________________
૯
આપણા આ ગ્રંથનો હેતુ રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન રૂપ ભાવકર્મના બંધનમાંથી અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય - આ ચાર ઘાતી કર્મના બંધનમાંથી મુકિત મેળવવી એટલે કે આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રગટ કરવું તે છે.
તે માટેની મુખ્ય સામગ્રી જિનાજ્ઞાનું પાલન છે. તે માટે નમસ્કાર મહામંત્રની આરાધના, નવપદનું ધ્યાન, સિદ્ધચક્રની પૂજા, જીવમાત્રના કલ્યાણની ભાવના આદિ અનેકવિધ જિનકથિત આરાધના અને સામાયિક, પ્રતિક્રમણ આદિ અનેક અનુષ્ઠાનો છે.
મોત્ર અાંખ્ય છે નિ કહ્યા, નવપદ મુખ્ય તે જાણો રે એહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણો રે મુમુક્ષુ વાંચકોને ભાવભરી વિનંતી છે કે આ પુસ્તકનો થોડો ભાગ વાંચી કોઈ નિર્ણય ન બાંધવો, આખું પુસ્તક વાંચીને તત્ત્વનો નિર્ણય કરશો તેવી આશા રાખું છું.
આ પુસ્તક ચાર વિભાગમાં છે.
ભાગ ૧, ૨૦૧૩ના ચૈત્ર સુદ ૧૦ થી પૂ. ગુરૂ મહારાજ (પૂ.પં ભદ્રંકરવિજય મહારાજ) અને સાધક (બાબુ કડીવાળો) વચ્ચે થયેલ વાર્તાલાપ, સાધના તથા અનુભવો છે. માત્ર સાધનાની દ્રષ્ટિએ આ લખેલું છે. જેથી મુમુક્ષુ આત્માઓને સાધનામાં આગળ વધવા માટે પ્રેરણા મળે. જિન આગમ આધારિત અનેક વિચારણા પૂ. ગુરૂ મહારાજ પાસે ચાલતી હતી.
તે બધી નોંધ લઇએ તો ગ્રંથ ઘણો મોટો થઈ જાય તેથી તેમાંનો થોડો ભાગ આ જ ગ્રંથમાં ભાગ ચારમાં લીધેલ છે.
ભાગ ૨. પરમાત્મ પ્રેમનો મધુર આસ્વાદ. પરમાત્માના પ્રેમ દ્વારા આત્માના અનુભવનો મધુર આસ્વાદ કરવાનું દિવ્ય વર્ણન આ વિભાગમાં છે. (`સાધકની વર્તમાન સ્થિતિનું આલેખન છે.)
ભાગ ૩. આ વિભાગમાં આવતા જન્મ માટેનું પૂ. ગુરૂમહારાજે બતાવેલું પ્લાનીંગ અને તે માટેની અદ્ભૂત પ્રક્રિયા છે.
ભાગ ૪. ચોથા વિભાગમાં `ગુરૂ વચનામૃતો' `પૂજ્ય ગુરૂ મહારાજે' `સાધક સાથેના વાર્તાલાપમાં કહેલ દિવ્ય તત્ત્વો અને પ્રાપ્ત થયેલ કેટલીક હસ્ત લિખિત ઝેરોક્ષ આ વિભાગમાં ખૂબ જ પ્રેરણાદાયી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org