________________
૨૦૪ હે પ્રભુજી ! હે દયાના સાગર! હે અનાથના નાથ ! હે પરમ ઉદ્ધારક! પરમ તારક! પરમાત્મા! આપને કોટી કોટી વંદન કરી આપની સન્મુખ ઊભો રહીને માંગુ છું- “હે તારક ! મને તાર ! મને તાર, તાર, તાર ! ભવ ભ્રમણથી ઉગાર ! હવે આ વિભાવ દશાનું દુઃખ ખમાતું નથી. મારો અનંતો સ્વાધીન આનંદ અને સુખ પરાધીન થયું છે. અને હું પુદ્ગલ ગ્રાહી, પુદ્ગલ ભોગી, પરનો કર્તા, પરનો ભોકતા બન્યો છું. તેથી તત્ત્વગ્રાહી, આત્મતત્ત્વ ભોગી હોવા છતાં તત્ત્વને જાણી શક્યો નથી. ઔદયિક ભાવ રૂપ અશુદ્ધ પર્યાયની પરંપરાની શ્રેણીમાં પડી રહ્યો છું. તો હે નાથ ! તારા શરણે આવ્યો છું. આપના અમૃતતુલ્ય વચનો સાંભળી, મારૂં વિશુદ્ધ આત્મચેતન્ય, તેના અનંતગુણ પર્યાય, પરમાનંદ અને અવ્યાબાઘ સુખની પ્રાપ્તિની અભિલાષા થઇ છે. તીવ્ર ઝંખના થઇ છે. તે સ્વરૂપનો પ્રગટ અનુભવ કરવા તીવ્ર ઇચ્છા થઇ છે. તો હે પ્રભુ! સમ્યગદર્શન યુક્ત ચારિત્રનો પ્રસાદ કરી અને આ જીવને સનાથ બનાવો.............(તીવ્ર ભાવે સંવેદન કરવું.)
પરમાત્માના સામું જોઈ રહ્યા છીએ. “જહા સુષ્મ દેવાણપ્રિયે, મા પડિબંધ કરેહ' પ્રભુએ ચારિત્ર માટે સંમતિ આપી. આપણે હર્ષવિભોર બની ગયા.
ચતુર્મુખ પ્રભુને ત્રણ પ્રદિક્ષણા કરી નીચે મુજબ બાર નવકાર ગણીએ છીએ.
(૧) ત્રણ યોગ પૂર્વક પ્રથમ નમસ્કાર. (૨) ત્રણ કરણ જોડવા પૂર્વક બીજો નમસ્કાર. (૩) દશ પ્રાણ જોડવા પૂર્વક નમસ્કાર. (૪) સાતે ધાતુ ભૂદાઈ જવા પૂર્વક નમસ્કાર. (પ) સાડા ત્રણ ક્રોડ રોમરાજી વિકસિત થવા પૂર્વક નમસ્કાર.
(૬) આત્માના અસંખ્ય પ્રદેશોમાં દરેક પ્રદેશ પ્રદેશે ભાવપૂર્વક નમસ્કાર.
(૭) ક્ષયોપશમ ભાવી દર્શન-જ્ઞાન ગુણને પરમાત્મ સ્વરૂપમાં જોડવા પૂર્વક નમસ્કાર.
(૮) ચારિત્ર (રમણતાનો ગુણ)- પરમાત્મ સ્વરૂપમાં રમણતા પૂર્વક નમસ્કાર.
(૯) વીર્ય ગુણ જોડવા પૂર્વક - પરમાત્મ સ્વરૂપમાં - ગુણોમાં વર્ષોલ્લાસ પૂર્વક નમસ્કાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org