________________
८
नामाकृतिद्रव्यभावैः, पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥१॥
અર્થ - નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ વડે ત્રણેય જગતને પવિત્ર કરનારા સર્વ ક્ષેત્રના અને સર્વ કાળના શ્રી અરિહંતોની અમે ઉપાસના કરીએ છીએ.૧.
શ્રી અરિહંત ભગવંતો ઉપદેશ વડે જ મોક્ષના અને તેના માર્ગના દાતાર છે, એવો એકાન્ત નિયમ શ્રી જૈનશાસનમાં નથી. ઉપદેશ અને આજ્ઞાપાલન વડે જેમ શ્રી અરિહંત ભગવંતો મોક્ષ અને તેના માર્ગની પ્રાપ્તિના હેતુભૂત છે. તેમ તેઓના નામ-સ્મરણાદિ કે આકૃતિના દર્શનાદિ વડે પણ ક્લિષ્ટ કર્મોનો ક્ષય કરાવી મોક્ષની અને તેના માર્ગની પ્રાપ્તિના હેતુભૂત બને છે. શ્રી અરિહંત ભગવંતોનું નામ અને રૂપ જેમ કર્મનો ક્ષયોપશમ કરાવનાર અને માર્ગ પમાડનાર છે, તેમ તેઓનાં દ્રવ્ય અને ભાવ પણ અંતરાયાદિ કર્મોને હઠાવનાર અને જ્ઞાનાદિ ગુણોને પ્રગટાવનાર થાય છે.
અહીં દ્રવ્ય એટલે તેઓની પૂર્વોત્તર અવસ્થાઓ; તેનું શ્રવણ, મનન, ચિન્તન. ભાવ એટલે સમવસરણસ્થ ધર્મોપદેશ વખતની ચતુર્મુખ અવસ્થા; તેનું ઘ્યાન, નમન, પૂજન વગેરે સમજવું. શ્રી અરિહંત ભગવંતોની એવી એક પણ અવસ્થા નથી, કે જેનું ઘ્યાન, ચિન્તન કે મનન આદિ ભવ્ય જીવોને મોક્ષની, મોક્ષમાર્ગની કે બોધિબીજની પ્રાપ્તિનો હેતુ ન બને. એમ માર્ગપ્રાપ્તિનું અસાધારણ કારણ હોવાથી અને સ્વયં પણ માર્ગસ્વરૂપ હોવાથી શ્રી અરિહંત ભગવંતો ઉપકારી છે, પૂજ્ય છે અને તે કારણે મોક્ષના અર્થી જીવોને નમસ્કરણીય છે. ક્યું છે કે
તાહરું ઘ્યાન તે સમકિત રૂપ,
Jain Education International
તેહી જ જ્ઞાન ને ચારિત્ર તેહ છે જી;
તેહથી જાયે સઘળાં હો પાપ, ઘ્યાતા રે ધ્યેયસ્વરૂપ હોવે પછે જી.
- પૂ. ઉ. શ્રી યશોવિજયજી મહારાજ
For Private & Personal Use Only
www.jainelibrary.org