SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ આ સૂત્રના ધ્યાનથી ધ્યેયરૂપ પરમાત્મ તત્ત્વની અભેદતા સધાય છે. અને છેવટે ધ્યેય સ્વરૂપ બનાય છે. | સર્વે જીવા ઉપાદેયા, શક્તિરૂપા શિવાત્મકા ! વ્યકિતરૂપોલ્લસનું મોક્ષા, પંચભિઃ પરમેષ્ઠિનઃ || સર્વ જીવ શકિતરૂપે પરમાત્મા છે. વ્યકિતરૂપે પરમાત્મા પંચ પરમેષ્ઠિ છે. શકિતરૂપ પરમાત્મા સર્વ જીવો છે. (૪) ગુણ પર્યાયવત્ દ્રવ્ય ગુણ સહભાવી (દ્રવ્યની સાથે રહેનારા) છે. પર્યાય ક્રમભાવી (કમસર આવીને જનારા) છે. તે બન્નેનો આધાર દ્રવ્ય છે. દ્રવ્યનું સૈકાલિક અસ્તિત્વ વિચારવાથી અને પરિવર્તનશીલ પર્યાયોનો આધાર પણ તે દ્રવ્ય હોવાથી વિકલ્પ જાળ તૂટી જાય છે. પલટાતા જતા પર્યાયોમાં રાગ દ્વેષ મંદ પડી જાય છે. ગુણ પર્યાયથી આત્મદ્રવ્યના અભેદનું જ્ઞાન થવાથી, પલટાતા પર્યાયોથી ઉત્પન્ન થતી વિકલ્પ જાળ તૂટી જાય છે. પર્યાયો દ્રવ્યમાંથી ઉત્પન્ન થઈ દ્રવ્યમાં સમાઈ જાય છે. જુદા જુદા પર્યાયો વચ્ચે પણ આત્મદ્રવ્યની એકતા ભાવિત થવાથી સુખદુઃખ, અનુકૂળ-પ્રતિકૂળ, સારું-ખોટું વગેરેમાં કાળભેદે અભેદરૂપ એક આત્મદ્રવ્ય હોવાથી રાગ-દ્વેષ અને સુખ-દુઃખનો અનુભવ ઘટી જાય છે અને સમત્વ આવે છે. સૈકાલિક પર્યાયોમાં અનુસ્મૃત એક જ આત્મદ્રવ્ય છે. તે એકત્વ બુદ્ધિ વૈર્ય ગુણ પ્રગટાવે છે. આ સૂત્રના ચિંતનથી અવસ્થા (પર્યાય)માંથી અવસ્થાવાન (દ્રવ્ય)માં જવાય છે અને અવસ્થાવાન આત્મદ્રવ્યની મહાનતા અને વિશાળતા ભાવિત થતાં ધ્યાનમાં સ્થિરત્વ આવે છે અને છેવટે પલટાતા પર્યાયોમાં આત્મદ્રવ્યની એકતા, નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ દશા સુધી પહોંચાડે છે. જ્યાં શાન્ત સરોવરની અગાધતા છે. મોતી પર્યાય છે, દોરો ગુણ છે, અને માળા તે દ્રવ્ય છે. “શરૂઆતમાં પર્યાયનો અને ગુણનો વિચાર છે. પરંતુ માળા તૈયાર થયા પછી પહેરવાનો આનંદ છે. તે રીતે ગુણ પર્યાયમાંથી દ્રવ્યમાં આવીએ છીએ ત્યારે સ્વરૂપ રમણતાનો આનંદ અનુભવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy