SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ યોગ એ અર્થમાં દૂર રહેલ સીમંધરસ્વામી પરમાત્માની નિકટતા સ્મરણ અને ધ્યાન દ્વારા અનુભવી શકાય છે. જે વસ્તુ આપણે મેળવવા ઇચ્છીએ છીએ અગર આપણે જેવા બનવા ઈચ્છીએ છીએ, તેનું સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ સાક્ષાત્ રુપમાં ઉપસ્થિત કરવું અને જેમ જેમ તે સંકલ્પ દઢ અને ચિત્ર સ્પષ્ટ હોય છે તેમ તેમ તે વસ્તુ મળવાનાં અને તેવા બનવાના કારણો ઉપસ્થિત થાય છે અને કારણ ઉપસ્થિત થતાં કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે. જેવા બનવાનો આપણો સંકલ્પ છે, તેવું યથાર્થ ચિત્ર રચીએ. આપણી વૃત્તિઓને તે ચિત્ર જોવામાં લીન બનાવીએ. આપણી કલ્પનાશક્તિ વડે રચાતું ચિત્ર ભવિષ્યમાં થનાર આપણી સ્થિતિનો નમૂનો છે. તે નમૂના પ્રમાણે આપણી સ્થિતિ રચાય છે. કલ્પના શક્તિ વડે આપણે જે કાર્ય સિદ્ધ કરવું છે તેનું ઉત્તમ પ્રકારનું માનસિક ચિત્ર આપણે રચવાનું છે, અને તે ચિત્ર યથાર્થ રચાયું એટલે બાકીનું કાર્ય એની મેળે થયે જ જવાનું. તેથી માનસિક રચેલા ચિત્રને સ્કૂલ રૂપમાં કેવી રીતે પ્રત્યક્ષ કરવું તે વિષે ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ર સ્પષ્ટ રચાતાં અને ભાવ જિનેશ્વરનું સાંનિધ્ય નિત્ય સાધનામાં અનુભવમાં આવતાં, યૂલરૂપમાં આપણે કેવી રીતે ભાવજિનેશ્વર ભગવંત પાસે પહોંચીશું તે કાર્ય ધર્મ મહાસત્તાને સોંપી દો. સાધનામાં રચેલા ચિત્રનું સ્થૂલરૂપે પ્રગટ કરવાનું કાર્ય ધર્મસત્તા પોતેજ કરશે. તે માટે જે સાધનો, પુણ્ય પ્રકૃતિ, સાધના વગેરેની જરૂર હશે તે બધું જ ખેંચાઈને આપણી પાસે આવવાનું જ છે. વિચાર જેટલો સ્પષ્ટ અને શુદ્ધ હશે અને જેટલો વધુ અંદર ઘુંટાશે, તેમ સ્થલ સ્વરૂપે પ્રગટ કર્યા સિવાય રહેતો નથી. આવા સેંકડો દષ્ટાંતો શાસ્ત્રમાં નોંધાયેલાં છે અને પ્રત્યક્ષ વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ. તે મુજબ આપણે મહાવિદેહની ધ્યાનયાત્રા (ભાવયાત્રા) કરીએ છીએ, અને તે દ્વારા આપણી ચેતનાને બદલીએ છીએ. જગતના પદાર્થો મેળવવાના, ભોગવવાના કે ક્રોડપતિ બનવાના, ઉદ્યોગપતિ બનવાના, સંકલ્પો કરી આપણે ધણું સંસાર પરિભ્રમણ કર્યું છે. હવે સાક્ષાત્ ભાવ જિનેશ્વરના દર્શન કરવાનો, તેમની દેશના સાંભળવાનો, તેમની પાસે ચારિત્ર લેવાનો, આપણામાં દ્રવ્યરૂપે રહેલા અહંતુ પર્યાયને પ્રગટ કરવાનો સંકલ્પ આપણે કરીએ છીએ. વર્તમાન જીવનના નામ અને રૂપથી ભિન્ન આપણે ચૈતન્ય સ્વરૂપ આત્મા છીએ તેવી ભાવના પ્રતીતિ અને અનુભવ પરમાત્મા સીમંધરસ્વામિના પ્રભાવથી કરીએ છીએ અને આપણું મૂળ ચૈતન્ય સ્વરૂપ પ્રગટ કરવાનો સંકલ્પ (મનોરથ કરીએ છીએ. કહ્યું છે કે: अथवा भाविनो भूता, स्वपर्यायास्तदात्मकाः। आसते बरुपेण, सर्वद्रयेषु सर्वदा ॥ १९२ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy