્વ આનંદપ્રદાયની, સર્વ પાપ પ્રણાશિની, મોહ તિમિર વિનાશિની, કલ્યાણ પરંપરાવર્ધિની, કર્મકાષ્ઠ દાહિની, ભવસંતાપહારિણી, મોહ-વિષ નિવારિણી, સકલ જીવ સંજીવની, જીવનજ્યોતિ પ્રકાશિની, પરમાત્મભાવ પ્રકાશિની , અનંત કલ્યાણ કારિણી સુમધુર વાણીથી માલકોશ રાગમાં પરમાત્માની દેશના શરૂ થઇ. તેને દેવોએ વાંસળીના સુમધુર સૂરથી-દિવ્ય ધ્વનિથી વિભૂષિત કરી. પ્રભુની દેશના સાંભળવામાં આપણા દશે પ્રાણ, સાડા ત્રણ ક્રોડ રોમરાજી, આત્માના અસંખ્યપ્રદેશોલીન થઈ ગયાં. આપણી સાતે ધાતુ ભૂદાઈ ગઈ. પરમાત્માની દેશનાનો શબ્દેશબ્દ આપણા આત્મામાં પરિણામ પામવા લાગ્યો. આપણા રોમેરોમ વિકસિત થઈ પ્રભુના વચનને ગ્રહણ કરે છે............ (આવું સંવેદન આપણને થઈ રહ્યું છે.) પ્રભુના વાણીનો એવો અતિશય છે કે સાંભળતાં જ આપણા પરિણામો-પ્રભુની વાણીને અનુરૂપ બનવા લાગે છે. પ્રભુ કહે છે તેવું જ આપણામાં બને છે તેવી ભાવુકતા ઉત્પન્ન થાય છે. પ્રભુ મને જ કહી રહ્યા છે તેવું દરેકને લાગે છે. પરમાત્માની દેશના - હે ભવ્યાત્મા ! અનંતકાળ પરિભ્રમણ કર્યા પછી, પ્રાપ્ત થયેલ મનુષ્યભવ આદિ સામગ્રીને સફળ કરવા માટે તત્પર બન. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આ દેહ તારું સ્વરૂપ નથી. તારૂં જે નામ છે તે તું નથી. દેહને લગતા પદાર્થો તારા નથી. સર્વ સંયોગ સંબંધે મળ્યા છે. પરમાર્થે તેમાં તારું કાંઈ નથી. કર્મ પુદ્ગલનું આ બધું સર્જન છે. તું તો અનંત શક્તિનો સ્વામી આત્મા છે. કેવળજ્ઞાન આદિ અનંત ગુણ સંપત્તિનો નિધાન છે. અવ્યાબાધ સુખનો તું ભંડાર છે. તે આત્મા-અસંખ્ય પ્રદેશી પરમાનંદનો મહાસાગર, સત્ ચિદાનંદ સ્વરૂપ, નિષ્કલંક, નિરામય, શુદ્ધ, ચિદાનંદઘન સ્વરૂપ છે.( અત્યંત ભાવવિભોર બની પ્રભુની વાણી આપણે સાંભળી રહ્યા છીએ).......... પુદ્ગલનું લક્ષણ સડણ પડણ વિધ્વંસન છે. તે અવિનાશી ચૈતન્ય લક્ષણ આત્મા છે. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ પુદ્ગલના ગુણો છે. તારા ગુણો જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ છે. પુદ્ગલ રૂપી છે, તું અરૂપી છે. કર્મકૃત ભાવોથી તું ભિન્ન છે. ષ દ્રવ્યના સ્વરૂપને ઓળખીને લક્ષણભેદથી પણ પુદ્ગલ દ્રવ્યથી તું ભિન્ન છે તે સમજ. નવ તત્ત્વની સહણા કરી જીવ અને અજીવનો ભેદ સમજીને, અજીવપુદ્ગલ દ્રવ્ય છે, તું જીવચેતનદ્રવ્ય છે તેવો વિવેક કર. તત્ત્વ સમજીને પુદ્ગલથી ભિન્ન તારા ચૈતન્ય સ્વરૂપને ઓળખ અને તેની શ્રદ્ધા કર. પર દ્રવ્ય અને પરભાવને છોડી તું તારા સ્વરુપમાં રૂચિ કર. અનંત આનંદ અને સુખના પરમ ભંડાર તારા આત્મસ્વરૂપને પ્રગટ કરવાનો સંકલ્પ કર. જેવું સિદ્ધ ભગવંતનું પ્રગટ સ્વરૂપ છે, તેવું શુદ્ધ આત્મચૈતન્ય તારામાં રહેલું છે. તેમાં રૂચિ કરીને તે સ્વરૂપનો અનુભવ કરવા ઉદ્યમવંત બન. માટે તસ્વામૃતનું પાન કરી, પર પુદ્ગલ સંગ છોડી, તારા સ્વરૂપમાં સ્થિર બનવા માટે, જેનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું છે તેવા પરમાત્મામાં, તારી ચેતનાને જોડીને સ્વરૂપનો અનુભવ કર. પર વસ્તુનું રાગીપણું, કર્તાપણું, ભોક્તાપણું તારું કાર્ય નથી. માટે તે છોડીને તારા સ્વરૂપમાં રૂચિ કર. તારા નિર્મળાનંદનો અનુભવ કરવા તત્પર બન. સમ્ય દર્શન રૂપ અમૃતનો અનુભવ કરવા ઉત્સાહિત બન.” (ભગવાનની દેશનાથી આપણા ઉપર નીચે મુજબ અસર થાય છે.) : Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ' (દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે.) સાક્ષાત્ જાણે અમૃતરસનું પાન કરતા હોઇએ તે રીતે જિનવાણી રૂપ અમૃતનું પાન થતાં આપણામાં અપૂર્વ ભાવોલ્લાસ પ્રગટ થયો છે.. શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની તીવ્ર ઝંખના થઇ. પરમાત્માના આવા દિવ્ય વચનો સાંભળતાં, પ્રભુ કહે છે તેવું આપણામાં બને છે. દ્રવ્ય કર્મ (જ્ઞાનાવરણીય આદિ) ભાવ કર્મ, (રાગ દ્વેષ મોહ, અજ્ઞાન) અને નોકર્મ (શરીર આદિ)થી ભિન્ન હું આત્મા છું તેવો ભાવ ઉલ્લુસ્યો... ચરમયથાપ્રવૃત્તિકરણની સ્થિતિએ અત્યારે આપણે છીએ. હું આત્મા જ છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. પરમાનંદનો કંદ છું. સત્તાએ શુદ્ધ નિર્મળ છું.........(સંકલ્પપૂર્વકનું સંવેદન કરવું) કર્મ સંયોગે આત્મા અશુદ્ધ દેખાય છે, પણ જિનવાણી રૂપ અમૃતનું પાન થતાં તેની શુદ્ધતા ( તહવી સત્તા ગુણે જીવ એ નિર્મળો, અન્ય સંશ્લેષ જેમ સ્ફટિક નવી શામળો; જો પરોપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી, ભાવ તાદાત્મ્યમાં માહરૂં તે નહીં.) નિર્મળતા જાણી, તેની શ્રધ્ધા થઇ . અને પર ઉપાધિત દુષ્ટ પરિણતિ કર્મકર્તાપણારુપ ગ્રહીને, તાદાત્મ્યભાવમાં તાદાત્મ્ય સંબંધે કરી છે તે સર્વ ઉપાધિક ભાવ મારો નથી. સંયોગ સંબંધે મળ્યો છે, સમવાય સંબંધ નથી. તદ્ઉત્પત્તિ સંબંધ છે, પરંતુ તાદાત્મ્ય સંબંધ નથી. દ્રવ્યાર્થિક સંગ્રહ નયની અપેક્ષાએ મારો જીવ નિર્મળ છે. આ ભાવનાએ ચઢતાં હું આત્મા જ છું - પૂર્ણ છું, કેવલજ્ઞાન સ્વરૂપ છું, અનંત ગુણમય છું તેવો અપૂર્વ ભાવાત્મક ઉછાળો, વીર્યોલ્લાસ થવાથી અપૂર્વકરણ રુપ મહાસમાધિ થઈ. (અહીં ધ્યાનમાં સ્થિર બની અનુભવ કરવો.) Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ હું શુદ્ધ આત્મસ્વરૂપ જ છું - તેવું દઢીકરણનું ભાવન ચાલુ રહ્યું. અનિવૃતિ કરણ થયું. તે ભાવની ધારા ચઢતી ગઈ. (થોડી ક્ષણ અહીં ધ્યાનમાં સ્થિર બનવું ....) અને પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી – તે ભાવમાં મિથ્યાત્વનું એક પણ દલિક ઉદયમાં નથી. એટલે આત્મા સિવાયના અન્ય પદાર્થમાં અહં, મમત્વરૂપ એક પણ વિકલ્પ નથી ( અંતરકરણની સ્થિતિ છે.) માત્ર શુદ્ધ ચૈતન્યરૂપ અપૂર્વ કરણ ( કરણ = અધ્યવસાય ) ભાવમાં સ્થિરતા છે. અંતર્મુહૂર્ત આ ભાવમાં - ધ્યાનમાં સ્થિર બનવું... અહીં અપૂર્વ એટલે કદી નહિ અનુભવેલો અને કરણ એટલે અધ્યવસાય ઉત્પન્ન થયો છે. અપૂર્વકરણ રૂપ મહાસમાધિ ભાવમાં થોડી ક્ષણ સ્થિર બની અનુભવ કરવો. અપૂર્વ ઉલ્લાસ અને આનંદ અનુભવવો...... (ધ્યાન કરવું.) મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ થતાં આત્મ અનુભવરૂપ સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન ઉત્પન્ન થયું. (આતમજ્ઞાનકો અનુભવ દર્શન, સરસ સુધારસ પીજીએ- ) પ્રભુ નિર્મળ દર્શન કીજીએ) આવા ભાવે ચઢતાં નિર્મળ આનંદનો અનુભવ થયો. દેહથી ભિન્ન હું આત્મસ્વરૂપ છું તેવી પ્રતીતિ થઈ..... પરમાત્માની અમૃતવાણીના ભાવો સંભળાય છે "જેવું તારૂં આત્મચૈતન્ય છે તેવુંજ ચૈતન્ય જગતના જીવ માત્રમાં છે. સર્વ જીવો આત્મ સમાન છે.” સર્વ જીવો સિદ્ધ ભગવંતના સાધર્મિક, સત્તાએ અનંત ગુણના વૃંદ, મહાસુખના કંદ છે. સર્વ જીવો પ્રત્યે અહિંસક ભાવ પ્રકટાવ. તેમના કલ્યાણ માટે, રક્ષણ માટે ઉત્સાહિત બન. જેને હણે છે, તે તું પોતે જ છે તેવું સમજ, અને સમજીને ષટ્ જીવનિકાયના રક્ષણ અને હિતને માટે અહિંસાદિક મહાવ્રતો માટે ઉઘમવંત બન. જે રીતે દીપક ઉપર આચ્છાદાન કરનારી વસ્તુ મૂકવાથી પ્રકાશનો અભાવ થતો નથી, આચ્છાદાન સમયે અગર આચ્છાદન ન હોય તે સમયે દીપક તો તે જ સ્થિતિમાં છે; તે રીતે અનંત જ્યોતિસ્વરૂપ શુદ્ધ આત્મા - દેહ સંબંધ કે Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ કર્મ સબંધરૂપી આચ્છાદન સમયે પણ – સત્તાએ શુદ્ધ અને નિર્મળ છે. પરંતુ બુદ્ધિના વિપર્યાસ અને મિથ્યાભ્રમણાના કારણે તેવો અનુભવમાં આવતો નથી. અંતરાત્માની શુદ્ધ પ્રતીતિ અને અનુભવને આવરણ કરનાર મિથ્યાત્વમોહનીય છે. મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમથી સમ્યગુ દર્શનના પ્રકાશથી જે નિર્મળ આનંદમય આત્મસ્વરૂપનો યત્કિંચિત્ તે અનુભવ કર્યો, તે આત્માના પૂર્ણાનંદ સ્વરૂપને પ્રગટ કરવા માટે સર્વબાહ્ય ઔપાધિક ભાવો છોડીને, બાહ્ય - અત્યંતર પરિગ્રહનો પરિત્યાગ કરીને, આત્મ ઉપયોગ સ્થિર થઈ, સ્વરૂપ રમણતાના પરમાનંદને અનુભવવા તત્પર બન.” ઉપર મુજબ પ્રભુની, સર્વ જીવ વિષયક અમૃત દેશના સાંભળી સર્વ જીવ સાથે આત્મસમાન ભાવે વર્તન તો એક માત્ર જિનેશ્વર ભગવંતે કહેલા ચારિત્રધર્મમાં જ છે. તે વિચારોથી સિકલ સર્વી હિતાશય અમૃત લક્ષણ સ્વપરિણામ એવ સાધુ ધર્મ) સકલ જીવરાશિના હિતના પરિણામ રૂપ ભાવો ઉત્પન્ન થયા. મારા એક જીવ ખાતર રોજના અસંખ્ય જીવોની હિંસા થઈ રહી છે તે હવે હું સહન નહિ કરી શકું. હું તે જીવોને હણતો નથી. મને પોતાને જ હણુ છું. જ્યાં જ્યાં વિશ્વમાં ચૈતન્ય છે તે મારૂં જ પોતાનું સામાન્ય રૂપ છે. આ ભાવની ધારાએ ચઢતાં સાધુપણાની પ્રાપ્તિની તીવ્ર ઝંખના થઈ..(સંવેદન કરવું.) દશનાની આપણા ઉપર અસર થાય છે તેવું સંવેદન કરવું.) પરમાત્માની દેશનામાં આત્માનું સ્વરૂપ અને પરમાનંદનું અદ્ભુત વર્ણન, આત્માના અનંત જ્ઞાન, અનંત દર્શન,અનંત ચારિત્ર, અવ્યાબાધ સુખ, અનંત ભોગ, પૂર્ણાનંદ વગેરેનું વર્ણન સાંભળી તે ઉપદેશને ભાવાત્મક રીતે ગ્રહણ કર્યો. તે શુદ્ધ આત્મસ્વરૂપની રૂચિ થઇ, પિપાસા થઇ, વૈરાગ્ય થયો, સંસારથી ઉદાસીનપણું થયું. આ સંસારી વિભાવ ઉપાધિ મારે અઘટતી છે. પર વસ્તુનું ગ્રહણ કરવું, રક્ષણ કરવું, કર્તૃત્વ, ભોસ્તૃત્વ, વ્યાપકત્વ તે વિભાવ છે, મારૂં સ્વરૂપ નથી. પરપુદ્ગલને ભોગવવું મારે માટે યોગ્ય નથી. તે સર્વને ત્યજું. વિભાવ દશાને વિષ ભક્ષણ સમાન જાણીને વિભાવ પ્રત્યે ઉદાસીનતા થઈ. પોતાની અનંત ગુણ સંપદા, પરમાનંદ, અનંત સુખ અને કેવળજ્ઞાનની અતિ તીવ્ર અભિલાષાથી પ્રભુજીને પ્રાર્થના કરું છું (આવી ભાવનાથી તીવ્રરીતે ભાવિત બનવું.)... Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ હે પ્રભુજી ! હે દયાના સાગર! હે અનાથના નાથ ! હે પરમ ઉદ્ધારક! પરમ તારક! પરમાત્મા! આપને કોટી કોટી વંદન કરી આપની સન્મુખ ઊભો રહીને માંગુ છું- “હે તારક ! મને તાર ! મને તાર, તાર, તાર ! ભવ ભ્રમણથી ઉગાર ! હવે આ વિભાવ દશાનું દુઃખ ખમાતું નથી. મારો અનંતો સ્વાધીન આનંદ અને સુખ પરાધીન થયું છે. અને હું પુદ્ગલ ગ્રાહી, પુદ્ગલ ભોગી, પરનો કર્તા, પરનો ભોકતા બન્યો છું. તેથી તત્ત્વગ્રાહી, આત્મતત્ત્વ ભોગી હોવા છતાં તત્ત્વને જાણી શક્યો નથી. ઔદયિક ભાવ રૂપ અશુદ્ધ પર્યાયની પરંપરાની શ્રેણીમાં પડી રહ્યો છું. તો હે નાથ ! તારા શરણે આવ્યો છું. આપના અમૃતતુલ્ય વચનો સાંભળી, મારૂં વિશુદ્ધ આત્મચેતન્ય, તેના અનંતગુણ પર્યાય, પરમાનંદ અને અવ્યાબાઘ સુખની પ્રાપ્તિની અભિલાષા થઇ છે. તીવ્ર ઝંખના થઇ છે. તે સ્વરૂપનો પ્રગટ અનુભવ કરવા તીવ્ર ઇચ્છા થઇ છે. તો હે પ્રભુ! સમ્યગદર્શન યુક્ત ચારિત્રનો પ્રસાદ કરી અને આ જીવને સનાથ બનાવો.............(તીવ્ર ભાવે સંવેદન કરવું.) પરમાત્માના સામું જોઈ રહ્યા છીએ. “જહા સુષ્મ દેવાણપ્રિયે, મા પડિબંધ કરેહ' પ્રભુએ ચારિત્ર માટે સંમતિ આપી. આપણે હર્ષવિભોર બની ગયા. ચતુર્મુખ પ્રભુને ત્રણ પ્રદિક્ષણા કરી નીચે મુજબ બાર નવકાર ગણીએ છીએ. (૧) ત્રણ યોગ પૂર્વક પ્રથમ નમસ્કાર. (૨) ત્રણ કરણ જોડવા પૂર્વક બીજો નમસ્કાર. (૩) દશ પ્રાણ જોડવા પૂર્વક નમસ્કાર. (૪) સાતે ધાતુ ભૂદાઈ જવા પૂર્વક નમસ્કાર. (પ) સાડા ત્રણ ક્રોડ રોમરાજી વિકસિત થવા પૂર્વક નમસ્કાર. (૬) આત્માના અસંખ્ય પ્રદેશોમાં દરેક પ્રદેશ પ્રદેશે ભાવપૂર્વક નમસ્કાર. (૭) ક્ષયોપશમ ભાવી દર્શન-જ્ઞાન ગુણને પરમાત્મ સ્વરૂપમાં જોડવા પૂર્વક નમસ્કાર. (૮) ચારિત્ર (રમણતાનો ગુણ)- પરમાત્મ સ્વરૂપમાં રમણતા પૂર્વક નમસ્કાર. (૯) વીર્ય ગુણ જોડવા પૂર્વક - પરમાત્મ સ્વરૂપમાં - ગુણોમાં વર્ષોલ્લાસ પૂર્વક નમસ્કાર. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ (૧૦) આત્મસ્વરૂપમાં રૂચિ – જ્ઞાન પૂર્વક. (૧૧) આત્મસ્વરૂપમાં રમણતા પૂર્વક. (૧૨) આત્મસ્વરૂપમાં વીર્ય સ્કૂરણા પૂર્વક. (વિશેષ વિગત માટે "સા. ધ્યા. પ્ર.” પુસ્તકમાં નવકારની સાધનાની ત્રીજી ભૂમિકા જુઓ. પ્રયોગ નં. ૧૦ પાનું ૮૨) ઉપર મુજબ ૧૨ નવકાર ત્રણ પ્રદક્ષિણામાં ગણવા. પ્રભુએ આશીર્વાદ આપ્યા. અને અનુગ્રહ ર્યો.. ચારિત્ર પદ અર્પણ કર્યું.................આનંદવિભોર બની આપણું હૈયું નાચી ઊઠ્યું......................વિશુદ્ધ ચારિત્રના ભાવો પરિણામ પામ્યા છે. સર્વ જીવ સાથે આત્મસમાન – ભાવપૂર્વક આત્મસમાન વર્તન છે . તિર્યમ્ સામાન્યના ભાવપૂર્વક સમગ્ર વિશ્વના અનંત જીવો સાથે ભાવાત્મક તાદામ્ય છે. દશવિજયતિધર્મ, અહિંસાદિક વ્રતોનું નિરતિચાર પાલન, સમિતિ-ગુપ્તિમાં પ્રવર્તન આદિ સમાચારીના પાલનમાં સાધક આત્મા સ્થિર બન્યો છે....... નિરંતર પરમાત્માના સ્વરૂપમાં (૧) આદર, (૨) બહુમાન, (૩) રૂચિ, (૪) વીર્ય સ્કૂરણા, (૫) રમણતા,(૬) તન્મયતા, (૭) ધૂપતા (2) એકત્વતાના સતત અભ્યાસ દ્વારા અપ્રમત્ત ભાવને સ્પર્શવા સાધક, પ્રયત્નશીલ છે. પરમાત્મ સ્વરૂપના અભેદ ધ્યાન દ્વારા પ્રત્યેક અંતર્મુહૂર્ત અપ્રમત ગુણ સ્થાનકને સ્પર્શ કરી સાધક આત્મ સ્વરૂપના આનંદની પ્રાપ્તિ માટે નિરંતર પ્રયત્નશીલ છે. (આ આઠ સ્ટેજની સાધના પ્રયોગ માટે જુઓ જિન ભક્તિની સર્વોચ્ચ ભૂમિકા. (આ પુસ્તકનું પાનું ૧૦૦ અને ૧૦૧) અહીં આ પ્રમાણે પ્રયોગ કરી, ધ્યાનમાં સ્થિર બની ટકી રહેવું.) - છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકના ભાવો સ્પર્શતો, અપ્રમત અવસ્થાના પરમાનંદને સાધક અનુભવે છે. વૃત્તિઓને અને મનને અનાસક્ત ભાવ દ્વારા જગતના દશ્યમાન પદાર્થોના આકારે પરિણમતી અટકાવીને પરમાત્મા અને આત્મા આકારે ઉપયોગને પરિણાવવા સદા જાગૃત છે. આત્મા આકારે પરિણમેલો ઉપયોગ તે જ તેનું લક્ષ્ય છે. અને આત્મ ઉપયોગમાં રહીને પરમાનંદ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ અનુભવે છે. "જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ વને નવિ ભમતો રે.” જગદાકારે, પુદ્દગલાકારે વૃત્તિને પરિણમાવવી તેને મોહનું વન સમજી તેનાથી દૂર રહે છે. અને આત્મસ્વભાવ રમણતામાં પ્રયત્નશીલ રહેવું તે જ ચારિત્ર છે તેવા ભાવમાં સાધક અનુત્તર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખનો અનુભવ કરે છે .(સ્વરૂપ રમણતાનો ધ્યાન દ્વારા અનુભવ કરવો).. (અહીં પરમાત્માના ધ્યાનના અભેદ દ્વારા સ્વરૂપ રમણતાનો આનંદ સ્થિર બનીને અનુભવવો.) તે સમયે અનંત ઉપકારી પરમાત્મા અવસર જાણી ક્ષપક શ્રેણીમાં પ્રવેશ કરવા માટે દેશના આપે છે ઃ "હે ચેતન હંસ ! તું પરભાવનો કર્તા, ભોક્તા, ગ્રાહક નથી. તું તો સંપૂર્ણાનંદનો શુદ્ધ વિલાસી છો. અને તું જે પરભાવમાં રમી રહ્યો છે તથા પરભાવનો ભોગી થઈ રહ્યો છે તે તુજને ન ઘટે. તારૂં કાર્ય તો અનંત ગુણ પારિણામિક રૂપ સ્વરૂપ કર્તા ભોક્તાપણું છે. તે માટે હે ચેતન ! તું યથાર્થ જિનવાણી રૂપ અમૃતનું પાન કરીને - અનાદિ વિભાવ વિષ વારીને – પોતાનું તત્ત્વ સંભાળ. સ્વ અને પર દ્રવ્યનું વિભજન કરીને, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મને ભિન્ન સમજી, તારા શુદ્ધ આત્મ દ્રવ્યને ગ્રહણ કર. અને તારા સ્વરૂપમાં એકત્વ ધ્યાને પરિણમી, સહજાનંદને તું કર. તે જ તારૂ કાર્ય છે. તેનું નિમિત્ત કારણ પરમાત્મા અને ઉપાદાન કા૨ણ તારો આત્મા અનંત શક્તિવંત છે. માટે જડ અને ચૈતન્યની ભેદ જ્ઞાન ધારાથી આત્મા અને પરનું વિભજન કરી, માત્ર એક શુધ્ધ આત્મ ઉપયોગે સ્થિર બની તારા પોતાના શુદ્ધ નિર્મળ, અખંડ અવિનાશી કેવળજ્ઞાન સ્વરૂપ પૂર્ણ આત્મ સ્વરૂપને પ્રગટ કરવા શુક્લ ધ્યાનની ધારાએ ચઢી આત્મસ્વરૂપ એકત્વે પરિણામ પામ. પરમાત્માની દેશનાની આપણા ઉપર અદ્ભુત અસર થઇ છે. આપણી અનંત વીર્યશક્તિ ઉલ્લાસિત બની છે. રોમાંચ..... Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ વિસ્મય................... ભાવોલ્લાસ.. વીર્યનો ઉછાળો........... આનંદનું મોજું........... જીવનની અદ્ભુત પળ છે..........(આવું અનુભવવું) કદી નહીં અનુભવેલી અત્યંત નિર્મળ અવ્યવસાયની ઘારા છે......... ..............(આવું અનુભવવું) સંકલ્પશક્તિ અતિ બળવાન બની છે.....(આવું અનુભવવું). શુક્લધ્યાનની પૂર્વ તૈયારી.......... દુષ્કત ગહ) આજ પર્યત કોઈ પણ જીવની સાથે મેં જે અયોગ્ય વ્યવહાર કર્યો હોય તે સર્વ જીવની ક્ષમા માંગું છું. આજ પર્યત જે પર દ્રવ્યને મેં મારૂં માન્યું, પર દ્રવ્ય પ્રત્યે જે મમત્વ કર્યું, તે મમત્વને સારું માન્યું – તે મારા દૃષ્કૃતની ગહ કરી તેમાંથી હું પાછો હું છું. આગામી કાળ માટે જે પરદ્રવ્ય પ્રત્યેના મમત્વ ભાવને મેં ગ્રહણ કરી રાખ્યો છે, જે પરભાવને મેં સારો માન્યો છે, ભાવિ કાળ માટે પરદ્રવ્યનો સંગ કરવાની મેં જે ભાવના રાખી છે, તેનો હું ત્યાગ કરૂં છું. વર્તમાન કાળમાં જે કર્મ ઉદયમાં આવે, તે ગમે તેવી વિચિત્ર સામગ્રી મારી સામે ઉપસ્થિત કરે, તે સમયે તેના કારણે હું સુખ-દુઃખ કે રાગ - દ્વેષનો અનુભવ નહીં કરું. હું મારા જ્ઞાન -- દર્શનમાં જ સ્થિર રહીશ. આ રીતે ત્રણે કાળના કર્મોથી ભિન્નબનીને હવેષપકશ્રેણિ આરોહણની પૂર્વતૈયારી કરૂં છું. હું જ્ઞાનાવરણીય આદિ દ્રવ્ય કર્મને ભોગવતો નથી. હું મારા આત્માના જ્ઞાન આદિ અંનત ગુણને ભોગવું છું. એકાગ્રતાપૂર્વક મારા અનંત ગુણોનું સંવેદન કરું છું......... અનુભવ કરું છું......... ભોગવટો કરું છું...............(એવું ધ્યાન કરવું).......... (આવો અનુભવ કરવો.) Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ક્ષપક શ્રેણીની ભાવના ક્ષપક શ્રેણી આરોહણની ભાવનામાં પ્રવેશ હું આત્મા! જ્ઞાનાદિ અનંત ગુણ પર્યાયરૂપ છું, પર પુદ્ગલથી ન્યારો છું, નિશ્ચય નયે કરી શુદ્ધ છું, જ્ઞાન દર્શન સ્વરૂપ નિર્મળ છું, મારા સ્વરૂપમાં જ હવે હું સ્થિર બનું છું. ચેતના ગુણ તે મારી સત્તા છે. મારા શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં સર્વ કર્મનો ક્ષય કરું છું. અનંત જ્ઞાનાદિ ગુણમય, શુદ્ધ, નિષ્કલંક, નિરામય છું. આવો ભાવ કરું છું..................... આત્મસ્વરૂપમાં એકત્વ ધ્યાન...(આત્મ ધ્યાનમાં સ્થિર બનવું) આત્મસ્વરૂપનું તન્મયપણે ધ્યાન કરું છું....(ધ્યાન કરવું.) અનંત વીર્યશક્તિની સહાય વડે સ્વરૂપમાં સ્થિર બનું છું.......... (ધ્યાનમાં સ્થિર બની આવો અનુભવ કરવો.). પર્યાય ગુણમાં ભળી જાય છે............ ગુણ અને પર્યાય બન્ને દ્રવ્યમાં ભળી ગયા છે. ગુણપર્યાય અત્યારે દ્રવ્યમાં ભળી ગયા છે તેથી આત્મદ્રવ્યમાં સ્થિરતાનો પરમ આનંદ અહીં પ્રવર્તે છે... (આવી ભાવનાનો અનુભવ કરવો.) દર્શન અને ચારિત્ર બંને ગુણો જ્ઞાનધારામાં એકત્વપણે પરિણમ્યા છે. અભેદ રત્નત્રયીના પરિણામની ધારા છે... અહીં મહિના સર્વથા ક્ષયની ભાવના કરવી.... ઘાતી કર્મના ક્ષયની ભાવના કરવી. કેવળજ્ઞાનની પ્રાપ્તિના પૂર્ણ ભાવથી ભાવિત બનવું. અદ્દભુત યોગ..... અભુત ભાવ..... અભુત પરિણામની ધારા... અહીં થોડી ક્ષણો આત્માની કેવળજ્ઞાન અવસ્થાથી ભાવિત બની સ્થિર બનવું.......... (આવી ભાવના કરવી.) અવ્યાબાધ સુખ અને પૂર્ણ આનંદનો અનુભવ કરવો........... ધ્યાનમાં લીન બની સ્વરૂપ સ્થિરતાનો પરમાનંદ અનુભવવો..... (અહીં કેવલી સમુદૂઘાતની ભાવનાનો પરમ આનંદ પણ અનુભવી શકાય. અને છેલ્લે શુકલધ્યાનના છેલ્લા બે પાયાનું ચિંતન કરી, સિદ્ધશિલા ઉપર Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ અનંતસિદ્ધ ભગવંતો સાથે જ્યોતિમાં જયોતિ મળી હોય તેવી ક્ષણોના અનુભવની ભાવનાનો આનંદ પણ લઈ શકાય.)........... અહીં છેલ્લે હવે ભાવના કરીએ છીએ – હે કરૂણાસાગર પરમાત્મા ! મારો એવો સમય ક્યારે આવશે કે જ્યારે આપની આજ્ઞા મુજબ હું શુકલધ્યાન આરોહણ કરીશ અને ધનધાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન સ્વરૂપ પ્રગટ કરીશ! અને અહીં જે મેં ભાવના કરી છે તે પ્રત્યક્ષરૂપે મારા આત્મામાં બને તેવી મારી તીવ્ર અભિલાષાઓ અંતર્યામી પ્રભુ ! તમેજ પૂરી કરવાને સમર્થ છો ! પરમાત્મા સીમંધરસ્વામીની છેલ્લી દેશના : હે ચૈતન્ય આત્મા! તારી ઉત્તમ ભાવના જરૂર પરિપૂર્ણ થશે! હજી તારે થોડાં કર્મ ભોગવવાના બાકી છે. ત્યાં સુધી આરાધનામાં લીન રહેજે . હે જીવાત્મા! જીવના બે સ્વરૂપ છે. એક વિભાવ સ્વરૂપ અને બીજું સ્વભાવ સ્વરૂપ. કર્મના કારણે ઉપસ્થિત થયેલું સ્વરૂપ તે વિભાવ સ્વરૂપ છે. કર્મથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય તે આત્માનું વિશુદ્ધ સ્વરૂપ છે. હવે તું અહીંથી જઈ રહ્યો છે તો તું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાનંદનો કંદ, અંનત શક્તિનો સ્વામી, અનર્ગલ આનંદનો દિવ્ય ભંડાર, કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીનો માલિક આત્મા છે. તે નિશ્ચય સ્વરૂપને હૃદયમાં ભાવિત રાખજે. અને શુદ્ધવ્યવહારનું પાલન કરજે. સર્વ જીવ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરજે. જિનાજ્ઞા પાલનમાં તત્પર રહેજે. તારા ગુણ સ્થાનકને યથાયોગ્ય ઉચિત કર્તવ્ય પાલનમાં તત્પર રહેજે અને તારા યથાયોગ્ય ધર્માનુષ્ઠાનમાં રક્ત રહેજે. જીવ માત્ર સાથે આત્મ સમાન વ્યવહાર રાખજે અને સાથે સાથે તું શુદ્ધ આત્મા છે તે ભાવને હૃદયમાં ઘારણ કરી, જિનાજ્ઞાનું પાલન કરજે............. આ ભાવને હૃદયમાં ભાવિત કરતા આપણે હવે પરમાત્માની પ્રદક્ષિણા કરી, સમવસરણમાંથી નીચે ઊતરીએ છીએ......... સમવસરણમાંથી આપણે નીચે આવી ગયા છીએ.... મિત્રદેવનું વિમાન મળી ગયું. તેમાં બેસી ગયા છીએ.......... સાધુ - સાધ્વી મહારાજ આકાશગામિની વિદ્યા દ્વારા જઇ રહ્યા છે.... આકાશમાં ઉડ્ડયન શરૂ થયું........... સીતા નદી ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. પૂર્વમહાવિદેહના કચ્છ વિજય ઉપરથી જઇ રહ્યા છીએ. નિષધ પર્વત ઓળંગી રહ્યા છીએ....... Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ હરિવર્ષ ક્ષેત્ર ઓળંગી આપણે મહા હિમવંત પર્વત ઉપરથી પસાર થઇ હિમવંત ક્ષેત્ર ઓળંગીને હિમવંત પર્વત ઉપરથી પસાર થઇ રહ્યા રહ્યાછીએ... છીએ....... વૈતાઢય પર્વત ઉપરથી આપણે પસાર થઇ રહ્યા છીએ..... અષ્ટાપદ પર્વતની પ્રદક્ષિણા કરી આપણે ઉત્તર ધ્રુવ ઓળંગી રશિયાના પ્રદેશ ઉપરથી હિમાલય પર્વત તરફ જઈ રહ્યા છીએ. હિમાલય પર્વતના હિમાચ્છાદિત ગિરિશૃંગો ઉ૫૨થી આપણે જઇ રહ્યા છીએ........ શંત્રુજય ગિરિરાજ પર યુગાદિ આદીશ્વર દાદાનું દર્શન કરી, આપણા મૂળ સ્થાને આપણે આવી પહોંચ્યા છીએ ... (હજી આપણી આંખો બંધ છે. થોડી વધુ વાર આંખો બંધ રાખવી.) આજે આપણે દિવ્ય અનુભવ કર્યો. સીમંધરસ્વામી ભગવાને આત્મા અને પુદ્ગલ બન્નેનો ભેદ કરી આપ્યો. અને મહાવિદેહમાં દેહથી વિમુક્ત ચૈતન્ય અવસ્થાનો અનુભવ કરાવ્યો. ‘મહાવિદેહની ધ્યાન યાત્રા પૂરી થાય તે સમયની પ્રાર્થના” મન થકી મીલનમેં તુજ કીયો, ચરણ તુજ ભેટવા સાંઇ રે; કિજીએ જતન જિન એ વિના, અવર ન વાંછિએ કાંઇ રે. સ્વામી સિમંધરા તું જયો૦ 66 મુજ હોજો ચિત્ત શુભ ભાવથી, ભવોભવ તાહરી સેવ રે; યાચિએ કોડિ યતને કરી, એહ તુજ આગળે દેવ રે વળી વળી વિનવું સ્વામીને, નિત્ય પ્રત્યે તું હી જ દેવ રે; શુદ્ધ આશયપણે મુજ હોજો, ભવોભવ તાહરી સેવ રે. સ્વામી સ્વામી Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ સ્વામી સિમંધરા વિનતિ, સાંભળો માહરી દેવ રે; તાહરી આણ હું શિર ધરૂં, આદરૂં તાહરી સેવ રે. (સવાસો ગાથાનું સ્તવન. ઉ, યશોવિજયજી કૃત ઢાલ ૧૧મી) ભવોભવ સેવા રે તમ પદ કમળની, દેજો દીન દયાળ, બે કર જોડી રે ઉદયરત્ન વદે, નેક નજરથી નિહાળ. - વિનતી માહરી રે સુણજો સાહિબા.....(૧) મહાવિદેહની ધ્યાન યાત્રા કર્યા પછી, પ્રાર્થના કરી આપણે આંખ ઉઘાડીએ છીએ.......... સ્વામી દિવ્ય અનુભૂતિ, દિવ્ય ભાવ, અદ્ભુત પરિણામની વિશુદ્ધ ધારાધ્યાનમાં આપણે અનુભવી.. આંખ ઉઘાડીને બહાર જોઇએ અને જે જગત દેખાય છે. તે બહારના જગત કરતાં, અંદરનું જગત ઘણું મોટું છે. "" પુગ્ગલ અપ્પા બિહું પખે થપ્પા.'' પુદ્ગલ અને આત્માને પરમાત્માએ જુદા પાડી આપ્યા. અને આપણે દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્મા છીએ તેવી સભાનતા, પ્રતીતિ, અનુભવ થયો. દિવ્ય આનંદ અને આત્મિક સુખનો અનુભવ કરવાનો માર્ગ આપણા માટે ખુલ્લો થઇ ગયો. આ દેહ અને તેનું નામ તે હું છું તેવો અહંભાવ, અને કર્મકૃત ભાવોમાં મારાપણાની બુદ્ધિ નાશ પામી. અને હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું. અનંત આનંદ અને સુખનું પરમ નિધાન, અચિંત્ય શક્તિનો સ્વામી, કેવળજ્ઞાન આદિ અનંતગુણનો ભંડાર, ચૈતન્યરૂપ, સત્તાએ શુદ્ધ આત્મા છું-તેવા ભાવો ઉત્પન્ન થયા. દીપક ઉપર આચ્છાદન કરવામાં આવે ત્યારે પ્રકાશ દેખાતો નથી. આચ્છાદન દૂર કરીએ ત્યારે પ્રકાશ દેખાય છે. પરંતુ આચ્છાદન સમયે કે આચ્છાદન દૂર કર્યું તે સમયે દીપક તો એવો જ પ્રકાશિત હતો તેમ આત્માની ‘‘આત્મ જ્યોતિ’' નિરંતર પ્રકાશિત જ છે. તેવું ભાન સીમંધર સ્વામી ભગવાનની કૃપાથી થયું. હજી પણ પ્રભુની દેશનાના ભાવો ઉલ્લસિત થઇ રહ્યા છે. વિભાવ દશા અને સ્વભાવ દશાનો ભેદ સમજમાં આવ્યો. નિશ્ચય અને વ્યવહારનો સમન્વય થયો . Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સમાધિ વિચાર ગ્રંથમાં બારમા દેવલોકના દેવનું દષ્ટાંત આવે છે. બારમા દેવલોકનો દેવ કૌતુકથી જગત ઉપર શું ચાલે છે તે જોવા માટે પૃથ્વી ઉપર આવ્યો અને રેક મનુષ્યનું રૂપ ધારણ કર્યું. એક નગરમાં નાનકડું ઘર વસાવીને પુત્ર, પુત્રી, સ્ત્રી આદિ પરિવાર સાથે રહે છે. જંગલમાંથી લાકડાં લાવી કિઠિયારાનું જીવન જીવે છે. કોઈ વખત મજૂરી કરવા પણ જાય છે. કોઈ દિવસ ભીખ માંગવા પણ જાય છે. કોઈ વખત વેપાર કરવા પણ જાય છે. પરદેશી રાજાએ નગરને ઘેરો ઘાલ્યો. લોકો નગરમાંથી નાસવા લાગ્યા. આપણા આ બારમા દેવલોકના દેવ પણ નગરમાંથી નિકળીને જંગલમાં જાય છે. એક પુત્રને ખભા ઉપર લીધો, બીજાને હાથ ઉપર લીધો, સ્ત્રીના માંથે સામાનનું એક પોટલું ઉપડાવ્યું; બીજું પોટલું પોતાને માથે ઉપાડીને જંગલમાંથી પસાર થઈ. એક નાનકડા ગામમાં આવી વસે છે. મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ પ્રમાણે જગતમાં અનેક પ્રકારના ખેલ કરતી વખતે તેના મનમાં શું વિચારે છે? મેં તો બારમા કલ્પકો, દેવ મહા ઋદ્ધિવંત; અનુપમ સુખ વિલસું સદા, અદ્ભુત એહ વિરતંત. એચેષ્ટા જે મેં કરી, તે સવિ કૌતુક કાજ; રંક પર્યાય ઘારણ કરી, તિનકો એ સવિ કાજ. જેમ સુર એહ ચરિત્રને, નવિ ધરે મમતા ભાવ દીન ભાવ પણ નહિ કરે, ચિંતવે નિજ સુર ભાવ. (સમાધિ વિચાર) આપણા આ બારમા દેવલોકનો દેવ પૃથ્વી ઉપર અનેક અવસ્થામાંથી પસાર થતાં અંદર વિચારે છે કે- હું તો બારમા દેવલોકનો દેવ છું' આ પરિસ્થિતિમાંથી પસાર થતાં તેને દીનપણું નથી, અને કોઈ આસકિત પણ નથી. કારણ કે હું બારમા દેવલોકનો મહાન સુખી દેવ છું તેવું મનમાં ધારણ કરે છે. તેને પરિસ્થિતિનું સુખદુઃખ કે રાગદ્વેષ નથી. આ પ્રમાણે આપણે પણ પરવશપણે જયારે કર્મના કારણે અનેકવિચિત્ર સંજોગો ઉપસ્થિત થાય, તે વખતે તેમાં સુખદુઃખ કે રાગદ્વેષ ન કરતાં અંદરથી વિચારીએ કે – “ભગવાન સીમંધરસ્વામી પરમાત્માએ કહ્યું છે તે મુજબ હું સત્તાએ શુદ્ધ, સચ્ચિદાનંદ સ્વરૂપ - અનંત સુખ અને આનંદનો પરમ ભંડાર છું. અચિત્ય શક્તિનો સ્વામી છું. કેવળજ્ઞાન આદિ અનંત ગુણ - લક્ષ્મીનો નિધાન Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ શુદ્ધ હમારો રૂપ હૈ, શોભિત સિદ્ધ સમાન; કેવળ લક્ષ્મી કો ધણી, અનંત ગુણ નિધાન. tt બારમા દેવલોકનો દેવ પૃથ્વી ઉપર વિચિત્ર સંજોગોમાં હોવા છતાં તે અંદ૨ સમજે છે કે હું તો બારમા દેવલોકનો દેવ છું. લીલા જોવા માટે પૃથ્વી ઉપર આવ્યો છું. તે રીતે આપણે પણ પ્રભુ સીમંધરસ્વામીએ કહ્યું છે તેમ “ અનંત સુખ, અર્ચિત્ય શક્તિના સ્વામી છીએ. કર્મના કારણે અનેક વિચિત્ર સંજોગો વચ્ચે અત્યારે છીએ. પણ કર્મ બદલાય તેમ બહારની પરિસ્થિતિ પણ બદલાય છે. તેમાં મને સુખ – દુઃખ, ગમો – અણગમો કે રાગ – દ્વેષ નથી. જ્ઞાન, દર્શન મારૂં કાર્ય છે. હું તો આનંદમય આત્મા છું.'' આ રીતે અંતરંગમાં નિશ્ચય દષ્ટિ ધારણ કરી જીવન જીવવાનું છે. સુજ્ઞ વાચક મિત્રો ! આ પ્રયોગ આપણે નિત્ય કરીશું. પ્રયોગમાં બતાવેલ સમવસરણમાં બિરાજમાન પરમાત્માને આપણી નજર સામે રાખીશું. તેમની દેશના સાંભળી આપણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્ર પ્રાપ્ત કરીએ છીએ અને ક્ષપક શ્રેણી આરોહણ કરી, કેવળજ્ઞાન સ્વરૂપ પ્રગટ કરીએ છીએ. આવી ભાવનાથી નિરંતર ભાવિત બનીશું તો ચોક્કસ તે મુજબ જ સાક્ષાત્ ભાવજિનેશ્વર પાસે પહોંચવાનું અને કેવળજ્ઞાન સ્વરૂપ પ્રાપ્ત કરવાનું કારણ આપણા જીવનમાં ઉપસ્થિત થશે, અને કારણ ઉપસ્થિત થતાં કાર્ય પણ બનવાનું જ છે. જે વિચાર નિરંતર મનમાં ઘૂંટાય તે છેવટે ભૌતિક સ્વરૂપ પ્રગટ કરે જ છે. આપણી કલ્પનાશક્તિ વડે રચાતું ચિત્ર ભવિષ્યમાં થનાર આપણીસ્થિતિનો નમૂનો છે. અને નમૂના પ્રમાણે આપણી ભવિષ્યની સ્થિતિ રચાય છે, આટલું જોયા પછી બીજા જન્મમાં ભગવાન સીમંધર સ્વામી આદિ (વિહરમાન તિર્થંકરો) જ્યાં વિચરે છે, ત્યાં જન્મ થાય અને આઠ વર્ષની ઉંમરે આપણે દીક્ષા લઇએ અને પ્રભુ આજ્ઞા મુજબ જીવન જીવીને આપણો કેવળજ્ઞાન સ્વભાવ પ્રગટ કરીએ તેના માટે આ જ્ન્મમાં શું સાધના કરવી તે આપણે આ પ્રયોગ દ્વારા જોયું. ઉપરાંત આપણી મોક્ષમાર્ગની સાધના માટે સીમંધરસ્વામી પરમાત્મા પાસેથી આપણને અદ્ભુત માર્ગદર્શન મળ્યું. તે મુજબ આ જન્મમાં જ આપણે સાધના શરૂ કરીએ અને આ જન્મમાં જ આત્મ અનુભવ પ્રાપ્ત કરી, પરમ આનંદના ભોક્તા બનીએ એ જ અભ્યર્થના. (આ કાળમાં અપેક્ષિત સામગ્રી નહીં હોવાથી ક્ષપકશ્રેણી આરોહણ કરી શકવાનું સામર્થ્ય આપણામાં નથી. માટે તેવી ભાવનાથી તીવ્રપણે ભાવિત બનવું.) Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પરમ પૂજય પં.ભદ્રંકરવિજયજી પાસે મળેલો આ પ્રયોગ ૨૦૨૫થી સાધના કરતાં કરતાં જે અનુભવ થયો તે અભ્યાસ દ્વારા વાંચનાર સાધકોને ઉપયોગી બને તે રીતે અહીં રજુ કર્યો છે. આ પ્રયોગ મુજબ સાધના કરીને સૌ મોક્ષ માર્ગના સાચા સાધક બને તે અભિલાષા. મહાવિદેહ ધ્યાન પ્રયોગની થીયરી આંતરમન :- મનુષ્ય, તિર્યંચ, દેવ, નારકીમાં આપણો જીવ અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. આ ચાર ગતિના દુઃખોમાંથી છુટકારો મેળવવા માટે માર્ગ સૂઝતો નથી. તેથી કર્મને પરવશ- પણે કર્મ લઈ જાય ત્યાં જવું પડે તેવી આપણાં આંતરમનની સ્થિતિ છે. Right Programmings. રાઈટ પ્રોગ્રામ. કર્મની પરવશતામાંથી છુટવું છે. Ultimate freedom salvation . મોક્ષ પ્રાપ્ત કરવો છે. કર્મના બંધનમાંથી મુક્ત બની શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવું છે. તે માટેની સંપૂર્ણ સામગ્રી દેવ, નારકી કે તિર્યંચગતિમાં નથી. મનુષ્યગતિમાં પણ મહાવિદેહક્ષેત્રમાં, જયાં વિહરમાન તીર્થંકરો વિચરી રહ્યા છે, ત્યાં આપણો જન્મ થાય, જન્મતાં જ નમસ્કાર મંત્ર સંભળાવનાર માતા મળે, આઠ વર્ષની ઉંમરે વિહરમાન તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામી પ્રભુ પાસે દીક્ષા લઈએ અને પ્રભુ આજ્ઞા મુજબ જીવન જીવીને આપણું પૂર્ણ શુદ્ધસ્વરૂપ પ્રગટ કરી, અનંતસુખ અને આનંદ પ્રાપ્ત કરીએ. આવો આવતા જન્મ માટેનો સાચો પ્રોગ્રામ બનાવવો. Data : બેઝીક પ્રીન્સિપલ. જે વસ્તુ આપણે મેળવવા ઈચ્છીએ છીએ, અગર આપણે જેવા બનવા ઈચ્છીએ છીએ, તેનું સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ સાક્ષાત્ રૂપમાં ઉપસ્થિત કરવું. જેમ જેમ તે સંકલ્પ દૃઢ અને ચિત્ર સ્પષ્ટ હોય છે, તેમ તેમ તે વસ્તુ મળવાનાં અને તેવા બનવાના કારણો ઉપસ્થિત થાય છે અને કારણ ઉપસ્થિત થતાં કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે. આપણી કલ્પનાશક્તિ વડે રચાતું ચિત્ર ભવિષ્યમાં થનાર આપણી સ્થિતિનો નમૂનો છે. આવું યથાર્થચિત્ર રચાયું એટલે બાકીનું કામ એની મેળે જ થવાનું છે. વિચાર જેટલો સ્પષ્ટ અને શુદ્ધ હશે અને જેટલો અંદર વધુ ઘૂંટાશે, તેટલો સ્કુલ સ્વરૂપ પ્રગટ કર્યા સિવાય રહેશે નહીં. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ Correct Signals : ધ્યાન પ્રક્રિયા :કલ્પનાથી મહાવિદેહક્ષેત્રમાં સીમંધર સ્વામી ભગવાન પાસે જવું. સમવસરણમાં બિરાજમાન પ્રાતિહાર્યો અને અતિશયોથી યુક્ત પરમાત્માનું દર્શન કરવું. પરમાત્માની દેશના સાંભળવી. તદનુરૂપ સમ્યગ્દર્શન પામી, ચારિત્ર અંગીકાર કરવું. પ્રભુઆજ્ઞાને અનુરૂપ સાધના કરી આપણું શુદ્ધ આનંદમય સ્વરૂપ પ્રગટ કરવું વગેરે પ્રક્રિયા ભાવનારૂપે કલ્પનારૂપે – આજે જ ધ્યાનમાં બેસી શરૂ કરવી. Affermative Prayers :આજે મને સાક્ષાત્ ભાવ જિનેશ્વરનાં દર્શન થયાં ! હું ધન્ય બન્યો ! કૃતપુણ્ય બન્યો ! આજે મને સાક્ષાત્સાવ જિનેશ્વર પ્રભુની વાણી સાંભળવા મળી, આજે મને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્રની પ્રાપ્તિ થઈ. નીચેની બાબતો ઉપર ખાસ ધ્યાન આપો. (૧) પરમાત્માની અચિંત્ય શક્તિ ઉપર નિષ્ઠાપૂર્વક દઢ શ્રદ્ધા રાખવી. પ્રભુ ઉપરની શ્રદ્ધા સંકલ્પની પૂર્તિ માટે જળ સિંચનનું કાર્ય કરે છે. (૨) પ્રયોગ મુજબનું ચિત્ર સ્પષ્ટ રાખો. આ માનસચિત્રમાં સર્જનાત્મક દિવ્ય શક્તિ છે. (૩) પ્રયોગમાં બની રહેલ વસ્તુને વર્તમાન કાળમાં બનતી જુઓ. (ભવિષ્યમાં આવું બનશે તેમ નહીં.) (૪) આશ્ચર્યકારક રીતે તમે બદલાઇ ગયા છો તેવું અનુભવો. (૫) તમારા જીવનના ભૂતકાળને ભૂલી જાઓ. ગઇ કાલ યાદ કરી નિરાશ ન બનો. આજથી નવું દિવ્ય જીવન શરૂ કરો. (૬) ખુલ્લા મનથી, હૃદયના ભાવપૂર્વક, નમ્રભાવે, પ્રેમપૂર્વક, દૃઢ શ્રદ્ધા સાથે, શાંત ચિત્તે, આનંદમય રીતે, તીવ્ર ભાવે ધ્યાન કરો. (૭) સંકલ્પ શક્તિ, સર્જનાત્મક દર્શન, પરમાત્મા ઉપરની દઢ શ્રદ્ધા અને ધ્યાનની તીવ્રતા તમારા માટે કેટલું આશ્ચર્યજનક પરિણામ લાવી શકે છે તેનો પ્રત્યક્ષ અનુભવ કરો. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ (૮) પરમાત્મા તરફથી મળેલી સહાય માટે અંતઃકરણપૂર્વક પરમાત્માને નમસ્કાર કરો. પરમાત્મા ઉપર શ્રદ્ધા કેન્દ્રિત કરો. પ્રભુ-ભક્તિથી સભર જીવન જીવો. (૯) તમે સુંદર કલાકાર (artist) છો, તમારું જીવન તે જ તમારી કળા (art) છે. પ્રત્યેક પળે નવસર્જન કરો. સત્ય સંકલ્પપૂર્વકની સાધના કરો. પરમાત્માની પ્રાપ્તિ થશે. સત્ય સંકલ્પપૂર્વકની સાધના આત્મસાક્ષાત્કાર સુધી પહોંચાડશે. તમારું જીવન અનેકને હિતકારક બનશે. જૈન શાસનની દિવ્ય પ્રભાવના કરી શકશો. (૧૦) દઢ વિશ્વાસ રાખીને શ્રીપાલ અને મયણાની જેમ જીવનની રંગભૂમિ ઉપર આવતા પ્રત્યેક પ્રસંગનું જિનશાસનની દષ્ટિએ મૂલ્યાંકન કરો, જિન આજ્ઞા મુજબ સત્યના માર્ગે ચાલો. જ્વલંત સફળતા (radiant success) તમારા હાથમાં જ છે. સાધના નિયમિત ચાલુ રાખો. પરમાત્માને જીવનના કેન્દ્ર સ્થાનમાં રાખો. પછી જુઓ કે કેવું દિવ્ય પરિણામ તમે મેળવી શકો છો. (૧૧) વિનથી ડરો નહિ, વિપ્નો પણ વિકાસ માટેબની જશે. દિવ્યસંકલ્પને પૂર્ણ કરવા માટે મળતી બધી તકોને જિન-કથિત માર્ગે ચાલીને સાર્થક કરો. (૧૨) કોઈનું પડાવી લેવાના, કોઈનું જાય તો તે મને મળે, બીજાને પાછળ પાડીને હું આગળ આવું, આવા ક્લિષ્ટ વિચારો તથા અમૈત્રી, ક્રોધ, ધૃણા, ઈર્ષા, અસૂયા-ધિક્કાર, સ્વાર્થભરેલી માયાવી વૃત્તિ, મલિન વાસનાઓ – આ બધા કાર્ય સિદ્ધિના માર્ગમાં પડેલા આડા પથ્થરો છે. આવા મલિન ભાવથી દૂર રહો. (૧૩) જિનેશ્વરની આજ્ઞા મુજબનું જીવન બનાવવા પ્રયત્નશીલ રહો. (૧૪) આ પુસ્તક અધ્યાત્મ યોગી પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી તરફથી મળેલ અણમોલ રત્નોમાં તમને સહભાગી બનાવવા લખવામાં આવ્યું છે. તે મુજબ સાધના કરી આત્મ સમૃદ્ધિના અનંત ખજાનાના માલિક બનો. સૌનું શુભ અને કલ્યાણ થાઓ. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨૧૭ સર્મપણ ગીત... (રચનાર બાબુભાઈ કડીવાળા) અબ સોંપ દિયા ઈસ જીવનકો, ભગવાન તુમ્હારે ચરણો મે, મૈ હું શરણાગત પ્રભુ તેરા, રહો શ્વાન તુમ્હારે ચરણો મે. મેરા નિશ્ચય બસ એક વહી, મૈં તુમ ચરણોંકાં પૂજારી બનું, અર્પણ કર૬ દુનિયાભરકા, સબ પ્યાર તુમ્હારે ચરણો મે. જો જગમેં રહું તો ઐસે રહું જયું જલમેં કમલકા ફુલ રહે, હૈમન વચ કાય હૃદય અર્પણ, ભગવાન તુમ્હારે ચરણો મે. જીહાં તક સંસારમેં ભ્રમણ કરે, તુજ ચરણો મેં જીવન કો ધરું, ૩. ૫. તુમ સ્વામી મેં સેવક તેરા, ધરું ધ્યાન તુમ્હારે ચરણો મેં. મેં નિર્ભય હું તુજ ચરણો મેં, આનંદ મંગલ હૈ જીવનમેં, ૬. આતમ અનુભવ કી સંપત્તિ, મિલ ગઈ હૈ પ્રભુ તુજ ભક્તિ મેં. મેરી ઈચ્છા બસ એક પ્રભુ, એક બાર તુઝે મિલ જાઉં મેં, ઈસ સેવક કી હર રગ રગ કા, , હો તાર તુમ્હારે હાથો મેં. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અનુભવ અમૃત-કળશ (આ પુસ્તકના લેખકને અનુભવ થયા પછી રચાયેલું ગીત) આજ મૈંને પ્રભુજીકો દર્શન પાયો, પાયોજી મૈંને પ્રભુજીકો દર્શન પાયો... કાળ અનંત કી તૃષા છીપાઇ, અનુભવ અમૃત પાયો... પાયોજી મૈંને અનુભવ અમૃત પાયો... દાન અનંત દીયો મેરે સ્વામિ, લાભ અનંત મૈંને પાયો; નિજ રૂપ દાતા બિરૂદ સ્વામિકા,આજ હી સાર્થક કીના. આજ મૈંને પ્રભુજીકો દર્શન પાયો... દાંતા આત્મદ્રવ્ય દેય નિજ ગુણ, ગ્રાહક નિજ પર્યાયા; દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાન કી એકતા, પરમાનંદ સુખ પાયા. આજ મૈંને પ્રભુજીકો દર્શન પાયો... પર ગ્રાહકતા, પર વ્યાપકતા, પુદ્ગલ ભોગ મિટવાયા, આત્મ ગ્રાહકતા, આત્મ વ્યાપકતા, નિજ ગુણ ભોગ શીખવાયા, આજ મૈંને પ્રભુજીકો દર્શન પાયો... ભોગ સહકારી અનંત વીર્ય ગુણ, રમણ ચારિત્રમેં પાયા; ભોગ રમણ આસ્વાદની ધારા,અનંત સુખ સમજાયા. આજ મૈને અનુભવ અમૃત પાયો... મીલન અભેદ પ્રિયતમકા પાયા, અનુભવ પુત્રધન પાયા; પુત્રકા પાલન થીર ઉપયોગે, અનુભવ રસ કી ધારા. આજ મૈંને પ્રભુજીકો દર્શન પાયો... નિજ આતમ ઔર પ્રભુજી કે બીચમેં, અનુભવ પુત્ર હી પ્યારા; પ્રભુ આલંબને, આત્મ અવલંબતા, અનુભવ અમૃત પાયો. આજ મૈને અનુભવ અમૃત પાયો... ૧. ૩. ૪. ૫. ૬. રચિયતા-બાબુભાઇ કડીવાળા. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ૧. આજે પરમાત્માનું દર્શન થયું હે ત્રિલોક ચૂડામણિ, શરણાગતવત્સલ, દયાના સમુદ્ર, અનાથના નાથ, અશરણના શરણ, પરમાત્મા ! આપના દર્શનથી આજે હું મહાન મહોદયને પામ્યો, આજે મારાં સર્વ પાપ નાશ પામી ગયાં, આજે સર્વ ચિંતાઓ પૂર્ણ થઇ ગઇ, આજે આનંદથી મારૂં હૃદય ઊભરાઇ ગયું, આજે હું આત્માના પ્રદેશે પ્રદેશે અમૃત વડે છંટાયો, આજે મહાન મહોદયને પ્રભુ આપના દર્શનથી પામ્યો. આજે મારાં સર્વ પ્રયોજન સિદ્ધ થઇ ગયાં. આજે સર્વ કાર્યની સિદ્ધિ થઇ ગઇ. અનંતકાળથી મારેા જીવ પુદ્ગલ પદાર્થોમાંથી સુખ અને આનંદની પ્રાપ્તિ માટે દોડી રહ્યો છે. પ્રભુજીના આલંબને અનુભવ અમૃતનો આસ્વાદ થવાથી અનંતકાળની તૃષા છીપાઇ. ૨, અરિહંત પરમાત્મા નિજ રૂપના દાતા છે. પોતાના ભક્તને પોતાનું સ્વરૂપ દાનમાં આપે છે. સર્વ શ્રેષ્ઠ, સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ જો કોઇ દાન હોય તો આત્મ સ્વરૂપનું દાન છે. આજે સમાધિ રસના ભંડાર પરમાત્માનું દર્શન થતાં અનંતકાળથી વિસરાઈ ગયેલું, આત્માનું શુદ્ધ સ્વરૂપ યાદ આવ્યું. પ્રભુનું દર્શન થવાથી મોટો લાભ એ થયો કે મારૂં સચ્ચિદાનંદ પૂર્ણ આત્મસ્વરૂપ મને યાદ આવ્યું. પરમાત્માના સમાધિરસથી પરિપૂર્ણ સ્વરૂપના દર્શનથી, પરમાત્માના જેવા જ મારા અંદર રહેલા આનંદમય સ્વરૂપનું ભાન થયું. ‘ હું આનંદનો પરમ ધામ, અનંત સુખનો નિધાન, અનંત શક્તિનો ભંડાર, કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીનો મહાસાગર આત્મા છું.’’ તેવી સભાનતા થઇ. જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ સત્તાએ મારૂં છે તેવું ભાન થયું. આવું ભાન થવાથી આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં વૃત્તિઓનું ખેંચાણ જે વિભાવ દશામાં છે – તેમાંથી મન પાછું ફર્યું અને આત્માનું શુદ્ધ ચૈતન્ય પ્રગટ કરવાનો જે દિવ્ય માર્ગ-સમ્યજ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યગ્ ચારિત્રની આરાધના, તે દિશામાં પ્રવર્તન શરૂ થયું. આજે મને અનંત લાભ થયો. પ્રભુજીએ આપેલું દાન ગ્રહણ કર્યું. Page #251 -------------------------------------------------------------------------- ________________ ઇતને દિન મેં નાંહી પીછાન્યો, ૨૨૦ મેરો જનમ ગયો સો અજાનમેં, અબ તો અધિકારી હુઇ બેઠે, પ્રભુ ગુન અખર્ય ખજાનમેં. પરમાત્માનો અક્ષય અનંત ખજાનો તે મારી સંપત્તિ છે તેવી સભાનતા થવા રૂપ અનંત લાભ થયો. ૩. આ પંક્તિઓનો પરમાર્થ સમજવા માટે એક ધ્યાન પ્રયોગ આપણે કરીએ. આ પ્રયોગ - આ પુસ્તકના પાના નં. ૮૪ થી ૮૫ ઉપર લખેલ છે તે વાંચ્યા પછી અહીંથી આગળ વાંચવું. હૃદયમંદિરમાં પધારી પ્રભુએ પ્રેમપૂર્વક આપણી અંદર તેમની શક્તિઓનું આપણને દાન આપ્યું. પરમાત્મા હૃદયમાં પધાર્યા. પરમાત્માના ગુણો અને શક્તિઓનો આપણા અંદર વિસ્ફોટ થાય છે. આપણા લોહીના અણુએ અણુમાં પરમાત્માની દિવ્ય શક્તિઓ કાર્યશીલ હોય તેવું અનુભવાય છે. હવે તાત્ત્વિક દૃષ્ટિએ આ વસ્તુ વિચારીએ. (ભગવાન) હૃદયમાં બિરાજમાન પરમાત્મા તે આપણું શુદ્ધ આત્મ દ્રવ્ય છે તે દાન આપનાર છે. (ભક્ત) લેનાર આપણો વર્તમાન પર્યાય છે. (દાન) આપવાની વસ્તુ આત્મગુણો છે. આનંદ, સુખ, શક્તિ, કેવળજ્ઞાન આદિ ગુણ સમૃદ્ધિ વગેરે. દેના૨ આત્મ દ્રવ્ય અનંત દાન આપે છે. લેનાર વર્તમાન પર્યાય દાન ગ્રહણ કરવા રૂપ અનંત લાભ મેળવે છે. દાન આપવાની વસ્તુ આત્મગુણો છે. જ્યારે આપણો વર્તમાન પર્યાય (ભક્ત),પ્રભુજીની એટલે શુદ્ધ આત્મ દ્રવ્યની સન્મુખ બને છે ત્યારે અનંત દાન આપનાર આત્મ દ્રવ્યના અનંતગુણ ગ્રહણ કરવાથી વર્તમાન પર્યાય નિર્મળ બનીને શુદ્ધાત્મ દ્રવ્યનો અભેદ સાધી પરમાનંદનો અનુભવ કરે છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ ‘આત્મ દ્રવ્ય’પોતાના સર્વસ્વનું ‘પર્યાય’ને દાન આપે છે. દાન લેનાર ‘પર્યાય’ તે આત્મગુણોને ગ્રહણ કરી ગુણમય બને છે. શુદ્ધ બને છે. ગુણ સ્વરૂપ પર્યાય બને છે. ટૂંકમાં ‘પર્યાય’ ગુણમાં ભળી જાય છે. પર્યાયનું ગુણમાં સંક્રમણ થાય છે. એક થયેલા ગુણ-પર્યાય હવે દ્રવ્યમાં ભળે છે. વર્તમાન ક્ષણનો ઉપયોગ રૂપ પર્યાય, ગુણમાં ભળે અને પછી ગુણ પર્યાય દ્રવ્યમાં ભળે, અને છેવટે દ્રવ્ય જ રહે છે. ઉપયોગ દ્રવ્યમાં સ્થિર બને છે. ઉપયોગ દ્રવ્યમાં સ્થિર બનતાં આત્મ સાક્ષાત્કાર અનુભવાય છે. - ૪-૫.આત્માની પાંચ શક્તિઓ – ગ્રાહકત્વ, વ્યાપકત્વ, રક્ષણત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ. આ પાંચ શકિતઓ જીવનો વિશેષ સ્વભાવ છે. વિશેષ ગુણ પર્યાયને આવરણ હોય, પરંતુ વિશેષ સ્વભાવને આવરણ નથી. આ પાંચ શક્તિ અત્યારે ૫૨-પુદ્ગલ અનુયાયી બનીને વિભાવમાં પડી છે. આત્માની આ શક્તિઓ જે વિભાવમાં પડી છે તેને પરમાત્મસ્વરૂપ અનુયાયી બનાવી, આત્મ સ્વરૂપ અનુયાયી બનાવીને આત્મામાં સ્થિર કરવી તે આપણી સાધના છે. ગ્રાહકત્વઃ- ઉપર મુજબ પરમાત્મા હૃદયમાં બિરાજમાન છે. તેમાંથી ગુણો અને શક્તિઓનો વિસ્ફોટ થાય છે. તે ગુણો અને શક્તિઓને આપણે ગ્રહણ કરીએ છીએ તે ગ્રાહકત્વ છે. વ્યાપકત્વઃ- પરમાત્મા દાન આપે જ જાય છે અને આપણે ગ્રહણ કરીએ છીએ. તેથી ગ્રહણ કરેલા જ્ઞાન, આનંદ, વીર્ય આદિને ગુણો -શક્તિઓ આપણામાં વ્યાપક બની જાય છે. તે જ્ઞાન, વીર્ય આદિને આપણા આત્મ પ્રદેશોમાં વ્યાપક બનાવવું તે વ્યાપકત્વ છે. હૃદયમાં બિરાજમાન પરમાત્મા ઘીમે ઘીમે મોટા થઇ આપણા દેહ પ્રમાણ બની જાય છે. પરમાત્માના એક એક આત્મપ્રદેશ સાથે મીલન થાય છે. પરમાત્માના પ્રત્યેક આત્મપ્રદેશે અનંતગુણ અને અનંત સુખનો વાસ છે. પરમાત્માના આવા અસંખ્ય પ્રદેશો આપણા આત્માના અસંખ્ય પ્રદેશોને મળે ત્યારે અભેદ મીલન થાય છે. આત્માની વ્યાપકત્વ શક્તિ જે વિભાવમાં હતી તે આત્મ પ્રદેશમાં વ્યાપક બનીને સ્વરૂપ અનુયાયી બની, Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ રક્ષણત્વ ઃ- ઉપર મુજબ પરમાત્મ ગુણ (પરમાત્મ સ્વરૂપ) આપણામાં વ્યાપક બને છે. અહીં ઉપયોગને પ્રયત્નપૂર્વક તેમાં સ્થિર રાખવો તે રક્ષણત્વ છે. ઉપયોગ સ્થિર કરીને પ્રાપ્ત થયેલા આત્મ-ગુણો અને શક્તિનું રક્ષણ કરવું તે રક્ષણત્વ છે. કર્તૃત્વ :- અહીં પ્રયત્ન પૂર્વક વીર્ય શક્તિ સ્ફુરાયમાન ક૨વી અને સ્ફુરાયમાન થયેલું શુદ્ધ આત્મવીર્ય તે કર્તૃત્વ છે. ભોતૃત્વઃ- તે શક્તિને આત્માના અનંત ગુણના ભોગમાં એકાગ્રપણે જોડવી તે ભોકતૃત્વ છે. આત્માનો પૂર્ણાનંદ કેવીરીતે અનુભવવો ? ભોગ સિવાય આનંદ નથી તો પરમાત્મા (શુદ્ધાત્મા) શાનો ભોગ કરે છે? આત્મગુણોનો ભોગ ઉપભોગ કરે છે. આત્મામાં એક ગુણ બીજા ગુણને સહકારી હોય છે. શુદ્ધાત્મા અનંત ગુણનો અનંત ભોગ કરે છે. અનંત વીર્ય શક્તિ તેમાં સહાયક બને ત્યારે અનંત આસ્વાદ આવેછે. એટલે અનંત આસ્વાદ પૂર્વક, અનંતગુણનો અનંત ભોગ ત્યાં વર્તે છે તે વખતે ચારિત્ર ગુણ તેમાં સહકારી હોય છે. ચારિત્રનું કાર્ય રમણતા કરવાનું છે. એટલે અનંત રમણતા પૂર્વક, અનંત આસ્વાદ પૂર્વક, અનંત ગુણના અનંતભોગના પરમાનંદનું અનંતુ સુખ આત્મામાં હોય છે. આવો આપણો ભોકતૃત્વ ગુણ સત્તાએ આત્મામાં છે. તે ભોકતૃત્વ ગુણ અંશતઃ અત્યારે ખુલ્લો છે. પ્રયોગ પૂર્વક સ્ફુરાયમાન કરેલી વીર્ય શક્તિથી (કર્તૃત્વ શક્તિ) આત્મગુણોનો ભોગ કરવો. ઉપયોગ વીર્યની એકાગ્રતા પૂર્વક, આસ્વાદ પૂર્વક, આત્માના ગુણોનો ભોગ કરી પરમાનંદ અનુભવવો. ભોગને ત્રણ વિભાગમાં અનુક્રમે આગળ વધારવો. પહેલું વેદન, બીજું અનુભવન, ત્રીજું ભોગવટો. આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું વેદન ઉપયોગ વીર્યની એકાગ્રતા દ્વારા એકાગ્રતા પૂર્વક કરવું. વેદન એકાગ્રતા પૂર્વક થતાં અનુભવ થશે. તે અનુભવન પણ એકાગ્રતા પૂર્વક સ્થિર ઉપયોગે થતાં ભોકતૃત્વનો આનંદ આવશે. ઉપયોગ વીર્યની એકાગ્રતા પૂર્વક, અને અત્યંત સ્થિરતા થતાં, ભોકતૃત્ત્વના પરમાનંદનું સુખ અનુભવાશે. જે આપણા આ જન્મનું લક્ષ્યાંક છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ હું જ્ઞાનાવરણીય કર્મને ભોગવતો નથી પરંતુ આત્માના કેવળજ્ઞાન ગુણનું વેદન, અનુભવન અને ભોગવટો કરૂં છું. હું દર્શનાવરણીય કર્મને ભોગવતો નથી પરંતુ આત્માના અનંત દર્શન ગુણનું વેદન, અનુભવ અને ભોગવટો કરૂં છું. આ પ્રમાણે આઠે કર્મની ભાવના કરવી. મોહનીય કર્મ છેલ્લે રાખવું. તેની છૂટક છૂટકપણ પ્રકૃતિ લઈ શકાય. છેવટે દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મને ભોગવતો નથી પરંતુ આત્માના શુદ્ધ ચૈતન્યનું એકાગ્રતા પૂર્વક વેદન, અનુભવન અને ભોગવટો કરું છું. તે ભાવે આત્મસ્વરૂપમાં લીન બનવું. ઉપયોગ વીર્યને એકાગ્રતા પૂર્વક આત્મા ચૈતન્યમાં લીન કરવું. શાન્ત અવસ્થામાં સ્થિર બની આનંદ અનુભવવો. ધ્યેયરૂપ આત્મામાં ઉપયોગની સ્થિરતા તે અનુભવ છે. અને પ્રતિક્ષણ પ્રકર્ષ પામતો વિશિષ્ટ પ્રયત્નપૂર્વક ઉપયોગ તે તીવ્ર ધ્યાન છે. ઉપરની સ્થિતિમાં પ્રયત્ન પૂર્વક ઉપયોગ સ્થિર કરવાથી અનુભવનો પરમાનંદ અનુભવાય છે. આ રીતે પરમાત્મ દશાના આલંબને આ પાંચ શક્તિઓ આત્મ સ્વરૂપ અનુયાયી બને છે. જે વિભાવ દશામાં આ પાંચ શક્તિઓ કાર્ય કરતી હતી તે હવે આત્મ ચૈતન્યમાં કાર્યશીલ બનવાથી અનુભવ રસના પરમ આનંદ અમૃતનું પાન થયું. ૬. “અભેદ મીલન પ્રિયતમના પાયા” જ્યારે હૃદયસ્થ પરમાત્મા પ્રયોગ ન ક મુજબ મોટા થાય છે અને આપણું અને પરમાત્માનું અભેદ મીલન થાય છે તે વખતે પરમાત્મા અને આપણો અભેદ-એકાકાર થયો તે પ્રયોગ થોડો વધુ સ્થિરતાથી કરતાં આપણે પરમાત્મા સાથેની અભેદ અવસ્થામાં સંપૂર્ણ લીન બનીએ છીએ. પરમાત્મા પોતાના સર્વસ્વનું આપણને દાન કરે છે. તે દાન ગ્રહણ કરતાં આપણા અને પરમાત્માના અભેદ મીલનના યાને અભેદ ધ્યાનના ફળ રૂપે અનુભવ પુત્રની આપણને પ્રાપ્તિ થઈ છે. અનુભવ રૂપ પુત્ર પ્રાપ્તિના પરમ આનંદથી અનંતકાળની તૃષા છીપાઇ. અંતરંગ દિવ્ય અનુભૂતિ, અનુભવ અમૃત રસનો આસ્વાદ, આત્મ સ્વરૂપનું અનુભવ દર્શન, અદ્દભુત...અદ્ભુત...અદ્ભુત... રીતે આસ્વાદમાં આવ્યું. (પુત્ર જન્મ પછી લાલન પાલન કરવું જોઇએ.) Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પુત્રકા પાલન સ્થિર ઉપયોગે, અનુભવ રસ કી ધારા. અનુભવ પુત્રનું પાલન શુદ્ધ અને સ્થિર ઉપયોગ દ્વારા થાય છે. ૭. પરમાત્માનું અભેદ મીલન એ અનુભવ પ્રાપ્તિ માટેનો સર્વોત્તમ ઉપાય છે. પૂર્વાચાર્યોએ પણ પરમાત્માના આલંબને અનુભવ અમૃત ચાખ્યું છે. પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો. - પૂ. માનવિજયજી મહારાજ પરમાત્મા પતિના સ્થાને છે. સાધક પ્રિયતમાના સ્થાને છે. બન્નેનું અભેદ મીલન થવાથી અનુભવ પુત્ર રત્નની પ્રાપ્તિ થઇ. પુત્રનું લાલન પાલન કરી ઉછેરવો તે માતાનું કાર્ય છે. સ્થિર અને શુદ્ઘ ઉપયોગના વારંવાર પ્રયોગથી પુત્ર મોટો થઇ છેવટે સિદ્ધ ભગવાન બનશે. શ્રી દેવચંદ્રજી મહારાજ પણ લખે છે - આજ ગઇ’તી હું સમવસરણમાં, જિન વચનામૃત પીવારે, દેવચંદ્ર પ્રભુ શું એક તાને, મિલવો તે સુખ સાચો રે. પરમાત્માની સ્તુતિ, સ્તોત્રો, સ્તવનો આત્મ સાક્ષાત્કારની પૂર્વાચાર્યોએ અનુભવેલી પ્રક્રિયાથી ભરપૂર છે. સકલ જિનાગમના અવગાહન દ્વારા સાધનામાંથી મળેલાં અનુભવ રત્નો, મહાપુરુષોએ પરમાત્માના સ્તવનોમાં બતાવ્યા છે. તેને આપણે આ રીતે ચિંતન, મનન અને ધ્યાન દ્વારા આત્મસાત્ કરીએ. એ જ અભ્યર્થના. આ સ્તવનની રચના અનુભવ થયા પછી કરાઇ છે. ધ્યાનમાં જે અનુભવ થયો તે સ્તવનમાં આ પુસ્તકના લેખક વડે ૨૦૪૧ના જેઠ સુદ-૨ ગિરનાર સહસાવન મધ્યે નોંધાયો છે તે એક માત્ર નમ્રતા પૂર્વકના દિશા સૂચન રૂપે છે. તેનું વિવેચન ગિરનાર નેમનાથ ભગવાનના પવિત્ર પ્રકાશમાં લખાયું છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ સમીક્ષા જીવનનો વિકલ્પ મૃત્યુ નથી. જીવન અનંત છે. અનંત, અનંત, અનંત જીવન, શાશ્વત જીવન, અવ્યાબાધ જીવન, મુક્ત જીવન, સ્વતંત્ર જીવન, સ્વાધીન જીવન, શાશ્વત જીવન...... અક્ષય જીવન, અજરામર જીવન...... આવો પધારો વાચક મિત્રોઃ આજે મહાયોગી ગુરૂ મહારાજે આવું જીવન બન્યું રહે તેનું માર્ગ દર્શન આપ્યું છે. આવા શાશ્વત જીવન, ધ્રૌવ્ય જીવન માટે અહીં જ અભ્યાસ શરૂ થાય છે અને આ અભ્યાસ કરતાં કરતાં વચ્ચે પર્યાય (વર્તમાન મનુષ્યજન્મનો પર્યાય) બદલાય તેથી કાંઈ ફરક નથી. પર્યાય તો બદલાતા જ રહે છે, પર્યાયનું અસ્તિત્વ જ ક્રમભાવી છે. અને પર્યાય બદલાય તેથી ફરક પણ શું પડે છે? ધ્રૌવ્ય તત્ત્વ, શાશ્વત આત્મ તો તેવું જ શુદ્ધ, સિધ્ધ ભગવંત જેવું નિષ્કલંક, નિરામય, અવ્યાબાધ, શાશ્વત આત્મતત્ત્વ ચિદાનંદધન છે. અહીં જ તેનો અભ્યાસ કરવા માટે નો માર્ગ પ્રયોગાત્મક રીતે તમે વાંચો, અનુભવ્યો. આ પ્રયોગ કરતા જ રહો. કરતાં જ રહો. આ પ્રસંગ મુજબ કરતા જાઓ, દેખતા થયો, દેખતા જાઓ, અનુભવ કરતા જાઓ, સાધના આપણું જીવન બને, અને વર્તમાન મનુષ્ય જન્મનાં પર્યાય બદલાયા પછી સાધના વધુ જીવંત, વધુ ઉજજવલ બને તે માટે અહીનો અભ્યાસ કેટલો કીંમતી છે તેતો જ્ઞાની જાણે છે. જ્ઞાનીના જ્ઞાનમાં ઝળકે છે. જ્ઞાનીના જ્ઞાનમાં શુ ઝળકે છે તે જાણવાની જરૂર નથી. તે સ્વયં સાધના કરતાં કરતાં સમજાઈ જશે. અનુભવાઈ જશે. બસ વાચક મિત્રો! આવજો ત્યારે મહાવિદેહમાં પ્રભુના સમોસરણમાં ! મળીશું. આ જન્મના આત્મ સંબંધો પૂર્ણ શાશ્વત બનાવવા માટેનું મીલન સ્થળ પ્રભુનું સમોસરણ છે. જયાં મનુષ્ય, દેવ, અને તિર્યંચ નો મેળાપ થાય છે. અને Page #257 -------------------------------------------------------------------------- ________________ २२५ - A नाना नापना ছदुন zagulh न्य शिशुं मक्लुलदसागत्याचे मए भी सजताऊ उत्साह भत्ता तदिधु ८ मी संपत्ति शु५२११ कापनी शृंधशी ठरवा घाईग 51233 25 2309 mich gend सहाउस रहेछ वेली पास च्छु दृष्टि होय सेना मारकहाय सी दल সसধवন, ংদি छू अनोश सत्यधी? সটप्रনन रु দদ Gron খ manन दिपासमार कक्कन छोदिल छरु श्रीपल पाटaa भी ans रुपड ऊ कुष्य मयाल डाकी मोहनिकुं raj, পনক fined pirakesang mizan Adinda est Reu 22218 नलीच तो avla 4 shize भास मोटर मोटर नथ सिঈभाजीचा हानिक ६ळ धुनु अध्यारिम, सम्बध विराच्या For Private,&ersonal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ २२५ - B A२५ - B म. 22 ही सु21 (4) 38. R१५ (-AR) 2 cho pela ni Rraran hi सय ६२ २०१५hi Fater, 23mmota ais nan racol sunnizlina 3444133) ४८- 28 Panan ki 201१175 23072.२ ४१०i on 2.0 l e / argnal stret २44 For Private & Personal usd niww.jainelibrary.org Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ છેવટે સિદ્ધશિલા ઉપર સાદિ અનંત ભાંગે તે અભેદમાં પરિણમશે. આવજો ત્યારે...... આવજો........... આવજો........... ધન્ય છે જ્ઞાની ગુરૂને! જેમને આપણને સિદ્ધશિલા ઉપર અનંત સિદ્ધો સાથે સાદી અનંત ભાગે સ્થિર કરવાની તીવ્ર ઈચ્છા છે. જેની મને અને તમને ઉતાવળ નથી તેટલી તીવ્ર ભાવના ગુરૂ તત્ત્વને છે અને પરમ ગુરૂ પરમાત્મા તો તેના માટે જ બેઠા છે. ૧. કોટી કોટી વંદન હો માર્ગદાતાઆશીર્વાદ દાતા ગુરૂ ભગવંતને ! ૨. કોટી કોટી નમસ્કાર થાઓ તીર્થકર ભગવંતોને, ! જે પરમ પુરૂષાર્થના પ્રણેતા છે. ૩. ધ્યાનમાં ધ્યેય રૂપે પ્રસ્થાપિત શુદ્ધ આત્મ ચૈતન્ય સ્વરૂપ એવા સિદ્ધ ભગવંતોની આપણને ઉપર ખેંચીને તેમનામાં અભેદ મીલન કરવાની દિવ્ય શાશ્વત પ્રક્રિયા વિશ્વમાં સદા જયવંત વર્તો........ શ્રુતજ્ઞાનની અધિષ્ઠાયિકા મા સરસ્વતી દેવીને આ સર્વ સમર્પણ હો. તેની કૃપા સદા રહો. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ MY BELOVED READERS, You are the boundless ocean of joy, peace and bliss. You are not this limited personality. You are the immortal-self. You have no reason to worry. Keep daring faith on protective power of Parmatma. LET THE UNIVERSAL STREAM OF LOVE EXPRESS THROUGH YOU. LET THE LIGHT OF GOD SHINE WITHIN YOU FOR THE WHOLE DAY. REALIZE THE INFINITE POWER OF GOD WORKING WITHIN YOU. LET THE JOY OF GOD EXPRESS THROUGH YOU. You are the architect of your fortune. You are a dynamic artist. Your life is your greatest art. . This book is written for you to make you a partner of creative phylosophy directed by Maha Yogi Bhadrnkarvijayji Maharaj. May God bless you with supermost art to realise, ONENESS WITH HIM (GOD) AND DISCOVER THE UNLIMITED GLORY ATMA LET GOD BLESS YOU WITH RADIENT SUCCESS. EVER YOUR'S, BABUBHAI KADIWALA Page #261 -------------------------------------------------------------------------- ________________ Sિ થઇ મા ભાગ - ૪ - પૂજય ગુરુ મહારાજના સાન્નિધ્યની દિવ્ય પળો પૂ.ગુ. મહારાજ શિષ્ય બનાવવા માટે બેઠા નથી. આવનાર મુમુક્ષુનો પરમગુરુ પરમાત્મા સાથેનો સંબંધ જોડી આપવા માટે બેઠા છે. અને પરમગુરુ પરમાત્મા પણ શિષ્ય બનાવવા માટે બેઠા નથી, તે તો આવનાર મુમુક્ષુની સીમા રેખાંકન કરે છે. પુદ્ગલ અને આત્માની બે જુદી થપ્પી બતાવે છે. લક્ષણ ભેદે જડ અને ચૈતન્યનું ભેદવિજ્ઞાન કરાવે છે. ક્ષણે ક્ષણે પલટાતી પર્યાયમાંથી મુમુક્ષુઓની વૃત્તિઓને શાશ્વત દ્રવ્યમાં લઈ જાય છે. પરભાવથી મુમુક્ષુને શુન્ય બનાવી પૂર્ણતાના પરમાનંદનો સ્વાદ ચખાડે છે. ત્યારે મુમુક્ષુ પૃચ્છા કરે છે- હે કરુણાવંત પ્રભુ ! આત્માના પરમ સ્વાધીન ઐશ્વર્યને હું કેવી રીતે ઉપલબ્ધ કરી શકું ? . ત્યારે પરમાત્મા કહે છે- નિરંતર અહંભાવમાં (આત્મભાવમાં) રહીને સ્વયં અરૂપ બનીને, અહંદુ સ્વરૂપમાં સ્થિર બને છે તે સમયે તે ભાવથી ભાવિત મુમુક્ષુ ધ્યાનસ્થ બની આત્મસ્વરૂપમાં સ્થિર પરિણામવાળો બને છે. મુમુક્ષુ શિષ્ય ધ્યાનસ્થ અવસ્થામાંથી બહાર આવે છે ત્યારે પૂ. ગુરુ મહારાજ કહે છે - Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ માટે જ નમસ્કાર મંત્ર ચૌદપૂર્વનો સાર છે. નમવું એટલે પરિણમવું પરિણમવું એટલે તત્ સ્વરૂપ બનવું અર્થાત્ તદાકાર ઉપયોગે પરિણમવું તત્સ્વરૂપ બનવું એટલે તે રૂપ હોવાનો અનુભવ કરવો અને છેવટે તદ્રુપ બનવું એટલે તે રૂપ થઈને રહેવું... આ છે ગુરુનું આત્મ સૌંદર્ય જે પરિમલ યુકત કમળની કર્ણિકામાં રહેલા પરાગ જેવું છે અને તે પરમાત્મ ભાવથી ભાવિત હોવાથી અનાયાસે મુમુક્ષુઓના હૃદયને પરમાત્મા ભાવના અનુભવનું પરમ નિમિત્ત બને છે. અને તે સમયે શિષ્યનું ચૈતન્ય દેહ ભાવના પિંજરને ભેદીને આત્માના ચિદાકાશમાં વિહરમાન થાય છે અને આત્માના ચિદાકાશની યાત્રામાંથી મુમુક્ષુ જાગૃત થાય છે ત્યારે ગુરુની પવિત્ર અમૃતમય ગીરા પ્રાપ્ત કરે છે- તું “પરમાં” (પુદ્ગલમાં) જીવે છે કે “સ્વ”માં! પરમાં જીવતો હોઈશ તો સમત્વ કયાંથી આવશે ? “પર' દ્રવ્યના અજ્ઞાન જગતમાં તેને સુખ કયાંથી મળશે ? જે “સ્વ”માં જીવે છે તે નિશ્ચિંત છે. જે સ્વમાં જીવે છે તે જ પરમાનંદને અનુભવે છે, ભોગવે છે. ત્યારે સાધક સ્વયં પરમાત્માના સ્વરૂપમાં અને આત્મામાં જીવવાની દિવ્ય કળાનો પરમ ઇચ્છુક બને છે, તે કળા સાધે છે અને યોગ્ય અવસરે તે કળા સિદ્ધ પણ કરે છે. આત્મ સ્વરૂપમાં રમણતાનો ઇચ્છુક શિષ્ય, ગુરુ ચરણમાં સમર્પિત થાય છે. આવા સદ્ગુરુ શિષ્ય બનાવવા બેઠા નથી. પરંતુ મુમુક્ષુ સાધક સ્વયં તેમના ચરણોમાં શિષ્ય રૂપે સમર્પિત જ રહે છે. ગુરુ ચરણ સિવાય તેનો કોઈ આરો નથી. ગુરુ ચરણમાં સમર્પણભાવ તેનું સર્વસ્વ બને છે. મુમુક્ષુ સાધક ગુરુ ચરણમાં સમર્પિત થઈ ગુરુ સમક્ષ મંત્રદીક્ષા, સમ્યકત્વ, દેશવિરતિ-સર્વ વિરતિ દીક્ષાનો પ્રસાદ કરવા વિનંતિ કરે છે ત્યારે ગુરુ ભગવંત તેને પ્રભુની જેમ “જહા સુખે દેવાણપ્પિયે ! મા પડિબંધ કરેહ'- જેમ સુખ ઉપજે તેમ કરો-કોઈ પ્રતિબંધ નથી તેવું કહીને તેને શિષ્ય પદે સ્થાપન કરે છે. ગુરુકૃપાના સાધક આત્માઓને કોટિ કોટિ વંદન. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ આ પુસ્તકમાં સં. ૨૦૧૩ના ભીલડીયાજી તીર્થમાં “પૂ. ગુરુ મહારાજે” “જીવનનું ધ્યેય-લક્ષ્ય” શું હોવું જોઈએ તે બાબતમાં સાધકને માર્ગદર્શન આપ્યું ત્યારથી સં-૨૦૩૬ના વૈશાખ સુદ ૧૪ના તેમના કાળધર્મ સુધી જે જે માર્ગદર્શન અને સાધનાની પ્રક્રિયાઓ બતાવી, તેની પાછળ તેમના અંતરંગમાં શું પરિણતિ હતી તે સંબંધિ તેમના લખેલા ગ્રંથોમાં અને ઉપદેશમાં આત્માના શુદ્ધ સ્વરૂપના વિષયમાં ઘણા ઉલ્લેખો છે. વળી તે પાછળ તેમની સાધનામાં શું ભાવો હતા? તથા આત્મ સ્વરૂપનું પૂર્ણ પ્રગટીકરણ એ આપણું પરમ લક્ષ્યાંક છે તે લક્ષ્યાંક પરિપૂર્ણ કરવા માટે આ જન્મમાં આપણી પાસે સંપૂર્ણ સામગ્રી નથી તેથી આ જન્મનું લક્ષ્યાંક “આત્માનુભવ કરવો” તે માટે પૂ. ગુરૂ મહારાજની સ્વયં સાધના શું હતી ? તે આપણે વિચારીએ. પરમાત્માનું આલંબન લઈ, અરિહંતાકાર ઉપયોગમાં તે સ્થિર બની જતા. અરિહંતાકાર ઉપયોગ વખતે ઉપયોગાકાર આત્મા (ધ્યાતા) બને છે. આ રીતે અરિહંતાકાર બનેલા પોતાના આત્માના ધ્યાનમાં લીન બનતા. તે વખતે સ્વરૂપ સ્થિરત્વમાં જે રસ અનુભવાય છે તેનું વર્ણન કોઈક વખતે “સાધક” સાથેના તેમના વાર્તાલાપમાં આવતું હતું. જો કે આત્મ સ્વરૂપમાં સ્થિરતા વખતે જે રસનું વેદન, અનુભવન અને ભોગવટો થાય છે તે તો માત્ર અનુભવ ગોચર છે, શબ્દોમાં તેનું વર્ણન શકય નથી. આત્મચેતન્યના અનુભવ વખતે જે રસનું વેદના થાય છે તે જગત ઉપરનો સર્વોત્કૃષ્ટ પરમ અમૃતમય રસ છે. તે રસના વેદન અને ભોગવટા વખતે આનંદના અનુભવની પરાકાષ્ઠા હોય છે. પરમ શાન્તિની અવસ્થા હોય છે. ત્યાં કરવાપણું કાંઈ પણ હોતું નથી. વિકલ્પ શાન્ત હોય છે. દા.ત. મોતીની માળા ખરીદતી વખતે મોતીનો ચળકાટ, પારદર્શક્તા, અને બીજી અનેક રીતે તેનું મૂલ્યાંકન કરવાનું હોય છે. પરંતુ માળા પહેર્યા પછી પહેરવાનો આનંદ ભોગવવાનો હોય છે. તેવી રીતે આત્મસ્વરૂપમાં ઉપયોગ સ્થિર થાય ત્યાં સુધી અનેક શુભ અને શુદ્ધ વિકલ્પો, વિગેરે પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. તેનું વર્ણન શાસ્ત્રોમાં અને સદ્ગુરૂઓ પાસેથી મળે છે પણ ઉપયોગ આત્માકારે પરિણમે ત્યારે આત્મસ્વરૂપનું વેદન, અનુભવ અને ભોગવટો થાય છે તે દિવ્યરસની અનુભૂતિ પૂ. ગુરૂમહારાજ કરતા હતા. તે રસની અભિવ્યકિત તેમના વચનામૃતમાં સ્પષ્ટ જોવા મળતી. તેમના કેટલાક વચનામૃત અહીં નોંધ્યા છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ આનંદની અનુભૂતિ ‘ૐ અર્હ પ્રસીદ ભગવત્ મિય’ (વર્ણ ૧૧) ની માળા ગણવી. ભગવાન આપણા ઉપર પ્રસન્ન જ છે. આ સૂત્ર દ્વારા ભગવાનની સન્મુખ બનવાથી ભગવાનનો પ્રસાદ થવાથી આનંદ વિભોર બની જવાય છે. પછી ભગવાનમાં તન્મય બનવાથી, તદ્રુપ - એકમેક થવાથી આનંદ અનુભવાય છે. હૃદયસ્થ પરમાત્મા અંદર પ્રસન્ન થવાથી તેમની પ્રસન્નતા મળવાથી સાડા ત્રણ ક્રોડ રોમરાજી વિકસ્વર થાય છે અને આત્માના અસંખ્ય પ્રદેશો આનંદિત થાય છે. ૨૩૧ અંદર રહેલા પરમાત્મા તે શુદ્ધ નિશ્યનયની અપેક્ષાએ આપણો પોતાનો જે શુદ્ધ નિર્મળ કૈવલ્ય સ્વરૂપ પરમાનંદમય આત્મા છે. જે દેહ, મન, વચન, પુદ્ગલ, સુખ, દુઃખ, રાગ, દ્વેષ આદિથી ભિન્ન પરમાનંદનો કંદ છે. તે આત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સદા પ્રસન્ન છે. વર્તમાન આપણો પર્યાય, (ભકત) જયારે અંદર રહેલી આત્મ શક્તિ (ભગવાન) ની સન્મુખ બને છે ત્યારે વર્તમાન પર્યાય પરમાનંદથી પૂર્ણ ભરાઈ જાય છે. આપણું શુદ્ધ ચૈતન્ય દાન આપે છે, તે અનંત દાન છે. દાન લેનાર (વર્તમાન અવસ્થા) પર્યાય છે, તેને અનંત લાભ છે. આત્મ દ્રવ્યમાં રહેલી આનંદ અને શાન્તિના મહાસાગરની સન્મુખ થતાં જ વર્તમાન પર્યાયમાં આનંદની અનુભૂતિ થાય છે. આત્મ દ્રવ્ય, જિનો દાતા. દાતા લેનાર - આત્માનો જ પર્યાય, જિનો ભોકતા. દેય પદાર્થ - આત્મ ગુણ જ્ઞાન આનંદ આદિ. દાન લેનાર, દાન દેનાર અને આપવાની વસ્તુ એ ત્રણે આત્માના જ દ્રવ્ય, ગુણ પર્યાયની એકતા- એક જ સૂત્ર ‘ગુણ પર્યાયવત્ દ્રવ્યં’ થી થતાં અભેદનો આનંદ અને નિર્વિલ્પ ચિન્માત્ર સમાધિ થાય છે. આ પ્રયોગ રોજ રવો. સાચો સાધક સિદ્ધશિલા નિવાસી ભગવાનને અપાર પ્રેમ અને ભકિતથી હૃદય નિવાસી સમજી આત્મભાવે જિનવર બની પરમ સુખનો અનુભવ કરી કૃતકૃત્ય થાય છે. - “શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દીયે પ્રભુ સપરાણે”. અંતર્મુખ થઈને સ્વભાવનો આશ્રય કરવો તે શુદ્ધ ઉપયોગ છે, તે જ મુક્તિનો પંથ છે, મોહ ક્ષય કરવાનો આ એક ઉપાય છે. શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનો નિર્ણય કરીને શુદ્ધ દ્રવ્ય, ગુણ, પર્યાય યુકત અરિહંત સિદ્ધ પદનું ધ્યાન કરી, તેમના સદ્દેશ આપણા Page #265 -------------------------------------------------------------------------- ________________ S enangats, suen, - 132017 , 33- 20 Xndra1211- (EC) 34 . 27an 452biafसार हीWrizirinव्यय, १४, ५3/2. विमाRY G3EM011 - MAY 32। २४ बीघा szins in color_@) .. Lyr में २४ सोमn44 र? साह सु२० २2ीर) कटी ७१०१ बिल ARMeaft MARITAMAR x 22714210 1 41944 412121 ५२tch 20442 mins 1062 ARTIAvchhE2222 लाanthGun 21 माला ५१ 22164neyprathi chaitntnoaan५शमा mriginatorGenrGif dhe ethiast Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આત્માના શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનો નિર્ણય કરી તેમાં એકાગ્ર થવું, તે મુકિતનો માર્ગ છે. માટે આ સાધના નિત્ય કરવી. ૨. પ્રભુ નામનું સ્મરણ :- નામનો સંબંધ દ્રવ્ય સાથે છે અને દ્રવ્યનો સંબંધ ગુણ પર્યાય સાથે છે. નામ વડે પ્રભુનું આત્મ દ્રવ્ય સ્મરણ પથમાં આવે છે, જે અનંત ગુણ પર્યાયનું ધામ છે. નિરાવરણ, નિષ્કલંક અને નિરાબાધ છે. પ્રભુ નામ દ્વારા પ્રથમ પ્રભુના દ્રવ્ય, ગુણ, પર્યાયની સદેશ નિજ આત્માના શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન થાય છે. છેવટે તે જ્ઞાન ધ્યાન એકત્વમાં પરિણમે છે ત્યારે આત્માનો પરમાત્મ સ્વરૂપે અનુભવ થાય છે. પર્યાયો બદલાય છે તે વિચારથી મમત્વ બુદ્ધિ નાશ થાય છે. દ્રવ્ય સ્થિર છે, તે વિચારવાથી ‘અહં' કર્તૃત્વ બુદ્ધિનો અહંકાર નાશ થાય છે. હું કર્તા નથી, પણ અકર્તા છું. શાતા દૃષ્ટા છું, ધ્રુવ છું, સ્થિર છું આ વિચાર મિથ્યાકતૃત્વ બુદ્ધિનો નાશ કરે છે. પર્યાયદૃષ્ટિ ‘મમ' ભાવનો નાશ કરે છે. દ્રવ્યદૃષ્ટિ ‘અહં’ મિથ્યાકતૃત્વ બુદ્ધિનો નાશ કરે છે. ‘અહં’ ‘મમ' ભાવનો નાશ થવાથી નિર્વિકલ્પ ચિન્માત્ર બુદ્ધિ ઉત્પન્ન થાય છે, જેનું નામ વીતરાગતા છે. હું એટલે આત્મા, મારૂં એટલે જયાં જયાં ચૈતન્ય છે તે મારૂં છે. “જે અહંકાર મમકારનું બંધનું, શુદ્ધ નય તે હે દહન જેમ ઇંધનં” ૩૫૦ ગાથાનું સ્તવન અર્જુના નમસ્કાર અને ધ્યાન વડે સંકુચિત અહંનું કોચલું ફુટી જાય છે અને ત્રૈલોક્યમાં ત્રિકાલ વ્યાપી બને છે. અર્જુના ધ્યાનથી અહં મમત્વ આત્મ વ્યાપી બને છે. હું- આત્મા, મારૂં - જયાં જ્યાં ચૈતન્ય છે તે મારૂં છે. પર્યાયો દ્રવ્યમાંથી નીકળી દ્રવ્યમાં ભળી જાય છે. દ્રવ્ય પૂર્ણ છે. તેમાંથી નીકળેલ પર્યાય પૂર્ણમાંથી નીકળી પૂર્ણમાં ભળી જાય છે. આ વિચાર ત્રિવિધ તાપ ટાળી શાંતિ - સમતાનો અનુભવ કરાવે છે. શાતા - દૃષ્ટા ભાવમાંથી પણ છેવટે આત્મ સ્વરૂપમાં વિશ્રાંતિ પામવી. સ્વરૂપમાં વિશ્રાંતિથી નિરંજન, નિરાકાર, નિર્વિકાર નિર્વિકલ્પ, સત્ ચિત્ આનંદ સ્વરૂપ થઈને રહેવાશે. - કેવળજ્ઞાનમય, શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, અવ્યાબાધ સુખ સ્વરૂપ, અનંત આનંદમય, અચિંત્ય શક્તિયુકત, સિદ્ધ પરમાત્માની પ્રથમ ધારણા કરવી. તે પછી અરિહંતપદની જેમ જ તે ધ્યેય-સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં લીન થવાથી ધ્યેય સ્વરૂપ (ધ્યેય સદશ) બનેલ પોતાના પર્યાયનું ધ્યાન કરી Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ધ્યાતા, ધ્યાન, ધ્યેયની એકતા દ્વારા સિદ્ધ પરમાત્મારૂપે આત્માનું ધ્યાન કરવું. ઈચ્છાઓનો સર્વથા ત્યાગ આત્મસ્થિતિમાં પ્રવેશવા માટેનો રાજમાર્ગ છે. સિદ્ધિઓની ઈચ્છા કરવી તે આત્મસ્થિતિમાંથી નીચે સરી પડવા જેવું છે. જ્યાં ઇચ્છા છે ત્યાં કલુષિતતા, મલીનતા, અપવિત્રતા, આર્ત્તધ્યાન છે. તે કારણે મનને આત્મ ધ્યાનમાં જોડી રાખવું તે મનની શક્તિનો સારામાં સારો ઉપયોગ છે. પરમાત્મા એટલે પરમ આત્મા, ઉત્કૃષ્ટ આત્માનું હૃદયમાં ચિંતન સ્મરણ વગેરે કરવું તે રૂપાતીત ધ્યાન છે. ૩. અપ્રમત્ત દશા (ગુણ સ્થાનક ક્રમારોહ) અપ્રમત્ત અવસ્થામાં આત્મ સ્વરૂપના ધ્યાનનો સદ્ભાવ હોય છે. તે ધ્યાનની સાથે સંકલ્પ વિકલ્પની પરંપરાના અભાવરૂપ આત્મ સ્વભાવની નિર્મળતા હોય છે. અપ્રમત્ત દશા સુધી પહોંચવા માટેના સાધનો :આસન જય, આહા૨ જય, નિદ્રા જય ઉપર લક્ષ્ય આપવું. ગુણશ્રેણિ ધ્યાનથી મંડાય છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં ખપતા કર્મ એક સમયમાં પ્રદેશ ઉદયથી ભોગવી ને ખપે છે તે પછી પ્રત્યેક સમયે અસંખ્યાત ગુણું ખપાવે. એ રીતે અંતર્મુહૂર્ત સુધી ચાલે તે ગુણશ્રેણિ ગુણશ્રેણિમાં અઘ્યવસાયનું બળ પ્રયોગપૂર્વક કરેલું હોય છે. પહેલે અનાહત વાજાં વાગે (નમો અરિહંતાણં અનાહત નાદ) ફેર બીજલી કરે પ્રકાશ. (સમ્યગ્ દર્શન આત્મજ્યોતિ તે વિજલી છે.) ભગવાન હૃદયમાં આવ્યા તેનો અર્થ આપણો ઉપયોગ ભગવાનના આકારવાળો બન્યો. ભગવાનને મળવાની આ અદ્ભૂત કળા છે. “જ્યારે શ્રી જિનેશ્વર ભગવંતો મોક્ષમાં ગયા ત્યારે અમારા વિના અહીંના બિચારા જગતનું શું થશે ? એવી કરૂણાથી ધીર એવા તેઓ સર્વ જગતના ઉદ્ધાર માટે પોતાના મંત્રાત્મક શરીરને અહીં મૂકતા ગયા.” આ વચનનું તાત્પર્ય એ છે કે “મંત્ર પોતે વાચ્ય દેવતા (પરમાત્મા)થી થતાં સર્વ કાર્યો કરી શકે છે.” પ્રસ્તુતમાં અર્હ પદ પરમેશ્વર-પરમેષ્ઠિ શ્રી અરિહંત પરમાત્માનું વાચક હોવાથી શ્રી અરિહંત પરમાત્મા તે વાચક પદ રૂપતાને પ્રાપ્ત થયા છે. તેથી અરિહંત પરમાત્માથી અભિન્ન એવું વાચક પદ અહિંત પદમયી દેવતા છે. - Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અહં પદ તે મંત્ર દેહવાળા સાક્ષાત્ જિનેશ્વર છે” એવું શાસ્ત્ર વચન છે. તે એ બતાવે છે કે અહિં મંત્ર અને તેના વાચ્ય શ્રી અરિહંત પરમેષ્ઠિ તે બંન્ને અપેક્ષાએ અભિન્ન છે. મંત્રની સૂક્ષ્મ અવસ્થા વિમર્શરૂપ છે. વિમર્શનું તાત્ત્વિક સ્વરૂપ નિર્વિકલ્પ જ્ઞાન છે. આવા વિમર્શને જ તાત્ત્વિક મંત્ર દેવતા યા ને પદમયી દેવતા કહેવામાં આવે છે. મંત્રવાદીઓ પ્રકાશને શિવ તત્ત્વ અને વિમર્શને શકિત તત્ત્વ કહે છે. એક દિવસ પૂ.ગર મહારાજે એક અદૂભૂત પ્રયોગ બતાવ્યો. ૪. આપણી આજુબાજા આભામંડળ કેવી રીતે બનાવવું ? હૃદય મંદિરમાં બિરાજમાન પરમાત્માનો દિવ્ય પ્રકાશ તમારી અંદર પ્રકાશી રહ્યો છે. તે પ્રકાશ તમારા આખા શરીરમાં ફેલાય છે. આ પ્રકાશ તમારા શરીરની ચારે તરફ દિવ્ય આભામંડળ રચે છે. મનુષ્ય પોતાની આસપાસ એક વાતાવરણ સર્જે છે. આ આભામંડળને જૈન પરિભાષામાં “લેશ્યા' કહે છે. વિજ્ઞાન અને Radio activity કહે છે, કેટલાંક એને Human aura કહે છે. તમારા આભામંડળમાં એક દિવ્ય આકર્ષણ શકિત રહેલી છે. તેને Magnetic prsonality પણ કહેવાય છે. પરમાત્માનો દિવ્ય પ્રકાશ આપણી અંદર સૂર્યની જેમ પ્રકાશી રહ્યો છે અને તેના કારણે આપણી આસપાસ દિવ્ય આભામંડળ રચાય છે. જ્યારે તમને જીવનમાં વિશેષ રક્ષણાત્મક બળ (Extra Protection)ની જરૂર પડે ત્યારે આવું ધ્યાન ખાસ કરો. આપણી અંદર ચાલતા વિચારોનું આ આભામંડળ ચોવીસે કલાક આપણી સાથે જ રહે છે. આપણી અંદર પરમાત્માના, આત્માના, પ્રાણીમાત્રના કલ્યાણના અને પ્રેમના વિચારો ચાલતા હશે, તો આપણી આજુબાજુ સર્જાયેલ આભામંડળને લીધે આપણી નજીક આવનાર દુઃખી વ્યક્તિને પણ સુખનો અનુભવ થશે. અધર્મી માણસમાં પણ ધર્મની ભાવના ઉત્પન્ન થશે. આપણી નજીક આવનારને પરમાત્મા ઉપર શ્રદ્ધા અને ભકિતનો પરિણામ થશે. અશાંત વ્યક્તિને શાંતિ મળશે. માટે નિરંતર વિચારો કે પરમાત્માની દિવ્યશકિતઓ મારી અંદર કાર્યશીલ છે; મારા હૃદયમાં બિરાજમાન પરમાત્મામાંથી ગુણો અને શકિતઓનો વિસ્ફોટ થવાથી હું પ્રેમસ્વરૂપ છું. હું આનંદસ્વરૂપ છું. શકિત અને સામર્થ્યથી પરિપૂર્ણ છું. ગુણ-સમૃદ્ધિથી ભરેલો છું. આ ભાવોનું દિવ્ય તેજ-આભામંડલ તમારી આસપાસ નિરંતર રહેશે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ તેમ તમારા વ્યકિતત્વનો અદ્ભુત અને આશ્ચર્યજનક વિકાસ કરી શકશો. અને જગતના જીવોને પણ તેનો લાભ મળશે. હજારો આત્માઓને જિનકથિત સાચો જીવનમાર્ગ બતાવી શકશો. ૫. સિદ્ધસેન દિવાકર સૂરિ વિરચિત શક્રસ્તવ સંસ્કૃત ગદ્યમાં પરમાત્માના ૨૭૩ વિશેષણોથી યુકત ૧૧ આલાવા તથા ૧૧ ચૂલિકાઓ સહિત આ શ્રી વર્ધમાન શક્રસ્તવની પ્રાપ્તિ, પૂજ્ય સિધ્ધસેન દિવાકર સૂરિજી મહારાજને તેમના ઉપર પ્રસન્ન થયેલા ઈન્દ્ર મહારાજા દ્વારા થઈ હતી. આ સ્તોત્રમાં મંત્ર ગર્ભિત, દિવ્ય અર્થથી પરિપૂર્ણ, સર્વોત્કૃષ્ટ વિશેષણો દ્વારા શ્રી અરિહંત પરમાત્માની સ્તવના કરવામાં આવી છે. આ સ્તોત્રનું ભકિતભાવ પૂર્વક નિયમિત આરાધન કરનાર આરાધકોને મુક્તિની પ્રાપ્તિ થાય છે અને મુકિત ન મળે ત્યાં સુધી આનુષંગિક અનેક લાભ થાય તેવું વર્ણન ૧૧ ચૂલિકાઓમાં કરવામાં આવેલું છે. આ સ્તોત્રનું વિશિષ્ટ આરાધન કરવા માટે ૧૧ આલાવા પૂરા થયા પછી તેનો મંત્ર “ૐ હ્રીં શ્રીં અહમ્ નમઃ' ની પાંચ માળા ગણવી, તે પછી આગળના શ્લોક બોલવા. આ વસ્તુ પૂ. ગુરુ મહારાજે સાધકને બતાવેલી. આ સ્તોત્રમાં અભૂત વિશેષણોપૂર્વક અરિહંત પરમાત્માની સ્તુતિ કરેલી છે, તે ભાવિત કરવા જેવું છે. ૬. પૂ. ગુરુ મહારાજનો પ્રિય શ્લોક ध्याने बिभति स्थैर्य, ध्येयरुपं परिस्फुरम् । आलेखितमिवाभाति, ध्येयस्यासन्निाधावपि ॥ અધ્યાત્મપદ સાર પાનું - ૧૭૪ ' ધ્યાન જયારે સ્થિરતાને ધારણ કરે છે ત્યારે બેય નજીક ન હોવા છતાં (સામે) આલેખિત હોય એવું અત્યંત સ્પષ્ટ ભાસે છે. ધ્યાનમાં ધ્યાતા ધ્યાન અને ધ્યેયનું એકત્વ થઈ જાય છે. પછી અનિર્વચનીય અને ચિન્મય એવી પર બ્રહ્મ નામની જયોતિ સ્કૂરે છે તેની સ્કૂરણાથી જ સર્વ ક્રિયાની સફળતા થાય છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સાધક ઃ વાંચેલુ યાદ રહેતું નથી. શું કરવું જોઈએ. ૭. એક વખતનો પ્રસંગ છે. પૂ. શ્રી. લુણાવા ગામમાં બિરાજમાન હતા. વિ.સ.-૨૦૩૧ - પૂ. ગુરુ મહારાજ :- પૂ. બપ્પભટ્ટ સૂરિ વિરચિત “સિધ્ધ સારસ્વત સ્તોત્ર” નો પાઠ કરવો અને તેનો મંત્રજપ કરવો. સ્તોત્ર પૂજ્ય ગુરુ મહારાજે સ્વ મુખથી ‘સાધક’ ને આપ્યું અને મંત્ર પણ આપ્યો. આ સ્તોત્રની સાધનામાં આગળ વધતાં એક દિવસ ગુરૂ ભગવંતે દૃષ્ટિમાંથી કૃપા વરસાવતાં કહ્યું. તેમની પાસે ગ્રંથ હતો શ્રી બપ્પભટ્ટ સૂરિ વિરચિત “સરસ્વતિ મંત્ર કલ્પ” તેમાં માતા સરસ્વતી દેવીની સાધના અને વર્ણ માતૃકાના ધ્યાનનો દીવ્ય પ્રયોગ હતો. “સિદ્ધ સારસ્વત સ્તોત્ર”નો પાઠ કરવો અને મંત્ર જપ કરવો. તે પછી નાભિરૂપ સરોવરમાંથી શ્વેત કમળ ઊગે છે. તે કમળ શ્વેત અને સુકોમળ નાળવાળું હૃદય તરફ ઊંચે જાય છે. હૃદયમાં તે શ્વેત કમળ વિકસે છે. તે કમળ ઊંચે જઈ મુખમાંથી બહાર આવે છે. બહાર આવેલું તે કમળ ખીલીને એક હજાર પાંખડીવાળું હોય છે. તે કમળની કર્ણિકા ઉ૫૨ અભય અને વરદાનને આપનારી એક હાથમાં પુસ્તક અને એક હાથમાં કમળને ધારણ કરનારી મહાદેવી માતા સરસ્વતી દેવી બિરાજમાન છે તેવું ચિંતવવું. (દૃશ્ય જોવું) માતા સરસ્વતી દેવીના મુખમાંથી બારાક્ષરી (બારાખડી)ના ૪૯ અક્ષરો નીકળે છે અને તે આપણા મુખમાંથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે, તે અક્ષરો આપણા શરીરમાં નીચે મુજબ ગોઠવાય છે. (૧) નાભિકંદમાં મણીપુર ચક્રમાં ૧૬ પાંખડીવાળા કમળમાં ‘અ’વિગેરે ૧૬ સ્વરો ચિંતવવા. (૨) હૃદય કમળમાં અનાહત ચક્રમાં ૨૪ પાંખડીવાળા કમળમાં ‘ક’ થી ‘ભ’ સુધી ૨૪ અક્ષરો અને તે ક઼મળની કર્ણિકામાં ‘મ’ ચિંતવવો. (૩) મુખ સ્થાનમાં આઠ પાંખડીવાળા કમળમાં, ય ૨ લત્વછ શ ષ સ હ, આ આઠ અક્ષરો ચિંતવવા. આ રીતે ચિંતન કરવાથી સાધક શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે. અપ્રતિમ વાક્ચાતુર્યને મેળવે છે. પ્રિય વાચક મિત્રો ! મહાપુરૂષો ઘણા પ્રયત્ને સિધ્ધ કરેલી વસ્તુ પોતાના Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ શિષ્યોને કેટલા પ્રેમથી આપે છે ? શ્રુતજ્ઞાનનું દાન એ સૌથી કિંમતી દાન છે. ધન્ય છે આવા ગુરૂભગવંતને ! ૮. અરિહંત સાથે એકાકાર થવાની અનોખી કળા ' પ્રભુના નામ સ્મરણ – પ્રેમ દ્વારા આત્મ સાક્ષાત્કારની દિવ્ય પ્રક્રિયા ઘણી વખત નીચે જણાવેલ તત્ત્વની વિચારણા પૂ. ગુરુ મહારાજ રજુ કરતા. તેનો ટૂંક સાર આ પ્રમાણે છે. ચોવીસ કલાક પરમાત્માની હાજરીની અનુભવ કરવાની પ્રક્રિયા. પરમાત્મા અનંત શકિતથી પૂર્ણ છે. સર્વ હિતકર, સર્વ મંત્રમય, સર્વ તેજોમય, સર્વ રહસ્યમય છે. તે સદા આપણું હિત કરવા માટે તત્પર છે. આપણા અંદર રહેલી દુષ્ટ વૃત્તિઓનો નાશ કરવા માટે, આપણા અંદર રહેલા અનાદિના મોહના સંસ્કારોનો ધ્વંસ કરવા માટે, આપણા અંદર રહેલી વિષય, કષાય અને સ્વાર્થની અધમ પરિણતિનો નાશ કરવા માટે પરમાત્મા તેમના અતુલ બળ વડે તત્પર છે. નામ હે આવી મળે, મન ભીતર ભગવાન, મંત્ર વડે જેમ દેવતા, હાલો કીધો આછુવાન. પરમાત્માના સ્મરણ માત્રથી તેમની શિવશકિતનું આપણામાં અવતરણ થાય છે. આપણે સ્મરણ કરીએ છીએ ત્યારે આપણા મનમાં તેમનું આગમન થાય છે. આપણા આત્મ પ્રદેશોમાં તેમનું આગમન થતાં તેની અચિંત્ય શકિત - આપણા મિથ્યા મોહનો ધ્વંસ કરે છે. તે આપણું મૂળ રૂપે પ્રગટ કરવા માટે સક્રિય રીતે કાર્યશીલ છે - તેવું સ્વીકારવું અને અનુભવવું તે સાધના માર્ગમાં અત્યંત ઉપયોગી છે. મિથ્યા મોહ રૂપ અંધકારનો નાશ કરવો અને અનંતકલાનિધાન આત્મસ્વરૂપનું દર્શન કરાવવું તે પરમાત્માના અસ્તિત્વ માત્રથી થનારૂં સ્વાભાવિક કાર્ય છે. જેવી રીતે સૂર્યના અસ્તિત્વ માત્રથી અંધકારનો નાશ અને પ્રકાશનો અનુભવ સૂર્યની સ્વાભાવિક શકિતથી થાય છે, તે રીતે જ નામ સ્મરણરૂપ મંત્રના આહ્વાહનથી પધારેલા પરમાત્માનું આપણા આત્મપ્રદેશોમાં અસ્તિત્વ માત્ર જ આપણા સર્વ અજ્ઞાન - મિથ્યા મોહ આદિ અંધકારનો નાશ કરે છે અને આપણા સત્ ચિત્ આનંદ સ્વરૂપના પ્રકાશનો અનુભવ કરાવે છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ - A પ્રથમપદનો જાપ साय L 1 спий प्रथयु YEका, reय आदইUi" बांक 15 शुद्धात्मस्वहमनी लाक, छोछ सनेपविद्धतिघडाय छ, 'अমिশ वाशुद्ध स्वरूपक लोधा यहछनाल ब कर्मा पहना दीदी स्नेपधिपतिताएं पहवडे घडन्‌दछ भने शुद्ध स्वहाको चोछ, शुद्धिकाला स्वरूपनी लक তধch zazफ्नी पत नमकीन प्रथम यहवा कयदंडे संघाच्छू १८६३द्धि, तत्थ्कोछ भने त्वरि अति वर्ष भভभrnaac8 मादन माग जनघू नमी यह ३षि उपधै अश्एि यह दीछ ईश्वर ग यह परिस्यति उपसंवत्मा जुं युद्ध zaz road th पहिले आवहनलय धुनी वरा‌हृयक हुँदै स्थानी अभिलेखून मनि, जोहो निश्यक भने परिक्षति Q दारियो माध्य त्यादयसिमाधिनेछी प्रथमचध्या तो 2 رق 27 -- Page #273 -------------------------------------------------------------------------- ________________ .५६ MEATmi - B) aitn nenied as a fare aan 4n ५E MIRMA200 लि. won+KAAf५ मा 2-24@Rs and nudna ५३nue chya 420/2012 2011Ratnar Edmonaessed dad sin creedene Ruct+2030 Crna Eure - 2-4 10/27 १५ परि १५. 172440 हरछ 4172-५१५ whe A2१५.लि. 28 me k taraaru ५६ २८ tant 471844 2015 252M224nant creat az Euronzulu EhLiedmicning Enunamuan Ruinss. Thithich nannzRaat4११.2.22n 20ranichoti Connoissed Page #274 -------------------------------------------------------------------------- ________________ १ 239 - C २ यौन कलिय नैचालित यह ध तनीक प्रयonesia नी लावनमzee, है केशमी सबै भाव संनि द्रव्यनमस्iva a heartening वशीक a ' i 6 तक भरन- y-টর(६२ दि c four उप doin, anith, Zozi and my মশर निश्या? मस्ति पहनो छ। २३ 148aara 2462 शुकতflent pain सरितीक के दियो बदियार cht के उप पंडडाय ধনQuট ধর e or Buzion या सaay sirat anzei 14णिवदपि $rিt an Page #275 -------------------------------------------------------------------------- ________________ 33 - D. ( अ1ि01) 48.1 Enpriania aduinnirasla -- - ---- i eazre २५4*21 hunga+६४४६५ १६ 418725 ५ ५६ 64EVE24.५4. 24E247 4 272-06+ at Pinara aniqr 2-१०: १004ave* AURAR24स.) Aug-4 -५ ओलया ५१२५१३४ायपाहिहया सब्बEn0415114141 Pyth, ha, Rr252 244 4८१, ८ ८१ CALok 44164240, 42ski nair, 22 Ann4227Ruranal Page #276 -------------------------------------------------------------------------- ________________ 2.39 - E ay mt hono &lanifu i art onesia ono niaRat a rorui - zuan a - EA4ह ५ २०२८i niche 4 savin & uulnita aniεa, fent a mran nasa Inom radikas kanasu 2a, eng arzosa 3 +22naGalana moginuga: 228 4 pornicilia 5 22+G a Rindor y Mascolan ELIma, hokros anre os corazre, ne cdshi -А 4 ғогk 8:2чсе thаvus Het entry 6 passera con quearon Page #277 -------------------------------------------------------------------------- ________________ २७ - F (ग) aaratiamramma Cीरो Rana (-04-१८ 22/248 M 06 0-41२ पुरी anav htarai animal Hit Nar24 nonvar pona mu ni 12242&gavne storing par kanniZhEanony-oasinal ninा 2.8-2n 52125 2 croror 243 ndon afnal 22222222412412MDiaइसीसा 28120524831 111 4 - स. १५44 २१ र २, २१ कर 74Marathi 4M रि०५1८14 (4साग: hNG/Rustryात् ५५ 640114 hot.बागः ५ rond 2182rnaasiin murgreich 2 -28001/4281ARE Enatiririratna LIKA4 ३-744nafve » Gram २१ ५/RAMNan-181302 3. J2M4A. ५५ रारिMMEuT५/24 Jain Education inom finns sin Page #278 -------------------------------------------------------------------------- ________________ २39 . G anaed heraniadaniania 24hontainer. / २.६ 1014. on y&urătind annafermiada anRan 14 .40429-nata angrepar hd 110 साRANER पर 446 - onanicno &nor 2 Ed . P 42-42427271 4 00hasrahanned &8e1ch Elllginenu? Ed, nontänne, merata do 18 Pronaron dhinamanir-nura Eragisorzisra_aRin-dance 1422123 Renue reace Ad CarREATREngl-7.५२. लर RMIT 12.21-34 त्य 3 21 222242 BEGR a {in Edane GB h 210g 74. 4 2- 2 ५ सMi4 - halMa 4124 - Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ માટે જ પરમાત્માની આપણામાં સતત હાજરીનો અનુભવ કરવાની કળા હસ્તગત કરવી ખૂબ જ જરૂરી છે. આપણા અંદર (હૃદયમાં) પરમાત્માનો દીવ્ય પ્રકાશ પ્રકાશી રહ્યો છે, તેવું સ્મરણ રાખવું જરૂરી છે. શરૂઆતમાં ‘નમો અરિહંતાણં' (અગર ‘અરિહંત' ‘અર્હ’)ના સતત સ્મરણથી અને તે સ્મરણ વખતે હૃદયમાં વૃત્તિઓને સ્થિર કરવાથી પરમાત્માની તેજોમય મૂર્તિનું હૃદયમાં દર્શન થશે. (કલ્પનાથી) મંત્ર સ્મરણ અને અત્યંત ભાવપૂર્વકની ભકિત દ્વારા પરમાત્માની હાજરીને હૃદય મંદિરમાં અનુભવવાની (દર્શન કરવાની) પ્રક્રિયા વારંવાર કરવાની ટેવ પાડવી. પરમાત્માના ગુણોરૂપ ફૂલોને ખીલવા માટે આપણું દીલ એક બાગ બની જવું જોઈએ. પરમાત્મા હૃદયમાં પધારે ત્યારે તેમના ગુણો ઉપકારો અને અનંત શકિતઓનું સ્મરણ કરવું અને તેમની સાથેનો સંબધ દઢ કરવો. તેમની હાજરી આપણને કલ્પવૃક્ષ કરતાં અધિક કિંમતિ લાગવી જોઈએ. અતિશય મહિમા અતિ ઉપગારતા, નિર્મળ પ્રભુ ગુણરાગ, સુરમણિ સુરધટ સુરતરૂ તુચ્છ તે, જિનરાગી મહાભાગ. આપણો મહાભાગ્યનો ઉદય થયો છે તેવું હ્રદય મંદિરમાં પરમાત્માનું દર્શન થતાં લાગવું જોઈએ. ક્રમસ૨ સતત અભ્યાસ, ઝંખના અને પ્રભુના અનુગ્રહથી તેમની હાજરીનું સાતત્ય જળવાઈ રહેશે. ધીમે ધીમે આપણી વૃત્તિઓ જે અનાદિ મોહના સંસ્કારોના કારણે આત્મા અને પરમાત્મા સિવાય અન્ય પદાર્થોમાં ફરતી હતી, તે પ્રગટ પ્રભાવી, અચિંત્ય શકિત યુકત, અનંત ગુણ સમૃદ્ધિના નિધાન, પ્રેમ અને કરૂણા સ્વરૂપ, પરમાનંદ અને સુખના ભંડાર પરમાત્મામાં વિલીન થાય છે. આદર, બહુમાન, ચિ, રમણતા, તન્મયતા, તદ્રુપતા, એકત્વતા પરમાત્મામાં જ સ્થિર બને છે. પરમાત્મા સિવાય બીજું કાંઈ પણ વિચારી શકાતું નથી, અનુભવી શકાતું નથી. વૃત્તિઓનું પરમાત્મામાં વિલીનીકરણ થતાં પરમાત્મા તેમના દીવ્ય ભાવો દ્વારા આપણા ઉપર સંપૂર્ણ અનુગ્રહ કરે છે. (અર્થાત્ તેમના સંપૂર્ણ અનુગ્રહના પાત્ર આપણે બનીએ છીએ.) તે સમયે આપણામાં રહેલ મિથ્યામોહનો પરમાત્મા ધ્વંસ કરે છે. (કૃષ્ણે કંસનો સંહાર કર્યો એટલે કૃષ્ણ પરમાત્મા અને કંસ દુષ્ટ વૃત્તિઓ - Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ (મિથ્યામોહ – અજ્ઞાન). તે સમયે આપણા અંદર રહેલ અનંત સુખ અને આનંદના નિધાનરૂપ આત્મ સ્વરૂપનું દર્શન થાય છે. ધીમે ધીમે આ અભ્યાસ જાળવી રાખવાથી આત્મ સાક્ષાત્કાર થાય છે. આ દેહ આદિમાં હું પણાની બુદ્ધિ તેમ જ અન્ય પદાર્થોમાં મારાપણાની બુદ્ધિરૂપ અજ્ઞાન દશાનો નાશ પરમાત્માના અચિંત્ય પ્રભાવે થતાં સર્વ સુખની ખાણરૂપ આત્મજ્ઞાન અને આત્મભાન થાય છે. શુદ્ધ આત્મ દ્રવ્યની ઓળખાણ, પીછાણ, દર્શન આ રીતે કર્યા પછી અને પરમાત્માના જેવી પૂર્ણતા તે જ આપણું સ્વરૂપ છે” તેવું જાણ્યા પછી વિકલ્પની જાળ તૂટવા માંડે છે. આત્માનો પ્રકાશ ખીલવા માંડે છે. આત્માની પૂર્ણતાની સભાનતા એ વિકલ્પની જાળને તોડવા માટેનો પરમ ઉપાય છે. દર્શન જ્ઞાનમય આત્મા સિવાય પરમાણુ માત્ર પણ મારું નથી. આત્મા એ જ જ્ઞાન છે, આત્મા એ જ દર્શન છે, આત્મા એ જ ચારિત્ર છે. આત્મા એ જ સર્વસ્વ છે. ઉપાધ્યાયજી મહારાજ પણ કહે છે :તારું ધ્યાન તે સમકિતરૂપ તેહિજ જ્ઞાન અને તેહિ જ ચારિત્ર છે જી. તેહથી જાયે હો સઘળાં રે પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ બને છે જી. પુણ્યશાળી વાચક મિત્રો ! સંતો પરમાત્મામાં રહે છે અને પરમાત્મા સંતોમાં વસે છે. આવા અનુભવજ્ઞાની મહાપુરૂષની વાણી “યસ્ય દૃષ્ટિ કૃપા વૃષ્ટિ ર્નિર સમ સુધા કિરઃ” આ શબ્દોનું જીવતું જાગતું સ્વરૂપ એટલે પૂજ્ય પંન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ. ખરેખર ગુરૂ ભગવંતની આંખમાં પરમાત્માની ઝલક દેખાય છે. અરિહંતના એંધાણ વર્તાય છે, પ્રભુ પાસે પહોંચવાનું દ્વાર સદ્ગુરૂ છે. અને તે દ્વારથી પ્રવેશી શિષ્ય પ્રભુ દર્શન કરે છે અને આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચે છે. - યોગી પુરૂષો પરમાત્માને પોતાના હૃદયમાં નિહાળે છે. હૃદયમાં પરમાત્માની હાજરી એ કલ્પના નથી પણ વાસ્તવિક સત્ય છે. કારણ કે તે ચેતન્યનો જ આકાર છે. સેંકડો ભક્તો અને દોડો રૂપીઆ કરતાં એક ભગવાન વધુ કિંમતિ છે. - Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ગુરૂ વચનામૃત-૯ સંસારનું મૂળ પોતાના નામ અને રૂપનો મોહ છે. પોતાના નામ અને રૂપનું વિસર્જન કર્યા સિવાય કદી મોક્ષ થતો નથી. પોતાના નામનું વિસર્જન કરવા માટે પ્રભુનું નામ સ્મરણ એ ઉપાય છે. અને પોતાના રૂપનો મોહ છોડવા માટે પ્રભુના રૂપનું દર્શન એ ઉપાય છે. પ્રભુના નામનું સ્મરણ એટલે પોતાના નામનું વિસ્મરણા. પ્રભુના રૂપનું દર્શન એટલે પોતાના રૂપનું વિસ્મરણ. ગુરૂ વચનામૃત-૧૦ મનુષ્યની સૌથી પ્રથમ ઈચ્છા સુખ શાન્તિ અને આનંદની છે. આનંદ પરમાત્મામાં છે. પ્રગટ પરાકાષ્ઠાએ પહોંચેલો પરમાનંદ પરમાત્મામાં છે. આનંદનો પ્રેમી સાધકનો આત્મા પરમાનંદ સ્વરૂપ પરમાત્મા પ્રત્યે પ્રેમ કરે છે અને તેનો તે પ્રેમ જ આનંદ સ્વરૂપ બની સાધકને પરમાનંદથી ભરી દે છે. ગુરૂ વચનામૃત-૧૧ સામાયિક - આત્મામાં રહેવું. કેવળ આત્માનો બોધ. આત્માનુભૂતિ સુધી પહોંચવા માટે તે સ્થિતિએ પહોંચેલા છે તેમનું સ્મરણ, ધ્યાન, વિચિંતન, આવશ્યક છે. સ્મરણ આદિ વડે તે સ્થિતિએ પહોંચવાનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. મન બગડ્યું તેનો ભવ બગડ્યો. ઉપયોગ બગડ્યો એટલે હું બગડ્યો. હું ઉપયોગ સ્વરૂપ છે. માટે ઉપયોગને આત્મા પરમાત્મા અને સર્વ જીવના કલ્યાણ ભાવમાં રમાવવો જોઈએ. ગુરૂ વચનામૃત-૧૨ સાચું સુખ અને આનંદ માયામાં નથી પણ સાચું સુખ આત્મા અને પરમાત્માના મીલનમાં છે. માયા તો ઠગની ભયી, ઠગત ફીરત સંસાર, સ ઠગને ઉસ ઠગની તંગી, ઉસ ઠગકો નમસ્કાર. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ માયાને પણ જેણે ઠગી લીધી તે પરમાત્માને નમસ્કાર હો. લઘુ કે ગુરૂતા ગ્રંથીથી દૂર રહેવું, સૌની સાથે આત્મભાવથી રહેવું. સહુના માટે પ્રભુનાં દ્વાર ખુલ્લાં છે. ગુરૂ વચનામૃત-૧૩ જોયને જ જાણવું તે વિજ્ઞાન છે. જ્ઞાતાને જાણવો તે ધર્મ છે. શાન્તિ એટલે પરમાત્માના સાન્નિધ્યની અનુભૂતિ. સમ્યમ્ દૃષ્ટિનું ધ્યેય નિજ આત્મા છે. કારણ કે તે જ પરમ આનંદનું ધામ છે. ગુરૂ વચનામૃત-૧૪ પરમાત્મા સાથે ધ્યાનની તીવ્રતા દ્વારા અભેદ અનુભવાય ત્યારે અસંખ્ય કાળ સુધી ભોગવવાના કર્મ અંતર્મુહૂર્તમાં પ્રદેશ ઉદયથી ભોગવાઈ જાય છે. ધ્યાન વિચાર ગ્રંથ મુજ મન અણુ માંહે ભકિત છે ઝાઝી, હાથી ઘણો મોટો હોય છે પણ આરિસામાં સમાય છે, તેમ ભગવાન ઘણા મોટા અને મહાન છે પણ ભકત હૃદયરૂપ આરિસામાં સમાય છે. ભકતની વાત ભકત જાણે અને બીજા ભગવાન જાણે. “ભગવાન મંગલ કલ્યાણ આવાસ” ભગવાન મંગળ અને કલ્યાણના ઘર - ભવન છે. મંગલ એટલે વિપત્તિઓનો અપકર્ષ, કલ્યાણ એટલે સંપત્તિઓનો ઉત્કર્ષ. ઉપયોગ ભગવાનમાં હોય તો ભવિષ્ય સુધરી જાય. આફત વખતે રક્ષણ કરનાર ભગવાન છે. સંપત્તિ પુરી પાડનાર ભગવાન છે. આપણા નિકટના સ્નેહી ભગવાન છે. ભગવાનમાં ઉપયોગ હોય અને આયુષ્યનો બંધ પડે તો વૈમાનિક દેવતાનો. તે પણ એવું કે દેવનું આયુષ્ય પૂરું થયે મહાવિદેહમાં મનુષ્યરૂપે જન્મ થાય, મોક્ષ સાધી શકાય. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ભગવાન શરીરથી દૂર છે. ઉપયોગથી દૂર નથી. તદ્દન નિકટ છે. ‘સ્મરણ શરણં મમ આપણે જેનું નિરંતર સ્મરણ કરીએ છીએ તેના શરણે છીએ. રાત દિવસ પૈસાનું સ્મરણ કરીએ તો પૈસાના શરણે, સ્ત્રી પુત્ર પરિવારનું સ્મરણ કરીએ તો સ્ત્રીપુત્ર પરિવારના શરણે અને ભગવાનનું સ્મરણ કરીએ તો ભગવાનના શરણે. સ્મરણ દ્વારા શરણ અંગીકાર કરવાની આ દીવ્ય કળા છે. ચોવીસે કલાક પ્રભુનું સ્મરણ કરી ચોવીસે કલાક પ્રભુના શરણે રહી શકીએ છીએ. ભગવાનનું સ્મરણ તે આત્માનું શરણ છે, કારણ કે પ્રભુ શુદ્ધ આત્મ સ્વરૂપ છે. ભ વાનનું વિસ્મરણ તે આત્માનું વિસ્મરણ છે. બાહ્ય આપત્તિ તે આપત્તિ નથી, પ્રભુનું વિસ્મરણ તે આપત્તિ છે. બાહ્ય સંપત્તિ તે સંપત્તિ નથી પણ પ્રભુનું સ્મરણ એ સંપત્તિ છે. સ્મરણ ગાઢ થતાં દર્શનનું રૂપ ધારણ કરે છે. નામના સ્મરણ સમયે નામીની ઉપસ્થિતિનો અનુભવ તે નામાભ્યાસની પ્રગતિનું પ્રતીક છે. ગુરૂ વચનામૃત-૧૫ ચક્રવર્તિના સામ્રાજ્ય કરતાં પ્રસન્નતાની કિંમત અધિક છે. પ્રસન્નતા ક્ષમા, મૈત્રી, ભકિત અને સંતોષથી આવે છે. એક તું તારા આત્માને ક્ષમા મૈત્રી અને ભકિતથી પ્રસન્ન કરે એટલે ત્રણ ભુવનનું સામ્રાજ્ય તારી પાસે છે. ગુરૂ વચનામૃત-૧૬ નિદ્રા અવસ્થા સારી, મૂર્છા અવસ્થા સારી, ગાંડપણ સારૂં પણ આર્ત્તધ્યાન, રૌદ્ર ધ્યાનવાળા દુષ્ટ વિકલ્પો વડે વ્યાકુળપણું અથવા વ્યાકુળ એવું મન સારૂં નહિ. કલેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. ૧૭. “પૂ. ગુરૂ મહારાજે અમને નવકારમાં શું શીખવાડ્યું ?” ‘નમવું' એટલે પરિણમવું, “પરિણમવું” એટલે તત્ સ્વરૂપ બનવું, તદાકાર ઉપયોગે પરિણમવું, તન્મય થવું, તદ્રુપ થવું. Page #284 -------------------------------------------------------------------------- ________________ ર૪૩ તત્ સ્વરૂપ બનવું' એટલે તે રૂપ હોવાનો અનુભવ કરવો. તરૂપ બનવું” એટલે તે રૂપ થઈને સ્થિર રહેવું. આ રીતે પરમેષ્ઠિઓના ધ્યાનમાં તદાકાર ઉપયોગે પરિણમી તેમાં સ્થિર બનવાથી જ નવકારનો સાચો અર્થ અનુભવાય છે અને તે વખતે નવકારને ચૌદ પૂર્વનો સાર, દ્વાદશાંગીનું નવનીત કહ્યું છે તેનો પરમાર્થ ખ્યાલમાં આવે છે. અરિહંતાણં = Turning towards the Divinty પરમાત્મા તરફ જવું. દુન્યવી વસ્તુઓ સંબંધી વિચારમાંથી પરમાત્મા તરફના પ્રયાણનો મંત્ર છે : “નમો અરિહંતાણું.” Namo is the turning point from Arula to 246419 Namo is the turing point from subconscious to superconscious. આપણા ચિંતન્યને પરદ્રવ્ય (પુદ્ગલ દ્રવ્ય)ના સંબંધમાંથી છોડાવવાની અને આત્મ-સ્વરૂપમાં સ્થિર કરવાની પ્રક્રિયા “નમો અરિહંતાણં'ના ધ્યાનમાં છે. પરમાનંદને અનુભવવાની પ્રક્રિયા નમસ્કાર ભાવમાં છે. પરમાત્માના ધ્યાન દ્વારા પરમાત્માની પૂર્ણતાનો દિવ્ય પ્રકાશ આપણા અંતરાત્મામાં ઝીલી શકાય છે, અને તે દ્વારા આત્મસ્વરૂપના અનુભવરૂપ રત્નત્રયીમાં રમણતા અને તત્ત્વત્રયીનો ત્રિવેણી સંગમ પ્રાપ્ત થાય છે અને તેનાથી પરમાનંદનું અનુભવન સર્વસિદ્ધિઓને પ્રાપ્ત કરાવે છે. * નમો એટલે પરરૂપેણ નાસ્તિત્વ. અરિહંતાણું એટલે સ્વરૂપેણ અસ્તિત્વ. નમો એટલે વિભાવમાંથી છૂટવું. અરિહંતાણું એટલે સ્વભાવમાં સ્થિર થવું. નમો એટલે પરભાવનું વિસ્મરણ. અરિહંતાણું એટલે સ્વભાવમાં રમણ. નમો એટલે બહિરાત્મભાવનો ત્યાગ. અરિહંતાણું એટલે અંતરાત્મભાવ દ્વારા પરમાત્મભાવનો અનુભવ. નમો એટલે અહંકારનો નાશ End of Egoism. અરિહંતાણું એટલે નમસ્કારની પરાકાષ્ઠા. નમો એટલે સંસારની અસારતાની કબૂલાત. અરિહંતાણું એટલે મોક્ષ જ સાર છે, તેવી સભાનતા. Page #285 -------------------------------------------------------------------------- ________________ ચૌદપૂર્વનો સાર નવકાર અને અનાહત નાદનું સ્વરૂપ २४३ A Of 31-5-62 p पहले स्वगृह वाले am नमो अरिहंताणp हेरे जान्नला कसे वा सम्यग्र दर्श‌निलाफ p অপ= चारियाणि मोक्षमार्गीक काय नयोनि शुद्ध माया, तभी योनि सम्दर दर्शन, सम्मे‌लन, सम्मेक्‌यारिक निस्तरंग महादधिकल्पा रत्न भने तिमी मला निर्वानिस्थान प्रहार धव p नयी अविरताण ( सम्यम् द‌र्शनयम चारित्राणि पछि माणीक भी मोह पूर्वकोसार जाली कर्तत्रनयन सार संग्रट qareers arসकी निश्र - २ बंद-निक्षः रूच‌लंग स्थाद्वाह जीछ 3 are परिहाति- रुल्यंतर स्थिरताइत्या याशिव Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નમો એટલે જડ-ચેતન્યનું ભેદ વિજ્ઞાન. અરિહંતાણું એટલે ચૈતન્યને સારભૂત સમજી તેમાં સ્થિર થવાની પ્રક્રિયા. નમો એટલે વર્તુળમાંથી (circumference) એટલે કે સંસારના વિચારોમાંથી છૂટવું. અરિહંતાણું એટલે મધ્યબિન્દુ centre (આત્મા) માં સ્થિર થવું. ૧૮. સકલ આગમનો સાર શ્રી નવકર Essence of Agam जिणसासणस्स सारो, चउदस पुव्वाण जो समुद्धारो । जस्स मणे नवकारो, संसारो तस्स किं कुणइ ? ॥ જિનશાસનનો સાર, ચૌદપૂર્વનો સમુદ્વાર એવો નવકાર જેના મનમાં રહેલો છે, તેને સંસાર શું કરી શકે ? અર્થાત્ સંસાર તેનું કાંઈ પણ અહિત કરવાને સમર્થ નથી. સકલ આગમનો શાસ્ત્રાભ્યાસ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ નવકારના વિશિષ્ટ અર્થો સમજાતા જાય છે. સકલ આગમનો સંક્ષેપ શ્રી નવકાર છે. અને નવકારનો વિસ્તાર તે સમગ્ર દ્વાદશાંગી છે. નમસ્કારના જાપ અને ધ્યાનની સાથે શાસ્ત્રાભ્યાસ પણ વધારવો અત્યંત જરૂરી છે અને શાસ્ત્રાભ્યાસનાં પરમ રહસ્યોની પ્રાપ્તિ માટે શાસ્ત્રના પ્રણેતા પરમેષ્ઠિઓ પ્રત્યે વિનય, બહુમાન, નમસ્કાર અનિવાર્ય છે. સકલ જિનશાસન અને જિન આગમનો સાર “શુદ્ધ આત્મા” છે અને શ્રી નવકાર-નમસ્કાર મંત્રમાં શુદ્ધ આત્મ સ્વરૂપને પામેલા અરિહંત-સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે. નમસ્કાર દ્વારા તે પરમ વિશુદ્ધ પરમાત્માનું પ્રણિધાન થવાથી નમસ્કારના આરાધકને પોતાના શુદ્ધ આત્મચૈતન્યનું જ્ઞાન તથા ભાન થાય છે. અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરનારા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદનું પ્રણિધાન થવાથી આરાધકને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાનો ઉત્સાહ પ્રગટે છે. નમસ્કાર મંત્રના અક્ષરધ્યાન દ્વારા મંત્રાક્ષરો અને પરમાત્માનાં સવાંગોમાંથી નીકળતા દિવ્ય પ્રકાશમાં પરમાત્માના પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપનું Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ દર્શન થાય છે. અને તે પ્રકાશ જ્યારે આપણને (આપણા આત્માને) ભેદીને પસાર થાય છે, ત્યારે તે પ્રકાશના દિવ્ય તેજમાં દેહથી ભિન્ન, કેવળજ્ઞાન આદિ ગુણ લક્ષ્મીથી યુકત, અનંત આનંદસ્વરૂપ, અવ્યાબાધ સુખથી પૂર્ણ, અચિંત્ય શકિતના ભંડાર સ્વરૂપ, આપણા શુદ્ધ આત્માનું દર્શન થાય તેવી દિવ્ય પળો આવે છે. પરમાત્માના પૂર્ણ પ્રકાશના આલંબને સ્વ આત્માના દિવ્ય સ્વરૂપનું દર્શન થવું તે જ સાચો નમસ્કાર છે, તેને જ સાચો પુરુષાર્થ કહેવાય. તેનું જ જીવન ધન્ય છે કે જે પરમાત્માના આલંબને સ્વ આત્માનો અનુભવ કરે છે. તે જ મહાન આત્માઓનું જીવન ધન્ય છે, જે અરિહંત આદિ પદોના ઉપયોગમાં સદા લીન છે. તે જ સાચી સાધના છે, જેમાં પરમાત્માનું આલંબન લઈને તેના આધારે પોતાના આત્માનું અરિહંત, સિદ્ધ ભગવંત રૂપે ધ્યાન કરવામાં આવે છે. - જિનશાસનમાં કોઈપણ મહત્ત્વના પ્રસંગે ૧૨ નવકાર ગણવાની પરંપરા ચાલતી આવે છે. દીક્ષા લેવાનો પ્રસંગ હોય ત્યારે નાણ માંડવામાં આવે છે, ચતુર્મુખ ભગવાનની ત્રણ પ્રદક્ષિણા, દરેક ભગવાનની સામે એક એક નવકાર ગણીને કરવામાં આવે છે. આ રીતે ઉપધાનમાં પ્રવેશ પ્રસંગે, કોઈ વ્રત લેવું હોય ત્યારે, તીર્થમાળાના પ્રસંગે આ જ રીતે દરેક ભગવાનની સામે એક નવકાર ગણવાથી ચતુર્મુખ ભગવાન સામે કુલ ચાર નવકાર એક પ્રદક્ષિણામાં થાય. એવી ત્રણ પ્રદક્ષિણામાં ૧૨ નવકાર ગણવાની પરંપરા જિનશાસનમાં ચાલતી આવે છે. બાર નવકાર માટે - દરેક શુભ કાર્યના આરંભમાં ૧૨ નવકાર ગણવા, તેથી નિર્વિઘ્ન કાર્ય પૂર્ણ થશે. ૧૯. નવપદમાં પૂ. ગુરૂ મહારાજે અમને શું શીખવ્યું ? Scientifically Secured-Shree Navapad નવપદો એ વિશ્વ ઉપરનું સ્વયંસિદ્ધ, સર્વોત્કૃષ્ટ, મહાવિજ્ઞાન છે. ' શ્રીપાલ રાસમાં અનંત કરુણામય પ્રભુ શ્રી મહાવીર ભગવાન દેશનામાં કહે છે કે : “આરાધનાનું મૂળ જસ, આતમભાવઅછે હ; તેણે નવપદ છે આતમા, નવપદમાંહે તેહ.” Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી નવપદમાં આત્મા છે, અને આત્મામાં નવપદો છે. નવપદમાં આત્મા અને આત્મામાં નવપદોનો અનુભવ કરવા માટે દેશનામાં ભગવાન આગળ કહે છે કે : “ધ્યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણ; તેણે નવપદ છે આતમા, જાણે કોઈ સુજાણ.” - પહેલી નજરે આપણને એવું લાગે છે કે નવપદમાં આત્મા અને આત્મામાં નવપદોનો અનુભવ કરવો એ બહુ કઠિન કાર્ય છે, તેવો અનુભવ કરવા માટે તો હિમાલયની ગુફામાં યોગી બનીને બેસવું પડે, પરંતુ તેવું કરવાની કોઈ જરૂર નથી. તેવો અનુભવ કરવા માટે જિનઆગમ અને જિનબિંબ (મૂર્તિ)નું આલંબન લેવાની જરૂર છે. નવપદમાં આત્માને સહેલાઈથી સમજવા માટે એક દૃષ્ટાંત જોઈએ : એક શેઠ જિનમંદિરમાં પૂજા કરવા માટે ગયા. તેમના ઘરે મહેમાન આવ્યા. મહેમાને શેઠાણીને પૂછયું કે શેઠ કયાં ગયા છે ? શેઠાણીએ કહ્યું કે શેઠ અત્યારે વકીલને ઘેર ગયા છે. થોડી વારમા શેઠ જિનમંદિરથી પૂજાના કપડામાં પૂજાની સામગ્રી સાથે ઘેર આવ્યા. મહેમાને જિનમંદિરેથી શેઠને આવતા જોઈને શેઠાણીને કહ્યું કે શેઠ તો જિનમંદિરથી આવે છે. ત્યારે શેઠાણીએ કહ્યું કે શેઠને પૂછો : જિનમંદિરમાં હતા, તે વખતે તેમનું ધ્યાન કયાં હતું ? શેઠે કબૂલ કર્યું કે તે મંદિરમાં હતા, ત્યારે તેમનું ધ્યાન કોઈની પાસે પૈસા લહેણા હતા તે વસૂલ કરવા માટે વકીલની સલાહ લેવામાં હતું. શેઠ હતા તો જિનમંદિરમાં પણ તેમનું ધ્યાન, તેમનો ઉપયોગ (Attention) વકીલમાં હતો. તેથી શેઠ વકીલને ઘેર ગયા હતા, તેવું આપણે કહીએ છીએ. એટલે જયાં ઉપયોગ ત્યાં આત્મા. જેમાં ધ્યાન તેમાં આત્મા - આવો નિયમ આમાંથી નિીકળે છે. હવે આપણો ઉપયોગ, આપણું ધ્યાન નવપદમાં હોય ત્યારે, આપણો આત્મા કયાં છે ? એનો ઉત્તર સ્પષ્ટ છે કે જયારે આપણે આપણો ઉપયોગ નવપદમાં લીન કરીએ છીએ ત્યારે આપણો આત્મા નવપદમાં છે. હવે, આત્મામાં નવપદો કેવી રીતે છે તે દૃષ્ટાંતથી જોઈએ. એક માણસ ચશ્માને જોવામાં લીન બની ગયો. તે જોવામાં તન્મય Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ તદ્રુપ બની ગયો, તે વખતે તેના આત્માએ ચશ્માનો આકાર ધારણ કર્યો. કોઈ માણસ સિનેમા જોવા જાય, ત્યાં પડદા ઉપર ચાલતા દશ્યને જોવામાં લીન બની જાય, તે વખતે પડદા ઉપર ચાલતું દશ્ય કલુષિત આકારવાળું હોય તો, જોનારનો આત્મા કલુષિત આકારવાળો બની જાય છે. તેથી જ્ઞાની પુરુષો ત્યાં જવાની ના પાડે છે. સિનેમાની નટીના દૃશ્યમાં તન્મય, તદ્રુપ બનેલો માણસ તે નટીના ધ્યાનથી પોતાના આત્માને તે સિનેમાની નટીના આકારે પરિણાવે છે. એવી જ રીતે ક્રોધના, માનના, માયાના, લોભના ઉપયોગમાં પોતાના આત્માને પરિણાવે છે, ત્યારે આત્મા ક્રોધી, માની, માયાવી, અને લોભી આકારે પરિણમે છે. તે જ ન્યાય ભગવાનના મંદિરમાં છે. પરમાત્માના મંદિરમાં જઈ, જયારે આપણે આપણો ઉપયોગ પરમાત્મામાં સ્થિર કરીએ છીએ, પરમાત્મામાં તદાકાર ઉપયોગ સ્થિર રહીએ છીએ, ત્યારે આપણો આત્મા પરમાત્માનો આકાર ધારણ કરે છે. જ્યારે આપણે નવપદના ધ્યાનમાં તન્મય, તદ્રુપ, તદાકારરૂપે રહીએ છીએ, ત્યારે આપણો આત્મા નવપદના આકારવાળો બને છે. એટલે કે આપણો આત્મા નવપદના ઉપયોગમાં સ્થિર થાય છે ત્યારે આપણા આત્મામાં નવપદો છે. જે સમયે ઉપયોગ સ્થિર થવાથી નવપદમાં આત્મા છે. તે જ સમયે આત્મામાં નવપદો છે. objectively એટલે નિમિત્ત દૃષ્ટિબિન્દુથી નવપદમાં આત્મા છે. અને subjectively એટલે ઉપાદાન દષ્ટિબિન્દુથી આત્મામાં નવપદો છે. આ તત્ત્વજ્ઞાન જગત ઉપરનું સર્વોત્કૃષ્ટ વિજ્ઞાન Supreme Science છે. “અરિહંત પદ ધ્યાતો થકો, દબ્રહ ગુણ હજજાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.” (ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત નવપદપૂજા) પરમાત્માના ધ્યાનમાં તદ્રુપ બનેલો આત્મા જેટલો સમય તદાકાર ઉપયોગ પરિણમે છે, તેટલા સમય પૂરતો ભેદનો છેદ કરી પોતે આગમથી ભાવનિક્ષેપ અરિહંતરૂપ બને છે. परिणमते येनात्मा भावेन स तेन तन्मयो भवति । अर्हद्ध्यानाविष्टो भावार्हन् स्यात् स्वयं तस्मात् ॥ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જે (અરિહંત આદિ) ભાવ વડે આત્મા પરિણમે છે તે (અરિહંતાદિ) ભાવ વડે તે (આત્મા) તન્મય (અરિહંતાદિમય) બને છે. તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા તે (અરિહંત ભાવ) થકી પોતે જ ભાવ અરિહંત (આગમથી) થાય છે. એટલા માટે કહ્યું છે; પ્રમાણ; ધ્યેય કોઈ સુજાણ.' (શ્રીપાલરાસ) ધ્યેય નવપદ છે. ધ્યાતા આપણો આત્મા છે અને ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે ધ્યાતાનું ચૈતન્ય ધ્યેયમાં નિષ્ઠ થઈ જાય છે, જે સમયે ધ્યાતાનો ઉપયોગ ધ્યેયાકારે પરિણમે છે, તે સમયે નવપદમાં આત્મા અને આત્મામાં નવપદનો અનુભવ થાય છે. એવું મહાવીર ભગવાનની દેશનામાં શ્રીપાલરાસમાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ બતાવ્યું છે. આ રીતે નવપદો અને નમસ્કારમંત્ર સર્વોત્કૃષ્ટ આત્મવિજ્ઞાન છે Science of Supremacy છે અને તેથી જયારે અનુકૂળ સંયોગ-સામગ્રી સાથે ઉપર મુજબનો પ્રયોગ કરવામાં આવે છે, ત્યારે આત્માના અનુભવ રૂપ અમૃતપાનનો લાભ થાય છે. ધ્યેય સમાપત્તિ તેણે નવપદ છે હુએ, ધ્યાતા આતમા, જાણે આજ સુધીમાં નવપદમાં આત્મા અને આત્મામાં નવપદોના ધ્યાનથી અનંતા આત્મા સિદ્ધિપદને પામ્યા છે. આજે પણ તે જ ધ્યાનથી આપણી ભૂમિકાને ઉચિત આત્મસ્વરૂપનો અનુભવ (Realisation of Reality) આપણા જીવનમાં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, માટે નમસ્કાર મંત્ર અને નવપદોની આરાધના આત્મસાક્ષાત્કારની અનુભવસિદ્ધ પ્રક્રિયા છે. Scientifically Secured છે. નવપદોની આરાધના મોક્ષની પ્રાપ્તિ માટેનું સર્વોત્કૃષ્ટ વિજ્ઞાન Supreme Science છે. “યોગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણો રે; એહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણો રે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ “નવપદને ધ્યાતા થકાં પ્રગટે નિજ આત્મરૂપ.” નવકાર અને નવપદોનું ધ્યાન એ આત્મસાક્ષાત્કારની મહાન પ્રક્રિયા છે. Cosmic dynamo for selfrealisation છે. સિદ્ધચક્ર એ શુદ્ધીકરણ અને પૂર્ણતાની પ્રાપ્તિનો માસ્ટર પ્લાન છે. Progressive plan for parification and perfection છે. જે ધ્યેયના ધ્યાનથી વિવેક શકિત આવે, ઉપયોગની શુદ્ધિ થાય, આત્મા પરિણામની નિર્મળતા થાય તે ધ્યેય નિહિત છે. સારા વિશ્વને ભૂલી જાય પણ એક પ્રભુને ન ભૂલે તેનું કલ્યાણ નિશ્ચિત છે. પણ એક પ્રભુને ભૂલીને સારા વિશ્વનું સ્મરણ કરે તો નિષ્ફળ છે, વ્યર્થ છે - સંકલેશને વધારનાર છે. પ્રભુનું સ્મરણ સંકલેશને શમાવનાર છે, માટે ઉપયોગી ઉપકારી અને સાર્થક છે. ૨૦. ગુરૂનો પ્રભાવ ગુરૂના વદન કમળનું મધુર હાસ્ય, સ્નિગ્ધ, શાંત, મધુર પ્રસન્ન દૃષ્ટિ - અમૃત રસનું શરણ (ઝરવું) કરે છે તે શિષ્યની આચાર શુદ્ધિ કરે છે. ગુરૂનું પરમ સુંદર, રમણીય, શુદ્ધ, મધુર અને મોહનરૂપનું દર્શન પ્રાણોને પુલકિત કરે છે. પ્રાણ શુદ્ધિથી સમસ્ત વિચાર શુદ્ધ થાય છે. શ્રી ગુરૂની મનોહર મૂર્તિનું જે ધ્યાન કરે છે તેનું ચિત્ત શુદ્ધ થાય છે. શ્રી ગુરૂના મુખ દ્વારા પ્રકાશિત શબ્દથી શિષ્યની બુદ્ધિ સત્યના પંથ ઉપર ચાલે છે. શ્રી ગુરૂના પાદ પદ્મનો દિવ્ય સ્પર્શ શકિતનો સંચાર કરે છે. છેવટે આ બધું પરમાત્માનો મેળાપ કરાવી આપે છે અને પરમાત્માનો મેળાપ આત્મ . સમૃદ્ધિનો ખજાનો અપાવે છે. ' સલ્લુરૂથી અજ્ઞાનનો ઉચ્છેદ અને નિર્મળ આત્મ જ્ઞાનનો ઉદય થાય છે જે મોક્ષ પર્યત પહોંચાડે છે. સન્ દષ્ટિનું ધ્યેય નિજ આત્મા છે. કેમ કે તે જ આનંદનું ધામ છે. આત્માનું પ્રિય વ્હાલું કંઈ હોય તો કેવળજ્ઞાન છે. આવો કેવળજ્ઞાન સ્વભાવ જેને પ્રિય લાગે તેને જગતમાં બીજું કંઈ પ્રિય લાગે નહિ. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સંયોગમાં સુખ નથી પણ સુખનો મિથ્યા આભાસ છે. સ્વભાવ - સુખનો નિર્ણય કરવો તે સમ્યકત્વ છે. નિશ્ચય નયના વિષયભૂત શુદ્ધ આત્માને ભૂલીને જે જીવ વ્યવહાર નયના વિષયભૂત અશુદ્ધતાને જ એકાંત સત્ય કરી માને છે તે જીવ પરદ્રવ્યમાં વિમોહિત છે. સમ્ય દર્શન શુદ્ધ પરિણતિ છે. શુદ્ધ ઉપયોગ ક્રિયાત્મક છે. અંતર્મુખ થઈને સ્વભાવનો આશ્રય કરવો તે શુદ્ધ ઉપયોગ છે. અને તે જ મુકિતપંથ છે. મોહનો ક્ષય કરવાનો આ એક જ માર્ગ છે. શુદ્ધ દ્રવ્ય - ગુણ - પર્યાયનો નિર્ણય કરીને આત્મામાં એકાગ્ર થવું. શબ્દ બ્રહ્મ એ જિન વાણીનો પર્યાય છે. જે વાણી બ્રહ્મા એટલે કેવળજ્ઞાન અને જ્ઞાનમય આત્માનો બોધ કરાવે તે શબ્દ બહા છે. એ દષ્ટિએ નમસ્કાર મંત્ર શબ્દ બ્રહ્મ છે. કેમ કે તે શુદ્ધ આત્માના બોધક પદો છે. તે પદોનું રટણ કરવાથી નિજ શુદ્ધાત્માનો અપરોક્ષ બોધ થાય છે. શુદ્ધ ઉપયોગ તે ધર્મ છે. આત્મા સ્વયં ધર્મરૂપ છે. તેની સિદ્ધિ આંતર દષ્ટિ વડે મોહનો નાશ કરવાથી થાય છે.' ચૈતન્યમાં વિષયાતીત સુખ ભર્યું છે. તેની તરફ દૃષ્ટિ કરાવનાર મંત્ર તે નમસ્કાર મંત્ર છે. એક પણ પદ જે શુદ્ધાત્માનો બોધ અને પરિણતિ કરાવે તે ઉત્કૃષ્ટ જ્ઞાન છે. બીજા ઘણાથી સયું. પરથી ભિન્ન અને રાગથી ભિન્ન આત્માને વેદવો તે ધર્મ છે. “ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુકત સત્ ત્રણ સ્વરૂપે વસ્તુનું અસ્તિત્વ તેને જ “સત્' અથવા સત્તા કહેવાય છે. વસ્તુ પોતે જ ત્રિધર્માત્મક છે. તેનું કાયમ ટકવાપણું કે ઉત્પાદ વ્યય થવા પણું પોતા વડે જ છે પણ બીજાથી નહિ. સતુ અર્થરૂપ શબ્દરૂપ અને જ્ઞાનરૂપ એમ ત્રિતય સત્તાને ધારણ કરે છે. સાંચું શરણ જ્ઞાનાનંદમય આત્માનું - આત્મ સ્વરૂપનું છે. ભગવાનને જોવા માટે ભગવાનના જ્ઞાનમય આત્માને જોવો. એ રીતે ભગવાનનું નિત્ય દર્શન કરનારને પોતાના જ્ઞાનમય આત્માનું દર્શન સહજ બને છે. જ્ઞાનાનંદની સુવાસ બાહ્ય પ્રવૃત્તિ રૂપ સીકા વડે નહિ પણ ભાવ શ્રુતના અભ્યાસ વડે અનુભવાય છે. આત્મ દ્રવ્યની સર્વોત્કૃષ્ટતાનું ભાન તે ઉત્કૃષ્ટ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ શુદ્ધ આત્મ દ્રવ્યના જ પર્યાયો છે. આત્મા પોતાના સ્વભાવથી, પોતાની પ્રભુતાથી, પોતાના જ્ઞાન પંજથી ભરેલો છે. ધર્મીને ધ્રુવ કહ્યો છે કેમ કે તે પોતાના ટંકેલ્કીર્ણ જ્ઞાનાનંદમય - ચિદાનંદમય ધૂવ સ્વભાવનો નિરંતર અનુભવ કરે છે. ૨૧. ધર્મલાભનો અર્થ આત્મલાભ છે. આત્મા સદાય પર દ્રવ્યોથી- પર ભાવોથી ભિન્ન અને નિજ સ્વભાવથી અભિન્ન છે. ચૈતન્ય સૂર્ય છે, જ્ઞાનમય શુદ્ધ સ્વભાવના આલંબનથી નિજ શુદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. આત્માનો લાભ તે ઉત્કૃષ્ટ મંગલ છે અને અનાત્મ ભાવોનો પરિહાર તે સર્વ પાપોનું મૂળ જે મિથ્યાત્વ તેનો ક્ષય છે. પંચ પરમેષ્ઠિ નમસ્કાર સર્વ અનાત્મ ભાવોનો નાશ કરે છે અને શુદ્ધાત્મ ભાવનું પ્રગટીકરણ કરે છે. શબ્દરૂપ નમસ્કાર, અર્થરૂપ નમસ્કાર અને જ્ઞાનરૂપ નમસ્કાર એ ત્રણેમાં સામર્થ્ય રહેલું છે. અરિહંતના ધ્યાનથી અભય, અષ, અખેદની પ્રાપ્તિ થાય છે. અરિહંતનું ધ્યાન એ અભેદ નયથી નિજ શુદ્ધાત્માનું ધ્યાન છે. અને અભેદ નથી શુદ્ધાત્માનું ધ્યાન અભય અદ્વેષ અને અખેદ આપે છે. અનાત્મામાં આત્મબુદ્ધિ ભય, દ્વેષ અને ખેદ જનક છે. એ જ બુદ્ધિ જ્યારે આત્મામાં આત્મબુદ્ધિ ધારણ કરે છે ત્યારે ભય દ્વેષ અને ખેદ ચાલ્યાં જાય છે. આત્માનું નિત્ય ભયને હરે છે. શુદ્ધતા દ્વેષને હરે છે. બુદ્ધત્વ ખેદને હરે છે. આત્મામાં રહેલ આત્મત્વ ભયનું વિરોધિ છે, ચૈતન્ય ષનું વિરોધિ છે. આનંદમયત ખેદનું પ્રતિપક્ષી છે. નામ રૂપને બાદ કરીને જ્યારે સત્ - ચિત્ - આનંદ સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે. ત્યારે અભય - અદ્વેષ - અખેદ ગુણ આપોઆપ પ્રગટ થાય છે. અરિહંત પરમાત્માને આ ત્રણ ગુણ પ્રગટ થયેલા હોવાથી તેમનું ધ્યાન આ ત્રણ ગુણોને પ્રગટ કરાવે છે. અથવા આત્મ સ્વરૂપ પોતે જ અભય - અદ્વેષ અને અખેદ સ્વરૂપ છે તેવી અભેદ બુદ્ધિએ આત્માનું ધ્યાન એ ત્રણે ગુણોને પ્રગટ કરાવે છે. નીચેની ત્રણ ગાથા સહિત “નમો અરિહંતાણં' પદનું નિરંતર ધ્યાન કરવામાં આવે તો અભયાદિ ત્રણ ગુણોની સિદ્ધિ અવશ્ય થાય છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૨. નમો અરિહંતાણ यस्याsत्र ध्यानमात्रेण, क्षीयन्ते जन्ममृत्यवः 1 उत्पद्यते च विज्ञानं, स ध्येयो नित्यमात्मनः ॥ १ ॥ ૨૫૨ तत्स्वसमाहितं સ્વાન્ત, तद्गुणग्रामरंजितं 1 यो जयत्यात्मनाऽऽत्मानं स्वस्मिन् तद्रूप सिद्धये ॥ २ ॥ स्व बोधादपरं किंचित्, न स्वान्ते क्रियते स्वयं । कुर्यात् कार्यवशात् किंचित् वाक्कायाभ्यामनादृतः ॥ ३ ॥ પ્રભુને પ્રભુ માન્યા તો જ કહેવાય કે આજ્ઞા, વચન કે નિર્ણય તેમનો માનવામાં આવે. “જો તું જીવનમાં પ્રભુને માનતો હોય તો તારા જીવનમાં . નિર્ણય તેનો જ ચાલવો જોઈએ, તારો નહિ.” (૧) અમે પ્રભુના છીએ. (૨) હું પ્રભુનો છું. (૩) પ્રભુ મારા છે. (૪) હું અને પ્રભુ એક છીએ. ભકિતના આ ક્રમિક પગથીયા છે. અંતિમ ભકિત અભેદ ભાવના છે.. “દેવા વિ હૈં નમંસંતિ" જેનું મન ‘ધર્મ' અર્થાત્ પોતાના સ્વરૂપમાં રમે છે તેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. સાધક દેવતાના ચરણમાં રમતો નથી પણ દેવતા સાધકના ચરણમાં રમે છે. શરીરને ક્ષીણ કરવાથી મુકિત નથી મળતી, કષાયને ક્ષીણ કરવાથી મુકિત મળે છે. મૈત્રી આદિ ભાવો ‘અહં’ને તોડે છે, વૈરાગ્ય આદિ ભાવનાઓ ‘મમ’ ને તોડે છે. મૈત્રી નિરપેક્ષ વૈરાગ્ય ‘અહં’ના પોષણમાં ભળે છે વૈરાગ્ય નિરપેક્ષ મૈત્રી મમના પોષણ તરફ વળે છે. તેથી બન્ને જરૂરી છે. નવકાર મંત્ર પાપનું પ્રાયશ્ચિત્ત છે. આજ સુધી સ્મરણ કરવા લાયકને વિસ્મરણ કરવાથી જે અનંત પાપોનું સર્જન કર્યું છે તેનું વિસર્જન તેમનું સ્મરણ કરવાથી જ થઈ શકે છે. તેથી સ્મરણ પાપનું પ્રાયશ્ચિત્ત છે.તે પ્રાયશ્ચિત્ત થયા પછી જ બધી ક્રિયા લેખે લાગે છે. ‘નમો’ પદ આદર સૂચક છે. કૃતઘ્નતા દોષનું પ્રાયશ્ચિત્ત એ જ નવકાર છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ૨૩. સમ્યગુ દર્શન - જ્ઞાન - ચારિત્ર. નમો અરિહંતાણં – અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. અરિ - ભાવ શત્રુ રાગ - દ્વેષ, સંકલ્પ - વિકલ્પ, અહં - મમનો ક્ષય કરનારા પરમાત્મ સ્વરૂપને પામેલા, ઘાતિ કર્મ રહિત થયેલા, ધર્મ તીર્થને સ્થાપનારા, પાંત્રીશ ગુણ યુકત વાણી વડે ધર્મોપદેશ આપનારા, ૩૪ અતિશયો અને આઠ મહાપ્રતિહાર્યો વડે પૂજાયેલા પરમાત્માઓને નમસ્કાર કરવાથી પરમાત્મપદ પર શ્રદ્ધા અભિવ્યકત થાય છે. નિશ્ચયથી તે પોતાના આત્માનું સ્વરૂપ છે એમ વિચારવાથી સમ્યગુ જ્ઞાન ગુણ વિકસે છે. અને એવું જ સ્વરૂપ નિશ્ચય નયથી સર્વ જીવોનું છે એવી પરિણતિ થવાથી સમ્યગું ચારિત્ર ગુણ - સ્થિરતા ગુણની પ્રાપ્તિ થાય છે. સમ્યગુ દર્શન- પરમાત્મ સ્વરૂપનું શ્રદ્ધાન. સભ્ય જ્ઞાન - પોતાના આત્મામાં તે તે સ્વરૂપનું હોવું તેનો સ્વીકાર. સમ્યગુ ચારિત્ર - સર્વ જીવોમાં નિશ્ચયથી તે સ્વરૂપની સ્વીકૃતિ અને તમૂર્વક ઉચિત વ્યવહાર. એ ત્રણ ગુણ સ્થિર થવાથી અભય અદ્વેષ અખેદ ગુણની પ્રાપ્તિ થાય છે. સમ્યગુ દર્શનથી અભય, સમ્યગુ જ્ઞાનથી અદ્વેષ, અને સમ્યગું ચારિત્રથી અખેદ અનુભવાય છે. પ્રથમ પદથી પરમાત્મ પદ, નિજાત્મ તત્ત્વ, અને સર્વત્ર બ્રહ્મ તત્ત્વ અંગીકાર થાય છે. ૨૪. નવકાર અને સામાયિક શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ આત્મ તત્ત્વ પ્રત્યે પ્રીતિ - ભકિત - ઉત્પન્ન કરવા માટે છે. “કરેમિ ભંતે' ની પ્રતિજ્ઞા અનાત્મ તત્ત્વથી છૂટવા માટે છે, એક પ્રવૃત્તિરૂપ છે, બીજી નિવૃત્તિરૂપ છે. સંસાર અને તેના હેતુઓથી વિરામ પામવું તથા મોક્ષ અને તેના હેતુઓમાં પ્રવૃત્ત થવું તે અનુકૂળ નિવૃત્તિ અને પ્રવૃત્તિ પક્ષ છે. બંન્ને સાપેક્ષ હોય ત્યારે શુદ્ધ બને છે. ભવનું કારણ આત્માનું અજ્ઞાન છે. એ અજ્ઞાન પુદ્ગલમાં આત્મભાવ - પેદા કરે છે. તે રાગ દ્વેષ છે. ૨૫. અનુભવ એટલે શું ? સ્વ શુદ્ધ આત્માનુભૂત આત્મભાવ તેને અંતર્જલ્પાબર અનુભૂતિ પણ કહે છે અને તે પäતી અને પરાવાણીનો એક પ્રકાર છે. મન બુદ્ધિ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શાન્ત થાય પછી જ તેની અનુભૂતિ થાય છે. તે અનુભૂતિ સુધી પહોંચવા માટે તે સ્થિતિએ જેઓ પહોંચ્યા છે તેમનું સ્મરણ, ધ્યાન, વિચિંતન આવશ્યક છે. સ્મરણ આદિ વડે તે સ્થિતિએ પહોંચેલાનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. તે કારણે પ્રત્યેક શુભ ક્રિયાનાં પ્રારંભમાં શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર વડે સ્વશુદ્ધ આત્માનુભૂતિને પામેલા મહાપુરૂષોનું સ્મરણ વિહિત કરેલું છે. પરમેષ્ઠિ નમસ્કાર વડે શુદ્ધ આત્માના અનુભવથી પ્રાપ્ત કરેલ આત્મભાવનું જ સ્મરણ થાય છે. તેથી તે સ્વશુદ્ધ આત્માનુભૂત આત્મભાવરૂપ, શુક્લ ધ્યાનની પ્રાપ્તિમાં સહાયક બને છે. ‘સ્વાનુભવિત’ નિર્વિકલ્પતા અને નિઃસંગતાનો વિશેષ વિશેષ અભ્યાસ કરવા યોગ્ય છે કે જે અંતે અધ્યાસમાં પરિણમે. મન અને બુદ્ધિને અગોચર માત્ર સ્વાનુભવગમ્ય દેવના દર્શનથી આ સ્વાનુભૂતિ સિદ્ધ ચાવી છે. २६. 'अभ्यास वैराग्याभ्यां तन्निरोधः' અભ્યાસ અધ્યાસમાં પરિણમવો જોઈએ અને વૈરાગ્ય ઐકયમાં પર્યવસિત થવો જોઈએ. દેહાદિમાં અધ્યાસ પ્રત્યક્ષ સિદ્ધ છે. અને તે અનાયાસે સિદ્ધ થયેલો છે એ જ રીતે આત્મામાં અધ્યાસ જ્યાં સુધી અનાયાસે પણ સિદ્ધ ન થાય ત્યાં સુધી તે માટે અભ્યાસ effort પ્રયત્ન જ આવશ્યક છે. અનાયાસ effortless effort અધ્યાસ એકતાની અનુભૂતિ, દેહાદિ પુદ્ગલમાં એકતાની મિથ્યા અનુભૂતિ છે. તે વૈરાગ્યથી નિવારી શકાય છે. અને આત્માની સાથે તાત્ત્વિક એકતાની અનુભૂતિ નથી, તે અભ્યાસથી સાધી શકાય છે. - પ્રથમ અશુભ વિકલ્પમાંથી શુભ વિકલ્પમાં જવું આવશ્યક છે. શુભ વિકલ્પમાંથી નિર્વિકલ્પમાં જવું સુલભ છે. તેથી શુભ વિકલ્પ સેતુના સ્થાને છે. કુસંગમાંથી છૂટી અસંગ થવા માટે સત્સંગ સેતુ છે. અશુભ ધ્યાનમાંથી છૂટી શુકલધ્યાનમાં જવા માટે ધર્મધ્યાન સેતુ છે આર્ત્ત રૌદ્ર અશુભ છે. મૈત્રી આદિ વિકલ્પો શુભ છે. તે નિર્વિકલ્પમાં જવા માટે હેતુ હોવાથી સેતુ તુલ્ય છે. ત્રિમાત્રમાંથી અમાત્રમાં જવા માટે અર્ધમાત્ર સેતુ તુલ્ય છે. વૈખરીમાંથી Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ પશ્યતીમાં જવા માટે મધ્યમા સેતુ તુલ્ય છે અને મધ્યમામાંથી પરામાં જવા માટે પશ્યતી એ સેતુ તુલ્ય છે. આહતમાંથી અનાહતમાં જવા માટે વર્ણમાળા સેતુ છે. વર્ણાવલિની વિચ્યુતિ વડે અવ્યક્તમાં જવા માટે અનાહત એ સેતુ છે. વિકલ્પ ધ્યાનાદિ ચાર પ્રકારો વડે નામાદિ અરિહંતની આરાધના થાય છે. સાદૃશ્ય અસ્તિત્વ અને સ્વરૂપ અસ્તિત્વ વડે એકતાની ભાવના અને તે વડે નિશ્ચલ ધ્યાનની પ્રાપ્તિ થઈ શકે છે. ૨૭. જ્ઞાન અને અનુભવ બુદ્ધિથી જ્ઞાન વધે છે, વિશેષ પ્રકારની ભકિત એટલે કે લાગણીથી પરમાત્માનો અનુભવ થાય છે. જ્ઞાન કરતાં પણ અનુભવ અનેક રીતે ચઢીયાતો છે. અનુભવમાં ભકત અને ભગવાન વચ્ચે આત્મીયતા પૂર્વક એક્તા અનુભવાય છે. ૨૮. વાસના વિરૂદ્ધ ઉપાસના વાસનાને જીતવાનું અનન્ય સાધન ઉપાસના છે. પ્રાકૃતમાં ઉપાસનાનું રૂપ ઉ+વાસના ઉગતા વાસના = ઉવાસના - ઉપાસના થાય છે. ધર્મનો એક અર્થ મોહ અને ક્ષોભરહિત આત્મપરિણામ છે. શ્રી નમસ્કાર મંત્રમાં, પુનઃ પુનઃ માનસિક ઉચ્ચારણમાં મોહ અને ક્ષોભ નિવારણ કરવાની શકિત પ્રત્યક્ષ પણે અનુભવાય છે. મોહ અને ક્ષોભરહિત આત્મપરિણામ ચોદપૂર્વનો સાર છે. અને તે પરિણામને સહજ રીતે પેદા કરનાર શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ પણ ચૌદપૂર્વનો સાર સાબિત થાય છે. મનનું નિઃસ્તરંગ થવું તે મોહરહિતતા છે અને કાયાનું નિસ્યંદ થવું તે ક્ષોભરહિતતા છે. નમસ્કારના ૬૮ વર્ણોનું વિધિપૂર્વક ઉચ્ચારણ તે ભાષ્ય જાપ - તે ઉચ્ચારણ જ્યારે પોતે જ માત્ર સાંભળી શકે ત્યારે તે ઉપાંશુ છે અને બહિર્જલ્પાકાર અન્નપ્પાકાર થાય ત્યારે તે માનસ જાપ છે. માનસ જાપ જ મટીને મનને નિસ્તરંગ અને કાયાને નિસ્યંદ બનાવે છે. મોહ અને ક્ષોભરહિત આત્મપરિણામનું બીજું નામ “વત્યુ સહાવો ધમ્મો” ધર્મને આત્મવસ્તુનો સહજ સ્વભાવ પણ કહી શકાય. તેનું પ્રગટીકરણ ક્ષાન્ત્યાદિ દશ ધર્મ રૂપે અને જ્ઞાનાદિ રત્નત્રયી મોક્ષમાર્ગ રૂપે પ્રગટ થાય છે. જ્ઞાન-દર્શન મનને નિર્વિકલ્પ બનાવે છે. ચારિત્ર કાયાની સ્થિરતા પેદા કરે છે. ક્ષમાદિ ચાર મનને નિસ્તરંગ બનાવે છે અને Page #298 -------------------------------------------------------------------------- ________________ રપ૬ અહિંસાદિ પાંચ કાયાને સ્થિર કરે છે. પ્રવૃત્તિ ધર્મના અંગ - દાન, શીલ, તપ, ભાવ પણ અનુક્રમે તન, મન, ધનનો સદ્ઉપયોગ રૂપ છે. તન વડે શીલ અને તપ, મન વડે ભાવ, અને ધન વડે દાનધર્મ સધાય છે. તેમાં પરિણામે મોહ અને ક્ષોભરહિત આત્મ પરિણામ સાધ્ય છે. ધર્મના અંગો-દેવપૂજા, ગુરુ ઉપાસના, અને સ્વાધ્યાય આદિ પણ મોહ ક્ષોભ રહિત આત્મપરિણામ ઉપજાવવાના સાધનો છે. ચતુર્થ ગુણસ્થાનકથી માંડીને ચૌદમાં ગુણસ્થાનક સુધીના ગુણસ્થાનકો અનુક્રમે મોહ અને ક્ષોભરહિત આત્મ અવસ્થાના દર્શક છે. નમસ્કાર મહામંત્રના માનસ જાપ વડે તે કાર્ય સરળપણે સધાતું હોવાથી તેને સઘળા શ્રુતનો સાર અને સઘળા ધર્મનો અર્થ કહ્યો છે તે યથાર્થ છે. પરમેષ્ઠિ નમસ્કાર, સારઃ સધર્મ કર્મસુ / નવનીતં યથા દનો, કાવ્યત્વ ચ યથા ધ્વનિઃ // “નમો અરિહંતાણં” સંકલ્પ વિકલ્પરૂપી ભાવશત્રુઓને હણનારાઓને નમસ્કાર થાઓ. આ નમસ્કાર નિર્વિકલ્પતાનો સાધક છે. “નમો અરિહંતાણં” અરિહં - આત્મા - શુધ્ધાત્માને નમસ્કાર વડે અભેદોપાસના થાય છે. નોંધ:- મનનું નિતરંગ થવું તે મોહરહિતતા છે અને કાયાનું ક્ષોભરહિત થવું તે ક્ષોભરહિતતા છે. માનસજાપ મનને નિસ્તરંગ બનાવે છે અને કાયાને નિઃસ્પદ બનાવે છે. આત્મવસ્તુનો સહજ સ્વભાવ પ્રગટે છે. ૨૯. પ્રભુનું નામ અને પ્રભુનું રૂપ પ્રભુના નામથી પાપનો નાશ, પ્રભુના રૂપથી પુણ્યનો પ્રકાશ, પ્રભુના દ્રવ્યથી આત્મબોધ અને પ્રભુના ભાવથી શરણગમન. આઈજ્ય સકલ અરિહંતોમાં રહેલું છે. સિદ્ધોનું અધિષ્ઠાન છે અને આચાર્ય ઉપાધ્યાય સાધુનું ઈશાન છે. તેથી ઉપર મૂજબ ચારે નિક્ષેપનાં ફળ છે. નામ-આકૃતિદ્રવ્ય-ભાવ અનુક્રમે પાપનાશ, પુણ્યલાભ, આત્મજ્ઞાન, આત્મધ્યાનનું પરમ કારણ બને છે. ભવ્યત્વ પરિપાક કરવાના સઘળા ઉપાયોનો સંગ્રહ આહજ્યના ધ્યાનમાં અને નામાદિ વડે તેની ઉપાસનામાં છે. જાણવા અને જોવા લાયક વિશ્વની સર્વ વસ્તુઓનો સંગ્રહ પ્રભુના નામ અને રૂપમાં આવી જાય છે. વિશ્વની સર્વ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ શ્રેષ્ઠ સમૃદ્ધિનું દર્શન પ્રભુ મૂર્તિમાં અને મનન પ્રભુના નામમાં છે. નામ મંત્ર વડે શુદ્ધ આત્મ તત્ત્વનું મનન થાય છે. પ્રભુના રૂપ વડે શુદ્ધ આત્મતત્ત્વનું ધ્યાન થાય છે. આત્મ તત્ત્વને જાણવાથી બધી વસ્તુઓ જણાઇ જાય છે. આત્મ તત્ત્વને જોવાથી બધી વસ્તુઓ જોવાઇ જાય છે. જીવમાં જીવ બુદ્ધિ તે બોધિ અને જીવમાં શિવ બુદ્ધિ તે સમાધિ છે. શ્વાસ એ દ્રવ્ય પ્રાણ છે અને વિશ્વાસ એ ભાવ પ્રાણ છે. આત્મતુલ્ય વૃત્તિ અને પ્રવૃત્તિ તે અધ્યાત્મ છે. અને પરમાત્મ તુલ્ય વૃત્તિ અને વર્તન તે યોગ છે. ૐ ના જાપથી બલ અને પરાક્રમ વધે છે અને તે વડે આર્ત્ત રૌદ્ર ધ્યાનનો નાશ થાય છે, અર્જુના ધ્યાનથી વીર્ય અને સમુત્થાન વધે છે. તે વડે ધર્મ અને શુકલ ધ્યાનનો લાભ થાય છે. જ્યાં ઇચ્છા છે ત્યાં કલુષિતતા, મલીનતા, અપવિત્રતા અને આર્ત્તધ્યાન છે. સિદ્ધિઓની ઇચ્છા કરવી તે આત્મ સ્થિતિમાંથી નીચે સરી પડવા જેવું છે. ઇચ્છાઓનો સર્વથા ત્યાગ આત્મ સ્થિતિમાં પ્રવેશ કરવાનો રાજમાર્ગ છે. તે કારણે મનને આત્મ ધ્યાનમાં જોડી રાખવું એ મનની શકિતનો સારામાં સારો ઉપયોગ છે. પરમાત્મા - પરમ આત્મા. ઉત્કૃષ્ટ આત્માનું હૃદયમાં ચિંતન સ્મરણ વગેરે કરવું તે રૂપાતીત ધ્યાન છે. શુદ્ધ ષટ્કારકના ધ્યાનથી કષાય વિગેરે વૃત્તિઓ ક્ષીણ થતી જાય છે. અશુભભાવ - દુશ્મનનું ઘર. તેમાંથી છુટવાનો ઉપાય - દુષ્કૃતગર્હ. શુભ ભાવ - મિત્રનું ઘર. તેમાંથી છુટવાનો ઉપાય - સુકૃતાનુમોદન. શુદ્ધ ભાવ ઘરનું ઘર. તેને પામવાનો ઉપાય - શરણગમન. ૩૦. ભગવાનને હૃદયમાં કેવી રીતે લાવવા ? પ્રભુના નામ દ્વારા ભગવાનને હૃદયમાં લાવી શકાય છે. પ્રભુના રૂપના દર્શન દ્વારા ભગવાનને હૃદયમાં લાવી શકાય છે. પ્રભુના ગુણ ચિંતન દ્વારા ભગવાનને હૃદયમાં લાવી શકાય છે. ચાર નિક્ષેપાની આરાધના દ્વારા ભગવાનને હૃદયમાં લાવી શકાય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ २५७ - A ( मामा सामाथि छ ) - daicheanncaniag an revesa ada Saninofaredanaanichion २०. 1A1016 २०१५ (Kura 22 642 MAY Tara 21ोगो ! 301 2007 34 गो २-141224 " 121442-१/ 20 22... Tarat 2, 2-3। ॐutu ( वेष पारा कार। हिंदी॥१॥ 28- 02/4en 13, ATHem, Tanne शिवछ। AP1484272401,222urna २- 2482-kn, 2-(२xaaku ५५८६ ) , an2-27 23. १) alumidn Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ૩૧. સામાયિક સામાયિક સિવાય કેવળજ્ઞાન નથી. સામાયિક આત્મા છે . સામાયિક જ્ઞાન દર્શન અને ચારિત્ર સ્વરૂપ છે. સામાયિક એ વનો ઉપયોગ છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. સામાયિક આપણો સ્વભાવ છે. આપણું સ્વરૂપ છે. તેથી તેને શુદ્ધ સામાયિક પ્રાપ્ત થઈ શકે છે. અનાદિ કાળથી વિભાવમાં રહેલા આત્માને સ્વભાવમાં સામાયિક દ્વારા લાવી શકાય છે. સામ, સમ, સમ્મ (સમ્યકત્વ) ત્રણ પ્રકારનું સામાયિક છે. ઉપયોગ લક્ષણ આત્મા છે. પણ તે ઉપયોગને આત્મામાં રાખી શકતા નથી, માટે જેનો ઉપયોગ આત્મામાં અવસ્થિત છે તેને નમસ્કાર કરવો. સામાન્ય ધર્મ ગ્રહણ કરવાથી સામાયિકમાં રહી શકાય છે. વિશેષ ધર્મના વિચારથી રાગ દ્વેષ - વિકલ્પ થાય છે. અનંત તીર્થંકર ગણધરોએ સેવેલું સામાયિક આજે આપણને મળ્યું છે. સામાન્યના પાયા ઉપર વિશેષનો મહેલ છે. સર્વ જીવમાં વત્વ છે, તે પહેલો એકડો છે. બધા વિકલ્પો શાન્ત કરવા માટે આત્માનું આલંબન કરવું. પરિગ્રહ વિરમણ વ્રત સાધુએ લીધા પછી આહાર ઉપધિ અને શરીર રહે છે, તેને પણ સાધુ વોસિરાવે છે. શરીર ઉપર પણ મુર્દા છોડી પણ મનની મુર્દા છોડવી મુશ્કેલ છે.વિચારોનું મમત્વ, પક્કડ, પરિગ્રહ છોડવાનું સૂત્ર “તમેવ સચ્ચે નિઃશંક જું જિણેહિં પવેઈઅં” મનને કોઈ દેખતું નથી, એટલે મનમાં ગમે તેટલો ક્ચરો હોય તો કંઇ લાગતું નથી. તે મનનો પરિગ્રહ છે. બીજાની વિષ્ટા એ વિષ્ટા લાગે છે પોતાની નથી લાગતી, માટે ભગવાને કહ્યું તે જ સાચું, તે સિવાયનું મારૂં બધું ખોટું. આપણા મનના ભાવોને અને આપણને ભગવાન જાણે છે, જુએ છે એવું આપણે મતિ શ્રુતજ્ઞાનથી જાણ્યું. છતાં પોતાના દોષ કાઢવા તૈયાર નથી થતાં. તેમ જ જ્ઞાની ગુરૂ કહે તે કરવા તૈયાર નથી થતા. પણ પોતાના મનમાં Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ આવે તે જ કરે છે તે મનનો પરિગ્રહ છે. મનનો પરિગ્રહ મોટો છે તેવું માને તે આગળ વધે છે. બધા જીવોને આપણા સમાન રાખતા શીખીએ તો પૂર્ણ અહિંસા પાળી શકાય. જિનશાસન એ જીવશાસન છે. જીવને હિત કરનારૂં અને પુદ્ગલને હાર કરનારૂં છે. આર્ત્ત રૌદ્ર ધ્યાન મનની ગુલામી છે. આત્મા રાજા છે, ઇન્દ્રિયો નોકર છે. તે નોકરની આપણે ગુલામી કરીએ છીએ. ભગવાનથી કોઈ ચીજ છાની નથી, ભગવાન આપણને જુએ છે તે સાક્ષીએ કાર્ય કરીએ તો મન ગટર જેવું છે તે ગંગા જેવું બની જાય. બધી નદીઓ ગંગા જેવી હોવા છતાં સમુદ્રમાં જાય છે. આપણી પણ તે જ દશા છે. તે ખાચ સાગરને શોષવા માટે સામાયિક છે. ૩૨. જિનવચન જિનવચન ત્રણ વચન કહે છે. જીવ અનાદિ છે, અનાદિ કર્મના સંબંધમાં છે. તેથી અનાદિથી સંસારમાં ભટકે છે. તેમાંથી છૂટવા ચાર શણ, સુકૃત અનુમોદન, દુષ્કૃત ગણ્યું. અરિહંતાદિમાં શરણ આપવાની શક્તિ છે તેવી શ્રદ્ધા રાખવી તે સૌથી મહત્ત્વનું છે. કર્મના નિયમની શ્રદ્ધા થયા પછી ધર્મના નિયમની શ્રદ્ધા અતિ જરૂરી છે. અરિહંત ધર્મનું મૂળ છે, સિદ્ધ ધર્મનું ફળ છે. સાધુ ધર્મનું સ્વરૂપ છે. શરણ લેવામાં મનને મારવું પડે છે. શરણ તે આત્માને આપે છે. આપણા આત્માનું સ્મરણ પંચ પરમેષ્ઠિ કરતા હતા તેવું આપણે સ્મરણ કર્યું તે શરણાગત કહેવાય. આપણે તેમનું સ્મરણ કર્યું એટલે આપણો ઉપયોગ તેમનામાં ગયો. તેથી આપણો ઉપયોગ શુભ થયો. વધારે એકાગ્રતા થાય તો શુદ્ઘ ઉપયોગ થાય. આપણા દોષને ટકાવનાર આપણા સિવાય કોઈ જ નથી. આપણા ગુણને લાવવામાં અટકાવનાર આપણા સિવાય કોઈ જ નથી. મનને મારવું તે તપ છે. મનની ઈચ્છાથી રિ ત થવાની ઇચ્છા, તે મોક્ષનો માર્ગ છે. મનને મારવા માટે મનને બીજે કયાંય બાંધવું પડે છે. ઇચ્છા રોગનું ઔષધ આજ્ઞા છે. પ્રત્યેક ક્રિયા આજ્ઞા પાલનના Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ અધ્યવસાયથી કરીએ તો મનને માર્યું કહેવાય. કર્મને મન સાથે સંબંધ છે. ધર્મને આત્મા સાથે સંબંધ છે. મનને જીતે તે આત્મામાં આવે. ગુરૂવચનામૃત-૩૩ ઉચ્ચારણ કરી બિન્દુને શકિત હોય ત્યાં સુધી બોલો. પછી નાદ જે છૂટે તે જગતમાં ફેલાય છે. જે નામ લઈને બિન્દુ પછી નાદ પ્રગટે છે તે કાર્ય કરે છે. પ્રભુના નામથી પાપના નાશરૂપ કાર્ય બિન્દુ નાદની ઉપાસનાથી થાય છે. પ્રભુનું નામ લેવાથી જે નાદ પ્રગટે છે, તે નાદથી શુદ્ધિકરણ ભગવાન કરે છે. ઘંટનો રણકાર વિશ્વમાં ફેલાય છે તે જેટલું સત્ય છે તેટલું જ સત્ય નામસ્મરણના બિન્દુના ઉચ્ચારણથી થતું આંદોલન (નાદ) કાર્ય કરે છે. બિન્દુ એ પુલ છે, જે શબ્દની શકિતને ફેલાવે. વ્યક્તિમાંથી અવ્યક્ત માં જવા માટે બિન્દુ તે પુલ છે, ઇન્દ્રિય મનથી પર એવા આત્મામાં જવા માટે બિન્દુમાં જે શબ્દ વડે અવ્યકતપણું હોય છે તે ઉપાય છે. બિન્દુમાંથી નાદ, નાદમાંથી જ્યોતિ, જ્યોતિમાંથી અવ્યકત, તેમાંથી આત્મા. - નિર્વિકલ્પમાં નામ દ્વારા જઇ શકાય છે. આખા જગતને આપણામાં સમાવતા શીખવું જોઈશે. વિરૂદ્ધ ભાવોમાં પણ અવિરૂદ્ધ રહેવું જોઇએ, અવસ્થાઓ અનેક છે. પણ અવસ્થાવાન એક જ છે. એક આત્માના બધા પર્યાય છે.પર્યાયનો અર્થ ઉત્પાદ અને વ્યય. કાયમ રહે તે દ્રવ્ય. ઉત્પાદ વ્યયને કોઇ અટકાવી શકતું નથી, સિદ્ધ ભગવંતોને પણ ઉત્પાદ વ્યય હોય, પણ તે સ્વરૂપમાં જ છે. વિશેષ ઉપરથી સામાન્યમાં જવાની કળાનું નામ સામાયિક, તે કેવળજ્ઞાનનું કારણ છે. મોક્ષ એટલે શરીરમાંથી છુટવું. શરીર નોકર્મ છે, તેમાંથી છુટવું. શરીર સ્થૂલ કર્મ છે. જ્ઞાનવરણીય આદિ દ્રવ્ય કર્મ છે, તે અદશ્ય છે. શરીરરૂપ કર્મ દશ્ય છે. તેમાં પોતાપણાની બુદ્ધિમાંથી છુટવું. પર્યાય બે જાતના - સહભાવી (ગણ) ક્રમભાવી (પર્યાય), દ્રવ્ય એક જ છે. તેના ગુણ (સહભાવી પર્યાય) અનંતા છે. એક જ કેરીમાં પીળો રંગ, મધુર સ્વાદસુવાસ વિગેરે છે પણ કેરી એકની એક જ છે. આત્માના દર્શન જ્ઞાન ચારિત્રની એકતા તે સમ્મ સામાયિક. દર્શન જ્ઞાન ખાંડ છે અને ચારિત્ર Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ખીર છે. એ ત્રણની એકતા તે મધુર પરિણામ છે. સહભાવ ગુણરૂપી પર્યાયની એકતા થાય તે સમ્મ સામાયિક છે. પર્યાયમાંથી દ્રવ્યમાં જવું તે સામાયિક છે. પર્યાય વિશેષ છે ત્યાં સુધી અશાન્તિ છે. ગુણ પર્યાયવાન આત્મદ્રવ્યમાં જવું જોઇએ. તે ‘આયા સામાયિઅં’, સમુદ્રનું તળીયું ‘નિસ્તરંગ મહોદધિ કલ્પ' છે તેમ આત્મા નિસ્તરંગ મહોદધિ કલ્પ છે. ‘નિર્વાત દીપ સન્નિભ' (પવન વિનાના દીવા જેવી સ્થિર) અવસ્થાની જેમ ચારિત્રમાં સ્થિરતા નિજ ગુણમાં છે. ચારિત્રની અભિલાષા હોય તો જ સમ્યક્ત્વ કહેવાય. દોષવાળા જીવો કરૂણા પાત્ર હોય ત્યાં સુધી બરોબર છે પણ નિંદા પાત્ર બન્યા તો આપણે તેનાથી નીચે ઉતરી જઇએ. સન્માન પરમેષ્ઠિઓને કરીએ છીએ, આપીએ છીએ, આપે તે આગળ વધે છે, માગે તે નીચે ઉતરે છે. આપવું તે ધર્મ છે. ૩૪. માગવાની વૃત્તિમાંથી છુટવા માટે મોક્ષ માંગવાનો છે. માગવાની વૃત્તિ નાશ પામો તે મોક્ષ માગ્યો કહેવાય. ઈચ્છા રહિત થવાની ઇચ્છા તે મોક્ષ. ૦ ૦ ૦ જીવ ઉપર પ્રેમ રાખે તેને શિવ આપે, તે શકિત જીવમાં છે. કુંથુઆમાં પણ ઇશ્વરીય શકિત છે. જીવ તત્ત્વ ઉપર પ્રેમ કરવો, કીડી કુંથુઓ તે તો પર્યાય છે. પણ તેમાં જીવ છે તેનું અપમાન નરકે મોકલે અને તેનું બહુમાન સ્વર્ગ આપે છે. મોક્ષ આપવાની તાકાત સિદ્ધના જીવોમાં છે. સિધ્ધના વોમાં એવી શકિત છે કે અનાદર કરીએ તો નિગોદ અને તેના બહુમાનથી મોક્ષ મળે છે. અત્યાર સુધી ગમે તેટલો અનાદર પાપ કર્યું હોય પણ પરમેષ્ઠિઓને શરણે જતાં જ તે શરણાગત વત્સલ હોવાથી સર્વ ગુના માફ કરે છે. - ૩૫. તિર્થંકરત્વ પાંચે કલ્યાણકો એક સરખા પૂજ્ય છે. નિગોદથી માંડીને મોક્ષ પર્યંતની તીર્થંકરની કલ્યાણકારી અવસ્થારૂપ જે આર્હત્ત્વ છે તે પૂજ્ય છે. તેમની બધી અવસ્થા પૂજ્ય છે. તીર્થંકરનું ભવ્યત્વ સકલ લોકનું કલ્યાણ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કરનારું છે. તે સિવાયના જીવોનું ભવ્યત્વ તેમને પોતાને મોક્ષ આપનારું છે. તીર્થકરનો સ્વભાવ જ એવો છે ચિંતામણી રત્ન જેવો. તે જ્યાં હોય ત્યાં લોકોને ન્યાલ કરે છે. બીજાને ઉપકાર કરવો તે જ એમનો સ્વભાવ છે. કાચ પ્રગટ છે અને રત્ન માટીમાં મળેલું છે, છતાં માટીમાં રહેલ જાતિમાન રત્ન ઘણું કિંમતિ છે. નિગોદમાં રહેનાર તીર્થકરો જાતિવંત રત્ન સમાન હોય છે. નિગોદમાં રહેલા તીર્થંકરો શું ઉપકાર કરે ? ગણધર ભગવંતો પણ નિગોદમાં રહેલા તીર્થકરોની સ્તુતિ કરે છે એટલે ગણધર ભગવંતો આદિના સ્તુતિના આલંબનરૂપ બનીને ઉપકાર કરે છે. મોક્ષમાં ગયેલા તીર્થંકરના જીવો દ્રવ્ય તીર્થકર છે. ત્યાં રહેલા પણ બીજા સિધ્ધ કરતાં દ્રવ્ય નિક્ષેપે તીર્થંકરની સ્તુતિ લાભદાયી થાય છે તે સ્તુતિના આલંબનરૂપ પોતે બને છે. તીર્થકરની તો ત્રણે અવસ્થા - આદિ (નિગોદની-એકેન્દ્રિયાદિ ભવો) મધ્ય '(તીર્થકરની) અંત્ય (મોક્ષ) સ્તવનીય છે. બધા અરિહંતો જેમાં રહેલા છે તે આઈજ્ય ધ્યાન કરવા લાયક છે. આઈજ્ય એટલે બીજા ઉપર ઉપકાર કરવાપણું તે આઈજ્ય છે. પોતાનું અસ્તિત્વ બીજાને ઉપકારક બને તે આહત્ત્વ છે. અરિહંતની ઉપાસના નામાદિ નિક્ષેપે કરીને, આઈજ્યનું ધ્યાન કરવું. અરિહંતો પ્રથમ પદે એટલા માટે છે કે તે વચ્ચે ન હોય તો નવપદમાંથી એકે પદ ઉત્પન્ન થતું નથી. ૩૬. “લોગ પોગરોણ ત્રિપદીમાં સમગ્ર દ્વાદશાંગીનું - જ્ઞાન રહેલું છે. તે પણ બીજબુદ્ધિના ધણી ગણધરોને જ થઈ શકે છે. આ ત્રિપદીનું જ્ઞાન મળ્યા પછી જ લોકાલોક જેમાં સમાય તેવું તત્ત્વ “ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય યુકત સત્' આ આવ્યા પછી નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ પ્રાપ્ત થાય છે. વિશ્વાત્મક થવું હોય, આત્મ વિસર્જન કરવું હોય ત્યારે સત્’ને મુખ્ય બનાવવું. “એ સત્ કેવું ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યાત્મક છે કે આ ત્રિપદી સાંભળતાં જ ગણધરોને સમાધિ લાગી ગઈ. એ સમાધિમાં વિશ્વનું જ્ઞાન થઈ ગયું. બૌધ્ધો એકલું ક્ષણિક માને છે તે કદાચ સમાધિ મેળવે પણ નિર્વિકલ્પ સમાધિ નહિ મળે. પણ ઉત્પાદ વ્યય, ધ્રૌવ્યાત્મક (જીવવા Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ સામાન્ય વિગેરે સામાન્ય કરતાં મહાસામાન્ય સત - (ઉત્પાદ વ્યય ધ્રુવ આત્મા મહાસત્તા કહેવાય છે તે સત્)ના આલંબને જે નિર્વિકલ્પ સમાધિ મળે છે. તે સમાધિમાંથી નીચે ઉતર્યા પછી પણ તેનો આસ્વાદ રહે છે અને ફરી નિર્વિકલ્પ સમાધિ મેળવી શકે છે. ૩૭. “લોગનાહાણું ધર્મ પ્રશંસા સમકિતનું બીજ છે. ધર્મ ધર્મીમાં છે. પૂર્ણ ધર્મી અરિહંત છે. ધર્મ પ્રશંસાની સામગ્રી અરિહંતો પૂરી પાડે છે. તે પ્રશંસાથી બીજ પડે છે. ભૂમિ આપણી, બીજ અરિહંતો નાખે છે. ગર્ભધારણ કરે છે સ્ત્રી, બીજ પુરૂષનું છે. અરિહંતોની શકિતની પ્રશંસારૂપી બીજ સમકિતનું બીજ છે. સ્ત્રીને ગર્ભ ધારણ કરવા માટે પુરૂષને વચ્ચે લાવવો પડે છે તે રીતે જીવમાં ધર્મનું બીજારોપણ કરવા માટે અરિહંતોને વચ્ચે લાવવા પડે છે. “સત્” મહાસત્તાના શરણે જવાથી ભવનો ભય દૂર થાય છે. ત્રિપદી રૂપ મહાસામાન્ય મય બનવું તે વીતરાગ અવસ્થા છે. પૂર્વધર છેલ્લે બધું ભૂલીને અરિહંતને યાદ કરે છે. ' ૩૮. અપૂર્વકરણ દ્વારા ગ્રંથી ભેદ સમકિત સામાયિક - સામાયિક એટલા માટે કે સામાન્યનો બોધ નથી તે કરવા. વિશેષ સાથે સંબંધ છે પણ સામાન્ય સાથે નથી. સામાન્ય વગરનું વિશેષ હોતું નથી. સામાન્યનો સંબંધ થાય છે ત્યારે સામાયિક આવે છે. વિશેષથી ભવભ્રમણ છે તે બહિર્ભાવ. સામાન્ય એવું છે કે જેનાથી સંસારની કાંઇ સિદ્ધિ નથી, મોક્ષની સિદ્ધિ છે. જીવને જાણ્યો પણ જીવત્વને ન જાણ્યું તે સંસાર. જડમાં પણ ભેદ પાડવા વિશેષનો ઉપયોગ હોવાથી તેને માન્યું પણ જડ સામાન્યથી ન માન્યું. વિકલ્પ એટલે આર્ત્તરૌદ્ર ધ્યાન. વત્વ સામાન્ય એટલે ધર્મધ્યાન. જીવના પર્યાય સાથે સંબંધ છે જીવ સાથે નહિ-તે ભૂલ ભરેલી અવસ્થા છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જ્વોનું વત્વ છે તેના ઉપર નજર જશે ત્યારે ધર્મધ્યાન થશે. જીવત્વ સામાન્યના પાયા પર જીવને હિતકારી પ્રવૃત્તિ થાય છે. આપણે પ્રત્યેક પર્યાયમાં જીવ છીએ. જીવ ધ્રુવ, શાશ્વત, અખંડ, નિર્વિકાર છે તે શુકલ ધ્યાનનો પહેલો પાયો (ઉર્ધ્વતા સામાન્ય). અનંત વખત આપણે (પર્યાય) અનંત પીડા ભોગવી, અનંત વખત સ્વર્ગના સુખ ભોગવ્યાં, છતાં આપણે જીવ રૂપે કાયમ રહ્યા તે ઉર્ધ્વતા સામાન્ય છે. સામાન્યમાં મોક્ષ છુપાયો છે. તેની કાંઈ કિંમત નહિ તેનું નામ દર્શન મોહનીય છે. દર્શનાવરણીય કર્મના કારણે બોધ થતો નથી. તે મુજબ વૃત્તિ ન થવા દેવી તે દર્શન મોહનીય. તે પ્રમાણે પ્રવૃત્તિ ન થવા દેવી તે ચારિત્ર મોહનીય. વિશેષ ટપકાં છે-બિન્દુ છે. સામાન્ય મહાસાગર છે. તે બિન્દુને સાગરમાં ભેળવીએ. પર્યાય બિન્દુ છે, જીવદ્રવ્ય મહાસાગર છે. પર્યાયને દ્રવ્યમાં ભેળવવું તે મોક્ષ છે. આત્મા આત્મા વડે આત્મામાં જાય તે શુકલ ધ્યાનનો પહેલો પાયો છે. આત્મા, ગુણ પર્યાયવાન છે તે શુકલ ધ્યાનનો પહેલો પાયો. ગુણ પર્યાય આત્મામાં ભળી જાય. આત્મા એક જ રહે તે બીજો પાયો શુકલ ધ્યાનનો છે. ઉત્પાદ ધ્યય ધ્રૌવ્ય યુક્ત તત્ સત્. ફળમાં જે આવ્યું તે મૂળમાં છે. બધા સામાન્યમાં મહા સામાન્ય ‘સત્’ છે, જે ઉત્પાદ વ્યય ધ્રૌવ્યરૂપ છે. વિશેષથી રાગ દ્વેષરૂપ વિકલ્પ થાય છે. નિર્વિકલ્પ થવા માટે સામાન્ય જોઈએ. સામાન્ય ઉપરનો ભાવ તે સામાયિક છે. વિશેષમાંથી સામાન્યમાં જવું તે સામાયિક, Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ૩૯. અરિહંતની ઉપાસના આઈજ્યનું ધ્યાન પોતાનું હું આખા જગતને ભૂલવાડે છે. સમુદ્રમાંથી બિન્દુ છૂટું પડે છે તે હું છું. તે હું રૂપ બિન્દુને સિન્ધમાં ભેળવવું જોઈએ. હું - વિશેષ. બીજા બધાથી જુદો. બીજાથી ભેદ પાડનાર સર્વનામ “હું હું માંથી મારું નીકળે છે. મારું – મારનાર છે. મારું હિંસાવાચક શબ્દ છે. હિંસા હું માંથી ઉત્પન્ન થાય છે. હું તું થાય, તથા મારૂં નહિ તારૂં થાય, તે તારનાર છે. તે છે તે શાશ્વત છે. તે એટલે મહાસામાન્ય. તે બધામાં છે. હું ભૂલવા માટે તુંહી તુંહી તુંહી તુંહી, યુંહી ધરતા ધ્યાન રે. એક તાન એટલે એકતા. તું હી એટલે પરમાત્મા સાથે એક તાનથી હું ભૂલાઈ જશે. મારું મારું કરતાં મરી જશે, તારું તારું કહેતા તરી જશે. મારું એટલે હું મારા આત્મભાવને હણું છું. મારૂં એ હિંસાત્મક છે. ૪૦. અંતરાત્મ ભાવમાંથી પરમાત્મ ભાવમાં પ્રવેશ. શરીર તે જ હું. એ માનવાના કારણે ઇન્દ્રિયોને બાર વેપાર કરતી અટકાવી શકતી નથી. આવા પ્રકારના બહારના વિકલ્પોને છોડી દઈ, મનમાં આવતા વિકલ્પોને છોડી દેવા, એટલે કે હું સુખી હું દુખી હું ચેતન હું માણસ ઇત્યાદિ સઘળા વિકલ્પોનો ત્યાગ કરવો, કેવળ અંતરાત્મા થઈ પરમાત્મ સ્વરૂપની ભાવના કરવી અને ભાવના કરતાં અંતરાત્માને પણ છોડી દેવો. આવો અભ્યાસ કરતાં કરતાં થોડા વખતમાં પરમાત્મ સ્વરૂપ પોતાનામાં ભાસે છે. - જે શરીર અને ઇન્દ્રિયોના વિષયો પોતાથી ભિન્ન જણાય એટલે પોતે અંતરાત્મા થયો એમ સમજવું. પરંતુ જે વડે બહિરાત્મા જુદો દેખાઈ ગયો તે પરમ પ્રકાશમય સૂર્યવત્ પરમાત્મા છે. માટે બહિરાત્મા જે વેળા જુદો દેખાઈ જાય તે જ વેળા આત્માએ આત્મા વડે પરમાત્મા તરફ પણ નજર કરી લેવી એટલે જ્યોતિ દર્શન અંતરાત્મામાં પ્રતિબિંબરૂપ દેખાઇ જશે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ - A ना ४२चाडलाई हैरान सन त्‌यावा शासकी गंदा बिलयोलवम‌को मेघा प्रतिना हैयम ख़ालनम कारमंभ क त मयांक संक्स-प्रयोग pon zऔर niin नियोग सिमसत्वविषदस्ती परिহলদ हुनु पाप १८६ छुछुद नक्छन् परीचार प्रयुध्या पर पाडा पालघू पर पड़ाना साधन हिंसाहि १८ पाप स्थरन्छ यीय कारणों साधन 200 हान् overrid वरमहावाहिनवधू हानअ दीपकक श्रीसाथ पर पडा थायक नार hi annakiसविधे ती पां सर मेडি लवंती परपीडाको परिए। 28201ট परोपकार नारूळप्रकारी में सरनाई এই ইনपुटিच्छी थी पापनीया तारकस्य प्रहुना yeun fৈছা स्वषिस्ने हेय शुलाल परिया घरपायका परिहार स्थल रूपनर कृपा रादुपना नाही fai नै छु परियाने उत्पन्न 201 र नमस्कार मला in 1 mia 7 nanz ट्वा रुवी रास्नेल पाय वृतियों achim Gill aid ure cinde उत्तर दिशावानेच पद पद्धतपट आइछानf Moan You যस युद्धको पापीको कान हिरोध आच्छा 3-3 निध Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ગુરૂમહારાજનું ચિંતન હું કોણ ? જ્ઞાન દર્શન ચારિત્ર રત્નત્રયીનો ધારક, અસંખ્ય પ્રદેશી, અનંત શકિતનો ધણી, અનંત ગુણનો ધારક, અરૂપી, નિરંજન, નિરાકાર, સચિદાનંદ શુદ્ધ સ્વરૂપી, અજ, અવિનાશી, અકલંક, અજરામર, એવો આત્મા, જીવ, ચેતન. અનાદિ અનંત કાળથી તેજસ કાર્મણ આદિ શરીરની ઉપાધિને લીધે કર્મના સંયોગથી આહારાદિ સંજ્ઞા અને વિકથાદિ પાંચ પ્રમાદરૂપી મોહની જંજાળમાં પાગલ બનેલો, ચાર ગતિ રૂપી સંસાર દાવાનળની રાગરૂપી ભઠ્ઠીમાં શેકાતો, ભુંજાતો, બળતો, રંધાતો, વિવિધ જાતિના દુઃખોને સહન કરતો, ચોરાશીના ચક્કરમાં નવા નવા નાટક નાચતો, નવા નવા રૂપો ભજવતો, નવા નવા વેશ ધારણ કરતો, નવ નોકષાયમાં એક રસ બની સોળ કષાયોને રાતદિવસ સેવતો, મિથ્યાત્વ - અવિરતિ - કષાય અને યોગ વડે પાપરૂપ આશ્રવમાં રાગ-દ્વેષ દ્વારા લોહચુંબકની પેઠે પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ-એ ચાર પ્રકારના સાતકર્મોને ક્ષણે ક્ષણે અને એક આયુષ્ય કર્મને એકભવમાં એક વખત એમ કર્મની વર્ગણાઓ ગ્રહણ કરી આત્મપ્રદેશોની સાથે જોડી, તેહના વિપાકફળ રૂપે આ સંસાર સાગરના વમળોમાં ઘોર દુઃખમાં અથડાતો, ફૂટાતો, નદી ધોળ પાષાણ ન્યાયે વર્તમાન કાળે આર્યદેશ, મનુષ્યગતિ, જૈનકુળમાં આવી પહોંચ્યો. અહીં દેવ ગુરુની પરમ કરૂણાના કારણે આત્મા કાંઇક જાગૃત થયો. હું કોણ ? કેસરી સિંહથી પણ અનંત શકિતનો ધણી, અનંતગુણોનો માલિક, અનંત સુખનો ભોક્તા, એવી પાંચમી ગતિનો મુસાફર, આ બકરીઓના ટોળામાં બેં બે કરી રહેલો, કાદવ કીચડમાં ખેંચી રહેલો. જલતી અગ્નિમાં જલી રહેલો. મારા અનંત મિત્રો શાશ્વત સુખનું ધામ પંચગતિમાં પહોંચી ગયા અને મારી આ દશા કેમ ? . ત્યારે ચારિત્ર રાજાની બહેન સુમતિ કહે છે : હે આત્મન્ ! અનાદિકાળથી તારા આત્માને ભૂલી ગયો. ખાલી જડ. પદૂગલના મોહમાં ફસાઇને મન ઇન્દ્રિયો જેમ નચાવે તેમ નાચ્યો, કમતિની આજ્ઞા પાળી, મોહરાજાએ તેર કાઠીઆનું એવું જાળું પાથરી દીધું કે હું કોણ? -શરીરથી અલગ શાશ્વત આત્મા, અરૂપી, અનંત શક્તિનો ઘણી છું એવો વિચાર પણ આવવા ન દીધો. ખાલી પર વસ્તુની મમતાની સાથે અઢાર પાપોનું Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ સેવન કરી, તેના ફળરૂપે ઘોર દુઃખને ભોગવતો રહ્યો. હવે ગઇ વાત યાદ કરવાથી શું ? જાગ્યા ત્યારથી સવાર. ડાકુ, લૂંટારા, ચોર એમનો સ્વભાવ જ એનો હોય છે કે સંસારી જ્વો પોતાના પંજામાં આવ્યા તેને છોડવાનો વિચાર જ ન કરે. કહ્યું છે કે : “અનાદિકાળથી ચૂકીો, ચેતન ઇણ અવસર મત ચૂક, મારું નિશાની મોહરાયકું, છાતીનેં મત ચૂક.” હે આત્મન્ । તારી તાકાત કેસરી સિંહ, અને ગજરાજ હાથી જેવી છે. તારી આગળ મોહરાજા અને એના સુભટ બકરી અને કીડી સમાન છે. હવે તો અરિહંત પરમાત્માની પેઢી શાસનનો સહારો મળ્યો છે. હવે તું વિચારે તો અનાદિ કાળનું દુઃખ જન્મ-મરણો મીટાવી શકે છે. આ શાસનની પેઢીનો વહેપાર એવો છે કે તે વહેપાર કરવામાં જેનું મન લાગી જાય તે જ્યાં સુધી? શાશ્વત સુખ ન મળે ત્યાં સુધી સંસારમાં રહેવા છતાં શાશ્વત સુખનો અનુભવ કરી શકે. વહેપાર કરવાની રીત : અરિહંત પરમાત્માના વચનોને મનમાં ધારણ કરીને સંસારમાં સર્વપ્રાણીઓને પોતાના આત્મ તુલ્ય માનવા. “આત્મવત્ સર્વભૂતેષુ, યઃ પશ્યતિ સ પતિ” સર્વને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે તેમ સમજીને અન્યજીવોને દુઃખ આપવાનું બંધ કર. પર વસ્તુમાં પાગલ બનીને અઢાર પાપ કર્મમાં લાગી રહ્યો છે તે પાપના ફળ અવશ્ય ભોગવવા જ પડશે. જો તારે સુખી થવું છે તો તારી પૂરી શકિતને પાપ રોકવામાં લગાવી દે. જીવમાત્રને તારા તરફથી દુઃખ આપવાનું બંધ કરી દે તો નવા આવતા કર્મને રોકી શકીશ અને સર્વજીવને સુખી કરવામાં મન વચન કાયાને જોડી દઇશ તો સંવર અને નિર્જા સાધવા દ્વારા કેવળ આનંદ આનંદ અને આનંદનો જ ભોકતા બનીશ. આત્મભાવના હું જ્ઞાતા, દૃષ્ટા, અરૂપી, શુદ્ધ આત્મતત્ત્વ છું. સિદ્ધસ્વરૂપી, નિરંજન, નિરાકાર, જ્યોતિ સ્વરૂપ છું. આ જડનો સંયોગ પુદ્ગલના રાગ, મોહ, મમતાના કારણે ચાલ્યો આવે છે. નવા કર્મો જીવ કરતો રહે છે, જૂના કર્મ જન્મ, Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જરા મરણ અને વિવિધજાતિના દુ:ખ ભોગવવાથી ખપે છે. આ દુ:ખથી છૂટવાની તમન્ના જાગી હોય અને આ ભવ, પરભવ ભવોભવ અંતે શાશ્વત સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગી હોય તો આ કાર્ય કરવું પડશે. ૪૪. તત્ત્વચિંતન (૧) પહેલાં જડ- ચેતનનું ભેદજ્ઞાન કરીને વીતરાગ પ્રભુની આજ્ઞા મુજબ શ્રદ્ધા કરવી પડશે. ચેતન પોતાનું છે જડ પરાયું છે. તે જડના સંયોગરૂપ કર્મના કારણે ભાડાના મકાનની માફક છે. ૫૨વસ્તુમાં રાગ દ્વેષ કરીને દુઃખનો ભા૨ વગર જરૂરે ખરીદ્યો છે. હવે ચેતનને જાગવું જોઈએ. મહાપુરુષો ચેતનને જગાડે છે તે આ પ્રમાણે : જ્ઞાન અનંત જીવનો નિજ ગુણ, તે પુદ્ગલ આવરીયા જી; અનંત શકિતનો ધણી તે, ઇણ કાયર કરીયાજી. (૧) ચાર ગતિમે ભટકે જી; પુદ્ગલ મોહ પ્રસંગે ચેતન, યુગલ મોહ તજી શિવ જાતાં, સમય માત્ર નહિ અટકે જી. (૨) ગર્ભાદિક દુ:ખ વાર અનંતી, પુદ્ગલ સંગે પુદ્ગલ સંગ નિવાર પલકમેં, અજરામર કહેવાયો જી. જન્મ જરા મરણાદિક ચેતન, નાનાવિધ દુઃખ પુદ્ગલ સંગ નિવાર વહ દિન, અજરામર હાથ થાવેજી હે આત્મન્ ! હવે તું વિચાર કે, આત્માને માટે એક પુદ્ગલની પણ જરૂર નથી. એક પુદ્ગલ પણ આત્માને કામ આવતો નથી. તો પછી પર વસ્તુમાં રાગ દ્વેષ મમતાદિ છોડી દે, પુદ્ગલનો સંયોગ છે ત્યાં સુધી તેનું કાર્ય પુદ્ગલના કારણે પુદ્ગલ કરે છે. (૨) હે આત્મન્ ! તું દુકાનનો માલીક છે, શેઠ છે, તારી પેઢી ઉપર રહે છે. તેમજ આ ઇન્દ્રિયો આદિ નોકરો ઉપર જાગૃત બનીને, કાબુ રાખ. મોટા મુનીમ છે તેને ભલામણ કરી દે, કે જુઓ ! મેં બેભાન અવસ્થામાં તમારા ભરોંસે રહી તમારામાં સામેલ રહી ઘણો માર ખાધો છે, હવે મને અરિહંત પરમાત્માના વચન ઉપર પૂરો વિશ્વાસ થયો છે. તેથી ભાન થયું છે કે તમારો અને મારો સંયોગ થોડા વખતનો છે. ાર્ય કરવામાં વિતરાગ પરમાત્માની આજ્ઞા અનુસાર કરવું પડશે. જરૂરિયાત સિવાય એક ડગલું પાયોજી. (૩) પાવેજી; (૪) Page #313 -------------------------------------------------------------------------- ________________ ર૬૯ ભરવામાં પણ મારો સાથ નહિ મળે. (૩) સંસારના સર્વ જીવો મારા આત્મ તુલ્ય છે. જેવું સુખ મને પ્રિય છે તેવું જ સુખ સર્વ જીવો ચાહે છે. મનને આધીન થવાથી સંસારના જીવોને અધિક પીડાકારક થવાય છે. મારા આત્મહિત માટે તો, એક પણ જીવને દુઃખ ન દઇને સર્વ જીવને સુખી કરવાની ભાવનામાં રાત-દિન રહેવું જોઇએ. - (૪) સર્વ જીવોને સુખી કરવા માટે, સંવર - નિર્જરાના કાર્યો કરવા માટે રાત - દિવસ પ્રયત્નશીલ રહેવું જોઇએ. એ માટે શાસનના સર્વસ્વ માલિક અરિહંત પરમાત્માની સેવા, ભકિત, પ્રાર્થના અને શરણાગતિ એ જ એક ઉપાય છે. એમની અચિજ્ય શકિત સર્વ મનોકામનાઓ પૂર્ણ કરવાને સમર્થ છે. મારી પોતાની શકિતથી આ કાર્ય થઇ શકે તેમ નથી, પરંતુ અરિહંત પરમાત્માની ભકિતના અને અજ્ઞા આરાધનાના પ્રભાવે પુદ્ગલનો રાગ નષ્ટ થઈ અનાદિ કાળનો ભવરોગ નાશ પામશે એવી સંપૂર્ણ શ્રદ્ધા છે. (પ) હું-આત્મા અનાદિ કાળથી છું. શરીર અને ઇન્દ્રિયોને મારા માનીને અનાદિ કાલીન કર્મ સંયોગવશાત્ વિષયોમાં આસકિત કરવા દ્વારા કષાય અને રાગ-દ્વેષ વશ લોહચુંબક માફક કર્મ વર્ગણાઓને આત્મ પ્રદેશોની સાથે એકઠી કરી, તેના ફલ સ્વરૂપ સંસારમાં પરિભ્રમણ ચાલુ રાખ્યું અને અનંત કાળ પર્યત અવ્યવહાર રાશિમાં એક મુહૂતમાં ૬૫૫૩૬ વાર જન્મમરણના દુઃખ ભોગવતાં અકામ નિર્જરાની સાથે સિદ્ધ પરમાત્માના ઉપકારથી વ્યવહાર રાશિમાં આવ્યો. પછી અથડાતા - કૂટાતા, વિવિધ પ્રકારનાં દુઃખો ભોગવતા સ્થાવરમાંથી ત્રસકાયમાં આવ્યો, અને પાછો સ્થાવરમાં ગયો. એ રીતે આવતાં - જતાં અરિહંત પરમાત્માનો ભેટો પણ થયો હશે, ઉપદેશ પણ મળ્યો હશે, પરંતુ મારા આત્માની પીછાન કરી નહિ. જડ-ચેતનનું ભેદજ્ઞાન થયું નહિ, તે કારણે ભટકતાં ભટકતાં વર્તમાન કાળમાં આર્યદેશ, મનુષ્યગતિ, ઉત્તમ કુળ, અરિહંત પરમાત્માનું શાસન, જૈન ધર્મ તથા દેવ - ગુરુ કૃપાથી ઉત્તમ મનુષ્ય જન્મ મળ્યો. અરિહંત પરમાત્માના અનહદ ઉપકારથી તારક તીર્થ મળ્યું. તેના પ્રભાવે જાગૃત શા આવી. આત્મભાન થવાથી જડ-ચેતનના ભેદજ્ઞાનની ચોંટ લાગી. હું ચેતન, સિંહ સમાન અનંત શકિત વાળો, અરૂપી, શાશ્વત, અણાહારી, આપ સ્વભાવમાં - જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રહેનારો એમ સમજમાં આવ્યું. ફરી પુદ્ગલની પાછળ પાગલ બન્યો. પણ પુદ્ગલ સડણ, પડણ, Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ વિધ્વંસન, ગલન સ્વભાવવાળું છે એમ સમજાયું. મારે તેની સાથે કાંઈ લેવાદેવા નથી. કર્મ સંબંધથી માત્ર સંયોગ સંબંધ છે. એવી શ્રદ્ધા અરિહંત પરમાત્માના વચનને બળે દૃઢ થઈ. વિષયમાં આસિત કરવી અને કષાયવાળા બનવું, રાગી-દ્વેષી બનવું નિરર્થક છે. પુદ્ગલનું કાર્ય પુદ્ગલ કરે છે, આત્મા તો નિશ્ચયથી વીતરાગ છે. વીતરાગની આજ્ઞા મુજબ સર્વ જીવોના હિત ચિંતન દ્વારા શાશ્વત સુખનો ભોકતા છે જ્યાં શરીર નથી, મન નથી અને શરીર તથા મન દ્વારા મળનારા દુઃખોનો લેશ નથી. સર્વ જીવોને પોતાના આત્મસમાન માની, સર્વને સુખી કરવાની ભાવનાને સફળ બનાવવા માટે અરિહંત પરમાત્માને નિત્ય પ્રાર્થના કરવી, જેથી જન્મ-મરણના ફેરામાંથી મુકિત મળે. અને પછી કોઇ જીવને દુઃખ દેવાનું ન રહે. સર્વ જીવો સુખી થાય તે ભાવના ફળવતી બને. ૪૬. પરમાત્મ પ્રેમમાંથી પરમાનંદમાં મનુષ્યના ચિત્તની અંદર મુખ્ય ત્રણ શકિતઓ રહેલી છે. ઈચ્છા શકિત, જ્ઞાન શકિત, ક્રિયા શકિત. તેમાં ઈચ્છાશકિત સૌથી અધિક બળવાન છે. ઈચ્છામાં પણ પ્રધાન ઈચ્છા સુખની, શાન્તિની અને આનંદની છે. આનંદ આત્મામાં છે, તેની પરાકાષ્ઠા પરમાત્મામાં છે, આનંદ પ્રત્યેનો પ્રેમ આનંદસાગર પરમાત્મા તરફ વળે છે અને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પરમાનંદનો અનુભવ નિરંતર કરાવે છે. પરમાત્મા પ્રેમથી ભરેલા છે, એનો બોધ આનંદના પ્રેમી આત્માને પરમાનંદ સ્વરૂપ પરમાત્મા પ્રત્યે પ્રેમ જગાડે છે, અને એ પ્રેમ પોતે જ પરમાનંદ સ્વરૂપ બની જાય છે. લૌકિક કહેવત ચા બગડી તેની સવાર બગડી, દાળ બગડી તેનો દિવસ બગડ્યો, અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું અને લોકોત્તરમાં મન બગડ્યું તેનો ભવ બગડ્યો.” 44 ૪૭. ૐ અર્હ પ્રસીદ ભગવન્ ય। વર્ણ ૧૧ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરવામાં આ એક જ પદની ૧૦ માળા ઉપકારક બને છે. પ્રારંભમાં “હે ભગવાન ! મારા ઉપર પ્રસન્ન થાઓ ! પ્રસાદ કરો ! એમ ભાવના કરવી આમાં ‘મિય’નો અર્થ મારો અંદર અભેદ થાવો એકમેક થઈને પ્રસન્ન થાઓ એ અર્થ કરવો. અર્થાત્ પરમાત્મામાં આત્માનું વિલીનીકરણ કરીને અભેદ ભાવે ધ્યાન ચિંતન કરવું. પ્રથમમાં સંભેદ પ્રણિધાન અને બીજામાં અભેદ પ્રણિધાનની ભાવના કરવાથી ચિત્તની પ્રસન્નતા પ્રગટપણે અનુભવાય છે. અભેદ ભાવનામાં શબ્દ-અર્થ, વાચ્ય-વાચક, મન-પ્રાણ, ધ્યાતાધ્યેય એક જ છે. ધ્યાન કરનાર પણ પોતે અને જેનું ધ્યાન કરવામાં આવે તે પણ પોતાની અંદરની જ એક અવસ્થા છે એવી ભાવનામાં એક તાન લાવવાથી ચિત્ત પ્રસાદ, ચિત્ત સંતુષ્ટિ, મનઃ પ્રસાદ, મન સંતુષ્ટિ અનુભવાય છે. આ સૂત્ર ઉપરથી અનુભવ : ભગવાન આપણા ઉપર પ્રસન્ન જ છે - આ સૂત્ર દ્વારા ભગવાનની સન્મુખ બનવાથી ભગવાનનો પ્રસાદ થવાથી આનંદ વિભોર બની જવાય છે. પછી - Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ભગવાનમાં તન્મય થવાથી અને ભગવાનમાં તદ્રુપ એકમેક થવાથી અભેદ થાય છે. ભગવાન મારી અંદર પ્રસન્ન થાઓ - હૃદયસ્થ પરમાત્માની પ્રસન્નતા મળવાથી સાડા ત્રણ કોડ રોમરાજી અને અસંખ્ય પ્રદેશ આનંદિત થાય છે. ધ્યાન કરનાર પણ પોતે અને જેનું ધ્યાન કરવામાં આવે છે તે પણ પોતાની અંદરની જ એક શુદ્ધ વસ્તુ તત્ત્વ - એટલે કે શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ આપણા આત્માનું જ શુદ્ધ ચિદાનંદ ચેતનસ્વરૂપ, અનંત સુખ અને આનંદનું નિધાન અચિંત્ય શકિત યુકત, અમર, નિર્મલ, અખંડ, કેવળજ્ઞાન સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ તત્ત્વ આપણી અંદર રહેલ છે - જે દેહ, મન, વચન, પુદ્ગલ, સુખ દુઃખ અને રાગ-દ્વેષ આદિથી ભિન્ન પરમાનંદનો કંદ છે - તે આત્મ સ્વરૂપ સદા પ્રસન્ન છે. વર્તમાન અવસ્થાપર્યાય તે સ્વીકારવા રૂપ અનંત લાભ થયો. આત્મ દ્રવ્ય દાન આપે છે. આનંદ, સુખ, શાન્તિ આદિ આત્મગુણોનું તેની સન્મુખ વર્તમાન અવસ્થા રૂપ. પર્યાય થતાં તેને અનંત લાભ થાય છે. આત્મ દ્રવ્યમાંથી વહી રહેલ આનંદ અને શાન્તિના મહાસાગરની સન્મુખ આ સૂત્ર દ્વારા થતાં જ પરમાનંદનો અનુભવ થાય છે તે માટેનો આ અદ્દભુત પ્રયોગ છે. છેલ્લે ગુણપર્યાય વત્ દ્રવ્ય દાતા પોતે લેનારો આત્માનો જ પર્યાય છે. દેયપદાર્થ આત્મગુણો આનંદ, સુખ આદિ. આ રીતે દાન દેનારા, દાન લેનાર, દેવાની વસ્તુ એ ત્રણે આત્માના જ દ્રવ્ય, ગુણ, પયાર્યની એકતા એટલે અભેદ એટલે કે ગુણ પયાર્ય વતુ દ્રવ્યમાં સ્થિર થતાં નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ આપે છે. (આનંદની અનુભૂતિ આ શીર્ષક નીચે પદાર્થ આવી જાય છે. તે અહીં ગુરૂ વચનો બીજા સ્વરૂપે લીધું છે.) અન્યને આનંદિત જોઈને પોતે આનંસ્તિ થનાર જેવો સંપત્તિવાન જગતમાં કોઈ નથી. એ દૃષ્ટિથી નમસ્કાર મહામંત્રની ભાવથી પ્રાપ્તિ થવી એ જ મહાસંપત્તિ સર્વોત્કૃષ્ટ ભાવસંપત્તિ છે. - રાગનું ઔષધ સ્વદોષનું જ્ઞાન છે. (પોતાના દોષ ઉપર સૌથી વધુ રાગ છે.) દ્વેષનું ઔષધ અન્યના ગુણોનું દર્શન છે. (બીજાના ગુણ ઉપર દ્વેષ છે માટે બીજાનો ગુણ દેખાતો જ નથી.) અને મોહનું ઔષધ અરિહંતાદિ ચારનું શરણ છે. શરણ ગમનથી સ્વમતિ મોહનું વિસર્જન થાય છે. તથા સ્વમતિને સ્થાને શાસ્ત્રમતિ, સ્વબુદ્ધિને સ્થાને તત્ત્વ બુદ્ધિ, સ્વઈચ્છાને સ્થાને આજ્ઞા પાતંત્ર્ય સ્થપાય છે. પુણ્ય એ પ્રકાશ છે, પાપ અંધકાર છે. વિશ્વમાં બન્ને છે, પરંતુ બંનેનું પરિબળ ભિન્ન છે. જેના હૃદયમાં પુણ્યરૂપ ઝળહળતો સૂર્યનો પ્રકાશ વિદ્યમાન છે, તેનો પાપ રૂપ અંધકાર વિલય પામી જાય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર ૪૮. ગુરુ વચનામૃત પ્રભુ પાસે શું માંગવું ? પ્રભુ પાસે સંસાર માંગવાનો નથી, પણ પ્રભુની પ્રભુતા માંગવાની છે. પ્રભુને સંસારમાં લાવવાનો છે, સંસારને પ્રભુ પાસે લઈ જવાનો નથી. પ્રભુની પ્રભુતા સાથે સંબંધ જોડવા માટે સંસારની સાથે સંબંધ તોડવાનો છે. તો જ પ્રભુની પ્રભુતા સાથે સંબંધ જોડાય છે. મનની ચંચળતા પાછળ મહાન રહસ્ય છે. જ્યાં સુધી તેને સાચી જગ્યા મળતી નથી, ત્યાં સુધી એ ઠરીને બેસતું નથી. તેના માટે સાચી જગ્યા અરિહંતના ચરણકમળ છે, એકવાર જિનના ચરણકમળ મળી ગયા, પછી મન પોતાની દોડાદોડ છોડી દેશે. અમી રસનો કટોરો મળી જતાં ઝેર પીવા કોણ તૈયાર થશે ? જેનું મન પ્રભુના ચરણ કમળમાં આળંટી રહ્યું છે, તેના માટે સંસારના પદાર્થો વિષ સમાન ભાસે છે તેને પુગલના સુખની ઈચ્છા જ રહેતી નથી. તેની તૃષ્ણા પ્રજળી જાય છે. કામ, ક્રોધ, મોહ, મદ, માન, માયા ભાગી જાય છે. દેવોના ભોગ વિલાસ પણ તેને ફીકકા લાગે છે. સાચો સાધક સિદ્ધશીલાવાસી ભગવાનને અપાર પ્રેમ અને ભક્તિથી હૃદય નિવાસી સમજી, આજ્ઞાનું પાલન કરી, આત્મભાવે જિનવર બની, પરમ સુખનો અનુભવ કરી કૃતકૃત્ય થાય છે. સાધક જિનવરને જેટલા પ્રેમ અને આદરથી નિહાળે છે, તેટલી તેના હૃદયમાં તૃપ્તિ ઉત્પન્ન થાય છે. સાધક જિનવરને જેટલા મહાન સમજે છે, તેટલો જ મહાન પોતે બને છે. જિનેશ્વર પ્રતિ રાખેલ પૂજ્યભાવ અને સ્નેહભાવ જિનેશ્વરને નહીં, પણ આપણને જ ફળદાયક બને છે. જિનવરને જેટલા શકિતશાળી તમે જોશો, તેટલા જ શકિતશાળી તમે બનશો. જિનવર પ્રત્યે જેટલી મમતા વધારશો, તેટલી જ સમતા અંતરમાં ઉત્પન્ન થશે. મંત્ર - તંત્ર જાણવા માત્રથી ફળતા નથી, તેને ચૈતન્ય શકિતનો ભંડાર સમજી ઉપાસના કે જપ કરવાનો આવે તો તે તત્કાળ ફળપ્રદ બને છે. ૪૯. 6 અહમ્ નમ: - મંત્રનો અર્થ ૐ અક્ષરમાં ઊંડાણ છે, પાતાળ છે. અહં અક્ષરમાં ઉડ્ડયન છે, આકાશ છે. ૐ અક્ષરમાં ગાંભીર્ય છે. અહં અક્ષરમાં વિશાળતા છે. ૐ ત્રિકાળ વ્યાપી છે. અહં ત્રિલોક – ત્રિભુવન વ્યાપી છે. ૐ આત્મા છે. અહં પરમાત્મા છે, જ્યોતિ છે. ૐ શબ્દ બ્રહ્મ છે. અહ શબ્દ પરબ્રહ્મ છે. - વૃત્તિઓનો સંકોચ છે. અહ- વૃત્તિઓનો વિસ્તાર છે. ૐ- આત્મ દ્રવ્યનો સંકોચ છે. અહ- આત્મભાવનો સંકોચ છે. ૐ- અહં શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત પરબ્રહ્મ પામે છે. અહીં Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ નિષ્ણાતનો અર્થ શબ્દના આલંબને નિઃશબ્દમાં જવું. આહત ધ્વનિ વડેઅનાહત ધ્વનિમાં સ્થિર થવું. વ્યકત ઉચ્ચાર વડે અનુચ્ચારમાં જઈ અવ્યક્ત રૂપ થવું. શબ્દ વડે શબ્દનું ઉલ્લંધન કરી નિઃશબ્દ થઈ, સ્વ સ્વરૂપને પામવું. શબ્દ ક્રિયા વડે નિષ્ક્રિય અવસ્થામાં સ્થિર રહેવું. સાચું સુખ, શાન્તિ કે આનંદ માયામાં નથી, પરંતુ આત્મા અને પરમાત્માના મિલનમાં છે. પરમાત્માને વરવું એટલે પોતાનો મત પરમાત્માની તરફેણમાં આપવો. ૫૨માત્માના મતને પોતાનો મત માનવો. મળવું એટલે વરવું, અને વરવું એટલે પસંદ કરવું સંસારમાં એક બાજુ વિષયો, ધન, સ્ત્રી, કીર્તિકામનાના પ્રલોભનો છે, બીજી બાજુ પરમાત્માનો દિવ્ય રસ છે. એક બાજુ પ્રકૃતિ છે, બીજી બાજુ પરમેશ્વર છે. મધ્યમાં જીવાત્મા છે. પ્રકૃતિની પસંદગી આખરે વિનાશમાં પરિણમશે, પરમાત્માની પસંદગી અવ્યાબાધ મોક્ષના સુખમાં પરીણમશે. માયા દેખાવમાં મનોહર છે અને ઘોર દુઃખને આપે છે. ધન સંપત્તિ, શકિત, વિદ્યા આદિ વનના સાધનો છે, ઉદ્દેશ નહિ. ઉદ્દેશ તો તે જ છે કે જેથી આત્માની તૃપ્તિ, સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતાથી જીવન છલકાઈ જાય અને તે ઉદ્દેશ એ જ કે આત્માનો અનુભવ મેળવવો. બધી વસ્તુના ઉદ્દેશ સમજવામાં આવે છે, પણ જીવનો ઉદ્દેશ શું એનો પત્તો નથી, એ જ મોટું અજ્ઞાન છે અને અજંપાનું કારણ છે. લેનેકો હરિનામ, દેનેકો કુછ દાન; તારનકી હૈ નમ્રતા, ડૂબનેકો અભિમાન. ૫૦. પ્રભુ દર્શન માટે આત્મ સમર્પણ એ જ ઉપાય છે. Creator God and Protector God. કર્મ એ Creator God અને ધર્મ એ Protector God છે. કર્મનો કર્તા જીવાત્મા છે, ધર્મના કર્તા પરમાત્મા છે. પરમાત્માના શરણે જવાનો ઉપાય બહિરાત્મભાવનો ત્યાગ કરી, અંતરાત્મ ભાવમાં સ્થિરતા કરી, પરમાત્મ ભાવની ભાવના ક૨વી. કર્મનો નિયમ વિચારવાથી બહિરાત્મ ભાવનો ત્યાગ થાય છે અને અંતરાત્મ ભાવમાં અવાય છે. અંતરાત્મ ભાવમાં આવીને પરમાત્માનું સ્મરણ કરવાથી ઉપયોગ રૂપે પરમાત્મ ભાવમાં સ્થિર થવાય છે. તે જ શરણ ગ્રહણનો ઉપાય છે. કર્મના નિયમના વિચારથી અશુભ ધ્યાનથી મુકત થવાય છે. અને ધર્મના નિયમનો વિચાર શુભ ધ્યાનમાં જોડે છે. શુભધ્યાન સર્વ જીવ સાથે મૈત્રી થવા રૂપ તે ધર્મધ્યાન છે. અને બીજું સ્વરૂપમાં સ્થિરતા રૂપ તે શુકલધ્યાન છે. સંસારમાં અન્યાય છે, અનીતિ છે, અધર્મ છે, નિર્દયતા છે, ધર્મહીનતા છે એ વાત એક નયથી (દૃષ્ટિબિન્દુથી) જેટલી સાચી છે, તેટલી સત્ય વાત બીજી દૃષ્ટિએ એ છે કે સંસારમાં સર્વત્ર ન્યાય, દયા, વ્યવસાય, કરુણા છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ન્યાય એટલા માટે છે કે કર્મનો નિયમ ન્યાયી છે. સર્વત્ર દયા એટલા. માટે છે કે ધર્મનો નિયમ દયા ભરપૂર છે. ધર્મને શરણે આવનારના પાપ માફ છે. અધર્મને માર્ગે ચાલનારને તેથી રોકવા કર્મસત્તા હાજરાહજાર છે. કર્મસત્તા ન્યાયી ઈશ્વર છે. ધર્મસત્તા દયાળ ઈશ્વર છે. એક સર્જનહાર છે, એક પાલનહાર છે. સર્જનહાર જીવનો પોતાનો અધ્યવસાય છે. તેથી સર્જનહાર જીવ પોતે છે. રક્ષણહાર પણ જીવનો પોતાનો અધ્યવસાય છે તેમ રક્ષણહાર પણ પોતે જ છે. પ્રત્યેક અધ્યવસાય યોગ અને ઉપયોગ રૂપ છે. તેથી યોગ વડે સર્જન થાય છે. અને ઉપયોગ વડે પાલન થાય છે. તે બન્ને જયારે શુદ્ધ ઉપયોગમાં (પરમાત્મામાં) જોડાય છે, ત્યારે શુદ્ધ બને છે અને તે જ પરમાત્મ ધ્યાનનો અનુભવ છે. ક્રોધથી માન ઉદ્ભવે છે, અભિમાનથી વિનાશ સર્જાય છે. ક્રિયાએ કર્મ, પરિણામે બંધ, ઉપયોગે ધર્મ અને ભાવનાએ મોક્ષ છે. આત્મતત્ત્વ જેણે ચિંતવ્યું નથી, તેનો મનુષ્ય જન્મ નિષ્ફળ ગયો સમજવો. દરેકને એમ થાય છે કે હું ન હોઉં તો દુનિયા કેમ ચાલશે ? વસ્તુસ્થિતિ એ છે કે હું તો શું પણ આખી દુનિયા જ ન હોય તો પણ દુનિયાનું ચાલવાનું છે. ૫૧. જ્ઞાન અને અજ્ઞાન માનવ જન્મ્યો ત્યારથી તેને અજ્ઞાનનું પ્રદાન કરવામાં આવે છે. બાબાને “ચંદુ ચંદુ’ કહો એટલે બાબો સમજે કે હું ચંદુ છું. પછી આનો દીકરો, આનો પતિ, આનો બાપ અને આનો દાદો થાઉં છું. અજ્ઞાનતાનું પ્રદાન થયા જ કરે છે. અજ્ઞાન પ્રદાનનું ફળ સંસાર છે. જ્ઞાન પ્રદાનનું ફળ મોક્ષ છે. “હું કોણ છું ?” એવું જ્ઞાન થાય તો જ સ્વરૂપનું જ્ઞાન થાય. સ્વરૂપનું જ્ઞાન કેવળજ્ઞાની અને કેવળજ્ઞાનીના વચનને જાણનાર ગુરુ જ કરાવી શકે છે. (પ્રવચન અંજન એ સદ્ગુરુ કરે.) ૫૨. ગુરુ મહારાજનો ઇષ્ટમંત્ર ૐ અહં નમઃ ઇતિ સચ્ચિદાનંદઘન નાદ બિન્દુ કલામૃત જ્યોતિ સ્વરૂપાય નમો નમઃ (વર્ણ ૩૨) % અહં નમઃ ઈતિ સર્વ તંત્ર સ્વતંત્ર પરબ્રહ્મ પરમાત્મને નમો નમઃ (વર્ણ ૨૭) પ૩. ગુરુવચનામૃત વૈરાગ્ય વિના સર્વ વિરતિ નહિ અને મૈત્રી વિના મુકિત નહિ. વૈરાગ્ય માટે મૃત્યુ સામે રહેવું જોઈએ. મૈત્રી માટે ભવ ભ્રમણનો વિચાર સતત રહેવો જોઇએ. જગત લેણદાર છે. આપણે તેના કરજદાર છીએ. પોતાની અલ્પતાનું દર્શન કરવું તે મહાન થવાનો પ્રારંભ છે. પરમાત્માનો મેળાપ બુધ્ધિમાં નહિ, હૃદયમાં થાય છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ર૭પ ૫૪. સમ્યગુ દર્શન આત્મા અને શરીરની ભિન્નતાનો અનુભવ તથા ચૈતન્ય સ્વરૂપે આત્માની એકતાનો અનુભવ - દર્શન ગુણ અંતરંગ છે. અને જ્ઞાનગુણનું ક્ષેત્ર બહિરંગ છે. એક વડે આત્મસત્તાનું ભાન થાય છે, બીજા વડે બાહ્ય પદાર્થોનો બોધ થાય છે. સ્વપરનો ભેદ મટી જવો તે ભાવ અહિંસા છે. સમસ્ત પ્રાણી જગત પોતાના આત્માનો જ વિસ્તાર છે. પોતાના આત્માની જ હિંસા કેવી રીતે કરી શકે ? જેને હણે છે તે તું પોતે જ છે. બીજાની વસ્તુને પોતાની માનવી તે જ તત્ત્વથી ચૌર્ય છે. શરીર ઉપરથી પણ પોતાનું સ્વામિત્વ ઉઠાવી લેવું તે વાસ્તવિક અચૌર્ય વ્રત છે. બ્રહ્મચર્ય - પરમાત્મા સમાન આચરણ બ્રહ્મ - પરમાત્મા, પૂર્ણ છે તે તથી પૂર્ણમાં રમતા તાત્ત્વિક બ્રહ્મચર્ય છે. પ્રત્યેકમાં સ્વસમાન આત્માને જોવા રૂપ સમત્વનો વિકાસ એ પંચ મહાવ્રત છે. ૫૫. ધ્યાનતપ * કોઈપણ વસ્તુને માધ્યમ બનાવી આત્માનું ધ્યાન કરવું તે ધ્યાનતપ છે. તપ દ્વારા આહાર ત્યાગની સાથે આત્માને ગ્રહણ કરવાની – પકડવાની ક્રિયા વિહિત છે. જાણવામાં બે વસ્તુનું મહત્ત્વ છે - શેય અને જ્ઞાતા. શેયને જાણવું ત વિજ્ઞાન છે. અને જ્ઞાતાને જાણવું તે ધર્મ છે. જ્ઞાતાને જાણવાવાળો સમ્યજ્ઞાની છે. પોતાની કર્મકૃત પરિસ્થિતિ તોડવાનું નામ સ્વાધ્યાય છે. જે કરો તે ઉપયોગ પૂર્વક જાગૃત રહીને કરો. હું આત્મા છું એવી જાગૃતિ પૂર્વક જે કાંઈ કરો તે ભૂલ વિનાનું થશે. ધ્યાનનો પર્યાય શબ્દ આત્મરમણ છે. તે માટે બે સાધન છે. પ્રતિક્રમણ અને સામાયિક. એકમાં બાહ્યથી પાછા ફરવાનું છે, બીજામાં અંતરમાં લીન થવાનું છે. ૫૬. પ્રભુનું વાત્સલ્ય માની ગોદમાં બાળકની જેમ હું પણ પ્રભુની ગોદમાં બેઠો છું. મને તેમનું અસીમ વાત્સલ્ય પ્રાપ્ત થયું છે. હું પૂર્ણ પણે આપત્તિ રહિત છું, મારી અંદર સુખોની વર્ષા થઈ રહી છે અને હું આનંદથી ગદ્ગદિત થઈ ગયો છું. તેમના પ્રકાશથી મારા રોમરોમ પુલકિત બન્યા છે. તથા સૃષ્ટિના આનંદ સૌંદર્યથી હું મુગ્ધ બન્યો છું. ઉદય પામી રહેલો સૂર્ય, રંગબેરંગી ફૂલો, કલકલ નાદ કરતી નદીઓ. ઊંચા પર્વતો, હિમાચ્છાદિત શિખરો, ઝંકાર કરતાં ઝરણાં, ગાઢ જંગલો, અનંત લહેરાતો સાગર એની હું અનુભૂતિ કરૂ છું. મારા જીવનનો દોર મેં પ્રભુના હાથમાં સોંપી દીધો છે. ગમે તે મંત્રનું રટણ કરો, ગમે તે મંત્રનો જાપ કરો પણ હૃદયમાં ઊંડી શ્રદ્ધાના સિંચનથી મંત્ર ફળે છે. સાચા Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ચમત્કાર શ્રદ્ધાનો છે. હૃદયની ઊંડી શ્રદ્ધા જ ફળે છે. શ્રદ્ધા અને વિશ્વાસ નહિ કલ્પેલા ચમત્કારો દેખાડે છે. મંત્રના શબ્દો જ નહિ પરંતુ તે શબ્દોની ઊંડી શ્રદ્ધા જ સર્વ દુઃખો દૂર કરી શકે છે. અને સર્વ સુખો મેળવી આપે છે. શબ્દ શકિત અને પુરૂષ શકિત બંન્ને મળ્યે કાર્ય સિદ્ધિ છે. ૫૭. જિનવચનનો સાર જિનવચનનો સાર પુદ્ગલ પ્રતિ માધ્યસ્થ અને જીવ પ્રત્યે મૈત્રી ભાવ પેદા કરવો તે છે. એનું જ નામ સામાયિક-સમતા છે. ક્રિયામાં એકાગ્રતા તે ધ્યાન છે. શાસ્ત્રમાં એકાગ્રતા તે જ્ઞાન છે. જ્ઞાનથી બોધ અને ધ્યાનથી અનુભૂતિ થાય છે. પૂર્ણ અને શૂન્ય બંન્ને એકજ મુકામે પહોંચાડે છે ભકિતમાર્ગ પૂર્ણતાને આગળ કરે છે. જ્ઞાનમાર્ગ શૂન્યતાને આગળ કરે છે. એકમાં દ્રવ્યનો વિચાર મુખ્ય છે, એકમાં પર્યાયનો વિચાર મુખ્ય છે અથવા એકમાં ચૈતન્ય તત્ત્વની પ્રધાનતા છે. બીજામાં જડતત્ત્વની નિઃસારતા છે. જ્ઞાનમાર્ગ વૈરાગ્ય પ્રધાન છે. ભકિતમાર્ગ પ્રેમ પ્રધાન છે - જીવરાશિ પ્રત્યે પ્રેમ અને પુદ્ગલરાશિ પર વિસ – એ બન્નેનું લક્ષ્ય સ્વરૂપ રમણતા છે. અશુદ્ધ ઉપયોગ એ જ સંસાર અને સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ તે જ મોક્ષ. ઉપયોગયુકત સામાયિક એ અશુદ્ધ ઉપયોગ રૂપ સંસારથી બહાર કાઢી આત્માને શુદ્ધ ઉપયોગ રૂપ મોક્ષ પ્રાપ્ત કરાવે છે. (૧) પુદ્ગલથી આત્માનો નિતાંત ભેદ. (૨) સર્વ પ્રયત્નો એ માટે જ કર્તવ્ય છે. (૩) અંદર બહાર સર્વત્ર વ્યાપી રહેલ આત્મદેવ એ જ નિશ્ચયથી દેવ છે. તેને નમસ્કાર તે પોતાને નમસ્કાર છે. તેને અભેદ નમસ્કાર કહ્યો છે. (૪) મૌન વાણીનું અને ધ્યાન આત્માનું - એ બે મળીને મોક્ષનો રાજમાર્ગ બને છે. બીજા બધા માર્ગો એ માર્ગને મળીને મોક્ષે લઈ જાય છે. મૌન અને ધ્યાનમાં રત્નત્રયીની એકતા છે. (૫) આત્માનું જ્ઞાન એ જ સર્વ શ્રેષ્ઠ વસ્તુ છે. અને સર્વ પ્રયત્નોથી પ્રાપ્તવ્ય બને છે. (૬) પ્રથમ ભેદ વિજ્ઞાન, પછી અભેદ વિજ્ઞાન. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ (૭) જડથી ભેદ, ચૈતન્યથી અભેદ; પર્યાયથી ભેદ, દ્રવ્યથી અભેદ; પદાર્થથી ભેદ, સત્તાથી અભેદ. ભેદજ્ઞાન માટે “ઉપયોગો લક્ષણમ્”| અભેદ વિજ્ઞાન માટે “પરસ્પરો પગ્રહો જીવાનામ્” દ્રવ્ય-ગુણ-પર્યાયથી ભેદભેદ માટે “ગુણપર્યાયવત્ દ્રવ્યમ્ | દલતયા પરમાત્મા એવ જીવાત્મા | પિંડ અને બ્રહ્માંડની એકતા માટે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુકત સતું તદ્ ભાવાવ્યાં નિત્યમ્ ! એ સૂત્ર છે. . ૫૮. અસત્યો માંહેથી શુદ્ધ માર્ગ અસતુમાંથી સત્ય પ્રત્યે જઈને, સમ્ય દર્શન વડે; અંધકારમાંથી પ્રકાશ પ્રત્યે જઈને, સમ્યગૂ જ્ઞાન વડે; મૃતમાંથી અમરત્વ પ્રત્યે જઈને, સમ્યમ્ ચારિત્ર વડે પરમપદની પ્રાપ્તિ કરી, પરમ અર્થ ઉઘાડી, પરમ મંત્ર ચૈતન્ય જગાડી, પરમ રહસ્ય અનુભવી, પરમ તત્વને પામવાનું છે, સર્વને પમાડવાનું છે. આ માર્ગ છે, આ જ માર્ગ છે, આ માર્ગ જ છે. “એવં ચ પરમ તત્ત્વ પરમ રહસ્ય ચ પરમ મંત્રં ચ | પરમ તત્ત્વ પરમ મંત્ર પત્ત પરમ પુરિસેપ્યું છે' પરમ તત્ત્વ શ્રી અરિહંત છે, પરમ રહસ્ય સિદ્ધ છે, પરમ મંત્ર શ્રી આચાર્ય છે, પરમ અર્થ શ્રી ઉપાધ્યાય છે, પરમ પદ શ્રી સાધુ છે. પાંચ પરમેષ્ઠિઓ પરમ પદ તો છે જ. ઉપરના ચાર પરમ અર્થ છે, ઉપરના ત્રણ પરમ મંત્રા છે, ઉપરના બે અરિહંત અને સિદ્ધ પરમ રહસ્ય છે. અરિહંત પદ, અર્થ, મંત્ર અને રહસ્ય તો છે જ, ઉપરાંત પરમ તત્વ પણ છે. શ્રી સિદ્ધચક્રમાં પૂર્ણ આરાધના રહેલી છે. આરાધનાના માર્ગમાં મંત્ર નવકાર, યંત્ર સિદ્ધચક્ર, તંત્ર સામાયિક છે. તેથી નવકાર ચૌદ પૂર્વનો સાર, સામાયિક ચૌદ પૂર્વનો સંક્ષેપ છે. ૫૯. જ્ઞાનીનું સ્વરૂપ મનોગત સર્વકામનાઓ ત્યજી આત્માથી જ આત્મા તુષ્ટ થઇ, આત્મામાં Page #322 -------------------------------------------------------------------------- ________________ (૧૧/૩/૬૦ નો ગુરુ મહારાજનો પત્રો ६, 11 2727 ____37Karurt Gracymer DC) 42 in ainsandan 20 2003, 5mun& 479 21/01 ५. 22 :: znKAR: nare ५४/ 2.4 ( 11 a uer ( 24t aract -2012 Ees- ani sicuraronezhnora 44 4 946708 14+12+rn AnuTR Panamukti anche dilamin der Redig OVAALIAVO KIA RATHI 771 PAL 'AALHAHERO CN केवल पता SADD55 ONLY यदि 2. 036 52G. errore 26 ( are thi eath ah Gि2012 34RA-12151 ANDUTOKak ap Aane GDheran Relappa A lain Education International Page #323 -------------------------------------------------------------------------- ________________ san zing रोड जयडी बहते. पहीर Religion and thing ताई, वीयम हरु ध्याधकी सहीं दोधू १८ पान की भारीना सर‌‌कावर यामी पत्र पध्‌दीस न महींकर्य शिष्यांसानामीत्याशडेनले लेकियाब्दीमnath राजलदिनी कী संध्या रूप यानि आहे ধयां रिज। दिले भारीयाह संस्थेने ईशाvilis सममंत्री ‌का aaa azেee लाला पांउं बंडा परोस वाघाची াসংদশযান 2571 aisimorzeisini arasidiis. signos nižana olmagig was doz Brah on দनी আইন ओनेडी शाद्‌वालसापहत भी तय की प्रायः पानीदार 20 neiuit rhegi पो hustid som camiainfully Senishing sin him siz Sch (9) saiga fitng 192124ig nezadedzisten Find a picces donn विशेष विकार धंध भाई ad aa% 54 सह Page #324 -------------------------------------------------------------------------- ________________ 3 z (ধ) शब्ननारhi इस मायनो nehi man ने नंद भयो মরमेंहदीनी लाकazar प्रাধ উ ६ वि याची धाय छ भने प्रतीकारो तमन ३ य माधवने सोचा tetind मी महत्वकी बिमारी 38ड् mianuj zaअभिन्य सामर्य हदा छिरे गृह क्षेत्रकडे प्रवेदी भन्दछ भने त हेयादिहेदनाहीन वंटन पून्नाहि यदि C नापरपd3/ स्वावা पलस्पाप छस् hai a६% ५ापीक उ% किनछ तिमी नरहर प्राकृनां नामरचे Pasricor 34, Iralindina ze dne Reona, hoir, rra युछनाहि‌हाराधाय घरे धनाधन्यनिर्शन स्वावृतिनाथनाहि हे पारून ने विजेमनों येन विधिको थिnni वृद्धत्यजुनै तिथिकपडे धू G+++ तु&ka kiive tut में विहान उपবছधेर्मनिध प्रत्य Page #325 -------------------------------------------------------------------------- ________________ (२3/3/६० नो गुरु महारानी पत्र) - ... Ran, {। रू.3 . २, cut Ccgme 01 22670 71 २, ४, की Anil 77 Cat v 42-1 -20 22 2024 240d ansionh at an aceptan ११ - ए E ५१५६.2 2.4 12 2 17417 २८ २- 1 4 : ; - SALE 47 saias andinn. । २०। २५८ ५८ २०१६/ R2744 यि ८६। २०२२ A Wux hie or २ २९) 26 hiã norennials aeth Gftled mess) की छ -2 1 12162-22 Marc4६२) 4 - 2,24 27 ___02 पटेलनकार Page #326 -------------------------------------------------------------------------- ________________ Fan 2012. Et myndir or spout-suration संजेश्वमचे नवतरक सारान् साराप्रमाराम भायले नमान धारणा या th शुरूप यश यम्‌सागछः जनो niging manenz f2c-2151 Pritył gàu vilinācu मावशी - हीरामने परा नमन राज्‌य भा६ते शिवाय पारा - 2 छि* समन्धी बनाया ग नाम-ड्रामाराने भगावंदर तथा nitra भरक ५ --- म किने कि हे दीना मावन्दी लाभ व्याप‌कदीयोल‌गरे na सबकायदा या प्रिगो सारेग विना रुद्रूक उको साथ শ लव्यसंघीय सच्ने गतिदाय त्यहि निवेदित संদunfaन लेना प्रला रुत्वा कषाय‌‌‌नर है। ए शर्मा, विषयगी पारसी, ई and excorifice micinorakel madশুধনध्या, जगत्ना एकेन्द्रियी पयेदिय पर्यत्েय4ে শ प्रादा हे या सनमायाकी पद्धच्छा रूमाल धने, त्यागि पहियसंगम्‌‌पादकमलांतধ उपन काट्‌या 54, उपादक्क विषदनों ताप राज सन्ाधनत्ना पलालेनैडाधना स्टुयायो दाद ५ नातन 77 ۔ नेने नोंचना रहने की gajennaruwamut भुगा त्या doughyme 492, kaffehle sivak, quatenusion A Page #327 -------------------------------------------------------------------------- ________________ ૬ સર્વ સત્ય વિષયક પ્રભુની તીવ્ર હિત ચિન્તા मंगत कापj anigi in na काराने पाछु ६० 2 श्रমरित यह डे आई पहना काशन candl४ सत्य दिया प्रभु on নভটিन दिन। भल मलू लद कायम रहे छी भने र्थ रात द्रव्ययरि nm श्रेডি सहायकश्चित्व देशदे छ भिलव्रतम ने लावनार्नु वायुमंडल Ypwhiak rup in इंजु फिर 47। র। eges w bokes age virus 1 - प्रयत्न भी উচष्ट উयातियो नोँ छ उह२ १८ 4 जय Yer 27 book lunae एट एप्ट & दुब्दीयता र भावोपडा र छ या‌रछ प्रतिरूपवर्तन र ॐद्ध्य ६ रहेकार न में मलयठायो संयडीह पढदाय छीसम% Pavani & सारात छू nicवाना সরर बंরংचনেर ल wwwild so guze wwটি1gy दियो नबर पढछ âmicaca साधन देवेन प्रमrd কoe Page #328 -------------------------------------------------------------------------- ________________ teid dcera 47 mhan, 24 20444.? 4429 /4412453 24 २-३ ११५ 67 ५६ नि५ो न2142 (६A/4GM 2201 ५८८५ तीन Temp4 पिर+84//६८ 2 2 41270, 22/28/02 an »TE .२ निn८१ र - 22667 गीता २८, ५ ६. त:strengtonman2022 he.334) <Page #329 -------------------------------------------------------------------------- ________________ - . - . Rig ATMarg १ htria रामावर २ nggiMainlad 3 andysizdinizrucht? Anzinlicis सअल an५२९ र ५ 214Ane (2tteleARNIN20404 5 .COMमरा 2.trik Ph name-00। २८३ ही मोhanidainment 4. १५०, R24, ८५ ५रावर 6460m 29 माह 495 - सा. 2015 - सम 3 4461ोhortran - - - - 2-24 3201208 RA) 2015 -244 1 412 Dators ५ २04612 Agnershinenschar 4. रस 21014taasR ( 27-6102ture ह र +६८६१11-(/सहार समhela614 सारा 2017स.सा. Page #330 -------------------------------------------------------------------------- ________________ Оглянчака, विश्वzazal पर पाले समन्दर पारे लक्ष्छु प्रकार अने आग्रह रहितमनिनायाव सकता छ, पर दिन थिकता akki sfter Garlacr पर निंहाहिहीयो जेजु वन्द्र तुच्या छतेनापर ( दिया da ૨૭૭ A .2 अणु पररित-परख स्याह timand संलकन पर दिन भिंता छोडी हैदोन लिंगया। स्ंम्स्यारा जवारा छे, परंतु या पक्ष लगवान मिला वगरे दियारो बेसरी छ कस्थास भापगुंडे ag बहुन अयej या raarthicini imaj fय रूप (ल्यम्स्‌यामुi समारोह छ होला वना निरास माटलेहरूान बटर्स बहरा দেলसंग्रद्नयक्ष वनादिमसपाटे प्रामाम साथ सलेहराप्नन उसके ने दिया कल्याणानामकलावनुक दोषादाय सामान्य भोला भाल्या कमुtariवर टिपदसाम पंहुच शांतलावा‌रुरवारीला वीछता मতत्यस जमानात प्रियानकनमान साधार कार्यसमाjaa? niggaधिस्था क्षेत anho રે विधवाले मुक्य 2. વિતરાગતા ވ मो h Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ - B 1 नदी गर्भनरको maai aaiवृतिक ुडरमाsta जरुतु सय रটछू रिस्तीधातरागी किधी त्या कामांर्य उपाध्याय साहु छद्‌मch Ed, viriorsitate in dormentatant बरोबोटे दिया को भाग भाরवधू 26t his oronella Hair vadonnमदानी nara दिय की स्कूपता सूर्यनाशी या ya मी दिल्लीला शक, सथिंद अकलत सामध्यवित्तानका 1241 गुरु भगने অ शक्की नमस्की ३ यंभव 1994 अनेपेयर क भीभुं पर 19 जुलाब छत्यती मननी संयंजनाअस्थिरताकादीर विरुद्uinme bfafe हेटछी अनंत मरी परमेति लखनौकारी सामव्य in u६३ सिनामा रहेक 2 anitz filloi Hare medaine Enn ofte niženieżędą zaindar रेखा रानीक orches ' hillanishini शधना भेटलप्रल धारको साधनों दिशधा भी तेजी 20 साधना प्रत्युलू धन्छ, सर्वना Page #332 -------------------------------------------------------------------------- ________________ rani साधी दिवा + स्याना দint सहयति सदियी व्यय nick+स्थती याभावछल कयमितियyat juইi kat ल्यार तो साला (याजी से पूना १४ स्थानो परोंच्या पछीक्शथाय २ पटुरुरुक्ष्मदाष्टक सपने राते, निष्पक्ष भी दिया 29.82mont de sisrétonsSenio संधिकाळाकYেa Ra im लव. fuaaneri zumid है posaden. पहला hd niना जनचे सना हतनी दिया राबवायaizi real them Gকনমh -n n नटला अाराधनाघां naitননউकाकक march for maliswasedhinninual सर्वा cuma उपक्वধ fদ साधवानो नागबेकनमस्क्षरमंचना M 2 २७७ - C بوع मौलिक स्वयंaan nsngi भर दयोदृतियविक्hit fake, aniथिन् far aap may sকsinai Pitras Page #333 -------------------------------------------------------------------------- ________________ ८ हुदा पीन लाध्धा रचना सूचना ही का हुआ 27 प्रभुनी 20-দেশা विरुद्ध तृष्ण-स्वसुधनी राहींत धच्छा थीम कnion noun all Ban सर्वनখখ। पूर्ति के पलानी 2 अतकता-विनय-राग्राहिंस भाराच्या राधवा भरतर बहुतकनीक 12 mang वीतरागता भी यूयच्छ मांशित पशु २२ हतिम्ले स्व मिश्र बनाती हो भतरागता निःस्वारीह विद्रूप छीनीस janizसंपनारोव दद्यावी Fire urmaizon-magno Ellataiवी संत्थन हृध्ययitra आल हुटी नि furt उत्नीधी 4 ni वीतरागता निःस्वाधला असे विस्ल Main 12mm Eddah Emeinig बरेली टेटियोrt पानी प्रवाल सन alanif Burkita ji or trata २७७ - D - C · Page #334 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ વિરમે તે સ્થિત પ્રજ્ઞતા છે. જ્ઞાન પ્રાપ્તિમાં વિબકારી ત્રણ એષણા છે. તેમાં લોકેષણાનો ત્યાગ દુષ્કર છે. આત્મા - અનાત્મા, ઇશ્વર - સંસાર પરસ્પર વિરુદ્ધ છે. એક જગ્યાએ પ્રેમ હોય તો બીજી જગ્યાએ ઉદાસીનતા છે. અનાત્મ વસ્તુમાં વિરાગ - અનાસકિત થાય એટલે શાશ્વત પર પ્રેમ આપોઆપ ઉદય પામે. જ્ઞાનીમી કામનાના સંપૂર્ણ ત્યાગની આવશ્યકતા છે. સુખ - દુઃખ, રાગ - દ્વેષ, ભય - શોક રહિત સર્વ ઈન્દ્રિયોને કાચબાની જેમ સંકોચી, અંતર્મુખ કરી લેવા સમર્થ હોય તે સ્થિતપ્રજ્ઞ છે. જેને સ્વસ્વરૂપ અનુભૂતિ હોય તેને સુખ - દુઃખનો સ્પર્શ જ ન હોય. સુખ – દુઃખની કલ્પનાઓ માનસિક છે. આધ્યાત્મિક અનુભવની ભૂમિકા મનથી પર છે. તેથી તેને સદા, સર્વદા, સર્વથા આનંદ જ હોય છે. તે સદા નિઃસ્પૃહી, સમદષ્ટિ, સમત્વપૂર્ણ જ હોય છે. સમ વિનાનો દમ (ઇન્દ્રિય દમન) મિથ્યાચાર ગણાય. અજ્ઞાની જીવ દેહ બધ્ધ રહે છે. જ્ઞાની જીવ અભિમાન રહિત થઈને દેહમાં રહે છે. આકાશ સર્વ સ્થળે રહ્યા છતાં બંધાતું નથી. સુર્ય જેમ પ્રતિબિંબ રૂપે જળમાં રહ્યા છતાં જળથી અસ્પષ્ટ છે, તેમ દેહમાં રહ્યા છતાં જ્ઞાની બંધાતો નથી. ૬૦ સંવેગ - નિર્વેદ ભાવ એટલે ભવમાંથી છૂટવાની ઈચ્છા. ભવ દુઃખમાંથી મુકત થવાની ઈચ્છા તે ભાવધર્મ છે. પોતાના સ્વાર્થ ભાવથી નિર્વેદ તે ભવ-નિર્વેદ છે. પરાર્થ ભાવની ભાવના તે સંવેગ છે. સંવેગ અને નિર્વેદ વિનાના દાન - દયા પણ ભાવધર્મ બની શકતાં નથી. દ્રક્રિયાને ભારક્રિયામાં પલટાવનાર મોક્ષની ઈચ્છા અને ભવનો વૈરાગ્ય છે. મોક્ષ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ,ભવ એટલે કર્મનો સંબંધ અને તે વડે થતું ભવ ભ્રમણ. ભાવધર્મ તે આજ્ઞા રૂચિનો પરિણામ છે. અને આજ્ઞા રૂચિ એટલે આશ્રવ ત્યાગ અને સંવરના સેવનની અભિલાષા છે. મોહ કર્મનો સંબંધ સ્વાર્થ ભાવનું બીજ છે. અને તેનો ક્ષય પરાર્થ ભાવનાનું બીજ છે. કંચન, કામિની, કાયા અને કુટુમ્બ એ ચાર ઉપરનો અશુભ ચગ ટાળવા માટેના સાધન રૂ૫ ચાર પ્રકારનો ધર્મ છે દાન, શીલ, તપ અને ભાવ. દાનથી કંચનની મૂછ ઉતરે છે, શીલ વડે કામિનીનો મોહ જીતાય છે, તપ વડે કાયાની Page #335 -------------------------------------------------------------------------- ________________ २७८ - A ( સ્વસવેદન પ્રત્યક્ષ २-०२-६ ५ | 24ta (सार४५६५९ रा 22 R onary.ERzaarak eraad. Borg no-Egzon anirea and/eenie 2016 21 aal 2141-140114748.८८7ki Ant n-z R4.27 1 48.87-6/07 - करार. 4Rhet 1427 2 8 24 MARCP ४. 20.? २८१२१६२६८ RamgautanARR 384044 कायत / R E22912 २0 marks 2000 kg Rat/ALA १४dne tesh वायसवा ६१- navra ERA2014 MARIHAamir 3Multan. 43 Aar nucin on naisia.gazman aralzang heonor Gron anithin on endif Eleganzracjangnane nachhcarepridrayan f22222ßen - - 2- 5A840121STRULAR Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ માયા ઓછી થાય છે. ભાવધર્મ વડે વિશ્વકુટુમ્બની ભાવના જાગે છે. તેથી એક કુટુમ્બના પ્રેમરૂપી મોહ વાસના ઓછી થાય છે. ભાવધર્મ એટલે વિશ્વભાવ, ષટ્જવનિકાયનો હિત પરિણામ, ચૈતન્ય પ્રત્યે બહુમાન, મૈત્યાદિ ભાવોનો વિકાસ, ભાવધર્મનું ધ્યેય છે. અને વૈરાગ્ય ભાવનો વિકાસ તે દાનાદિ ધર્મનો ધ્યેય છે. દાનાદિ ધર્મ વડે કંચન, કામિની, કાયાનો મોહ ઘટે છે અને ભાવ ધર્મ વડે ચૈતન્ય તત્ત્વનો પ્રેમ વિકસે છે. પૌદ્ગલિક પદાર્થો પ્રત્યે મમતાનો ભવ નિર્વેદ એટલે કર્મજનિત અભાવ અને મોક્ષ અભિલાષ એટલે ત્વરૂપ શુદ્ધ ચૈતન્ય પ્રત્યે અંતરંગ આદર અને ભક્તિ. ભવનિર્વેદમાં જડની આકિત ટાળવાનો ભાવ રહેલો છે. અને મોક્ષાભિલાષમાં ચૈતન્ય તત્ત્વ પ્રત્યે આદરનો ભાવ રહેલો છે. તેના સાધન રૂપે હિંસાદિ આશ્રવોનો ત્યાગ અને અહિંસાદિ સંવરનું સેવન છે. ધર્મ પ્રેમ એટલે આત્મપ્રેમ અને અધર્મ સેવન એટલે અનાત્મનો આદર. ૬૧. સામાયિક ધર્મ Egoless, Timeless and Veidness are the three symbols of perfectness. સામ વડે egoless થવાય છે, સમ વડે timeless થવાય છે. આત્મ વડે સંપૂર્ણ શૂન્ય Void થવાય છે. આ શૂન્ય જ પૂર્ણતાનું symbol છે. જાતમાંથી આત્મામાં જવું તે egolessness છે. અવસ્થામાંથી અવસ્થામાનમાં જવું તે timelessness છે. વિચારમાંથી નિર્વિચારમાં જવું તે Voidness છે. અને તે જ Absoluteness અને તે જ પરબ્રહ્મપદમાં પહોંચવું તે છે. ૬૨. વનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ લક્ષણ હોવાથી સ્વભાવભૂત છે. તેનું રક્ષણ યોગથી છે. યોગનું રક્ષણ પ્રશસ્ત આલંબનથી છે. પ્રશસ્ત આલંબન પૂરું પાડનાર તીર્થ છે. તીર્થના સ્થાપક તીર્થંકર છે. તીર્થંકરોની પુણ્યપ્રકૃતિના ઉદયથી તીર્થ મળે છે. તીર્થના પ્રભાવે પ્રશસ્ત આલંબનો મળે છે. અને આલંબનોના પ્રભાવે યોગ શુદ્ધિ થાય Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ છે. યોગશુદ્ધિથી ઉપયોગ શુદ્ધ થાય છે. ઉપયોગ શુદ્ધિથી ઉર્ધ્વગતિ થાય છે. દરરોજ કરવાની ભાવના. ૬૩. અરિહંતો મહ દેવો (૧) મારા દેવ અરિહંત પરમાત્મા છે. મોહ, માયા, મમતાના સર્વથા ત્યાગી છે. તેમનું વચન મને સંપૂર્ણ માન્ય છે. તેમના વચનમાં એક અંશ પણ સંદેહ નથી. તેમની આજ્ઞા સુખકારી, કલ્યાણકારી, હિતકરી છે. આ ભવ, પરભવ અને ભવોભવ અને અંતે શાશ્વત સુખને આપનારી છે, તેને જ હું માનીશ. મારા ગુરુ અરિહંતે કહેલા વચન ઉપર વિશ્વાસ ધરાવનાર, તેમના વચન મુજબ પ્રરૂપણા કરનાર, કંચન – કામિનીના ત્યાગી અને પંચ મહાવ્રતધારી છે. તેમને જ હું માનીશ. (૩) મારો ધર્મ અરિહંતના વચન મુજબ દયામય, નિશ્ચયથી વસ્તુ સ્વભાવ રૂપ ધર્મ, આત્માના જ્ઞાન, દર્શન આદિ ષલક્ષણમય, આપ સ્વભાવમાં વર્તવું તે અને વ્યવહારથી પ્રભુ આજ્ઞા એ ધર્મ, ઉપયોગે ધર્મ, જયણાએ ધર્મ, જે જે અંશે નિરૂપાધિકપણું તે તે અંશે ધર્મ, દુર્ગતિમાં પડેલા જીવોને હસ્તાવલંબન આપે તે દસવિધ યતિ ધર્મ, દ્વાદશવિધ ગૃહસ્થ ધર્મ, અરિહંત આદિ ચાર મંગલ, ઉત્તમ, શરણભૂત છે. મારો આત્મા સંસારમાં રહે ત્યાં સુધી ચારનું શરણ છે. મારા આત્માએ આ ભવમાં, ભવોભવમાં, જાણતાં - અજાણતાં જિનાજ્ઞા વિરૂદ્ધ મનથી ચિંતન, વાણીથી ભાષણ અને કાયાથી પ્રવૃત્તિ કરી તે અશુભ કર્મોને હું બિંદુ છું, ગહું છું, ત્રણ વાર મિચ્છામિ દુક્કડમ્ દઉં છું. મારા જીવે આ ભવમાં આજ સુધી ગત ભવમાં અને ભવો ભવને વિશે જે કાંઈ વિતરાગની આજ્ઞા સહિત મનથી, વચનથી, કાયાથી પ્રવૃત્તિ કરી હોય, તેવા સર્વ કાર્યોની હું વારંવાર અનુમોદના કરું છું અને વારંવાર કરવાની હું ભાવના રાખું છું. ચોર્યાશી લાખ જીવાયોનિ વિષે મારા જીવે આ ભવમાં, ગત ભવમાં, ભવોભવમાં જે કાંઈ પીડા દીધી, તે જીવોની - Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ક્ષમા માંગું છું. અઢારે પાપ મારા જીવે આ ભવમાં, પરભવમાં, ભવોભવમાં સેવ્યાં હોય તે સર્વ પાપના મિચ્છામિ દુક્કડમ્ દઉં છું. (૧) સમ્યક્ત્વની પ્રતિજ્ઞા - અરિહંતો મહ દેવો. (૨) અરિહંત આદિ ચારનું શરણ. (૩) દુષ્કૃત ગર્લ્સ. (૪) સુકૃત અનુમોદના. (૫) જીવરાશિના ખામણાં. (૬) અઢાર પાપ સ્થાનકોની આલોચના. (૭) ચાર મંગલ, ચાર ઉત્તમ, ચારનું શરણ. (૮) પંચ પરમેષ્ઠિનું સ્મરણ. (૯) શિવમસ્તુ (૧૦) ખામેમિ સવ્વવે (૧) સંસારના સર્વ જીવ સુખી થાઓ, પરહિત કરનારા બનો, સર્વ પાપદોષ મટી જાઓ, સર્વ જીવ પૂર્ણ સુખ પામો. (૨) સંસારના સર્વ જીવોને ખમાવું છું, સર્વ જીવો મને પણ ક્ષમા આપો. સંસારના સર્વ જીવો વિષે મને મિત્રતા છે. સંસારના કોઈ જીવ સાથે વૈરભાવ નથી. સંસારના વો સાથે મારે વારંવાર સંબંઘ થયેલા છે. તેઓના ઉપકારનું ઋણ ચૂકવવા પૂરતી કાળજી રાખીશ. સર્વ જીવોને સુખી કરવા સતત ભાવના રાખું છું. સમીક્ષા પચાસ-સો વર્ષના આયુખંડમાં ગુરુ-શિષ્યની આ કથા અતીત (ભૂતકાળ)માંથી પસાર થઈ, વર્તમાન સુધી ચાલીને આગળ ચાલી જાય છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે અતીત-વર્તમાન અને અનાગત (ભવિષ્ય)ની લીટીમાં ચાલતી કથા છેવટે લીટીના બન્ને છેડા ભેગા થઈ વર્તુળાકાર બની જવાની છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ उत्पाद व्यय ध्रौव्य युक्तं सत् ।। સત્=સત્તા સત્તાગત અનંત પરમાણુ અને અનંત જીવ સર્વ પરિણમનશીલ છે. ઉત્પાદ અને વ્યય સમયે સમયે સર્વમાં ચાલી રહે છે. પર્યાયનું પ્રત્યેક વહેણ સતત ચાલુ છે. ત્રણે કાળના જેટલો સમય તેટલા પ્રત્યેક દ્રવ્યના પર્યાય છે. આ પરિઘમાં ધૂમી રહેલી ચેતના જયારે પરિધમાંથી કેન્દ્રમાં એટલે ઉત્પાદ વ્યયમાંથી દ્રવ્યમાં, પર્યાયમાંથી દ્રવ્યમાં સ્થિર બને છે, ઉપયોગ પર્યાયમાંથી દ્રવ્યમાં, ઉત્પાદ વ્યયમાંથી ધ્રૌવ્યમાં સ્થિર બને છે, ત્યારે સ્વરૂપ અવસ્થાન બનીને-સ્વમાં જીવવું, સ્વમાં પરિણમવું, સ્વમાં રમવું, મુકત જીવવું, બીજાને મુકત જીવવા દેવાઆવા સ્વ-ભાવમાં સ્થિર બની, મુકત જીવનને મુકિતનો આનંદ અનુભવે છે, ભોગવે છે. ગુરુ-શિષ્ય (ગુરુ મહારાજ અને સાધકોની આ વાર્તાનો અંત સિધ્ધશિલા ઉપર અનંત સિધ્ધ ભગવંતો સાથે જ્યોતિમાં જ્યોતિ મળે ત્યારે આવશે. જ આપણું લક્ષ્યાંક છે તે પૂર્ણ થશે ત્યારે આપણે સૌ સિધ્ધશિલા ઉપર જ્યોતિ રૂપે મળીશું. મિત્રો ! આવજો ત્યારે... આપણા સર્વના ભૂત-વર્તમાન અને ભાવિની લીટી એના બન્ને છેડા મળીને જ્યારે વર્તુળાકાર બનશે ત્યારે આપણો મેળાપ સાદિ અનંત ભાંગે અવશ્ય થશે. પર્યાયથી આપણે છૂટા પડીએ છીએ, પણ દ્રવ્ય રૂપે આપણું અભેદ મીલન અવશ્ય થવાનું છે. ઉત્પન્ન થવું, વ્યય થવો, સ્થિર રહેવું-આ ત્રણે એક ક્ષણે સાથે જ છે. વસ્તુના ઊંડાણમાં જતાં ઉત્પાદ વખતે રાગ થતો નથી; કારણ વ્યય તે સમયે જ છે. વ્યય થાય ત્યારે દ્વેષ થતો નથી. કારણ કે તે સમયે ઉત્પાદ પણ છે. વસા સ્થિર છે. તેવે સમયે મોહ થાય છે, પણ સ્થિર છે તે સમયે ઉત્પાદ અને વ્યય પણ છે, તેથી મોહ થતો નથી. વિશ્વ સ્વભાવનું આ સત્ય જ્યારે જીવનમાં જીવવામાં આવે છે ત્યારે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુકતમ્ સત્ - આ સત્ય બતાવનાર પ્રભુ મહાવીરને કોટિ કોટિ નમસ્કાર કર્યા વગર રહી શકાતું નથી. માટે મુમુક્ષુ વાચક મિત્રો ! આપણે સૌ પરમાત્માના ચરણમાં કોટિ કોટિ નમસ્કાર કરીએ. ગોતમસ્વામી આદિ સર્વ ગુરુ ભગવંતોને કોટિ કોટિ વંદન કરીએ. આવજો ત્યારે.. સિધ્ધશિલા ઉપર અવશ્ય મળીશું. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ઉપસંહાર - સાધક પ્રભુ! મારે કયાં રહેવું ? (પૂછવાનો આશય એ છે કે નવસારી કડી, મુંબઈ અમદાવાદ કે અન્યત્ર કયાં રહેવું ?) ગુરુમહારાજ- “આત્મામાં રહેવું” “આત્મામાં કેવી રીતે રહેવાય ?” “સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાળ અને સ્વભાવમાં રહેવાથી આત્મામાં રહી શકાય.” (૧) સ્વ આત્મ દ્રવ્ય જે અવ્યાબાધ સુખ અને આનંદનો ભંડાર છે. અચિન્ત શકિતનો મહાસાગર, કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીનું નિધાન સ્વ આત્મ દ્રવ્ય છે. તેમાં ઉપયોગ સ્થિર કરવો તે સ્વ- દ્રવ્યમાં રહેવું તે છે. (૨) જે આકાશ પ્રદેશોમાં આપણો આત્મા છે તે અવગાહનામાં રહેલા આત્મપ્રદેશોમાં ઉપયોગ સ્થિર કરવો તે સ્વ-ક્ષેત્રમાં રહેવું તે છે. (૩) ભૂત અને ભાવિના વિચારો છોડીને વર્તમાન સમયમાં રહેવું તે સ્વ-સમયમાં રહેવું તે છે. (૪) આત્મભાવ એટલે સ્વ-ભાવમાં રહેવું તે છે. “ભૂ ધાતુ છે. તેમાંથી ભાવ થાય છે. સ્વ-ભાવ એટલે આત્મભાવમાં રહેવું. પોતાના અસ્તિત્વમાં રહેવું. સાધક-આપની વાત અતિ અદ્ભુત છે. વિશેષ સમજવા જિજ્ઞાસા છે. ગુરુમહારાજ-હું આત્મા છું” તેવી સભાનતા રૂપ સમ્યમ્ જ્ઞાન, આત્મ સ્વરૂપ સંવેદન, અનુભવરૂપ સમ્યગુ દર્શન, આત્મારૂપે જીવવું, આત્મામાં રમણતા રૂપ ચારિત્ર- આ સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ જીવન બનાવવું. આત્મા સદા મુકત છે. મુકત રહેવાનું છે. મુકત જીવવાનું છે. આત્મારૂપે જીવવાનું છે. સાધક- રાગ-દ્વેષ અને મોહનું બંધન છે તેનું શું ? ગુરુમહારાજ- ગાયના ગળામાં દોરડું બાંધ્યું છે. ખરેખર તો દોરડાથી જ દોરડાની ગાંઠ બાંધી છે, ગાયને બાંધી નથી. કારણકે આવા બંધન સમયે પણ આ ગાય તીર્થંકર પ્રભુના અનુગ્રહનું પાત્ર બને અને પ્રભુ તેને સમ્યગુ દર્શનમાં સ્થિર કરે ત્યારે ગાય વહેવારથી દોરડાના બંધનમાં કહેવાય; પણ સમ્યગુ દર્શનના અનુભવ સમયે સ્વ આત્મામાં તે સ્થિર બને છે. દોરડું તેને Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ તેને બંધન નથી. બાધન તેં પોતે માન્યું છે. સમ્યગ્ દર્શન, સમ્ય દૃષ્ટિ ખુલતાં રાગ-દ્વેષ અને મોહનું બંધન તને બંધન રૂપે નહિ રહે. તે સ્વમાં સ્થિર બની તારો આનંદ અનુભવી શકીશ. તારે મુકત જીવન જીવવાનું છે બીજાને પણ તેની રીતે જીવવા દેવાના છે. માટે જ કહ્યું છે- “ તડવી સત્તાગુણે જીવ એ નિર્મળો, અન્ય સંશ્લેષ જેમ સ્ફટિક નવી શામળો; જો પરોપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી, ભાવ તામ્યમાં મારું તે નહીં. - શ્રી દેવચંદ્રજી કૃત ધર્મનાથ ભગવાનનું સ્તવન દ્રવ્યાર્થિક સંગ્રહનયની અપેક્ષાએ આ જીવ નિર્મળ છે. - સાધક- ધન્ય બન્યો ! પ્રભુ ! અનુગૃહીત બન્યો ! હજુ એક પ્રશ્ન છે. વસ્તુ ઉત્પન્ન થાય ત્યારે રાગ થાય છે. વસ્તુ નાશ પામે છે ત્યારે દ્વેષ થાય છે. વસ્તુ સ્થિર છે તેવું સમજુ છું ત્યારે મોહ થાય છે. આ પરિણતિમાંથી કેમ છૂટવું ? એક જ ક્ષણે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સાથે જ છે. તે સત્ એટલે મહાસર સ માન્ય પુદ્ગલ અને ચૈતન્ય બન્નેમાં સમજાતાં વિકલ્પ જાળ તૂટી જાય છે. સ્વરૂપમાં સ્થિરતા આવે છે. સાધક- આપનો મહા અનુગ્રહ થયો. સાધક સ્વરૂપમાં વિલીન થઈ, ધ્યાનસ્થ બની, અંદર ઊતરી ગયો... જ્યારે સાધક યોગનિદ્રામાંથી બહાર આવે છે... ત્યારે ગુરુમહારાજ- આત્મસ્વરૂપ અનુભવી શકે. ભુનાથી જ સમજાય છે. સ્વમાં જીવવાનું છે. સ્વમાં વસવાનું છે. સ્વમાં સ્થિર • : નું છે. સ્વમા ઠરીઠામ બેસવાનું છે. રાગ-દ્વેષ, મોહ અને પુદ્ગલના બંધનથી મુકત રહેવાનું છે મુકત જીવવાનું છે. તે જ પૂર્ણ જીવન છે. સમાપ્ત જનમ જયતિ શાસનમ્ Page #342 -------------------------------------------------------------------------- ________________ ઐસા ચિદ્રસા દીયો ગુરમૈયા, પ્રભુ સે અભેદ હો જાઉં મેં.. સબ અંધકાર. મીટા દો ગુરુમૈયા, સમ્યગ દર્શન પાઉં મેં... | ઐસા... 1 પ્રભુ સ્વરૂપ હૈ અગમ અગોચર કહો કૈસે ઉસે પાઉં મેં. કરો કૃપા કરૂણારસ સિન્થ મેં બાલક અજ્ઞાની હું ઐસા... 2 શિવરસ ધારા વરસાઓ ગુરમૈયા, સ્વાર્થ વ્યાધિ મીટાઓ રે સવિ જીવ કરું શાસન રસીયા ઐસી ભાવના ઉરમાં ભર રે... ઐસા... 3 સિધ્ધરસ ધારા વરસાઓ ગુરુમૈયા, પરમાત્મ કો પાઉં મેં આનંદસ વેદન કરકે ગુરુજી, પરમાનંદ પદ પાઉં મેં... ઐસા...૪ વિશ્વલ્યાણી હારી ગુરમૈયા તેરી પામેં ખો જઉં મેં દો ઐસા વરદાન ગુરુજી તેરા ગુણ ગાઉં મેં ઐસા...૫ એસા, ચિરસ દીયો ગુરુ મૈયા, આવ્યું છે અને દ હો જા ઉં મેં , સબ ધિ કા બીટા દી ગુજ, શ્રેયા, સાથે 9 દ ન પાઉં છે. -Eor Private & Personal Use Only