________________
૧૯૧ સાહિબા એક ઘડી પ્રભુ તુમ વિના, જાય વરસ સમાન(૨) પ્રેમવિરહ હવે કેમ ખમું, જાણો વચન પ્રમાણ(૨)
- ઘડી યે ન વિસરો તો સાહિબા.”
પ્રભુદર્શનની આવી લગની જ્યારે મનુષ્યને લાગે છે ત્યારે જ પરમાત્મા મળે છે. પરમાત્માના વિયોગ વખતે થયેલા ભાવો, વિયોગમાં રહેલા વિશિષ્ટ યોગને બતાવે છે. વિયોગ વખતે આપણે જેની ઇચ્છા કરીએ છીએ તે વસ્તુ (object) ઘણી દૂર હોય છે પણ વિયોગ વખતે વિશિષ્ટ યોગ થાય છે, જેનાથી સ્મરણ અને ધ્યાન દ્વારા વસ્તુની નિકટતા અનુભવાય છે.
રાવણ સીતાને ઉપાડી લંકામાં લઈ ગયો. રામે હનુમાનને સીતાની ખબર લેવા મોકલ્યા. હનુમાન સીતાની ખબર લઈને રામ પાસે આવીને નિવેદન કરે છે કે સીતાના પ્રાણ રામના ધ્યાનમાં એવી રીતે ખોવાઈ ગયા છે કે સાક્ષાત્ યમરાજા સીતાના પ્રાણનું હરણ કરવા આવ્યા; પરંતુ સીતાના પ્રાણ તો રામના ધ્યાનમાં ખોવાઈ ગયા હતા, તેથી યમરાજને સીતાના પ્રાણ જડયા નહી અને યમરાજા પાછા ચાલ્યા ગયા છે.
ફરીથી હનુમાન કહે છે: “રામવિષયક ધ્યાન રૂપી બારણું સીતામાં એવી રીતે બંધ થઈ ગયું છે, કે સીતાના પ્રાણ શરીરમાંથી છૂટવા માટે દ્વાર શોધે છે, પરંતુ રામના ધ્યાન રૂપી કાર સીતામાં બંધ થઈ ગયેલ હોવાથી, સીતાના પ્રાણ શરીરમાંથી છૂટી શકતા નથી. રામનું ધ્યાન છૂટે તેની સાથે સીતાના પ્રાણ છૂટે તેવી પરિસ્થિતિ છે.” રામ અને સીતા વચ્ચે હજારો માઈલનું અંતર છે, છતાં વિયોગ સમયે અંતરંગમાં સ્મરણ અને ધ્યાન દ્વારા તદ્દન નિકટતા અનુભવાય છે.
પરમાત્માના વિયોગ વખતે થતું આવું ધ્યાન અને સ્મરણ-પરમાત્માની તદ્દન નિકટતાનો અનુભવ કરાવે છે. પરમાત્મમીલનની તીવ્ર ઝંખના (Dynamic Desire) જેને થાય છે. તેને પરમાત્મા અવશ્ય મળે છે.
*
*
*
*
આપણને અત્યારે ભરતક્ષેત્રમાં ભાવ જિનેશ્વર સાક્ષાતરૂપે નથી મળી શકતા. સાક્ષાત્ ભાવ જિનેશ્વર સીમંધરસ્વામી આદિ વીસ વિહરમાન તીર્થકર ભગવાન અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં વિચારી રહ્યા છે. વિયોગ એટલે વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org