SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) ભગવાન અચિત્ય શકિતયુકત છે. તે શકિતના પ્રવાહો આપણા અંદર ફેલાવાથી આપણે સ્વયં શકિતપૂર્ણ બનીએ છીએ. મહાન કાર્યો સિદ્ધ કરવાની શકિત આપણા અંદર ઉત્પન્ન થઈ છે. (૫) ભગવાન કેવળજ્ઞાન આદિ ગુણસમૃદ્ધિના ભંડાર છે. તે સમૃદ્ધિના પ્રવાહો ભગવાનમાંથી નીકળી આપણા અંદર ફેલાય છે. આપણે સમૃદ્ધિથી પૂર્ણ બનીએ છીએ. (૬) હૃદયમાં રહેલા પરમાત્મા હવે ધીમે ધીમે મોટા બને છે. અને આપણા દેહ પ્રમાણ બને છે. પરમાત્માના અસંખ્ય પ્રદેશો એકમેક મળે છે. પરમાત્માના પ્રત્યેક આત્મપ્રદેશમાં અનંત સુખ અને અનંત ગુણોનો વાસ છે. “એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંતનો વાસ રે” પરમાત્માના આવા દિવ્ય આત્મપ્રદેશો આપણા આત્મપ્રદેશો સાથે મળતાં આપણે દિવ્ય પરમાનંદનો અનુભવ કરીએ છીએ. પરમાત્મા પૂર્ણ છે. તેમની પૂર્ણતાનું આપણા આત્મપ્રદેશો સાથે મિલન થતાં આપણને પૂર્ણતાનો અનુભવ થાય છે. આપણે ધ્યાન સમયે પૂર્ણ સ્વરૂપ છીએ. આપણા પૂર્ણ સ્વરૂપને આપણે જોઈએ છીએ. તેમાં ધ્યાન સ્થિર થતાં વિકલ્પ શાંત થાય છે. પૂર્ણતા હોય ત્યાં વિકલ્પ હોતાં નથી. અત્યારે વર્તમાન સમયે સાધક શાંત અવસ્થામાં પરમાનંદનો અનુભવ કરે છે. પરમાત્મા સદશ પોતાના આત્મસ્વરૂપના અનુભવની તૈયારીમાં છે. ગમે તેવા કિલષ્ટ સંજોગોમાં પણ બાર નવકાર ગણી આ પ્રયોગ કરવાથી આપણે શાંતિ અને આનંદથી ભરાઈ જઈએ છીએ. કારણ કે આપણે પોતે જ સત્તામાં આનંદ અને સુખના મહાસાગર છીએ- તે ભૂલાઈ જવાથી અશાંતિ હતી. આ પ્રયોગથી પરમાત્માના સાન્નિધ્યના પ્રભાવે આપણા અંદર રહેલ સુખ, આનંદ, શાંતિનું ભાન થવાથી આપણે શાંતિ અને આનંદનો અનુભવ કરીએ છીએ. ઉપરના પ્રયોગ સંબંધી સાધકને પૂ. ગુરુમહારાજ સાથે થયેલ વાર્તાલાપનો - સાર નીચે મુજબ છે :- પૂ. ગુરુમહારાજ :- આ પ્રયોગ ધીરે ધીરે વધુ એકાગ્રતાપૂર્વક થવાથી છેવટે આત્માની પૂર્ણતાનો અનુભવ કરાવશે. અને નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ દશામાં આત્માનુભવ રૂપ બનશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy