________________
૧૪૩
અસંતોષ પરમ ઉપાય
સાધક- અરિહંત પરમાત્મા જેવા કરુણાસાગર પ્રભુ મળવા છતાં, આપના જેવા જ્ઞાની ગુરુનો સત્સમાગમ મળવા છતાં જીવનમાં અસંતોષ શા માટે છે? બીજાની બાહ્ય સંપત્તિ જોઇ ઓછું કેમ આવે છે !
ગુરુમહારાજ- આ પ્રશ્નના જવાબ માટે તો ગુરુતત્ત્વ વિદ્યમાન છે. આ પ્રશ્નનો જવાબ ‘સ્વયં વીતરાગ પ્રભુ છે અને જિન આજ્ઞાધારક સદ્ગુરુ છે.” સાધક- વર્તમાન મહાવિચિત્ર સંસારમાં અહોભાગ્ય છે કે સાધકની વેદનાનો અંતિમ ઉત્તર આપનાર ગુરુ ઉપસ્થિત છે.
ગુરુમહારાજ- વત્સ ! શું તું અન્યને જ જોયા કરીશ ? અન્યની બાહ્ય સંપત્તિ, સમૃદ્ધિ જોઈ તને અસંતોષ થાય છે. બીજાની બાહ્ય અનુકૂળ પરિસ્થિતિ જોઇ તને તારી પાસે ઓછું લાગે છે. શું તું આ બધું જ જોયા કરીશ? બીજાને જોઇ તારૂં મૂલ્ય આંકીશ ? શું તું બીજાના પર્યાયો જોઇને તેની સરખામણી તારા વર્તમાન પર્યાય સાથે જ કરતો રહીશ ? શું તું તારા સ્વરૂપને નહિ દેખે ? તારામાં શું ઓછું છે ? તું સ્વયં અવ્યાબાધ સુખ અને આનંદનો ભંડાર છે. અચિંત્ય શકિતનો સ્વામી છે. કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીનો નિધાન છે. તું સ્વયં તને જો. તારા મૂળ સ્વરૂપને જો. તેમાં સ્થિર બન. તું સ્વમાં જીવ. મુકત જીવન જીવવાનું શરૂ કર. આત્મરૂપે જીવન જીવ.
સાધક- આપ સત્ય જ કહો છો. પરંતુ બાહ્ય સંપત્તિના કારણે અહંને પોપું છું. બાહ્ય સમૃધ્ધિમાં મારાપણાની બુદ્ધિનો મોહ હજી છુટતો નથી. પ્રભુ! કૃપા કરી વિશેષ ભાવો પ્રગટ કરો. બાહ્ય વસ્તુનું અહં મમત્વ કેમ છૂટે ?
ગુરુમહારાજ- અસંતોષ, મનમાં ઓછું આવવું, ચિંતા, ભય, શોક- આ બધાનું મૂળ સ્વવિષયક અપૂર્ણતાનું ભાન છે. પોતે અપૂર્ણ છે તે વિચારમાંથી અસંતોષ, ભય, ચિંતા આદિ વિકારો ઉત્પન્ન થાય છે.
અરિહંત- સિધ્ધ આદિ પરમેષ્ઠિઓના ધ્યાન, ભકિત નમસ્કાર આદિથી સ્વઆત્મામાં સત્તાએ આવી જ પૂર્ણતા રહેલી છે તેની સભાનતા થાય છે.
પોતાનામાં રહેલી પૂર્ણતાની સભાનતા પ્રાપ્ત થતા અપૂર્ણતાના ભાનમાંથી ઉત્પન્ન થયેલ ભય, ચિંતા, અશાંતિ, અસંતોષ આદિ લાગણીઓ નાશ પામે છે. પરમાત્મ ભકિત દ્વારા ઉત્પન્ન થયેલ પોતાની પૂર્ણતાનું ભાન સર્વસુખની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org