SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પપ હું જાણું છું કે જ્યાં સુધી કર્મની ઉપાધિ છે, ત્યાં સુધી અનંતકાળનું અભેદ મીલન કેવી રીતે થઈ શકે ? પણ કર્મનું બંધન તોડવા માટે જ્ઞાની કહે “બંધની બેડી ભંજવા, જિન ગુણ ધ્યાન કુઠાર.” કર્મબંધનની બેડીને ભાંગવા માટે પ્રભુનું ધ્યાન કુઠાર (કુહાડા) સમાન છે. એટલે તારું સતત સ્મરણ, દર્શન, પૂજન, વંદન, આજ્ઞાપાલન અને ધ્યાન એ જ મારું જીવન તમારા પ્રભાવે બનો તેવી પ્રાર્થના કરી હવે પં. ભદ્રંકરવિજયજીના સાન્નિધ્યની દિવ્યપળોનો વિભાગ-૨ શરૂ થાય છે. પરમાત્મ પ્રેમનો મધુર આસ્વાદ ફૂલકી ભાષા (ધી લેંગવેજ ઓફ ફલાવર્સ) ફૂલને પણ ભાષા હોય છે. કોઈ કન્યા જયારે કોઈના પ્રેમમાં પડે છે ત્યારે તે પોતાના પ્રેમીને ફૂલ મોકલે છે. ફૂલના માધ્યમ દ્વારા તે પોતાના પ્રેમીને કહેવડાવે છે કે – “હું તારા પ્રેમમાં છું.” પ્રેમ કે લાગણી જે શબ્દો દ્વારા વ્યકત કરી શકાતી નથી, તે મૌન રહીને ફૂલ દ્વારા વ્યકત કરી શકાય છે. - ઘણી જગ્યાએ મૈત્રીને ગાઢ બનાવવા માટે ફૂલ ભેટ મોકલાય છે. કોઈના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ફૂલનો ગુચ્છો ભેટ આપવામાં આવે છે. લાલ રંગનું ફૂલ આપવામાં આવે ત્યારે “હું તારા પ્રેમમાં છું” તેવો સ્પષ્ટ સંકેત પ્રેમીને સમજાઈ જાય છે. કેટલીક વખત તો ફૂલની કોમળતા, રંગ, પરિમલ દ્વારા વ્યકત થતો પ્રેમ સંદેશો- “તારા પ્રેમને હું સ્વીકારું છું.” તેવો વળતો જવાબ પણ ફૂલ દ્વારા મળી જાય છે. મારા ગુરુએ કહ્યું કે જગતમાં પ્રેમ કરવા લાયક એક અને એક જ “અરિહંત' પરમાત્મા છે. તેમને શા માટે આપણા પ્રેમના પરમ પાત્ર રૂપે સ્વીકારવા? તેના મધુર ભાવોનું દિવસો અને મહિનાઓ સુધી પૂ. ગુરુ મહારાજે વર્ણન કર્યું... અને મારા (બાબુભાઈ કડીવાળા) હૃદયના તાર ઝણઝણી ઊઠયા. કોઈ અગમ્ય પ્રેમના ભાવોમાં હું ઝુલવા માંડ્યો. કયારેક તો અવાકુ બની જાઉ. પ્રભુ પ્રેમની લાગણીઓ અવ્યકત રીતે શરીરના અણુઓ અને આત્મપ્રદેશોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy