SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ન્યાય એટલા માટે છે કે કર્મનો નિયમ ન્યાયી છે. સર્વત્ર દયા એટલા. માટે છે કે ધર્મનો નિયમ દયા ભરપૂર છે. ધર્મને શરણે આવનારના પાપ માફ છે. અધર્મને માર્ગે ચાલનારને તેથી રોકવા કર્મસત્તા હાજરાહજાર છે. કર્મસત્તા ન્યાયી ઈશ્વર છે. ધર્મસત્તા દયાળ ઈશ્વર છે. એક સર્જનહાર છે, એક પાલનહાર છે. સર્જનહાર જીવનો પોતાનો અધ્યવસાય છે. તેથી સર્જનહાર જીવ પોતે છે. રક્ષણહાર પણ જીવનો પોતાનો અધ્યવસાય છે તેમ રક્ષણહાર પણ પોતે જ છે. પ્રત્યેક અધ્યવસાય યોગ અને ઉપયોગ રૂપ છે. તેથી યોગ વડે સર્જન થાય છે. અને ઉપયોગ વડે પાલન થાય છે. તે બન્ને જયારે શુદ્ધ ઉપયોગમાં (પરમાત્મામાં) જોડાય છે, ત્યારે શુદ્ધ બને છે અને તે જ પરમાત્મ ધ્યાનનો અનુભવ છે. ક્રોધથી માન ઉદ્ભવે છે, અભિમાનથી વિનાશ સર્જાય છે. ક્રિયાએ કર્મ, પરિણામે બંધ, ઉપયોગે ધર્મ અને ભાવનાએ મોક્ષ છે. આત્મતત્ત્વ જેણે ચિંતવ્યું નથી, તેનો મનુષ્ય જન્મ નિષ્ફળ ગયો સમજવો. દરેકને એમ થાય છે કે હું ન હોઉં તો દુનિયા કેમ ચાલશે ? વસ્તુસ્થિતિ એ છે કે હું તો શું પણ આખી દુનિયા જ ન હોય તો પણ દુનિયાનું ચાલવાનું છે. ૫૧. જ્ઞાન અને અજ્ઞાન માનવ જન્મ્યો ત્યારથી તેને અજ્ઞાનનું પ્રદાન કરવામાં આવે છે. બાબાને “ચંદુ ચંદુ’ કહો એટલે બાબો સમજે કે હું ચંદુ છું. પછી આનો દીકરો, આનો પતિ, આનો બાપ અને આનો દાદો થાઉં છું. અજ્ઞાનતાનું પ્રદાન થયા જ કરે છે. અજ્ઞાન પ્રદાનનું ફળ સંસાર છે. જ્ઞાન પ્રદાનનું ફળ મોક્ષ છે. “હું કોણ છું ?” એવું જ્ઞાન થાય તો જ સ્વરૂપનું જ્ઞાન થાય. સ્વરૂપનું જ્ઞાન કેવળજ્ઞાની અને કેવળજ્ઞાનીના વચનને જાણનાર ગુરુ જ કરાવી શકે છે. (પ્રવચન અંજન એ સદ્ગુરુ કરે.) ૫૨. ગુરુ મહારાજનો ઇષ્ટમંત્ર ૐ અહં નમઃ ઇતિ સચ્ચિદાનંદઘન નાદ બિન્દુ કલામૃત જ્યોતિ સ્વરૂપાય નમો નમઃ (વર્ણ ૩૨) % અહં નમઃ ઈતિ સર્વ તંત્ર સ્વતંત્ર પરબ્રહ્મ પરમાત્મને નમો નમઃ (વર્ણ ૨૭) પ૩. ગુરુવચનામૃત વૈરાગ્ય વિના સર્વ વિરતિ નહિ અને મૈત્રી વિના મુકિત નહિ. વૈરાગ્ય માટે મૃત્યુ સામે રહેવું જોઈએ. મૈત્રી માટે ભવ ભ્રમણનો વિચાર સતત રહેવો જોઇએ. જગત લેણદાર છે. આપણે તેના કરજદાર છીએ. પોતાની અલ્પતાનું દર્શન કરવું તે મહાન થવાનો પ્રારંભ છે. પરમાત્માનો મેળાપ બુધ્ધિમાં નહિ, હૃદયમાં થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy