SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ પ્રિય વાચક મિત્રો ! આપણા જીવનનો ઘણો ખરો ભાગ મનના ભોંયતળીયામાં વીતાવતા હતા. તેને અગાસીમાં જઈ જીહ્નની મોકળાશ અનુભવવા માટે તમને આ વાંચી માર્ગ મળી જશે. પ.પૂ.પંન્યાસજી ભદ્રંકરવિજયનાં દિવ્ય સંદેશને જીવનમાં આચરણ કરી આપણે સૌ મોક્ષ માર્ગના સાધક બનીએ અને યોગ્ય આત્માઓને મોક્ષ માર્ગનાં સાચા સાધક બનાવીએ એ જ અભ્યર્થના. પીય પીયું કરી તમને જપું રે, હું ચાતક તુમ હરે; આવો ચતુર સુખ ભોગી. કીજે વાત એકાંતે અભોગી. પ્રેમ ગલી અતિ સાંકડી, તેમાં દો ન સમાય. પ્રિયતમ અરિહંતના પ્રેમમાં મારું અસ્તિત્વ મેં ખોઈ નાંખ્યું છે. હું છું કે નહિ તેની મને ખબર નથી, તું છે, “પ્રિયતમ છે” તેની તો મને ખાત્રી છે. “હું નથી” “હું” મને જડતો પણ નથી. “તું” માં હું સમાઈ ગયો છું. હવે મારૂં કોઈ અલગ વ્યકિતત્વ નથી. સતી સ્ત્રી પોતાના પતિમાં પોતાનું સર્વસ્વ માને છે. પુત્રને ઉછેરીને મોટો કરે છે. પણ પુત્રની પાછળ પિતાનું નામ લખાય છે. કારણ કે સતી સ્ત્રીએ પતિમાં પોતાનું વ્યકિતત્વ વિલીન કરી દીધેલું છે. તેમ “તું” માં “હું” સમાઈ ગયો છું. પ્રેમની સાંકડી ગલીમાં “તું” માં “હું” ખોવાઈ જાય અને બન્ને વચ્ચે અભેદ એક્તા થાય છે. બન્નેને જુદા જુદા સમાવવાની મોકળાશ પ્રેમગલીમાં નથી. બે જયારે એક થાય ત્યારે જ પ્રેમની ગલીમાં પ્રવેશ છે. “જબ તક હૈ, તબ પ્રભુ નહિ, જબ પ્રભુ, તબ નહિ મેં, પ્રભુ શોધન કું મે ચલા, કિન્તુ પ્રભુ પતા નહી. જબ ભુ મીલ ગયા, તબ મેરા પતા નહીં. જગત મને કહેશે કે પ્રેમ આંધળો છે. ઘેલછા કરે ભગવાન મળતા નથી. માથા ઉપર દહીંની મટકી લઈ ગોપીઓ દહીં વેચવા નીકળે છે, પણ માધવ- કૃષ્ણ પાછળ એટલી ઘેલી થઈ ગઈ છે કે બોલે છે – “કોઈ માધવ લ્યો” “કોઇ માધવ લ્યો.” અને કોઈ મુમુક્ષુએ પૂછયું કે - “મારે માધવ લેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy