SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ તુચ્છ તારા પ્રિય વાચક ! તું મને પ્રિય છે માટે હું તને ‘તું’ થી સંબોધું છું અનંતકાળથી અરિહંત પરમાત્મા તારા ઉપર કરુણા વરસાવે છે. ‘સ્વાર્થ’ અને ‘અહં’માં તું અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. પ્રિયતમ અરિહંત પ્રભુ તારી તુચ્છ વાસનાઓને વિશ્વપ્રેમમાં પલટી નાંખશે. તારી નબળાઈઓને નમ્રતામાં ફેરવી નાંખશે. તારા સંસાર તરફના ખેંચાણને (About turn કરીને) મોક્ષ તરફ વાળી લેશે. તારે માત્ર કરવાનું એક જ છે - “પ્રભુને પ્રેમ કરવો.” અરિહંત પ્રભુના પ્રેમથી મળતું સુખ તે તો અનુભવગમ્ય જ છે. પૂજ્ય ગુરુ મહારાજ શ્રી અરિહંત પરમાત્માના સાર્વભૌમિક મહાસામ્રાજ્ય વિશ્વમય સ્વરૂપની વાતો ઘણી વખત કરતા. પહેલી ઉપકાર સંપદા - પરમાત્મા કરૂણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યના ભંડાર, અશરણના શરણ, અનાથના નાથ, અનંત જ્વોના પરમ ઉદ્ધારક, મહાસાર્થવાહ, મહાગોપ, મહાનિર્યામક, મહામાહણ આદિ ગુણોનું ચિંતન કરવું. બીજી અતિશય સંપદા - પ્રભુના ૩૪ અતિશયો, ૩૫ વાણીના ગુણો, પ્રાતિહાર્યો, સમોસરણની દ્ધિ આદિનું ચિંતન કરવું. ત્રીજી મૂલગુણસંપદા-શુદ્ધ આત્મચૈતન્ય પ્રગટ થવાથી પરમાત્મામાં જે જે અનંત ગુણ સંપદા પ્રગટ થઈ છે તેનું ચિંતન કરવું. સ્વરૂપરમણી, સ્વરૂપભોગી, સ્વરૂપાનંદી, અનંતગુણ સમૃદ્ધિના નિધાન, કેવળ જ્ઞાન આદિ અનંત ગુણલક્ષ્મીના સ્વામી, અચિંત્ય શતિના ભંડાર, અનંત વીર્ય આદિ ગુણોથી યુકત, એકાંતિક-આત્યંતિક-અનંત-અવ્યાબાધ-સ્વતંત્ર-સ્વાધીન એવા પરમ સુખથી પરિપૂર્ણ-પરમાત્મસ્વરૂપનો વિચાર કરતાં જીવનું અનંત કાળનું પુદ્ગલ ઉપરનું આદર બહુમાન પલટાઈને પરમાત્મા ઉપર આદર બહુમાન થાય છે. ઉપકાર સંપદા, અતિશય સંપદા, મૂલગુણ સંપદા આવા અનેક ગુણોથી અલંકૃત પરમાત્માનું વર્ણન ચાલતું હતું, તેમાં એક દિવસ બહુ જ મૂલ્યવાન વિચારણા આગળ ચાલી, પૂ. ગુરૂભગવંત અરિહંતોનું મહાસામ્રાજય સમજાવતા મન મૂકીને વરસ્યા. પરમાત્મા સીમંધર સ્વામિ મહાવિદેહના પુષ્કલાવતી વિજયમાં વિચરી રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy