SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ તત્ત્વાર્થના છ સૂત્રોનું ચિંતન ‘આપવું' એ જેનો જીવન મંત્ર છે. ચોવીસે કલાક જે આપ્યા જ કરે છે. નેત્રમાંથી જે પ્રેમઆપે છે. હૈયેથી હેત આપે છે. મધુર સ્મિત દ્વારા સૌને શાતા આપે છે. મધુર વાણી દ્વારા તત્ત્વજ્ઞાન આપે છે. વિશ્વના અનંતાનંત જીવોને હૃદયથી જે ભાવ આપે છે. સૌને મોક્ષ મળે, સમ્યગ્દર્શન મળે, જિનશાસન મળે તે ભાવ જ્યાંથી નિરંતર વહી રહ્યો છે, આ ભાવ રસ રૂપ બની જેના આત્મપ્રદેશોમાં ઢળી રહ્યો છે, એવા મહાયોગી આજે રત્નનો દાબડો ખોલીને બેઠા છે. ૨૦૩૩ના મહા વદના દિવસો છે. સાધક ત્યાં પહોંચે છે. રત્નનો વેપાર શરૂ થાય છે. (પૂ. ગુરુમહારાજના આપવા સંબંધી વિચારો :- લેવામાં આળસનો અંધકાર છે અને આપવામાં પૂનમની ચાંદનીની પરમ શીતળતા છે. એક દિવસ માટે પણ બીજાના આનંદ કે સુખ માટે જીવન જીવી જુઓ, તમે કાંઈ જુદા જ બની જશો. લેવા લેવાના ભાવમાં અનંત કાળ સંસારમાં રઝળપટ્ટી કરી, હવે આપવાના ભાવ શરૂ કરો. દિવ્ય આનંદ અનુભવાશે. ૨૦૩૩ મહા વદ ૧૧ થી ાગણ સુદ સુધી ઘાણેરાવમાં થયેલા વાર્તાલાપની વિશેષ નોંધ :- આ દિવસોમાં પોતાના પુત્રને અંતિમ શિખામણ આપતા હોય તેવા અનેક ભાવો છે ઃ તેમાંના કેટલાક નીચે મુજબ છે : પૂ. ગુરુ મહારાજ :- સાધના કેમ ચાલે છે ? સાધક ઃ- દરરોજ પાંચ-છ કલાક આરાધના થાય છે. ગુરુ મહારાજ :- પાંચ-છ કલાકની સાધના હવે ન ચાલે. ૨૪ કલાકની સાધનાનો સમય પાકી ગયો છે. માટે જાગૃત થઈ છ સૂત્રોને ભાવિત કરી તેના ઉપર અનુપ્રેક્ષા - ધ્યાન કરવું. ‘સમયં ગોયમ મા પમાયએ' આ સૂત્રને વારંવાર યાદ કરી પ્રમાદ છોડવો. આત્મા કે પરમાત્મા સિવાય ઉપયોગને અન્યત્ર લઈ જવો તે પ્રમાદ દશા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy