SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ચોથો નિયમ સાધનાની વર્ષગાંઠ (સાલગીરી) માગશર વદ - ૧૦ - પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકનો દિવસ એ આપણી સાધનાની વર્ષગાંઠનો દિવસ છે. માગશર વદ ૯-૧૦-૧૧ એ ત્રણ દિવસ અઠ્ઠમ કરી, શંખેશ્વરદાદાના દરબારમાં જઈ સાધના કરવી. (૨૦૧પ થી નિયમિત અઠ્ઠમની આરાધના ચાલે છે.) પાંચમો નિયમ ૨૦૧૯નો આ પ્રસંગ છે. પૂ. ગુરુમહારાજ - “બીજાના પૈસા પેઢીમાં જમા રાખે છે ?” સાધક - “જી હા.” પૂ.ગુરુમહારાજ - “શા માટે ?” સાધક – “વેપારમાં જરૂર પડે તે માટે લેવા પડે છે.” પૂ. ગુરુમહારાજ - સાધક અને ધર્મી જીવન ગાળવાના વિચારવાળાએ બીજાના પૈસા લઈ વેપાર કરવો ઠીક નથી. કોઈ વખત કાંઈ પણ કારણ બને. અણધારી મુશ્કેલી આવે ત્યારે બીજાના લીધેલા પૈસા પાછા ન આપી શકાય તો ધર્મ નિંદાય- “આવા ધર્મી માણસ થઈને બીજાના પૈસા લઈને ચૂકવતા નથી” - તેવી વાત થાય. પાછા આપી ન શકાય તો બીજા ભવમાં ગુણાકાર કરીને ચૂકવવું તો પડે જ છે. પૈસા લઈને પાછા ન આપવા તે નીતિશાસ્ત્રની પણ વિરૂદ્ધ છે. માટે પોતાની પાસે હોય તેટલાનો જ વેપાર કરવો. બીજાના પૈસા લઈ વેપાર કરવો નહિ. સાધક – “આપની વાત યોગ્ય જ છે. હવેથી નવા નહિ લઉં, પણ જે લીધેલા છે તેનું શું કરવું ?” પૂ.ગુરુમહારાજ - “વહેલી તકે વ્યાજ સાથે પાછા આપી દેવા.” સાધક – હા, જી, એમ જ કરીશ. ૨૦૨૯ના આસો વદ અમાસ પહેલાં બધાના પૈસા પાછા અપાઈ ગયા. તે પછી બીજાના પૈસા લેવાનો પ્રસંગ આવ્યો નથી. નિયમ સચવાઈ રહ્યો છે. ---*--- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy