________________
- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:
ॐ ह्रीं क्लीं ब्लीं श्री हसकल ह्रीं ऐं नमः । જૈન શાસનની કોઈપણ વાર્તાનો અંત દીક્ષા લઈ, કેવળજ્ઞાન પામી, મોક્ષ ગયા અથવા તો આવતા જન્મમાં મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, દીક્ષા લઈ, કેવળ જ્ઞાન પામી મોક્ષે જશે તે રીતે જ આવે છે.
ઘણા પૈસા મેળવ્યા, લગ્ન કર્યું, રાજપાટ મેળવ્યું અને ખાધું, પીધું ને મોજ કરી". આવો અંત જૈનદર્શનની વાર્તાનો કદી હોઈ શકે નહિ. આવી વાર્તા તો બાળકોની રમતનાં માટીનાં ઘર જેવી અથવા સંધ્યાકાળના ગાંધર્વ નગરો જેવી અથવા તો વર્ષા ઋતુના મેઘધનુષ્ય જેવી ગણાય.
આપણી પોતાની જ વાર્તા અનંત કાળથી લખાય છે; તેનો અંત મોક્ષે પહોંચીએ ત્યારે જ આવે.
આપણા આ ગ્રંથમાં પૂ. ગુરુમહારાજ અને મુમુક્ષુ સાધક બે પાત્રો છે.
તત્ત્વદષ્ટિથી “ગુરુપદ' એ જ ગુરુ મહારાજ અને મુમુક્ષુ સાધક (વાંચનારે દરેકે પોતાની જાતને આ પાત્રમાં મૂકવી.)
વ્યવહાર દષ્ટિથી પૂ.ગુરુ મહારાજ એટલે પૂ.પં. ભદ્રંકર વિજયજી મહારાજ અને સાધક એટલે બાબુ કડીવાળો.
આપણી આ કહાનીના મુખ્ય સૂત્રધાર અરિહંત પરમાત્મા છે. તેમના બે કાર્ય છે. (૧) માર્ગદર્શક (ડાયરેકશન આપવું.) બનવું. (૨) અને અરિહંત પરમાત્મા પોતે જ માર્ગરૂપ છે, મારૂપ બની સાધકને પરમાનંદ ચખાડવો.
સાધના માર્ગમાં ગુરુ દ્વારા માર્ગદર્શન મળે છે. ગુરુમહારાજ અરિહંત પરમાત્માના પ્રતિનિધિ છે. તીર્થકરોના પ્રેમ અને કરુણાના જીવંત પાત્ર છે. તેમના હૈયામાંથી વહેતું પ્રેમનું ઝરણું સૌને પવિત્ર કરે છે. એમ બીજી રીતે સાધનાના કેન્દ્રસ્થાનમાં પરમાત્મા પોતે જ હોય છે.
- શ્રી અરિહંત ભગવંતો કેવળ માર્ગ દર્શાવનાર જ નહિ, સ્વયં માર્ગરૂપ પણ છે. શ્રી અરિહંતોના દર્શન માત્રથી પણ ભવ્ય જંતુઓને મોક્ષમાર્ગની * પ્રાપ્તિ થાય છે. ઉપદેશથી જેમ શ્રી અરિહંતો મોક્ષમાર્ગને આપનારા થાય છે, તેમ ઉપદેશ ઉપરાંત તેઓના દર્શન, પૂજન, સ્તવન અને ધ્યાનાદિથી પણ મોક્ષ અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવનારા થાય છે. શ્રી અરિહંત ભગવંતોની એ વિશેષતા છે. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org