________________
૧૫૬
ઝુલવા લાગી. પ્રેમીને મળવાની ઉર્મિઓ ઉછળવા લાગી. કાંઈ ન સમજાઈ શકાય એવું આકર્ષણ, રોમાંચ, સંભ્રમ, ઉલ્લાસમાં મનડું રમે.... (આ પરાભકિતનો વિષય છે.)
હૃદય જયારે અરિહંતના પ્રેમમાં પડે છે ત્યારે તે પ્રેમની અભિવ્યકિત કરવા એક મઝાનું પરિમલ યુક્ત સુકોમળ લાલ રંગનું ગુલાબનું ફૂલ લઈ મારા પ્રિયતમ પ્રભુજીને સંદેશો મોકલવા સંબોધન કરે છે....
પ્રેમી સાધક :- હે સુકોમળ પુષ્પ ! મારા પ્રિયતમને તું મારો સંદેશો પહોંચાડીશ ?
ફૂલ :- હા, પ્રેમી મનુષ્ય ! મારું કાર્ય જ પ્રેમીઓના સંદેશા પહોંચાડવાનું છે. સાધક પ્રેમી :- મારા પ્રાણ આધાર, મારા હૈયાના હાર પ્રિયતમને કહેજે કે (આ ફૂલ મોકલનાર) તારા પ્રેમમાં છે. અને પ્રેમના પ્રતીક રૂપે તને (ફૂલને) મોકલ્યું છે. ‘યે ફૂલ નહિ, મેરા દિલ હૈ, મેરા સબ કુછ હૈ, મેરા સર્વસ્વ હૈ.’
મારા પ્રિયતમ અરિહંત પ્રભુને કહેજે કે - “હું તારા પ્રેમમાં છું. તારા સિવાય હવે જીવી શકાય તેમ નથી.” બિન દરિશન મોહે કલ ન પરત હૈ, તરફ તરફ તનુ છીજે.” તારા વગર શરીરમાં પ્રાણ તરફડીયા મારે છે. તારા વિરહની એક એક ઘડી વરસ સમાન ભાસે છે, ફરી મારા પ્રિયતમને કહેજે - “હું તારા પ્રેમમાં છું.”
આટલો સંદેશો કહેતાં મારા ગાલ ઉપર બહારથી શરમના શેરડાં પડી ગયાં, પણ અંદરથી પ્રેમનો સંદેશો લઈ જનાર કોઈ મળ્યું તેનું મારા હોઠ ઉપર મધુર સ્મિત રમી રહ્યું.
(આ સંદેશાના પ્રતીક રૂપે ફુલ બે હાથમાં લઈ સંદેશો પહોંચાડશે તેવા ભાવથી મારા પ્રિયતમ અરિહંતના ચરણમાં સમર્પિત કર્યું.)
(બીજી વખત સંદેશો મોકલે છે.)
સાધક પ્રેમી :- હે સુકોમળ ફૂલ ! મારો સંદેશો મારા પ્રિયતમ પ્રભુને પહોંચાડજે કે - ‘તું મને બહુ જ ગમે છે...બહુ જ ગમે છે...હું તને ચાહું છું. હું તને અનહદ પ્રેમસભર પ્યાર કરૂં છું. તારા ચરણોના સેવક તરીકે તું મારો સ્વીકાર કર ! મારા પ્રેમનો સ્વીકાર કર ! મારા જીવનું સર્વસ્વ પ્રિયતમ! મારા પ્રેમનો ‘ઓમ્' કહીને સ્વીકાર કરે તેવી અભિલાષામાં સમય વીતાવું છું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org