SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૧ -અભેદ ધ્યાન ચાલી રહ્યું છે. જે ઉપયોગમાં આપણે લીન બનીએ છીએ તે આકારવાળો આપણો આત્મા થાય છે. તેથી હવે અત્યારે આપણો આત્મા અરિહંત આકારવાળો બન્યો છે. (આવું અનુભવવું.) (ઉપયોગથી ઉપયોગવાન આત્મા અભિન્ન છે.) હવે અરિહંતમાં લીન બનેલા અને તેથી અરિહંત આકારવાળા આપણા આત્માને આપણે જોઈએ છીએ.. અરિહંત આકારવાળા બનેલા આપણા આત્માનું આપણે ધ્યાન કરીએ છીએ. આપણો ઉપયોગ, “અરિહંત આકારવાળા બનેલા આપણા આત્માના સ્વરૂપમાં” સ્થિર બનવાથી આત્માનુભવની સ્થિતિમાં આપણે અત્યારે છીએ................ (આવું અનુભવવું.) પરમ આનંદ અને સુખનો અનુભવ થઈ રહ્યો છે ............. થોડી ક્ષણ આ સ્થિતિમાં સ્થિર બનવું ............ ઉપયોગ બદલાય તો ફરી ફરી સ્થિર કરવા પ્રયત્ન કરવો. પ્રયત્ન ચાલુ રાખવો.............. આત્માના અનુભવની સ્થિતિમાં અત્યારે આપણે ચેતન્ય છે........... પરમ આનંદ અને સુખ આપણે અનુભવી રહ્યા છીએ. આનંદ અમૃતરસ પીવો..................... ફરી ફરી પીવો. ... અમૃતથી ભરાઈ જશે. 38 શાન્તિ શાન્તિ શાનિ.. પરમાત્માના પૂર્ણ પ્રકાશના આલંબને સ્વ આત્માના દિવ્ય સ્વરૂપનું દર્શન થવું તે જ સાચો નમસ્કાર છે, તેને જ સાચો પુરુષાર્થ કહેવાય છે. તેનું જ જીવન ધન્ય છે કે જે પરમાત્માના આલંબને સ્વ આત્માનો અનુભવ કરે છે. તે જ મહાન આત્માઓનું જીવન ધન્ય છે, જે અરિહંત આદિ પદોના ઉપયોગમાં સદા લીન છે. તે જ સાચી સાધના છે, જેમાં પરમાત્માનું આલંબન લઈને તેના આધારે પોતાના આત્માનું અરિહંત, સિદ્ધ ભગવંત રૂપે ધ્યાન કરવામાં આવે છે. જે ભકિતની પરાકાષ્ઠાએ છે, જેનું જીવન પ્રભુને સમર્પિત છે તેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy