SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ (૧૦) આત્મસ્વરૂપમાં રૂચિ – જ્ઞાન પૂર્વક. (૧૧) આત્મસ્વરૂપમાં રમણતા પૂર્વક. (૧૨) આત્મસ્વરૂપમાં વીર્ય સ્કૂરણા પૂર્વક. (વિશેષ વિગત માટે "સા. ધ્યા. પ્ર.” પુસ્તકમાં નવકારની સાધનાની ત્રીજી ભૂમિકા જુઓ. પ્રયોગ નં. ૧૦ પાનું ૮૨) ઉપર મુજબ ૧૨ નવકાર ત્રણ પ્રદક્ષિણામાં ગણવા. પ્રભુએ આશીર્વાદ આપ્યા. અને અનુગ્રહ ર્યો.. ચારિત્ર પદ અર્પણ કર્યું.................આનંદવિભોર બની આપણું હૈયું નાચી ઊઠ્યું......................વિશુદ્ધ ચારિત્રના ભાવો પરિણામ પામ્યા છે. સર્વ જીવ સાથે આત્મસમાન – ભાવપૂર્વક આત્મસમાન વર્તન છે . તિર્યમ્ સામાન્યના ભાવપૂર્વક સમગ્ર વિશ્વના અનંત જીવો સાથે ભાવાત્મક તાદામ્ય છે. દશવિજયતિધર્મ, અહિંસાદિક વ્રતોનું નિરતિચાર પાલન, સમિતિ-ગુપ્તિમાં પ્રવર્તન આદિ સમાચારીના પાલનમાં સાધક આત્મા સ્થિર બન્યો છે....... નિરંતર પરમાત્માના સ્વરૂપમાં (૧) આદર, (૨) બહુમાન, (૩) રૂચિ, (૪) વીર્ય સ્કૂરણા, (૫) રમણતા,(૬) તન્મયતા, (૭) ધૂપતા (2) એકત્વતાના સતત અભ્યાસ દ્વારા અપ્રમત્ત ભાવને સ્પર્શવા સાધક, પ્રયત્નશીલ છે. પરમાત્મ સ્વરૂપના અભેદ ધ્યાન દ્વારા પ્રત્યેક અંતર્મુહૂર્ત અપ્રમત ગુણ સ્થાનકને સ્પર્શ કરી સાધક આત્મ સ્વરૂપના આનંદની પ્રાપ્તિ માટે નિરંતર પ્રયત્નશીલ છે. (આ આઠ સ્ટેજની સાધના પ્રયોગ માટે જુઓ જિન ભક્તિની સર્વોચ્ચ ભૂમિકા. (આ પુસ્તકનું પાનું ૧૦૦ અને ૧૦૧) અહીં આ પ્રમાણે પ્રયોગ કરી, ધ્યાનમાં સ્થિર બની ટકી રહેવું.) - છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકના ભાવો સ્પર્શતો, અપ્રમત અવસ્થાના પરમાનંદને સાધક અનુભવે છે. વૃત્તિઓને અને મનને અનાસક્ત ભાવ દ્વારા જગતના દશ્યમાન પદાર્થોના આકારે પરિણમતી અટકાવીને પરમાત્મા અને આત્મા આકારે ઉપયોગને પરિણાવવા સદા જાગૃત છે. આત્મા આકારે પરિણમેલો ઉપયોગ તે જ તેનું લક્ષ્ય છે. અને આત્મ ઉપયોગમાં રહીને પરમાનંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy