________________
૧૬૮
ત્રણે ગુણ સંપદાથી પ્રભુ અલંકૃત છે.
તેમના પરિવારમાં ૮૪ ગણધરો, ૧૦ લાખ કેવળજ્ઞાની આત્માઓ, ૧૦૦ ક્રોડ સાધુ, ૧૦૦ ક્રોડ સાધ્વીજી અને ૯૦૦ ક્રોડ શ્રાવક, ૯૦૦ ક્રોડ શ્રાવિકા, તેમના ઉપદેશથી સમ્યગ્ દર્શન પામેલા દેવો, માનવો અને તિર્યંચો તો પાર વગરના. આ બધો તેમનો પરિવાર. તેમની પાસે દીક્ષિત થયેલા ગણધરો, સાધુ, સાધ્વીનો પરિવાર પણ ઘણો મોટો છે.
પરમાત્મા પહેલા પહોરે અને ચોથા પહોરે દરરોજ અંદાજે છ કલાક દેશના આપે, તે પણ કેવી ! પ્રભુના વાણીના ગુણોથી યુકત દેશનાથી અનેક જીવો પ્રતિબોધ પામી, સાધના કરી, કેવળજ્ઞાન અને મોક્ષ પામે છે.
મહાવિદેહમાં ૧૬૬૦ તીર્થકરોના જન્મ થઈ ગયા છે. દીક્ષા હજુ અવસરે લેશે. આવા કુલ ૨૦ તીર્થંકરો (અરિહંતો) વર્તમાનમાં મહાવિદેહમાં આવા મોટા પરિવાર સાથે વિચારી રહ્યા છે. અને દરેકનો ઉપર મુજબ પરિવાર છે. તેમના ભાષાવર્ગણાના પુદ્ગલો જગતને પવિત્ર કરી રહ્યા છે. તથા તેમના પરિવારના મનોવર્ગણા અને ભાષાવર્ગણાના પુદ્ગલો જગતને મોક્ષ તરફ ખેંચી રહ્યા છે.
પાંચ ભરત, પાંચ એરવતક્ષેત્ર છે. અહીં અત્યારે ભરત ક્ષેત્રમાં પરમાત્મા મહાવીર દેવનું શાસન ચાલી રહ્યું છે. ચતુર્વિધ સંઘ આરાધના કરે છે, જિન મંદિરોમાં પ્રભુ ભકિત આદિ ચાલી રહ્યા છે, અનેક જીવો મોક્ષ માર્ગની સાધના કરી રહ્યા છે. અઢી દ્વીપમાં પાંચ ભરત, પાંચ ઐરાવત ક્ષેત્રમાં અહીંના જેવું પ્રભુ શાસન ચાલે છે તેના આધારે અનેક જીવો મોક્ષમાર્ગની સાધના કરે છે.
સમગ્ર તીર્જી લોકમાં જિનકથિત વચન અનુસાર ધર્મસાધના ચાલે છે. અરે ! સ્વયંભૂરમણ સમુદ્રમાં અરિહંત પ્રભુના આકારવાળા માછલાંને જોઈ બીજા- માછલાં સમ્યગુ દર્શન પામે છે, દેશ વિરતિ પામે છે.
સમગ્ર ત્રસ નાડીમાં અરિહંતોનું માન સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. કરોડો - અબજો જિન મંદિરોમાં પ્રભુ ભકિત ચાલે છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો જિનમંદિરોમાં ભકિત કરે છે. જિન કથિત તત્ત્વનું ચિંતન કરે છે. સમ્યગૂ દર્શન નિર્મળ કરે છે.
અત્યારે દેવલોકમાં રહેલા જેમનું તીર્થંકર નામકર્મ નિકાચિત થયેલું છે અને દેવલોકમાંથી ઍવીને તીર્થકર તરીકે જન્મ પામવાના છે, તેવા અસંખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org