________________
હૃદયમાં ઝીલવા સંબંધીના ભાવો અભિવ્યકત કર્યા.
તે વખતે ગુરુમહારાજે કહ્યું, "પરમાત્માની કરુણાની ધારામાં સ્નાન આપણે નિરંતર કરવાનું છે. સાધના સમયે વિશિષ્ટ પ્રયોગ દ્વારા અને બાકીના સમયે પણ આપણે પ્રભુની કરુણામાં જ વસીએ છીએ, આપણું યોગ - સેમ પરમાત્માની કરૂણા જ કરે છે. સર્વત્ર પ્રભુની કરુણા વરસી રહી છે....... સર્વ જીવ ઉપર વરસી રહી છે. જગતના સર્વ જીવો પ્રભુની કરુણાના પાત્ર છે. આવું ચિંતનમનન જરૂરી છે. ખાસ યાદ રાખવું કે પ્રભુની કરુણાનો અનુભવ ભકત હૃદય કરી શકે છે. માટે પ્રભુ પ્રત્યે પ્રેમ કરવો".
સાધના વખતે ચાર મુદ્દા યાદ રાખવા - (૧) પરમાત્મા કરુણાશકિતના મહાન ભંડાર છે. स्मरणमपि यदियं विन वल्ली कुठारं । श्रयति यदनुरागात् सन्निधानं निधानं ॥ तमिह निहित पापं व्यापमापद्भिदाया ।
मति निपूण चरितं पार्श्वनाथं प्रणौमि ॥ (૨) તે પરમાત્માની કરુણા તમારા ઉપર વરસી રહી છે તેનું ધ્યાન
કરો. સાન્નિધ્ય અનુભવો. (૩) તે કરુણા તમારી અંદર કાર્યશીલ થઈ છે તેવી દઢ શ્રદ્ધા રાખો. (૪) તેનાથી કાર્ય થયું તેનું નિરીક્ષણ કરો. અને તેવો અનુભવ કરો.
સાધના મુખ્ય આ ચાર વિભાગમાં કાર્યશીલ થાય છે. નવા ડીસામાં ૨૦૧૪ના આસો સુદી પૂનમે સિદ્ધચક્ર પૂજન પછી પૂ. ગુરુમહારાજે કહ્યું :
ज्ञानवद्भिः समाम्नातं वनस्वाम्यादिभिः स्फुटम् । विद्याप्रवादात्समुद्धृत्य बीजभूतं शिवश्रियः ॥ जन्मदावहु ताशस्य प्रशान्ति नववारिदं । गुरूपदेशाद्विज्ञाय सिद्ध चक्रं विचिन्तयेत् ॥
(યોગશાસ્ત્ર : અષ્ટમ પ્રકાશ
શ્લોક ૭૫-૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org