SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ પૂ. ગુરુમહારાજનો પત્ર મળ્યો (૧) અરિહંતના ઉપયોગમાં રહેલો આત્મા અરિહંત સ્વરૂપ છે. એવો પાઠ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય, અનુયોગદ્વાર સૂત્ર તથા બીજા નિક્ષેપ વિષયક ગ્રંથમાં મળશે. આગમથી ભાવ નિક્ષેપે અરિહંત - અરિહંતના ધ્યાનમાં તન્મય બનેલો આત્મા છે. એ વાત સર્વમાન્ય છે. (૨) તમે ધ્યાનની વિગત જણાવી તે બરાબર છે. અને તે રીતે ચાલુ રહેવાથી ટૂંક સમયમાં મોટો લાભ થશે. એમાં સંશય નથી. તમારા પત્રનો વિગતવાર જવાબ હવે પછી લખીશું. દેવ-ગુરુ કૃપાથી સાધકની સાધના દરરોજ ચઢતા પરિણામે વધી રહી છે. ઉપરોકત પત્રના અનુસંધાન વાળી ધ્યાન પ્રક્રિયા સાધકને નિયમિત ચાલુ રહી છે. તે નીચે મુજબ છે. આ ધ્યાન પ્રક્રિયાની નોંધ પૂ. ગુરુમહારાજની હસ્તલિખિત નોંધમાં ૨૮-૧૨-૬૯ ના દિવસે નોંધેલી છે. પહેલા પ્રયોગમાં સામે ભગવાન હતા. હવે સાધક પ્રાર્થના કરે છે - ૐ ૩ રદ્ ક ર - હે પ્રભુ ! તમે મારા અંદર આવીને પ્રસન્ન થાઓ! પરમાત્મા સામે હતા, તે હૃદયમાં પધારે છે. હૃદયમાં અનંત કલાનિધાન પરમાત્મા બિરાજમાન છે. પરમાત્માનું અને સાધનું મુખ એક જ દિશામાં છે. હૃદયમાં અનંત જીવોના પરમ ઉદ્ધારક, જ્યોતિર્મય, પ્રેમ- કરુણાના ભંડાર, અનંત શકિતના મહાભંડાર પરમાત્મા બિરાજમાન છે. તે પરમાત્માનું હૃદયમાં ધ્યાન કરવું. (૧) પરમાત્મા પ્રેમ - કરુણા - વાત્સલ્યના પરમ ભંડાર છે. હૃદયમાં રહેલા પરમાત્મામાંથી પ્રેમ - કરુણાના ફુવારા ઊડે છે. આ ફુવારાનો પ્રવાહ આપણા શરીરમાં ફેલાય છે. આપણા લોહીના અણુએ અણુ, આત્મ પ્રદેશો પ્રેમ સ્વરૂપ બને છે, આપણે પોતે પ્રેમ સ્વરૂપ બનીએ છીએ. (૨) ભગવાન પરમ આનંદ સ્વરૂપ છે. ભગવાનમાંથી આનંદના પ્રવાહો નીકળી આપણા અંદર ફેલાય છે.....આપણે આનંદ સ્વરૂપ બનીએ છીએ. (૩) ભગવાન અવ્યાબાધ સુખ સ્વરૂપ છે. પરમાત્મામાંથી ચારે દિશામાં સુખના પ્રવાહો નીકળી આપણા અંદર ફેલાય છે. આપણે સ્વયં સુખ સ્વરૂપ બનીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy