SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ એકલો” મારા પ્રિયતમ આ વિશ્વના સાર્વભૌમિક સામ્રાજ્યના જીવનદાતા છે. સ્વાર્થના કારમા વ્યાધિથી પીડાઈને ત્રાસી ગયેલી મારી વૃત્તિઓને તેમણે પ્રાણીમાત્રના કલ્યાણભાવમાં પલટી નાંખી મને સુખી સુખી કરી દીધી. મારા મર્યાદિત વ્યકિતત્વના કોચલાને તોડી નાંખી મને સમષ્ટિના હીંડોળે હીંચાવી. ભાવ મારા સ્વામીનું સામ્રાજય જોઈ હું મલકાવા લાગી. હું મારી જાતને આવા સ્વામીની ચરણ રજ બનવા મળ્યું તેના અહોભાગ્યને બિરદાવવા લાગી. ઘૂંટાયા જ કરે છે - “જો મને શકિત મળે તો જગતના સર્વ જીવોને જિનશાસન પમાડું, બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું.” (અંદરથી પૂરો વિશ્વાસ છે કે મારા પ્રિયતમ મને આવી શકિત આપવાના જ છે.) બસ, આ ભાવ ઘૂંટાવા લાગ્યા. શબ્દો છેવટે ભાવરૂપ બનવા લાગ્યા. શબ્દ નિઃશબ્દ રહ્યા, ભાવરૂપે પલટાયા. હવે ભાવ ઘૂંટાય છે અને ધીમે ધીમે આ ભાવ રસ રૂપ બની ગયો. આ રસમાં હું તરબોળ બની ગઈ. મારા આત્માના પ્રદેશોમાં આ દિવ્ય મધુર રસ વહેવા લાગ્યો. આ મધુર રસથી આત્મામાં જીવ માત્ર પ્રત્યે પ્રેમના ભાવો પ્રગટયા. સૌને જિનશાસન પમાડું, બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું - તે શબ્દો હવે ભાવ બનીને રસમાધુર્યમાં પલટાયા. સકલ જીવસૃષ્ટિના કલ્યાણની ભાવનામાંથી ઉત્પન્ન થયેલા આ મધુર રસ સિવાય બીજું કોઈ અમૃત જગતમાં છે કે નહિ તેની મને ખબર નથી. પણ મને તો આ અમૃત રસનું પાન એટલું મધુર, એટલું દિવ્ય, એટલું અલૌકિક, એટલું આ શ્ચર્યકારી, અદ્ભુત અને આનંદ પ્રદાયક લાગ્યું કે અનંત કાળની તૃષા છીપાઈ, અનંતકાળની ભૂખ ભાંગી ગઈ, અનંત કાળની સુખના અનુભવની ઈચ્છા તૃપ્ત થઈ. હવે આ મધુર રસ પીવા માટે જગતમાં કયાંય જવાની જરૂર નથી. મારા પ્રિયતમ, હું અને જગતના જ્વો - આ છે અમારા અમૃત રસનું મધુર ઝરણું. બસ...પીધાં જ કરૂં, પીધાં જ કરૂં, પીધાં જ કરૂં, પીધાં જ કરૂં. આ અમૃતને.....પીવડાવ્યા કરૂં જગતને આ મધુર રસ. આ અમૃતરસના પાનથી રોમરોમમાં અમૃત વ્યાપી જાય, અણુએ અણુ પવિત્ર રસધારામાં તરબોળ બને. બે કાંઠે વહેતી નદીના પ્રવાહ જેવો લહેરાતો આ વિશ્વકલ્યાણ ભાવનો મધુર રસ મારા અંદર અને બહાર ઉભરાયા જ કરે. આત્માના પ્રદેશોમાં તૃષ્ટિ અને પુષ્ટિ થઈ. મંગલ ભાવનાના અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy