SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ચૈતન્ય અંશથી એકત્વ સાધી અઢળક પ્રેમરસથી સકળ જીવસૃષ્ટિને નવડાવે ! છે. મારો પ્રેમસંબંધ પણ પ્રિયતમના સંબંધીઓ એટલે કે જીવરાશિ તરફ વિસ્તરવો શરૂ થયો. સીમાડા અને ક્ષિતિજોને ઓળંગીને અનંતા અનંત જીવો સુધી પહોંચવા લાગ્યો. મારા પ્રિયતમે વિશ્વ પ્રેમનું મધુર અમૃત મને ભાવથી પાયું. તે સમયે મારી વિચારધારા થંભી ગઈ. હું અવાક્ બની ગઈ. મારા હૃદયમાં વિશ્વપ્રેમના ભાવો ઊભરાવા લાગ્યા. મારા ભાવો મારા પ્રિયતમના જીવસૃષ્ટિના પ્રેમ રસમાં ભળી ગયા. વિશ્વ પ્રેમની યોગનિદ્રામાં હું વિલીન થઈ ગઈ. અને તે સમયે મારાં ગાત્રો ખીલી ઊઠ્યાં, મારો જીવલડો નવપલ્લવિત બની, વિશ્વમૈત્રીના મધુર રસથી ભરપૂર ફૂલો વડે સુશોભિત બની ગયો. તે ફૂલોની પરિમલ દ્વારા મારા પ્રિયતમના ભાવો સાથે ભળીને હું સ્નેહ હીંડોળે હીંચવા લાગી. અનંતા અરિહંતોના ભાવો - “જો મને શકિત મળે તો જગતના સર્વ જીવોને જિન શાસન પમાડું બોધિ બીજ પમાડું, મોક્ષ પમાડું,”તેમાં ભળીને વિશ્વ વાત્સલ્યની સ્નેહભરી હુંફમાં મેં યોગનિદ્રા લઈ ધન્યતાનો અનુભવ કર્યો. પ્રિય વાચક મિત્રો ! દીર્ઘકાળ સુધી અખંડિત, શ્રદ્ધાપૂર્વક અને જ્ઞાનપૂર્વકની સાધનાથી જ કાંઈ પણ સારું મળે છે. તેની પાછળ કાર્યકારણની લાંબી સાંકળ હોય છે. એટલો ખ્યાલ રાખજો કે આ બધું રાતોરાત બની જતું નથી. તેની પાછળ વર્ષોની સાધના, ખંતપૂર્વકનો પ્રયત્ન, પ્રમાદને તિલાંજલી, દેવ-ગુરુની કૃપા, વિપ્નનો જય અને છેવટે સફળતા છે. સાધનાને વળગી રહે તેને સિદ્ધિ મળશે જ, એમાં શંકા નથી. પ્રિય વાચક ! મધુર રસ સભર જીવનનો આનંદ તારે લૂંટવો હોય તો મારે તને એક ગુપ્ત વાત કહેવી છે. (cosmic secret) સર્વ સફળતાનું ગુપ્ત રહસ્ય છે - “તું અરિહંતના પ્રેમમાં પડી જા. તું તારા હૃદયથી અરિહંત પ્રભુને પ્રેમ કર. હું અરિહંત પ્રભુના પ્રેમમાં છું.” તેવું તારા હૃદયમાં ભાવિત કર. પ્રભુ પ્રેમનો અંકુરો તારા હૃદયમાં ફૂટવા લાગશે ત્યાં તો પ્રભુ તને તેમના પ્રેમમાં નવડાવી દેશે. તને ન્યાલ કરી દેશે .તારો જન્મ સફળ થઈ જશે. તારા જન્મ-મરણના બંધન તૂટી જશે. અને શાશ્વત આનંદમય તારું દિવ્ય સ્વરૂપ પ્રગટ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy