SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પરમાત્માનો પ્રભાવ કરેલું કર્મ અવશ્ય ભોગવવું પડે છે, તે ભોગવ્યા સિવાય આપણો છૂટકો જ નથી, તો પરમાત્માનો પ્રભાવ કેવી રીતે માનવો ? પરમાત્માના પ્રભાવે કાર્યસિદ્ધિ થાય છે તેવું માનવામાં કર્મના નિયમનું શું ? શું કર્મના નિયમનો ભંગ થાય છે ? અગર કર્મના નિયમ અનુસાર પરમાત્માના પ્રભાવે કાર્યસિદ્ધિ થાય છે ? આ બહુ જ તાત્ત્વિક પ્રશ્ન (Intelligent question) છે. પૂ.ગુરુ મહારાજે આપેલું સમાધાન - પરમાત્માના પ્રભાવે કાર્યસિદ્ધિ જરૂર થાય છે. શ્રીપાલ અને મયણાનું પ્રત્યક્ષ દષ્ટાંત છે. પરમાત્માના પ્રભાવે કાર્યસિદ્ધિ કર્મના નિયમ અનુસાર જ થાય છે. કમ ના નિયમનો ભંગ થઈને નહીં. કમ્મપયડી' નામના અદ્ભુત ગ્રંથમાં શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે :આપણા આત્મામાં કેટલાય બંધાયેલા કર્મ અત્યારે સત્તામાં (સ્ટોકમાં) પડેલાં છે. શુભ કે અશુભ અધ્યવસાય પ્રમાણે તે સત્તામાં રહેલાં (સ્ટોકમાં પડેલાં) કર્મોમાં સમયે સમયે ફેરફાર, કરણોની અસર દ્વારા થાય છે. આવાં આઠ કરણો છે. (૧) બંધન કરણ (૨) સંક્રમણ કરણ (૩) ઉદ્વર્તનો કરણ (૪) અપવર્તન કરણ (૫) ઉદીરણા કરણ (૬) ઉપશમના કરણ (૭) નિધત્તિ કરણ (૮) નિકાચના કરણ. હવે આપણે સંક્રમણ કરણ જોઈએ. ગંગાનું પાણી વહેતું હોય અને લોટો ભરીને ગંદું પાણી તેમાં નાંખીએ તો નાખતાની સાથે ગંદું પાણી ગંગાનું પાણી બની જાય છે તેમ જિનભકિત- પરમાત્મ સ્મરણ-ધ્યાન આદિ શુભ અધ્યવસાય આત્મામાં ચાલતા હોય તે વખતે અશુભ કર્મનું શુભ કર્મમાં સંક્રમણ થાય છે એટલે કે અશુભ કર્મ શુભ રૂપમાં પલટાઈ જાય છે. જે રીતે ગટરના પાણીમાં લોટો ભરીને ગંગાનું પાણી નાંખીએ તે વખતે જ ગંગાનું પાણી ગટરનું પાણી બની જાય છે, તે રીતે આત્મામાં અશુભ અધ્યવસાય ચાલતો હોય ત્યારે શુભ કર્મનું અશુભ રૂપે સંક્રમણ થાય છે. (પલટાય છે.) હવે ઉદ્વર્તના અને અપવર્તના કરણ જોઈએ. સત્તામાં રહેલાં કર્મોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy