SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ જરા મરણ અને વિવિધજાતિના દુ:ખ ભોગવવાથી ખપે છે. આ દુ:ખથી છૂટવાની તમન્ના જાગી હોય અને આ ભવ, પરભવ ભવોભવ અંતે શાશ્વત સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગી હોય તો આ કાર્ય કરવું પડશે. ૪૪. તત્ત્વચિંતન (૧) પહેલાં જડ- ચેતનનું ભેદજ્ઞાન કરીને વીતરાગ પ્રભુની આજ્ઞા મુજબ શ્રદ્ધા કરવી પડશે. ચેતન પોતાનું છે જડ પરાયું છે. તે જડના સંયોગરૂપ કર્મના કારણે ભાડાના મકાનની માફક છે. ૫૨વસ્તુમાં રાગ દ્વેષ કરીને દુઃખનો ભા૨ વગર જરૂરે ખરીદ્યો છે. હવે ચેતનને જાગવું જોઈએ. મહાપુરુષો ચેતનને જગાડે છે તે આ પ્રમાણે : જ્ઞાન અનંત જીવનો નિજ ગુણ, તે પુદ્ગલ આવરીયા જી; અનંત શકિતનો ધણી તે, ઇણ કાયર કરીયાજી. (૧) ચાર ગતિમે ભટકે જી; પુદ્ગલ મોહ પ્રસંગે ચેતન, યુગલ મોહ તજી શિવ જાતાં, સમય માત્ર નહિ અટકે જી. (૨) ગર્ભાદિક દુ:ખ વાર અનંતી, પુદ્ગલ સંગે પુદ્ગલ સંગ નિવાર પલકમેં, અજરામર કહેવાયો જી. જન્મ જરા મરણાદિક ચેતન, નાનાવિધ દુઃખ પુદ્ગલ સંગ નિવાર વહ દિન, અજરામર હાથ થાવેજી હે આત્મન્ ! હવે તું વિચાર કે, આત્માને માટે એક પુદ્ગલની પણ જરૂર નથી. એક પુદ્ગલ પણ આત્માને કામ આવતો નથી. તો પછી પર વસ્તુમાં રાગ દ્વેષ મમતાદિ છોડી દે, પુદ્ગલનો સંયોગ છે ત્યાં સુધી તેનું કાર્ય પુદ્ગલના કારણે પુદ્ગલ કરે છે. (૨) હે આત્મન્ ! તું દુકાનનો માલીક છે, શેઠ છે, તારી પેઢી ઉપર રહે છે. તેમજ આ ઇન્દ્રિયો આદિ નોકરો ઉપર જાગૃત બનીને, કાબુ રાખ. મોટા મુનીમ છે તેને ભલામણ કરી દે, કે જુઓ ! મેં બેભાન અવસ્થામાં તમારા ભરોંસે રહી તમારામાં સામેલ રહી ઘણો માર ખાધો છે, હવે મને અરિહંત પરમાત્માના વચન ઉપર પૂરો વિશ્વાસ થયો છે. તેથી ભાન થયું છે કે તમારો અને મારો સંયોગ થોડા વખતનો છે. ાર્ય કરવામાં વિતરાગ પરમાત્માની આજ્ઞા અનુસાર કરવું પડશે. જરૂરિયાત સિવાય એક ડગલું Jain Education International For Private & Personal Use Only પાયોજી. (૩) પાવેજી; (૪) www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy