________________
૨૫
ચક્રવર્તીપણું, દેવલોકથી માંડીને મોક્ષપર્યંતની સર્વ સંપદાને દેનાર આ ‘મ મંત્ર કલ્પવૃક્ષથી અધિક ફળદાયી છે. આપણા પ્રાણથી પણ અધિક ભાવનાથી ભાવિત બનીને જો ગર્ણ અક્ષરનું પ્રણિધાન કરવામાં આવે તો આત્મ સાક્ષાત્કારની અનુભવ પ્રાપ્તિમાં પ્રધાન હેતુ બની જાય છે.
(પરમેષ્ઠિ ધ્યાનમાળા-ગાથા ૬-૭ અર્થ) CH' અક્ષરને શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાનથી ભાવિત કરવામાં આવે તો મોક્ષપર્યત લઇ જનાર બને છે.
एतेषामेकमप्यर्ह नाम्नामुच्चारयन्नधैः मुच्यते किं पुनः सर्वाण्यर्थज्ञस्तु जिनायते ।।
(જિનસહસ્ત્રનામસ્તોત્ર) પંડિત આશાધર વિરચિત શ્લોક ૧૨. શ્રી તીર્થકર ભગવાનના નામના એક જ પદને સંપૂર્ણ રીતે જાણવામાં આવે તો આત્મા સ્વયં તીર્થકર થાય છે.
આ ધ્યાન પ્રયોગમાં અહં ની વૈજ્ઞાનિક, શાસ્ત્રીય આધ્યાત્મિક સાધના બતાવી છે, જે મોક્ષપર્યંતના સર્વ દૃષ્ટ અને અદૃષ્ટ ફળો આપનાર બને છે.
કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત સંસ્કૃત દ્વયાશ્રય મહાકાવ્યના પ્રથમ શ્લોકમાં બતાવ્યું છે
अर्ह मित्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिना । सिद्धचक्रस्य सद्बीजं, सर्वतः प्रणिदध्महे ।। 'મર્દ ' અક્ષર એ પ્રથમ પરમેષ્ઠિ અરિહંત પરમાત્માનો વાચક છે. તે અરિહંત પરમબ્રહ્મ સ્વરૂપ છે, તેથી મર્દ પરમબ્રહ્મ સ્વરૂપ છે અને સિદ્ધચક્રનું મુખ્ય બીજ છે તે અને અમે પ્રણિધાન કરીએ છીએ.
अर्हमित्यक्षरम् यस्य, चित्ते स्फुरति सर्वदा । परं ब्रह्म ततः शब्दब्रह्मणः सोधिगच्छति ॥ . ઉ. યશોવિજયજી કૃત દ્વાન્નિશ કાત્રિશિંકા-શ્લોક ૨૮. - એવો અક્ષર જેના ચિત્તમાં સદા ફુરે છે તે મર્દ સ્વરૂપ બ્રહ્મથી મોક્ષને પ્રાપ્ત કરે છે.
૨૦૧૪ના ચૈત્ર સુદી પૂનમના દિવસે પાનસરમાં સાધકને સિદ્ધચક્ર પૂજન કરાવવાનો અપૂર્વ લાભ મળ્યો. પૂજન વિધિ માટે ફતાસા પોળ (અમદાવાદ)થી શ્રી ચીનુભાઈ લલ્લુભાઈ પધારેલા. પૂજન સાંજે ચાર વાગે પૂર્ણ થયું. તે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org