SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ “નવપદને ધ્યાતા થકાં પ્રગટે નિજ આત્મરૂપ.” નવકાર અને નવપદોનું ધ્યાન એ આત્મસાક્ષાત્કારની મહાન પ્રક્રિયા છે. Cosmic dynamo for selfrealisation છે. સિદ્ધચક્ર એ શુદ્ધીકરણ અને પૂર્ણતાની પ્રાપ્તિનો માસ્ટર પ્લાન છે. Progressive plan for parification and perfection છે. જે ધ્યેયના ધ્યાનથી વિવેક શકિત આવે, ઉપયોગની શુદ્ધિ થાય, આત્મા પરિણામની નિર્મળતા થાય તે ધ્યેય નિહિત છે. સારા વિશ્વને ભૂલી જાય પણ એક પ્રભુને ન ભૂલે તેનું કલ્યાણ નિશ્ચિત છે. પણ એક પ્રભુને ભૂલીને સારા વિશ્વનું સ્મરણ કરે તો નિષ્ફળ છે, વ્યર્થ છે - સંકલેશને વધારનાર છે. પ્રભુનું સ્મરણ સંકલેશને શમાવનાર છે, માટે ઉપયોગી ઉપકારી અને સાર્થક છે. ૨૦. ગુરૂનો પ્રભાવ ગુરૂના વદન કમળનું મધુર હાસ્ય, સ્નિગ્ધ, શાંત, મધુર પ્રસન્ન દૃષ્ટિ - અમૃત રસનું શરણ (ઝરવું) કરે છે તે શિષ્યની આચાર શુદ્ધિ કરે છે. ગુરૂનું પરમ સુંદર, રમણીય, શુદ્ધ, મધુર અને મોહનરૂપનું દર્શન પ્રાણોને પુલકિત કરે છે. પ્રાણ શુદ્ધિથી સમસ્ત વિચાર શુદ્ધ થાય છે. શ્રી ગુરૂની મનોહર મૂર્તિનું જે ધ્યાન કરે છે તેનું ચિત્ત શુદ્ધ થાય છે. શ્રી ગુરૂના મુખ દ્વારા પ્રકાશિત શબ્દથી શિષ્યની બુદ્ધિ સત્યના પંથ ઉપર ચાલે છે. શ્રી ગુરૂના પાદ પદ્મનો દિવ્ય સ્પર્શ શકિતનો સંચાર કરે છે. છેવટે આ બધું પરમાત્માનો મેળાપ કરાવી આપે છે અને પરમાત્માનો મેળાપ આત્મ . સમૃદ્ધિનો ખજાનો અપાવે છે. ' સલ્લુરૂથી અજ્ઞાનનો ઉચ્છેદ અને નિર્મળ આત્મ જ્ઞાનનો ઉદય થાય છે જે મોક્ષ પર્યત પહોંચાડે છે. સન્ દષ્ટિનું ધ્યેય નિજ આત્મા છે. કેમ કે તે જ આનંદનું ધામ છે. આત્માનું પ્રિય વ્હાલું કંઈ હોય તો કેવળજ્ઞાન છે. આવો કેવળજ્ઞાન સ્વભાવ જેને પ્રિય લાગે તેને જગતમાં બીજું કંઈ પ્રિય લાગે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy